________________
(૨૮) દત્તમુનિનું દૃષ્ટાંત લાગ્યો. ગુરુ તેના મનનો વિચાર ઇંગિતાકાર વડે જાણીને કોઈ મોટા શેઠને ઘેર ગોચરી માટે ગયા. તે શેઠને ઘેર વ્યંતરીના પ્રયોગથી એક બાળકને રડતો જોઈને ગુરુએ કહ્યું કે “રડ નહીં. એ પ્રમાણે કહી ચપટી વગાડી એટલે વ્યંતરી નાસી ગઈ અને બાળક શાંત થઈ ગયું. તેથી ખુશી થયેલાં તેનાં માતાપિતાએ ગુરુને લાડુ વહોરાવ્યા; તે આહાર દત્તને આપીને ગુરુએ તેને ઉપાશ્રયે મોકલ્યો.
દત્ત વિચારવા લાગ્યો કે આવું સ્થાપનાકુળ છતાં પણ ગુરુએ મને બહુ રખડાવ્યો.” પછી ગુરુએ પણ સામાન્ય કુળમાં જઈ નીરસ આહાર ગ્રહણ કરી ઉપાશ્રયે આવીને આહાર કર્યો. પ્રતિક્રમણ કરતાં દિવસના દોષોની આલોચનાને અવસરે ગુરુએ દત્તને કહ્યું કે રે મહાનુભાવ! તે આજે ઘાત્રીપિંડનું એટલે બાળકોને પ્રસન્ન કરી તેમનાં માબાપ પાસેથી આહાર લઈને તેનું ભક્ષણ કર્યું છે, માટે સારી રીતે તેની આલોચના કર.” એ સાંભળીને દત્તે વિચાર્યું કે “ગુરુ મારા સૂક્ષ્મ દોષો પણ જુએ છે અને પોતાના મોટા મોટા દોષો પણ જોતા નથી. આમ વિચારી તે ગુરુ ઉપર મત્સર ઘરવા લાગ્યો.
પછી પ્રતિક્રમણ કરીને પોતાને સ્થાનકે જતાં ગુરુના ગુણથી રંજિત થયેલી શાસનદેવીએ “આ દત્તને ગુરુના પરાભવનું ફળ બતાવું' એવું વિચારી ઘણો અંઘકાર વિતુર્વી તેને મોહ પમાડ્યો. દસ કંઈ પણ જોઈ શકતો ન હોવાથી આકુળવ્યાકુળ થવા લાગ્યો અને પોકાર કરવા લાગ્યો. ગુરુએ કહ્યું કે “અહીં આવ.” ત્યારે તેણે કહ્યું કે “ત્યાં કેવી રીતે આવું? હું દ્વાર પણ જોઈ શકતો નથી.” ત્યારે ગુરુએ પોતાની આંગળી થુંકવાળી કરીને ઊંચી કરી દીવાની જેમ બળતી દેખાડી. દત્તે તે જોઈને વિચાર કર્યો કે “ગુરુ બહુ સાવદ્ય (અતિ દોષવાળો) એવો દીપક પણ રાખતા જણાય છે. એ પ્રમાણે તેને ગુરુના અવગુણો જ દેખાવા લાગ્યા.
પછી શાસનદેવતાએ કહ્યું કે “અરે દુરાત્મ! પાપી! તું ગૌતમ જેવા ગુરુનો પસંભવ કરે છે? શું તારે દુર્ગતિમાં જવું છે?” એ પ્રમાણે ઘણાં કર્કશ વાક્યોથી તેને શિક્ષા આપી. તેથી દર મુનિ પશ્ચાત્તાપ કરતો સતો ગુરુચરણમાં પડ્યો અને તેણે વારંવાર પોતાનો અપરાધ ખમાવ્યો. છેવટે પાપકર્મની સમ્યક્ પ્રકારે આલોચના કિરીને તે સદ્ગતિએ ગયો.
આ પ્રમાણે દત્ત મુનિના દ્રષ્ટાંતથી શિષ્ય ગુરુની અવજ્ઞા કરવી નહીં, એવો આ કથાનો ઉપદેશ છે. હવે ગુરુ ઉપર ભક્તિરાગનું દ્રષ્ટાંત કહે છે– ... आयरिय भत्तिरागो, कस्स सुनक्खत्त महरिसि सरिसो।
अवि जीविअं ववसिअं, न चेव गुरुपरिभवो सहिओ ॥१०॥ અર્થ–“આચાર્ય ઉપર ભક્તિરાગ સુનક્ષત્ર મહર્ષિ જેવો કોને છે કે જેણે જીવિતવ્ય શ તજી દીધું, પરંતુ ગુરુનો પરાભવ સહન કર્યો નહીં?”