________________
(૬૮) ક્રાંક દેવની કથા
૩૦૯ આથી જોકે તેને ખેદ થયો પરંતુ પોતે પણ તીર્થંકર થવાના છે, તે હકીકત જાણેલી હોવાથી મનમાં આનંદ પામવા લાગ્યા.
केसिंचि य परलोगो, अन्नेसिं इत्थ होइ इहलोगो ।
कस्स वि दुन्नि वि लोगा, दोऽवि हया कस्सई लोगा ॥४४०॥ અર્થ–“કેટલાક જીવોને પર લોક (પરભવ) સારો હોય છે, બીજા કેટલાકને આ જ લોક સારો હોય છે, કોઈ પુણ્યશાળી જીવને બન્ને લોક પણ સારા હોય છે, અને કોઈ પાપકર્મ કરનારા જીવને બન્ને લોક હત (નષ્ટ) હોય છે.”
આ હકીકતનો ઉપનય ઉપર જણાવેલી છીંકની હકીકત પરથી સમજી લેવો. વળી એ જ વાતને વિશેષ સ્પષ્ટ કરે છે
छजीवकायविरओ, कायकिलेसेहिं सुटु गुरुएहिं ।
न हु तस्स इमो लोगो, हवइऽस्सेगो परो लोगो ॥४४१॥ અર્થ– “છ જીવનિકાયનું મર્દન (વઘ) કરવામાં વિશેષ આસક્ત એવા તે તાપસાદિકને અતિશય મોટા એવા પંચાગ્નિ માસક્ષપણ વગેરે કાયક્લેશોએ કરીને આ લોક (ભવ) સારો હોતો નથી, પરંતુ તેને એક પરલોક સારો થાય છે. કેમકે તેને અજ્ઞાનતપથી પરભવમાં રાજ્યાદિક સુખની પ્રાપ્તિ થાય છે.”
नरयनिरुद्धमईणं, दंडियमाईण जीवियं सेयं । “ વહુવા વિ , વિલુના વર મર ૪૪રા
અર્થ–“નરકમાં બાંધી છે મતિ જેમણે એટલે નરકગતિને યોગ્ય કાર્યના કરનારાં એવા મંત્રી વગેરે રાજ્યચિંતા કરનારનું જીવિત એટલે જીવવું જ શ્રેય (સારું) છે. કેમકે પાપકર્મના આચરણને લીધે પરભવમાં અવશ્ય તેને નરકાદિક દુઃખની પ્રાપ્તિ થાય છે; અને બહુરોગવાળા એટલે વેદનાને સહન કરવા અસમર્થ એવા દેહમાં રહ્યા સતા, વ્યાધિ સહન કરતાં છતાં પણ શુદ્ધ ધ્યાન કરનાર પુરુષનું મરણ શ્રેષ્ઠ (લ્યાણકારી) છે. કેમકે તેને પરભવમાં સતિની પ્રાપ્તિ થાય છે.”
तवनियमसुट्टियाणं, कल्लाणं जीविअंपि मरणं पि ।
जीवंतजंति गुणा, मया वि पुण सुग्गई जंति ॥४४३॥ અર્થ–“બાર પ્રકારના તપમાં અને નિયમ (વ્રત) માં સ્થિત (દ્રઢ) એવા સાધુઓને જીવિત અથવા મરણ બન્ને કલ્યાણકારી છે, કેમકે તેઓ જીવતા સતા ગુણોને ઉપાર્જન કરે છે, અર્થાત ઘર્મની વૃદ્ધિ કરે છે; અને મૃત્યુ પામ્યા સતા પણ સ્વર્ગ મોક્ષાદિક સદ્ગતિને પ્રાપ્ત કરે છે.”
अहियं मरणं अहि, च जीवियं पावकम्मकारीणं । तमसम्मि पडंति मया, वेरं वटुंति जीवंता ॥४४४॥