________________
૧૪૦
ઉપદેશમાળા અર્થ-કોઈ ચંદનવડે ભુજાને વિલેપન કરે અને કોઈ વાંસલાવડે તેને છે, કોઈ સ્તુતિ કરે અને કોઈ નિંદા કરે, મુનિ તે સર્વની ઉપર સમભાવવાળા હોય.”
ભાવાર્થ-ભક્તિવડે કોઈ બાવનાચંદનથી વિલેપન કરે અને સ્તુતિ કરે તેમજ દ્રષવડે કોઈ ભુજાને કાપે અને નિંદા કરે, તે બન્ને ઉપર મહર્ષિઓ સમભાવ રાખે અર્થાત્ મુનિ શત્રુ મિત્ર બન્ને ઉપર સમભાવવાળા જ હોય..
सीहगिरिसुसीसाणं, भई गुरुवयणसइहंताणं। वयरो किर दाही वा-यणत्ति न विकोविअं वयणं ॥१३॥ અર્થ–ગુરુમહારાજના વચનને સદ્દહનારા એવા સિંહગિરિ આચાર્યના સુશિષ્યોનું કલ્યાણ થાઓ. તે શિષ્યોએ “આ વજમુનિ તમને વાચના આપશે એવા ગુરુ મહારાજના વચનને અસત્ય ન કર્યું. .
ભાવાર્થ-આ બાલક વજમુનિ અમને શું વાચના આપશે? એવો વિચાર પણ કર્યો નહીં. ગુરુ મહારાજના વચન પ્રત્યે જેને આવી શ્રદ્ધા હોય તેવા શિષ્યોનું કલ્યાણ થાય તેમાં શું આશ્ચર્ય? અહીં વજસ્વામીનું વ્રત જાણવું
વજસ્વામીનું દ્રષ્ટાંત બાલ્યાવસ્થામાં પદાનુસારિણી લબ્ધિના બળે સાધ્વીમુખે સાંભળીને જેણે અગિયાર અંગનું અધ્યયન કર્યું છે, અને જેને આઠ વર્ષની ઉંમરે ગુરુએ દીક્ષા આપેલી છે એવા વજસ્વામી ગુરુ સાથે વિહાર કરતા હતા. એકદા વજસ્વામીને ઉપાશ્રયમાં મૂકી બઘા સાઘુઓ ગોચરી માટે ગયા હતા. તે અવસરે વજસ્વામીએ સઘળા મુનિઓની ઉપથિઓ(આસન વગેરે ઉપકરણો)ને હારબંધ ગોઠવી તેમાં મુનિઓની સ્થાપના કરીને (મુનિઓ બેઠા છે એમ માનીને) પોતે વચમાં બેસી મોટે સ્વરે તેમને આચારાંગાદિની વાચના આપતા હોય તેમ બોલવા લાગ્યા. એટલામાં આચાર્ય સ્થડિલભૂમિથી આવ્યા. ઉપાશ્રયનાં બારણાં બંધ જોઈને ગુરુએ ગુપ્ત રીતે અંદર જોયું તો વજસ્વામી બઘા મુનિઓની ઉપથિને એકઠી કરી છાત્રબુદ્ધિથી ભણાવતા હતા. ગુરુએ ચિંતવ્યું કે “જો હું એકદમ બારણું ઉઘડાવીશ તો તે શંકિત થશે.” એમ વિચારી મોટા સ્વરે “નિસિદ્ધિ એ પ્રમાણે ત્રણ વાર શબ્દોચ્ચાર કર્યો. તે સાંભળી ગુરુ આવ્યા છે એમ જાણી જસ્વામીએ લઘુલાઘવી ક્લાએ એકદમ દરેક ઉપથિને તેને સ્થાને મૂકી દઈને બારણું ઉઘાડ્યું.
ગુરુએ વિચાર્યું કે “આ પુરુષરત્નમાં આટલું બધું જ્ઞાન છે, માટે આનું જ્ઞાન અજાણપણામાં ન જાઓ.” એવું વિચારી બીજે દિવસે સિંહગિરિ આચાર્ય કંઈ કાર્યનું મિષ કરીને બીજે ગામ જવા ઉઘુક્ત થયા. તે વખતે સાઘુઓએ પૂછ્યું કે હે સ્વામી! અમને વાચના કોણ આપશે?” ગુરુએ કહ્યું કે આ વજ નામના લઘુ મુનિ