________________
(૧૧) મૃગાવતીનું દૃષ્ટાંત
અહીં ગૌતમ સ્વામીએ પ્રભુને પૂછ્યું કે “હે ભગવન્! આપને પલ્લીપતિએ પૂછ્યું કે ‘આ તે ?” ત્યારે આપે ઉત્તર આપ્યો કે ‘તે તે’ એટલે શું? અમે કાંઈ સમજ્યા નહીં.’’ ભગવાને કહ્યું કે “એણે સમસ્યામાં પૂછ્યું કે ‘જે પેલી મારી બહેન હતી તે જ આ છે કે ?” એ પ્રમાણે લક્ષ્યથી તેણે પોતાની સ્ત્રીનું સ્વરૂપ પૂછ્યું, એટલે મેં પણ સમસ્યાથી જવાબ દીધો કે તારી પત્ની તે તારી બહેન જ છે.’” તે સાંભળી ઘણા લોક પ્રતિબોધ પામ્યા.
૬૯
‘કર્મથી પ્રેરાયેલો જીવ ન આચરવાનું પણ આચરે છે' આવો આ કથાનો ઉપનય છે.
पाडेवजिऊण दोसे, नियए सम्मं च पायवडियाए । तो किर मिगावइए, उप्पन्नं केवलं नाणम् ॥३४॥ અર્થ—“પોતાના દોષને અંગીકાર કરીને સમ્યક્ પ્રકારે ત્રિકરણ શુદ્ધે પગે પડેલી એવી (ગુરુણીની સેવા કરનારી) મૃગાવતીને તે જ કારણથી નિશ્ચયે નિરાવરણ એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.”
તેથી વિનય જ સર્વ ગુણોનું નિવાસસ્થાન છે. અહીં મૃગાવતી સાધ્વીનું દૃષ્ટાંત જાણવું.
મૃગાવતીનું દૃષ્ટાંત
કૌશાંબી નગરીમાં શ્રીમહાવીર સ્વામી સમવસર્યા. તે વખતે સર્વ સુર અને અસુરોના ઇંદ્ર કરોડો દેવતાઓથી પરિવૃત્ત થઈ વાંદવા માટે આવ્યા; તેમજ સૂર્ય અને ચંદ્ર પણ પોતાના મૂળ વિમાનમાં બેસીને વાંદવા આવ્યા. આર્યા ચંદના સાધ્વી પણ મૃગાવતીને સાથે લઈને વાંદવા આવ્યા. આર્યા ચંદના આદિ સાધ્વીઓ પ્રભુને વાંદીને પોતાના ઉપાશ્રયે આવી, પણ મૃગાવતી તો સમવસરણમાં જ બેસી રહી. તે વખતે સંધ્યાકાળ થયો હતો, છતાં પણ સૂર્યના તેજથી તે તેના જાણવામાં આવ્યો નહીં, કારણ કે ઉદ્યોત તેવો ને તેવો જ રહેલો હતો. અનુક્રમે રાત્રિ ઘણી વીતી ગઈ, અને સર્વ લોકો પ્રભુને વાંદીને પોતપોતાને ઘેર ગયા. પછી જ્યારે સૂર્ય ચંદ્ર પોતાના વિમાનમાં બેસીને પોતાના સ્થાનકે ગયા ત્યારે સમવસરણમાં તેમજ પૃથ્વી ઉપર અંધકાર પ્રસરી ગયો, તેથી મૃગાવતી સંભ્રમિત થઈ થકી ‘ઘણી રાત્રિ ગઈ છે’ એમ જાણી શહેરમાં આર્યા ચંદનાના ઉપાશ્રયે આવી. એ સમયે આર્યા ચંદના સાધ્વી પણ પ્રતિક્રમણ કરી, સંથારાપોરિસી ભણાવી, સંથારામાં બેસીને મનમાં વિચાર કરતી હતી કે ‘મૃગાવતી ક્યાં ગઈ હશે ? અને ક્યાં રહી હશે ?’ એવામાં મૃગાવતીને આવેલી જોઈ તેને ઠપકો આપવા લાગી કે ‘હે મૃગાવતી! તને આ ન ઘટે. તારા જેવી ઉચ્ચકુળમાં જન્મેલી સાધ્વીએ રાત્રિએ બહાર રહેવું એ ઉચિત નથી; તેં આ