________________
૨૯૦.
ઉપદેશમાળા અર્થ–“વળી જે (માયાવી) માયા (કપટ) કરવામાં મૃષા (કૂટ) ભાષણ વડે કરીને એટલે માયામૃષાવાદે કરીને મુગ્ધ જનને પાડીને વશ કરીને) છેતરે છે, તે પુરુષ ત્રણ ગામની મધ્યે (વચ્ચે) રહેનારા કપટHપક નામના તાપસની જેમ શોક કરે છે. સંપ્રદાયાગત તે કથા અહીં કહે છે
કપટHપક તાપસની કથા ઉજ્જયિની નગરીમાં એક અઘોરશિવ નામનો મહા ધૂર્ત બ્રાહ્મણ રહેતો હતો. તે મહાકપટી, મહાદૃર્ત અને મહાપાપી હતો. તેથી રાજાએ તેને દેશ બહાર કાઢી મૂક્યો, એટલે તે ચર્મકારના (મોચીના) દેશમાં ગયો. ત્યાં ચોર લોકોની પલ્લીમાં જઈને તે ચોરોને મળ્યો. પછી તેણે ચોરોને કહ્યું કે જો તમે લોકોમાં મારી પ્રશંસા કરો તો હું પરિવ્રાજકનો વેષ ધારણ કરીને આ ત્રણ ગામની વચ્ચેની અટવીમાં રહું અને તમને ઘણું ઘન મેળવી આપું.” તે સાંભળીને ચોરોએ તેનું કહેવું કબૂલ કર્યું.
પછી તે બ્રાહ્મણ તાપસનો વેષ ઘારણ કરીને તે ત્રણે ગામની મધ્યે રહી કપટવૃત્તિથી માસક્ષમણ કરવા લાગ્યો, અને તે ચોરો પણ કૂટવૃત્તિથી સર્વત્ર કહેવા લાગ્યા કે “અહો! આ મહાત્મા ઘન્ય છે. આ તપસ્વી નિરંતર માસક્ષમણ કરીને પારણું કરે છે. તે સાંભળી સર્વે મુગ્ધ જનો તેની એવી પ્રવૃત્તિ જોઈ તેને વંદનાનમસ્કાર કરવા લાગ્યા, અને ભોજન માટે પોતાને ઘેર નિમંત્રણ આપી લઈ જવા લાગ્યા. પછી તેને ઇચ્છા પ્રમાણે ભોજન કરાવી પોતાના ઘરની લક્ષ્મી બતાવવા લાગ્યા, પોતાના ઘરની સર્વ હકીકત તેને કહેવા લાગ્યા, અને પ્રસંગે પ્રસંગે નિમિત્ત વગેરે પૂછવા લાગ્યા. તે કપટી તાપસ પણ લગ્નના બળથી લોકોને આગામી સ્વરૂપ કહેવા લાગ્યો. પછી તે કૂટપક રાત્રે ચોરોને બોલાવીને પોતે દિવસે જોયેલા ગૃહસ્થોના ગૃહોની બધી હકીકત સમજાવી ખાતર પડાવીને ચોરી કરાવવા લાગ્યો. એ પ્રમાણે હંમેશાં ચોરી કરાવતા તેણે ત્રણે ગામના લોકોને નિર્ણન કર્યા
એકદા તે એક ખેડૂતના ઘરમાં ખાતર પાડવા ચોરોને લઈને ગયો. ત્યાં ખાતર પાડતી વખતે તે ખેડૂતનો પુત્ર જાગી ગયો એટલે બધા ચોરો નાસી ગયા, પણ એક ચોર પકડાઈ ગયો. તેને પકડીને તે રાજા પાસે લઈ ગયો. રાજાએ તે ચોરને ઘમકી આપી કહ્યું કે “બોલ, સત્ય વાત કહી દે, નહીં તો તને મારી નાંખીશ.” ત્યારે તે ભય પામીને બોલ્યો કે “હે મહારાજ! અમને આ કૂટક્ષપક તાપસ જે ઘર બતાવે છે તે ઘરે અમે ખાતર પાડીએ છીએ.” પછી રાજાએ તાપસ સહિત સર્વે ચોરોને પકડી મંગાવ્યા અને સર્વે ચોરોને મારી નંખાવ્યા, માત્ર એક તાપસને જીવતો રાખ્યો; પણ તેની બન્ને આંખો કઢાવીને મૂકી દીઘો. પછી તે તાપસ મહાવેદનાને અનુભવતો સતો મનમાં પશ્ચાત્તાપ કરવા લાગ્યો કે “હા! મને ધિક્કાર છે! મેં બ્રાહ્મણ થઈને કૂટતાપસનો વેષ ધારણ કરી ઘણા લોકોને છેતર્યા.