________________
(૫૩) અંગારમઈકાચાર્ય કથા
સ્વામિનું! મને કેવળજ્ઞાન થયું છે. એવું શિષ્યનું વાક્ય સાંભળીને ગુરુને અત્યંત પશ્ચાત્તાપ થયો કે “મેં ઘણું ખોટું કામ કર્યું. કેવળીની આશાતના કરનાર એવા મને થિક્કાર છે! એના મસ્તકમાં મેં દંડપ્રહાર કરેલા છે, તો આ મારું પાતક કેવી રીતે નષ્ટ થશે?” એ પ્રમાણે પશ્ચાત્તાપ કરતાં ગુરુ, શિષ્યના સ્કંઘ ઉપરથી ઊતરીને તેના પગમાં પડ્યા અને પોતાનો અપરાઘ ખમાવવા લાગ્યા. એ પ્રમાણે વારંવાર પોતાનો અપરાઘા ખમાવતાં વિશુદ્ધ ધ્યાનથી તેમને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. બન્ને જણા કેવળીપણે લાંબા વખત સુધી વિહાર કરીને મોક્ષે ગયા. આ પ્રમાણે સુશિષ્ય ગુરુને પણ વિશેષ ઘર્મ પમાડે છે, એવો આ કથાનો ઉપદેશ છે. **
अंगारजीववहगो, कोइ कुगुरू सुसीसपरिवारो ।
સુળેિ નહિં હિદો, હોશે મહરિવિન્નો ૧૬૮ અર્થ–“અંગારાને (કોલસાને) જીવ માનીને હિંસા કરનાર (અજીવમાં જીવસંજ્ઞાને સ્થાપનાર) એવો અંગારમર્દનાચાર્ય નામે કુગુરુ (કુવાસનાયુક્ત ગુરુ) સુશિષ્યોથી પરિવરેલો હતો. તેને સ્વપ્નમાં મુનિઓએ વિજયસેનસૂરિના શિષ્યોએ) હાથીનાં બચ્ચાંઓથી પરિવરેલા કોલ એટલે શુકર સ્વરૂપે દીઠો.”
सो उग्गभवसमुहे, सयंवरमुवागएहिं राएहिं ।
करहोवक्खरभरिओ, दिह्रो पोराणसीसेहिं ॥१६९॥ અર્થ–બતે કુગુરુને ઉગ્ર એવા ભવસમુદ્રમાં (પરિભ્રમણ કરતાં) ભારથી ભરેલા અને આરડતાં ઊંટપણે, પૂર્વભવના શિષ્યો અને આ ભવમાં થયેલા રાજપુત્રો કે જેઓ સ્વયંવરમાં આવ્યા હતા તેમણે દીઠો; (એટલે તેઓએ મુકાવ્યો.) એની વિશેષ હકીકત નીચે મુજબ કથાનકથી જાણવી.
અંગારમઈકાચાર્ય કથા | કોઈ એક વિજયસેન નામે સૂરિ હતા. તેમના શિષ્યોએ સ્વપ્નમાં પાંચસો - હાથીઓથી પરિવૃત્ત થયેલો એક ડુક્કર જોયો. સવારે તેઓએ ગુરુ આગળ સ્વપ્નસ્વરૂપ નિવેદન કર્યું ત્યારે ગુરુએ વિચારીને કહ્યું કે હે શિષ્યો! આજે કોઈ અભવ્ય ગુરુ પાંચસો શિષ્યો સાથે અહીં આવશે, એ પ્રમાણે તમારું સ્વપ્ન ફલિત થશે. એટલામાં તો રુદ્રદેવ નામે આચાર્ય પાંચસો શિષ્યો સાથે ત્યાં આવ્યા. પૂર્વસ્થિત સાધુઓએ તેમનું આતિથ્ય કર્યું. - પછી બીજે દિવસે અભવ્ય ગુરુની પરીક્ષા કરવા માટે માત્ર (પેશાબ) કરવા જવાના સ્થાનકે (રસ્તામાં) વિજયસેન સૂરિએ પોતાના શિષ્યો પાસે, તે રુદ્રદેવ સુરિ ન જાણે એવી રીતે, કોલસા પથરાવ્યા. રાત્રે તે અભવ્ય ગુરુના શિષ્યો લઘુશંકા કરવા માટે ઊઠ્યા તો તેમને પગે કોલસા દબાયા, તેથી શબ્દ થતાં તેઓ