SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પાસત્યાદિ લિંગધારીનાં લક્ષણ रीयइ य दवदवाए, मूढो परिभवइ तह य रायणिए । परपरिवार्य गिण्हइ, निट्ठरभासी विगहसीलो ॥ ३६४॥ અર્થ—વળી ઉતાવળો ઉતાવળો (ઉપયોગ વિના) ચાલે છે, તથા મૂર્ખ એવો તે જ્ઞાનાદિક ગુણરત્નોથી અધિક એવા વૃદ્ધોનો પરાભવ કરે છે, એટલે તેઓની સાથે સ્પર્ધા કરે છે, પરનો પરિવાદ (અવર્ણવાદ) ગ્રહણ કરે છે, પરની નિંદા કરે છે; નિષ્ઠુર (કઠોર) ભાષણ કરે છે; અને રાજકથાદિક વિક્થાઓ કરવાના સ્વભાવવાળો હોય છે—વિક્થા કરે છે.’ ૨૮૫ विज्जं मंतं जोगं, तेगिच्छं कुणइ भूइकम्मं च । अक्खर - निमित्त-जीवी, आरंभपरिग्गहे रमइ ॥ ३६५॥ અર્થ “દેવીઅધિષ્ઠિત તે વિદ્યા, દેવઅધિષ્ઠિત તે મંત્ર, અસ્પૃશ્યકરણાદિ યોગ, રોગની પ્રતિક્રિયા (ઔષઘ પ્રયોગ) અને ભૂતિકર્મ (રાખ વગેરે મંતરીને ગૃહસ્થને આપવાનું કર્મ) કરે છે. અક્ષર (લેખકોને અક્ષરવિદ્યા આપવી) તથા નિમિત્ત (શુભાશુભ લગ્નબળાદિકના પ્રકાશ કરવા) વડે આજીવિકા કરનાર એવો તે પૃથ્વીકાયાદિના ઉપમર્ધનરૂપ આરંભ અને અધિક ઉપકરણના સંચયરૂપ પરિગ્રહમાં રમે છે, આસક્ત રહે છે.” कज्जेण विणा उग्गह- मणुजाणावेइ दिवसओ सुयइ । अजियलाभं भुंजइ, इत्थिनिसिजासु अभिरमइ ॥ ३६६ ॥ અર્થ—“કાર્ય વિના (નિરર્થક) ગૃહસ્થોને રહેવા માટે અવગ્રહ ભૂમિની અનુજ્ઞા કરે છે-માગે છે, દિવસે શયન કરે છે, આર્થિકાના લાભને (સાધ્વીએ લાવેલાં આહારને) ખાય છે, સ્ત્રીઓની નિષદ્યા (આસનો) ઉપર ક્રીડા કરે છે, એટલે સ્ત્રીઓના ઊઠ્યા પછી તત્કાલ તે સ્થાને બેસે છે.” उच्चारे पासवणे, खेले सिंघाणए अणाउत्तो । संथारग उवहीणं, पडिक्कमइ वा सपाउरणो ॥ ३६७॥ અર્થ—“ઉચ્ચાર (મળ), પ્રસ્રવણ (મૂત્ર), ખેલ (શ્લેષ્મ, બળખો વગેરે) અને સિંઘાણ (નાસિકાનો મળ) પરઠવવામાં અનાયુક્ત (અસાવધાન) હોય છે એટલે યતના રહિત પરઠવે છે, સંસ્તારક અથવા ઉપથિ ઉપર રહીને જ વસ્રના પ્રાવરણ (પ્રકર્ષ વેષ્ટન) સહિત પ્રતિક્રમણ કરે છે. न करेइ पहे जयणं, तलियाणं तह करेइ परिभोगं । चरइ अणुबद्धवासे, सपक्खपरपक्खओ माणे ॥ ३६८ ॥ અર્થ—“માર્ગમાં ચાલતાં યતના કરતો નથી, તથા તલિક એટલે પાદત્રાણ (જોડા, મોજાં) વગેરેનો ઉપભોગ કરે છે અને પોતાના પક્ષમાં એટલે સાધુઓમાં
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy