________________
૨૮
ઉપદેશમાળા ઇત્યાદિ વિશેષ સ્વરૂપને નહીં જાણતો એવો તે પથિક નિશ્ચે ક્લેશ પામે છે, એટલે માર્ગમાં ભૂલો પડીને અત્યંત દુઃખ પામે છે; તેમ લિંગ (સાઘુવેષ) અને આચાર (ક્રિયા) તેને ઘારણ કરનાર એટલે પોતાની બુદ્ધિથી ક્રિયા કરનાર અને સૂત્રના અક્ષર માત્રને જ જાણનાર એવો તે સાઘુ પણ તે પથિકની જેમ અત્યંત દુઃખ પામે છે.
कप्पाकप्पं एसण-मणेसणं चरणकरणसेहविहिं । पायच्छित्तविहिं पि य, दव्वाइगुणेसु अ समग्गं ॥४१७॥ पव्वावणविहिमुट्ठा-वणं च अजाविहिं निरवसेसं ।
उस्सग्गववायविहि, अजाणमाणो कहं जयउ ॥४१॥ અર્થ–“કચ્છને, અકલ્યને, એષણા(આહારશુદ્ધિ)ને, અનેષણા (આહારના દોષ)ને, ચરણસીત્તરીને, કરણસીત્તરીને, નવદીક્ષિતની શિક્ષાવિધિને, દશ પ્રકારના પ્રાયશ્ચિત્ત (આલોચનાદિ)ની વિધિને, દ્રવ્યાદિક એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવની તથા ગુણો (ઉત્તમ અને મધ્યમ) ની સંપૂર્ણતાને, પ્રવ્રાજના વિધિને (નવાને દીક્ષા આપવાની વિધિન), ઉત્થાપના એટલે મહાવ્રતનો ઉચ્ચાર કરવો તેની વિથિને, આર્યા (સાધ્વી)ના વિથિને તથા ઉત્સર્ગમાર્ગ (શુદ્ધ આચારનું પાલન) અને અપવાદમાર્ગ (કોઈ કારણે આપત્તિ વખતે આદરવા લાયક) ની વિધિને સંપૂર્ણ રીતે નહીં જાણનાર એવો અલ્પકૃત લિંગઘારી શી રીતે મોક્ષમાર્ગમાં યતના (ઉદ્યમ) કરી શકે? અર્થાત્ ન જ કરી શકે.”
सीसायरियकमेण य, जणेण गहियाई सिप्पसत्थाई।
नजंति बहुविहाई, न चक्खुमित्ताणुसरियाई ॥४१९॥ અર્થ–“વળી લૌકિકમાં પણ શિષ્ય અને આચાર્યના ક્રમે કરીને વિદ્યા ગ્રહણ કરાય છે, એટલે શિષ્ય વિનયપૂર્વક કળાચાર્યાદિકને પ્રસન્ન કરીને તેની પાસેથી વિદ્યા ગ્રહણ કરે છે. એવા વિનયના ક્રમે કરીને બહુ પ્રકારનાં શિલ્પશાસ્ત્રો એટલે ચિત્રકર્મ, વ્યાકરણ વગેરેનાં શાસ્ત્રો ગ્રહણ કરેલાં (સારી રીતે શીખેલા) જણાય છે, જોવામાં આવે છે; પરંતુ ચલુમાત્ર વડે (નેત્રથી જોવા માત્રથી) અનુસરેલાં એટલે પોતે જ પોતાની મેળે (ગુરુનો વિનય કર્યા વિના) શીખેલાં જોવામાં આવતાં નથી; અર્થાતુ પોતાની મેળે શીખેલાં તે લૌકિક શાસ્ત્રો પણ શોભા પામતાં નથી, તો પછી લોકોત્તર શાસ્ત્રોને માટે તો શું કહેવું?”
નહ ડાર્વિના, નાળી તવાંગને વાવિકો .
तह चक्खुमित्तदरिसण,-सामायारी न याणंति ॥४२०॥ અર્થ–“જેવી રીતે ઉપાયને જાણનાર જ્ઞાની તપ અને સંયમમાં ઉદ્યમ કરવાનું જાણે છે, અર્થાત્ જ્ઞાની પુરુષ સિદ્ધાંતના જ્ઞાનથી જેવી રીતે ઉદ્યમ કરે છે,