________________
૨૦૦
ઉપદેશમાળા
ભય પામેલા રાજાએ હજાર ગામ અને કેટલાક દાસદાસીઓ સહિત તે પુત્રી તેને આપી; તેથી પ્રસન્ન થયેલા ઋષિએ શેષ રહેલી પોતાની તપની શક્તિથી પેલી સર્વ કુજા રાજપુત્રીઓને સારી કરી. એ પ્રમાણે સર્વ તપને ખપાવી રેણુકા બાલાને લઈને તે વનમાં આવ્યો. ત્યાં એક ઝૂંપડી બનાવીને તેઓ રહ્યા.
અનુક્રમે રેણુકા યૌવનવતી થઈ, એટલે તેની સાથે તેણે પાણિગ્રહણ કર્યું. પ્રથમ ઋતુકાલે યમદગ્નિએ રેણુકાને કહ્યું કે “હે સુલોચના!સાંભળ. તારે માટે એક ચરુ મંતરીને તને આપું છું. તે ખાવાથી તને એક સુંદર પુત્ર થશે.” ત્યારે રેણુકાએ કહ્યું કે હે સ્વામિનું! બે ચરુ મંતરી આપો કે જેમાંના એક ચરુથી બ્રાહ્યાણપુત્ર થાય અને બીજાથી ક્ષત્રિયપુત્ર થાય. હું ક્ષત્રિયચરુ હસ્તિનાપુરના રાજા અનંતવીર્યની સ્ત્રી મારી બહેન અનંગસેનાને આપીશ અને બ્રાહ્મણચરુ હું ખાઈશ.' એ પ્રમાણે રેણુકાના કહેવાથી યમદગ્નિએ બે ચરુ મંતરી પોતાની સ્ત્રીને આપ્યા. પછી રેણુકાએ વિચાર કર્યો કે મારો પુત્ર શુરવીર થાય તો સારું.' એમ વિચારી તેણે ક્ષત્રિયચરુનું ભક્ષણ કર્યું અને બ્રાહ્માણચરુ પોતાની બહેન અનંગસેનાને મોકલ્યો. તેણે તે ખાશો. તેને એક પુત્ર થયો તેનું નામ કીર્તિવીર્ય પાડ્યું. રેણુકાને પુત્ર થયો તેનું નામ રામ પાડવામાં આવ્યું.
અનુક્રમે રામ યુવાન થયો. એકદા અતિસારના રોગથી પીડિત એક વિદ્યાઘર તે આશ્રમમાં આવ્યો. રામે તેનો સત્કાર કર્યો અને ઔષઘના પ્રયોગથી તેને સ્વસ્થ કર્યો. તેથી તે વિદ્યારે પ્રસન્ન થઈને રામને પરશવિદ્યા આપી. તેણે પરશુવિદ્યા સાથી, તેથી તે પરશુરામના નામથી પ્રસિદ્ધ થયો. પછી દેવતાથી અઘિષ્ઠિત થયેલી પરશુ (કુહાડી) લઈ અજેય એવો તે જ્યાં ત્યાં ફરવા લાગ્યો.
અન્યદા પરશુરામની માતા રેણુકા હસ્તિનાપુરમાં પોતાની બહેનને મળવા ગઈ. ત્યાં પોતાની બહેનના પતિ અનંતવીર્યની સાથે સંબંઘ થવાથી તેને ગર્ભ રહ્યો. અનુક્રમે તેને પુત્ર થયો. પછી પુત્રસહિત રેણુકાને યમદગ્નિએ પોતાના આશ્રમમાં આણી. પરશુરામે માતાનું દુશ્ચરિત્ર જાણી પોતાની માતાને મારી નાંખી. આ ખબર અનંતવીર્યને પડવાથી તેણે ત્યાં આવી યમદગ્નિના આશ્રમને ભાંગી નાંખ્યો. તેથી ક્રોધિત થયેલા પરશુરામે પરશુથી અનંતવીર્યનું મસ્તક છેદી નાંખ્યું. પછી તેનો પુત્ર કીર્તિવીર્ય રાજ્યાધિકારી થયો. તેણે પિતાનું વેર વાળવા માટે પરશુરામના પિતા યમદગ્નિને મારી નાંખ્યો. તેથી પરશુરામે ત્યાં જઈ પરશુના પ્રભાવથી કીર્તિવીર્યને હણી હસ્તિનાપુરનું રાજ્ય લઈ લીધું. તે વખતે ચૌદ સ્વપ્નથી સૂચિત ગર્ભ જેણે ઘારણ કર્યો છે એવી કીર્તિવીર્ય રાજાની તારા નામની રાણી પોતાના પતિના મરણ સમયે નાસી ગઈ. તે વનમાં તાપસોના આશ્રમમાં આવી પહોંચી અને તેમને પોતાનું સર્વ વૃત્તાંત કહ્યું. દયાથી આÁ ચિત્તવાળા તાપસોએ તેને ગુપ્ત રીતે