________________
(૨૨) પીઠ. અને મહાપીઠ મુનિની કથા
૧૨૫
અધ્યયન ને તપ કરીએ છીએ, પરંતુ ગુરુ આપણી પ્રશંસા કરતા નથી.’ એ પ્રમાણે ઈર્ષ્યાથી ચારિત્ર પાળતાં છેવટે પાંચે સાધુઓ કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી વજ્રનાભનો જીવ શ્રી ઋષભદેવ થયા. બાહુ અને સુબાહુના જીવો ઋષભદેવના પુત્ર ભરત અને બાહુબલી થયા. પીઠ અને મહાપીઠના જીવો ઈર્ષ્યા કરવાથી સ્ત્રીવેદ બાંઘી ઋષભદેવની પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી થયા.
એ પ્રમાણે જેઓ ગુણપ્રશંસામાં ઈર્ષ્યા કરે છે તેઓ પીઠ અને મહાપીઠની જેમ હીનપણાને પામે છે; માટે વિવેકીઓએ કદી પણ ગુણી પ્રત્યે મત્સર ઘરવો નહીં.
परपरिवायं गिण्हइ, अट्ठमयविरल्लणे सया रमइ । डज्झइ य परसिरीए, सकसाओ दुक्खिओ निच्वं ॥६९॥ અર્થ—“જે પારકા અપવાદને ગ્રહણ કરે છે, એટલે બીજાની નિંદા કરે છે, આઠ મદને વિસ્તારવામાં સંદા રમે છે, મદમાં આસક્ત રહે છે અને પારકી લક્ષ્મી (શોભા) દેખીને દાઝે છે, બળે છે—એવો સકષાયી પુરુષ નિરંતર દુઃખી જાણવો.’ विग्गहविवायरुइणो, कुलगणसंघेण बाहिरकयस्स । नत्थि किर देवलोए, वि. देवसमिईसु अवगासो ॥७०॥ અર્થ—“વિગ્રહ ને વિવાદની રુચિવાળા અને કુળ ગણ સંઘે બહાર કરેલા એવાને દેવલોકમાં દેવસભામાં પણ અવકાશ એટલે પ્રવેશ પ્રાપ્ત થતો નથી.”
ભાવાર્થ—યુદ્ધ કરવામાં કે મિથ્યા વિવાદ કરવામાં તત્પર એવા અને કુળ તે નાગેંદ્રાદિ, ગણ તે કુળનો સમુદાય અને સંઘ તે સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ—તેમણે અયોગ્ય જાણીને જે સાધુને બહાર કર્યો હોય, કુળ, ગણ કે સંઘથી દૂર કરેલ હોય, તેને સ્વર્ગમાં દેવસભામાં પણ પ્રવેશ મળતો નથી. એટલે તે કિક્વિષ જાતિના નીચ દેવપણે ઊપજે છે. તેથી તેને દેવસભામાં બેસવાનો હક મળતો નથી. એ કિક્વિષ દેવો, મનુષ્યમાં જેમ ઢેઢ ગણાય છે તેમ દેવતાઓમાં હલકી જાતિના દેવ ગણાય છે.
जइ ता जणसंववहार - वज्ञ्जियमकजमायरइ अन्नो । जो तं पुणो विकत्थइ, परस्स वसणेण सो दुहिओ ॥ ७१ ॥ અર્થ—‘જે પ્રથમ કોઈ અન્ય, પ્રસિદ્ધ જનવ્યવહાર એટલે લોકાચારમાં વર્જિત (નિષિદ્ધ) એવા ચૌર્યાદિ અકાર્યને (પાપકર્મને) આચરે છે અને જે પુરુષ તે પાપકર્મને (લોકસમક્ષ) વિસ્તારે છે તે પારકે દુઃખે દુઃખી થાય છે અર્થાત્ પારકી નિંદા કરવાથી વ્યર્થ પાપનું ભાજન થાય છે.’