________________
૨૩૦
ઉપદેશમાળા
બીજા સામાન્ય પર્વતો જેવડા પુંજ-ઢગલા થાય. માટે તેમાં પણ પ્રતિબંઘ કરવો
નહીં.”
हिमवंतमलयमंदर-दीवोदहिधरणिसरिसरासीओ।
अहिअयरो आहारो, छुहिएणाहारिओ होजा ॥१९९॥ અર્થ-“શુઘિત (ભૂખ્યા) થયેલા એવા આ જીવે હિમવાન પર્વત, દક્ષિણ દિશામાં રહેલો મલયાચળ પર્વત, મંદર (મેરુ) પર્વત, જંબૂદ્વીપ વગેરે અસંખ્યાતા દ્વીપો, લવણસમુદ્રાદિક અસંખ્ય સમુદ્રો અને રત્નપ્રભાદિક સાત પૃથ્વીઓ તેમના જેવડા મોટા ઢગલાઓથી પણ (તેટલા મોટા ઢગલા કરીએ તો તેથી પણ) અતિ અઘિક આહાર (અશન વગેરે) ભક્ષણ કરેલો છે; અર્થાત્ એક જીવે અનંતા પુદ્ગલ દ્રવ્યો ભક્ષણ કર્યા છે, તો પણ તેની સુઘા શાંત થઈ નથી.”
जन्नेण जलं पीयं, घम्मायवजगडिएण तं पि इहं । ..
सव्वेसु वि अगडतलायनईसमुद्देसु न वि हुजा ॥२०॥ અર્થ–“ઘર્મ (ગ્રીખ) ઋતુના આતપથી પીડા પામેલા આ જીવે જે જળ પીવું છે તે પૂર્વે પીઘેલું બધું જ આ સંસારમાં એકત્ર કરીએ તો તેટલું જળ સર્વે કૂવા, તળાવો, ગંગાદિક નદીઓ અને લવણાદિક સમુદ્રોમાં પણ ન હોય; અર્થાત્ એક જીવે પૂર્વે જે જળ પીવું છે તે સર્વ જળાશયોના જળથી પણ અનંતગણું છે.”
पीयं थणयछीरं, सागरसलिलाओ होज बहुअयरं।
સંસારમાં રે, મા સત્રનHIi ર૦૧ અર્થ–“આ જીવે જેનો અંત નથી એવા અનંતા સંસારમાં ભિન્ન ભિન્ન માતાઓનું પીઘેલું સ્તનનું દૂઘ સમુદ્રના જળથી પણ બહતર (અનંતગણું) હોય અર્થાત્ સમુદ્રના જળથી પણ અનંતગણું દૂઘ આ જીવે પૂર્વ ભવોમાં જુદી જુદી માતાઓનું પીધું છે.”
पत्ता य कामभोगा, कालमणंतं इहं सउवभोगा ।
अपुव्वं पिव मन्नइ, तहवि य जीवो मणे सुक्खं ॥२०२॥ અર્થ–“વળી આ સંસારમાં અનંત કાળ સુધી જીવે ઉપભોગ (વારંવાર ભોગવી શકાય તેવાં ઘર, સ્ત્રી, વસ્ત્ર, અલંકારાદિક પદાર્થો) સહિત કામજોગો પ્રાપ્ત કરેલા છે; તો પણ આ જીવ પોતાના મનમાં તે વિષયાદિક સુખને જાણે અપૂર્વ–નવીન જ હેય તેમ માને છે; અર્થાત્ જાણે પોતે પૂર્વે કોઈ વખત તે સુખ ભોગવ્યું જ નથી, નવું જ ભોગવે છે એમ માને છે.”
जाणइ अ जहा भोगि-डिसंपया सव्वमेव धम्मफलं । तहवि दढमूढहियओ, पावे कम्मे जणो रमइ ॥२०३॥