________________
(૩૦) દેશી રાજાનું દ્રષ્ટાંત
૧૪૯ વજન કરી તેના શ્વાસનું ઘન કરીને તેને મારી નાખ્યો અને ફરીથી તોલ્યો તો તેટલા જ વજનનો થયો, ત્યારે મેં જાણ્યું કે જીવ નથી. જો તેનામાં જીવ હોત તો જીવ જતાં તે કાંઈક ઓછો થાત.” કેશીગણથરે કહ્યું છે હે મહીપતિ! જેમ પૂર્વે જોખેલી ચામડાંની ઘમણને પછીથી વાયુથી પૂર્ણ કરીને જોખતાં પણ તે તેટલી જ થાય છે, ભાર વથતો નથી; તેવી રીતે તું જીવ સંબંધી સારી રીતે વિચાર કર. જ્યારે રૂપી દ્રવ્યરૂપ વાયુથી ભાર વધ્યો નહીં તો અરૂપી દ્રવ્યરૂપ જીવના જવાથી ન્યૂનતા શી રીતે થાય? સુક્ષ્મ એવા રૂપી દ્રવ્યની પણ વિચિત્ર ગતિ છે તો અરૂપી દ્રવ્યની વિચિત્ર ગતિ હોય તેમાં તો શું કહેવું? માટે આ બાબતમાં તું શા માટે શંતિ થાય છે? આત્મા આપણને અનુમાન પ્રમાણથી ગમ્ય છે અને કેવલીને પ્રત્યક્ષ અમારાથી ગમ્ય છે. વળી હું સુખી છું, હું દુઃખી છું એ પ્રકારનું જે જ્ઞાન થાય છે તે આત્માનું જ લક્ષણ છે. માટે જેમ તલની અંદર તેલ, દૂઘની અંદર ઘી અને કાષ્ઠની અંદર અગ્નિ રહેલો છે, તેમ દેહની અંદર જીવ રહેલો છે.”
ઇત્યાદિ અનેક પ્રશ્નોના જવાબ શાસ્ત્રયુક્તિથી આપ્યા. તેથી સંદેહરહિત થયેલો રાજા વિચાર કરવા લાગ્યો–આ વાત સત્ય છે, આ જ્ઞાનને ઘન્ય છે.' પછી ગુરુને નમસ્કાર કરીને રાજાએ વિજ્ઞપ્તિ કરી–હે ભગવાન! તમારા ઉપદેશરૂપી મંત્રથી મારા હૃદયમાં રહેલો મિથ્યાત્વરૂપી પિશાચ ભાગી ગયો, પરંતુ કુલપરંપરાથી આવેલા નાસ્તિક મતને હું કેવી રીતે છોડું?” ત્યારે કેશી મુનિએ કહ્યું કે “હે પ્રદેશી . રાજા! તું લોહવણિકની પેઠે મૂર્ખ કેમ બને છે? તે વાર્તા આ પ્રમાણે છે– * કેટલાક વણિકો વ્યાપાર કરવા માટે પરદેશ જવા ચાલ્યા. માર્ગમાં તેઓએ એક લોઢાની ખાણ દીઠી, એટલે તેઓએ લોઢાનાં ગાડાં ભર્યા. આગળ ચાલતાં તાંબાની ખાણ જોઈ, તેથી લોઢું ખાલી કરીને તાંબું ભર્યું. માત્ર એક વાણિયાએ વોટું ખાલી કર્યું નહીં. આગળ ચાલતાં તેઓએ રૂપાની ખાણ જોઈ, એટલે તાંબું ખાલી કરીને રૂ ભર્યું. ઘણું કહેવા છતાં પણ પેલા લોહવણિકે લોઢું કાઢી નાખ્યું નહીં. આગળ ચાલતાં તેઓએ સોનાની ખાણ જોઈ, એટલે રૂપું ખાલી કરી સોનું ભર્યું. આગળ ચાલતાં રત્નોની ખાણ જોઈ, એટલે સોનું ખાલી કરી રત્નો ભર્યા તે
વખતે તેઓ પેલા લોહવણિકને કહેવા લાગ્યા કે “હે મૂર્ખ! આ મેળવેલો રત્નસમૂહ | તું શા માટે ગુમાવે છે? લોઢું તજી દઈને રત્નો ગ્રહણ કર, નહીં તો પાછળથી જરૂર
તને પશ્ચાત્તાપ કરવો પડશે”. એ પ્રમાણે તેને ઘણું કહેવામાં આવ્યું છતાં તેણે માન્યું નહીં અને કહેવા લાગ્યો કે “તમારામાં સ્થિરતા નથી, તેથી એકને છોડી બીજાને ગ્રહણ કરો છો અને બીજાને છોડી ત્રીજાને ગ્રહણ કરો છો પણ હું એ પ્રમાણે કરતો નથી. મેં તો જેનો સ્વીકાર કર્યો તેનો કર્યો. પછી તે બઘા ઘેર આવ્યા અને રત્નના પ્રભાવથી પેલા બીજા વણિકો તો સુખી થયા. તેમને સુખી થયેલા જોઈને