________________
૨૯૧
(૬૭) કપટHપક તાપસની કથા મેં લોકોને મહા દુઃખનું કારણ ઉત્પન્ન કર્યું. મારો આત્મા મેં મલિન કર્યો. હું બન્ને ભવ હારી ગયો. જોકે જે કાંઈ અશુભ કાર્ય કરવામાં આવે તે સર્વ નિંદાપાત્ર તો છે જં, પરંતુ તપસ્વી થઈને જે પુરુષ પાપકર્મ કરે છે તે અત્યંત નિંદાપાત્ર છે અને મલિનમાં પણ અતિ મલિન છે.” એ પ્રમાણે પોતાના આત્માનો શોક કરતો તે તાપસ અત્યંત દુઃખનું ભાજન થયો. આ પ્રમાણે બીજો પણ જે કોઈ ઘર્મમાં કપટ કરે છે તે અત્યંત દુઃખી થાય છે–એ આ કથાનું તાત્પર્ય છે. હવે વિરાઘકનું સ્વરૂપ કહે છે–
एगागी पासत्थो, सछंदो ठाणवासि ओसन्नो ।
કુવા મારૂં સનોરા, નહ વહુના તટ ગુe હુતિ રૂ૮ના અર્થ–“એકાકી (ઘર્મબંધુ એટલે અન્ય મુનિ અને ઘર્મશિષ્ય રહિત), પાર્શ્વસ્થ (જ્ઞાનાદિની પાસે રહેનાર), સ્વચ્છંદી (ગુરુની આજ્ઞા નહીં માનનાર), સ્થાનવાસી (એક જ સ્થાને નિરંતર વસનાર) અને અવસન્ન (પ્રતિક્રમણાદિક ક્રિયામાં શિથિલ)-એ દોષોનો દ્રિકાદિક સંયોગ એટલે બે દોષ, ત્રણ દોષ, ચાર દોષ અને પાંચે દોષ ભેગા જે પુરુષમાં હોય, તેમાં જેમ જેમ જેમાં બહુ દોષ રહેલા હોય, તેમ તેમ તે પુરુષ ગુરુ (મોટો) વિરાઘક હોય છે.” હવે આરાઘકનું સ્વરૂપ કહે છે–
गच्छगओ अणुओगी, गुरुसेवी अणियवासि आउत्तो।
સંબોwા પયા, સંગમગારદા માયા રૂ૮૮ " અર્થ–“ગચ્છની મધ્યે રહેનાર, અનુયોગી એટલે જ્ઞાનાદિકનું સેવન કરવામાં ઉદ્યોગી, ગુરુની સેવા કરનાર, અનિયતવાસી એટલે માસકલ્પાદિક 'વિહાર કરનાર અને પ્રતિક્રમણાદિક ક્રિયામાં આયુક્ત (ઉક્ત)–એ પાંચે પદોના સંયોગે કરીને સંયમ (ચારિત્ર) ના આરાઘક કહેલા છે, એટલે જે સાઘુમાં આ ગુણોમાંથી વધારે વધારે ગુણ હોય તેને વિશેષ વિશેષ આરાઘક જાણવો.” . निम्मम निरहंकारा, उवउत्ता नाणदंसणचरिते ।
एगक्खित्ते वि ठिया, खवंति पोराणयं कम्मं ॥३८९॥ અર્થ–“નિર્મમ એટલે મમતારહિત, અહંકારરહિત અને વિશેષ અવબોઘરૂપ જ્ઞાનમાં, તત્ત્વશ્રદ્ધાનરૂપ દર્શનમાં, તથા આમ્રવના નિરોઘરૂપ ચારિત્રમાં ઉપયુક્ત - (ઉપયોગવાળા, સાવઘાન) એવા મહાપુરુષો એક ક્ષેત્રમાં રહ્યા હોય, તો પણ તેઓ પુરાણા (પૂર્વ ભવે સંચય કરેલા) જ્ઞાનાવરણાદિક કર્મને ખપાવે છે–નાશ કરે છે.”
जियकोहमाणमाया, जियलोहपरीसहा य जे धीरा। वुड्डावासे वि ठिया, खवंति चिरसंचियं कम्मं ॥३९०॥