________________
(૨૧) સિંહગુફાવાસી મુનિનું દૃષ્ટાંત
૧૨૩
આલોચના કરી, ફરીથી ચારિત્ર ગ્રહણ કરીને તે મુનિ સદ્ગતિએ ગયા. માટે ગુરુની આજ્ઞાપૂર્વક આચરણ કરવું એ જ શ્રેષ્ઠ છે, એવો આ કથાનો ઉપદેશ છે. जिट्ठव्वयपव्वयभर - समुव्वहणववसिअस्स अच्वंतं । ખુવનળ સંવડ્યરે, નહ્તાં સમયનો મળ્યું દ્દરા અર્થ— જ્યેષ્ઠ (મોટું) વ્રત જે મહાવ્રત તે પર્વતના ભાર સદૃશ છે, તેને વહન કરવામાં અત્યંત ઉદ્યમી એવા મુનિ પણ યુવતીજનનો સંસર્ગ કર્યું સતે દ્રવ્યથી ને ભાવથી બન્ને પ્રકારે યતિપણાથી ભ્રષ્ટ થાય છે.
जइ ठाणी जइ मोणी, जइ मुंडी वक्वली तवस्सी वा । पत्थितो अ अबंभं, बंभावि न रोचए मज्झं ॥ ६३ ॥ અર્થ—જો સ્થાની એટલે કાયોત્સર્ગ કરનારો હોય, જો મૌની એટલે મૌન ધારણ કરનારો હોય, જો મુંડી એટલે માથે મુંડન કરાવનારો હોય, જો વલ્કલી એટલે ઝાડની છાલનાં વસ્ત્ર પહેરનારો હોય અથવા તપસ્વી એટલે અનેક પ્રકારનાં તપ કરનારો હોય, તોપણ જો તે અબ્રહ્મને (મૈથુનને) ઇચ્છતો હોય તો તે કદી બ્રહ્મા હોય તોપણ તે મને રુચતો નથી. અર્થાત્ ગમે તેવું કષ્ટ કરનાર હોય પણ જો તે મૈથુનાભિલાષી હોય તો તે શ્રેષ્ઠ નથી.”
तो पढियं तो गुणियं, तो मुणियं तो अ चेइओ अप्पा । आवडिय पिल्लियामं - तिओ वि जइ न कुणइ अकजं ॥ ६४ ॥ અર્થ—“જો અકુલીનના સંસર્ગરૂપ આપદામાં પડ્યો સતો એટલે કુમિત્રે પ્રેર્યો સતો અને સ્ત્રીએ આમંત્રિત કર્યો સતો (બોલાવ્યો સતો) પણ જે અકાર્ય પ્રત્યે જતો નથી અર્થાત્ અકાર્ય આચરતો નથી, તો તેનું ભણેલું પ્રમાણ, ગણેલું પ્રમાણ, જાણેલું પ્રમાણ અને આત્મસ્વરૂપનું ચિંતવન પણ પ્રમાણ સમજવું.” નહીં તો તે બધું અપ્રમાણ જાણવું.
पागडिय सव्वसल्लो, गुरुपायमूलम्मि लहइ साहु पयं । अविसुद्धस्स न वडइ, गुणसेढी तत्तिया ठाई ॥६५॥ અર્થ—“ગુરુ મહારાજના પાદમૂલે (ગુરુસમીપે) જેણે સર્વ શલ્ય પ્રગટ કર્યાં છે, સર્વ પાપ આળોવ્યાં છે તે પ્રાણી સાધુતાને પામે છે; અને અવિશુદ્ધની એટલે જેણે પાપ નથી આળોવ્યા એવા પાપકર્મવાળાની ગુણશ્રેણિ તેટલી જ રહે છે, વૃદ્ધિ પામતી નથી.’’ અર્થાત્ પાપકર્મ આળોવીને નિઃશલ્ય થયા વિના ગુણો વૃદ્ધિ પામતા નથી, તેટલે જ અટકી રહે છે.
जड़ दुक्कर दुक्करका - रओत्ति भणिओ जहट्ठिओ साहू । तो कीस असंभूअ - विजयसीसेहिं नवि खमियं ॥ ६६ ॥