________________
(૨૫) અવંતિસુકુમાલ કથા
૧૩૩
અર્થ—“દુષ્કર અને સાંભળતાં પણ રોમોસ્કંપ કરે (રૂંવાડાં ઊભાં થાય) એવું અવંતિસુકુમાલ મહર્ષિનું ચરિત્ર છે. એ મહાત્માએ પોતાના આત્માને પણ એવા પ્રકારે તર્જિત કર્યો કે તેમનું ચરિત્ર સંપૂર્ણ આશ્ર્ચર્યકારક થયું.”
અવંતિસુકુમાલ કથા
અવંતિ દેશમાં ઉજ્જયિની નગરીમાં ભદ્રા નામની એક શેઠની સ્ત્રી હતી. તેને નલિનીગુલ્મ વિમાનથી ચ્યવીને આવેલો અવંતિસુકુમાલ નામે પુત્ર થયો. તે બત્રીશ સ્ત્રીઓની સાથે વિષયસુખનો અનુભવ કરતો હતો. એક દિવસ પોતાના ઘરની નજીક રહેલા સુસ્થિત આચાર્યના મુખથી રાત્રિની પહેલી પોરસીમાં નલિનીગુલ્મ વિમાન અધ્યયન સાંભળી જાતિસ્મરણજ્ઞાન થવાથી પૂર્વભવનું સ્વરૂપ જાણી, ત્યાં (નલિનીગુલ્મ વિમાનમાં) જવાને ઉત્સુક થયેલો અવંતિસુકુમાલ ગુરુ પાસે જઈને વિનયપૂર્વક પૂછવા લાગ્યો કે ‘આપે નલિનીગુલ્મ વિમાનનું સ્વરૂપ કેવી રીતે જોયું?” ગુરુએ કહ્યું કે ‘સિદ્ઘાંતરૂપી નેત્રથી જોયું છે.' પછી અતિસુકુમાલે પૂછ્યું કે ‘તે કેવી રીતે પ્રાપ્ત થાય?” ત્યારે ગુરુએ કહ્યું કે “ચારિત્ર પાળવાથી. કારણ કે ચારિત્ર આ લોક અને પરલોકમાં અનેક પ્રકારનું સુખ આપે છે. કહ્યું છે કે—
કે
नो दुष्कर्मप्रयासो न कुयुवतिसुतस्वामिदुर्वाक्यदुःखम् । राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव ॥ ज्ञानाप्तिर्लोकपूजा प्रशमपरिणतिः प्रेत्यनाकाद्यवाप्तिः । ' चारित्रे शिवदायके सुमतयस्तत्र यत्नं कुरुध्वम् ॥ જેની અંદર દુષ્કર્મ સંબંધી પ્રયાસ નથી, જેની અંદર ખરાબ સ્ત્રી, પુત્ર સ્વામીનાં દુર્વાક્યશ્રવણનું દુ:ખ નથી, જેની અંદર રાજા આદિને પ્રણામ કરવો પડતો નથી, જેની અંદર ભોજન વસ્ત્ર ઘન કે સ્થાન માટે ચિંતા કરવી પડતી નથી, જેની અંદર જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, જેની લોકો પૂજા કરે છે, જેના પાલનથી શાંતભાવ પરિણમે છે, અને પરભવે સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે એવા મોક્ષદાયક ચારિત્રમાં હે વિદ્વાન પુરુષો ! તમે પ્રયત્ન કરો.’
માટે ચારિત્ર ગ્રહણ કરી, અનશન કરવાવડે નલિનીગુલ્મ વિમાન મેળવી શકાય છે.” એ પ્રમાણે ગુરુમુખથી સાંભળીને અવંતિસુકુમાલે કહ્યું કે ‘મેં ચારિત્ર અને અનશન ભાવથી અંગીકાર કર્યું છે.' ગુરુએ જ્ઞાનથી જાણ્યું કે આનું કાર્ય આ પ્રમાણે જ સિદ્ધ થવાનું છે તેથી તેને રાત્રે જ સાધુવેષ આપ્યો. તે વેષ ધારણ કરીને તે શહેરની બહાર સ્મશાનભૂમિએ જઈ કંથેર(થોર)ના વનમાં કાયોત્સર્ગ મુદ્રાથી રહ્યા. ત્યાં જતાં માર્ગમાં કાંટા, કાંકરા આદિના પ્રહારથી અતિકોમલ એવા તેના ચરણના તળિયામાંથી રુધિર સ્રવવા લાગ્યું. તેના ગંધથી પૂર્વભવમાં અપમાનિત
૧. ચારિત્રે મોક્ષવાવી સુમતયનનતંત્ર યત્ન રુષ્ણમ્ આ ચોથું પદ આમ હોવું જોઈએ.