________________
ઉપદેશમાળા - થયો. તેણે પૂર્વભવમાં અતિ વિષય સેવ્યો હતો તેથી તે જન્મ પામતાં જ અતિ કામાતુર થઈ રુદન કરતી હતી. એકદા તેના ભાઈનો હાથ તેની યોનિને લાગ્યો, એટલે તે રડતી બંધ થઈ ગઈ. આ પ્રમાણે તેને છાની રાખવાનો ઉપાય હાથ લાગવાથી જ્યારે તે રડે, ત્યારે તેનો ભાઈ દરરોજ એ પ્રમાણે કરે એટલે તે રડતી બંઘ થઈ જાય. એક વખત તેના પિતાએ તેને એ પ્રમાણે કરતો જોયો તેથી તેમણે તેને વાર્યો, છતાં પણ તે અટક્યો નહીં. એટલે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. તે ચોર પલ્લીમાં જઈ પેલા પાંચસો ચોરોનો સ્વામી થયો.
એક દિવસ તે સર્વ ચોરોએ એકઠા થઈ કોઈ ગામમાં ઘાડ પાડી. ત્યાંથી બીજે ગામ ગયાં. ત્યાં પેલી વિષયાભિલાષિણી કન્યા કે જેને યુવાની પ્રાપ્ત થઈ છે તે આવી હતી. તેને ચોરોએ જોઈ એટલે પૂર્વભવનાં સ્નેહથી કામાતુર થઈ તેણે જ ચોરોને કહ્યું કે “મને સ્ત્રી તરીકે સ્વીકારો.” એ પ્રમાણે પ્રાર્થના કરવાથી તેઓએ તેને સ્વીકારી. આમ તે પાંચસો ચોરોની પત્ની થઈ. પરંતુ તે પાંચસોં પુરુષોથી પણ તૃતિ પામતી નથી. અહો! સ્ત્રીઓની કામલોલુપતા કેવા પ્રકારની છે! કહ્યું છે કે
नाग्निस्तृप्यति काष्ठोधैः, नापगाभिर्महोदधिः ।
नान्तकः सर्वभूतेभ्यो, न पुंभिर्वामलोचना ॥ કાષ્ઠના સમૂહથી અગ્નિ તૃપ્ત થતો નથી, નદીઓથી સમુદ્ર પ્રસ થતો નથી, સર્વ પ્રાણીઓથી યમરાજા તૃત થતો નથી, અને પુરુષોથી સ્ત્રી તૃપ્ત થતી નથી. વળી –
नागरजातिरदुष्टा, शीतोवह्निर्निरामयः कायः ।
स्वादु च सागरसलिलं, स्त्रीषु सतीत्वं .न सम्भवति ॥ “નાગરજાતિમાં અષ્ટપણું, વતિમાં શીતલપણું કાયામાં નીરોગપણું, સમુદ્રજળમાં સ્વાદિષ્ટપણું અને સ્ત્રીઓમાં સતીપણું સંભવતું જ નથી.”
એક દિવસ ચોરોએ વિચાર્યું કે આ સ્ત્રી પાંચસો પુરુષોથી સેવાતાં દુખ પામે છે, તેથી બીજી સ્ત્રી લાવવી જોઈએ.’ એ પ્રમાણે દયાથી તેઓએ બીજી સ્ત્રી આણી; તેને જઈ પહેલી સ્ત્રીએ વિચાર્યું કે “અરે! મારા ઉપર આ બીજી સ્ત્રી આણી! આ મારા વિષયભોગમાં ભાગ પાડશે.' એવી બુદ્ધિથી તેણે તેને કૂવામાં નાંખી દીધી, જેથી તે મૃત્યુ પામી. એ વાત પલ્લીપતિએ જાણી તેથી તે વિચારવા લાગ્યો કે અહો!આ કામથી અતિવિઠ્ઠલ છે અને મહાપાપકારિણી છે. આવી તીવ્ર કામરાગવાળી કદી મારી બહેન તો નહીં હોય! કારણ કે તેમાં અતિ કામબુદ્ધિ હતી.” પછી એ પ્રકારનો સંશય દૂર કરવા માટે તે શ્રી વર્ધમાન સ્વામીના સમવસરણમાં ગયો.
પલ્લીપતિએ પ્રભુને વાંદીને પૂછ્યું કે હે ભગવન્! આ તે? ત્યારે ભગવાને કહ્યું કે તે તે.” એ પ્રમાણે સાંભળી વૈરાગ્યપરાયણ થઈ વ્રત અંગીકાર કરી, પાળીને તે શુભગતિને પ્રાપ્ત થયો.