________________
૧૯૮
ઉપદેશમાળા
પ્રકારની ઉત્તમ રસવતી બતાવી, પણ તે ભાવસાધુ સત્ત્વથી ચલિત થયા નહીં. પછી બીજી શેરીમાં જતાં તેના માર્ગમાં ચારે બાજુ દેડકીઓ વિકર્વી અને બીજે રસ્તે કાંટા વેર્યા. પદ્મરથ ભાવમુનિ દેડકીવાળો માર્ગ તજી દઈ કાંટાવાળા માર્ગે ચાલ્યા. તે વખતે કાંટા પગમાં ભોંકાવાથી લોહીની ધારા વહેવા લાગી અને અત્યંત વેદના થવા લાગી. પરંતુ તેઓ જરા પણ ખિન્ન થયા નહીં, તેમજ ઈર્યાસમિતિથી ચાલતાં લેશમાત્ર પણ ક્ષોભ પામ્યા નહીં. પછી ત્રીજી વાર દેવે નિમિત્તિયાનું રૂપ કરી હાથ જોડી વિનયપૂર્વક કહ્યું કે “હે ભગવન્! તમે દીક્ષા લેવા જાઓ છો, પણ હું નિમિત્તના પ્રભાવથી જાણું છું કે તમારું આયુષ્ય હજુ લાંબું છે અને તમને હજુ યુવાવસ્થા પ્રાપ્ત થઈ છે, તો હમણાં રાજ્યમાં રહી વિવિઘ પ્રકારના ભોગ ભોગવો, પછી વૃદ્ધાવસ્થામાં ચારિત્ર ગ્રહણ કરજો, કારણ કે તે વધારે સારું છે. વળી આ સરસ વિષયોનો સ્વાદ ક્યાં અને રેતીના કોળિયા જેવો આ વિરસ યોગમાર્ગ ક્યાં? ત્યારે તે ભાવસાઘુએ કહ્યું કે “હે ભવ્ય! જો મારું આયુષ્ય લાંબું હોય તો વધારે સારું, હું ઘણા દિવસ સુધી ચારિત્ર પાળીશ, જેથી મને મોટો લાભ થશે. વળી ઘર્મ સંબંઘી ઉદ્યમ તો યુવાવસ્થામાં જ કરવો જોઈએ. આગમમાં પણ કહ્યું છે કે
जरा जाव न पीडेइ, वाही जाव न वड्डइ ।
जाविंदिआ न हायंति, ताव सेयं समायरे ॥ જ્યાં સુધી જરા પીડા કરે નહીં, જ્યાં સુધી કોઈ પ્રકારનો વ્યાધિ થાય નહીં, અને જ્યાં સુધી ઇંદ્રિયો હાનિ પામે નહીં, ત્યાં સુધીમાં ઘર્મ આચરવો.” વૃદ્ધાવસ્થાથી ગ્રસ્ત થયેલો મનુષ્ય ઇંદ્રિયો નિર્બળ થવાથી ઘર્મકરણીમાં ઉદ્યમ કેવી રીતે કરી શકે? કહ્યું છે કે
दन्तैरुच्चलितं धिया तरलितं पाण्यंघ्रिणा कंपितं । दृग्भ्यां कुड्मलितं बलेन लुलितं रूपंश्रिया प्रोषितम् ॥ . प्राप्ता या यमभूपतेरिह महाघाट्या जरायामियं ।
तृष्णा केवलमेककैव सुभटी हृत्पत्तने नृत्यति ॥ “થમ રાજાની મોટી ઘાડરૂપ આ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં દાંત હાલે છે, બુદ્ધિ નષ્ટ થાય છે, હાથપગ કંપે છે, નજર ક્ષીણ થાય છે, બળ જતું રહે છે અને રૂપ તથા લાવણ્ય ચાલ્યું જાય છે, માત્ર તૃષ્ણા એકલી જ સુભટનું આચરણ કરતી સતી હૃદયરૂપી નગરમાં નૃત્ય કરી રહે છે.”
આ પ્રમાણે તે ભાવમુનિની દ્રઢતા જોઈ બન્ને દેવ ખુશી થયા અને પ્રશંસા કરવા લાગ્યા. પછી જેનદેવે તાપસદેવને કહ્યું કે “જૈનોનું સ્વરૂપ જોયું? હવે આપણે તાપસની પરીક્ષા કરીએ.” એ પ્રમાણે કહી તેઓ વનમાં ગયા. ત્યાં તેઓએ એક જટાઘારી વૃદ્ધ, તીવ્ર તપ કરતો અને ધ્યાનમાં આરૂઢ થયેલો યમદગ્નિ નામનો