________________
૧૧૪
ઉપદેશમાળા
અર્થજેમ ચક્રવર્તી સાથને (પ્રથમ બીજા મુનિઓને નમસ્કાર ને કરવાથી) સામાન્ય સાઘુએ નિષ્ફરપણે તુંકારો કરીને કહ્યું કે તું આ તારાથી દીક્ષાપર્યા મોટા મુનિઓને વંદના કર તથાપિ તે બિલકુલ કોપાયમાન થયા નહીં અને જ્ઞાન-દર્શનચારિત્ર ગુણવડે શ્રેષ્ઠ બહુપણાવાળા મુનિઓને નમ્યા.” અહીં સામાન્ય સાઘુ અર્થાત્ દીક્ષાપર્યાયે લઘુ (નાના) સાધુ સમજવા.
ते धन्ना ते साहू, तेसिं नमो जे अकज पडिविरया।
થીર વયમલદાર, રતિ નદ યૂમમુળ વાત અર્થ–બતે પુરુષ ઘન્ય (કતપુણ્ય) છે, તે સાથું (સત્યરુષ) છે, એવા તે પુરુષને નમસ્કાર થાઓ કે જે અકાર્યથી નિવૃત્ત થયા છે. એવા વીર પુરુષો જેમ
સ્થૂલિભદ્ર મુનિએ આચર્યું તેમ અસિઘાર સદ્ગશ એટલે ખગની ઘાર ઉપર ચાલવા જેવું ચતુર્થ વ્રત આચરે છે, પાળે છે.”
શ્રી સ્થૂલિભદ્રનું દ્રષ્ટાંત પાટલિપુત્રમાં નંદ નામે રાજા હતો. તેને “શકાલ' નામે નાગરબ્રાહાણ જ્ઞાતિના મંત્રી હતો. તેને લાચ્છલદે નામની સ્ત્રી હતી. તેને સ્થૂલિભદ્ર નામે મોટો પુત્ર હતો અને બીજો શ્રીયક નામે હતો, તથા યક્ષા આદિ સાત પુત્રીઓ હતી.
સ્થૂલિભદ્ર યુવાવસ્થામાં વિનોદ કરતો તો એક દિવસ મિત્રો સાથે વન જોવા ગયો. પાછો આવતાં તેને “કોશા' નામની વેશ્યાએ જોયો. તેના રૂપથી મોહિત થયેલી તે વેશ્યાએ તેને વાત કરવાના મિષથી ખોટી કરી ચાતુર્યગુણથી તેનું ચિત્ત વશ કરી. લીધું. સ્થલિભદ્ર પણ તેના ગુણ અને રૂપથી રંજિત થઈ તે વેશ્યાને ઘેર રહ્યો અને તેની સાથે વિષયસુખ ભોગવતો સતો તે નવા નવા વિનોદ કરવા લાગ્યો. તેના પિતા પણ પુષ્કળ દ્રવ્ય મોકલવા વડે તેનું ઇચ્છિત પૂર્ણ કરવા લાગ્યા. એ પ્રમાણે ત્યાં બાર વર્ષ સુધી રહેલા સ્થૂલિભદ્ર સાડીબાર ક્રોડ સોનામહોરનો વ્યય કર્યો.
તે અવસરે વરરુચિ બ્રાહ્મણે કરેલા પ્રયોગથી શકતાલમંત્રીનું મરણ થયું ત્યારે નંદરાજાએ શ્રીયકને પ્રઘાનપદ લેવા માટે બોલાવ્યો. ત્યારે શ્રીયકે કહ્યું- હે સ્વામી મારો મોટો ભાઈ કોશા વેશ્યાને ઘેર છે, તે પ્રઘાનપદને યોગ્ય છે.” તંદે બોલાવવા માટે સેવકો મોકલ્યા. તે આવ્યો. તેને મંત્રીપદ આપતાં તેણે એકાએક ન સ્વીકાર્યું. રાજાએ કારણ પૂછતાં સ્થૂલિભદ્રે કહ્યું–સ્વામી! વિચાર કરીને ગ્રહણ કરીશ. રાજાએ વિચાર કરવાની રજા આપી, એટલે અશોકવાટિકામાં એકાંત સ્થળે જઈને વિચાર કરવા લાગ્યો કે “આ સંસારમાં કોઈ કોઈનું નથી, સર્વ સ્વાથ છે. કહ્યું છે
वृक्षं क्षीणफलं त्यजन्ति विहगाः शुष्कं सरं सारसाः । पुष्पं पर्युषितं त्यजन्ति मधुपाः दग्धं वनांतं मृगाः ।।