________________
૩૨૪.
ઉપદેશમાળા પાપકર્મોને એકઠાં કરે છે વૃદ્ધિ પમાડે છે, માટે મનને સ્થિર કરીને સર્વ અર્થને સાઘનાર એવા સંયમમાં યતના કરવી, ઉદ્યમ કરવો.
जह जह सव्वुवलद्धं, जह जह सुचिरं तवोवणे वुच्छं। .. तह तह कम्मभरगुरू, संजमनिब्बाहिरो जाओ ॥४८७॥ અર્થ-“કર્મભારથી ગુરુ (કર્મના સમૂહથી વ્યાસ) થયેલા પુરુષે ભારેકર્મી જીવે) જેમ જેમ સર્વ સિદ્ધાન્તનું રહસ્ય ઉપલબ્ધ કર્યું, અને જેમ જેમ ચિરકાળ સુધી તપોઘન (તપરૂપી ઘનવાળા) સાઘુઓ મધ્યે નિવાસ કર્યો તેમ તેમ તે (ગુરુકર્મી) ચારિત્ર થકી બાહ્ય કરાયો, ભ્રષ્ટ થયો.” તે ઉપર દૃર્શત કહે છે
विजप्पो जह जह ओसहाई पिजेइ वायहरणाई। ...
तह तह से अहिययरं, वारणाओरिअं पुढें ॥४८॥ અર્થ–“આત (હિતકારી) વૈદ્ય જેમ જેમ વાયુને હરણ (નાશ) કરનારાં સુંઠ, મરી વગેરે ઔષઘો પિવડાવે છે, તેમ તેમ તે (અસાધ્ય રોગવાળા) નું ઉદર (પેટ) વાયુએ કરીને અધિકતર પૂર્ણ (ભરાયેલું) થાય છે. તે દ્રષ્ટાંત પ્રમાણે જિનેશ્વરરૂપી વૈદ્ય પણ કર્મરૂપી વાયુને હરણ કરવા માટે ઘણું બોઘરૂપી ઔષઘ પિવડાવે છે, તોપણ બહુકર્મી જીવોનો અસાધ્ય એવો કર્મરૂપી વાયુ ઊલટો વૃદ્ધિ પામે છે.” - दडजउमकञ्जकर, भिन्नं संखं न होइ पुण करणं ।
लोहं च तंबविलं, न एइ परिकम्मणं किंचि ॥४८९॥ અર્થ–“બળેલી જતુ (લાખ) અકાર્યકર છે, કાંઈ પણ કામની નથી; ભાંગી (ફૂટી) ગયેલા શંખનું ફરી સાંઘવું થતું નથી (ફરી સંઘાતો નથી) તથા તાંબાવડે વિઘાયેલું એટલે એકરૂપ થયેલું લોઢું જરા પણ પરિક્રમણ (સાંઘવા) ના ઉપાયને પાળતું નથી, તેવી જ રીતે અસાધ્ય કર્મથી વીંટાયેલો ભારેકર્મી જીવ ઘર્મમાં સાંઘી–જોડી શકતો નથી.”
को दाही उवएस, चरणालसयाण दुब्बिअड्डाणं ।
इंदस्स देवलोगो, न कहिजइ जाणमाणस्स ॥४९०॥ અર્થ–“ચારિત્રમાં આળસુ અને દુર્વિદગ્ધ (ખોટા પંડિતમાની) અથવા દુર્વાક્ય પુરુષોને તત્ત્વનો ઉપદેશ કોણ આપે? (અમે પોતે જ સર્વ જાણીએ છીએ તેથી અમને ઉપદેશ આપનાર આ કોણ છે? એમ માનનારા દુર્વિદગ્ધ કહેવાય છે.) જેમ દેવલોકના સ્વરૂપને જાણનાર એવા ઇન્દ્રની પાસે દેવલોકનું સ્વરૂપ કોણ કહી શકે? કોઈ કહી શકે નહીં. તેમ જ જાણતા છતાં પ્રમાદી થાય છે, તેને ઘમોપદેશ આપવા કોણ સમર્થ છે? કોઈ સમર્થ નથી.