________________
૭૪
ઉપદેશમાળા આવી હતી અને એક ક્રોડ સોનામહોર જંબૂકમારના મોસાળ પક્ષ તરફથી આવી હતી. એ પ્રમાણે એકાશી ક્રોડ સોનામહોર આવેલી હતી. અને અઢાર દોડ સોનામહોર પોતાના ઘરમાં હતી. આ પ્રમાણે જંબૂકમાર નવાણું ક્રોડ સોનામહોરના અઘિપતિ થયા હતા.
હવે જંબૂકુમાર રાત્રિએ રંગશાલા (શયનગૃહ) માં સ્ત્રીઓ સાથે બેઠા છે, પણ તે તેમને રાગદ્રષ્ટિએ જોતા પણ નથી, તેમ વચનથી પણ સંતોષ આપતા નથી. સ્ત્રીઓ તેને પ્રેમમય વચનોથી ચલિત કરવા માટે ઘણો પ્રયત્ન કરે છે, પણ તે ચલિત થતા નથી. તે સમયે પ્રભવ નામનો ચોર પાંચસો ચોરોથી પરિવૃત્ત થઈ જંબૂકુમારના ઘરમાં આવ્યો, તેમણે ક્રોડ સોનામહોર લઈ તેની ગાંસડીઓ બાંધી અને મસ્તક પર મૂકીને જવા લાગ્યા. તે સમયે જંબૂકુમારે સ્મરણ કરેલા પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રના માહાસ્યથી તે સર્વે ભીંત ઉપર ચીતરેલા ચિત્રની પેઠે સ્થિર થઈ ગયા. ત્યારે પ્રભવે કહ્યું કે “હે જંબૂકુમાર! તું જીવદયાપાલક છે. અભયદાનથી વધારે દુનિયામાં બીજું કોઈ પણ પુણ્ય નથી. અમે જો અહીં પકડાશું તો પ્રાત:કાળે કોણિક રાજા અમને સર્વને મારી નાંખશે. માટે અમને છોડી દે, અને મારી પાસે તાલીઘાટિની (તાળું ઉઘાડનારી) અને અવસ્થાપિની (નિદ્રિત કરનારી) નામની બે વિદ્યા છે તે તું લે અને તારી ખંભિાની વિદ્યા મને આપ.” જંબૂકુમારે કહ્યું કે “મારી પાસે તો ઘર્મકલા નામની એક મોટી વિદ્યા છે. તે સિવાયની બીજી બધી વિદ્યાઓ વિદ્યા છે. હું તો પ્રણની માફક આ સર્વ ભોગોનો ત્યાગ કરીને પ્રાતઃકાળમાં દીક્ષા ગ્રહણ કરવાનો છું. આ ભોગો મઘુબિંદુ જેવા છે.” પ્રભવે કહ્યું કે “મને મઘુબિંદુનું દ્રષ્ટાંત કહો.” એટલે જંબૂકુમાર કહેવા લાગ્યા–
મઘુબિંદુનું દ્રષ્ટાંત “એક વનમાં સાર્થથી વિખૂટો પડી ગયેલો કોઈ એક પુરુષ ભટકે છે. એવે સમયે એક જંગલી હાથી તેને મારવા માટે સન્મુખ દોડ્યો, એટલે તે નાઠો. હાથી તેની પાછળ લાગ્યો. આગળ ચાલતાં હાથીના ભયથી કૂવાની અંદર રહેલ વડ વૃક્ષની શાખાનો આશ્રય લઈને તે કૂવામાં લટકી રહ્યો. કૂવામાં તેની નીચે પહોળા મુખ કરીને રહેલા એવા બે અજગરો છે, અને ચારે બાજુ ચાર મોટા સપ છે. હાથમાં પકડેલી વડની શાખા ઉપર રસથી ભરેલો એક મઘપૂડો છે. બે ઉંદરો તે શાખાને કાતરે છે, અને મઘપૂડામાંથી ઊડેલી માખીઓ તેને ડંખ માર્યા કરે છે. એ પ્રમાણે કષ્ટમાં પડેલો તે મૂઢ માણસ ઘણે લાંબે વખતે મઘપૂડામાંથી મુખમાં ટપકતું મઘુબિંદુ મેળવીને તેના સ્વાદથી પોતાને સુખી માને છે. એટલામાં કોઈ એક વિદ્યાઘર ત્યાં આવ્યો. તેણે તેને કહ્યું કે “તું આ વિમાનમાં આવ. હું તને દુઃખમાંથી મુક્ત કરું.' ત્યારે તે મૂર્ખ માણસે જવાબ આપ્યો કે “એક ક્ષણ થોભો, હું આ મઘુના