________________
ઉપદેશમાળા
હવે એ સમયે સ્કંદકાચાર્યનો ઓઘો રુધિરથી ખરડાયેલો આ હાથ છે' એવી ભ્રાન્તિથી કોઈ ગીધ પક્ષીએ ઉપાડ્યો. પછી તેને માટે પરસ્પર લડતાં પક્ષીનાં મુખમાંથી તે ઓઘો સ્કંદકાચાર્યની બહેન પુરંદરણ્યશાના આંગણામાં પડ્યો. પુરંદરયશાએ તે ઓઘો ઓળખ્યો, અને લોકોના મુખથી સઘળી હકીકત સાંભળી; તેથી પુરંદરયશાએ રાજાને કહ્યું કે ‘અરે પાપી દુરાત્મન્ ! મહા અનીતિ કરનાર ! તેં આ શું કુકર્મ કર્યું? સાધુહત્યાથી થયેલું પાપ સાત કુળને બાળી નાંખે છે. સાધુની હત્યા તે મોટામાં મોટી હત્યા છે.’ એ પ્રમાણે વારંવાર રાજાને તિરસ્કારપૂર્વક કહેતી તે સંસારથી પરાસ્મુખ થઈ વૈરાગ્યપરાયણ બની. એટલે શાસન દેવતાએ તેના પરિવાર સહિત તેને ઉપાડીને શ્રીમુનિસુવ્રતસ્વામી પાસે મૂકી. ત્યાં તેણે દીક્ષા ગ્રહણ કરીને પોતાનો સ્વાર્થ સાધ્યો.
૯૪
હવે અગ્નિકુમાર નિકાયમાં ઉત્પન્ન થયેલા સ્કંદકાચાર્યના જીવે અવધિજ્ઞાનથી જોયું એટલે તેને તીવ્ર ક્રોધ ઉત્પન્ન થવાથી પાલક સહિત દંડકરાજાના આખા દેશને બાળીને ભસ્મ કર્યો. તે ઉપરથી લોકપ્રસિદ્ધિમાં તે હાલ દંડકારણ્ય કહેવાય છે.
સ્કંદકાચાર્યના શિષ્યો, પાલકે તેમના પ્રાણનો નાશ કર્યો છતાં પણ તેના ઉપર ક્રોધવાળા થયા નહીં, તો તે જ ભવમાં તે સર્વ મોક્ષે ગયા. એટલા માટે સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે જીવસન સાર છું સામાન્’ શ્રમણપણાનો સાર ઉપશમ છે. વળી –
क्षमाखड़ करे यस्य, दुर्जनः किं करिष्यति अतृणे पतितो वह्निः, स्वयमेवोपशाम्यति ॥ જેના હાથમાં ક્ષમારૂપી ખડ્ગ છે તેને દુર્જન શું કરનાર છે? તૃણ વિનાની જગ્યામાં પડેલો અગ્નિ પોતાની મેળે જ શાંત થઈ જાય છે.’
.
આ ક્થાનો ઉપનય એ છે કે ‘આવો ઉત્કૃષ્ટ ક્ષમાગુણ ધારણ કરવો તે સાધુઓને મુક્તિ મેળવવાનું મૂળ કારણ છે. ॥ કૃતિ વાવાર્થ જ્યા ।। जिणवयणसुइ सकण्णा, अवगय संसार घोर पेयाला । વાછાળ મંતિ નર્ફ, નક્ ત્તિ વિત્ય અચ્છેર ॥૪॥ અર્થ—“જિનવચન સાંભળનારા હોવાથી સકર્ણ (કાન સહિત) અને સંસારના ઘોર (ભયંકર) પરિણામને જાણનારા (વિચારક) એવા યતિ (મુનિ) બાળ-અજ્ઞાની મિથ્યાવૃષ્ટિઓનાં કરેલાં દુષ્ટ ચેષ્ટિતને સ્કંદકશિષ્યોની જેમ સહન કરે છે તેમાં શું આશ્ચર્ય છે? અર્થાત્ કાંઈ આશ્ચર્ય નથી. કેમકે મુનિએ દુષ્ટોનો કરેલો અપરાધ સહન કરવો તે જ યુક્ત છે.’”
ભાવાર્થ—લોકરૂઢિમાં કાનવાળા હોય તે સકર્ણ કહેવાય છે તે ખરા સકર્ણ