________________
૧૭૦
ઉપદેશમાળા રહ્યો. તે વખતે નભસેન જે હંમેશાં તેનું છળ શોઘતો હતો તે સાગરચંદ્રને સ્મશાનમાં કાયોત્સર્ગે રહેલો જોઈને વિચાર કરવા લાગ્યો કે “આજે બરાબર મોકો. મળ્યો છે, માટે મારી કમલામેલાને ભોગવનાર સાગરચંદ્રને આજે મૃત્યુ પમાડું. એ પ્રમાણે વિચારીને તેના માથા ઉપર માટીની પાળ બાંધીને તેમાં ઘગઘગતા ખેરના અંગારા ભરી તે અન્યત્ર ચાલ્યો ગયો. અહીં તેની વેદનાને સમ્યગુ ભાવે સહન કરતો નિશ્ચલ મનવાળો સાગરચંદ્ર શુભધ્યાનથી મૃત્યુ પામીને સ્વર્ગે ગયો.
આ પ્રમાણે શ્રાવકે પણ આવા ઉપસર્ગો સહન કર્યા છે તો સાઘુએ તો વિશેષ કરીને સહન કરવા જોઈએ, એવો આ કથાનો ઉપદેશ છે. ' '
देवेहि कामदेवो, गिही वि न वि चालिओ तवगुणेहिं । मत्तगयंद भुयंगम, रक्खसघोरट्टहासेहिं ॥१२१॥
અર્થ-“કામદેવ નામના ગૃહસ્થ શ્રાવકને પણ તપગુણથી મદોન્મત્ત હતી, સર્પ અને રાક્ષસના ભયંકર અટ્ટહાસ્ય વગેરેથી દેવતા ચલાવી શક્યો નહીં.” અર્થાત્ દેવકૃત ભયંકર ઉપસર્ગથી કામદેવ શ્રાવક છતાં પણ ચળ્યો નહીં, તો મુનિ તો શેના જ ચળે? આ દ્રષ્ટાંત બીજા મુનિ અને શ્રાવકોએ ગ્રહણ કરવું. '
કામદેવ શ્રાવકનું વૃત્તાંત, ચંપા નગરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં કામદેવ નામે ગાથાપતિ (વ્યાપારી) વસતો હતો. તે બહુ ઘન-ઘાન્યથી સમૃદ્ધિવાન હતો. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. તેણે એક દિવસ મહાવીર સ્વામીની દેશના સાંભળી. ભગવાને પ્રથમ સમકિતનું સ્વરૂપ નિરૂપણ કર્યું. તેમાં જણાવ્યું કે દર્શનમોહનીય કર્મના ઉપશમ આદિથી અરિહતે કહેલા જીવાદિ તત્ત્વોમાં સમ્યમ્ શ્રદ્ધા થવી તે સમ્યક્ત્વ જાણવું, અથવા આત્માના શુભ પરિણામ એટલે જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ત્રણ તત્ત્વોના અધ્યવસાય તે સમ્યકત્વ જાણવું. કહ્યું છે કે
अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं महप्पमाणं ।
इच्चाइ सुहो भावो, सम्मत्तं विति जगगुरुणो॥ “અરિહંત દેવ, સુસાઘુ ગુરુ અને જિનમત એ મારે પ્રમાણ છે, ઇત્યાદિ શુદ્ધ ભાવને જગતગુરુઓ સમકિત કહે છે.” અહંતઘર્મનું મૂળ સમકિત છે. કહ્યું છે કે
શ્રાવકના બાર વ્રતના તેરસો ચોરાશી ક્રોડ, બાર લાખ, સત્તાવીશ હજાર, બસો ને બે ભાંગા થાય છે; એ સર્વ ભાંગાઓમાં સમકિત પહેલો ભાગો છે. સમક્તિ વિના બીજા એક પણ ભાંગાનો સંભવ નથી.” કહ્યું છે કે
મૂક્યું હારે પટ્ટામાં, બાહારો માય નિદી | दु छक्क साविधम्मस्स, सम्मत्तं परिकित्तियं ॥