________________
૩૧૩
વીતરાગ વાણીનું માહાભ્ય
रयणुजलाई जाइं, बत्तीसविमाणसयसहस्साई ।
वजहरेण वराई, हिओवएसेण लद्धाई॥४५१॥ * અર્થ–“વળી વજઘરે (ઇ) રત્નોથી ઉજ્જવલ (દેદીપ્યમાન) અને શ્રેષ્ઠ એવાં જે બત્રીશ સો હજાર (બત્રીસ લાખ) વિમાન પ્રાપ્ત કર્યા–તેનું સ્વામીપણું મેળવ્યું તે હિતોપદેશથી જ એટલે વીતરાગના વચનનું આરાઘન કરવાથી જ મેળવ્યું છે.”
सुरवइसमं विभूई, जं पत्तो भरहचक्कवट्टी वि ।
माणुसलोगस्स पहु, तं जाण हिओवएसेण ॥४५२॥ અર્થ–“મનુષ્યલોકનો (છખંડ ભરતક્ષેત્રનો) સ્વામી ભરત ચક્રવર્તી પણ જે સુરપતિને (ઇન્દ્રને) તુલ્ય એવી વિભૂતિ પામ્યો, તે પણ હે શિષ્ય! હિતોપદેશથી જ (વીતરાગના વચનનું આરાઘન કરવાથી જ) જાણ.”
लखूण तं सुइसुहं, जिणवयणुवएसममयबिंदुसमं ।
अप्पहियं कायव्वं, अहिएसु मणं न दायव्वं ॥४५३॥ અર્થ–“તે (પ્રસિદ્ધ એવો) શ્રુતિને (કર્ણને) સુખકારક તથા અમૃતના બિંદુ સમાન એવો નિવચનનો ઉપદેશ પામીને (સાંભળીને) પંડિત પુરુષે આત્માને હિતકારક ઘર્માનુષ્ઠનાદિક કરવું, પરંતુ અહિત (પાપ) માં મન પણ ન આપવું (રાખવું) તો પછી કાયા અને વચનેવડે તો પાપ કરવાની વાત જ શી?” . हियमप्पणो करितो, कस्स न होइ गुरुओ गुरु गण्णो । - દિયે સમાવતો, વન વિખવો હો ૪૧૪મા
. અર્થ–“આત્માને હિતકારક ઘર્માનુષ્ઠાનાદિક કરતો મનુષ્ય કોને ગુરુસ્થાનીય ' (મુખ્ય) અને ગણ્ય (ગણના કરવા લાયક, પૂછવા યોગ્ય) એવો ગુરુ ન થાય?
અર્થાત્ સર્વના મધ્યે ગુરુ થાય છે. અને આત્માનું અહિત આચરણ કરનાર પુરુષ કોને.વિપ્રત્યય એટલે અવિશ્વાસનું પાત્ર નથી થતો? અર્થાત્ સર્વને અવિશ્વાસનું સ્થાન થાય છે.”
जो नियमसीलतवसं-जमेहिं जुत्तो करेइ अप्पहियं ।
सो देवयं व पुजो, सीसे सिद्धत्थओ व्व जणे ॥४५५॥ - અર્થ–“નિયમ (પ્રત્યાખ્યાન), શીલ (સદાચાર), તપ (છઠ્ઠ અઠ્ઠમ વગેરે) અને સંયમ (ચારિત્ર)–એટલી વસ્તુઓથી યુક્ત એવો જે પુરુષ આત્માને હિતકારક ઘર્માનુષ્ઠાનાદિ કરે છે તે પુરુષ દેવતાની જેમ પૂજ્ય થાય છે તથા લોકની મધ્યે તે સિદ્ધાર્થક (શ્વેત સરસવ) ની જેમ મસ્તક પર ચડે છે. જેમ લોકો સરસવને પોતાના મસ્તક પર ચડાવે છે, તેમ તેની આજ્ઞાને મસ્તક પર વહન કરે છે, અંગીકાર કરે છે.