________________
(૧) રણસિંહ કથા રાજા અતિ શોકાતુર થઈ ગયો, અને રાણી પણ પુત્રીના મોહને લીધે રુદન કરતી સતી સેવકો પ્રત્યે કહેવા લાગી કે “જે કોઈ મારી પુત્રીને લાવી આપશે તેની અભિલાષા હું પૂર્ણ કરીશ.” તેથી સેવકો પણ સર્વત્ર ભમ્યા, પરંતુ પત્તો ન લાગવાથી ખિન્ન થઈને પાછા આવ્યા.
પ્રાતઃકાલે ભાળ મેળવીને કોઈ પુરુષે કનકસેન રાજા પાસે આવીને કહ્યું કે હે સ્વામિન્! મેં કમલવતીને લગ્નવેષમાં રણસિંહ કુમારના મુકામે ક્રીડા કરતી જોઈ છે. તે સાંભળીને ક્રોઘથી જેનાં નેત્રો લાલચોળ થઈ ગયાં છે એવો કનકસેન રાજા, ભીમપુત્ર સહિત મોટું લશ્કર લઈને ત્યાં આવ્યો, અને રણસિંહ કુમારની સાથે યુદ્ધ આવ્યું. રણસિંહ પણ સિંહની જેમ યુદ્ધ કરવા લાગ્યો. રણસિંહ કુમારે પોતે એકલો છતાં દેવની સહાયથી ભીમપુત્ર સહિત કનકસેન રાજાને જીતી લીધા. તે વખતે કમલવતીની દાસી સુમંગળાએ આવીને સર્વ વૃત્તાંત જણાવ્યો. પછી કમલવતી પણ આવી અને પિતાને પ્રણામ કરી બે હાથ જોડી ઊભી રહી. કનકસેન રાજાએ ભીમપુત્રનું સર્વ સ્વરૂપ સાંભળ્યું, તેથી તેના પર ક્રોધાયમાન થઈને તેનો ઘણો તિરસ્કાર કર્યો. કમલવતીએ ભીમપુત્રને પણ છોડાવી મૂક્યો. કનકસેન રાજા રણસિંહ કુમારનું કુલ, શૈર્ય વગેરે જાણીને અતિ હર્ષિત થયો. પછી મોટા આડંબરથી કમલવતીનો વિવાહ કર્યો. હસ્તમેળાપ વખતે ઘણા હાથી ઘોડા વગેરે આપ્યા. રણસિંહ પણ ત્યાં ચિરકાલ સુધી રહ્યો. ત્યારપછી કમલવતીને લઈને પોતાને દેશ પાછો ફર્યો અને કનકવતી તથા કમલવતીની સાથે વિષયસુખ ભોગવતો સુખમાં કાળ નિર્ગમન કરવા લાગ્યો. છે. અહીં સોમાપુરીને વિષે પુરુષોત્તમ રાજાની પુત્રી રત્નાવતી વિચાર કરવા લાગી કે “અરે! મારા પાણિગ્રહણ અર્થે અહીં આવતાં રણસિંહકુમાર રસ્તામાં કમલવતીને પરણ્યા અને તેનામાં અતિ લુબ્ધ થયા, એટલું જ નહીં, પણ તે મારા વલ્લભે મને એવી વિસ્તૃત કરી દીધી કે અહીં મને પરણવા પણ આવ્યા નહીં. હમણાં તો તે કમલવતી વિના બીજા કોઈ તરફ નજર પણ કરતા નથી, તેથી તેણે કોઈ કામણ કર્યું હોય એમ જણાય છે. ભર્તાનું હૃદય કમલવતીના સ્નેહથી અતિ ભરપૂર થયેલું દેખાય છે કે જેથી મારા સ્નેહનો તેમાં અવકાશ થઈ શકતો નથી. પરંતુ હું ત્યારે ખરી કે જ્યારે કોઈ પણ ઉપાયે કરી તેના ઉપર કલંક ચડાવીને તેના ઉપરથી ભર્તારના ચિત્તને ઉતારી નખાવું.” એ પ્રમાણે વિચાર કરીને તેણે પોતાની માતાને એ વાત જણાવી. તેણે પણ તારી ઇચ્છાનુસાર કર' એવી રજા આપી.
પછી ત્યાં એક દુષ્ટ “ગંઘમૂષિકા' નામની કામણ તથા વશીકરણ વગેરેમાં કુશલ એવી સ્ત્રી રહેતી હતી તેને બોલાવીને રત્નાવતીએ કહ્યું કે “હે માતા! તું મારું એક કામ કર. રણસિંહ કુમાર કમલવતી પર અતિ લુબ્ધ થયેલા છે, તેથી એવું કર