________________
૨૩૬
જિવેંદ્રોએ, ઋષભાદિ તીર્થંકરોએ નિષેધ કર્યો છે; અર્થાત્ પાસાદિકની સાથે મુનિઓએ આલાપાદિક કાંઈ પણ કરવું નહીં.”
अन्नोन्नजंपिएहिं, हसिउद्धसिएहिं खिप्पमाणो अ । पासत्थमज्झयारे, बलावि जइ वाउली होइ ॥ २२४॥ અર્થ—“અન્યોન્ય ભાષણ કરવા વડે એટલે વિકથાદિક કરવા વડે અને હસિતોદ્ઘર્ષિત એટલે હાસ્યથી રોમોદ્ગમ કરવા વડે પાસસ્થાદિકની મધ્યે રહેલો સાધુ તે પાસસ્થાદિકે જ બળાત્કારે પ્રેરણા કરાયેલો સતો વ્યાકુળ થાય છે;.એટલે સ્વધર્મથી ભ્રષ્ટ થાય છે, માટે તે પાસસ્થાદિકનો સંગ તજવા યોગ્ય છે.”
लोए वि कुसंसग्गी-पियं जणं दुन्नियच्छमइवसणं । निंदs निरुज्जमं पिय-कुसीलजणमेव साहुजणो ॥ २२५॥ અર્થ—‘લોકમાં પણ જેને કુસંગતિ પ્રિય છે, જે દુષ્ટ વિપરીત વેષધારી છે અને જે અતિવ્યસની એટલે અત્યંત દ્યુતાદિક વ્યસન સહિત છે તેવા જનને લોકો નિંદે છે; તેમ સાધુ જન પણ નિરુદ્યમી એટલે ચારિત્રમાં શિથિલ આદરવાળા અને કુશીલિયા જન જેને પ્રિય છે એવા કુવેષધારી સાધુને નિંદે છે જ.’
निच्वं संकियभीओ, गम्मो सव्वस्स खलियचारित्तो । साहुजणस्स अवमओ, मओ वि पुण दुग्गइं जाई ॥ २२६॥ અર્થ—“કોઈ મારું દુષ્ટ આચરણ ન દેખો એમ નિરંતર શંકા પામેલો અને કોઈ મારી આ માઠી પ્રવૃત્તિ રખે જાહેર કરી દેશે એમ ભય પામેલો, સર્વ બાલકાદિકને પણ ગમ્ય એટલે પરાભવ કરવાને યોગ્ય અને જેણે ચારિત્રની સ્ખલના (વિરાધના) કરી છે એવો કુશીલિયો સાધુ, (આ લોકમાં) સાધુ જનોને અનિષ્ટ થાય છે, અને મરીને પરલોકમાં પણ દુર્ગતિ પામે છે; માટે પ્રાણનો નાશ થાય તો પણ ચારિત્રની વિરાધના કરવી નહીં એ તાત્પર્ય છે.”
गिरिसुअपुप्फसुआणं, सुविहिय ! आहरणकारणविहिन्नू । શિશ્ન સીવિગલે, હજીય સીજે વિજ્ઞ ના૨૨ના
અર્થ—“હે સુવિહિત (સારા શિષ્ય)! ગિરિશુક (પર્વતમાં રહેનારા ભીલોનો પોપટ) અને પુષ્પશુક (વાડીનો પોપટ)—તેનું ઉદાહરણ ગુણદોષનું કારણ છે, એટલે ઉત્તમ અને અધમનો સંગ અનુક્રમે ગુણ અને દોષનું કારણ છે તે બતાવનારું છે, એમ જાણીને યતિએ શીલવિકલ એટલે આચારરહિત સાધુઓને વર્ષવા અને શીલ-ચારિત્રના આચરણમાં ઉદ્યુક્ત (ઉદ્યમવાન) થવું.” અહીં તે બે શુકનું દૃષ્ટાંત જાણવું.