________________
(૧૦) જાસા સાસાનું દ્રષ્ટાંત
અર્થ-હાથીના કાન જેવી ચપળ રાજ્યલક્ષ્મીને નહીં છોડનારા જીવો પોતાના કર્મકિલ્વેિષથી ભરેલા ભારવડે અઘોભૂમિમાં પડે છે અર્થાત્ નરકે જાય છે.”
वुत्तुण वि जीवाणं, सुदुक्कराई ति पावचरियाई । भयवं जा सा सा सा, पच्छाएसो हु इणमो ते ॥३३॥ અર્થ-કેટલાક જીવોનાં પાપચરિત્રો મુખવડે કહેવાને પણ સુદુર હોય છે, અર્થાત્ કહેવા યોગ્ય પણ હોતાં નથી. તે ઉપર નિશ્ચયે હે ભગવંત!તે સ્ત્રી તે મારી બહેન)? ભગવંતે કહ્યું “હા, તે તે.” આ દ્રષ્ટાંત હે શિષ્ય! તારે જાણવું.” | ભાવાર્થ-કેટલાક પ્રાણીઓના પાપકર્મો એવાં હોય છે કે જે બીજાની સમક્ષ કહેતાં પણ લ% આવે. એટલા માટે એક પુરુષે સમવસરણમાં આવીને ભગવંતને ઇશારામાં પૂછ્યું કે તે ભગવંતે કહ્યું “હા, તે. અહીં જાસા સાસાનું દ્રષ્ટાંત જાણવું.
જાસા સાસાનું ડ્રાંત (અનંગસેન સોની) વસંતપુર નગરમાં અનંગસેન નામે એક સોની રહેતો હતો. તે અતિ સ્ત્રીલંપટ હતો. તે પાંચસો સ્ત્રીઓ પરણ્યો હતો. તે દરેક અતિ રૂપવતી હતી. તે સોની પોતાની સ્ત્રીઓને બહાર કાઢતો નહોતો, ઘરમાં જ રાખતો હતો. એક વખત તે જમવા માટે પોતાના કોઈ મિત્રને ઘેર ગયો, ત્યારે તે સર્વે સ્ત્રીઓએ વિચાર કર્યો કે આજે આપણને મોકો મળ્યો છે. એમ વિચારીને સ્નાન, વિલેપન, કાજળ, સિંદુરના તિલક વગેરે કરીને તથા આભૂષણો પહેરીને સર્વ સ્ત્રીઓ પોતાના હસ્તમાં આદર્શ (કાચ) લઈ પોતાના રૂપને નીરખવા લાગી; અને હસવું, રમવું, ગીતગાન કરવાં ઇત્યાદિ ક્રીડા પરસ્પર કરવા લાગી. તેઓ અન્યોન્ય કહેવા લાગી કે આપણામાંથી જેન વારો હોય છે તેને જ આપણો સ્વામી આભૂષણ વગેરેથી સુશોભિત કરે છે, બીજી સ્ત્રીઓને શણગાર પણ કરવા દેતો નથી; તો હવે આપણે આજે તો મરજી મુજબ ક્રીડા કરવી જોઈએ.
એવામાં સોની પોતાને ઘેર આવ્યો. તેણે પોતાની સ્ત્રીઓની પૂર્વોક્ત ચેણ જોઈ; એટલે તેમાંથી એક સ્ત્રીને પકડીને મર્મસ્થાનમાં માર માર્યો, જેથી તે મરણ પામી. ત્યારે બીજી સ્ત્રીઓએ વિચાર્યું કે એણે એકને મારી નાંખી તેમ બીજીઓને પણ મારી નાંખશે, માટે એને જ મારી નાંખવો જોઈએ. એ પ્રમાણે વિચારી, તે હાથી સ્ત્રીઓએ એકી સાથે પોતપોતાના હાથમાં રહેલાં દર્પણો તેના તરફ ફેંક્યાં. તે ઘણોના પ્રહારથી સોની મૃત્યુ પામ્યો. પાછળ સ્ત્રીઓ લોકોના અપવાદથી ભય 'પામીને બળી મૂઈ. તેઓ બધી મરણ પામીને એક પલ્લીમાં ચોર થઈ. - જે સ્ત્રી પ્રથમ મૃત્યુ પામી હતી તે કોઈ એક ગામમાં કોઈ શ્રેષ્ઠીને ઘેર પુત્ર તરીકે ઉત્પન્ન થઈ હતી, અને સોનીનો જીવ તે જ શ્રેષ્ઠીને ઘરે પુત્રીપણે ઉત્પન્ન