________________
ઉપદેશમાળા
અર્થ—જેઓએ ક્રોધ, માન અને માયાનો જય કર્યો છે, જેઓ લોભસંજ્ઞા રહિત છે, અને જેઓએ ક્ષુધા પિપાસાદિક પરીષહોનો જય કર્યો છે એવા જે ઘીર (સત્ત્વવાળા) પુરુષો છે તેઓ વૃદ્ઘાવસ્થામાં પણ એક સ્થાને રહ્યા સતા ચિરકાળના સંચય કરેલા જ્ઞાનાવરણાદિક કર્મને ખપાવે છે-નાશ કરે છે. સદાચારવાળા મુનિઓને કારણને લઈને એક સ્થાને વસવામાં પણ જિનેશ્વરની આજ્ઞા છે, એ આ ગાથાનું તાત્પર્ય છે.’
૨૯૨
पंचसमिया तिगुत्ता, उज्जुत्ता संजमे तवे चरणे । वाससयं पि वसंता, मुणिणो आराहगा भणिया ॥ ३९१ ॥
અર્થ—પાંચ સમિતિઓથી સમિત (યુક્ત), ત્રણ ગુપ્તિઓથી ગુપ્ત (રક્ષણ કરાયેલા) અને સત્તર પ્રકારના સંયમમાં અથવા છજીવનિકાયની રક્ષારૂપ સંયમમાં; બાર પ્રકારના તપમાં તથા ચરણ એટલે પાંચ મહાવ્રતરૂપ ક્રિયામાં ઉદ્યમવંત એવા મુનિઓ સો વર્ષ સુધી એક ક્ષેત્રમાં રહ્યા હોય, તો પણ તેઓને આરાધક કહેલા છે, અર્થાત્ જિનેશ્વરની આજ્ઞાનું પાલન કરનારને એક સ્થાને રહેવામાં પણ દોષ નથી.”
तम्हा सव्वाणुन्ना, सव्वनिसेहो य पवयणे नत्थि । आयं वयं तुलिञ्जा, लाहाकंखि व्व वाणियओ ॥ ३९२ ॥ અર્થ—“તેથી કરીને પ્રવચન (જિનશાસન) માં એકાંતે સર્વાનુજ્ઞા (સર્વ વસ્તુની અનુજ્ઞા) એટલે અમુક વસ્તુ અમુક રીતે જ કરવી એવી (એકાંત) આજ્ઞા નથી; તથા એકાંતે કોઈ વસ્તુનો સર્વથા નિષેધ એટલે અમુક કાર્યનું આચરણ કરવું જ નહીં એવો એકાંત નિષેધ પણ નથી. કારણ કે આ જિનશાસન સ્યાદ્વાદરૂપ છે. તેથી કરીને લાભની આકાંક્ષાવાળા વણિકની જેમ સાધુએ આય (જ્ઞાનાદિનો લાભ) અને વ્યય (જ્ઞાનાદિની હાનિ) એ બન્નેની તુલના કરી કાર્ય કરવું. જેમ લાભનો અર્થા વણિક જે વસ્તુમાં લાભ દેખે છે તે જ વસ્તુ ગ્રહણ કરે છે, તેમ સાધુ પણ લાભાલાભનો વિચાર કરે છે.”
धम्मम्मि नत्थि माया, न य कवडं आणुवत्तिभणियं वा । ડ પાનકમડિનું, ધમ્મવવળનુજીરું ખાળ ારૂ૬૩॥
અર્થ—“ધર્મમાં (સાધુધર્મમાં) માયા છે જ નહીં, (કેમકે માયા અને ધર્મ એ બન્નેને પરસ્પર વૈર છે, તે બન્ને પરસ્પર વિરુદ્ધ છે.) વળી ધર્મમાં કપટ (બીજાને છેતરવાપણું) પણ હોતું નથી, અથવા આનુવૃત્તિ એટલે બીજાને રંજન કરવા માટે માયાવાળું (અનુવૃત્તિવાળું) વચન બોલવું તે પણ હોતું નથી પરંતુ સ્ફુટ એટલે સ્પષ્ટ અક્ષરોવાળું, લગ્ન નહીં હોવાથી પ્રગટ અને માયારહિત હોવાથી અકુટિલ એવું થર્મનું વચન ઋજી (સરલ) અર્થાત્ મોક્ષનું કારણ છે એમ હે શિષ્ય ! તું જાણ.’’