________________
૨૩૫
પાસત્યાનો સંગ ત્યાજ્ય સાથે ભવસાગર તરે છે) અને તેની જ દીક્ષા અને મનુષ્યજન્મ સફળ છે. એવા ગુણોથી રહિત મનુષ્યની દીક્ષા તથા જન્મ બન્ને નિરર્થક છે.”
जे घरसरणपसत्ता, छक्कायरिऊ सकिंचणा अजया।
नवरं मुत्तूण घरं, घरसंकमणं कयं तेहिं ॥२२०॥ અર્થ–“જે યતિઓ ગૃહને (ઉપાશ્રયાદિકને) સજ્જ કરવામાં આસક્ત છે, છકાય જીવના શત્રુ છે, એટલે પૃથિવ્યાદિક છ કાયના વિરાઘક છે; દ્રવ્યાદિકના પરિગ્રહ સહિત છે, તથા મન, વચન અને કાયાના યોગનું સંયમ કરતા નથી, તેઓએ કેવળ પહેલાનું ઘર મૂકીને સાઘુવેષના મિષથી ગૃહસંક્રમણ એટલે નવા ઘરમાં પ્રવેશ જ કર્યો છે એમ જાણવું એટલે ફક્ત ઘર જ બદલ્યું છે, બીજું કાંઈ કર્યું નથી.” :
उस्सुत्तमायरंतो, बंधइ कम्मं सुचिक्कणं जीवो।
संसारं च पवड्डइ, मायामोसं च कुव्वइ य ॥२२१॥ અર્થ–“આ જીવ ઉસૂત્ર (સૂત્રવિરુદ્ધ) આચરણ કરતો સતો અત્યંત ચીકણા કર્મ બાંધે છે. એટલે અતિ ગાઢ નિકાચિત એવાં જ્ઞાનાવરણાદિ કર્મને આત્માના પ્રદેશો સાથે સંશ્લિષ્ટ કરે છે, અર્થાતું ચોંટાડે છે, તેમજ સંસારને વિશેષ વધારે છે, અને માયામૃષા એટલે. માયા સહિત અસત્ય ભાષણ નામે સત્તરમું પાપસ્થાને કરે છે, અર્થાત્ તેમ કરવાથી તે અનંત સંસારની વૃદ્ધિ કરે છે.” ... जइ गिण्हइ वयलोवो, अहव न गिण्हइ सरीरवुच्छेओ।
- पासत्थसंगमो वि य, वयलोवो तो वरमसंगो ॥२२२॥ ' અર્થ–“જો પાસસ્થાએ આણેલા આહારાદિકને મુનિ ગ્રહણ કરે તો વ્રતનો (પંચ મહાવ્રતનો) લોપ થાય છે, અથવા જો તે ગ્રહણ ન કરે તો શરીરનો વ્યુચ્છેદનાશ થાય છે (બન્ને રીતે કષ્ટ છે); પરંતુ જ્યારે પાસસ્થાનો સંગ માત્ર કરવાથી જ વ્રતનો લોપ થાય છે, ત્યારે તો તે પાસસ્થાનો અસંગ કરવો (સંગ ન કરવો) તે જ શ્રેષ્ઠ છે.” અર્થાત્ શરીરનો વ્યુચ્છેદ ભલે થાઓ, પણ પાસત્યાનો સંગ ન કરવો એ તાત્પર્ય છે. ' લાવો સંવાલો, વીમો સંથો પસંગો |
આ રીબાવાહિં સાં, સલૅનિહિં પડવુકો પારરરૂા. ' અર્થ–“હીન આચારવાળા પાસત્કાદિકની સાથે આલાપ (વાતચીત), સંવાસ (તેની ભેળા રહેવું), વિસ્તૃભ (વિશ્વાસ રાખવો), સંસ્તવ (પરિચય કરવો) અને પ્રસંગ એટલે વસ્ત્રાદિક લેવા દેવાનો વ્યવહાર કરવો-તે સર્વનો સર્વ