SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ર ઉપદેશમાળા અને કૃપણતાને લીધે ખરાબ અન્નને પણ નાંખી ન દેતાં ખાવું), અશ્વાદિક વસ્તુઓ નાશ પામે છતે અને ઘાન્યાદિક વસ્તુઓ વિનાશ થયે છતે આગલ્લ એટલે રોગાદિક ઉત્પન્ન થવા, તે નષ્ટ વિનરાકલ્પ નામનો લોભપ્રકાર કહેવાય છે. " તથા મૂછ (મૂઢતા, ઘન ઉપર તીવ્ર રાગ), અતિબહુધનલોભતા (ઘણા ઘન ઉપર અત્યંત લોભાણું), તથા સદા તદ્ભાવ ભાવના (લોભથી મનમાં તે જ ભાવનું વારંવાર ચિંતવન કરવું) એ સર્વે લોભના સામાન્ય અને વિશેષ ભેદો છે. તેઓ સંસારી પ્રાણીને મહા ઘોર (અતિ ભયંકર) જરામરણના પ્રવાહરૂપ મહા સમુદ્રમાં બોળે છે, ડુબાડે છે. માટે તેવા દારુણ લોભનો ત્યાગ કરવા યોગ્ય છે.” एएसु जो न वट्टिजा, तेण अप्पा जहट्टिओ नाओ । मणुआण माणणिज्जो, देवाण वि देवयं हुजा ॥३१०॥ અર્થ–“એ ક્રોઘાદિક કષાયોમાં જે તત્ત્વજ્ઞ) પુરુષ વર્તતો નથી, કષાયોને કરતો નથી, તે પુરુષે પોતાના આત્માને યથાસ્થિત સત્ય (કર્મથી ભિંન્ન, શુદ્ધ સ્વરૂપવાળો) જાણેલો છે એમ સમજવું, અને તે પુરુષ મનુષ્યોને માનનીય તથા ઇન્દ્રાદિક દેવોને પણ દૈવતરૂપ (ઇન્દ્રોને પણ પૂજ્ય) થાય છે.” હવે તે કષાયોને સર્પાદિકની ઉપમા આપે છે– , जो भासुरं भुअंगं, पयंडदाढाविसं विघट्टेई । - तत्तो चिय तस्संतों, रोसभुअंगोवमाणमिणं ॥३११॥ અર્થ–“જે પુરુષ ભાસુર (ભયંકર) અને જેની દાઢમાં પ્રચંડ વિષ રહેલું છે એવા ભુજંગનો (લાકડી વગેરેથી) સ્પર્શ કરે છે, તો નિચે તે સર્પ થકી જ તે પુરુષનો અંત (મરણ) થાય છે. આ રૌદ્ર રોષ (ક્રોઘ) રૂપી ભુજંગનું અહીં ઉપમાન જાણવું. એટલે કે રોષરૂપી ભુજંગનો સ્પર્શ પણ કર્યો હોય તો તે સંયમ (ચારિત્ર) રૂપી જીવિતનો નાશ કરે છે. માટે રૌદ્ર સર્પની જેમ તેનો ત્યાગ કરવો.” जो आगलेइ मत्तं, कयंतकालोवमं वणगइंदं । सो तेणं चिय छुञ्जई, माणगइंदेण इत्थुवमा ॥३१२॥ અર્થ–“જે અજ્ઞાની પુરુષ મદોન્મત્ત અને કૃતાંત(મરણ)કાળની ઉપમાવાળા અતિ ભયંકર વનના ગજેન્દ્રનું આકર્ષણ કરે છે, ગ્રહણ કરે છે, તે મૂર્ણ પુરુષ નિશ્ચ તે વનગજેન્દ્ર વડે ચૂર્ણ કરાય છે, અર્થાત હણાઈ જાય છે. એ પ્રમાણે અહીં માનને ગજેન્દ્રની ઉપમા જાણવી. એટલે કે માનરૂપી ગજેન્દ્ર પણ શમરૂપી આલાન (બંઘન) સ્તંભના ભંગાદિરૂપ મોટા અનર્થને કરે છે, માટે તેનો ત્યાગ કરવો.” विसवल्लिमहागहणं, जो पविसइ साणुवायफरिसविसं। सो अचिरेण विणस्सइ, माया विसवल्लिगहणसमा ॥३१३॥
SR No.005847
Book TitleUpdeshmala
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy