________________
૩૨૮
ઉપદેશમાળા
-
-
અર્થ-જે પુરુષ યથાવાદ એટલે જેવું વચન બોલે તેવું ક્રિયાનુષ્ઠાનાદિક કરતો નથી તે પુરુષથી બીજો ક્યો પુરુષ મિથ્યાદ્રષ્ટિ જાણવો? એને જ મિથ્યાદ્રષ્ટિ જાણવો. તેનાથી બીજો કોઈ વિશેષ મિથ્યાવૃષ્ટિ નથી. કેમકે તે પુરુષ બીજા લોકોને શંકા ઉત્પન્ન કરાવતો સતો મિથ્યાત્વને વૃદ્ધિ પમાડે છે.”
आणाए च्चिय चरणं, तब्भंगे जाण किंन भग्गति?।
आणं च अइक्कतो, कस्साएसा कुणइ सेसं ? ॥५०५॥ અર્થ–“નિશે જિનેશ્વરની આજ્ઞા વડે જ ચારિત્ર છે, એટલે જિનાજ્ઞાનું પાલન કરવું એ જ ચારિત્ર છે; તો તે આજ્ઞાનો ભંગ કર્યો સતે શું ન ભાંગ્યું? એટલે શેનો ભંગ ન કર્યો? અર્થાત્ જિનાજ્ઞાનો ભંગ કરવાથી સર્વ ચારિત્રાદિકનો ભંગ કર્યો. એમ હે શિષ્ય! તું જાણ અને જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરનાર પુરુષ શેષ ક્રિયાનુષ્ઠાનાદિક કોના આદેશ (આજ્ઞા) થી કરે છે? જો જિનાજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, તો પછી ક્રિયાનુષ્ઠાનાદિક કોની આજ્ઞાથી કરવું? અને આજ્ઞાનું ઉલ્લંઘન કરીને (આજ્ઞા વિના) જે ક્રિયા કરવી તે કેવળ વિડંબના જ છે, નિષ્ફળ છે.”
संसारो अ अणंतो, भट्ठचरित्तस्स लिंगजीविस्स ।
पंच महव्वय तुंगो, पामारो भिल्लिओ .जेण ॥५०६॥ અર્થ–“વળી જે નિર્ભાગી પુરુષે પંચમહાવ્રતરૂપી તુંગ (ઊંચો) પ્રાકાર (કિલ્લો) ભેદ્યો છે, પાડી નાંખ્યો છે તે ભ્રષ્ટ (લુપ્ત) ચારિત્રવાળા અને મુખવસ્ત્રિકા રજોહરણ વગેરે લિંગ (વેષ) માત્ર ઘારણ કરીને આજીવિકા કરનારનો અનંત સંસાર જાણવો એટલે તે નિર્ભાગ્યશેખર અનંત કાળ સુધી ચતુર્ગતિમાં ભ્રમણ કરે છે.”
न करेमि त्ति भणित्ता, तं चेव निसेवए पुणो पावं ।
पच्चक्ख मुसावाई, माया नियडी पसंगो य॥५०७॥ અર્થ–“જે પુરુષ “ર વરી' ઇત્યાદિ એટલે મન વચન અને કાયા વડે નહીં કરું, નહીં કરાવું અને કરતા એવા બીજાને અનુમોદન નહીં કરું એમ નવ કોટી સહિત પ્રત્યાખ્યાન ભણીને (કરીને) પણ ફરીથી તે જ પાપનું સેવન કરે છે (આચરણ કરે છે) તે પુરુષને પ્રત્યક્ષ મૃષાવાદી જાણવો. કેમકે તે જેવું બોલે તેવું પાળતો નથી; તથા માયા એટલે અંતરંગ અસત્યપણું અને નિકૃતિ એટલે બાહ્ય અસત્યપણું તે બન્નેનો જેને પ્રસંગ છે એવો તેને જાણવો, અર્થાત્ તેને અન્તરંગ અને બાહ્ય બન્ને પ્રકારનો અસત્યવાદી (માયાકપટી) જાણવો.”
लोए वि जो ससूगो, अलिअं सहसा न भासए किंचि। अह दिक्खिओ वि अलियं, भासइ तो किंचि दिक्खाए ॥५०८॥