________________
૧૬૬
ઉપદેશમાળા
હાનિ થાય છે, પછી કષાયનો ઉદ્ભવ થવાથી મૂળગુણની હાનિ થાય છે, માટે ઉત્તરગુણ પણ તજવી નહીં.
जो निच्छएण गिण्हइ देहच्चाए वि न य धिई मुयइ।
सो साहेइ सकजं, जह चंदवडिंसओ राया ॥११८॥ અર્થ–“જે પ્રાણી નિશ્ચયવડે (સ્થિરતાએ કરીને) વ્રત-નિયમાદિ ગ્રહણ કરે છે અને દેહત્યાગે (પ્રાણાંત કષ્ટ પ્રાપ્ત થયે સતે) પણ જે ધૈર્યને મૂકતા નથી અર્થાત ગ્રહિત અભિગ્રહને (નિયમન) તજતા નથી તે પ્રાણી પોતાના મુક્તિસાઘનરૂપ કાર્યને સાથે છે. જેમ ચંદ્રાવસક રાજાએ પ્રાણાંત કષ્ટ ઉત્પન્ન થયે સતે પણ ગ્રહણ કરેલો અભિગ્રહ તો નહીં, તેમ બીજાએ પણ પ્રવર્તવું.”
ચંદ્રાવતંસક રાજાનું દ્રષ્ટાંત સાકેતપુર નગરમાં ચંદ્રાવતંસક નામનો રાજા હતો. તેને સુદર્શના નામે રાણી હતી. તે રાજા પરમ (શ્રેષ્ઠ) શ્રાવક હતો, અને સમકિતમૂળ શ્રાવકનાં બાર વ્રતો સારી રીતે પાળતો સતો રાજ્ય કરતો હતો. એક દિવસ સભા વિસર્જન કરી અંતઃપુરમાં જઈ સામાયિક કરી મનમાં એવું શરીને કાયોત્સર્ગમુદ્રાએ સ્થિત થયો કે “જ્યાં સુધી આ દીવો બળે ત્યાં સુધી મારે કાયોત્સર્ગમુદ્રાથી અહીં જ સ્થિર રહેવું” એ પ્રમાણે એક પહોર વીતી ગયો. પછી દીવાને ઝાંખો પડેલો જોઈ રાજાના અભિગ્રહને નહીં જાણતી દાસીએ તેમાં તેલ પૂર્યું. એ પ્રમાણે બીજો પહોર ગયો. એટલે દાસીએ ફરીથી તેલ પૂર્યું. એ પ્રમાણે તેલ પૂરવાથી ચાર પહોર સુધી અખંડ દીવો બળ્યો; અને અખંડ અભિગ્રહવાળા રાજાએ પણ પ્રાતઃકાલમાં દીવો ઓલવાયા પછી જ કાયોત્સર્ગ પાર્યો. પરંતુ રાજા ઘણો કોમળ હોવાથી ચાર પહોર સુધી એક જ સ્થાને સ્થિતિ કરવાને લીધે તેને ઘણી વેદના થઈ અને વિશુદ્ધ ધ્યાનવડે કાળ કરી તે દેવલોકમાં ઉત્પન્ન થયો.
એ પ્રમાણે અન્ય મનુષ્યોએ પણ લીધેલા નિયમોમાં દ્રઢતા રાખવી, એવો આ કથાનો ઉપદેશ છે.
सीउण्हखुष्पिवासं, दुस्सिज्जापरिसहं किलेसं च ।
जो सहइ तस्स धम्मो जो धिइमं सो तवं चरइ ॥११९॥ અર્થ–“જે મુનિ શીત પરિષહ, ઉષ્ણ પરિષહ, સુથા પરિષહ, પિપાસા એટલે તુષા પરિષહ તથા દુષ્ટ શવ્યા એટલે તૃણ સંસ્તારક (ઘાસનો સંથાર) રૂપ પરિષહ અને ક્લેશ એટલે લોચ વગેરે કાયાના કષ્ટોને સહન કરે છે, તેને ચારિત્રઘર્મ હોય છે. જે પુરુષ પરિષહ સહવામાં ધૃતિમાનું એટલે નિશ્ચળ ચિત્તવાળા હોય છે તે જ તપને આચરે છે–આચરી શકે છે.”