________________
૧૫
(૩૫) વરદત્ત મુનિનું દ્રષ્ટાંત તમારે ભય નથી' એ પ્રમાણે કહેવાથી મને નિમિત્તદોષ લાગ્યો છે.” પછી તેની આલોચના કરી ચારિત્રને આરાઘીને તે મુનિ સદ્ગતિના ભાજન થયા. એ પ્રમાણે શુદ્ધ ચારિત્રવાળાઓએ જરા પણ ગૃહસ્થોનો પ્રસંગ કરવો નહીં, એવો આ કથાનો ઉપદેશ છે. . सम्भावो वीसंभो, नेहो रइवइयरो य जुवइजणे ।
સયાધરપો , તવણીછવાડું પડીકા ૧૧૪ના અર્થ–“સદ્ભાવ એટલે સ્ત્રીની આગળ હૃદયની વાર્તાનું કહેવું, વિઠંભ એટલે સ્ત્રીનો વિશ્વાસ, નેહ એટલે સ્ત્રીની સાથે સ્નેહ કરવો, રતિવ્યતિકર એટલે કામકથા કહેવી અને સ્ત્રીની સાથે સ્વજન ઘર સંબંધી સંપ્રસાર એટલે વારંવાર આલોચવું–એ સર્વ વાતો છઠ્ઠ અમાદિ તપ, શીલ એટલે સદાચાર અને વ્રત એટલે મૂળગુણ તેનો નાશ કરે છે.”.
जोइस निमित्त अक्खर, कोउय आएस भूइकम्मेहिं ।
करणाणुमोअणाहि य, साहुस्स तवक्खओ होइ॥११५॥ અર્થ-જ્યોતિષ શાસ્ત્રનું કહેવું, નિમિત્ત તે હોરાદિનું કહેવું, અક્ષરોના અનુયોગનું કહેવું, કૌતુક તે સમસ્યાદિનું કહેવું, આદેશ એટલે “આ વાત આમ જ થશે એમ કહેવું અને ભૂતિકર્મ તે અંગેલી રાખ વગેરેનું આપવું–એટલાં વાનાં પોતે કરવાથી, બીજા પાસે કરાવવાથી અને તે તે કાર્ય કરનારની અનુમોદના કરવાથી સાધુના તપનો ક્ષય થાય છે; માટે સાઘુ એટલાં વાનાં કરતાં નથી.”
• जह जह कीरइ संगो, तह तह पसरो खणे खणे होइ। . થોવો વિ દોડ વહુનો, જય સદધિ નિમંતો ૧૧દા
અર્થ–બજેમ જેમ મુનિ ગૃહસ્થનો સંગ કરે છે તેમ તેમ ક્ષણે ક્ષણે તેનો પ્રસાર થાય છે અર્થાત તે વઘતો જાય છે, થોડો હોય તોપણ તે બહુ થાય છે; અને પછી તે મુનિ ગુરુવચનથી રોકવા છતાં પણ વૃતિ એટલે સંતોષને પામતો નથી.” માટે મુનિએ ગૃહસ્થનો સંગ જ કરવો નહીં.
નો રયરમુખ, મૂળ વિ ગરિરે તો વડા जह जह कुणइ पमायं, पिल्लिाइ तह कसाएहि ॥११७॥ અર્થ–“જે મુનિ ઉત્તરગુણ જે આહારશુદ્ધિ વગેરે તેને તજે છે તે મુનિ થોડા કાળમાં જ મૂળગુણ જે પ્રાણાતિપાતવિરમણાદિ તેને પણ તજે છે. ઉત્તર ગુણનો નાશ થયે સતે મૂળગુણનો નાશ પણ થાય જ છે. કારણ કે જેમ જેમ આ જીવ પ્રમાદ-શિથિલતા કરે છે તેમ તેમ તે ક્રોઘાદિ કષાયે કરીને પ્રેરાય છે અર્થાત્ તેને ધ્રથાદિ કષાય ઉદયમાં આવે છે.” એટલે પ્રથમ શિથિલતા થવાથી ઉત્તરગુણની