________________
૨૩૪
ઉપદેશમાળા
ઘર્મનું આચરણ કરતા નથી. માટે લઘુકર્મીઓને જ આ ઘર્મ સુપ્રાપ્ય છે, સહેજે પ્રાપ્ત થઈ શકે છે.” ___पंचेव उज्झिऊणं, पंचेव य रक्खिऊण भावेणं । ..
कम्मरयविप्पमुक्का, सिद्धिगइमणुत्तरं पत्ता ॥२१७॥ અર્થ–“હિંસા આદિ પાંચ પદનો (પાંચ આસ્રવોનો ત્યાગ કરીને તથા અહિંસા આદિ પાંચ મહાવ્રતોનું ભાવવડે એટલે આત્માના શુદ્ધ પરિણામ વડે રક્ષણ કરીને (પાળીને) જ્ઞાનાવરણાદિક કર્મરૂપી રજથી મુક્ત થયેલા એટલે આઠ કર્મ રૂપી રજોમલના નાશથી જેમને નિર્મળ આત્મભાવ પ્રાપ્ત થયો છે એવા અનેક પ્રાણીઓ અનુત્તર અર્થાત્ સર્વોત્કૃષ્ટ સિદ્ધિગતિને પામ્યા છે. માટે હિંસાદિકનો ત્યાગ અને અહિંસાદિકનું પાલન એ જ સિદ્ધિગતિનું કારણ છે.”
नाणे दंसणचरणे, तवसंजमसमिइगुत्तिपच्छित्ते। .. दमउस्सग्गववाए, दव्वाइअभिग्गहे चेव ॥२१८॥ सहहणायरणाए, निच्वं उजुत् एसणाइ ठिओ । :
तस्स भवोअहितरणं, पव्वजाए य जम्मं तु ॥२१९॥ અર્થ–સમ્યક અવબોઘરૂપ જ્ઞાનમાં, તત્ત્વ શ્રદ્ધાનરૂપ દર્શનમાં, આમ્રવનો નિરોઘ કરવારૂપ ચારિત્રમાં, બાર પ્રકારના તપમાં, સત્તર પ્રકારના સંયમમાં, સમ્યક પ્રવૃત્તિરૂપ ઈર્ષા સમિતિ વગેરે પાંચ સમિતિમાં, નિવૃત્તિરૂપ મનાગુતિ વગેરે ત્રણ ગુતિમાં, પાપક્રિયાની નિવૃત્તિ કરનાર દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં, પાંચ ઇંદ્રિયોના દમનમાં, શુદ્ધમાર્ગના આચરણરૂપ ઉત્સર્ગમાં, રોગાદિક કારણે નિષિદ્ધ વસ્તુનું ગ્રહણ કરવારૂપ અપવાદમાં, દ્રવ્યાદિક એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ ચાર પ્રકારનાં અભિગ્રહમાં તથા શ્રદ્ધાપૂર્વક આચરણમાં અર્થાત્ પૂર્વોક્ત પદાર્થોમાં શ્રદ્ધાપૂર્વક આચરણ કરવાથી ભવોદથિ તરાય છે, કેમ કે શ્રદ્ધારહિત ઘર્માચરણ મોક્ષને સાઘનારું થતું નથી.” કહ્યું છે કે
क्रियाशून्यस्य यो भावो, भावशून्यस्य या क्रिया।
अनयोरन्तरं दृष्टं, भानुखद्योतयोरिव ॥ “ક્રિયારહિત પુરુષનો ભાવ અને ભાવરહિત પુરુષની ક્રિયા, એ બન્નેમાં સૂર્ય અને ખદ્યોત(પતંગ)ના જેટલું અત્તર જોયેલું છે, અર્થાત્ તેટલું અંતર છે. ક્રિયાશૂન્ય ભાવ સૂર્ય જેવો છે અને ભાવશૂન્ય ક્રિયા ખજુઆ જેવી છે.”
માટે ઉપરોક્ત સંયમમાં શ્રદ્ધાપૂર્વક આચરણ કરવામાં નિરંતર ઉદ્યમવાળા અને એષણા સમિતિમાં સ્થિત એટલે બેંતાળીશ દોષ રહિત શુદ્ધ આહાર લેવાવાળા એવા સાધુને પ્રવ્રયા (દીક્ષા) ભવસાગરનું તારણ થાય છે (અર્થાત્ તે