________________
(૪૭) પરશુરામ અને સુભૂમની કથા
૧૯૭ જોઈ નંદરાજાએ તેને પોતાના રથમાંથી ઉતારી મૂકી. તે તરત જ ચંદ્રગુપ્તના રથ ઉપર ચઢી ગઈ. તે વખતે રથના નવ આરા ભાંગી ગયા. તે જોઈ ચંદ્રગુપ્ત ચાણક્યને કહ્યું કે હે પિતાજી! નગરપ્રવેશ વખતે આ અપશુકન થાય છે.” ચાણક્ય કહ્યું કે “હે વત્સ! આ શુભ શુકન છે, કારણકે રથના નવ આરા ભાંગ્યા છે તેથી તારું રાજ્ય નવ પુરુષ સુધી (નવ પેઢી સુધી) સ્થિર થશે.” પછી નગરમાં આવી ચંદ્રગુસે નંદરાજાની પુત્રી સાથે પાણિગ્રહણ કર્યું.
નંદરાજા રાજ્યમહેલમાં એક વિષકન્યા મૂકી ગયો હતો. તેને ચાણક્ય અનુમાનથી દોષવડે દૂષિત જાણીને પર્વત રાજાની સાથે પરણાવી. તેના અંગના સ્પર્શથી પર્વત રાજાનું શરીર વિષવ્યાપ્ત થઈ ગયું. તે વખતે ચંદ્રગુણે કહ્યું કે આ પર્વત રાજાની સહાયથી આપણે રાજ્ય મેળવ્યું છે અને આ મિત્ર મરી જાય છે, માટે તેની ચિકિત્સા કરવી જોઈએ.” ચાણક્ય કહ્યું કે ચિકિત્સા કરવાથી સર્યું, ઔષઘ વિના વ્યાધિ જાય છે. આ પ્રમાણે કાર્ય સાથી મરતા મિત્ર પ્રત્યે તદ્દન બેદરકારી બતાવી, તેથી મિત્રસ્નેહ પણ કૃત્રિમ છે, એવો આ કથાનો ઉપદેશ છે. *
नियया वि निययक , विसंवयंतम्मि हुंति खरफरुसा। .
जह राम सुभूमकओ, बंभक्खत्तस्स आसि खओ ॥१५१॥ અર્થ–“પોતાના સ્વજનો પણ પોતાનું કાર્ય વિઘટમાન થયે સતે અર્થાત્ ઘાર્યા પ્રમાણે સિદ્ધ નહીં થયે સતે ખર એટલે રૌદ્ર કર્મના કરનારા અને ફરસ એટલે કર્કશ વચનો બોલનારા થાય છે. જેમ રામ (પરશુરામ) અને સુભૂમ ચક્રવર્તીએ કરેલો બ્રાહ્મણો અને ક્ષત્રિયોનો ક્ષય થયો તેમ.”
: ભાવાર્થ–પરશુરામે સાત વખત નિઃક્ષત્રી (ક્ષત્રિય વગરની) પૃથ્વી કરી ને સુભમે એકવીશ વખત અબ્રાહ્મણી પૃથ્વી કરી. પોતાના કાર્યની સિદ્ધિને માટે સ્વજન-સ્નેહ પણ વ્યર્થ છે. અહીં પરશુરામ ને સુભેમનો સંબંઘ જાણવો. ''. પરશુરામ અને સુભમની કથા
સુધર્મા નામના દેવલોકમાં વિશ્વાનર અને ઘવંતરી નામના બે મિત્રદેવો હતા. પહેલો જૈન હતો અને બીજો તાપસભક્ત હતો. તેઓ પરસ્પર ઘર્મવાર્તા કરતા સતા પોતપોતાના ઘર્મને વખાણતા હતા. તેનો નિર્ણય કરવા માટે ઘર્મની પરીક્ષા કરવાના હેતુથી તેઓ મૃત્યુલોકમાં આવ્યા. તે સમયે મિથિલા નગરીનો રાજા પધરથ રાજ્ય છોડીને શ્રીવાસુપૂજ્ય મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કરવા જતો હતો. નવીન ભાવચારિત્રવાળા તેને જોઈને જૈનદેવે કહ્યું કે “પ્રથમ આપણે આની પરીક્ષા કરીએ. પછી તમારા તાપસની પરીક્ષા કરીશું.” કે પછી ભિક્ષાને માટે અટન કરતા તે નવીન ભાવચારિત્રીને તે દેવોએ અનેક