Book Title: Suyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan
Catalog link: https://jainqq.org/explore/004866/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સળંગ સમતા સથવા૨-૩ ત્રણ 24 ив 838 બોધીની જાણી 972579 પ્રવચનકાર પ્રવચનપ્રભાવક પૂ.આ.શ્રી વિજ્ય કીર્તિયથારીવજી મહારાજ ury.org Page #2 -------------------------------------------------------------------------- ________________ ન ગણી જ છાંધાની જાણી, G Hધાના રોગો A દ @- CIDRI DHE ICISIERTE પ્રવચનકાર વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ પ્રકાશક સભા પ્રકારત જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૫૩૫ ૨૦૭૨ ફેક્સ : ૨પ૩૯ ૨૭૮૯ www.jainelib E-mail : sanmargp@icenet.net Jain Education Intera 100H FOPPavate Personal use. r e GIUL Page #3 -------------------------------------------------------------------------- ________________ 眼 ફૂલમા સૂટવા સલવારેબાકીના જાણી धन तोड ! ISBN - 81 - 87163 -70-4 : પ્રથમ આવૃત્તિ વિ. સં. ૨૦૬૨ 4 નકલ : ૩૦૦૦ : રૂ. ૭૦-૦૦ મૂલ્ય વિમોચન દિવસ : સં. ૨૦૭૨, કારતક વદ-૭ બુધવાર, તા.૨૩-૧૧-૨૦૦૫ વિમોચન સ્થળ : ‘દીક્ષાયુગ પ્રવર્તન મંડપ’, ગુજરાત કોલેજ કોર્ટ ગ્રાઉન્ડ, એલીસબ્રીજ, અમદાવાદ-૬. Education International EFSIDDISIIDISTS પ્રકાશક સંપર્કસ્થાન - પ્રાપ્તિસ્થાન સત્માર્થ પ્રકાશન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૫૩૫ ૨૦૭૨ ફેક્સ : ૨૫૩૯ ૨૭૮૯ E-mail : sanmargpic.net.net INNING ON Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધગિરિરાજ 8 રાજરાજેશ્વર શ્રી આદિનાથ પ્રભુ S a G ITI છે - = . ! ! ITI ST * . . | | Tી - A T | 4 કે I - , T = Ill ‘ો કરે છે i LI) - છે T== : IT - 11TI LITT _ - Jી Ora S | e રાકે = Jain Aduca on international Page #5 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ૨Uારીશ્વરજી મહારાજ Private & Personal use only Page #6 -------------------------------------------------------------------------- ________________ વર્ધમાન તપોનિધિ નિ:સ્પૃહમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજ Jain Educa ional Orrivee Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ I T - . માર્ગોનુગામી પ્રતિભાના સ્વામી, પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય શિરીષ્ટજી મહારાજી પાળary org Jain Education Page #8 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 0 0 0 0 બંધનમુક્તિનો સંદેશ (સિદ્ધાચલ તીર્થાધિરાજની શીતલ છાયા, શ્રી રામચંદ્રસૂરિરાજ સમુદાયની ૧ વર્ધિષ્ણુ નિશ્રા, ૧૪-૧૪ સૂરિવરો, શતાધિક સાધુ, ૪૫૦ જેટલા સાધ્વીજી અને ૧ ૩૫૦૦ આરાધકોનું ઐતિહાસિક ચાતુર્માસ, વર્તમાનકાળના મૂર્ધન્ય પ્રવચનકાર = બુલંદ અવાજના સ્વામી, અખૂટ ઉક્તિઓ અને અકાટટ્ય યુક્તિઓથી સભર આગમ આધારિત પ્રવચનધારા, રોજ સવારે ૧૦ના ટકોરે થતો “બુક્ઝિક્ઝ' - બોધ પામો - નો આખનાદ, આત્માને જગાડી બંધનને જાણી તોડવાનો હિતોપદેશ. સૈકાઓ પહેલા દેવાધિદેવ શ્રી મહાવીર પ્રભુ અને શ્રી સુધર્માસ્વામીજી વચ્ચે - તેમજ શ્રી સુધર્માસ્વામીજી અને શ્રી જંબૂસ્વામીજીવચ્ચે થયેલ સંવાદ... સૂરિવરોની પરંપરાએ અમ સુધી પહોંચ્યો... અમે ય એ સંવાદના એક પાત્ર બન્યા. આ ક યોગ્યતાની ખીલવટ વધતી વધતી અમને ય પ્રભુવીરમય બનાવે, બંધન-મુક્તિના : માર્ગે ! એ જ એક અભિલાષાથી આનું પ્રકાશન કરવામાં અલ્પ નિમિત્તભૂત બન્યા : છીએ. - પરમોપકારી વર્ધમાનતપોનિધિ પૂ. આ. શ્રી. વિજય ગુણયશસૂરીશ્વરજી = મહારાજ તથા પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી. વિજય કીર્તિયશસૂરીશ્વરજી | મહારાજનો ઉપકાર ઝીલીને રાજનગર-અમદાવાદ નિવાસી સ્વ.શ્રી શનાભાઈ ચંદુલાલ દલાલ - સ્વ. સવિતાબેન શનાલાલ દલાલ સ્વ. શ્રી રસિકલાલ શનાભાઈ દલાલ - સ્વ.શ્રી ભરતભાઈ શનાલાલ દલાલ શનાભાઈના સુપુત્રી સ્વ. ભારતીબેન - સર્વ સ્વજનોના આત્મશ્રેયાર્થે તેમજ પરિવારના તપસ્વીઓના તપ-અનુમોદનાર્થે 5 અ. સૌ. રશ્મીબેન નિતીશભાઈ દલાલે | સ્વ. પ્રેમચંદભાઈ માણેકલાલ ૧૦૪૧ સળંગ આયંબિલ કરી બેરીસ્ટરના આત્મશ્રેયાર્થે = સ્મૃતિમંદિર પ્રતિષ્ઠા મહોત્સવને | શ્રીમતી તારાબેન પ્રેમચંદભાઈ, અર્પણ કરેલ. વર્ધમાનતપ-૬૫ ઓળી હસમુખભાઈ-ચંદ્રકાન્તભાઈ-મયૂરભાઈ શ્રીમતી મીનાબેન ભરતભાઈ દલાલ શ્રીમતી પ્રજ્ઞાબેન રસિકલાલ દલાલની વિવિધ આરાધનાઓ નિતીશ શનાલાલ દલાલ નિરવ-અ.સૌ. હીના, સુજલ-અ.સો. જેસલ, વૈશલ, વર્ષિલ, સીમરન, આશ્મન Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય વ્યાખ્યાનવાચસ્પતિ, મહારાષ્ટ્રાદિ દેશોદ્ધારક, જૈનશાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ પરમનિઃસ્પૃહમૂર્તિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના પરમવિનેય અધ્યાત્મ-ધ્યાનયોગગ્રંથ નિષ્ણાત, જ્યોતિષશિલ્પવિશારદ, પ્રવચનપ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજે વિ.સં. ૨૦૫૩ થી ૨૦૧૭ સુધીના પાંચ વર્ષોમાં ચાતુર્માસિક તેમજ શેષકાલીન રોજીંદા વ્યાખ્યાનોમાં પ્રભુ શ્રીમહાવીરદેવે અર્થથી પ્રરૂપેલ અને શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ સૂત્રથી ગ્રથિત કરેલ શ્રી આચારાંગજી સૂત્રનું ખૂબ જ રસાળ, વૈરાગ્યવર્ધક શૈલીમાં વાચન કર્યું હતું. મુંબઈમાં શ્રી આચારાંગજી સૂત્રનાં પ્રથમ શ્રુતસ્કંધનાં વ્યાખ્યાનો પૂર્ણ થયાં. એ જ વેળાએ જિજ્ઞાસુ શ્રોતાવર્ગે બીજું આગમ અંગસૂત્ર સૂયગડાંગજી વાંચવા અંગે વિનંતી કરેલ. તપાગચ્છાધિરાજશ્રીજીના પટ્ટાલંકાર, પ્રશાંતમૂર્તિ, જ્યોતિષમાર્તડ, સુવિશાળ ગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની અંતિમ ઈચ્છા-પાલીતાણા ખાતે ચાતુર્માસ નિશ્રા આપવાની હતી. તે, તેઓશ્રીમદ્ભો સમાધિપૂર્વક ચૈત્ર વદ-રના કાળધર્મ થવાથી પૂર્ણ થઈ ન હતી. તેને સામુદાયિક રૂપે પરિપૂર્ણ કરવાની શુભ ભાવનાથી વિ. સં. ર૦૫૮માં પાલીતાણા, સાચોરી ભવન ધર્મશાળામાં જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી - પૂ. આ. શ્રી વિજય રવિપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય વરશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજ Page #10 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય મહાબલસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય પુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય અજિતસેનસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજ આદિ ૧૪-૧૪ સૂરિભગવંતો, શતાધિક સાધુ અને ૪૫૦ થી વધુ સાધ્વીજી ભગવંતોએ રામસણપૂના નિવાસી ધર્મબેન વિચંદ ટુકમાજી પરિવાર તથા મોકલસર નિવાસી સમરથમલ જીવાજી વિનાયકીયા પરિવાર આયોજિત ભવ્ય ચાતુર્માસ પ્રસંગે શુભનિશ્રા આપી હતી. તેઓશ્રીની નિશ્રા-ઉપસ્થિત તેમજ ત્રણ-ચાર હજાર જેટલા દૈનિક શ્રોતાવર્ગની સમક્ષ એ વિનંતીને સાકાર કરવારૂપ શ્રી સૂયગડાંગજી પરનાં વેધક પ્રવચનો શરૂ થતાં મયુરો મેઘ ગાજતાં નાચી ઉઠે તેમ ભવ્ય જીવો નાચી ઉઠ્યા હતા. સમ્યગ્દર્શનની શુદ્ધિ માટેનો શ્રી સૂયગડાંગ સૂત્ર અપૂર્વ ગ્રંથરાજ છે. તો એ સૂત્ર પર વ્યાખ્યાનો ફરમાવતા વ્યાખ્યાતા પણ વર્તમાન સમયના પ્રવર પ્રવચનક તેમજ પ્રવચનોપરાંત અન્ય વિવિધ શાખાવિષયક પ્રગર્ભ જ્ઞાનદાનથી શ્રીસંઘમાં અત્યંત આદરણીય વ્યક્તિત્વ ધરાવે છે. શાશ્વત તીર્થાધિરાજની છાયા ને ભવનસ્તારક ચાતુર્માસિક માહોલ વગેરે ભાવવર્ધક આલંબનો મળવાથી આ મહાન આગમના ભાવો અપૂર્વ ખૂલ્યા હતા, સુવાસી ગુલાબની જેમ ખીલ્યા હતા. જેની સુવાસથી હજારો ભવ્યાત્માઓએ બંધનને જાણી એ બંધનને તોડી આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાનો પુરુષાર્થ પ્રારંભ્યો હતો. સન્માર્ગના હજારો વાચકો તેમજ ત્યાંના શ્રોતાઓ તરફથી વારંવારની માંગ આવતી હતી કે – “આ પ્રવચનોને સન્માર્ગનાં પૃષ્ઠો પર સમાવવામાં આવે.” આગ્રહ એટલો બધો થતો હતો કે – “પૂરાં પ્રવચનો ન જ છાપી શકો તોય સારગ્રાહી અવતરણ તો જરૂર આપો. અમારાં જુગજૂનાં અંધારાં આ પ્રવચનોથી ઓગળે છે. અમે કાંઈક પ્રકાશ પામીએ છીએ. તે પ્રકાશ કિરણ લૂંટાઈ ન જાય માટે અમને પ્રવચન-સાહિત્યનું 5. Page #11 -------------------------------------------------------------------------- ________________ આલંબન આપો !” એમ વારંવાર અમારી પર અનુરોધો આવવાથી જિજ્ઞાસુ વર્ગના સંતોષ માટે... સન્માર્ગની ચાલુ કોલમોને ગૌણ કરીને ય પાલીતાણાના વ્યાખ્યાનોનો આંશિક રસાસ્વાદ કરાવવાનો શુભ નિર્ણય લેવાયો હતો. આશા જ નહિ, વિશ્વાસ હતો કે સુજ્ઞો તેને વધાવશે અને બન્યું પણ એવું જ. ત્યારબાદ થોડો સમય એનું પ્રકાશન અટક્યું. ફરી આગ્રહી વિનંતિઓનો મારો થતાં એનાં અવતરણો પૂરેપૂરાં આપવાની શરૂઆત કરાઈ. એ પ્રવચનો ખૂબ જ લોકપ્રિય બન્યાં. અંકમાં છપાયેલાં પ્રવચનો પુસ્તકાકારે થાય તો ઘણો લાભ થાય. એમ વિચારી એનું પુનઃ સંપાદન, અવલોકન, પરિમાર્જન, શુદ્ધિ-વૃદ્ધિકરણ તેમજ જેટલાં પ્રવચનો તૈયાર કરી શકાયાં ન હતાં, તેમનું પણ સંપાદનાદિ કરીને અત્રે તેને પુસ્તકાકાર આપવામાં આવ્યો છે. પાલીતાણામાં પહેલા શ્રુતસ્કંધના પહેલા સમય અધ્યયન ઉપર જ પ્રવચનો થયાં હતાં. એ પૈકીનાં કુલ ૩૩ પ્રવચનો આ પ્રથમ ત્રણ પુસ્તકોના સેટ રૂપે છપાયાં છે. પ્રથમ ભાગમાં ૧૩ પ્રવચનો, બીજા ભાગમાં ૧૪ થી ર૩ એમ ૧૦ પ્રવચનો અને ત્રીજા ભાગમાં ર૪ થી ૩૩ એમ ૧૦ પ્રવચનો છપાયાં છે. પાલીતાણા પછી વિ. સં. ૨૦૫૯માં અમદાવાદ-પાલડી-ભગવાનનગરના ટેકરે શ્રી વિશ્વનંદિકર જૈન સંઘના આંગણે આ જ આગમ ગ્રંથ પર પ્રવચનો થયાં, જેમાં પહેલું અધ્યયન વંચાયું. ત્યારબાદ વિ. સં. ૨૦૬૦માં સુરત-અઠવાલાઈન્સ ખાતેના ચાતુર્માસમાં બીજું-વૈતાલીક અધ્યયન વંચાયું; અને વિ. સં. ૨૦૬૧માં અમદાવાદપાલડી-વસંતકુંજ ખાતે ત્રીજા-ઉપસર્ગ પરજ્ઞા અધ્યયન પર માર્મિક પ્રવચનો થયાં હતાં. તે પ્રવચનો હવે પછી તૈયાર કરી પ્રકાશિત કરવા ભાવના રાખીએ છીએ. પરમાત્મા શ્રી મહાવીરદેવે પટ્ટશિષ્ય ગણધર શ્રી સુધર્માસ્વામીજીને સોપેલો, શ્રી સુધર્માસ્વામીજીએ શ્રી જંબુસ્વામીજીને સમર્પેલો અને ત્યારપછીના પટ્ટધરોની પરંપરાએ જૈનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા સુધી આવી પહોંચેલો આ શ્રુતવારસો તેઓશ્રીજીના આજીવન અંતેવાસી વર્ધમાનતપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાના ચરણોની સેવા કરતાં કરતાં આત્મસાત્ કરનાર પ્રવચનપ્રભાવક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજના માધ્યમથી આપણા સુધી આવી પહોંચ્યો છે. આપણા કર્ણપટલ સુધી આવેલ આ યુતવહેણને હૃદયકમળમાં સ્થાપિત કરી આત્મમહેલમાં પ્રતિષ્ઠિત કરીએ એ જ શુભકામના. - જન્માર્શ પ્રકાશન Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રભુવીરનો વારસોઃ આપણા સુધી આવી પહોંચ્યો ! પરમાત્મા શ્રી મહાવીરદેવે ફરમાવેલ ત્રિપદીને ઝીલી અગ્યારે ગણધર ભગવંતોએ ચૌદ પૂર્વપૂર્વક દ્વાદશાંગીની રચના કરી. પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ રચેલી દ્વાદશાંગીનું વહેણ આગળ વધ્યું. એમાંનું જ બીજું અંગઆગમ છે : “શ્રી સૂયગડાંગ સુત્ત'; એનું સંસ્કૃત નામ છે : “શ્રી સૂત્રકૃતાંગ સૂત્રમ્.' શ્રી આચારાંગજી નામના પ્રથમ અંગ આગમમાં શ્રમણ ભગવંતોના મોક્ષસાધક ભવ્ય-દિવ્ય આચારનું વર્ણન કર્યા બાદ બીજા શ્રી સૂયગડાંગ સૂત્રમાં મુખ્યત્વે દર્શનવાદની ચર્ચા-વિચારણા કરાઈ છે. આત્મા કર્મનાં બંધનોથી કેમ બંધાય છે ? તેની કારણ-મીમાંસામાં અહીં બધા જ મિથ્યાદર્શનોની માન્યતાઓ રજુ કરીને, એમાં રહેલા મિથ્યા-અંશનું બરાબર પરિમાર્જન કરવામાં આવ્યું છે. મિથ્યામતોની મિથ્યા-માન્યતાને આધીન બનેલું જગત પ્રથમ તો મિથ્યાત્વનું બંધન ઉભું કરે છે. એથી પ્રેરાઈ પરિગ્રહ, હિંસા અને મમત્વનાં બંધનો ઉભાં કરે છે અને એ બધાં જ બંધનોથી કર્મનું બંધન ઉભું થાય છે. આત્મા પાપકર્મથી બંધાઈ એના ફળ-વિપાકો ભોગવવા દુર્ગતિના દારુણ ચકરાવે ચડી જાય છે. દુર્ગતિના ચકરાવે ચડેલો જીવ દુઃખ અને દુઃખની પરંપરાનો ભોગ બને છે. એ દુ:ખી જીવોની કરુણાથી પ્રેરાઈ પ્રભુએ સુખનો માર્ગ બતાવ્યો. સમ્યગ્દર્શન એ સુખનો પ્રારંભ છે. સર્વવિરતિ એ સુખનો ઈહલૌકિક પારલૌકિક આસ્વાદ છે અને મોક્ષ-શિવગતિ એ સુખનું શાશ્વત ધામ છે. જૈન દર્શન જીવને સમ્યગ્દર્શન, સર્વવિરતિના માધ્યમે શાશ્વત સુખરૂપ સ્વ-ઘર સુધી પહોંચાડી આપે છે. એનો જ બોધ-માર્ગ શ્રી સૂયગડાંગ સૂત્ર સાધકને સમર્પે છે. આ સૂયગડાંગ સૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. શ્રુતસ્કંધ એટલે મોટા વિભાગો. જેમાં કોઈ વૃક્ષના મોટા બે થડ હોય તેમ આ આગમ ગ્રંથના બે વિભાગો શ્રુતસ્કંધ રૂપે ઓળખાય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ પહેલા શ્રુતસ્કંધનું નામ “ગાથા ષોડશ છે. પહેલા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયનો છે. અધ્યયન એટલે જ અધ્યાય. મુખ્ય મુખ્ય વિષય-વિભાગ જ્યાં જુદા પડતા. હોય તેને અધ્યાય કે અધ્યયન રૂપે ઓળખવામાં આવે છે. એ સોળ અધ્યયનોનાં નામો આ મુજબ છે : ૧ - સમય ૭ - કુશીલ પરિભાષા ૧૩ – યથાતથ્ય ૨ – વૈતાલિક ૮ - વીર્ય ૧૪ - ગ્રંથ ૩ – ઉપસર્ગ-પરિજ્ઞા ૯ - ધર્મ ૧૫ – આદાનીયા ૪ – સ્ત્રી-પરિજ્ઞા ૧૦ – સમાધિ ૧૬ - ગાથા ૫ – નરક-વિભક્તિ ૧૧ - માર્ગ ૬ - વીરસ્તુતિ ૧૨ – સમવસરણ આ સોળ અધ્યયનોમાં ઉદ્દેશાઓ (પેટા વિભાગો) નીચે મુજબ છે. અધ્યયન ઉદ્દેશ અધ્યયન ઉદ્દેશા અધ્યયન ઉદ્દેશા ૧૩ ૦૨ ૧૪ ૧ ૧૫ ૧ ૪ ૨ ૧૦ ૧ ૧૬ ૫ ૨ ૧૧ ૧ - કુલ–૧૬ કુલ–૨૬ એટલે પહેલા શ્રુતસ્કંધમાં કુલ અધ્યયનો-૧૬ અને કુલ ઉદ્દેશાઓ-૨૬ છે. બીજો શ્રુતસ્કંધ “મહાઅધ્યયન' નામે પ્રસિદ્ધ છે. એમાં અધ્યયનો-૭ છે અને પ્રત્યેક અધ્યયન સ્વયં ઉદ્દેશારૂપ છે. એટલે ઉદ્દેશા પણ ૭ જ છે. એટલે શ્રી સૂયગડાંગ સૂત્રના બંને શ્રુતસ્કંધોના મળી ૨૩ અધ્યયનો અને ૩૩ ઉદ્દેશાઓ છે. બીજા શ્રુતસ્કંધોના અધ્યયનોનાં નામો આ મુજબ છે : ૧ – પુંડરીક ૪ – પ્રત્યાખ્યાન ક્રિયા ૭ – નાલંદીય ૨ – ક્રિયાસ્થાન ૫ – આચારશ્રુત ૩ – આહારપરિજ્ઞા ૬ - આદ્રકીય Page #14 -------------------------------------------------------------------------- ________________ આ સૂયગડાંગ સૂત્ર મૂળ અને પંચાંગીના પઠન-પાઠન માટે કેવળ યોગવાહી, ગુરુઆજ્ઞા પ્રાપ્ત સાધુ ભગવંતો જ અધિકારી છે. ચતુર્વિધ શ્રીસંઘ ગીતાર્થ, બહુશ્રુત, સંવિગ્ન, ભવભીરુ ગુરુના શ્રીમુખે એના સૂત્ર-અર્થ-તદુભયનું વ્યાખ્યાન સાંભળવાનો અધિકારી છે. જૈનશાસનના ચાર અનુયોગો પૈકી આ અંગમાં મુખ્યત્વે દ્રવ્યાનુયોગનો અધિકાર છે. આમાં ૩૬૩ પાખંડીઓના મિથ્યા-સંકલ્પનોનું યુક્તિયુક્ત ખંડન અને સર્વાંગસુંદર, સર્વનય સમન્વયાત્મક, અનેકાંતમય, જૈનદર્શનનું અકાઢ્ય મંડન કરવામાં આવ્યું છે. આ મહાન આગમ ગ્રંથ સમ્યગ્દર્શનની વિશુદ્ધિને કરનાર હોઈ પ્રત્યેક ભવ્યાત્માએ સુયોગ્ય સદ્ગુરુ ભગવંત પાસે આનું વિધિવત્ શ્રવણ કરવું જોઈએ. શ્રી સૂયગડાંગ સૂત્રની વિવિધ પ્રકારે ભક્તિ કરવાથી પણ સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય છે. સ્વર્ણની શાહીથી ઉત્તમ તાડપત્ર, કાગળ ઉપર આ આગમ લખાવવું, એની દ્રવ્ય-ભાવ અર્ચા કરવી, સૂત્ર-અર્થ વ્યાખ્યાનકાર મહર્ષિનું સુગંધી દ્રવ્યો વગેરેથી પૂજન કરી જ્ઞાનના આચારોનું પાલન, બુદ્ધિના આઠ ગુણોનું ધારણ આદિપૂર્વક આ ગ્રંથનું શ્રવણ કરવાથી મિથ્યાત્વનાં પડલો દૂર થાય છે, સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને પ્રાપ્ત સમ્યગ્દર્શન વિશુદ્ધ થાય છે. મહાતીર્થના સાનિધ્યમાં, વડીલોની નિશ્રામાં, સકલસંઘની સમુપસ્થિતિમાં આ પ્રવચનો કરતી વખતે મેં અનેરી સંવેદનાઓ અનુભવી છે. પ્રભુવીરની વાણી અનેકવાર હૃદયને, જીવનને અને આત્માને સ્પર્શી છે. મેં મુખ્યપણે મારા આત્માને આગમના ઉદાત્ત ભાવોથી ભાવિત અને સંસ્કૃત કરવા માટે જ આ પ્રવચનો કર્યાં છે; સાથોસાથ શ્રવણ કરનાર આત્માઓના એકાંતે કલ્યાણની જ કામના સેવી છે. નિરૂપણ કરતાં ગ્રંથનો ભાવ જળવાય એની શક્ય કાળજી પણ રાખી છે. છતાં ક્યાંક ચૂક્યો હોઉં તો બહુશ્રુતો મને જણાવે તો પુનરાવલોકનમાં ઉપયોગી બની શકશે. અહીં રજુ થતાં પ્રવચનોનાં વાચન-મનનાદિ દ્વારા સૌ કોઈ અનાદિકાળથી મોહનિદ્રામાં સૂતેલા આત્માને જગાડી, આત્માને ભવ-દુઃખ બંધનમાં બાંધતા કર્મનાં બંધનો, પરિગ્રહ, હિંસા, મમતા અને મિથ્યાત્વનાં બંધનોને જાણી, એને તોડવાનો ભવ્ય પુરુષાર્થ કરી શાશ્વત સુખમય મોક્ષને પામે એ જ શુભાભિલાષા. .fct. આચાર્ય વિજય કીર્તિયશસૂરિ 9 Page #15 -------------------------------------------------------------------------- ________________ સૂયગડાંગ સૂત્રના સથવારે : ભાગ-૩ બંધન જાણો ! બંધન તોડો ! અલ્પાક્ષરી પરિચય પહેલા વિભાગમાં ‘સૂયગડાંગજી’નો વ્યાપક પરિચય અપાયો. બીજામાં સૂતેલા આતમરામને જગાડવાની નોબત જોર-શોરથી વાગી. હવે કામ રહ્યું - બંધનને જાણવાનું અને બંધનને તોડવાનું. આ વિભાગ બંધનના સ્વરૂપને ખૂબ જ વિસ્તૃત રીતે સમજાવે છે અને એ બંધનોને તોડવાના વ્યવહારુ ઉપાયોનું આપણને નિદર્શન કરાવે છે. આ વિભાગના પહેલા પ્રવચનમાં દશ પ્રકારે ક્લેશ અને નાશ નોંતરતા પરિગ્રહનાં મુખડાઓ બતાવ્યાં છે. બીજામાં લોભને થોભ હોતો નથી એ વાત પ્રભુશ્રી ઋષભદેવજી અને ૯૮ પુત્રોના સંવાદરૂપે દર્શાવી છે. આગળ વધી ‘હિંસા’ બંધનની ઓળખ પણ રજુ કરાઈ છે. ત્રીજા પ્રવચનમાં પરિગ્રહ અને મમતાની બંધન-ક્ષમતા દર્શાવી એમાં અનેકાંતવાદનો પ્રયોગ કરી અપેક્ષાએ બંને મારક હોવાનું સિદ્ધ કર્યું છે. ચોથું પ્રવચન ‘હિંસા’ના વિધવિધ પાસાઓ રજુ કરે છે. જગતમાં અને જીવનમાં થઈ રહેલ નાની-મોટી હિંસાને ઓળખાવી અને એનાથી બચવાના ઉપાયો દર્શાવે છે. પાંચમા પ્રવચનમાં સ્વજનાદિના મમત્વથી કેવી બંધનમાળા સર્જાય તેનું વર્ણન કરાયું છે. તો છઠ્ઠામાં મમતાથી વ્યાપતા અંધત્વથી કેમ બચવું તેનો માર્ગ દર્શાવાયો છે. ધન અને સ્વજનોના આધારે જીવન સુરક્ષિત નથી જ એ સંદેશ સાતમું પ્રવચન આપે છે. આઠમામાં-ધર્મના નામે કઈ રીતે અધર્મ થાય ? સાચો ધર્મ કઈ રીતે થાય એ વાત ખૂબ જ સરસ સમજાવેલ છે. નવમા પ્રવચનમાં પુનરાવર્તન કરાવી દશમામાં ‘મિથ્યાત્વ' નામે મહાબંધનને જાણી તોડવાનો ઉપદેશ આપી આ વિભાગ પૂરો કરાયો છે. પહેલા પ્રવચનમાં બીજી ગાથા પર પ્રવચનો પૂર્ણ કરી બીજા પ્રવચનમાં ત્રીજી ગાથાની વિવેચના શરૂ થઈ છે. પાંચમા પ્રવચનથી ચોથી ગાથા પર, સાતમા પ્રવચનથી પાંચમી ગાથા પર અને આઠમાથી છઠ્ઠી ગાથા પર વિવેચના થઈ છે. મુખ્યપણે બંધનને જાણી તોડવાની વાત ઉદ્દેશ કરાઈ હોઈ આ વિભાગ બંધન જાણો ! બંધન તોડો ! એવું નામ પામેલ છે. 10 Page #16 -------------------------------------------------------------------------- ________________ સુરત આઘાટ થંભ સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યમાં આત્મીયભાવે અત્યંત મહત્ત્વનો ફાળો આપી આધારસ્થંભ બનનારા પુણ્યવાનોની શુભ નામાવલિ ૧. ભોરોલતીર્થ નિવાસી મહેતા શાંતિલાલ હરીલાલ મુંબઈ ૨. હસમુખલાલ ચુનિલાલ મોદી મુંબઈ ૩. રમીલાબેન મહેન્દ્રભાઈ ચીમનલાલ શાહ મુંબઈ ૪. માણેકલાલ મોહોલાલ ઝવેરી મુંબઈ ૫. ભોરોલતીર્થ નિવાસી સંઘવી સ્વરૂપચંદ મગનલાલ હ. વાડીલાલ ૯. ભોરોલતીર્થ નિવાસી વોહરા જેવતલાલ સ્વરૂપચંદ અમદાવાદ ૭. શાહ પ્રેમચંદ ઈશ્વરલાલ મુંબઈ ૮. શ્રીમતી કંચનબેન સારાભાઈ શાહ હ.વિરેન્દ્રભાઈ (સાઈન્ટીફીક લેબ) અમદાવાદ ૯. ઝવેરી કુમારપાળ બાલુભાઈ મુંબઈ ૧૦. શાહ જોઈતાલાલ ટોકરદાસ હ. શાહ દિનેશભાઈ જે. મુંબઈ ૧૧. શાહ છબીલદાસ સાકળચંદ પરિવાર મુંબઈ ૧૨. શાહ ભાઈલાલ વર્ધીલાલ (રાધનપુર) હ. શાહ રાજુભાઈ બી. નવસારી ૧૩. ભોરોલતીર્થ નિવાસી સંઘવી મણીબહેન મનજીભાઈ હ. ચંપકભાઈ સુરત ૧૪. શાહ દલપતભાઈ કકલભાઈ (પીલુચાવાળા) સુરત ૧૫. સંઘવી શાંતિલાલ વાડીલાલ સુરત ૧૦. શાહ બાબુલાલ મંગળજી પરિવાર ઉબરી ૧૭. શ્રીમતી કંચનબેન કાંતિલાલ મણીલાલ ઝવેરી પાટણ હસ્તગિરિ પ્રતિષ્ઠા સ્મૃતિ નિમિત્તે ૧૮. પાલનપુર નિવાસી શાહ શશીકાંત પૂનમચંદ મુંબઈ ૧૯. શાહ ચમનલાલ ચુનીલાલ ધાનેરાવાળા મુંબઈ ૨૦. શાહ મંગળદાસ માનચંદ લિંબોદ્રાવાળા મુંબઈ ૨૧. ઝવેરી જીતુભાઈ ઝવેરચંદ ૨૨. શાહ લાલચંદ છગનલાલ પરિવાર પિંડવાડાવાળા મુંબઈ ૨૩. ધાનેરા નિવાસી શાહ ચંદનબેન કનૈયાલાલ હ. નરેશભાઈ નવસારી ૨૪. સુશીલાબેન પ્રતાપભાઈ દલાલ પાટણ ૨૫. સાલેચ્છા ઉકચંદજી જુગરાજજી અમદાવાદ ૨૭. શાહ જયંતિલાલ આત્મારામ અમદાવાદ ૨૭. શ્રીમતી પ્રવિણાબેન ચંપકલાલ ગાંધી ૨૮. શ્રીમતી સવિતાબેન મફતલાલ વારીયા હર કીર્તિભાઈ મફતલાલ વારીયા મુંબઈ ૨૯. છોટાલાલ નાથાલાલ શાહ મુંબઈ ૩૦. સીતાદેવી પોદાર મુંબઈ મુંબઈ મુંબઈ 11 Page #17 -------------------------------------------------------------------------- ________________ સુરત મુંબઈ મુંબઈ સુરત સહયોગી સન્માર્ગ પ્રકાશનના શુભકાર્યને પોતાનું માની આગવો ફાળો આપી સહયોગી બનનારા પુણ્યાત્માઓની શુભ નામાવલિ ૧. હેમચંદભાઈ મોતીચંદભાઈ ઝવેરી મુંબઈ ૨. અમુલખભાઈ પૂનમચંદભાઈ મહેતા હ. કુમારભાઈ આર. શાહ સુરત ૩. રમણિકભાઈ રેવચંદભાઈ શાહ ધાનેરાવાળા હ. અરવિંદભાઈ આર. શાહ ૪. સંઘવી સોહનરાજજી રૂપાજી મુંબઈ ૫. શ્રીમતી નિર્મળાબેન હિંમતલાલ દોશીહ.શ્રી ભરતભાઈ હિંમતલાલ દોશી મુંબઈ ૭. શ્રી કેશવલાલ દલપતલાલ ઝવેરી શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી ૭. શ્રી મણીલાલ નીહાલચંદ શાહ હ. રતિલાલ મણીલાલ શાહ મુંબઈ ૮. સ્વ. શાહ મૂળચંદ ધર્માજી તથા ભાંડોતરા તેમના ધર્મપત્ની પારૂલબહેન મૂળચંદજી પરિવાર ૯. સ્વ. ભીખમચંદજી સાકળચંદજી શાહ રતનચંદ ફુલચંદ ૧૦. શાહ પારૂબહેન મયાચંદ વરઘાજી જેસાવાડા ૧૧. શાહ મણીલાલ હરગોવનદાસ નેસડાવાળા હ. પ્રવિણભાઈ ૧૨. શ્રીમતી જયાબહેન પાનાચંદ ઝવેરી હ. પાનાચંદ નાનુભાઈ ઝવેરી મુંબઈ ૧૩. શ્રી દીપચંદ લલ્લુભાઈ તાસવાળા સુરત ૧૪. શાહ બાબુલાલ નાગરદાસ પટોસણ (ઉ.ગુ.)વાળા મુંબઈ ૧૫. શાહ અમીચંદ ખીમચંદ પરિવાર હ. યોગેશભાઈ તથા નિકુંજભાઈ ૧૬. શાહ માણેકલાલ નાનચંદ ૧૭. શાહ મયાચંદ મુલકચંદ પરિવાર ૧૮. શાહ બબાભાઈ ડાહ્યાલાલ રોકાણી (જૂના ડીસાવાળા) મુંબઈ ૧૯. શ્રી ચુનીલાલ માણેકલાલ દડીયા ૨૦. વીરચંદ પુનમચંદજી દલાજી (બાપલાવાળા) મુંબઈ હ. તુલસીબેન, કસુંબીબેન, સમુબેન ૨૧. અ.સૌ. પુષ્પાબેન મફતલાલ દલીચંદજી શાહ આલવાડા ૨૨. મેઘજી સાંગણ ચરલા હ. માલશી - ખેતશી મેઘજી ચરલા આઘોઈ-કચ્છ ૨૩. સ્વ. રસીકલાલ ચિમનલાલ ઝવેરી હ: અભયભાઈ મુંબઈ ૨૪. શાહ મફતલાલ જેશીંગભાઈ હ : ભરતભાઈ ૨૫. વીણાબેન ધીરજલાલ કપાસી મુંબઈ ૨૩. શ્રીમતી આશાબેન કિરીટભાઈ શાહ ૨૭. વોહરા રામચંદ હકમચંદ પાલડી-અમદાવાદ ૨૮. કલાબેન કાંતિલાલ પનાજી જેતાવાડા-મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ નવસારી મુંબઈ 12 Page #18 -------------------------------------------------------------------------- ________________ " રામ / 7 / ૪ / મ/ ણિકા - ૧. પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે. ૧ ૨. હિંસા કે પ્રતિહિંસાથી વૈર શમતું નથી પણ વધે છે ૩. બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બન્નેય ? ૪. હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો? ૫. મમતાનાં બંધન જો ન તૂટ્યાં તો... ૬. દેખતા'ને પણ “આંધળા’ બનાવે છે મમતા ૭. પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ! ૮. ધર્મ અને ધર્માનુષ્ઠાનમાં મોટો ફરક છે ૯. માયા દેખી મુનિવર ચળે અર્થની અનર્થકારિતા : ૧૦. બંધનનું ય બંધન છે મિથ્યાત્વ 13 Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ 24 ૧ – પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ દીd કલેશ અને વિનાશને નોતરે છે - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ વદ-૧, શુક્રવાર, તા. ૨૩-૮-૦૨, સાચોરી ધર્મશાળા, પાલીતાણા • બાહ્યપરિગ્રહ નવ પ્રકારનો : • વિધાનોનો મર્મ સમજો ! • હાથે કરીને આપત્તિ વહોરાઈ છે • પ્રતિજ્ઞા આપવી જેમ ગુરુનું કર્તવ્ય તેમ • પરિગ્રહથી દશ પ્રકારે ક્લેશ અને નાશ : પળાવવી એ પણ ગુરુનું કર્તવ્ય છે : • ૧ - દ્વેષનું ધર : • ૫ - અભિમાનનો મિત્ર : • કંસારાના કબુતર ન બનો : • ૬ - ધ્યાનનું ઘર : • ૨ – ધીરતાનો હાસ : • ૭ – કટકારી શત્રુ •... તેવાને ધર્મસ્થાનમાં ય ગુરુ ગૌણ અને ૮-૯ - દુઃખનો જન્મ અને સુખનું મૃત્યુઃ ધન મુખ્ય બને : • ૧૦ - પાપનું પોતાનું ઘર : ૦૩ – ક્ષમાનો શત્રુ : • કાંક્ષા-શાક-રક્ષણ-અતૃપ્તિ : - ૪ - વિક્ષેપનો સર્જક : વિષય : ઉપમાના માધ્યમે પરિગ્રહની સમજ. પરિગ્રહ પાપ છે, બંધન છે એ વાત હજુ ય ગળે ઊતરતી નથી. ખૂબ પંપાળેલો છે માટે. ગુરુ-શિષ્યના સંબંધો ય વિવેક ન હોય તો પરિગ્રહ બની જાય. ધર્મનાં સાધનો પણ અવિવેકી માટે પરિગ્રહ બની જાય. આ લીસ્ટ ઘણું લાંબુ થઈ શકે તેમ છે. હું અને મારું' આ બે વાસનાએ જીવને રખડાવ્યો છે. પરિગ્રહનું પ્રેરણાસ્થાન પણ એ જ છે. એ પરિગ્રહ નામના મહાગ્રહથી છોડાવવા માટે જ્ઞાની અહીં એક મજાનો શ્લોક લઈ આવ્યા છે. ‘દેવસ્થાવતનં” દશ દશ પ્રકારે જીવના હાડકાં ખોખરાં કરી દેતા પરિગ્રહ નામના દશમાં ગ્રહની આ વ્યાપક વિપાકલીલાનું વર્ણન પ્રવચનકારશ્રીજીએ અહીં પોતાની આગવી ઢબથી પ્રભાવક રીતે કર્યું છે. થોડી ઘણી ય મોહની લઘુતા થઈ હોય એવા આત્માને માટે આ વર્ણન વૈરાગ્યપ્રદ બને તેવું છે. પ્રવચનનું પ્રતિબિંબ * જ્યાં સુધી હું અને મારું - આ રટણ ચાલુ છે, ત્યાં સુધી ખુદ ભગવાન તીર્થંકર પરમાત્મા પણ મને કે, તમને બચાવી નહિ શકે. જેઓનો સંસારરસ નીચોવાઈ ગયો છે કે ઘટી ગયો છે એવા વિવેકીજનોમાં ક્યારેય પૈસાની બોલબાલા હોતી નથી. Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્રોત 'चित्तमंतमचित्तं वा, परिगिझ किसामवि । अण्णं वा अणुजाणाइ, एवं दुक्खा ण मुछइ ।।२।।' ‘સજીવ કે અજીવ કોઈપણ પદાર્થનો પરિગ્રહ કરવો કે તેમ કરતા અન્યને અનુમોદન આપવું. આમ કરવાથી દુઃખથી છૂટાતું નથી.' Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧ : પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ રીતે ફ્લેશ અને વિનાશને નોંતરે છે અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ જંબુસ્વામીજીને ઉદ્દેશીને આત્મજાગૃતિનો નાદ સંભળાવીને બંધનને ઓળખવાનું અને એને ઓળખીને તોડવાનું જ્યારે કહ્યું હતું, ત્યારે જંબૂસ્વામીજીએ પ્રશ્ન કર્યો હતો કે, ભગવંત ! ભગવાનશ્રી મહાવીરે બંધન કોને કહ્યું છે ? અને શું જાણીને તેને તોડી શકાય છે ? તેના જવાબમાં આ મહાન એવા શ્રી સૂયગડાંગ સૂત્રનો જન્મ થયો છે. તેમાં બંધનોને ઓળખાવ્યાં છે અને તેને તોડવાના માર્ગો બતાવીને તે માર્ગે ચાલવા સાધકને પ્રોત્સાહિત કર્યો છે. અનંતવીર્યના સ્વામી એવા આત્માને બાંધવાની તાકાત કોની હોય ? આમ છતાં કર્મે તેને બાંધ્યો છે. જેને લઈને ચાર ગતિ અને ચોર્યાસી લાખ યોનિઓમાં આત્મા અટવાયો છે, અનંત જન્મ-મરણના ચક્રાવામાં એ ફસાયો છે. કલ્પનાતીત દુ:ખોનો, નરી વિડંબણાઓનો, વિષમ પરિસ્થિતિઓનો અને દુઃખોની પરંપરાનો એ ભોગ બન્યો છે. સામાન્ય રીતે કોઈને પણ ન સમજાય એવી આ વાત છે કે, અનંતશક્તિના સ્વામી એવા પણ આત્માની બેહાલી આ કર્મો કરી શકે. આવું બને જ શી રીતે ? કર્મો જડ છે. આત્મા ચેતન છે. છતાં એ આત્માને બાંધે છે તો કયાં એવા પરિબળો છે કે જેના સહારે આ જડ કર્મો ચેતનવંતા આત્માને બાંધી શકે છે ? મનને મુંઝવતા આ પ્રશ્નનો સાચો અને સચોટ ઉત્તર આપતાં ભગવાન શ્રી મહાવીરદેવે સૌ પ્રથમ ત્રણ કારણો બતાવ્યાં છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ બંધન જાણો ! બંધન તોડો ! પહેલા નંબરે પરિગ્રહ, બીજા નંબરે આરંભ-હિંસા અને ત્રીજા નંબરે મમત્વ. કર્મબંધમાં મુખ્ય કારણ પરિગ્રહ છે - આ પરિગ્રહ માટે જ મોટે ભાગે હિંસા થાય છે કે, કરાય છે અને મમત્વની ભાવનામાંથી પરિગ્રહ ભેગો કરવાનું કે હિંસામાં પ્રવૃત્તિ કરવાનું થાય છે. આ ત્રણેયની સાંકળ છે. સીધી નજરે જે વાત આપણા જોવામાં આવે, આપણા અનુભવવામાં આવે તે જ વાત પરમાત્માએ અહીં બતાવી છે. ૩ 556 સામાન્ય રીતે મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ - આ પાંચને કર્મબંધનાં કારણો બતાવ્યાં છે. ક્યાંક મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એમ ચાર કારણો બતાવ્યાં છે. ત્યાં પ્રમાદનો કષાયમાં સમાવેશ કરી દીધો છે, ક્યાંક મિથ્યાત્વ અને અવિરતિ - એમ બેને કર્મબંધનાં કારણ તરીકે બતાવીને કષાય અને યોગનો તેમાં સમાવેશ કરી લીધો છે. ટૂંકમાં ભલે કોઈ પણ શૈલીમાં કર્મબંધનાં કારણો બતાવ્યાં પણ બધી વાતનો મર્મ એક જ છે - મિથ્યાત્વને ઓળખવું, અવિરતિને ઓળખવી, કષાયોને ઓળખવા, પ્રમાદને ઓળખવા અને યોગને ઓળખવા. આ દરેકને ઓળખવા જેટલા જરૂરી છે, તેટલા જ તે ઓળખાવા અઘરા પણ છે. અપેક્ષાએ આ બધામાં કષાયને ઓળખવા સૌથી વધારે અઘરા છે. કષાયોની તીવ્રતાના કારણે મિથ્યાત્વ અને અવિરતિને ઓળખવું પણ ઘણું કઠીન છે. આ કષાયો જાગ્યા કે ન જાગ્યા ? તે નબળા છે કે સબળા છે ? સક્રિય છે કે નિષ્ક્રિય છે, પ્રશસ્ત છે કે અપ્રશસ્ત છે ? - તે પિછાણવું અઘરું છે. પ્રમાદ પણ જાણવો અઘરો છે. યોગની વાત તો પછીની છે. જો કષાય બરાબર ઓળખી લેવાય અને જીતી જવાય તો એના સહારે મિથ્યાત્વ અને અવિરતિને જીતવું ય સહેલું છે. પ્રમાદ અને યોગને જીતવું ય સહેલું છે. એટલા જ માટે પ્રભુએ અહીં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ - એવી પરિભાષાનો ઉપયોગ ન કરતાં નાનામાં નાની અલ્પજ્ઞમાં અલ્પજ્ઞ અને મોટામાં મોટી કે પ્રબુદ્ધમાં પ્રબુદ્ધ વ્યક્તિ પણ સમજી શકે તેવી પરિભાષાનો ઉપયોગ કરીને, પરિગ્રહ, હિંસા અને મમતાને બંધન ત૨ીકે, કર્મબંધનાં કારણ તરીકે ઓળખાવ્યા છે. - નાનો બાળક હોય કે પ્રૌઢ હોય, મૂર્ખ હોય કે પ્રાજ્ઞ હોય એમાંથી કોઈ પણ, બંધન કોને કહેવાય ? અગર તો કર્મો શાનાથી બંધાય ? - એ સહેલાઈથી સમજી Page #24 -------------------------------------------------------------------------- ________________ ૫ – ૧ઃ પરિગ્રહનામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે -24 - 557 શકે તે માટે સાવ સહેલી ભાષામાં પરમાત્માએ કહ્યું કે, પરિગ્રહ એ બંધન છે. રૂપિયો-ધન-સંપત્તિ વગેરે જંગમ મિલકત કે મકાન-જમીન વગેરે સ્થાવર મિલકત એ બધો પરિગ્રહ છે અને આ બધો પરિગ્રહ કર્મબંધનનું કારણ છે, માટે એ પોતે પણ બંધન છે – એમ ભગવાન મહાવીરે કહ્યું છે. જેને આપણે સુખનું સાધન માનીએ છીએ, તેને જ ભગવાન દુઃખનું સાધન કહે છે. ભગવાન મહાવીર કહે છે કે, પરિગ્રહ ભેગો કરીને અમે દુઃખથી છૂટશું એવું જો તમે માનતા હો તો તમે ભ્રમમાં છો. આ તમારો ભ્રમ તોડો ! પરિગ્રહ ભેગો કરીને તમે ક્યારેય દુઃખથી મુક્ત નહિ બની શકો. “ર્વ ટુવસ્થા મુષ્ય ' આ વચનો દ્વારા ભગવાને આપણો ભ્રમ તોડવાનું કામ કર્યું છે, આપણી મિથ્થામાન્યતા ઉપર ઘા મારીને ભગવાને આપણને નરી વાસ્તવિકતાનું ભાન કરાવવાનો પ્રયત્ન કર્યો છે. બંધનને બંધન તરીકે ઓળખાવીને આપણને એ બંધનોથી ઉગારી લેવાનો પ્રભુનો આ કરુણાપૂત પ્રયત્ન છે. બાહ્યપરિગ્રહ નવ પ્રકારનો : ધન-ધાન્ય-ક્ષેત્ર-વાસ્તુ આદિ નવ પ્રકારનો બાહ્યપરિગ્રહ છે. ધનમાં રૂપિયા વગેરે આવે - ૧, ધાન્યમાં ચોવીસ પ્રકારનાં અનાજો આવે - ૨. એક કાળ હતો - જેમાં બે-બે, પાંચ-પાંચ વર્ષ સુધીનાં અનાજનો સંગ્રહ થતો. જેની જેવી ક્ષમતા, એ ક્ષમતા પ્રમાણે અનાજનો સંગ્રહ કરાતો. આજે પણ વેપારીઓ પોતપોતાના ગજા મુજબ ગોડાઉનોનાં ગોડાઉનો ભરીને ધાન્યનો સંગ્રહ કરતા હોય છે. જેમ ધન પરિગ્રહ છે, તેમ ધાન્ય પણ પરિગ્રહ છે. ક્ષેત્રમાં ખેતરોજગ્યાઓ આવે – ૩, વાસ્તુમાં બિલ્ડીંગો-મકાન-બંગલા-ફ્લેટ વગેરે આવે - ૪, રૂપ્યમાં ચાંદી અને તેની વસ્તુઓ આવે – ૫, સુવર્ણમાં સોનું અને તેમાંથી બનેલ અલંકાર વગેરે વસ્તુઓ આવે - ૬, કુષ્યમાં સોના-રૂપા સિવાયની વિવિધ ધાતુઓ અને એમાંથી બનેલ વિવિધ વસ્તુઓ આવે. તેમજ તમારું ફર્નિચર પણ તેમાં જ આવે - ૭, દ્વિપદમાં પત્ની-પુત્ર, દાસ-દાસી, નોકર-ચાકર, પંખીઓ વગેરે આવે - ૮ અને ચતુષ્પદમાં ગાય, ભેંસ, હાથી, ઘોડા, કૂતરાં વગેરે આવે - ૯ : આ નવે નવ પ્રકારનો પરિગ્રહ કર્મબંધનનું કારણ છે, માટે તે પોતે પણ બંધન છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૬ ૩ બંધન જાણો ! બંધન તોડો ! - સભા : પરિગ્રહને તમે બંધન કહો છો, પણ ચોથા વ્રતનું મહત્ત્વ પણ ઘણું છે. જે વ્યક્તિ ચોથું વ્રત સ્વીકારે, તેણે અડધી દીક્ષા સ્વીકારી કહેવાય, તેમ તમે કહેલું તેથી અહીં મૈથુન એ બંધન છે, તેમ કેમ કહ્યું નથી ? 558 પત્ની કે સ્ત્રી, પતિ કે પુરુષ કે અન્ય કોઈ પણ પદાર્થના સહયોગ વિના મૈથુન શક્ય નથી. તેથી પત્ની કે સ્ત્રી, પતિ કે પુરુષ વગેરેનો દ્વિપદના પરિગ્રહમાં સમાવેશ થઈ જાય છે, માટે અલગ વિવક્ષા કરી નથી. પત્ની કે સ્ત્રી, પતિ કે પુરુષ જેમ પરિગ્રહ હોવાથી બંધન છે; તેમ તેને લગતાં તમામ પ્રકારનાં કામભોગનાં સાધનો પણ પરિગ્રહ છે, બંધન છે. જેમ પત્ની અને પત્નીને લગતી કામભોગની સામગ્રી બંધન છે, તેમ દીકરાદીકરી, જમાઈ, વેવાઈ, નોકર-ચાકર એ પણ બંધન છે. બે પગવાળાં બધાં જ. જે પોતાનાં લાગતાં-વળગતાં, સગા-સંબંધી, જેમ કે, આ મારી પત્ની, આ મારો દીકરો, આ મારી દીકરી, આ મારો જમાઈ, આ મારો વેવાઈ, આ મારો સાળો, આ મારો સાઢુભાઈ, આ મારો નોકર, આ મારો ચાકર, આ મારો મેનેજ૨; આ મારાં સગાં, આ મારાં વહાલાં; આ બધાં બંધન. સભા ઃ કોઈને આ મારો દીકરો છે, એમ પણ ન કહેવાય ? લાગણીથી બોલો તો બંધન ! આ મારાપણાનો ભાવ તે બંધન. પરંતુ વ્યવહા૨ની સ્મૃતિ માટે આ મારો પુત્ર છે, એમ કહેવાથી બંધન ન બને. સભા : આ મારો શિષ્ય છે, એમ તમે કહો તો ? એ શિષ્ય પ્રત્યે મારાપણાનો ભાવ જાગે તો શિષ્ય એ પણ બંધન અને તમને અમારા માનીએ અને કહીએ કે આ અમારા ભક્ત, તો તે પણ બંધન. પરંતુ કર્તવ્યભાવની સ્મૃતિ માટે આ મારો શિષ્ય છે કે, આ મારો ભક્ત છે - એમ કહેવાથી બંધન ન બને. સભા ઃ ગુરુ અમારા છે, એમ માનીએ તો ? ગુરુને ગુરુ તરીકે સ્વીકારો, તરવા માટે સ્વીકારો તો બંધન નહિ પણ ગુરુ પ્રત્યે વૈયક્તિક મમત્વ બંધાય અને આત્મકલ્યાણનો, તરવાનો ભાવ બાજુમાં રહી જાય, તો એ પણ બંધન. બીજી એ વાત પણ સમજી લો કે, ‘આ મારા ગુરુ’ એવું માનવામાં પોતે ગુરુ સાથે બંધાવાનો ભાવ હોવો જોઈએ. ગુરુને પોતાની સાથે બાંધવાનો ભાવ ન હોવો જોઈએ. પોતે ગુરુને સમર્પિત થવાનો ભાવ જોઈએ, Page #26 -------------------------------------------------------------------------- ________________ ૭ - ૧: પરિગ્રહનામનો ગ્રહદશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે -24 - 559 પણ ગુરુને પોતાને આધીન કરવાનો ભાવ ન જોઈએ અને ગુરુ સાથે બંધાવાનો કે ગુરુને સમર્પિત થવાનો ભાવ પણ આત્મકલ્યાણ માટેનો જ હોવો જોઈએ. એ ભાવ જો બાજુમાં રહી જાય તો એ પરિસ્થિતિ પણ બંધન બની જાય. હવે તમે જ મને કહો કે, તમારે ગુરુ કેવા જોઈએ ? તમે કહો તેમાં હા પાડે તેવા કે, તમારું આત્મહિત થાય, એવો જ માર્ગ બતાવે તેવા? આજે તો ઘણાંને એવા જ ગુરુ જોઈએ કે જે પોતે કહે તેમાં હા પાડે, પોતાનું કહ્યું કરે. પોતે કહેલી વાતને બરાબર સાંભળે અને પોતે જે પણ વાત લઈને જાય, તે 'O.K.' કરી આપે. બધી રીતે પોતાને અનુકૂળ આવે તેવા ગુરુ જોઈએ, એવાને માનો કે એવા જ ગુરુ મળી જાય તો એના માટે તે ગુરુ પણ બંધન. દેવ, ગુરુ, ધર્મ ક્યારે કયા સંયોગમાં બંધન બને ? કયા સંયોગમાં બંધન ન બને; કયા સંયોગમાં બંધન વધારનાર બને અને કયા સંયોગમાં બંધન છોડાવનાર બને, એ બધી જ વાતો કરવી છે, તે પછી કરીશ. હમણાં તો મારે તમને સીધી તમારા સંસારની વાત કરવી છે. પહેલાં જાડાં-જાડાં બંધન સમજો, પછી ઝીણાં ઝીણાં બંધનો સમજાવીશ. જેમ દ્વિપદ પરિગ્રહ છે, તેમ ચતુષ્પદ પણ પરિગ્રહ છે. તેમાં ગાય, ભેંસ, બકરાં, હાથી, ઘોડા, ઊંટ વગેરે આવે, આ બધાં પણ બંધન છે. હાથે કરીને આપત્તિ વહોરાઈ છે : પરિગ્રહ રૂપે આ નવે નવ બંધનરૂપ છે. કર્મનાં બંધનોનું સર્જન કરે છે. આત્માને બાંધે છે. આત્માની ચેતનાને ગૂંગળાવવાનું કામ કરે છે. નવે પ્રકારનો પરિગ્રહ એ અનર્થનું મૂળ છે, એમ ટીકાકાર મહર્ષિ અહીં લખે છે. વ્યવહારમાં પણ સારા વિચક્ષણ માણસો આ જ બોલે છે – “જર, જમીન ને જોરુ, ત્રણે કજીયાનાં છોરુ' જર એટલે રૂપિયો વગેરે ધન-સંપત્તિ, જમીન એટલે વાસ્તુ-ક્ષેત્ર આદિ બધું અને જોરુ એટલે દ્વિપદ-ચતુષ્પદ વગેરે. આ ત્રણે કજીયાનાં મૂળ છે. માટે દુઃખનાં મૂળ છે. એટલે દુઃખનાં, છોરું છે. છોરું એટલે છોડ : જેમ ફુલના છોડ ઉપર ફુલ આવે તેમ આ છોડ ઉપર દુઃખ આવે. જેમ ગુલાબનો છોડ તેમ કજીયાનો છોડ. જેમ ગુલાબના છોડ ઉપર ગુલાબ ઊગે તેમ આ જર-જમીન અને જોરુના છોડ ઉપર કજીયા ઊગે. Page #27 -------------------------------------------------------------------------- ________________ બંધન જાણો ! બંધન તોડો દુનિયાનાં જેટલાં પણ ક્લેશ-સંક્લેશ છે, તે આમાંથી જ થાય છે. સમાજને પણ સ્વીકારવું પડ્યું છે કે, આ દુઃખનું મૂળ છે. આપણે આ હંમેશાં બોલ્યા, પણ વિચાર્યું ક્યારેય નહિ. ૩ અર્થની અનર્થકારિતા, સંપત્તિની વિડંબણા સમજાવવા માટે ટીકાકાર મહર્ષિ અદ્ભુત શ્લોક લઈ આવ્યા છે. 'ममाहमिति चैष यावदभिमानदाहज्वरः, कृतान्तमुखमेव तावदिति न प्रशान्त्युन्नयः । यशःसुखपिपासितैरयमसावनर्थोत्तरैः, परैरपसदः कुतोऽपि कथमप्यपाकृष्यते । । १ । ।' ‘મારું’ અને ‘હું’ – આ પ્રકારનો અભિમાનરૂપ દાહ-જ્વર જ્યાં સુધી વિદ્યમાન છે, ત્યાં સુધી યમરાજનું મુખ શાંત થતું જ નથી અર્થાત્ ત્યાં સુધી મૃત્યુની પરંપરા અટકતી નથી; ફળરૂપે અનર્થને જ પામનારા યશ અને સુખની પિપાસાવાળા લોકો વડે આ આપત્તિ પ્રાપ્ત કરાઈ છે, જે બીજા લોકો વડે ક્યાંથી અને કઈ રીતે દૂર કરી શકાય ?’ આ રીતે આ શ્લોકમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે, જ્યાં સુધી ‘હું’ અને ‘મારું’ની ભાવના જીવતી છે, ત્યાં સુધી અંદરથી બળ્યા જ કરો ! આ ભાવનાને દાહજ્વરની ઉપમા આપવામાં આવી છે. દાહજ્વર જેને થયો હોય તેને ચેન ન પડે, શરીર ન વળે, ખાવું ભાવે નહિ. ‘હું ને મારું', આ ભાવના જીવતી રહે, ત્યાં સુધી આત્મા માયકાંગલો ને માયકાંગલો જ રહે. બળવાન ન બને. જ્યાં સુધી ‘હું અને મારું’ની ભાવના જીવતી છે, ત્યાં સુધી યમરાજનું મોઢું ક્યારે ય બંધ થવાનું નથી. એ તમારો કોળિયો કર્યા જ કરશે. ‘શાંતસુધારસ’ના એક શ્લોકમાં જણાવ્યું પણ છે કે - 'मुखगतान् खादतस्तस्य करतलगतै - र्न कथमुपलप्स्यतेऽस्माभिरन्तः ।' ‘આ યમરાજ, જે એના મુખમાં છે, તેને ચાવી રહ્યો છે તો એના હાથમાં રહેલા આપણને શું મોત આવવાનું નથી ?' 560 Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧ : પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે – 24 — 561 જ્યાં સુધી હું અને મારું - આ રટણ ચાલુ છે, ત્યાં સુધી ખુદ ભગવાન તીર્થંકર પરમાત્મા પણ મને કે, તમને બચાવી નહિ શકે. ભગવાન સદેહે વિચરતા હતા તે જ કાળમાં પણ જેને ઘણું મળ્યું હતું છતાં ન છોડ્યું તે મમ્મણ જેવા સાતમી નરકે ગયા અને જેને કાંઈ નહોતું મળ્યું છતાં મેળવવાની ભાવનાને છોડી અને મળે તોય ન લેવાનો નિર્ધાર કર્યો તે ત્યાગી કઠીયારો સગતિમાં ગયો. ૯ ધન્ના અને શાલિભદ્ર જેવાને મળ્યું હતું તે ત્યાગ્યું તો તરી ગયા. ‘હું’ અને ‘મારું’ - એ વૃત્તિ કેટલી ખરાબ અને ખતરનાક છે, - તે જણાવતાં પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતે પણ ‘જ્ઞાનસાર’માં કહ્યું કે : 'अहं ममेति मन्त्रोऽयं मोहस्य जगदान्ध्यकृत् ।।' ‘હું અને મારું’ આ જગતને આંધળો બનાવતો મોહનો મંત્ર છે' – - અવિવેકી એવું જગત આ મંત્રનો નિરંતર જાપ કરે છે અને પોતાના અંધાપાને વધુ ને વધુ દૃઢ કરે છે. જ્યાં સુધી આ જાપ ચાલુ રહેશે, ત્યાં સુધી ખુદ તીર્થંકરો પણ કાંઈ નહિ કરી શકે. માત્ર આપણે ત્યાં જ નહિ અજૈન ગ્રંથ ‘મહાભારત'માં પણ કહ્યું છે અને મારે તમને બે પદ બતાવવાં છે. ૧ મમતા ને ૨ નિર્મમભાવ. મમતા એ સંસારનું કારણ છે અને નિર્મમભાવ એ મોક્ષનું કારણ છે. મમતા એ સંસારનું કારણ છે - બંધનનું કારણ છે અને નિર્મમભાવ એ મોક્ષનું કારણ છે. જો બંધનથી છૂટવું છે તો નિર્મમભાવ કેળવવાનો પ્રયત્ન કરો, જો મમતા ક૨વી જ હોય તો કર્મોથી બંધાવા અને તેનાં દારુણ પરિણામો ભોગવવા તૈયાર રહો ! પરિગ્રહથી દશ પ્રકારે ક્લેશ અને નાશ : - આ પરિગ્રહની પાછળ કેવા દારુણ વિપાકો ભોગવવા પડે છે, તેનું ટીકાકાર મહર્ષિએ આ ચાલુ ગાથાની ટીકામાં એક શ્લોક ટાંકીને બહુ સ્પષ્ટ રીતે વર્ણન કર્યું છે. ''द्वेषस्यायतनं धृतेरपचयः क्षान्तेः प्रतीपो विधिर्व्याक्षेपस्य सुहृन्मदस्य भवनं ध्यानस्य कष्टो रिपुः । 'दुःखस्य प्रभवः 'सुखस्य निधनं पापस्य वासो निजः, प्राज्ञस्यापि परिग्रहो ग्रह इव क्लेशाय नाशाय च । । १ । । ' Page #29 -------------------------------------------------------------------------- ________________ O – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! —— — 562 આ પરિગ્રહ – એ ૧ - દ્વેષનું ઘર છે, ૨ - ધીરતાનો દાસ છે, ૩ - ક્ષમાનો શત્રુ છે, ૪ - વિક્ષેપનો સર્જક છે, ૫ - અભિમાનનો મિત્ર છે, ૬ - દુર્ગાનનું ઘર છે, ૭ - કષ્ટકારી શત્રુ છે, ૮ – દુઃખનો જન્મ છે, ૯ - સુખનું મૃત્યુ છે, ૧૦ – પાપનું પોતાનું ઘર છે. આવો પરિગ્રહ, પ્રજ્ઞાવાન બુદ્ધિમાનને પણ ગ્રહ(વળગાડ)ની જેમ ક્લેશ અને વિનાશનું કારણ બને છે.' નવે નવ પ્રકારનો પરિગ્રહ કેટલો ખરાબ છે અને કેવાં કેવાં વિનાશક પરિણામોને સર્જે છે, તેનું ધ્યાન આ શ્લોકમાં આપવામાં આવ્યું છે. સભા આ વાતને થોડી વિગતવાર સમજાવો તો સારું ! પહેલાં આ દશેય બાબતોને ટુંકાણમાં પણ યાદ રાખો તો વિગતવાર સમજવું સહેલું પડશે. સામાન્ય રીતે જેમ ગ્રહો નવ પ્રકારના છે, તેમ પરિગ્રહ પણ ધન, ધાન્ય વગેરે નવ પ્રકારનો છે. આ નવ પૈકી કોઈપણ પ્રકારનો પરિગ્રહ એ દ્વેષ, દુર્ભાવ, એકબીજા સાથે દુશ્મનાવટનું કારણ છે - ૧. પરિગ્રહના કારણે વ્યક્તિના જીવનમાં જે પણ ધીરજ, ધીરતા હોય તે ઘટતી જાય છે ૨, ક્ષમાશાંતિ ખતમ થાય છે - ૩, જીવનમાં વિક્ષેપો ઉભા થાય છે – ૪, અહંકાર વધતો જાય છે – ૫, આર્ત અને રૌદ્રધ્યાન ઘર કરી જાય છે – ૬, જીવનમાં અનેક પ્રકારનાં કષ્ટો પેદા થાય છે - ૭, વિધ-વિધ પ્રકારનાં દુઃખોનો પ્રાદુર્ભાવ થાય છે – ૮ અને દરેક પ્રકારનાં સુખોનો નાશ થાય છે - ૯. એટલું જ નહિ પણ આ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૧ – ૧:પરિગ્રહનામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે-24 – 563 પરિગ્રહ એ પાપનું તો પોતાનું જ ઘર છે - ૧૦ માટે જ આ પરિગ્રહ સામાન્ય વ્યક્તિઓને તો પરેશાન કરે જ છે, પણ પ્રજ્ઞાવાન લોકોને માટે પણ ગ્રહની જેમ એટલે કે વળગાડની જેમ ક્લેશ અને વિનાશનું કારણ બને છે. પરિગ્રહનું આ સ્વરૂપ સમજ્યા પછી કોઈપણ વિવેકી એનો પડછાયો લેવાનું પણ પસંદ ન કરે. સભા : સાહેબ ! એક એક મુદ્દો થોડો વિગતવાર સમજાવો તો સારું. તમારી ભાવના છે, તો વિગતવાર વિચારીએ. ૧ - દ્વેષનું ઘર : આ નવે નવ પ્રકારનો પરિગ્રહ એ પહેલા નંબરે “ફેષ0 ગતિન”, “બ્રેષને રહેવાનું ઘર છે.” પૈસો વગેરે મેળવવાની ભૂખ લાગે ત્યારથી જ એ પૈસો મેળવવામાં જે કોઈ આડે આવે તેના ઉપર દ્વેષ થવાની શરૂઆત થઈ જાય. મળેલા પૈસામાં જે કોઈ ભાગ પડાવે કે તેને કોઈ લઈ જાય તેવું લાગે તો તેના પ્રત્યે પણ દ્વેષ શરૂ થઈ જાય. પછી ભલે એ સગો ભાઈ કે સગો દીકરો કેમ ન હોય ? આજે પણ ઘરમાં દરેકને દાગીના-કપડાં-રાચરચીલું, ઘર, ગાડી વગેરે બધું જૂદું જુદું જોઈએ તેનું કારણ શું ? “પસ્ય માવતિનમ્', તમારા ઉપર કોઈને કે તમને કોઈના ઉપર દ્વેષ હોય તો તેમાં અન્ય કારણોની જેમ પૈસો વગેરે પરિગ્રહ પણ કારણ છે. બે સગા ભાઈ હોય, બેય વચ્ચે ઘણો મેળ હોય, પણ બંનેના ઘરમાં એક એક રતન આવ્યું, શું કહું, રતન જ કહું ને ! આવે પછી મેળ રહે ખરો ? સભા: ‘રતન' ? - એ ન સમજાયું. ન સમજાયું? રાખીને બેઠા છો અને ન સમજાયું. સભાઃ હા. હવે સમજાયું. આપ પત્નીની વાત કરો છો ને ? હા ! હવે સમજ્યા. એ આવ્યા પછી બેમાંથી એક માટે જો કાંઈ પણ લાવ્યા અને બીજીને ખબર પડી તો તરત જ વિદ્વેષ શરૂ. આને લાવી આપ્યું અને મને ન લાવી આપ્યું. એમાંથી કજીયા શરૂ અને પછી શું કહે ? “હવે મારાથી ભેગા નહિ રહેવાય. એ ભોગવે અને એને જોઈને અંદર Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – – 564 સળગ્યા કરવું તેના કરતાં જુદું રહેવું સારું.” એમ થાય. આ થયો ષ. પરિગ્રહની ભૂખવાળાનો સ્વભાવ જ એવો હોય કે, કોઈની ગાડી જુએ, સંપત્તિ જુએ – મકાન જુએ અને પોતાની પાસે ન હોય તો જેની પાસે હોય તેના ઉપર એને દ્વેષ થાય. એના પ્રત્યેની ઈર્ષ્યાથી એ અંદરથી બળ્યા કરે અને ભૂતકાળના પુણ્યના ઉદયથી જેની પાસે પરિગ્રહ છે, તેને એ પરિગ્રહની મમતાના કારણે બીજાઓને જોઈને થાય કે, આ બધા મારું પડાવી લેશે તો; એટલે તેની પાસે કોઈ આવે તો તે તેને ન ગમે. ઘણાં શ્રીમંતોને લોકોનો સંપર્ક ન ગમે. કારણ કે એના મનમાં સતત એ ચિંતા હોય છે કે, હમણાં કાંઈક માંગવા આવશે તો અને જો કોઈ માંગવા માટે પછી ભલે તે ધર્મના કામ માટે પણ આવ્યા હોય, તોપણ એને થાય કે, “હાલી નીકળ્યા છે ! શું એમના માટે કમાયા છીએ !” એટલે એ કોઈને મળે નહિ, કોઈના ભેગા ભળે નહિ. એ કોઈને ટાઈમ પણ આપે નહિ. એ સતત કોઈને પણ મળવાનું ટાળ્યા જ કરે. પરિગ્રહને બ્રેષના ઘર તરીકે ઓળખાવ્યો. જ્યાં પરિગ્રહ હોય ત્યાં દ્વેષને રહેવું બહુ જ માફક આવે. જેટલા પરિગ્રહધારીઓ, એ જો વિવેકી ન હોય તો એમના ઘરમાં દ્વેષ થાણાં થાપીને બેઠો હોય. બાપ-દીકરામાં ઝઘડા, પતિપત્નીમાં ઝઘડા, મા-દીકરીમાં ઝઘડા, ભાઈ-ભાઈમાં ઝઘડા, ભાઈ-બહેનમાં ઝઘડા, આડોશી-પાડોશીમાં ઝઘડા, ભાગીદારો-ભાગીદારોમાં ઝઘડા, જીગરજાન મિત્રો વચ્ચે પણ ઝઘડા અને દેરાણી-જેઠાણી, નણંદ-ભોજાઈ, શેઠનોકર, રાજા ને પ્રજા, આ દરેક વચ્ચે ઝઘડા એ દ્વેષનું જ પરિણામ છે અને આ દ્વેષ એ પરિગ્રહનું પરિણામ છે. તમે સૌ તમારું પોતાનું અને તમારા પરિચિતોનું જીવન તપાસો!તમારા જીવન વ્યવહાર તપાસો, તો તમને પોતાને ખ્યાલ આવશે કે, આ નવ કે નવ પૈકીના કોઈ પણ પ્રકારના પરિગ્રહના કારણે એકબીજા પ્રત્યે કેટલો વિદ્વેષ ઊભો થયો છે. મહાભારતના મૂળમાં ય રાજ્ય-સંપત્તિ વગેરે પરિગ્રહ જ કારણ હતો કે બીજું કાંઈ ? અને તમારા પરિવારોમાં ય જે મહાભારત સર્જાય છે, તેના મૂળમાં ય આ પરિગ્રહ છે કે બીજું કાંઈ ? ગઈ કાલે જેના વિના એક મિનિટ પણ તમે રહી શકતા ન હતા, આજે તેની સામે ય જોવા તૈયાર નથી. એના મૂળમાં પણ પરિગ્રહ કારણ નથી તો બીજું શું છે ? Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૩ — ૧ : પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે – 24 જે ગરીબની સામે, યાચક-ભિખારીની સામે કે જરૂરતમંદ વ્યક્તિઓની સામે લાગણી, અનુકંપાથી જોવું જોઈએ તેમની સામે ઘરકીયાં કરવાનું મન થાય છે. આવો વિદ્વેષ જે તમારા હૈયામાં પ્રગટ્યો છે, તેનું મૂળ પરિગ્રહ છે કે બીજું કાંઈ ? 565 ધર્મનાં કોઈ પણ કાર્યો થતાં હોય કે થવાનાં હોય ત્યારે તેને માટે પણ જેમ તેમ બોલવાનું થાય છે અને ધર્માનુષ્ઠાનો પ્રત્યે જે ઘણાના હૈયામાં વિદ્વેષ પ્રગટ્યો છે, એના મૂળમાં ય શું પરિગ્રહનો લગાવ કામ નથી કરતો ! એટલું જ નહીં, ધર્મગુરુઓ પણ જ્યારે પરિગ્રહની અનર્થકારિતા વર્ણવીને તેને છોડવાની વાત કરે તો એમના ઉપર પણ દ્વેષ થાય. આ પરિગ્રહ કોના ઉપર, ક્યારે, કેવો વિદ્વેષ પેદા કરાવશે, એ કહેવું મુશ્કેલ છે. માટે જ કહ્યું કે : આ પરિગ્રહ એ ‘દ્વેષસ્વ ઞાયતનમ્' દ્વેષનું ઘર છે. કંસારાના કબુતર ન બનો : અમે પૈસા માટે જરાક નબળું બોલીએ એટલે એની આંખો અમારી સામે પણ ચકળ-વકળ થવા માંડે. ૫૨મતા૨ક ગુરુદેવશ્રી કહેતા કે કેટલાંક એવા શ્રીમંતો હોય કે તે સામે આવીને બેસે તો લાગે કે છાતી ઉપર પથરો બેઠો. સભા : આપ આટલું બધું કહો છો, તે છતાં અમે તો શાંતિથી સાંભળીએ છીએ. જો તમને ભગવાનની કહેલી આ બધી વાતો ગમતી હોય અને એને અનુરૂપ શુભભાવો પ્રગટતા હોય તો ખુશ થવા જેવું છે. પણ જો ઊંડે ઊંડે ય એમ બેઠું હોય કે, ‘મહારાજ સાહેબને જે બોલવું હોય તે બોલવા દો ને. આ બધું બોલીને મહારાજ સાહેબ ભલે ખુશ થતા. આમાં આપણે ક્યાં કાંઈ લેવું-દેવું છે કે, આમાં આપણે ક્યાં કાંઈ બંધાઈ જવાનું છે' - તો એ કેવું કહેવાય ? આવા શ્રોતાઓને કંસારાનાં કબૂતર જેવા કહ્યા છે. વાસણ બજારને કંસારા બજાર કહેવાય છે. આ વાસણ બજારમાં આખો દિવસ ટકૂ-ટફૂ થયા કરે. સામાન્ય રીતે કબૂતર ભોળાં અને ગાભરું પક્ષી છે. પણ કંસારા બજારનાં કબૂતર ત્યાંનો અવાજ સાંભળી સાંભળીને એવાં ટેવાઈ ગયા હોય કે, ત્યાં વાસણને ટીપવાનો ગમે તેટલો અવાજ થાય, તો પણ તે Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩ બંધન જાણો ! બંધન તોડો ! કંસા૨ા બજારનાં કબૂતરો આંખ મીંચીને નિરાંતે જપીને બેઠાં હોય છે. તે ઊડે તો નહિ પણ આંખેય ખોલે નહિ. બોલો ! તમારો નંબર શેમાં ? ૧૪ સારી વાત સાંભળવા મળી છે. આજે નહિ તો કાલે સુધરશું. માટે રોજ સાંભળવી છે, તેમ હોય તો સારું, બાકી ‘મહારાજ સાહેબને કહેવું હોય તે કહે. પૈસા વગર પગલું ય ક્યાં મંડાય છે ?’ એવું જો મનમાં હોય તો ખોટું છે. 566 સભા : પણ સાહેબ ! વાત તો સાચી જ છે ને કે સંસારમાં પૈસા વગર પગલું ય મંડાતું નથી. એટલે જ ભગવાને સંસાર છોડવાની વાત કરી છે અને ભગવાનના માર્ગે ચાલતા સાચા સદ્ગુરુઓ પણ સંસાર છોડવાની જ વાત કરે છે. જેથી પરિગ્રહ વિના જ બધાં પગલાં માંડી શકાય. જે હૈયાપૂર્વક સંસાર છોડે એનાં બધાં પગલાં પૈસા વગેરે પરિગ્રહ વગર જ મંડાય. માટે જ ફરી ફરીને કહું છું કે, પૈસો છોડવો જ પડશે. સભા : સંસાર છોડે તેને માટે બધું બરાબર છે, પણ જે સંસારમાં રહે એને તો બધી જ જરૂર પડે ન ? ભગવાને એવું નથી કહ્યું કે જેને સંસારમાં રહેવું હોય તે સંસારમાં રહે અને અહીં આવવું હોય તે અહીં આવે; સંસારમાં રહેનાર માટે પૈસો વગેરે પરિગ્રહ પાપ નથી ને અહીં આવનારને માટે પૈસો વગેરે પરિગ્રહ પાપ છે. બધા માટે પૈસો વગેરે પરિગ્રહને પાપ કહ્યો છે, પૈસો વગેરે પરિગ્રહ પાપ લાગશે તો છૂટશે. પૈસો વગેરે પરિગ્રહ છોડ્યા વિના કોઈનું ય કલ્યાણ થવાનું નથી અને એ છોડી શકાય તે માટે જ આખા સંસારનો ત્યાગ કરી સંયમની સાધના કરવાની છે. સભા : પણ એ માટે જરૂરી શક્તિ ન હોય તો શું કરવું ? અમારામાં એવી શક્તિ નથી. શક્તિ નથી, હૈયાથી બોલતા હો તો હું તમારા પક્ષે. સભા : પુણ્યની ખામી છે. ના, એ બોલવાનો હક અનાર્યોને છે તમને નહિ. તમે આર્ય છો, અહીં આવવા માટે તમને બધુ જ મળ્યું છે. પંચેન્દ્રિય પરિપૂર્ણતા, નીરોગી શરીર, આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ, એમાં પણ જૈન જાતિ, જૈન કુળ, સર્વજ્ઞવીતરાગ ૫૨માત્મા જેવા દેવાધિદેવ, નિગ્રંથ ગુરુ અને કરુણામય મોક્ષપ્રાપક ધર્મ Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૫ - ૧ઃ પરિગ્રહનામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે -24 – 567 વગેરે બધું જ મળ્યું. હવે જે કાંઈ ખામી છે તે પુરુષાર્થની ખામી છે. મૂળમાં જે કાંઈ મળ્યું છે તે જોવું ગમવું જોઈએ તેવું ગમ્યું જ નથી, સંસાર પ્રત્યે જેવો વૈરાગ્ય પ્રગટવો જોઈએ તેવો વૈરાગ્ય પ્રગટ્યો જ નથી. જેના હૈયામાં વૈરાગ્ય પ્રગટ્યો હોય એની મનોદશા કેવી હોય તે જાણવું જરૂરી છે. શ્રી ધર્મરત્ન પ્રકરણમાં અને એના આધારે “૩૫૦ ગાથાના સ્તવન'માં દ્રવ્યશ્રાવકના ૨૧ ગુણો, ભાવશ્રાવકના ક્રિયાગત છ ગુણો બતાવીને ભાવશ્રાવકના ભાવગત જે સત્તર ગુણો બતાવ્યા છે. તે બતાવતાં ૧૩મી ઢાળમાં કહ્યું છે કે : “ક્લેશ તણું કારણ ઘણું, જે અર્થ અસાર જ જાણે રે'; અને પૂરા સંસાર માટેના એના ભાવોને વર્ણવતાં કહ્યું કે - આજ કાલ એ છાંડીશું, એમ વેશ્યા પરે નિઃસ્નેહો રે.” - આમ કહેવાનો સાર એ છે કે ક્યારે છોડું ? આજે છોડું - કાલે છોડું - એમ મહેમાનની જેમ ઘરમાં રાગ વગર સંસારમાં બેઠો હોય અને તક મળતાં જ નીકળી જવાની પેરવીમાં હોય. આજે તો આવા ભાવની જ ખામી છે. આ પૂરી ઢાળનો અભ્યાસ કરો તો શ્રાવક સંસારને, સંસારની તમામ પ્રવૃત્તિને અને પદાર્થોને કેવી નજરે જુએ, એનાથી છૂટવા એ કેવો તરફડે અને તક મળતાં જ એ સંસારને કેવી રીતે છોડી દે, એનો ખ્યાલ આવે. એકવાર જો જીવનમાં સાચું શ્રાવકપણું પ્રગટી જાય તો આ સંસારમાં ક્યારેય ક્યાંય ન ગમે અને જ્યાં સુધી સંસારમાં રહેવું પડે ત્યાં સુધી સંસાર માટે જે કાંઈ મેળવવું પડે કરવું પડે, તે કશું જ ન ગમે. સભાઃ અમને પણ લગાવ નથી. ઉદાસીન ભાવે રહીએ છીએ અને જે કાંઈ જરૂર પડે તે ઉદાસીન ભાવે મેળવીએ છીએ ને વાપરીએ છીએ. આ કોણ બોલ્યું ? જો ખરેખર તમારી આ સ્થિતિ હોય તો શ્રીસંઘ તમારાં દર્શન કરવા ઈચ્છે છે. અમને આખો સંસાર છોડ્યા પછી પણ ઉદાસીનભાવ જોઈએ તેવો પ્રગટતો નથી અને તમને ઘરમાં બેઠાં બેઠાં પ્રગટી ગયો ! આવું બધું બોલવું એ જુદી વાત છે અને આવી અંતરંગ સ્થિતિનું નિર્માણ કરવું એ જુદી વાત છે. આજે તો આવી વાતો કરીને મોટે ભાગે દંભ પોસાય છે. આવી વાતો કરનારાઓમાંના ઘણાની સ્થિતિ તો એવી દયનીય હોય છે કે અહીં શ્રી Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! - 568 સિદ્ધગિરિની પાવન છાયામાં ચોમાસું કરવા આવ્યા પછી પણ જો કોઈ એમની નાનીશી વસ્તુ લઈ જાય અને વાપરી લે તો ધડાકો થઈ જાય. સભા : અરે ! એમણે રાખેલ પાણીના માટલામાંથી કોઈ પાણી લઈને વાપરી જાય તો ય ધડાકો થઈ જાય. બસ ! પતી ગયું ? તો પછી તમે શી રીતે કહો છો કે “અમે ઉદાસીનભાવે રહીએ છીએ ?' આવું માનનાર બીજાને તો ઠગવાનો પ્રયત્ન કરે જ છે, પણ એ ખુદ પોતાને પણ ઠગે છે. આવા લોકો ઉદાસીનભાવે નહીં પણ ઉદાસપણે હતાશ થઈને, ડીપ્રેસ થઈને રહે છે. ઉદાસ હોવું અને ઉદાસીનભાવે રહેવું એ બે વચ્ચેનો ફરક સમજો ! ફરીને પણ કહું છું કે, તમે ગંભીર બનો ! અંતર્મુખ બનો ! તમારા આજ સુધીના સમગ્ર જીવન વ્યવહારને તપાસો, તમારા મનના ભાવોને તપાસો અને વિચારો કે જમ્યા પછી જ્યારથી સમજણો થયો ત્યારથી આ પરિગ્રહ માટે જીવનમાં કોની-કોની સાથે ક્યારે ક્યારે કેટલી વાર ઝઘડો કર્યો ? કોની કોની ઉપર દ્વેષ પ્રગટ્યો ! કોનો કોનો ચહેરો જોતાં અકળામણ થઈ ? પછી એ પૈસો હોય, દર-દાગીના હોય, જર-ઝવેરાત હોય, ફર્નિચર હોય, તમારા ભોગઉપભોગની જેટલી-જેટલી સામગ્રી હોય, પુત્ર, પત્ની વગેરે પરિવાર હોય, નોકર, ચાકર હોય કે જેના આધારે તમે જીવો છો તે બધો પરિગ્રહ છે અને આ પરિગ્રહ માટે કેટલા ઝઘડા થયા તે વિચારો તો તમને બરાબર ખ્યાલ આવશે કે, આ પરિગ્રહ એ દ્વેષનું ઘર કેવી રીતે છે ? ૨ - ધીરતાનો હ્રાસ : બીજા નંબરે કહ્યું કે : “વૃતેઃ મરિય:” પૈસો વગેરે પરિગ્રહથી ધીરતાનો હ્રાસ થાય છે. પૈસો વગેરે પરિગ્રહ આવે એટલે ધીરતાનો ઘટાડો થાય. દરેક વસ્તુમાં એ ઉતાવળો થાય. કોઈ પણ વસ્તુમાં એની સ્થિરતા ન હોય, વ્યવહારમાં પણ એવું બને અને ધર્મમાં પણ એવું બને. ન સ્વાધ્યાયમાં મન ભળે, ન ભગવાનની ભક્તિમાં મન ભળે, ન સામાયિકમાં મન ભળે, ન પ્રતિક્રમણમાં મન ભળે, ન નવકારવાળીમાં મન Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૭ - ૧: પરિગ્રહનામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે-24 - 569 ભળે. નવકારવાળી આમ ફરે અને મનથી એ દેશાટન કરવા ચાલી નીકળે. મારવાડના રેંટની જેમ બળદ ગોળ, ગોળ ફરે અને રેંટ ઉપર-નીચે ફરે; તેમ ભાઈ દુનિયામાં ગોળ ગોળ ફરે અને નવકારવાળી ઉપર-નીચે ફરે. ક્યાંય સ્થિરતા જ નહિ, સ્થિરતાનો અભાવ. એ ધર્મસ્થાનમાં પણ મોબાઈલ લઈને આવે, એમાં ઘંટડી રણકે ને ચાલ વ્યાખ્યાનમાં વાંકા વળીને વાત કરી લે, કાંઈ એવા સમાચાર મળે એટલે ધીમે રહીને સરકી જાય. અહીં અમારું વ્યાખ્યાન ચાલતું હોય ને ઘરાક સાથે વાત કરી લે. જેમ ધર્મમાં સ્થિરતા નહિ તેમ વ્યવહારમાં પણ સ્થિરતા નહિ. ખાવા બેઠો હોય ત્યારેય મનમાં પૈસો વેપાર ઘોળાતો હોય, ખાતાં ખાતાં કાંઈક યાદ આવે અથવા કોઈક એવો ફોન આવે કે તરત ઊભો થઈને રવાના થાય. ખાવામાં ય મન ન હોય, હાથમાં કોળીયો હોય ને મન ક્યાંય ફરતું હોય. પરિવાર વચ્ચે બેઠો હોય પણ મન વેપાર-ધંધામાં ખોવાયેલું હોય. ઊંઘમાંથી પણ ઝબકીને જાગે. પૈસાના લોભને કારણે ઘણીવાર તો વ્યાપારમાં ય સ્થિરતા ન રહે. ઘડીમાં આ લાઈન લે અને ઘડીમાં બીજી લાઈન લે. વારંવાર વેપાર પણ બદલતો રહે. વારંવાર ધંધા બદલે, વારંવાર નોકરી બદલે, વારંવાર રહેઠાણ બદલે, વારંવાર ઘરવખરી બદલે, ફર્નિચર બદલે, કોઈ વાતમાં એની સ્થિરતા, ધીરતા નહિ. એ ધર્મસ્થાનમાં આવ્યો હોય ત્યારે પણ એનું મન સંસારનાં વળગણોથી બંધાયેલું હોય. એ ધર્મગુરુ સાથે વાત કરતો હોય ત્યારે ય મનમાં કાંઈક બીજું જ ચાલતું હોય. પરમતારક પરમશ્રદ્ધેય પરમગુરુદેવના જીવનમાં બનેલો એક પ્રસંગ કહું. . તેવાને ધર્મસ્થાનમાં ય ગુરુ ગૌણ અને ધન મુખ્ય બને ? તેઓશ્રી વિ. સં. ૧૯૮૫-૮૬ની સાલમાં જ્યારે મુંબઈમાં હતા ત્યારે એક શ્રીમંત શ્રાવક, પરમતારક પાસે બેઠા હતા, તત્ત્વની વાત ચાલતી હતી. પરમતારક ગુરુદેવશ્રી સમજાવી રહ્યા હતા એમાં એ અચાનક ઊભો થઈ ગયો. પૂજ્ય ગુરુદેવશ્રીજીને કાંઈ પણ કહ્યા વગર એ સીધો જ દાદરા તરફ ગયો અને સડસડાટ દાદરા ઉતરવા લાગ્યો. લાલબાગના હૉલમાં બારી પાસે પરમગુરુદેવનું આસન હતું. તેઓશ્રીને થયું કે, આ એકાએક ઉભો કેમ થયો - પૂછવાય ઉભો ન રહ્યો. કાંઈ વાત પણ ન કરી અને એકાએક એ ક્યાં ગયો ? એ જોવા તેઓશ્રીએ બારીમાંથી નીચે નજર કરી. એ સમયે મહાવીરસ્વામી Page #37 -------------------------------------------------------------------------- ________________ 570 – ૩ – બંધન જાણો ! બંધન તોડો ! – ભગવાનનું દેરાસર ન હતું. નીચે ખુલ્લો ચોક હતો અને ગાડીઓ છેક અંદર સુધી આવતી હતી. પ૭ ઈંચના ડગલાવાળો મોભાદાર માણસ ગાડીમાંથી નીચે ઉતર્યો. ગાડીનો ડ્રાયવર ગાડીનો દરવાજો ખોલે તે પહેલાં તો આ નીચે દોડી ગયેલા શ્રીમંતે પોતે જાતે જ એ ગાડીનો દરવાજો ખોલ્યો ને પટાવાળો જેમ દોરી લાવે તેમ તે એ આગંતુક આગેવાનને ઉપર દોરી લાવ્યો. એને આગળ બેસાડ્યો અને પોતે પાછળ બેઠો. અહીં એને વિનય શીખવાડવાની જરૂર ન પડી. જાણે કે એ સાક્ષાત્ વિનયની મૂર્તિ. વિનય જોવો હોય તો અહીં જોવા મળે. પૂજ્ય ગુરુદેવશ્રી એ આવનાર આગંતુક સાથે વાત કરે. એ આ શ્રીમંતની સામે જુવે ને આ કહે, “જી સાહેબ !' એટલે પેલો પણ કહે “જી સાહેબ !” નવા આવેલા ભાઈ ઊભા થયા, તો આ છેક ગાડી સુધી મૂકવા ગયો. ગાડીનો દરવાજો એણે જાતે ખોલ્યો. પેલા ભાઈને બેસાડીને દરવાજો પોતે બંધ કર્યો. ગાડી ઉપડી ત્યાં સુધી હાથ આમ-આમ (ટા-ટા) કરીને પાછો ઉપર આવ્યો. આવીને પૂજ્ય ગુરુદેવશ્રીને કહે કે, “સાહેબ, માફ કરજો. હવે વાત આગળ વધારો.' ત્યારે ગુરુદેવશ્રીજીએ પૂછ્યું કે, “તું ગયો કેમ ? અને આવું બધું કરવાનું કાંઈ કારણ ?' સાહેબ ! આ તો મારા અન્નદાતા છે. જે કાંઈ કમાયો છું. તે તેમના પ્રભાવે. ભલે હું ગમે તેટલો મોટો શ્રીમંત છું, પણ દલાલ છું. મને જે કાંઈ દલાલી મળે છે, તે એમને ત્યાંથી.' ધર્મસ્થાનમાં પણ આ રીતે ગુરુ ગૌણ અને ધન મુખ્ય ! અહીં તમારો પણ જો કોઈ શેઠ આવી જાય, તો અમારું વ્યાખ્યાન સાઈડમાં રહી જાય અને જ્યાં સુધી પેલાને આગળ ન બેસાડો ત્યાં સુધી તમને જપ ન વળે. આ સંસારના સંબંધો અહીં પણ કામ કર્યા કરે છે. આ બધી પરિસ્થિતિ કેમ ઉભી થઈ ? પરિગ્રહનું બંધન અને એને કારણે થયેલ “વૃતેઃ વિ.” ધીરજનો અભાવ. પરિગ્રહના બંધનને કારણે ધર્મમાં, ધર્મની મર્યાદામાં સ્વીકારેલા વ્રતો અને નિયમોમાં ક્યાંય ધીરતા નહિ. વિનય મર્યાદાના પાલનમાં પણ એ જ સ્થિતિ. ૩ – ક્ષમાનો શત્રુ ત્રીજે નંબરે કહે છે – “ક્ષાન્તઃ પ્રતીપ:' “ક્ષમા-શાંતિનો શત્રુ' - પૈસો વગેરે પરિગ્રહ ક્ષમાનો શત્રુ છે. જેની પાસે પૈસો આવ્યો, જેને તેનું વળગણ વળગ્યું, તેને શાંતિ ન હોય, ક્ષમા ન હોય, તેને તો જીવનમાં અશાંતિ હોય, ક્ષમા સાથે Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૯ - ૧: પરિગ્રહનામનો ગ્રહદશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે -24 - 571 વૈર હોય. પૈસા વગેરેનો મુદ્દો આવે કે તરત તેનું બોઈલર ફાટે. કહી દે - “માદરે વ્યવહારે તુ, ત્યા સુધી મ પૈસા વગેરેની બાબતમાં હું સગા બાપની પણ સાડાબારી રાખતો નથી. હું બરાબર બતાડી દઈશ, મારી સાથે નબળો વ્યવહાર કરનારને હું ક્યારેય છોડતો નથી. એને પણ ખબર પડશે કે મને કો'ક માથાનો મળ્યો હતો. સભાઃ એના મનમાં પૈસો એ જ શાંતિ છે. આપણે કોઈના મનની વાત નથી કરવી આપણે આપણા મનની - તમારા મનની વાત કરવી છે. હું જ્યારે તમારા હિત માટે તમને ઉદ્દેશીને વાત કરું, ત્યારે તમે બીજાની વાત શા માટે કરો ? જે પાઘડી તમારે તમારા માથે પહેરવાની છે, તે તમે બીજાને શું કામ પહેરાવો ? સંસારમાં કોઈ પણ સારી વસ્તુ તમે તમારા માથે લો છો, જ્યારે ધર્મમાં તમે સારી વાત તમારા માટે ન લેતાં બીજાને માથે મૂકો છો, આ શું બતાવે છે ? તમને લાગે છે કે, આ રીતે તમારું આત્મકલ્યાણ થઈ શકશે ? જીવનમાં જ્યારથી પૈસાની ભૂખ ઉભી થઈ ત્યારથી ક્ષમા-શાંતિ ગઈ અને બેચેની, ધમધમાટ, ગરમી, ક્રોધ વગેરે શું શું પ્રગટ્યું એનો જરા વિચાર કરો ? ૪ – વિક્ષેપનો સર્જકઃ આગળ જઈને ચોથા નંબરે કહે છે, “વ્યાક્ષેપચ્ચ વિધ:' “વિક્ષેપનો સર્જક છે' - પૈસો વગેરે પરિગ્રહ વિક્ષેપ પેદા કરે છે. પૈસાનો કે નવ પૈકીના કોઈ પણ પ્રકારના પરિગ્રહનો પ્રશ્ન આવે એટલે પરસ્પર સંબંધોમાં, વ્યવહારમાં વિક્ષેપ પડવાનો શરૂ થઈ જાય છે. ટૂકડા પાડવા – વિક્ષેપ કરવો તે કામ પૈસાનું છે. પૈસો કુહાડાનું કામ કરે છે. ૩૦-૪૦ વર્ષનાં જૂના સારા સંબંધોને પણ એકમાત્ર પૈસા ખાતર ગણતરીની મિનિટોમાં છોડતાં અમે જોયા છે. વર્ષો સુધી તેમને એકબીજા વગર ચાલતું નહોતું, તે એકબીજાની સામે જોવાય તૈયાર ન હોય. એક અમુક દરવાજેથી આવે તો બીજો બીજા દરવાજેથી નીકળી જાય. એકબીજા એકબીજાનો પડછાયો લેવા પણ તૈયાર ન થાય. પૈસા ખાતર એ હદે સંબંધોને વણસતાં અમે જોયા છે કે સગા બાપ કે ભાઈ સામે ત્રણત્રણ કોર્ટે લડતાં પણ શરમ ન આવે. આ પૈસા ખાતર પતિ-પત્નીને છૂટાં પડતાં Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ૩ બંધન જાણો ! બંધન તોડો ! પણ અમે જોયાં છે. લગ્નના દાયજામાં ધારણા મુજબનો પૈસો ન મળ્યો તો સારામાં સારા ઘર સાથે બાંધેલા સંબંધોને તૂટતાં અને એ નિમિત્તે લગ્નવિચ્છેદ થતા પણ જોયા છે. કોઈપણ ઉત્તમ કાર્યમાં વિક્ષેપ પાડવાની તાકાત આ પૈસામાં છે. આ પૈસાના કારણે તો ઘણાંનો વ્યાખ્યાનમાં ય વિક્ષેપ થઈ જાય. આગળ આવીને બેઠો ને ખબર પડે કે મોટી ટીપ આવી છે, મોભા મુજબ લખાવવું પડશે, તો હળવે રહીને સરકી જાય. બરાબર વિચારો ! 572 સભા : આ બધું જાણવા છતાં સંતોષ કેમ થતો નથી ? આ બધું સાંભળ્યા પછી એના ઉપર ઊંડું મંથન કરીને એને સમજવું અને સમજ્યા પછી એને છેક પ્રતીતિના સ્તર સુધી લઈ જવું જરૂરી છે. જ્યાં સુધી આ બધી વાતો પ્રતીતિના સ્તરે નહિ પહોંચે ત્યાં સુધી જેવો પ્રગટવો જોઈએ તેવો સંતોષ નહિ પ્રગટે. થોડું વધારે સ્પષ્ટ કરું તો તમે આ બધી વાતો સાંભળો છો. આ બધી વાતો તમને ગમે પણ છે, એ તમારો ગુણ છે. પણ એને મન ઉપર લઈને જે રીતે અર્થની અનર્થકારિતાનો વિચાર કરવો જોઈએ, તે આજ સુધી કર્યો નથી અને જે પણ વિચાર્યુ છે; બધું ઉંધું વિચાર્યું છે, માટે સંતોષ પ્રગટતો નથી. આજ સુધી તમે એ વિચાર્યું છે કે, પૈસો છે તો બધું છે. ‘સર્વે શુ: कांचनमाश्रयन्ते' બધા ગુણોનું મૂળ - સર્વ સુખનું મૂળ એ પૈસો છે - એમ વિચાર્યું છે. વિધાનોનો મર્મ સમજો ! : સભા : પણ - સાહેબ એ વાત તો સાચી જ છે કે, ‘વસુ વિનાનો નર પશુ.’ વાહ ! આ ભાઈ અમારા ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે, ‘તમે બધા પશુ જેવા છો.’ કારણ કે અમે બધા પૈસા વિનાનાં છીએ. કેમ ખરું ને ? અમે બધા પશુ અને તમે બધા ? માનવ ! તો પછી અમને પશુઓને ઉપર શું કામ બેસાડ્યા છે ? પહેલાં એ સમજો કે આ બધાં મિથ્યાવચનો છે. સભા : સાહેબ ! આપ અમારા કહેવાનો મર્મ ન સમજ્યા. જો તમારા કહેવાનો હું મર્મ ન સમજ્યો હોઉં તો સમજાવો. મારી એ સમજવાની તૈયારી છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૧ : પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે - 24 ― સભા : ‘વસુ વિનાનો નર પશુ' - એ માત્ર સંસારીઓ માટે કહ્યું છે. એમાં સંસાર ત્યાગીઓની વાત નથી. બરાબર, હવે મારે તમને કહેવું છે કે, સંસારીઓ માટે પણ તમારી આ વાત બરાબર નથી. જો સંસારીઓ માટે પણ આ સૂત્ર લાગુ પડાય તો પછી પુણિયા શ્રાવકના ગુણ ગાવાના બંધ ક૨વા પડશે. કારણ કે, તે વસુ-ધન વગરનો હતો. શું તમે તેને પશુ કહેશો ? 573 ભગવાન શ્રી મહાવીરે મગધના માલિક મહારાજ શ્રેણિકને કહ્યું કે : ‘જો તું પુણિયા શ્રાવકનું સામાયિક ખરીદીને લાવી શકે, તો તારી નરક તૂટે.' આવો પુણિયો શ્રાવક એ પશુ. કારણ કે એ વસુ વગરનો હતો અને તમે બધા માનવ, કારણ કે વસુવાળા છો એમ જ કહેવું છે ને ? સભા : તો પછી આ બધાં વચનોનો અર્થ શું ? આ બધાં સંસારરસિક જીવોનાં વચનો છે. અર્થોપાસનાને ઉપાદેય માનનારનાં, મિથ્યાત્વથી વાસિત બનેલ અંતઃકરણવાળા જીવોનાં વચનો છે. આવાં વચનોનો કોઈ જ અર્થ ન હોય, અનર્થ જ હોય. ખરું કહું તો અનર્થ સર્જવા એ જ આ બધાં વિધાનોનો અર્થ છે. સભા : સાહેબ ! પણ આ બધાં વચનો કોઈક શાસ્ત્રોમાં તો હશે ને ? હોઈ શકે. પણ તે નીતિશાસ્ત્ર કે અર્થશાસ્ત્રમાં, ધર્મશાસ્ત્રમાં નહિ. સભા : તો એનું કોઈ મહત્ત્વ ખરું કે નહિ ? એનું સ્વતંત્રરૂપે કશું જ મહત્ત્વ નહિ. નીતિશાસ્ત્ર કે અર્થશાસ્ત્રનાં કોઈ પણ વચનનો ઉપયોગ ક્યારેય એવી રીતે ન થવો જોઈએ કે, જેનો ધર્મશાસ્ત્રની સાથે વિરોધ આવે. નીતિશાસ્ત્ર કે અર્થશાસ્ત્ર વગેરે કોઈપણ શાસ્ત્રવચનોનો ઉપયોગ ધર્મશાસ્ત્રને અનુરૂપ કે અનુકૂળ હોય તે રીતે થાય તો જ તે વચનો ઉપકારકર્તા બને, નહિ તો ભારે અપકાર કરનારો બને. સભા : તો ‘વસુ વિનાનો નર પશુ’- એ વચનનો ધર્મશાસ્ત્ર સાથે સંગત થાય એવો અર્થ કેવી રીતે કરવો ? જે કોઈ નર ‘વસુ’નો ધનનો અર્થી હોય, એ માટે તરફડતો હોય, છતાં જો એને વસુ ન મળ્યું હોય તો એ પશુ જેવું જીવન જીવતો હોય. આવા જીવોને માટે ‘વસુ વિનાનો નર પશુ' - એ સૂત્ર લાગુ પડે પણ પુણિયા જેવા જે પણ લોકો વસુના અર્થી ન હોય તે વસુ વિનાના હોય તો પણ તે પશુ જેવા નથી. એ તો Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩ બંધન જાણો ! બંધન તોડો ! ૨૨ દેવ જેવા છે અને સંસારમાં રહેવા છતાં દર્શનીય છે. કારણ કે તેઓ સંસારમાં રહીને પણ આદર્શભૂત જીવન જીવે છે. - 574 સભા : આ વાત તો બરાબર છે, પણ સંસારમાં તો બધે પૈસાની જ બોલબાલા છે. તમારી વાત સત્ય નહીં પણ અર્ધસત્ય છે. એટલે કે અડધી ખોટી પણ છે. કારણ કે જેઓનો સંસારરસ નીચોવાઈ ગયો છે કે ઘટી ગયો છે એવા વિવેકીજનોમાં ક્યારેય પૈસાની બોલબાલા હોતી નથી. જેઓનો સંસા૨૨સ અકબંધ છે. એવા સંસા૨સિક જીવોમાં પૈસાની બોલબાલા હોય, એમાં કાંઈ નવાઈ નથી. સંસારરસિક જીવો તો એમ જ બોલવાના કે, ‘પૈસો બોલે છે, પૈસો દોડે છે, પૈસો છે તો જ બધું છે. પૈસો હોય તો જ આપણી કિંમત. પૈસો ન હોય તો આપણો ભાવ પણ કોણ પૂછે ?' પણ જેનામાં વિવેક પ્રગટ્યો હોય, જે પૈસાનાં દેખીતા લાભોની આરપાર જઈને એના અનર્થોને અને અનર્થોની પરંપરાને, નુકસાનોને જોઈ શકે, તેવા જીવો સંસારરસિક જીવોની વાતોમાં ક્યારેય ન આવે. સભા : અમે પણ આ બધી વાતોને બરાબર તો નથી જ માનતા. તમે શું માનો છો, એ માટે તમારે થોડા ઊંડા ઉતરવું પડશે. તમારે જ તમારા મનને તપાસવું પડશે, તો જ તમને ખ્યાલ આવશે કે ખરેખર તમે શું માનો છો. જો તમે હૈયાથી અર્થને અનર્થકારી માનતા હો તો તમારો પ્રયત્ન એનાથી બચવાનો જ હોવો જોઈએ. પરિગ્રહના ત્યાગની વાત તો બીજા નંબરે પણ પરિગ્રહનું પરિમાણ પણ કેટલાને ? અને કદાચ પરિગ્રહ પરિમાણ કરે તો જિંદગીમાં ય પૂરો થવાની શક્યતા ન હોય તેવો આંકડો રાખે અને ઉપરથી પાછો બોલે કે, આમ તો આટલો આંકડો થાય તેમ નથી, પણ કદાચ પૈસો વધે તો જેમ પૈસો વધે તેમ સ્ટેટસ પણ વધે. પછી ‘સાહેબ, હમણાંની જેમ રીક્ષામાં બેસીને ન જવાય ! પછી ગાડી તો જોઈએ જ. તે પણ સ્ટેટસ મુજબ લેટેસ્ટ મોડલની અને પછી ઘરમાં જેટલાં મેમ્બર હોય તેટલી જોઈએ અને એમાંથી એક બગડે તો બીજી સ્પેરમાં જોઈએ. જેથી પરિવારમાં ક્યારેય પરસ્પરમાં મનદુઃખ ન થાય. આ બધું વિચારીને આ આંકડો રાખ્યો છે.' જેની વિચારણા આવી હોય એ ક્યાં જઈને અટકે ? Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૩ – ૧ઃ પરિગ્રહનામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે - 24 – 575 પ્રતિજ્ઞા આપવી જેમ ગુરુનું કર્તવ્ય તેમ પળાવવી એ પણ ગુરુનું કર્તવ્ય છે : સભા : એટલે આપ એમ કહેવા માંગો છો કે, પરિગ્રહ પરિમાણનો આંકડો નાનામાં નાનો ધારવો જોઈએ ? જો એમ જ હોય તો મંત્રીશ્વર પેથડશાહનો નાનો આંકડો પણ ગુરુએ મોટો કેમ કરાવ્યો ? તમે જે બોલ્યા એનો પણ અર્થ તમે બરાબર સમજો તો પણ તમારું કામ થઈ જાય. પેથડશાહે પોતે તો નાનો જ આંકડો ધાર્યો હતો. એ આંકડાને ગુરુએ એમનું પ્રબળ પુણ્ય કર્મ જોઈને નિયમ ન તૂટે માટે એ આંકડો મોટો કરાવ્યો હતો. તમને ખબર છે કે પેથડશાહે જ્યારે નિયમ લીધો ત્યારે તેઓ મંત્રી પણ ન હતા. શ્રીમંત પણ ન હતા. તેઓ સાવ જ સામાન્ય સ્થિતિના આરાધક શ્રાવક હતા. ગુરુદેવના સાનિધ્યમાં જ્યારે વ્રતોચ્ચારણ માટેની નાણ મંડાઈ, ત્યારે તેમને પરિગ્રહનું પરિમાણ કરવાનો મનોરથ થયો. જો કે હજુ વિરક્તિ બહુ પ્રબળ ન હતી, આમ છતાં બને તેટલા પાપથી બચવાની એમની ભાવના હતી. આથી પરિગ્રહ પરિમાણ વ્રત ઉચ્ચરવા જ્યારે એમણે પ્રદક્ષિણા આપવાની શરૂ કરી. ત્યારે ગુરુદેવની નજર એ પુણ્યાત્મા ઉપર પડી. ચહેરો જોયો, લક્ષણો જોયાં, અત્યારની સ્થિતિ જોઈ ! અને નજીકના ભવિષ્યમાં જ પ્રબળ પુણ્યોદય પ્રગટવાના એંધાણ જોયાં. આ પરિસ્થિતિમાં એનો લીધેલો નિયમ ન પળે તો ? એટલે ગુરુદેવે એ પુણ્યાત્માને બોલાવ્યા, પૂછ્યું – “કયું વ્રત લો છો ?' “પરિગ્રહ પરિમાણનું.” “કેટલું ધાર્યું છે ?? સાવ સામાન્ય જે રકમ ધારી હતી, તે જણાવી. ગુરુદેવને લાગ્યું કે એનું પ્રબળ પુણ્ય જોતાં આ પ્રમાણમાં લીધેલો એનો નિયમ નહિ પાળી શકે. કોઈ પણ વ્યક્તિએ લીધેલો નિયમ ન તૂટે એ જોવાની જવાબદારી નિયમ આપનાર ગુરુદેવની છે. આમ છતાં પરમ વિવેકને વરેલા ગુરુદેવે એમ ન કહ્યું કે, ઓછું ધાર્યું છે, વધારે ધારી લો. ગુરુએ કહ્યું, “પુણ્યશાળી, આ મર્યાદામાં તું પ્રતિજ્ઞા નહિ પાળી શકે.” ભાષાનો વિવેક સમજો. એ પોતાનાં ગજા મુજબ આંકડો વધારે છે. ગુરુદેવે કહ્યું, “હજી નહિ પળે. વધાર્યું - હજી નહિ પળે – વધાર્યું, હજી નહિ પળે. છેવટે આંકડો નિયમ પાળી શકાય એટલો મોટો થયો. જ્યારે લાગ્યું કે, હવે પળી શકશે, ત્યારે કહ્યું કે “હવે ફેરા ફરો !” અને ગુરુદેવે વ્રત ઉચ્ચરાવ્યું. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩ બંધન જાણો ! બંધન તોડો ! એ પછીના સમયમાં જે દિવસે ગુરુદેવને ખબર પડી કે પેથડશા માંડવગઢના મંત્રી બન્યા છે, ત્યારે તેમની પ્રતિજ્ઞા ન તૂટે માટે ગુરુદેવ માંડવગઢ પધાર્યા અને પ્રતિજ્ઞાની સ્મૃતિ તાજી કરાવી. જોકે મંત્રીશ્વર પેથડશા પણ પોતાની પ્રતિજ્ઞાના પાલન માટે સજ્જ જ હતા. ૨૪ પ્રતિજ્ઞા આપવી જેમ ગુરુનું કર્તવ્ય છે, તેમ પ્રતિજ્ઞા પળાવવી એ પણ ગુરુનું કર્તવ્ય છે. આગળ વધીને એક ઉત્તમ નિમિત્ત મળતાં જ એ પુણ્યાત્માએ માત્ર ૩૨ વર્ષની ઉંમરમાં પોતાની ૩૦ વર્ષની ઉંમરની પત્ની પ્રથમિણી સાથે જીવનભર માટે બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કર્યો હતો. જે વાત આપણે ગઈ કાલે જ કરી હતી. આ રીતે પરિગ્રહનું પરિમાણ કર્યું અને અબ્રહ્મનો ત્યાગ કરીને એમણે અર્થ અને કામ બંનેને નાથ્યાં, સંસારમાં રહીને પણ સંસારને નાથ્યો. સંસાર એમને ભરખી ન શક્યો. 576 જે અર્થ-કામની, પરિગ્રહ અને ભોગવૃત્તિની ભયાનકતા સમજે તે જ આ રીતે બચી શકે. સભા : આપની વાત બધી જ બરાબર, પણ ધર્મની આરાધના કરવી હોય તો જીવનમાં જરૂર પૂરતો પૈસો તો જોઈએ ને ? જો જરૂર પૂરતો પૈસો હોય તો ધર્મસાધના સારી રીતે થઈ શકે. પૈસો હોય તો જ ધર્મઆરાધના સારી થઈ શકે' એવી તમારી માન્યતા મૂળથી જ ખોટી છે. હૈયામાંથી પૈસાની આસક્તિ દૂર થાય તો ગમે તે પરિસ્થિતિમાં પણ ધર્મઆરાધના સારી થઈ શકે. - પૈસાના આશ્વાસન ઉપર આરાધના કરવી એ ખોટું છે. આરાધકે પૈસાનું આશ્વાસન લેવાનું નથી, પણ નિષ્પરિગ્રહતાનું આશ્વાસન લેવાનું છે. સભા : આપના ગુરુદેવ પાસે જેમણે નિયમ લીધો તે બધા પૈસાવાળા થઈ ગયા. આ ભાઈ એમ કહે છે કે, ‘મારા પરમતા૨ક ગુરુદેવશ્રી પાસે જેણે પણ પરિગ્રહ પરિમાણનો નિયમ લીધો તે બધા પૈસાવાળા થઈ ગયા' મારે કહેવું છે કે કોઈ પણ ઉત્તમ નિયમ મહાપુરુષના પાવન મુખે લઈને નિર્મળ રીતે પાળે, તેને જે પણ પુણ્ય બંધાય તેનાં વિશિષ્ટ એવાં આનુષાંગિક ફળો પણ મળે જ. પણ એવા હેતુથી જો કોઈ નિયમ લે તો તેણે ગુરુદેવનો દુરુપયોગ કર્યો કહેવાય. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૧ : પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે – 24 પરિગ્રહ પરિમાણનો નિયમ પરિગ્રહ વધારવા લેવો એ જૈનશાસનનો અપરાધ છે. પરિગ્રહ પરિમાણનો નિયમ તો પરિગ્રહથી બચવા લેવાનો છે. આજે તો ઘણાની હાલત એવી છે કે, જે નથી મળ્યું તેને મેળવવા ફાંફાં મારે છે, મળ્યું છે તેને વધારવાના કોડ છે અને જે પાસે છે, તેને છોડવાનું મન નથી. એવાને તો એ જ્યાં જાય ત્યાં બધે જ એને વાંધા-વચકા પડવાના, કજીયા થવાના, માટે જ કહ્યું કે ‘વ્યાક્ષેપસ્ય વિધિઃ' પરિગ્રહ એ વિક્ષેપ કરનારો છે. બરાબર વિચારજો. ૫ - અભિમાનનો મિત્ર : આગળ જઈને મહાપુરુષો પરિગ્રહ માટે પાંચમા નંબરે કહે છે કે “મવસ્વ સુહૃદ્' ‘પૈસો વગેરે પરિગ્રહ મદનો-અભિમાનનો મિત્ર છે.' એ અભિમાનને ખેંચીને લાવે છે. પૈસો વગેરે પરિગ્રહ આવે એટલે અભિમાન આવે અને અભિમાન આવે એટલે પગ જમીન ઉપર ન પડે, છાતીના સેન્ટીમીટ૨ વધી જાય. તોછડાઈ આવે - ઉદ્ધતાઈ આવે, કઠોરતા આવે. બીજા પ્રત્યે ધૂત્કારની ભાવના આવે. બાપને પણ કહી દે, ‘આટલા વર્ષ તમે શું કર્યું ? ખાલી ગધ્ધામજૂરી જ કરી કે બીજું કાંઈ ? આ વૈતરાં ક્યાં સુધી કરવાનાં, જુઓ આમ કમાવાય.’ 577 એક ભાઈ મળ્યા. એ કહે કે, ‘આ કમાયા છીએ, એટલે જ ડાહ્યામાં ગણાયા છીએ અને ડાહ્યામાં ગણાયા છીએ, એટલે પાંચમાં પૂછાઈએ છીએ. સાહેબ ! પૈસો આવે એટલે બધા જ નમે, બધા જ સાંભળે, બધા જ પૂછવા આવે.’ પાછું એ અભિમાનમાં આવીને કહે કે, ‘જે કર્યું બધું સીધું પડ્યું છે;' પણ એ એટલું સમજતો નથી કે બધું સીધું પડ્યું શેને કા૨ણે ? પુણ્યને કા૨ણે અને આમ છતાં તેણે માન્યું પૈસાને કારણે. ઘણા પૈસાના અભિમાનવાળા અમને કહે કે, ‘સાહેબ, ભલે અમે શાસ્ત્રો ન વાંચ્યાં, પણ અનુભવ અમારો ઘણો છે. અમારું પણ સાંભળો, દુનિયાનો કોઈ ખૂણો બાકી રાખ્યો નથી. ભલભલાની સાથે પનારો પાડ્યો છે.' વાત સારી ભાષામાં બોલે, પણ મર્મ તો આ જ હોય. શરૂઆતમાં ‘હું, હું’ બોલે પછી ‘અમે, અમે’ બોલે અને એમાંથી પછી ‘અમારે તો આમ ને અમારે તો આમ' - એમ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૭ – ૩ – બંધન જાણો ! બંધન તોડો ! - 578 પોતાના માટે એકવચનમાંથી બહુવચન વાપરતો થઈ જાય. પૈસો આવે એટલે આ બધું જ આવે. “નાણાં વિનાનો નાથિયો અને નાણે નાથાલાલ' કહેવત પણ આમાંથી જ પડી. એ પૈસાવાળો બેસે ત્યારે પણ દેખાય કે ઠસ્સો છે. અમારી પાસે આવે ત્યારે પણ એ પૈસાવાળો સીધો નીચે બેસી ન શકે, એ રાહ જુવે કે મહારાજ સાહેબ મને બેસવાનું કહે છે કે નહિ. પછી એ પોતાને ઊઠવાબેસવાની કોઈ તકલીફ ન હોય, છતાં પણ ખુરશી શોધે. ખુરશી હોય તો ખુરશીમાં જ બેસે. એ મનોમન એમ માને કે હું કાંઈક છું. આ બધી વાતો કોઈને જોવા માટે નથી, જાતને જોવા માટે છે. કારણ કે પૈસો બધાને વળગ્યો છે. એક પગલું માંડ્યું અને જો સફળતા મળે તો અહ વધતો જ જાય. આવું કાંઈ તમારામાં તો નથી ને ? બરાબર વિચારજો. ક - ધ્યાનનું ઘર : આગળ વધીને છઠ્ઠા નંબરે કહ્યું કે, “ધ્યાનસ્થ ભવન” પૈસો વગેરે પરિગ્રહ ધ્યાનનું ઘર છે. સભા : પૈસો અને ધ્યાનનું ઘર ? તો તો સારું જ કહેવાય ને ? તમે બરાબર સમજ્યા નહિ. અહીં ધ્યાન એટલે “ધર્મધ્યાન અને શુક્લધ્યાન' - એમ નહિ. અહીં તો ધ્યાન એટલે “આર્તધ્યાન અને રૌદ્રધ્યાન' - એમ સમજવાનું છે. જેટલા પૈસા વગેરે પરિગ્રહની પાછળ પડ્યા તે બધાને આર્તધ્યાન કે રૌદ્રધ્યાન આવતાં વાર ન લાગે. સભા પૈસાવાળાને શું આખો દિવસ ખરાબ ધ્યાન જ હોય. ધ્યાન એટલે શું ? આ વાત જરા શાંતિથી સમજી લો ! ચિત્તની એકાગ્રતાને ધ્યાન કહેવાય છે. આવી એકાગ્રતા ન હોય ત્યારે એ ધ્યાનને લાવે એવા તે તે વિષયના વિચારને ચિંતનને “ચિંતા' કહેવાય છે. આ ચિંતા વારંવાર થાય, જેનાથી મન ભાવિત થાય, વાસિત થાય, તેને “ભાવના' કહેવાય છે. એમાંથી આગળ વધીને મન જ્યારે એકાગ્ર બની જાય ત્યારે તેને “ધ્યાન” કહેવાય છે અને “ધ્યાન' પછી જે એના ગાઢ વિચારો પ્રગટે તેને “અનુપ્રેક્ષા” કહેવાય છે. આટલું સમજાય તો તમને એ વાત સમજવી સહેલી પડશે કે પૈસાની પાછળ પડેલાનું ચિત્ત જ્યારે Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૭ – ૧ઃ પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે - 24 - 579 એકાગ્ર બને ત્યારે તેને આર્તધ્યાન કે રૌદ્રધ્યાન હોય અને ચિત્ત જ્યારે એકાગ્ર ન હોય ત્યારે પણ તેને આર્ત કે રૌદ્રની ચિંતા, ભાવના કે અનુપ્રેક્ષા હોય. પૈસા વગેરેની પાછળ પડેલાને જ્યારે હોય ત્યારે આર્ત કે રૌદ્ર જ હોય. ધર્મ કે શુક્લ ન હોય. સાધુને તો ધર્મધ્યાન કે શુક્લધ્યાન કરવું હોય તો અઘરું પડે; જ્યારે આ પૈસા વગેરે પરિગ્રહવાળાને તો આર્ત કે રૌદ્રધ્યાન આવવું સાવ સહેલું છે. ધર્મધ્યાન કે શુક્લધ્યાન વગર પ્રયત્ન આવતું નથી. ધર્મધ્યાન માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય ભાવના કરવી પડે છે. જ્યારે શુક્લધ્યાન માટે ક્ષમા, માદવ, આર્જવ અને સંતોષ ભાવના કેળવવી પડે છે. એ માટે કેટલું જ્ઞાન જોઈએ, કેટલી તૈયારીઓ જોઈએ, કેવા કેવા નિયમોનું પાલન કરવું પડે વગેરે વાતો ધ્યાનશતક વગેરે ધર્મગ્રંથોમાં વિસ્તારથી વર્ણવી છે. આ બધો પુરુષાર્થ કર્યા પછી ચોક્કસ ભૂમિકામાં જ આ ધર્મ કે શુક્લધ્યાન આવે. જ્યારે આર્તધ્યાન કે રૌદ્રધ્યાન માટે કોઈ ઝાઝા પુરુષાર્થની જરૂર ન પડે. જે કોઈ અર્થ અને કામની પાછળ, ભોગ અને પરિગ્રહની પાછળ પડે એ બધાને માટે આર્ત અને રૌદ્ર એ સામાન્ય વાત બની જાય છે. માટે જ કહ્યું કે “ધ્યાની પવન” “પરિગ્રહ એ ધ્યાનનું ઘર છે.” હાથમાં રૂપિયો આવે કે તરત આર્ત કે રૌદ્ર શરૂ રૂપિયો હાથમાં આવવાની વાત તો બાજુમાં રહી, રૂપિયાનો વિચાર શરૂ થાય અને આર્ત-રૌદ્ર ધ્યાન શરૂ થઈ જાય. કોળીયો ખાતા-ખાતાં પણ ક્યાં ખોવાઈ જાય, પત્તો જ ન લાગે. ઘરવાળાં કહે, ક્યાં પહોંચી ગયા, શું કરો છો ? ત્યારે ઝબકીને જાગે. ઘણા તો ચાલતા હોય ત્યારે પણ એમના હાથ ઊંચા-નીચા થવા લાગે. એ આર્તરૌદ્રધ્યાનમાં એટલા બધા એકાકાર થઈ જાય કે હાથ-પગ ઉપર અસર આવી જાય. ઘણા સટોડીયા ઉંઘમાં પણ લીયા-દીયા કર્યા કરે. ઘણા કાપડીયા ઉંઘમાં પથારીની ચાદરો ફાડી નાંખે. આ છે 'ધ્યાનસ્થ વિનમ્' ! બીજાને તો ઉંઘમાં સ્વપ્નાં આવે, આને તો જાગતાં જાગતાં ય સ્વપ્નાં આવવા માંડે. કાઉસ્સગ્નમાં જેટલી સ્થિરતા આવે તેના કરતાં ય પરિગ્રહની પાછળ દોડનારાને આ આર્ત અને રૌદ્રધ્યાનમાં વધારે સ્થિરતા આવે. એને નવકારવાળી ગણતાં ઝોકાં આવે પણ રૂપિયાની થપ્પી ગણતાં જરાય ઝોકું ન Page #47 -------------------------------------------------------------------------- ________________ 580 – ૩ - બંધન જાણો ! બંધન તોડો! – આવે. નવકારવાળી ગણતાં બે પારા ભેગા પણ ફરી જાય. પણ રૂપિયાની થપ્પી ગણતાં બે નોટ ક્યારેય ભેગી ન જાય. એને નવકારવાળી ગણતાં કે કાઉસ્સગ્ન કરતાં થાક લાગે, પણ રૂપિયા ગણતાં, હીરાનું એસૉટિંગ કરતાં કે જેનાથી રૂપિયા મળે તેમ હોય તેવું કોઈપણ કામ કરતાં એને જરાય થાક ન લાગે. એ બધા માટે એ બરાબર ટટ્ટાર બેઠો હોય, ન એની કેડ દુઃખે કે ન એનું મન થાકે, જ્યારે પખીનો બાર લોગસ્સનો – ચોમાસાનો વીસ લોગસ્સનો અને સંવત્સરીનો ચાલીસ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવાનો આવે તો, એને મરવા જેવું લાગે, અને એને થાય કે અધધ આટલો મોટો કાઉસ્સગ્ન ? આ બધી વાતો ઉપરથી તમને સમજાશે કે, પરિગ્રહ કઈ રીતે આર્ત કે રૌદ્રધ્યાનનું કારણ બને છે. પરિગ્રહની આસક્તિના કારણે જે કોઈ આર્તધ્યાનના ભોગ બને તેમને માટે તિર્યંચ ગતિ અને જે કોઈ રૌદ્રધ્યાનનો ભોગ બને તેમને નરકગતિનો આશ્રવા થાય છે, જે એમને તિર્યંચગતિ અને નરકગતિમાં ઘસડીને લઈ જાય છે. જેણે પણ તિર્યંચગતિ કે નરકગતિથી બચવું હોય, તે માટે જેણે પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કે એ આર્ત-રૌદ્રની ચિંતા-ભાવના-અનુપ્રેક્ષાથી બચવું હોય તેણે પ્રતિપળ પરિગ્રહથી, પરિગ્રહની મમતાથી છૂટવાની મહેનત કરવી જરૂરી છે. ભવન’ શબ્દનો અર્થ જેમ “ઘર” - થાય છે તેમ એનો અર્થ “જન્મ” પણ થાય છે. એ મુજબ વિચારીએ તો પરિગ્રહ આર્ત અને રૌદ્રધ્યાનને જન્મ આપનાર છે. પરિગ્રહમાંથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જન્મે છે. ૭ – કષ્ટકારી શત્રુ : આ પછી વૃત્તિકારશ્રી સાતમા નંબરે જણાવે છે કે વો રિપુ: “આ પરિગ્રહ એ કષ્ટકારી શત્રુ છે.” મોહાંધ જીવો પરિગ્રહને મિત્ર માને છે. પણ હકીકતમાં પરિગ્રહ એ મિત્ર નથી, પણ કષ્ટદાયક શત્રુ છે. જેના હૃદયમાં વિવેક પ્રગટે તેને જ આ વાતની પ્રતીતિ થાય છે. એકવાર જીવનમાં નાનકડો પણ પરિગ્રહ પ્રવેશ કરે ત્યાર પછી કેટકેટલાં Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૯ - ૧ : પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે - 24 T કષ્ટોનો પ્રારંભ થાય છે. તે જો સમજપૂર્વક વિચારાય તો આંખ સામે દેખાય તેવું છે. 581 પરિગ્રહની ઈચ્છા થતાં જ પારાવાર કષ્ટોનો સામનો કરવો પડે છે. પરિગ્રહને મેળવવા પારાવાર કષ્ટો વેઠવાં પડે છે. પરિગ્રહને જાળવવા, એનું સંરક્ષણ કરવા પણ જાતજાતનાં શારીરિક, માનસિક, વ્યવહારિક કષ્ટો ઊઠાવવાં પડે છે. પરિગ્રહની તીવ્ર લાલસાના કારણે એ કષ્ટ, કષ્ટ ન લાગે તે જીવની મૂઢતાનું પરિણામ છે. બાકી તો પરિગ્રહને કારણે ઉભાં થતાં કષ્ટોથી જીવ પારાવાર કણસતો હોય છે. હાડકાં-પાંસળાં એક થાય એવી મહેનત-મજૂરી પરિગ્રહના કા૨ણે એ કરે છે અને શરીર તૂટી જાય, નીચોવાઈ જાય, એ હદની દોડ પણ એ માટે એ કરતો હોય છે. દરેક પ્રકારની રેસનો ક્યાંક અંત આવતો હોય છે. જ્યારે આ પરિગ્રહની રેસનો તો ક્યાંય અંત જ આવતો નથી. આમ છતાં આવી અંત વગરની કષ્ટદાયક રેસની પાછળ જિંદગી વેડફી નાંખનારા પણ ક્યાં ઓછા હોય છે ? તીવ્ર લોભના કારણે એ કષ્ટ, કષ્ટ ન લાગે એ બને. પણ એ કષ્ટ નથી, એમ તો કેમ જ કહેવાય. જે કોઈ મોહાધીન છે, તેને પરિગ્રહ, કષ્ટહર લાગે છે અને જે કોઈ મોહમુક્ત બને છે, તેને પરિગ્રહ કષ્ટકર લાગે છે. માટે તો ગોભદ્ર બ્રાહ્મણ હંમેશાં પૈસાથી દૂર રહેવાનો જ પ્રયત્ન કરતો. પૈસા કેમ મેળવવા એની આવડત એનામાં સારામાં સારી હતી, એની સલાહ મુજબ ચાલનારા મોટે ભાગે શ્રીમંત થતા, પણ એ પોતે ક્યારેય શ્રીમંત થવાનો પ્રયત્ન ન કરતો, એને બધા જ શ્રીમંતો દયાપાત્ર લાગતા. એ રોજ શ્રીમંતોનાં દુઃખોનો વિચાર કરતો અને એમની દયા ખાતો. શ્રીમંતાઈનાં દુઃખો અને શ્રીમંતોની દયનીય સ્થિતિનો એ જે વિચાર કરતો, એ તમારે પણ જાણવા જેવું છે અને અમલમાં મૂકવા જેવું છે. સભા : આપ આ કોની વાત કરો છો ? હું જેની વાત કરું છું, તે ભગવાનશ્રી મહાવીરદેવની મહાકરુણાનું ભાજન બનનાર ચંડકૌશિકના પૂર્વભવની વાત છે. એના જીવનમાં બનેલી મહત્ત્વપૂર્ણ ઘટનાનો જ્યાંથી પ્રારંભ થાય છે, તે ભવ ગોભદ્ર બ્રાહ્મણનો છે. એ ભવમાં એ પૈસાથી સાવ સામાન્ય હતો, આમ છતાં એ સંસ્કારથી મહાસમૃદ્ધ હતો. એના Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! - 582 જીવનના ગુણવૈભવની અને ઉત્તમ ચિંતનની વિગતો જાણવી હોય તો પરમતારક ગુરુદેવશ્રીજીનું “પતન અને પુનરુત્થાન” નામનું પુસ્તક ખાસ તમારે વાંચવું જોઈએ. એ વાંચશો તો તમને એની માન્યતા અને ઉત્તમ વિચારધારા સમજાશે. એટલા જ માટે જ્ઞાનીઓ અર્થની ભૂખ વગરના ગરીબની ક્યારેય દયા ખાતા નથી. જ્યારે અર્થની ભૂખવાળા શ્રીમંતની દયા ખાધા વગર રહેતા પણ નથી. જ્ઞાનીની દૃષ્ટિએ અર્થની ભૂખવાળા દયાપાત્ર છે. જેમ તમે અહીંથી નીકળો ને ગટરમાં ભૂંડ અને કૂતરાંઓની વચ્ચે કોઈ પીધેલો પડ્યો હોય, તો તમને તેની દયા આવે અને એમાંય ભૂંડ કે કૂતરાં તેનું મોઢું ચાટતાં હોય તો ? એને તમે પૂછો કે “કેમ છે ? મજામાં છે ?' તેમ જ્ઞાની ભગવંતોની દૃષ્ટિએ કામ-ભોગના, પરિગ્રહના નશાવાળા જીવોની હાલત પણ દારૂ પીધેલા જેવી છે. જ્ઞાનીને મને તમારાં અર્થ-કામ ગટર જેવાં છે અને તમે એ ગટરમાં પડેલાં દારૂડીયા જેવા લાગો છો. તેથી જ્ઞાનીને તમારી દયા આવે છે. માટે જ તેઓ કહે છે કે, આ અર્થ-કામની ગટરને ઓળખો, ગટરને છોડો, - બંધનને ઓળખો – ને બંધન તોડો એમ વારંવાર કહે છે. સભા બંધન તોડો” એમ અમને કહે એ તો સમજ્યા પણ તમને શું કામ કહે ? અમે સાવધ ન રહીએ તો અમને પણ ઘણાં બંધનો ઘણી રીતે વળગી શકે છે. જે સંયમનાં ઉપકરણો બંધનને છોડાવનારાં છે, તે પોતે પણ બંધન બની શકે છે. બંધન છોડાવનારાં બંધન બની જાય. જ્ઞાન-દર્શન-ચારિત્રનું કોઈપણ ઉપકરણ એના પૌદ્ગલિક ગુણધર્મોને કારણે “સરસ' એમ થાય એટલે બંધન વળગે. જેનાથી બંધન તોડવાનું છે, એવો આ ઓઘો રૂપાળો - ઉજળો – ચોખ્ખો રહે અને એનાથી પૂંજવા-પ્રમાર્જવાના બદલે એને જો જાળવ્યા કરવાનું મન થયા કરે તો બંધન તોડનાર રજોહરણ - ઓઘો પણ બંધન બની જાય. પછી તેનાથી પૂજવા-પ્રમાર્જવાનું ન થાય. રહેવાની જ્યાં જગ્યા આપી હોય તે ગમી જાય તો તેય બંધન બની જાય. બારી ગમી જાય તો તે પણ બંધન બની જાય. આ બધામાં જે સાવધ થઈને રહે તો બચે. મહાનિશીથ સૂત્ર નામના મહાન છેદઆગમગ્રંથમાં અમારે સાધુઓને વસ્ત્ર, કામળી, રજોહરણ, દાંડો વગેરે અવિધિસર વાપરવાનું પ્રાયશ્ચિત્ત બતાવેલું છે. ધર્મનાં સાધનો પણ ઉપચારથી Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧ : પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે -- 24 ધર્મ બને છે, માટે તેની સારસંભાળ કરવી પડે. પરંતુ તેમાં પરિગ્રહ બુદ્ધિમમત્વબુદ્ધિ આવે તો અમને ય દોષ લાગે જ. ૩૧ ૮-૯ - દુઃખનો જન્મ અને સુખનું મૃત્યુ : હવે આઠમા-નવમા નંબરે કહે છે કે ‘દુ:હસ્ય પ્રમવઃ’ અને ‘સુસ્વસ્થ નિધનમ્’ ‘પૈસો વગેરે પરિગ્રહ દુઃખનું ઉદ્ભવસ્થાન છે અને સુખનું મૃત્યુ છે' - કોઈ પણ સમજદાર વ્યક્તિ સમજી શકે તેવી આ વાત છે. આ પૈસો વગેરે પરિગ્રહ દુઃખને જન્મ આપે છે અને સુખનું મોત નોંતરે છે. મતલબ કે પરિગ્રહ દુઃખોને પેદા કરે છે અને સુખોને ખતમ કરે છે. 583 નાસમજ વ્યક્તિ પૈસા વગેરે પરિગ્રહને દુઃખનો વિનાશ કરનાર અને સુખને પેદા કરનાર તરીકે જુવે છે; પણ એ જ વ્યક્તિમાં જો સમજ પેદા થાય તો એને પળે પળે દેખાય કે પૈસા વગેરે પરિગ્રહના કારણે કેવાં કેવાં દુઃખોનો ઉદ્ભવ થાય છે. કેવાં કેવાં અણધાર્યાં દુઃખો આવી પડે છે અને સુખો કેવી રીતે સ્વપ્ન બની જાય છે. પૈસો આવ્યો કે, પેટ ભરીને ખાવાનું ગયું. નિરાંતે ઊંઘવાનું ગયું. સ્વસ્થ રીતે સ્વજનોને મળવાનું ગયું, મનની શાંતિ ગઈ, તનની સ્વસ્થતા ગઈ. કેટલાક રોગો તો શ્રીમંતો માટે જ જાણે કે ખાસ જુદા જ રાખવામાં આવ્યા છે. ડૉક્ટરો પણ શ્રીમંતને જોઈને પૂરા વેતરે, વકીલો પણ શ્રીમંતને ફેરવાય તેટલા ફેરવે, ચોરડાકુની નજર પણ એના ઉપર જ હોય. રાજકારણીઓ અને ટેક્સ ખાતાવાળાંઓ પણ એના ઉપર નજર નાંખીને જ બેઠા હોય, ભાઈ લોકોની નજર પણ એના ઉપર જ હોય. આ બધું શું છે ? સુખનો જન્મ કે દુઃખનો જન્મ..? દુઃખનો વિનાશ કે સુખનો વિનાશ. બરાબર વિચારજો ! એવા માણસો જોયા છે કે, પહેલાં એકલા હતા ત્યારે હળવાશથી જીવતા હતા. પછી બેપગામાંથી ચોપગા થયા, ચાર પગામાંથી છપગા થયા અને એ પછી નીતનવી જરૂરીયાત ઊભી થઈ. રોજેરોજ આવું અને આટલું તો જોઈએ જ. પછી દુઃખની શરૂઆત થઈ. આ પૈસાના વાંકે ગામનાં ગામ ખાલી થયાં, ઘરનાં ઘરછૂટાં થયાં, સ્વજન-સ્વજન ઝઘડ્યાં, પોતાનાને પારકાં કર્યાં, પારકાને પોતાનાં કર્યાં. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ૩ - બંધન જાણો ! બંધન તોડો ! ઘણાંના તો જીવતર પણ ઝેર થયાં. જીવે તોય મરવાનાં વાંકે જીવે. પૈસા વગેરે માટે કોની-કોની ગુલામી ન કરે તે સવાલ છે. આ પૈસો ચીજ જ એવી છે કે જે ગધેડાને ‘બાપા’ કહેવડાવે અને બાપને ‘ગધેડો’ કહેવડાવે. પૈસાની ગરજથી દીનતા પ્રગટે છે, એ ગધેડાને પણ ‘બાપા' કહેવડાવે અને પૈસાની છતમાંથી પ્રગટેલ અભિમાન પૈસા વગરના બાપને ય ‘ગધેડો’ કહેવા પ્રેરે. આ તમારો સંસાર છે. 584 આ પૈસા ખાતર જ નોકરો શેઠીયાની મણમણની ગાળ પણ ઘીની નાળની જેમ પીવે. અભણ શેઠીયો ને ભણેલો મૅનેજ૨. શેઠીયાને સહી કરતાં ન આવડે તો મૅનેજ૨ કહી ન શકે કે સહી બરાબર નથી, ચેક પાછો આવશે. માટે ચેક ઉંચો-નીચો કરીને સહી જોયા કરે. આ જોઈને અભણ શેઠીયો પેલા ભણેલા મૅનેજ૨ને કહે કે ‘ડોબા ! અહીં શું જુએ છે ? આ બધું સહીથી નથી ચાલતું,’ કપાળે હાથ લગાડીને કહે કે ‘આનાથી (નસીબથી) ચાલે છે.' આ રીતે અભણ શેઠીયો ભણેલા મૅનેજરને ‘ડોબો' કહે. પૈસાની ભૂખવાળો એ કહેવાતો ભણેલો હસતાં હસતાં ડોબાનું ટાઈટલ સ્વીકારી લે અને પાછો ‘જી સાહેબ' કરે. શું આ ઓછું દુઃખ છે ? સભા : સાહેબ ! આવી દીવા જેવી વાતો પણ અમને હજુ કેમ સમજાતી નથી ? કારણ કે તમને મોહનો નશો ચડ્યો છે, એટલું જ નહિ. પણ એ બરાબરનો ચડ્યો છે, એટલે બધું ઉંધું જ દેખાય છે. જેનો એ નશો ઊતરે અને જે જાગે તેને જ આ સમજાય. માટે જ પહેલાં જાગવાની વાત કરી. જાગો - બોધ પામો - ભાનમાં આવો - બંધનને ઓળખો અને તે પછી બંધનને તોડો. ભાનમાં આવશો ત્યારે જ આ વાત સમજાશે, હૃદયમાં ઊતરશે, પ્રતીતિકર બનશે. આખી વાતનો સાર એ છે કે, પૈસો વગેરે પરિગ્રહ, દુઃખનું જન્મસ્થાન છે અને સુખનું મૃત્યુસ્થાન છે. ૧૦ - પાપનું પોતાનું ઘર : હવે આગળ વધીને દશમા નંબરે કહે છે કે, ‘પાપસ્ય નિનો વાસ:' ‘પૈસો વગેરે પરિગ્રહ પાપનું પોતાનું ઘર છે.’ હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન-ખોટો આળ આપવો, પૈશુન્ય - કોઈની ચાડી ખાવી, રિત, અરતિ, પ૨પરિવાદ-નિંદા, માયાપૂર્વકનો મૃષાવાદ અને મિથ્યાત્વ - આ અઢાર Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૩ - ૧: પરિગ્રહનામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે- 24 – 585 પૈકી સત્તર પાપોનું મૂળ આ પરિગ્રહ છે. બાકીનાં બધાં પાપો અહીં પૈસા વગેરે પરિગ્રહમાં આવીને વસે છે. ટૂંકમાં કહીએ તો દરેક પાપોને રહેવાનું, કુલવા-ફાલવાનું, સ્થાન આ પરિગ્રહ છે. પરિગ્રહના સહારે દરેકે દરેક પાપો સારી રીતે રહી શકે છે, વધી શકે છે. જેના જીવનમાં પરિગ્રહ ઘર કરે એના જીવનમાં બધાં જ પાપો ઘર કરે. તમે તમારું પોતાનું જીવન અને જીવનની પ્રત્યેક ઘટનાઓને શાંત ચિત્તે જોશો, વિચારશો તો તમને પોતાને પણ આ વાત તમારા જીવનમાં સાચી ઠરતી જોવા મળશે. પૈસો વગેરે પરિગ્રહ મેળવવાની ઈચ્છા થઈ, એને મેળવવાનો પ્રયત્ન કર્યો, જ્યારે એ મળ્યો ત્યારે એને સાચવવાનો, વધારવાનો જે પ્રયત્ન કર્યો; એ ચાલ્યો ન જાય તે માટે રક્ષણનું જે આયોજન કર્યું અને એને જીવનનાં પ્રત્યેક પાસાં સાથે વણવાનો પ્રયત્ન કર્યો. આ દરેક બાબતોમાં દરેકે દરેક સ્તરે આજ સુધીમાં તમે ક્યારે ક્યારે, કઈ કઈ રીતે, કેટ-કેટલાં પાપો કર્યા-કરાવ્યાં, અનુમોદ્યો એ બધાનો વિચાર કરો તો તમને ખ્યાલ આવશે કે આ પરિગ્રહના કારણે તમારું જીવન કેવાં કેવાં અને કેટકેટલાં પાપોથી કેવું ખરડાઈ ગયું છે ? કેવું ભરાઈ ગયું છે ? આ પરિસ્થિતિમાં જે વ્યક્તિ જેટલા અંશે સાવધાની રાખે તે એટલા અંશે બચે. જે બચાયું તે સાવધાનીને કારણે, પૈસાને કારણે નહિ. આટલી વાતો કર્યા પછી એ બધાનો સરવાળો કરતાં કહે છે કે - 'परिग्रह ग्रह इव क्लेशाय नाशाय च ।' આમ દશ-દશ રીતે આ પરિગ્રહ ગ્રહ એટલે કે વળગાડતી જેમ ક્લેશનું અને વિનાશનું કારણ બને છે.' કોઈ પણ માણસ ગમે તેટલો બુદ્ધિમાન હોય પણ જો તે પરિગ્રહ સ્વરૂપ ગ્રહના બંધનમાં આવ્યો તો તે ક્લેશનો ભોગ બનવાનો જ અને એમાંથી જો સમયસર ન છૂટ્યો તો તે પોતાની જાતે જ પોતાનો નાશ નોતરવાનો જ. બંધનથી છૂટવું હોય તો પહેલાં તેને ઓળખવું પડશે અને તેને ઓળખવા માટે આ વાતો જાણવી અનિવાર્ય છે. પહેલાં : પૈસો અનર્થકારી છે, તેની જાણકારી મેળવો, ત્યાર પછી ત્યાગ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! - 586 કરવાનો પ્રયત્ન કરો. ભગવાનનાં વચન ઉપર વિશ્વાસ બરાબર કેળવો અને જ્યારે છોડી ન શકો ત્યારે જાત સાથે વાત કરો કે ભગવાન સ્વયં આ બધું છોડીને ગયા, અમને પણ આ બધું છોડવાનું કહીને ગયા, કારણ કે આ બધું અનર્થનું મૂળ છે, આમ છતાં મને એને વળગવાનું મન કેમ થાય છે ? આ પરિગ્રહ હિંસાને પેદા કરનારો છે. પછી એ હિંસા મનની હોય, વચનની હોય કે કાયાની હોય. એ પરસ્પરની હોય, ઘર-પેઢીની હોય કે ગામનગરની હોય, એ રાજ્યની હોય કે સરહદની હોય, એ કોઈપણ હોય. આ પૈસો વગેરે પરિગ્રહ દરેક સ્થળે, દરેક પ્રકારની હિંસા કરાવનાર છે. હિંસા કરવી-કરાવવી કે એનું અનુમોદન કરવું, તેનાથી પરસ્પરમાં વૈર જ વધે છે, માટે જ ભગવાને કહ્યું કે, “વરં વક્ફ પ્રો” જેટલાંને માર્યા તે બધા સાથે વૈર વધે છે, એનાથી વૈરની પરંપરા વધે છે અને એને કારણે દુઃખની પરંપરા વધે છે. જો પૈસામાં સુખ હતું તો તીર્થકરોએ શા માટે સંસારનાં દેવી સુખો છોડ્યાં ? ચક્રવર્તીઓએ શા માટે પોતાનું ચક્રવર્તીપણું છોડ્યું ? રાજવીઓએ શા માટે પોતાનાં રાજ છોડ્યાં ? મંત્રીઓએ શા માટે પોતાનાં મંત્રીપદ છોડ્યાં ? શ્રીમંતોએ શા માટે પોતાની શ્રીમંતાઈ છોડી ? આ બધાંએ આ બધું શા માટે છોડ્યું ? સભા એટલે શું આપ એવું પુરવાર કરવા ઈચ્છો છો કે, “પૈસામાં કોઈપણ જાતનું સુખ આપવાની તાકાત જ નથી અને એનાથી દરેક રીતે દરેક અવસ્થામાં દુ:ખ જ મળે છે !' હા. જરૂ૨, હું એવું જ પુરવાર કરવા ઈચ્છું છું. ખરી વાત કહું તો એ પુરવાર કરવાનું નથી. એ તો પુરવાર થઈ જ ચૂક્યું છે. માત્ર જે પુરવાર થઈ ચૂક્યું છે, એને તમારા હિત માટે, તમારા ઉજ્વળ ભાવિ માટે તમારી સામે રજુ કરું છું અને એને તમારે સમજી લેવાની જરૂર છે. કાંક્ષા-શોક-રક્ષણ-અતૃપ્તિ : એટલા જ માટે આ વાતને સ્પષ્ટ કરતાં ટીકાકારશ્રીએ ભારપૂર્વક કહ્યું છે કે : Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૫ – ૧: પરિગ્રહનામનો ગ્રહદશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે - 24 - 587 'परिग्रहेष्वप्राप्तनष्टेषु काङ्क्षा-शोको, प्राप्तेषु च रक्षणम्, उपभोगे चातृप्तिः, इत्येवं परिग्रहे सति दुःखात्मकाद्वन्धनान मुच्यत इति ।।२।।' “પરિગ્રહ ન મળે ત્યારે કાંક્ષા-મેળવવાની ઈચ્છા-૧, નાશ પામે ત્યારે શોક-૨, મળ્યા પછી રક્ષણ-૩, ઉપભોગમાં અતૃપ્તિ-૪, આ રીતે પરિગ્રહના કારણે જીવ દુઃખરૂપ બંધનોથી છૂટી શકતો નથી.' બોલો, આમાં શું બાકી રહ્યું ? નવ પૈકી કોઈ પણ પરિગ્રહ જેને જોઈએ છે એને એ ન મળે ત્યારે એની આકાંક્ષાઓ, અપેક્ષાઓ મનને સતાવ્યા કરે, મળેલો પરિગ્રહ જ્યારે નાશ પામે, ચાલ્યો જાય ત્યારે મન શોકથી ઘેરાઈ જાય. રૂવે અને માથાં કુટે. ઘણા તો આઘાતમાં ને આઘાતમાં મૃત્યુ પણ પામે. મળ્યા પછી સતત એના રક્ષણની ચિંતા. ક્યાં રાષ્ટ્ર અને કઈ રીતે રાખું? કોઈ એને જોઈ ન જાય, કોઈ એને લઈ ન જાય, તે માટે શું કરું અને શું ન કરું – તેની ચિંતા અને મળેલા પરિગ્રહનો ગમે તેટલો ભોગવટો કરે તો ય અતૃપ્તિ. એમાં એને તૃપ્તિ-સંતોષ થાય જ નહિ. જેમ જેમ ભોગવતો જાય તેમ તેમ એ અતૃપ્તિના ખપ્પરમાં હોમાતો જ જાય. ક્યાંય તૃપ્તિ સંતોષનો અનુભવ જ ન થાય. આ રીતે જે કોઈ વ્યક્તિ પરિગ્રહની જાળમાં કોઈ પણ રીતે કોઈ પણ સ્વરૂપે ફસાય છે, તે દુઃખદ એવાં કર્મનાં બંધનોથી, દુર્ગતિનાં બંધનોથી, ભવનાં બંધનોથી છૂટતો નથી. જો આ બધી વાતોને બરાબર નિર્મળ હૈયે વિચારશો તો તમારો આત્મા જ તમને કહેશે કે આ પરિગ્રહ એ ખરેખર બંધન છે અને એ ન જ જોઈએ. આમ છતાં એને સત્ત્વ-સંયોગની વિષમતાના કારણે ન જ છોડી શકો તો શ્રાવક જીવનના એક આદર્શ તરીકે આનંદ અને કામદેવને યાદ કરો, એમની પાસે શું ન હતું ? આમ છતાં એની ઉપર બંધ બાંધ્યો. “જે છે એમાં આજ પછી નવો એક રાતી પાઈનો પણ વધારો નહિ કરું અને આજે મારી પાસે જે છે તેમાંથી ક્રમે ક્રમે ઘટાડો કરીશ. એવી પ્રતિજ્ઞા ધર્મપ્રાપ્તિના દિવસે જ કરી અને એનું અખંડનિર્મળ પાલન કરીને પરિગ્રહના બંધનને તોડતાં તોડતાં છેક સંવાસાનુમતિ Page #55 -------------------------------------------------------------------------- ________________ 588 ૩૬ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – કક્ષાએ પહોંચ્યા. પરિગ્રહ સાથે ક્યાંય નાતો ન રાખ્યો. સભા સંવાસાનુમતિ એટલે શું? જાડી ભાષામાં સમજાવું. ઘરમાં રહેવા છતાં ઘરના કોઈ વ્યવહાર સાથે જોડાણ નહિ. ઘરની કોઈ વસ્તુ સાથે બંધન નહિ. આમ છતાં ઘરમાં રહ્યા એટલી ઘરમાં અનુમતિ ગણાય. આવી કક્ષાની જેની નિર્લેપતા હોય તેને સંવાસાનુમતિ શ્રાવક કહેવાય. આ બધું સાંભળીને નક્કી કરો કે હવે મારે આ બધાંથી છૂટવું છે. જ્યાં સુધી ન છૂટાય ત્યાં સુધી જે છે એમાંથી ઓછું કરવું છે, મર્યાદાવાળું કરવું છે. સર્વજ્ઞવીતરાગ ભગવાનના સાધુ ભગવંતો સંપૂર્ણ ત્યાગ કરે તો હું મારું જીવન મર્યાદાવાળું કેમ ન કરી શકું ? આટલામાં જ જીવવું છે. આનાથી વધારે ખર્ચા નહિ. એકદમ અલ્પઆરંભ, અલ્પપરિગ્રહ. કદાચ સંસાર ન છૂટ્યો તો તેના વ્યવહારથી પણ છૂટી જાઓ. જો આટલું કરશો તો ય તમે બહુ સુખી થશો અને જો વેપલો કરતાં-કરતાં કે પૈસાને પંપાળતા પંપાળતા મરશો તો મોટે ભાગે દુર્ગતિમાં જશો. સભા: જો અમે પરિગ્રહથી છૂટી જઈએ તો કર્મનાં બંધનોથી છૂટી જઈશું ? હા ! જરૂ૨. જો તમે પરિગ્રહનાં બંધનથી છૂટી જશો તો તમારા માટે હિંસા અને મમતાનું બંધન છોડવું સરળ થઈ જશે અને એ છૂટશે તો કર્મનાં બંધનોને તૂટતાં વાર નહિ લાગે. ભલે તમને એ ન દેખાય, પણ સર્વજ્ઞ ભગવંતને તો દેખાય જ છે. એટલે તમે કર્મબંધથી છૂટ્યા કે નહિ, તે ભગવાન જિનેશ્વર જોશે. એ જ્ઞાની ભગવંતો જોશે. સભાઃ પરિણામ અને પરિણતિ બદલાયા વગર કર્મના બંધનોથી છૂટાય ? ના, ન છૂટાય. પણ પરિણામ કે પરિણતિ બદલાઈ કે નહિ એ જ્ઞાની જોશે, એ નિશ્ચયની વાત છે. પણ પરિગ્રહ છૂટ્યો કે નહિ તે તો તમે પણ જોઈ શકશો અને એ વ્યવહારની વાત છે. પરિગ્રહને છોડવો એ પરિણામ અને પરિણતિ બદલવા માટેનો પણ એક ઉત્તમ ઉપાય છે. .. ...................................................................................................... Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૭ – ૧ઃ પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે - 24 – 589 જેમણે પણ પોતાના પરિણામ કે પરિણતિ બદલવી હોય તેણે પરિગ્રહ છોડવો જોઈએ અને જેના પરિણામ કે પરિણતિ બદલાશે તેનો પરિગ્રહ આપોઆપ છૂટી જશે. એટલે પરિગ્રહ છોડવામાં તો બેય રીતે લાભ જ છે અને પરિણામ કે પરિણતિના નામે પરિગ્રહ ન છોડવામાં તો બેય રીતે નુકસાન જ છે. માટે તમે વહેલામાં વહેલી તકે પરિગ્રહથી છૂટવાનો નિર્ણય કરો, યત્ન કરો અને એ માટે આદર્શ તરીકે આનંદ ને કામદેવને આંખ સામે રાખો ! અને નક્કી કરો કે જેટલું સત્વ છે, જેટલા સંયોગો છે, તેટલું બંધનથી છૂટવું છે. જેટલા ૫૦ ઉપરની ઉંમરના છે, તેમને પૂછી લઉં ? હવે તમારે શું બાકી છે ? ક્યારે છોડવું છે ? હવે અમારે શું બાકી છે ને તેનાથી ક્યારે છૂટવું છે ? આ વાતને બરાબર વિચારજો.' આ અંગે પરમતારક પરમાત્માનો શો શો ઉપદેશ છે, સૂત્રકાર પરમર્ષિ શું શું ફરમાવવા માગે છે – તે હવે પછી અવસરે. Page #57 -------------------------------------------------------------------------- ________________ હિંસા નામનું પાપ આપણી હિંસા નોંતરે છે (રાગ : આવો આવો દેવ મારા...) પાપસ્થાનક પહેલું કહ્યું રે, હિંસા નામે દુરંત, મારે જે જગ-જીવને રે, તે લહે મરણ અનંત રે. પ્રાણી. જિનવાણી ધરો ચિત્ત. ૧ માત-પિતાદિ અનંતનાં રે, પામે વિયોગ તે મંદ, દારિદ્ર દોહગ નવિ ટળે રે, મિલે ન વલ્લભ વૃંદ રે. પ્રાણી. જિ. ૨ હોય વિપાકે દશગણું રે, એકવાર કીયું કર્મ, શત સહસ કોડી ગમે રે, તીવ્ર ભાવના મર્મ રે. પ્રાણી. જિ. ૩ મર' કહેતાં પણ દુઃખ હુવે રે, મારે કિમ નહિ હોય ? હિંસા ભગિની અતિ બૂરી રે, વેશ્વાનરની જોય રે. પ્રાણી. જિ. ૪ તેહને જોરે જે હુઆ રે, રૌદ્રધ્યાન પ્રમત્ત, નરક અતિથિ તે નૃપ હુઆ રે, જિમ સુભૂમ-બ્રહ્મદત્ત રે. પ્રાણી. જિ. ૫ રાય વિવેક કન્યા ક્ષમા રે, પરણાવે જસ સાથ, તેહ થકી દૂરે ટળે રે, હિંસા નામે બલાય રે. પ્રાણી. જિ. ૭ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨ - હિંશા કે પ્રતિહિંણાથી વૈ શમતું નથી પણ વધે છે - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ વદ-પ્ર.૨, શનિવાર, તા. ૨૪-૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા આર્તધ્યાનનું સ્વરૂપ : · → રૌદ્રધ્યાનનું સ્વરૂપ : . વ્યવહારુ શું - અવ્યવહારુ શું ? • હિંસાના દશ પ્રકાર : ન ♦ પારકી મૂડીએ ધંધો ન કરવો, બધી મૂડી ધંધામાં ન હોમવી : ન વિષય : બીજું બંધન - હિંસા. પરિગ્રહ ઉપર ઠીકઠીક લંબાણથી વિવેચના કરી એની અનર્થકારિતાનું ધ્યાન કરાવ્યા બાદ આ પ્રવચનથી ‘હિંસા’ નામના બંધનની ઓળખાણ કરાવી છે અને તેનાથી છુટવાનો ઉપદેશ પ્રારંભ્યો છે. એમાં શરૂમાં એક પ્રશ્નના જવાબમાં આર્ત્તધ્યાનની વ્યાખ્યા, તેના પ્રકારો અને એની હેયતા અસરકારક શબ્દોમાં સમજાવી છે. ભગવાન યુગાદિનાથે પોતાના ૯૮ પુત્રોને આપેલો સંસારત્યાગ અને સંયમ સ્વીકારનો ઉપદેશ પણ, એમણે આપેલા ખાણીયા મજુરના દૃષ્ટાંત સાથે રજૂ કરી અર્થ-કામરૂપ બંધનનું અનિષ્ટ સમજાવ્યું છે. ત્યારબાદ ઈરિયાવહિ સૂત્રમાં બતાવેલ દશ પ્રકારની હિંસાનું સ્વરૂપ સમજાવી એ હિંસાથી બચવા અહિંસા, જીવોના પ્રકારો - અસ્તિત્વ-પ્રાણો-જીવન-મરણના કારણો આદિનું સ્વરૂપ સમજી કરુણાભાવથી હૃદયને ભાવિત કરી એ જીવોની સુરક્ષા કરવાની વાત અસરકારક શબ્દ સંયોજનથી અહીં વર્ણવાઈ છે. 25 પ્રવચનનું પ્રતિબિંબ * પરિગ્રહ અને મમતા સાધકને આર્ત્તધ્યાનની ઊંડી ખાઈમાં ડૂબાડે છે. * સંસારમાં રહીને પાપોથી બચવું - એ અતિ કપરું છે, માટે જ તો જ્ઞાનીઓ સંસાર છોડવાનું કહે છે. * તમે જો નમ્ર અને વિવેકી બની, હાથ જોડવા પૂર્વક કહેશો કે, અમને સહકાર આપો, તો તમને સારામાં સારો સહકાર મળશે. * સામેવાળો ભલે તમને મિચ્છા મિ દુક્કડં ન આપે, તમારે તો આપવો જ જોઈએ. * જેટલાં કર્મો સમૂહમાં બાંધ્યા તે બધાં જ કર્મોને મોટે ભાગે એક સાથે જ ભોગવવાનો વારો આવતો હોય છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'सयं तिवायए पाणे, अदुआ अण्णेहिं घायए । हणतं वाणुजाणाइ, वेरं वडइ अप्पणो ।।३।।' ‘જે કોઈ સ્વયં જીવને મારે છે અથવા અન્યની પાસે મરાવે છે કે મારનારને અનુમોદન આપે છે, તે (તે મરનાર જીવો સાથે પોતાનું વૈર વધારે છે.' ___ 'यदि वा प्रकारान्तरेण बन्धनमेवाह - 'सयं तीत्यादि' स परिग्रहवानसंतुष्टो भूयस्तदर्जनपरः समर्जितोपद्रवकारिणि च द्वेषमुपगतस्ततः 'स्वयम्' आत्मना 'त्रिभ्यो' मनोवाक्कायेभ्य आयुबलशरीरेभ्यो वा 'पातयेत्' च्यावयेत् 'प्राणान्' प्राणिनः अकारलोपाद्वा अतिपातयेत् प्राणानिति, प्राणाश्चामी - पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च, उच्छ्वासनिश्वासमथान्यदायुः । प्राणाः दशैते भगवद्भिरुक्तास्तेषां वियोजीकरणं तु हिंसा ।।१।। तथा स परिग्रहाग्रही न केवलं स्वतो व्यापादयति अपरैरपि घातयति घ्नन्तश्चान्यान् समनुजानीते, तदेवं कृतकारितानुमतिभिः प्राण्युपमर्दनेन जन्मान्तरशतानुबन्ध्यात्मनो वैरं वर्धयति, ततश्च दुःखपरम्परारूपाद् बन्धनान मुच्यत इति । प्राणातिपातस्य चोपलक्षणार्थत्वात् मृषावादादयोऽपि बन्धहेतवो द्रष्टव्या इति ।।३।।' અસંતુષ્ટ એવો પરિગ્રહવાળો જીવ જ્યારે ફરી પરિગ્રહને મેળવવા યત્ન કરે છે ત્યારે તેના ઉપર અને જેણે પરિગ્રહ મેળવી લીધો છે એના ઉપર જે કોઈ ઉપદ્રવ કરે છે, તેના ઉપર તે દ્વેષ કરે છે. આ દ્વેષથી પ્રેરાઈને ઉપદ્રવ કરનાર તે જીવને સ્વયં પોતે પોતાના મન, વચન, કાયાથી (એટલે કે પોતાના મન, વચન, કાયાના પ્રયોગથી) અથવા સામા જીવને તેના આયુષ્ય-બળ-શરીરથી છૂટો પાડે છે. તે સામા જીવને તેના પ્રાણોથી છુટો પાડે (મારે) છે. દશ પ્રાણો આ મુજબ છે : પાંચ ઈન્દ્રિયો, ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય - એમ કુલ-દશ પ્રાણો ભગવાને કહ્યા છે. આ પ્રાણોને જીવોથી છૂટા પાડવા તેને હિંસા કહેવાય છે. પરિગ્રહનો આગ્રહી જીવ (આ રીતે ઉપદ્રવ કરનારને) માત્ર પોતે જ મારે છે, તેવું નથી. તે બીજા પાસે પણ તે જીવોને મરાવે છે અને તે જીવોને મારનાર એવા બીજા લોકોને પણ તે અનુમોદન આપે છે. આ રીતે કરવા-કરાવવા-અનુમોદવા દ્વારા જીવોને મારીને સેંકડો જન્મો સુધી ચાલે તેવા અનુબંધવાળું-પરંપરાવાળું (તે મરનાર જીવ સાથે) પોતાનું વૈર વધારે છે. તેથી દુ:ખની પરંપરારૂપ બંધનથી તે મુક્ત થતો નથી. અહીં પ્રાણાતિપાત-હિંસાને જેમ (કર્મ) બંધના કારણ તરીકે ઓળખાવેલ છે, તેમ ઉપલક્ષણથી અસત્ય, (ચોરી, મૈથુન) વગેરેને પણ (કર્મ) બંધના હેતુ તરીકે જાણવા. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨ : હિંથ્યા કે પ્રતિહિંસાથી વૈ ામતું નથી પણ વધે છે અનંત ઉપકારી ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ શ્રી સૂયગડાંગસૂત્ર નામના મહાન અંગ આગમમાં સૌભાગ્યનિધિ શ્રી જંબૂસ્વામીજીને ઉદ્દેશીને આત્મજાગૃતિનો નાદ સંભળાવ્યો છે અને તે સંભળાવ્યા પછી બંધનને ઓળખવાનું અને તેને તોડવાનું અત્યંત ભારપૂર્વક ઉપદેશ્યું છે. આ ઉપદેશ સાંભળ્યા બાદ શ્રી જંબૂસ્વામીજીએ શ્રી સુધર્માસ્વામીજીને પૂછ્યું કે, ‘ભગવાન મહાવીરે બંધન કોને કહ્યું છે, તેને કઈ રીતે જાણવાનું અને તોડવાનું કહ્યું છે ?’ એના જવાબમાં આ મહાન ગ્રંથનું અવતરણ થયું છે. આત્માને અનાદિકાળથી જે કર્મબંધનો વળગેલાં છે, તેને વિશિષ્ટ જ્ઞાન સિવાય કોઈ જાણી શકતું નથી. કર્મનાં બંધનોને અને એ બંધનોથી પળે-પળે બંધાતા આત્માને વિશિષ્ટ જ્ઞાની સિવાય કોઈ જોઈ શકતું નથી. અરૂપી એવા પણ આત્માને બાંધવાનું સામર્થ્ય ધરાવતાં એ કર્મો આત્માને જે વળગી શકે છે, તેમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ કામ કરી રહ્યા છે. આ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદના કારણે પેદા થતી આત્માની પરિણતિ, પરિણામધારાને પણ વિશિષ્ટ જ્ઞાની સિવાય કોઈ જોઈ શકતું નથી. જ્યારે બંધન, બંધનનાં કારણો, બંધાતો આત્મા અને આત્માની તે તે સમયની પરિણતિ વિશેષ જ્ઞાની સિવાય કોઈ જોઈ શકતું નથી, ત્યારે જેણે એ - Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૨ 3 બંધન જાણો ! બંધન તોડો ! - બંધનોને ઓળખવાનાં છે અને એ બંધનોથી બચવાનું છૂટવાનું છે, તે સાધકની મુંઝવણ એકદમ વધી જાય એવું છે. આમ છતાં કોઈપણ કક્ષાના સાચા સાધકને એ મુંઝવણ ન રહે તે માટે સહેલામાં સહેલી ભાષાનો ઉપયોગ કરીને અધરામાં અઘરી, ગૂઢમાં ગૂઢ વાતોને ભગવાને સહેલી કરી આપી છે. 594 ભગવાને કહ્યું છે કે, મારે તમને ત્રણ એવાં બંધન બતાવવાં છે કે, એને તમે સહેલાઈથી સમજી શકો, જોઈ શકો, જાણી શકો અને તમે ક્યાં અટવાયા છો, તેનો સ્વયં નિર્ણય કરી શકો એટલું જ નહિ, પણ એને તોડી પણ શકો. એ કેટલું તૂટ્યું અને કેટલું બાકી રહ્યું, એનો તમે સ્વયં નિર્ણય પણ કરી શકો. તેમાં પહેલું બંધન છે પરિગ્રહનું, બીજું બંધન છે હિંસાનું અને ત્રીજું બંધન છે મમત્વનું. પરિગ્રહ આત્માને નિરંતર બાંધવાનું કામ કરે છે. પરિગ્રહ જેમ આત્માને બાંધવાનું કામ કરે છે, તેમ તેની મૂર્છા, આસક્તિ, લગાવ, તેનું ખેંચાણ - પણ આત્માને બાંધવાનું કામ કરે છે. આના વગર ન ચાલે, આ તો જોઈએ જ, એવી પ્રવૃત્તિ એ પણ બંધન છે. પરિગ્રહ હોય તો કાંઈક છીએ એમ લાગે અને પરિગ્રહ ન હોય તો આપણે કાંઈ નથી, એવું લાગે તે પણ બંધન છે. સભા : અમને બંધન હોવા છતાં બંધનનો ખ્યાલ કેમ નથી આવતો ? બંધાણીને બંધનનો ખ્યાલ ન આવે એમાં નવાઈ નથી. જે જે બંધાણી હોય છે, તેને ક્યારેય બંધનની કલ્પના નથી આવતી. કોઈને સૂંઘવાનું, કોઈને ફૂંકવાનું, કોઈને ચૂસવાનું, કોઈને ચાવવાનું, કોઈને ચગળવાનું, કોઈને પીવાનું, કોઈને મમળાવવાનું - આમ દરેક બંધાણીને કાંઈક ને કાંઈક બંધન હોય છે. એ એને સુખનું સાધન લાગે છે અને એ એમ માને પણ છે. એથી તો એ કહે છે કે, ‘એ ન હોય તો જીવાય જ કઈ રીતે ?' અમને કહે, ‘સાહેબ, તમે ગમે તે કહો, પણ મને તો એના વગર ચેન ન જ પડે. બે-ચાર ફૂંક મારી લઉં તો ફ્રેશ થઈ જાઉં. મગજ હળવું થઈ જાય. જે કામ કરવું હોય તે સારી રીતે થઈ શકે.’ પાછું કહે કે ‘સાહેબ ! આ બધું તમને શી રીતે સમજાવવું, એ તો જે અનુભવે એને ખબર પડે.' જેવી બંધાણીની અવદશા છે, તેવી જ પરિગ્રહ વગેરે બંધનવાળાની અવદશા છે. ‘રહેવા એક મકાન મળી જાય, હ૨વા-ફરવા એક સાધન મળી જાય. ઘ૨માં જ્યારે જે માંગે તેને તે આપી શકાય. આપણો વ્યવહાર સરખો ચાલે તો પછી Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૩ - ૨ : હિંસા કે પ્રતિહિંસાથી વૈર શમતું નથી પણ વધે છે – 25 - 595 બીજી કોઈ માથાકુટ ન રહે અને શાંતિથી રહેવાય, રૂપિયો હોય તો આ બધું થઈ શકે. એટલે બીજી કોઈ ચિંતા નહિ,” આમ થાય તે જ બંધન. આ રીતે પરિગ્રહના આધારે જીવવાની સ્થિતિ એ જ બંધન. મારી પાસે અમુક વસ્તુ, વ્યક્તિ કે સામગ્રી હોય તો હું શાંતિ માણી શકું, સ્વસ્થતા માણી શકું સુખનો અનુભવ કરી શકું, આવી સ્થિતિ હોવી એનું નામ જબંધન. અમુક વસ્તુ કે વ્યક્તિ વગર રહી ન શકે, આવી મનની સ્થિતિ હોવી તે બંધન નહિ તો બીજું શું છે ? પરવશતા બોલો, પરાધીનતા બોલો કે બંધન બોલો - બધું એક જ છે. માટે તો લોકમાં પણ કહેવાય છે કે – ઈ: વહુ પરાશ્રય: ’ ‘પરવશતા એ જ ખરું કષ્ટ છે.’ આ પરિગ્રહના બંધનને કારણે જીવે નિરંતર આર્તધ્યાન કર્યું છે. સભા : આ “આર્તધ્યાન' શબ્દ ગઈ કાલે પણ આવ્યો હતો અને આજે પણ આવ્યો છે, તો આ આર્તધ્યાન શું છે એ સમજાવો ને ? આર્તધ્યાનનું સ્વરૂપ : આર્ત એટલે પીડિત. પીડિત અવસ્થામાં કે પીડિત લોકોને થતું ધ્યાન તે આર્તધ્યાન છે. આ આર્તધ્યાનના અનિષ્ટ વિષય વિયોગ પ્રણિધાન - ૧, રોગવિયોગ પ્રણિધાન - ૨, ઈષ્ટ વિષય સંયોગ પ્રણિધાન - ૩ અને નિદાન પ્રણિધાન - ૪, એમ ચાર પાયા છે. આ ચારેય પાયાનાં નામમાં આવતા “પ્રણિધાન” શબ્દની જગ્યાએ કેટલાંક શાસ્ત્રોમાં “ચિંતા' શબ્દ પણ આવતો હોય છે. એટલે ત્યાં અનિષ્ટ વિષય વિયોગ ચિંતા, રોગ વિયોગ ચિંતા, ઈષ્ટ વિષય સંયોગ ચિંતા અને નિદાન ચિંતા – એવાં પણ ચાર પાયાનાં નામો બોલાય છે. જ્યારે ન ગમતી વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ સાથે જોડાવું પડે, ત્યારે તેનાથી છૂટવાની ઈચ્છા અને ફરી ક્યારેય આવાં અનિષ્ટ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિનો સંયોગ ન થાય તેવી ઈચ્છામાંથી આ “અનિષ્ટ વિષય વિયોગ પ્રણિધાન' નામનો આર્તધ્યાનનો પહેલો પાયો ઊભો થાય છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૪ – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 596 જ્યારે પણ શરીરમાં કાંઈ પણ રોગ થાય, ત્યારે તે રોગને દૂર કરવાની કે હવે પછી ક્યારેય રોગ ન થાય, તેવી ઈચ્છામાંથી “રોગવિયોગ પ્રણિધાન’ નામનો આર્તધ્યાનનો બીજો પાયો ઊભો થાય છે. " મનગમતી ઈષ્ટ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ હંમેશ માટે મળ્યા જ કરે, એ ક્યારેય દૂર ન થાય, સદાય એનો સંયોગ થાય અને રહે - એવી ઈચ્છામાંથી ઈષ્ટવિષય સંયોગ પ્રણિધાન' નામનો આર્તધ્યાનનો ત્રીજો પાયો ઊભો થાય છે અને જે જન્માંતરને માનતો હોય તેને જન્માંતરમાં પણ મને અનુકૂળ વિષયોભોગસામગ્રી, ધન વગેરે સમૃદ્ધિ મળે એવી વિચારધારામાંથી “નિદાન પ્રણિધાન' નામનો આર્તધ્યાનનો ચોથો પાયો પ્રગટે છે. આ દરેકે દરેક પાયાના વિચારોને “ચિંતા' કહેવાય છે. એ વિચારોને વારંવાર વાગોળીને મનને ભાવિત કરવું એને “ભાવના કહેવાય છે. આ વિચારોમાં ચિત્ત એકાગ્ર-સ્થિર બને તેને ધ્યાન” કહેવાય છે અને એ ધ્યાન પછીના સમયમાં ફરી એ વિચારોને દ્રઢતાથી વાગોળવા એને અનુપ્રેક્ષા' કહેવાય છે. ટુંકમાં કહું તો આર્તધ્યાનના ચારેય પાયાની, ચિંતા, ભાવના, ધ્યાન અને અનુપ્રેક્ષા હોય છે. આ રીતે આર્ત કુલ સોળ પ્રકારોમાં વહેંચાઈ જાય છે. તમે જ્યારે પરિગ્રહ મેળવવા સાચવવાના વિચારોમાં ચડો ત્યારે આર્તના ત્રીજા પાયાની ચિંતા, ભાવના, ધ્યાન કે અનુપ્રેક્ષામાં તમે અટવાતા હો છો ! - જ્યારે તમારું મન ફરતું હોય ત્યારે તમે આર્તની ચિંતા કે ભાવનામાં હો. જ્યારે તમારું મન સ્થિર બને ત્યારે તમે આર્તધ્યાનમાં હો અને એમાંથી પાછા ફરી એ જ વિચારોમાં ઊંડા ઊતરો ત્યારે આર્તની અનુપ્રેક્ષામાં હો. આ બધું જ તિર્યંચગતિનું કારણ છે. આ સ્થિતિમાં તમે કાં તો કૃષ્ણલેશ્યાથી ઘેરાયેલા હો અગર તો નીલલેશ્યાથી ઘેરાયેલા હો કે છેવટે કાપોતલેશ્યાથી ઘેરાયેલા હો. રૌદ્રધ્યાનમાં આ ત્રણેય લેશ્યા વધારે ઘેરી, વધારે તીવ્ર હોય છે. માટે રૌદ્રધ્યાનવાળો જીવ નરકને યોગ્ય કર્મો ભેગાં કરે છે, જ્યારે આર્તવાળો Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪૫ - ૨ ઃ હિંસા કે પ્રતિહિસાથી વૈર શમતું નથી પણ વધે છે - 25 – 597 તિર્યંચગતિને યોગ્ય કર્મો ભેગાં કરે છે. તમારે જો એનાથી બચવું હોય તો આ મુદ્દાને બરાબર સમજી, તમારા વિચારો, મારી ભાવનાઓ, તમારું ધ્યાન અને તમારી અનુપ્રેક્ષાને બરાબર જોવાનું ચાલુ કરો અને એનાથી બચવા પરિગ્રહથી દૂર રહેવાનો, મળેલા પરિગ્રહને છોડવાનો અને એ પૂરો ન છૂટે ત્યાં સુધી દાન દ્વારા મર્યાદિતપણે પણ છોડવાનો અને પરિગ્રહ પરિમાણ દ્વારા એને મર્યાદિત કરવાનો પ્રયત્ન કરો, નહિ તો આ પરિગ્રહ આર્તધ્યાનમાંથી આગળ વધીને તમને રૌદ્રધ્યાનમાં ધકેલી દેશે અને એ દ્વારા તમને નરકાદિ દુર્ગતિઓમાં ઘસડી જશે. મનગમતી વસ્તુઓ, વ્યક્તિઓ, ધન-સંપત્તિ વગેરે મને ક્યારે મળશે ? મળ્યા પછી એ બધું જતું તો નહીં રહે ને ? એના વગર જીવવાનો વારો તો નહીં આવે ને ? આ બધું કાયમ રહેવું જોઈએ, આવી વૃત્તિ આર્તધ્યાન ખેંચી લાવે છે, એવું સમજવામાં હવે તમને મુશ્કેલી ન પડવી જોઈએ. સતત ક્યાંથી મેળવું, કેવી રીતે મેળવું, શું કરું તો મળે, શું કરું તો કાયમ રહે, એ બધું ઈષ્ટવિષય સંયોગ પ્રણિધાન નામના ત્રીજા પાયામાં આવે. નિદાન પ્રણિધાન' નામનો આર્તનો ચોથો પાયો આસ્તિકને હોય, નાસ્તિકને ના હોય. જે કાંઈ ધર્મ કર્યો, તેના રૂડા પ્રતાપે પરભવમાં સારું મળ્યા જ કરે, તે ‘નિદાન પ્રણિધાન” નામના ચોથા પાયામાં આવે. સભા : આર્તધ્યાન તો ખરાબ છે તો તે આસ્તિકને કેમ હોય, અને નાસ્તિકને કેમ ન હોય ? નાસ્તિકને આર્તધ્યાન ન હોય તેમ મેં નથી કહ્યું. નાસ્તિક આત્મા, પુણ્યપાપ, પરલોકને માનતો નથી, માટે એને પરલોકનાં સુખ અંગેનું નિયાણું કરવાનો વિચાર પ્રગટતો નથી; માટે એને નિદાન પ્રણિધાનરૂપ આર્તધ્યાનનો ચોથો પાયો ન હોય, પણ બાકીના ત્રણ પાયા તો તેને પણ હોય જ છે. પરિગ્રહ અને મમતા સાધકને આર્તધ્યાનની ઊંડી ખાઈમાં ડૂબાડે છે. કઠોર, નઠોર, ક્રૂર અને કાતિલ પ્રકૃતિવાળા જીવને આર્તધ્યાનમાંથી રૌદ્રધ્યાન પણ આવે. ઈષ્ટ વસ્તુ મેળવવાનું અને એ મળ્યા પછી તેનું સંરક્ષણ કરવાનું મન થાય. દરેકે દરેક ઈષ્ટ વસ્તુઓ મને મળવી જ જોઈએ અને મળેલ મારું ઘર, મારી દુકાન, મારી ફેક્ટરી, મારી ગાડી, મારી પત્ની, મારો પરિવાર, આ કોઈ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૬ 598 – ૩ – બંધન જાણો ! બંધન તોડો! – ના લઈ જવું જોઈએ એને કોઈ લેવા આવે, લૂંટવા આવે કે એમાં કોઈ આડે આવે તો તેને પતાવી દઉં, ખતમ કરી દઉં. આવી વૃત્તિમાંથી રૌદ્રધ્યાન થયા વગર ન રહે. મનમાં ને મનમાં ચાલે, સામાનું ભલે નિકંદન નીકળે – સામો ભલે પાયમાલ થાય પણ મને તો મળવું જ જોઈએ. પરિગ્રહની લાલસા જ્યારે તીવ્ર બને અને તેમાંથી જ્યારે તીવ્ર સંક્લેશ પેદા થાય ત્યારે તેમાંથી રૌદ્રધ્યાન પ્રગટ થાય છે. કોઈનું પડાવી લેવાની વૃત્તિ - કોઈને ફસાવવાની વૃત્તિ, મારફાડ, ધાકધમકીમારપીટ કરવાની વૃત્તિ, બીજાને પૂરો કરવાનું મન - આ બધામાંથી રૌદ્રધ્યાન પ્રગટે છે. કેટલાક માને કે “રૂપિયા વગરની જિંદગીનો મતલબ શું ?' આ માન્યતાના કારણે સતત એ જ વિચારોમાં રહે કે મને પૈસા ક્યારે મળે – કેવી રીતે મળે ? મેળવવા માટે સતત રોયા કરે - મને પૈસો જોઈએ, મને પૈસો જોઈએ આ પણ આર્તધ્યાન. સભા : પૈસો મળે અને સુખનો અનુભવ થાય તે આર્તધ્યાન ? હા, લખી લો – એમાં ય પૈસો મળે ને હાશ થાય, સુખનો અનુભવ થાય, એ પણ આર્તધ્યાન. હવે મારો પૈસો કોઈએ લઈ ન લેવો જોઈએ – અટવાઈ ન જવો જોઈએ – એય આર્તધ્યાન. ક્યાંક મૂકે કે ક્યાંક ધીરે તો સત્તર જગાએ તપાસ કરે કે પાર્ટી તો બરાબર છે ને ? અને એમાં ખબર પડે કે “પાર્ટી હાલમડોલમ થઈ તો આખી રાત ઉઘ ન આવે. મને કેમ આ કુબુદ્ધિ સૂજી મેં ત્યાં મૂક્યા ? કપાળ કૂટે, રૂપિયા જાય તો રોવા બેસે, ઘરવાળા કહે કે – ગયા તો ગયા શું કામ ખોટા દુઃખી થાઓ છો ? – તો કહે કે, “તને ક્યાં ખબર છે કે, એને માટે મેં કેટ-કેટલું સહન કર્યું છે, કેટ-કેટલો પરસેવો પાડ્યો છે, કેટ-કેટલું લોહી-પાણી એક કર્યું છે, એમને એમ આ બધું મળ્યું નથી. એ તો જેણે આ બધું કર્યું હોય અને જેનું જાય એને ખબર પડે ?' આવી બધી વિચારધારા એ આર્તધ્યાનરૂપ છે અને એમાંથી આગળ વધીને અકળામણ, આવેશ, આક્રોશ પ્રગટે એટલે થાય કે “હમણાં લઈ આવું, ન આપે તો ગુંડા લઈ જાઉં, ગમે તેમ કરીને રૂપિયા કઢાવું.” કોઈ કહે કે, “આના ઘરમાં ખાવાનું નથી” તો કહે કે, “એનું એ જાણે, મારે તો મારું જોઈએ. મારા પરસેવાના Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૭ – ૨ : હિંસા કે પ્રતિહિસાથી વૈર શમતું નથી પણ વધે છે - 25 - 599 રૂપિયા છે, એને રસ્તા ઉપર ન લાવું તો મારું નામ નહીં, એને પણ ખબર પડે કે કોક માથાનો મળ્યો હતો. બરાબર બતાવી દઉં, પૂરો જ કરી નાંખ્યું !! કોઈ એને કહે કે “ભાઈ ! તું એને ઓળખતા નથી. તું એને નહિ પહોંચી શકે', તો કહે કે, “મારું જે થવું હોય તે થાય પણ એક વાર તો એને બતાવી દઈશ. મરતાં મરતાં ય એને પાયમાલ ન કરું તો મારું નામ નહિ. એને પણ થવું જોઈએ કે મને કોઈક મળ્યો હતો.” આવી વૃત્તિમાંથી સીધું જ - રૌદ્રધ્યાન આવે. સભા કદાચ પૈસા સલવાઈ ગયા - રાખીને હાથ ઊંચા કરે તો અમારે શું કરવાનું ? રૂપિયા મેળવવાની વાત હું કરું? તમે કજીયો કરો - સંક્લેશ કરો, એ રસ્તો હું બતાવું? હું તો કહ્યું કે, કપડાં ખંખેરીને અહીં આવી જાઓ અને એવી તાકાત ન હોય તો તે પાછું મેળવવા જે કાંઈ કરો, એમાં ક્યાંય અનુચિત રસ્તો લેવાય નહિ, સામા પ્રત્યે નિર્દય બનાય નહિ, હૈયામાં હાયવોય થાય નહિ અને પાછું મેળવવાના પ્રયત્ન દરમ્યાન તમારું કે સામાનું કોઈ રીતે અહિત ન થાય, તેની કાળજી રાખો! દરેક પરિસ્થિતિમાં પોતાના શુભભાવોને, મનની નિર્મળતાને જાળવી રાખવાની છે. સભા : આ તો અતિ કપરું છે. સંસારમાં રહીને પાપોથી બચવું - એ અતિ કપરું છે, માટે જ તો જ્ઞાનીઓ સંસાર છોડવાનું કહે છે. જે કોઈ પરિગ્રહના પનારે પડે તે દરેક રીતે પાયમાલ થાય. વ્યવહારુ શું – અવ્યવહારુ શું?? સભા : સાહેબ ! તમને પોતાને એવું નથી લાગતું કે તમે સાવ જ અવ્યવહારુ વાત કરો છો ? આનો જવાબ હું “હા” અને “ના” એમ બે રીતે આપવા માંગું છું. જે લોકો સંસારરસિક છે, જેને સંસાર ચલાવવામાં જ રસ છે, જેને પરિણામોનો ખ્યાલ નથી અને એની દરકાર પણ નથી, દુર્ગતિનાં દારુણ દુ:ખોની જેને કલ્પના પણ નથી, અગર એ જેને માનવું જ નથી એવા સંસારલક્ષી જીવોની અપેક્ષાએ હું અવ્યવહારુ વાત કરું છું. Page #67 -------------------------------------------------------------------------- ________________ ४८ – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 600 પરંતુ જેઓ આત્માને માને છે, પરલોકને માને છે, આત્મહિતનું જેને લક્ષ્ય છે, જેની નજર પરલોક અને આગળ વધીને મોક્ષ સુધી પહોંચી છે, એવા મોક્ષલક્ષી, આત્મલક્ષી જીવોની અપેક્ષાએ હું જે વાત કરું છું તે પૂરેપૂરી વ્યવહારુ છે. કદાચ મને તમે અવ્યવહારુ કહી દેશો, પણ ભગવાન યુગાદિનાથ માટે તમે શું કહેશો ? ભગવાન યુગાદિનાથે પણ ૯૮ પુત્રોને આવી જ સલાહ આપી હતી. સભા : ભગવાન આદિનાથે આવી સલાહ કયા પ્રસંગે આપી હતી ? તમે જાણો છો કે ભગવાન આદિનાથને ભરત, બાહુબલી વગેરે સો પુત્રો હતા. ભગવાને દીક્ષા લેતાં પહેલાં પોતાના રાજ્યના યોગ્ય રીતે ભાગ પાડીને સૌને અલગ અલગ રાજ્યો વહેંચી આપ્યા હતા. ભગવાન આદિનાથની દીક્ષા પછી આ સોએ સો પુત્રો નીતિપૂર્વક રાજ્ય ચલાવતા હતા અને શાંતિથી રહેતા હતા. એમાં સૌથી મોટા પુત્ર ભરત રાજા, ચક્રવર્તી બનવાનું કર્મ ઉપાર્જીને આવ્યા હતા. જે દિવસે ભગવાન આદિનાથને કેવળજ્ઞાન થયું, તે જ દિવસે પુષ્યના યોગે ભરત રાજાની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું હતું. પ્રભુના કેવળજ્ઞાનની ઊજવણી પછી રાજા ભરત ષખંડ જીતવા નીકળ્યા હતા. જ્યારે છ ખંડ જીતીને પાછા અયોધ્યામાં આવ્યા ત્યારે તેમનું તે ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ્ય નહિ. જ્યાં સુધી છ ખંડ પૂરા ન જીતાય, ત્યાં સુધી આ દૈવીચક્ર પાછું આયુધશાળામાં ન પેસે એવો નિયમ છે. વિચારતાં ખ્યાલ આવ્યો કે, બધા રાજવીઓને જીતીને આજ્ઞામાં લીધા, પણ હજુ ૯૯ ભાઈઓને જીતવાના બાકી છે. ભાઈઓ સામે લડવું, જીતવું કે ભાઈઓને નમાવવા માટે ભરત ચક્રીનું મન માનતું નથી. તેથી સુષેણ સેનાપતિએ ભરત ચક્રીને એ માટે સમજાવવા પડ્યા. છેવટે દરેક ભાઈ ઉપર દૂતો મોકલવામાં આવ્યા. સૌથી મોટા બાહુબલી દૂરના પ્રદેશમાં હતા, એટલે બાકીના ૯૮ ભાઈઓ ભેગા થયા અને વિચાર્યું કે, પિતાએ દીક્ષા લેતાં પહેલાં આપણને સૌને યોગ્ય રીતે રાજ્યો વહેંચી આપ્યાં છે. આપણે કોઈનું કાંઈ જોઈતું નથી, મોટા ભાઈ ભરતને એમાં સંતોષ ન થયો તો છ ખંડ જીતી આવ્યા. એ પછી પણ સંતોષ ન થયો એટલે હવે આપણે જે છે તે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ૨ : હિંસા કે પ્રતિહિંસાથી વૈર શમતું નથી પણ વધે છે - 25 ―― પણ પડાવી લેવા ઈચ્છે છે, તો આપણે શું કરવું ? એક તરફ વિનયધર્મ છે તો બીજી તરફ ક્ષત્રિય ધર્મ છે. પિતાની ગેરહાજરીમાં મોટાભાઈ ભરત પિતાતુલ્ય છે. તેમની સામે લડવું એ પણ યોગ્ય નથી લાગતું તો બીજી તરફ આ રીતે પોતાનું રાજ્ય આપી દેવું તે ક્ષત્રિય તરીકે યોગ્ય નથી લાગતું. ઘણા વિમર્શના અંતે નક્કી કર્યું કે, આપણે ભગવાન પાસે જઈએ અને બધી વાત કરીને ભગવાનનું માર્ગદર્શન લઈએ કે, આ પરિસ્થિતિમાં અમારે શું કરવું જોઈએ ? 601 અહીં અગત્યની વાત એ છે કે, ભગવાન પાસે ભરતની ફરિયાદ લઈને જવાનો વિચાર નથી આવ્યો. ભગવાન પાસે ન્યાય મેળવવાનો વિચાર પણ નથી આવ્યો અને આમાં ભગવાનને વચ્ચે પાડીને ભરતને સમજાવવાનું કામ ભગવાનને સોંપવાનો વિચાર પણ નથી આવ્યો. અહીં તો ‘આ પરિસ્થિતિમાં અમારું કર્તવ્ય શું ?’ - એ અંગે પ્રભુ પાસેથી માર્ગદર્શન મેળવવાનો અને પ્રભુ જે પણ કહે તેમ કરવાનો વિચાર કરાયો છે. વિચારણાના અંતે તેઓ સીધા જ ભગવાન આદિનાથ પાસે ગયા. આખી પરિસ્થિતિનું બ્યાન આપ્યું અને આ પરિસ્થિતિમાં હવે અમારે શું કરવું ? એ માટે માર્ગદર્શન માંગ્યું. હવે તમે વિચારો કે, આ પરિસ્થિતિમાં તમે હો તો શું કરો ? વીતરાગ પરમાત્માના સાધુને સંસારના કામમાં ન્યાય તોળવા બેસાડાય ? એમની પાસે સંસારનાં કામ પાર પાડવાની સલાહ લેવાય, સાંસારિક ઝઘડાઓમાં એમને મધ્યસ્થી સોંપાય ? આવાં કામો ભગવાનના સાધુ પાસે કરાવવાં, એ તમારું કર્તવ્ય છે ? અને તમારાં આ બધાં કામમાં પડવું એ શું વીતરાગના સાધુનું કર્તવ્ય બને છે ? બરાબર ગંભીરપણે વિચારજો ! અને આજે તમે શું કરો છો, એનો પણ બરાબર વિચાર કરી, હવે શું કરવું તેનો યોગ્ય નિર્ણય કરજો ! પારકી મૂડીએ ધંધો ન કરવો, બધી મૂડી ધંધામાં ન હોમવી : આ ભાઈના પ્રશ્નનો જવાબ આપું છું. ભગવાન આદિનાથે જે જવાબ આપ્યો તે જ જવાબ આપું ? આજે ઘણા અમારી પાસે પણ આવે છે કે, ‘સાહેબ, તમારો ભગત છે. અમારું દબાવીને બેઠો છે. તમે વચ્ચે પડો ને સમાધાન કરાવી આપો !' બોલો, હું વચ્ચે પડું કે નહિ ? Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૦ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! - 602 “લડાઈ-ઝઘડાની વાત નથી, ખાલી વચ્ચે પડો ને સમજાવો. એની પાસે છે, એમાં મારા ય છે અને હું જેના લાવ્યો એ બીજાના પણ છે. હવે આની પાસે દબાઈ ગયેલા રૂપિયા જો તમે નહિ અપાવો તો મારા જેવા જેટલા ઉઠશે, એ બધાની જવાબદારી આપની રહેશે,” તો કોઈક તો વળી આવેશમાં આવીને એમ પણ કહી દે કે, “એ બધાનું પાપ તમારે માથે !” આવા નાસમજ લોકોને અમારે શું કહેવું ? શું એણે જેને પણ રૂપિયા ધીર્યા એ અમને પૂછીને ધીર્યા હતા ? એણે જેના પણ રૂપિયા લીધા તે અમને પૂછીને લીધા હતા ? શું પારકી મૂડીએ વેપાર કરવો કે પારકી મૂડી ભેગી કરી બીજાને આપીને એનાથી કમાવું, એવું માર્ગદર્શન અમે આપ્યું હતું ? જો ના, તો અમારી જવાબદારી શી રીતે ? અને એ અમારા માથે આ બધી જવાબદારી શી રીતે નાંખી શકે ? ધર્મશાસ્ત્રોમાં પ્રાથમિક કક્ષાના ધર્મી માટે પણ એવી ઉત્તમ નીતિ-મર્યાદા બતાવી છે કે, “પારકી મૂડી ઉપર ધંધો કરવો નહિ અને પોતાની બધી જ મૂડીને ધંધામાં હોમવી નહિ.” “યોગશાસ્ત્રમાં કહ્યું છે કે - 'पादमायान्निधिं कुर्यात्, पादं वित्ताय खट्टयेत् । મોજાયો પર્વ પાઉં ભર્તવ્યપોષot ' આવકના ચાર ભાગ કરવા. એક ભાગનો નિધિ કરવો, બીજો ભાગ ધંધામાં રોકવો, ત્રીજો ભાગ ધર્મ અને ભોગમાં વાપરવો અને ચોથો ભાગ આશ્રિતપરિવારાદિના પાલન-પોષણમાં વાપરવો. ધર્મશાસ્ત્રોની આવી રૂડી નીતિ-મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને પારકી મૂડીએ ધંધો કરાય છે કે પોતાની બધી જ મૂડીને ધંધામાં લગાડી દેવાય છે. એટલે જીવનમાં આ દા'ડા આવ્યા છે. પેટ ચોળીને શૂળ ઊભું કર્યું છે. સભા: ૯૮ પુત્રો ભગવાન પાસે ગયા, તો ભગવાને એમને શું કહ્યું ? ભગવાને એમને શું કહ્યું ? એ તો હું તમને કહેવાનો જ છું. પણ એ પહેલાં ભગવાને તમને શું કહ્યું છે, એ સમજાવી રહ્યો છું. ભગવાને તમારા માટે જે કહ્યું છે, તે તમને ગળે ઉતર્યું કે નહીં? “ધંધો કરવો જ પડે તો પારકી મૂડીએ ન કરવો અને પોતાની પણ બધી જ મૂડી એમાં લગાડી Page #70 -------------------------------------------------------------------------- ________________ ૨ : હિંસા કે પ્રતિહિંસાથી વૈર શમતું નથી પણ વધે છે 25 - 603 ન દેવી.’ આ વાતને ગંભીરતાથી વિચારજો ! હવે ભગવાનની વાત કહીએ. પોતાને પૂછવા આવેલા ૯૮ પુત્રોને ભગવાને એમ ન કહ્યું કે, ‘ચિંતા કરતા નહિ, ભરતને હમણાં જ બોલાવીને સમજાવી દઉં છું, રસ્તો કાઢી લે, લડવાની જરૂર નથી' અને એમ પણ ન કહ્યું કે, ‘એ ચક્રવર્તી છે, એને આમ કર્યા વિના છૂટકો જ નથી. એટલે એને મારાથી કાંઈ નહીં કહેવાય. તમે સમજી જાઓ અને પરસ્પર સંપીને રહો. તમે બધા સંપીને રહેશો તો મને ગમશે.’ આવી કોઈપણ વાત ભગવાને ન કરી. ૫૧ ―― સભા : તો ભગવાને શું કહ્યું ? ભગવાને એમને આત્મજાગૃતિનો નાદ સંભળાવ્યો. સંસારની ભયાનકતા સમજાવી. અર્થ-કામની અનર્થકારિતા સમજાવી અને એ બધું જ છોડીને અહીં આવવાનું સમજાવ્યું અને એ માટે એક દૃષ્ટાંત આપ્યું. સભા : એ માટે ભગવાને કયું દૃષ્ટાંત આપ્યું ? : એ માટે ભગવાને કહ્યું કે, એક ખાણીઓ હતો. કોલસાની ખાણમાં કામ કરતો હતો. પાણીની મશક લઈને ખાણમાં કામ કરવા ગયો. ગરમીના એ દિવસો હતા, ગરમી બેસુમાર હતી. એ પરિસ્થિતિમાં જ એણે ખાણમાં કામ કરવાનું હતું. જેમ જેમ એ ખાણમાં કામ કરતો ગયો, તેમ તેમ તેની તરસ વધતી ગઈ અને જેમ જેમ એની તરસ વધતી ગઈ તેમ તેમ એ મશકનું પાણી પીતો ગયો ને ઊંડો ઉતરતો ગયો - પાણી પીતો ગયો ને ખાણમાં ઊંડે ઉતરતો ગયો. બધું જ પાણી પૂરું થઈ ગયું - તરસ વધવા લાગી. છેવટે થાકીને એ પાણી માટે ખાણમાંથી બહાર નીકળ્યો પણ પાણી ક્યાંય મળ્યું નહિ. પાણીની શોધમાં ને શોધમાં તે આગળ ચાલ્યો. તેમાં એક લીમડાનું ઝાડ જોયું અને થાક્યો પાક્યો એની નીચે બેઠો. જમીન ઠંડી હતી. પવન ઠંડો આવતો હતો ને કામ કરીને એ થાકેલો હતો, એટલે એને ઉંઘ આવી ગઈ. તરસ તો હતી જ અને એમાં સ્વપ્ન ચાલુ થયું. સ્વપ્નમાં ને સ્વપ્નમાં તે પાણીની શોધમાં ચાલ્યો, એમાં કૂવો મળ્યો, એણે કૂવાનું બધું પાણી પી લીધું, પણ એની તરસ છીપી નહીં, ત્યાંથી એ આગળ ગયો, ત્યાં એને નદી મળી, એ નદીનું બધું પાણી પી ગયો. છતાં એની તરસ છીપી નહીં. ત્યાંથી એ આગળ ને આગળ શોધ કરતો ગયો. ઝરણું, સરોવર વગેરે જે મળ્યું, જેટલું મળ્યું બધાનું બધું જ પાણી પી ગયો. પણ Page #71 -------------------------------------------------------------------------- ________________ પર - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! - 604 પાણીની તરસ છીપાતી નહોતી. મૂળમાં સાચું પાણી પીવાય તો આંતરડી ઠરે. સપનાના પાણીથી સાચી તરસ શી રીતે છીપે ? સ્વપ્ન આગળ ચાલ્યું અને એ પોતે પણ સ્વપ્નમાં આગળ વધ્યો – છેક દરિયાકાંઠે પહોંચ્યો. તેનું ય બધુ પાણી પી લીધું. દુનિયામાં જેટલું પાણી હતું, તે બધું જ પીવાઈ ગયું, પણ તરસ ન છીપી. સ્વપ્નમાં ને સ્વપ્નમાં આગળ વધતાં માર્ગમાં એક નાનું ખાબોચીયું જોયું. એકલો કાદવ હતો. વચ્ચે વચ્ચે સાવ જ ડહોળાયેલું ગંદામાં ગંદું અને તે પણ સાવ જ થોડું પાણી હતું. આમ છતાં તરસ એટલી તીવ્ર હતી કે એને પાણી વગર ચાલે તેવું ન હતું અને કાદવમાંથી જુદું પાડીને પાણી પીવાય તેવું પણ ન હતું. એટલે એણે થોડું ઘાસ લીધું, ઘાસનો નાનો પૂળો બનાવ્યો અને કાદવવાળા પાણીમાં એ પૂળો બોલી બોળીને તેમાં ચૂસાયેલાં પાણીનાં ટીપાં મોઢામાં પાડવા લાગ્યો અને એ રીતે મારી તરસ છીપશે, એમ માનવા લાગ્યો. આટલું કહીને ભગવાને ૯૮ પુત્રોને પૂછ્યું કે, જે તરસ નદી-નાળાં-તળાવસરોવર અને સમુદ્રના પાણીથી ન શમી તે તરસ આ ખાબોચીયાના પાણીનાં ટીપાંથી શમી શકે ખરી ? ૯૮ પુત્રોએ કહ્યું, ન શમી શકે. ત્યારે ભગવાને કહ્યું, આજ સુધીમાં તમે રાજ્યનાં સુખોને ભોગવીને આવ્યા છો. વિશાળ એવા દેવલોકમાં દેવપણાનાં, દેવેન્દ્રપણાનાં સુખો ભોગવીને આવ્યા છો, આમ છતાં જો એનાથી તમારા મનની તૃપ્તિ ન થઈ તો આ રાજ્ય ભોગવવાથી તૃપ્તિ થશે ? ત્યારે એમણે પૂછ્યું કે, ભગવનું, જો આમ જ છે તો તૃપ્તિને પામવાનો માર્ગ કયો ?' ત્યારે ભગવાને કહ્યું કે, એ માટેનો માર્ગ છે : “સર્વ સંગના ત્યાગનો અને રત્નત્રયીની સાધનાનો.” આ બધી જ વાત આગળ વૈતાલિય નામના બીજા અધ્યયનમાં આવવાની છે. સભા : આ સાંભળીને ૯૮ પુત્રોએ શું કર્યું ? એમને એવું ન લાગ્યું કે ભગવાન આડકતરી રીતે ભરતનો પક્ષ કરે છે અને અમને અન્યાય કરે છે ! Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૩ – ૨: હિંસા કે પ્રતિહિસાથી વૈર શમતું નથી પણ વધે છે – 25 – 605 એ જો સંસારરસિક હોત અને વિવેક વગરના હોત તો વાત જુદી હતી. એ બધા વિવેકી હતા, સમજદાર હતા અને એમની ચિત્તવૃત્તિ નિર્મળ હતી. એટલે આવા કોઈ નબળા કે ખોટા વિચાર એમને આવવાનો અવકાશ ન હતો એટલે જ એમણે પ્રભુના વચનનો આદર કરી રાજ્યનો - સર્વસંગનો ત્યાગ કરી સર્વવિરતિનો સ્વીકાર કર્યો અને રત્નત્રયીની સાધના માટે પ્રભુના ચરણે પોતાનું સમગ્ર જીવન સમર્પી દીધું. આ રીતે એમણે પોતાનાં બંધનો તોડ્યાં. હવે તમારે શું કરવું છે ? જો તમારે પરિગ્રહની પાછળ પડીને પાયમાલ જ થવું હોય તો મારે કાંઈ કહેવું નથી ! પણ જો તમારે પાયમાલ ન થવું હોય તો આર્ત કે રૌદ્રના પનારે ન પડાય તે માટે આર્ત-રૌદ્રને પેદા કરનાર પરિગ્રહથી બચવું જ રહ્યું. સભા સાહેબ, આપે જેમ આર્તનું સામાન્ય સ્વરૂપ સમજાવ્યું, તેમ રૌદ્રનું સ્વરૂપ પણ સમજાવોને ! જેથી કાંઈક ખ્યાલ આવે. રૌદ્રધ્યાનનું સ્વરૂપ : આર્તધ્યાનની જેમ રૌદ્રધ્યાનના પણ ચાર પાયા છે. હિંસાનુબંધી રૌદ્રધ્યાન - ૧, મૃષાનુબંધી રોદ્રધ્યાન - ૨, સ્તેયાનુબંધી રોદ્રધ્યાન - ૩ અને સંરક્ષણાનુબંધી રોદ્રધ્યાન - ૪, એમ રૌદ્રધ્યાનના ચાર પાયા છે. આ દરેક પાયાની ચિંતા, ભાવના, ધ્યાન અને અનુપ્રેક્ષા - એમ ચાર ચાર પ્રકારો છે. એટલે આર્તની જેમ રૌદ્રનાં પણ સોળ પ્રકાર થાય છે. જે વ્યક્તિ હતાશ હોય, ભાંગી પડેલ હોય, એને મોટે ભાગે આર્તધ્યાન આવે છે અને જે વ્યક્તિ આક્રમક હોય, કઠોર હોય, નઠોર હોય, કાતિલ હોય, કૂર હોય, તેને મોટે ભાગે રૌદ્રધ્યાન આવે છે. સામા જીવ કે જીવોને મારી નાંખવાના, ખતમ કરવાના, રિબાવવાના, વિવિધ પ્રકારના ત્રાસ આપવાના, દુઃખ આપવાના, એનું જે થવું હોય તે થાય, તેવા કૂર ભાવોથી હિંસાનુબંધી રોદ્રધ્યાન પ્રગટે છે. સામાના સુખ-દુઃખ, હિતાહિત, જીવન-મરણની લેશ પણ પરવા કર્યા વગર નિઃશંકપણે જૂઠું બોલવાના - મૃષાવાદ કરવાના કૂર ભાવોમાંથી મૃષાનુબંધી રૌદ્રધ્યાન પ્રગટે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૪ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 606 સામાના સુખ-દુઃખ, હિતાહિત, જીવન-મરણ પ્રત્યે નિરપેક્ષ બનીને ચોરી કરવાના ક્રૂર ભાવોમાંથી તેયાનુબંધી રૌદ્રધ્યાન પ્રગટે છે અને સામાના સુખ-દુઃખ, હિતાહિત કે જીવન-મરણ પ્રત્યે નિઃશંક બનીને વિષયની સામગ્રીના સંરક્ષણની ક્રૂર ભાવનામાંથી સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન પ્રગટે છે. આર્તધ્યાનની જેમ જ આ ચારે પાયાના ચિંતા, ભાવના, ધ્યાન અને અનુપ્રેક્ષા એવા ચાર વિભાગો હોઈ, રૌદ્રભાવો પણ સોળ વિભાગમાં વહેંચાઈ જાય છે. પરિગ્રહની લાલસામાંથી ક્રૂર સ્વભાવના જીવોને, તીવ્ર સંક્લેશવાળા જીવોને, આ સોળ સોળ પ્રકારના રૌદ્રભાવો પ્રગટતા હોય છે અને એ સમયે એના ચિત્તમાં પ્રવર્તતી કૃષ્ણ-નીલ કે કાપોત લેશ્યા અતિ સંક્લિષ્ટ કોટિની, તીવ્ર પરિણામવાળી હોય છે. જેને લઈને પરિગ્રહની લાલસાના કારણે રૌદ્રભાવોને પરવશ પડેલો જીવ નરકગતિને યોગ્ય કર્મોને ભેગાં કરી, ચિરકાળ માટે દુર્ગતિમાં રઝળવા ચાલ્યો જાય છે. આવા દારૂણ વિપાકવાળા રૌદ્રભાવોથી બચવા માટે પણ પરિગ્રહથી અને હિંસાથી બચવું અત્યંત અનિવાર્ય છે. તીવ્ર કક્ષાના રાગાદિ ભાવોથી બચવું જરૂરી છે. હવે તમને એટલું તો સમજાઈ ગયું કે, આ પરિગ્રહના કારણે જીવ છેક રૌદ્રધ્યાન સુધી પહોંચી જાય છે. બીજા જીવો પ્રત્યે નિરપેક્ષ બની જાય છે. મને જો ધનસંપત્તિ મળતી હોય, મળેલી ટકતી હોય અને ટકેલી ભોગવાતી હોય તો તેમાં બીજા ગમે તેટલાં જીવોનું નિકંદન નીકળતું હોય કે તે બધાનું નિકંદન કાઢવું પડતું હોય તો જરાય વાંધો નહિ – એવી વૃત્તિ પેદા થાય છે. જે પરિગ્રહમાં ફસાય તે દુઃખમાં ફસાય. જે હિંસામાં ફસાય તે વેરમાં ફસાય, પરિગ્રહ અને હિંસામાં ફસાયેલ વ્યક્તિ દુઃખ અને વૈરની પરંપરાને ઉભી કરે છે. તે દુઃખની અને વૈરની પરંપરાથી છૂટી ન શકે. પરિગ્રહના પરિણામે હિંસા પણ સર્જાય. હિંસાના પરિણામે વૈર સર્જાય અને વેરના પરિણામે દુઃખ અને દુર્ગતિની પરંપરા સર્જાયા વગર રહેતી નથી. જેટલાની હિંસા કરી તે બધા વૈરી બને. કેટલા જન્મો સુધી વૈર વસૂલ કરશે, તેનો પત્તો નહિ લાગે. આજ સુધીમાં પૈસા ખાતર અને પૈસાથી મળતા ભોગ ખાતર કેટલા જીવોને દુઃખી કર્યા? પછી તે સ્વજન હોય કે પરજન હોય, આડોશી હોય કે પાડોશી Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૫ – ૨ : હિંસા કે પ્રતિહિસાથી વૈર શમતું નથી પણ વધે છે – 25 – 607 હોય, નોકર હોય કે ચાકર હોય. જિંદગીનું જરા નિરીક્ષણ કરો ! આનાથી વેરનું અને દુઃખનું બંધન વધે છે. પરિગ્રહથી દુઃખનું બંધન વધે છે અને હિંસાથી વેરનું બંધન વધે છે. હિંસાના દશ પ્રકાર : આજ સુધી તમે દુઃખી કેમ? બીજાને દુઃખ આપ્યું માટે, આ દુઃખ આપવું તે હિંસા છે. ખાલી પ્રાણનો ઘાત કરવો તે જ હિંસા છે - એવું નથી, પણ નાનામાં નાનું દુઃખ આપવું તે પણ હિંસા છે. આ શિક્ષણ પાઠશાળાઓમાં નાના બાળકોને પણ “ઈરિયાવહિયં સૂત્ર'માં અપાય છે, આમ છતાં એની આજના ઘણા મોટાઓને પણ ખબર નથી. સભા ઈરિયાવહિયં સૂત્ર” માં એવું શું આવે છે ? કેમ તમે નથી બોલતા ? “વિયા વેદિયા, તેદિયા, વર્જિવિયા, પંચદિયા !' . 'अभिहया, वत्तिया, लेसिया, संघाइया, संघट्टिया, परियाविया, किलामिया, उद्दविया, ठाणाओ ठाणं संकामिया, जीवियाओ ववरोविया' સભા સાહેબ ! આ વાત જરા વિગતવાર સમજાવો તો સારું. જેટલા પણ સંસારી જીવો છે તે બધાનો એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીમાં સમાવેશ થઈ જાય છે. કેટલાક જીવો એક ઈન્દ્રિયવાળા હોય છે, કેટલાક જીવો બે ઈન્દ્રિયવાળા હોય છે, કેટલાક જીવો ત્રણ ઈન્દ્રિયવાળા હોય છે, કેટલાક જીવો ચાર ઈન્દ્રિયવાળા હોય છે અને કેટલાક જીવો પાંચ ઈન્દ્રિયવાળા હોય છે. જેને માત્ર ચામડી જ હોય તેને એકેન્દ્રિય કહેવાય છે; જેમ કે પૃથ્વી, પાણી, વનસ્પતિ વગેરે. જેને ચામડી અને જીભ હોય તેને બેઈન્દ્રિય કહેવાય છે; જેમ કે અળસીયા, શંખ વગેરે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૭ – – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 608 જેને ચામડી, જીભ અને નાક હોય તેને તેઈન્દ્રિય કહેવાય છે; જેમ કે મંકોડા, ધનેરા વગેરે. જેને ચામડી, જીભ, નાક અને આંખ હોય તેને ચઉરિન્દ્રિય કહેવાય છે; જેમ કે વીંછી, ભમરા વગેરે. જેને ચામડી, જીભ, નાક, આંખ અને કાન હોય તેને પંચેન્દ્રિય કહેવાય છે; જેમ કે પશુ-પક્ષી, માનવ વગેરે. આ જીવોમાંથી કોઈ પણ જીવની હિંસા દશ પ્રકારે થતી હોય છે. કોઈ પણ જીવોને લાત મારવી, લાત મારીને દૂર-સુદૂર ફંગોળી દેવા= ધૂળ નીચે ઢાંકી દેવા, દાટી દેવા=વત્તિયા - ૨. જમીન સાથે ઘસી નાંખવા=સ્ટેસિયા - ૩. એકબીજાને ભેગા કરવા, અથડાવી મારવા=સંપાડ્યા - ૪. સામા જીવને દુઃખ થાય તેવો સ્પર્શ કરવો, દબાણ આપવું=સંઠ્ઠિયા - પ. કોઈ પણ જીવને પરિતાપ ઉપજાવવોપરિયાવિયા - ૬. કોઈ પણ જીવને મરવા જેવી સ્થિતિમાં મૂકી દેવો=ામિયા - ૭. કોઈ પણ જીવને ત્રાસ પમાડવો=૩વિયા - ૮. કોઈ પણ જીવને તેની મરજી વિરુદ્ધ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવા, સ્થાનાંતર-સ્થળાંતર કરાવવું=ઠામાં કાઈ સંમિયા - ૯. અને કોઈ પણ જીવને તેના પ્રાણોથી મુક્ત કરવા, મૃત્યુ પમાડવા=ળવિચારો વવરોવિયા - ૧૦. આમ એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવોને હું કહી ગયો તેમ દશમાંની કોઈ પણ રીતે દુઃખ આપવું તેને હિંસા કહેવાય છે. દુઃખને નાથવાનો સરળ ઉપાય : દુઃખનો પ્રતિકાર બંધ કરો ! એટલે જે કોઈ વ્યક્તિ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના કોઈપણ જીવને આ દશ પૈકી કોઈ પણ પ્રકારનું દુઃખ આપે તેણે તે જીવની હિંસા કરી કહેવાય. આ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨ : હિંસા કે પ્રતિહિંસાથી વૈર શમતું નથી પણ વધે છે - 25 રીતની હિંસાથી તે તે જીવ સાથે વૈર બંધાય છે. જેમાંથી વૈરની પરંપરા અને દુ:ખની પરંપરા સર્જાય છે. ૫૭ સભા : શું આ બધી જ વાત ઈરિયાવહિ સૂત્રમાં આવે છે ? આટલું સ્પષ્ટ બોલ્યો તો પણ ખ્યાલમાં ન આવ્યું ? તો હવે તમે એ સૂત્રનાં પદો ફરીથી સાંભળી લો. ‘નિવિયા વેજ્ઞવિયા, તેŞતિયા, પરિવિયા, પવિડિયા ।' ‘અભિજ્ઞા, વત્તિયા, સિવા, સંચાડ્યા, સંઘટ્ટિયા, પરિવાવિયા, વિત્ઝામિયા, उद्दविया, ठाणाओ ठाणं संकामिया, जीवियाओ ववरोविया' બોલો, સમજાઈ ગયું ? સભા : આટલામાં આ બધી વાત આવી ગઈ. - 609 આટલું બોલ્યા પછી પણ ન સમજાયું ? સભા : ‘એબિંદિયા’થી પંચિંદિયા સુધીનું સમજાયું. પછીનું ન સમજાયું. તો ફરી સાંભળો ! આ તમારા કલ્યાણની વાત છે એટલે ફરી ફરી કહેવામાં મને કંટાળો નથી આવતો. અભિદયા એટલે લાતે માર્યા -૧, વત્તિયા એટલે ધૂળ નીચે ઢાંક્યા - ૨, સિયા એટલે જમીન સાથે ઘસ્યા - ૩, સંઘાડ્યા એટલે પરસ્પર એકબીજાને ભેગા કર્યા, અથડાવ્યા - ૪, સંઘટ્ટિયા એટલે થોડા સ્પર્શથી દુઃખ ઉપજાવ્યું - ૫, પરિયાવિયા એટલે પરિતાપ ઉપજાવ્યો - ૬, નિમિયા એટલે મરવા જેવી સ્થિતિમાં મૂક્યા - ૭, વિયા એટલે ત્રાસ પમાડ્યો - ૮, ઢાળાઓ ઢાળ સંામિયા એટલે એક સ્થાનેથી બીજા સ્થાને મૂક્યા - ૯, નીવિયાઓ વવરોવિયા એટલે જીવિતથી જુદા કર્યા, મૃત્યુ પમાડ્યા - ૧૦. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ - ૩ - બંધન જાણે ! બંધન તોડો ! - 610 બોલો ! હવે આમાં શું બાકી રહ્યું ? તમે તમારા સમગ્ર જીવન વ્યવહારને તપાસશો તો તમને ખ્યાલ આવશે કે તમારા જીવનમાં કેવા, કેવા જીવોને તમે કેવી કેવી રીતે દુઃખ આપીને એમની હિંસા કરો છો અને એ દ્વારા તમે તે તે જીવો સાથે વૈરની પરંપરા સર્જીને કેવાં કેવાં દુઃખ અને દુર્ગતિની પરંપરાનું સર્જન કરો છો ? કદાચ તમે તમારા જીવનમાં મનુષ્યના જીવિતનું અપહરણ નહિ કર્યું હોય, મતલબ કે એનો પ્રાણઘાત નહિ કર્યો હોય, પણ બાકીની બાબતો મનુષ્યની સાથે પણ કેટલીવાર કરી, એ બરાબર વિચારો ! અને “મનુષ્યના જીવિતનું અપહરણ નહિ કર્યું હોય એવું જે હું બોલ્યો તે મનવાળા, સંજ્ઞી મનુષ્યની અપેક્ષાએ જ બોલ્યો. બાકી સંમૂચ્છિમ, મન વગરના, અસંજ્ઞી મનુષ્યોની હિંસા તો કેવી કેવી રીતે અને કેટ-કેટલી કરી અને કરી રહ્યા છો એ તો એનું જ્ઞાન મેળવો તો જ જણાય. આ જ્ઞાન કેવળ જૈનદર્શનમાં જ મળી શકે તેમ છે. સભા : સાહેબ! અમને એનું જ્ઞાન આપો ને? તમને જાણવાનું મન થયું એ સારી વાત છે. જાણીને એ જીવોને બચાવવાનો પુરુષાર્થ કરશો તો એનાથી એ મનુષ્ય-જીવોની હિંસા તો અટકશે જ, સાથોસાથ એનાથી તમને થતો પ્રચંડ કર્મબંધ પણ અટકશે. પરિણામે તમે દુઃખી થતા અટકશો. સંભૂમિ મનુષ્યો ચૌદ સ્થાનોમાં ઉત્પન્ન થઈ મરણ પામતા હોય છે, એ અંગે “પ્રજ્ઞાપના સૂત્ર’ આગમ વગેરે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે – ૧ - વિષ્ટા, ૨ - પેશાબ, ૩ - કફ (બળખો), ૪ - નાકનો મેલ (ડો), ૫ - વમન (ઉલટી), - પિત્ત, ૭ - પરૂ (સડેલું લોહી), ૮ - લોહી, ૯ - શુક્ર (ધાતુ), ૧૦ - ત્યજેલા શુક્રના ભીનાં પુદ્ગલો, ૧૧ - મડદું, ૧૨ - સ્ત્રીપુરુષનો સમાગમ, ૧૩ - નગરની ખાળ (ગટર) અને ૧૪ - બધા જ અશુચિ સ્થાનો : આટલા ચૌદ સ્થાનોમાં સંમૂર્છાિમ પંચેન્દ્રિય મનુષ્ય જીવો ઉત્પન્ન થઈ મરણ પામતા હોય છે. આ બધા જ જીવો કેવળ આંગળના અસંખ્યાતમા ભાગ જેવડા સૂક્ષ્મ હોય છે, એમનું આયુષ્ય અંતર્મુહૂર્તનું જ હોય છે અને તે આંખ દ્વારા જોઈ શકાતા નથી. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ―――― ૨ : હિંસા કે પ્રતિહિંસાથી વૈર શમતું નથી પણ વધે છે – 25 - શરીરના મળ વગેરેને સૂકાં સ્થાનમાં વિસર્જીત કરવા જોઈએ; જેથી તે ૪૮ મિનિટમાં સૂકાઈ જાય. ભેજવાળા, ભીનાં સ્થાનોમાં વિસર્જિત કરવાથી સતત આવા સૂક્ષ્મ મનુષ્યો ઉત્પન્ન થઈ મરણ પામવાની પ્રક્રિયા શરૂ થાય છે. જે ખૂબ મોટું પાપ છે. એંઠાં પવાલાં વગેરે લૂછીને કોરાં કર્યા વિના જ એનાથી માટલાં વગેરેમાંથી પાણી લઈ પીવાથી એ માટલા વગેરેમાં પણ આવા મનુષ્યો પેદા થઈ મરણ પામે છે. માટે આ બધી બાબતોમાં ખૂબ વિવેક રાખી સંયમ કેળવવો જરૂરી છે. 611 વધુમાં, આજે જે મા-બાપો ગર્ભમાં રહેલા માસુમ બાળકોની ઠંડે કલેજે હત્યા (ગર્ભપાત) કરે છે, તેઓ તો ગર્ભજ, સંજ્ઞી, પંચેન્દ્રિય મનુષ્યની હત્યાનું ઘોર પાપ કરે છે. આ પાપ તો એટલું મોટું અને ભયંક૨ છે કે એના ફળવિપાકે બીજા કેટલાય ભવોમાં એ હત્યારાઓ ઈચ્છવા છતાં મા-બાપ બની શકતા જ નથી. ઈરિયાવહિ સૂત્રમાં બતાવેલા આ હિંસાના દશ પ્રકાર છે. એના સ્વરૂપને ઊંડાણથી અને વિસ્તારથી સમજો ! તમારા જીવનના નાના-મોટા દરેક વ્યવહારોનું નિરીક્ષણ કરો અને તપાસો કે, તમારા મન, વચન કે કાયાના કયા કયા વ્યવહા૨થી કયા કયા જીવોને, લોકોને તમારા દ્વારા કેટલું કેટલું દુ:ખ પહોંચે છે ? તમારું ઊઠવાનું-બેસવાનું, બોલવાનું-ચાલવાનું, લેવાનું-દેવાનું, નાના-મોટા પ્રસંગે ક્યાંય પણ જવાનું-આવવાનું. તમારા આ બધા વ્યવહારોથી કોઈને દુઃખ તો નથી પહોંચતું ને ? એનાથી કોઈના જીવનમાં નડતર તો ઊભી નથી થતી ને ? એનાથી કોઈને ત્રાસ તો નથી થતો ને ? સભા : સંસારમાં એવું બધું તો થવાનું જ, પણ પછી એનો ‘મિચ્છા મિ દુક્કડં’ દઈ દઈએ છીએ ને ? એ મિચ્છા મિ દુક્કડં પણ હૈયાનો તો જોઈએ ને ? ખાલી બોલવાથી શું વળે ? તમે જે ભૂલ કરી તેની તમને જે વેદના જોઈએ, તેનો જે પશ્ચાત્તાપ જોઈએ, તમારા વ્યવહારથી સામાને જે નુકસાન થયું તે ભરપાઈ કરવાની જે તૈયારી હોવી જોઈએ અને ફરીથી તેવો વ્યવહાર ન કરવાની જે તૈયારી જોઈએ, એ બધું હોય અને તે પછી મિચ્છા મિ દુક્કડં આપો તો તે સાચો. આ તો ૧૦૦ જણની વચ્ચે નાક કાપે ને પછી ખાનગીમાં જઈને કહે કે Page #79 -------------------------------------------------------------------------- ________________ 612 – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! તમને દુઃખ લાગ્યું હોય તો મિચ્છા મિ દુક્કડં; આ મિચ્છા મિ દુક્કડં જ નથી. સભા સાહેબ ! સંઘગત નાનાં-મોટાં આયોજનોમાં વ્યવસ્થા જાળવવા ગરમ થઈને કે કડક થઈને બોલીએ તો હિંસાનું પાપ લાગે? એમાં પણ કષાયને વશ થઈને સમતુલા ગુમાવો તો જરૂર હિંસાનું પાપ લાગે, પણ કેટલાંક વ્યવસ્થાપકો તો એવું માની બેઠા છે કે, અમને, ગમે તેને ગમે તે કહેવાની છૂટ છે, અમે સત્તાધીશ. એમ માનીને હૂકમ ચલાવ્યા કરતા હોય છે. આયોજક જે સંઘવી હોય તે હાથ જોડી, વિનમ્ર બનીને રહેતા હોય અને આ વ્યવસ્થાપકો ટટ્ટાર બનીને ફરતા હોય. કમનસીબે હું જેને હિતશિક્ષા આપવા માંગતો હોઉં તે અત્યારે હાજર જ ન હોય અને હોય તો પણ તે ન સાંભળે અને બીજો જ સાંભળે. વ્યવસ્થાપકની વાત કરું તો વ્યવસ્થાપકો ન સાંભળે, પણ આરાધકો સાંભળે અને કહે કે, “બરાબર છે. એ નંગ જ છે. ન જાણે આવા બધા નંગોના હાથમાં આ વહીવટ કેમ આવ્યો હશે ?' અને આરાધકોની વાત કરું તો આરાધકો ન સાંભળે, પણ વ્યવસ્થાપકો સાંભળે અને એ કહે કે, “મહારાજ સાહેબે બરાબર કહ્યું. આ બધા આવા જ અહીં આવી ભરાણા છે. કેવા બધા અહીં ભરાઈ પડ્યા છે. ન જાણે આ બધા અહીં શું કામ આવતા હશે ?' જ્યારે વહુને માટે કાંઈ કહું તો સાસુના કાન ઉંચા થાય અને સાસુને માટે કાંઈ કહું તો વહુ બરાબર યાદ રાખે અને કહે, “બા સાંભળ્યું ! જે વાત જેને માટે કહ્યું, તે વાત તે ન સાંભળતાં બીજા જ સાંભળે છે અને ઘરે જઈને એ બધાને સંભળાવે એટલું જ નહિ, પણ એ અમારા નામે સંભળાવે, એટલે અમે કહીએ એનું સારું પરિણામ તો ન આવે પણ ઉપરથી અહીં નહિ આવનારા, આ આવનારાઓની રીતભાતથી અમારા પણ વિરોધી બની જાય. એટલે આ બધાનું જે સારું પરિણામ આવવું જોઈએ તે નથી આવતું. તમે જો નમ્ર અને વિવેકી બની, હાથ જોડવા પૂર્વક કહેશો કે, અમને સહકાર આપો, તો તમને સારામાં સારો સહકાર મળશે. અમે પણ કોઈને કાંઈ કહેવું હોય તો મહાનુભાવ, મહાભાગ, પુણ્યાત્મા, પુણ્યશાળી, ભાગ્યશાળી, પુણ્યાત્મનું. એવું કહીને કહીએ છીએ, જ્યારે તમે તો જાણે બધાના માલિક હો તેમ ધડ-ધડ કહેવા માંડો, એમાંય આવા સિદ્ધક્ષેત્રમાં Page #80 -------------------------------------------------------------------------- ________________ ૯૧ - ૨ : હિંસા કે પ્રતિહિંસાથી વેર શમતું નથી પણ વધે છે - 25 - 613 અને એ પણ આરાધના કરવા આવેલા આરાધકોને ? આનાથી તો તમારા કષાયો કેટલા પ્રબળ બની રહ્યા છે ? અને એનાથી તમને કેવો અને કેટલો કર્મબંધ થઈ રહ્યો છે ? એનો ક્યારેય કોઈ વિચાર કર્યો ખરો ? અહીં જે પણ આવ્યા છે, તે તમારા સાધર્મિક છે, જે તમારે માટે આરાધ્ય છે. એમની આશાતના કરવી, તિરસ્કાર કરવો, તે ઘણું મોટું પાપ છે. સામાન્ય જીવને પણ દુઃખ પહોંચાડવાથી, કઠોર વેણ સંભળાવવાથી હિંસાનું પાપ લાગતું હોય, વેરની પરંપરા સર્જાતી હોય તો અહીં તમને કેવાં મોટાં પાપ બંધાશે ? એ ગંભીરપણે વિચારજો ! શાસ્ત્રકારોએ કહ્યું છે કે, સાચી વાત પણ ક્રોધને વશ થઈને બોલાય તો તે મૃષાવાદ કહેવાય. સાહેબ, હું તો જે હોય તે ચોખ્ખ-ચોખ્ખું કહી દેવામાં માનું છું. એમ કહીને ક્રોધમાં લાલ થઈને કોઈનું અહિત થાય તે રીતે સાચી વાત પણ કહેવી તે તો મૃષાવાદનો જ એક પ્રકાર છે. સભા ભૂલ સામેવાળાની હોય છતાં હું મિચ્છા મિ દુક્કડે આપું અને એનો એ જ વ્યવહાર કરે તો કેટલાં વર્ષ મિચ્છા મિ દુક્કડું આપવાનો ? તમે જો કલ્પસૂત્ર સાંભળ્યું હોય તો એ વાત તમારા ધ્યાનમાં રહેવી જ જોઈએ કે, સામેવાળો ભલે તમને મિચ્છા મિ દુક્કડ ન આપે, તમારે તો આપવો જ જોઈએ. કારણ કે “કલ્પસૂત્રાદિ મહાશાસ્ત્રોમાં કહ્યું છે કે – ને સવમ તરસ સ્થિ મારાહUT I' ‘જે મિચ્છા મિ દુક્કડું આપે તે આરાધક બને.” તમારા મનમાં એના માટે ગાંઠ ન પડે તેનો ખ્યાલ રાખો. જો ગાંઠ પડી તો પીડા કરશે, સહન કરવું પડશે, સહન કરવું પડે તેની તકલીફ નથી, પણ દુર્ગતિમાં જવું પડશે તેની મોટી તકલીફ છે. તમે વધારે નમ્ર બનો - સરળ બનો કે જેથી સામેવાળાની પણ ગાંઠ ખૂલી જાય. પણ આમ છતાં જો કદાચ એની ગાંઠ ન ખૂલે તો ન ખૂલે, એમાં હું શું કરું ? એને ન પડી હોય તો મને ય નથી પડી. એ મિચ્છા મિ દુક્કડ ન આપે તો હું શું કામ આપું ? એ ન આપે તો મારે નથી આપવો. કોઈ આવા જ ભાવમાં રહે તો બેય મરીને તિર્યંચમાં જાય, ત્યાં પણ લડે – લડતાં, લડતાં મરે, ત્યાંથી મરીને નરકમાં જાય અને ત્યાં પણ લડે અને આ રીતે ભવની પરંપરા સાથે વૈરની પરંપરા અને દુઃખોની પરંપરા પણ Page #81 -------------------------------------------------------------------------- ________________ – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 614 અવિરતપણે ચાલ્યા જ કરે. પણ જો બેમાંથી એક ખમાવીને ગયો ને બીજો ખમાવ્યા વગર ગયો, તો ખમનાર પોતે આરાધક બને છે અને નહિ ખમાવનાર વિરાધક બને છે. નહિ ખમાવનાર જો વૈરનો અનુબંધ લઈને જશે તો તે કદાચ મારવા આવશે, પણ ખમનાર સહન કરશે - કર્મ ખપાવીને આગળ વધશે. એટલે બેમાંથી એક પણ પક્ષમાં વૈર ન રહે તે માટેનો પ્રયત્ન કરો, એ ન જ થાય તો તમારા તરફથી તો વેર ન જ રહે તે માટે સમજ અને વિવેકપૂર્વક પાકો પ્રયત્ન કરો. સભા: કોઈપણ વસ્તુનો પ્રતિકાર નહીં કરવાનો ? ના, કોઈ પણ દુઃખદ પરિસ્થિતિ કે દુઃખદ વસ્તુનો પ્રતિકાર નહિ જ કરવાનો, સહન જ કરવાનું. આજનાં વ્યાખ્યાનનો આ મર્મ છે – કોઈપણ દુઃખદ પરિસ્થિતિ કે દુઃખદ વસ્તુનો પ્રતિકાર ન કરવો. સભા : અનુશાસન તો કરાય ને ? અનુશાસન કોણ કરી શકે? અનુશાસનનો અધિકાર જેને હોય તે જ અનુશાસન કરી શકે. જે અનુશાસન કરે, તે પણ વિવેકપૂર્વક કરે. ધર્મશાસ્ત્રની આજ્ઞા મુજબ કરે અને તે પણ કષાયોને વશ થઈને નહિ પણ કષાયોને વશમાં રાખીને હિતબુદ્ધિથી કરે. અનુશાસન એટલે હથોડો મારવા જેવું કામ છે. એ કળા અને કોમળતાપૂર્વક કરવાનું હોય છે. એનાથી સામાનું હિત થાય પણ એનો લમણો ન ભાંગે તેની કાળજી રાખવાનું હોય છે. અનુશાસન કરનાર જો કષાયને વશ થાય તો સામાનું અહિત થાય કે ન થાય, પણ તેનું પોતાનું તો અહિત થાય જ. જેના હૈયામાં કરુણા, કોમળતા હોય અને વ્યવહારમાં શાસ્ત્રબોધના પરિપાકમાંથી પ્રગટેલી કળા-કુશળતા હોય તે જ સાચું અનુશાસન કરી શકે, જરૂર પડે તો એ કષાય પણ કરે, પણ એને કષાય આવી જાય કે કષાય એના ઉપર સવાર થઈને એની પાસે વિવેક વગરનો વ્યવહાર કરાવે એવું ક્યારેય ન બને. અનુશાસન કરનારના હૈયામાં સામા જીવ પ્રત્યે અપાર વાત્સલ્ય જોઈએ. એનું આત્મહિત કરવાનો સાચો ભાવ જોઈએ. નિઃસ્વાર્થવૃત્તિ જોઈએ અને શાસ્ત્રવચનોની પરિણતિવાળો ઊંડો બોધ જોઈએ. એ જ્યારે કોઈનું પણ અનુશાસન કરવાનો પ્રયત્ન કરે અને તેનું જેવું આવવું Page #82 -------------------------------------------------------------------------- ________________ ૯૩ – ૨ ઃ હિંસા કે પ્રતિહિંસાથી વેર શમતું નથી પણ વધે છે - 25 – 615 જોઈએ તેવું પરિણામ ન આવે ત્યારે એને સામા ઉપર ક્યારેય દ્વેષ-વિદ્વેષ કે દુર્ભાવ ન થાય. એ હૈયાથી પણ ક્યારેય એનું અહિત ન વિચારે. જરૂર પડે તો તે સમયે એ એના પ્રત્યે માધ્યશ્મભાવનો સહારો લે. જે આવું ન કરી શકે, તેને અનુશાસન કરવાનો અધિકાર નથી. આવા અધિકાર વગરની જે પણ વ્યક્તિ અનુશાસન કરવા જાય તે છેવટે અનુશાસકના બદલે અનુશાસ્ય, શિક્ષાપાત્ર બની જાય છે. માટે આ વિષયમાં પણ ઘણો વિવેક, સમજ અને જાગૃતિ જરૂરી છે. સભા : આ વાત તો બરાબર, પણ હવે અમારે થોડું અમારા પોતાના માટે જ પૂછવું છે. ઘણીવાર એવું બને છે કે, અમે જ્યારે ક્ષમાપના કરવા જઈએ છીએ ત્યારે ઉપરથી વધારે ભડકો થાય છે, તો અમારે શું કરવું ? સાચા ભાવે અને સાચી રીતે ક્ષમાપના કરવાથી મોટે ભાગે તો આવું પરિણામ ન જ આવે. આમ છતાં જ્યાં પણ આવાં પરિણામો આવતાં જોવા મળે, ત્યાં ક્ષમાપના કરનારના હૈયાના ભાવોની અને ક્ષમાપનાના વ્યવહારની ખામી કામ કરતી હોય છે. જો હકીકતમાં ક્ષમાપના કરવાથી આવું પરિણામ આવતું હોય તો ભગવાન એવો માર્ગ બતાવે જ નહિ ! ઘણાની તો હાલત જ એવી હોય કે, હૃદયથી ભૂલનો સ્વીકાર જ ન થયો હોય. મેં ભૂલ કરી છે, એવું એને લાગતું જ ન હોય અને વ્યવહારથી ક્ષમાપના કરવા જાય અને એ સમયે પણ ક્ષમાપનાની ઉત્તમ રીત-મર્યાદાનો પણ એને ખ્યાલ ન હોય. એટલે એ કહે કે “સાંભળો ! મારા મનમાં તમારા માટે કાંઈ હતું નહિ. મેં સ્વપ્ન પણ તમારા માટે કોઈ ખરાબ વિચાર કર્યો નથી. આમ છતાં તમને ખોટું લાગી ગયું હોય તો મિચ્છા મિ દુક્કડ,” એટલે આ સાંભળીને પેલો ભડકે અને પૂછે કે, “મને લાગ્યું એટલે તમે શું કહેવા માંગો છો ! તમને કાંઈ નહોતું. તમે કાંઈ ખરાબ કર્યું નહોતું અને મને લાગી ગયું, એટલે શું હું ખોટો છું, ખરાબ છું કે એમને એમ કોઈને માટે કાંઈ લાગે અને એ બધું હું લઈને ફરું?' અને પછી એમાંથી ત્યાં જ નવો ચોપડો ખૂલે. આ ક્ષમાપનાની રીત નથી. આ તો પોતાની ભૂલને છાવરવાની કે સામા ઉપર ઢોળવાની રીત છે. આવી રીતે મિચ્છા મિ દુક્કડ આપવાથી તો ક્લેશ જ વધે. ઘણા તો અમને પણ કહે કે, “મહારાજ સાહેબ, તમને ખોટું લાગ્યું હોય તો મિચ્છા મિ દુક્કડં. અમારા મનમાં તો કાંઈ હતું જ નહિ.” આવું બોલે એટલે તેનો મતલબ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ૩ - બંધન જાણો ! બંધન તોડો ! - 616 શું થાય ? “અમે તો સારા છીએ, પણ તમારા સ્વભાવમાં વિકૃતિ છે. એટલે તમારા સ્વભાવ દોષના કારણે તમને કાંઈ ખોટું લાગ્યું હોય તો મિચ્છા મિ દુક્કડ. અમારી સાથે પણ આવો વ્યવહાર કરનારા પરસ્પરનો વ્યવહાર કેવો કરતા હશે ? અમને આ રીતે કહેનારા, પરસ્પર શું નહિ બોલતા હોય ? પોતે કરેલી ભૂલ પહેલાં પોતાને સમજાય તો જ સાચો મિચ્છા મિ દુક્કડ દઈ શકાય. આપણે તો એવા હતા જ નહિ, પણ એમણે આમ કર્યું, આવું કર્યું, પછી તો આમ થાય જ ને! આવું વિચારનારનો મિચ્છા મિ દુક્કડ સાચો ક્યાંથી થાય ? સામી વ્યક્તિએ તમારી સાથે નબળો વ્યવહાર કર્યો પણ તમારી તેમાં કંઈ ભૂલ હતી કે નહિ. એનો વિચાર કરો ! તમે કર્તવ્ય ચૂક્યા હતા? તમે અપરાધવાળું વર્તન કર્યું હતું ?, તમે એને દુઃખ પહોંચે તેવું વર્તન કર્યું હતું ? તમે બોલતી વખતે ભારેખમ શબ્દો વાપર્યા હતા ? – આ બધાનો તમે બરાબર વિચાર કરો ! અમને કહે, “સાહેબ ! ફલાણા ભાઈ આવ્યા હતા. મેં એમને બેસો” કીધું, એમાં ખોટું લાગી ગયું.” મેં કહ્યું, કેવી રીતે કહ્યું હતું ? “બેહો.” તમારા શબ્દો એના એ હોવા છતાં દર વખતે એના ભાવ એકસરખા નથી હોતા અને આ ભેદ તો નાનું બાળક પણ સમજી શકે છે. ખરેખર તો તમારે તમારા મનના ભાવોને કોમળ કરવા પડશે. તમે તમારા સુખ-દુઃખને જે રીતે સંવેદો છો, તે રીતે તમારે સામેવાળાનાં સુખ-દુઃખને સંવેદવાં પડશે. સામેવાળાની જગ્યાએ તમારી જાતને મૂકીને પરિસ્થિતિનું સાચું મૂલ્યાંકન કરતાં શીખવું પડશે. સભા સાહેબ ! આપની વાત સો ટકા સાચી છે, પણ પ્રેક્ટિકલ નથી લાગતી. જ્યાં સુધી તમારો સંસારરસ તીવ્ર છે ત્યાં સુધી આમાંની કોઈપણ વાત તમને પ્રેક્ટિકલ નહિ જ લાગે. એક વાત યાદ રાખજો કે, જ્યાં સુધી સર્વજ્ઞ ભગવંત કહેલી આ બધી વાત તમને-મને ગળે નહિ ઉતરે ત્યાં સુધી આપણા સંસારભ્રમણનો અંત નહિ આવે. આવી સાચી વાત પણ પ્રેક્ટિકલ નથી લાગતી, એમાં સૌથી મહત્ત્વનું કારણ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ તગડું હશે ત્યાં સુધી આ વાત પ્રેક્ટિકલ નહિ જ લાગે. બીજા બધાની વાત જવા દઈને સીધી ભગવાનની જ વાત કરીએ તો તેઓ અનંત વીર્યના સ્વામી હતા. રાજકુળમાં જન્મ્યા હતા. અપાર સમૃદ્ધિમાં ઉછર્યા હતા. ટાઢ-તડકો એમણે ક્યારેય જોયો ન હતો. આમ છતાં તેઓ જ્યારે એ સર્વ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૯૫ – ૨ : હિંસા કે પ્રતિહિસાથી વૈર શમતું નથી પણ વધે છે - 25 – 617 સંગનો ત્યાગ કરી સંયમસાધનાના માર્ગે સંચર્યા ત્યારે રસ્તે રખડતા લોકોએ પણ એમને માર્યા, ગાળો દીધી. પાછળ શિકારી કુતરાઓ દોડાવ્યા, પાછળથી ભાલાની અણીઓ ભોંકી, પગમાં આગ પેટાવી, કાનમાં ખીલા ઠોક્યા, ચોરજાસૂસનાં આળ ચડાવ્યાં. દોરડે બાંધી કુવામાં ઉતાર્યા, ફાંસીના માંચડે લટકાવ્યા. આ બધાનો પ્રતિકાર કરવાની પૂરેપૂરી શક્તિ હોવા છતાં ભગવાને ક્યાંય પ્રતિકાર ન કર્યો, ક્યાંય બચાવ ન કર્યો, ક્યાંય જાતને બચાવવાનો પ્રયત્ન પણ ન કર્યો. જે બન્યું તે બધુ જ સમભાવે સહન કર્યું. જો ભગવાનમાં આ બધાનો પ્રતિકાર કરવાની શક્તિ હતી, આમ છતાં એનો લેશ પણ પ્રતિકાર કર્યા વગર એ બધું જ સમભાવે સહન કર્યું તો તમે ને હું કોણ કે સહન કરવાને બદલે સામનો કરવાનો જ પ્રયત્ન કરીએ ? તમે ભગવાનનો સાધનાકાળ તો જુઓ! અનાર્ય દેશમાં ગયા ત્યારે આ બધા ઉપદ્રવો થયા. જેને પ્રભુએ સમભાવે સહન કર્યા છે. કોઈપણ પ્રકારના પ્રતિકાર કે બચાવનો પ્રયત્ન કર્યા વિના સહન કર્યા છે. એકવાર ભગવાન મહાવીર વૈશાલીથી વિહાર કરીને વાણિજ્ય ગ્રામ તરફ જતા હતા ત્યારે વચ્ચે ગંડકી નદી આવી. નદી બેપૂર વહેતી હોવાના કારણે પ્રભુને નાવમાં બેસીને નદી ઉતરવાનો વારો આવ્યો ત્યારે નાવમાંથી ઉતર્યા બાદ નાવિકે કહ્યું, “એય ઉભો રહે, ભાડું આપ.” “મારી પાસે ક્યાંથી હોય ? મને જવા દો,” એવું કશું જ ભગવાને ન કહ્યું અને ભગવાન મૌન રહ્યા. ભગવાનના મૌનથી અકળાયેલા નાવિકે કહ્યું કે, “જ્યાં સુધી ભાડું ન આપે ત્યાં સુધી આ તડકામાં ઉભો રહે.” ઉપર આભ તપતું હતું, નીચે ધરતી તપતી હતી. આમ છતાં એ સ્થિતિમાં લોઢા જેવી તપેલી નદીની રેતીમાં સાવ સહજતાથી ભગવાન ઉભા રહ્યા. એ દરમ્યાન પ્રભુના પિતા સિદ્ધાર્થ મહારાજના મિત્ર શંખરાજવીનો જમાઈ ચિત્ર પોતાની નૌકા સેના સાથે અચાનક જ ત્યાં આવી ચડ્યો, એણે આ દૃશ્ય જોયું અને ઊંડો આઘાત અનુભવ્યો. તરત જ ચિત્ર નાવિકને કહ્યું કે, “આ તો સિદ્ધાર્થ પુત્ર વર્ધમાન છે, એમની સાથે આવો વ્યવહાર શોભે ?' - એમ કહીને એણે ભગવાનને છોડાવ્યા, ત્યારે ભગવાને એનો આભાર પણ ન માન્યો કે એ છોડાવનાર પ્રત્યે કુણી લાગણી પણ ન બતાવી. જે રીતે લોઢા જેવી તપેલી રેતીમાં ઉભા હતા. તે જ રીતની સહજતાથી ત્યાંથી વિહાર કરી ગયા. આ સ્થિતિમાં જે ભાવ ભગવાનને નાવિક ઉપર હતો તે જ ભાવ ભગવાનને Page #85 -------------------------------------------------------------------------- ________________ – ૩ – બંધન જાણો ! બંધન તોડો ! – 618 છોડાવનાર ઉપર હતો અને જે ભાવ પોતાને છોડાવનાર ઉપર હતો તે જ ભાવ નાવિક ઉપર હતો. ગમે તેવા તોય આપણે છેવટે તો ભગવાન મહાવીરના જ વારસદાર છીએ ને ? તો આપણે શું કરવું જોઈએ – એ ગંભીરતાથી વિચારજો. આજે કોઈ નાની-મોટી ઘટના બને કે કોઈ આપણી સાથે થોડો ઘણો પણ આપણને ન ગમતો વ્યવહાર કરે તો આપણને શું થાય ? મારું ચાલે તો એને ચાર થપ્પડ મારી દઉં, બરાબર બતાવી દઉં, અવસર આવવા દો. જેના પ્રત્યે અણગમો-અરુચિ-અભાવ થાય તેના માટે કેવા-કેવા વિચાર આવે ? કોઈકને પ્રેરણા કરીને સામાને ઠોકાવે ને પોતે ઠાવકો રહે. કોઈ તમને તકલીફ આપીને દોડ્યો, એમાં એને - ઠોકર વાગી ને પડ્યો તો થાય, કે “બરાબર થયું. મારી સાથે નબળું વર્તન કર્યું એનું જ આ ફળ મળ્યું. કુદરતને ત્યાં અંધેર નથી.” હિંસકભાવોથી બચો! આવી બધી વિચારધારા એ પારાવાર કર્મબંધનનું અને ભાવવૃદ્ધિનું કારણ છે. તમે સતત પ્રયત્ન કરીને તમારા મનને આવા નબળા-હિંસક ભાવોથી બચાવી લો. સભા : કોઈના મરણની અનુમોદના કરાય ? આસ્તિકતાને વરેલો પુણ્યાત્મા કોઈના પણ મરણની ક્યારેય પણ અનુમોદના કરી શકે ? જ્યારથી આ ટી.વી. વગેરેનાં પાપ આવ્યાં, - ત્યારથી આ રૌદ્રભાવો ઘર કરવા લાગ્યા છે. એક સાથે યુદ્ધો જુઓ ત્યારે બરાબર ઉડાડ્યો. આને તો આમ જ મરાય, આ તો મરવો જ જોઈતો હતો. હું હોઉં તો આમાંથી એકને જતો ન કરું.” આ બધા ભાવો રૌદ્રના ઘરના છે. આવા રૌદ્રધ્યાન વખતે જો આયુષ્યનો બંધ પડે તો સીધી નારક થાય. જેટલા ટી.વી. વગેરે જુએ તે બધા એકસાથે એક જ સરખાં દશ્યો જોઈને જે એકસાથે એક સરખા ભાવ કરે, તે બધાને સમૂહમાં કર્મબંધ થાય છે. જેનાં પરિણામે એવા જ સ્થાને જનમવાનો વારો આવે કે એકાદ અણુબોમ્બ ઝીંકાય ને બધા જ એક સાથે ખતમ ખેતરમાં એક સાથે કીડા Page #86 -------------------------------------------------------------------------- ________________ ૯૭ – ૨ ઃ હિંસા કે પ્રતિહિંસાથી વૈર શમતું નથી પણ વધે છે - 25 - 619 તરીકે જન્મ અને આખું ખેતર સળગાવાય ત્યારે તે બધા એક સાથે સાફ જેટલાં કર્મો સમૂહમાં બાંધ્યા તે બધાં જ કર્મોને મોટે ભાગે એક સાથે જ ભોગવવાનો વારો આવતો હોય છે. તમે તમારા બાળકોને વિડીઓ ગેમ વગેરે સાધનો લાવી આપો છો, હવે તો મોબાઈલ-ફોનમાં પણ એવી સુવિધા (!) મળવા લાગી. વધુમાં ઈન્ટરનેટવેબસાઈટ વગેરે ઉપર પણ તમારા બાળકો આવી હિંસક રમતો રમે છે, યુદ્ધો પણ કરે છે. કેટલાય વિમાનો અને જહાજોને બટનની અણીએ ઉડાવે છે; અને પછી એનો માનસિક આનંદ માણે છે. એ આનંદ એમની વાણીમાં અને કાયામાં પણ છવાય છે. આમાં કેવી અને કેટલી એકાગ્રતાથી પાપબંધ, કર્મબંધ થાય છે, એનો ક્યારેય વિચાર કર્યો છે મહાનુભાવ ? સભા કસાઈનું તો ભૂંડું ઈચ્છાય ને ? ના, તેનું પણ ભલું જ ઈચ્છવાનું કે એને સબુદ્ધિ સૂઝે કે પાપ કરતો અટકે. એને બંધનમાં લઈએ તો પણ કરુણાથી કે બિચારો વધારે પાપ ન કરે એ માટે. એક વાત ધ્યાનમાં રાખો કે જીવનમાં કોઈના પણ માટે ખરાબ ઈચ્છવાનું પણ નથી, ખરાબ વિચારવાનું પણ નથી અને ખરાબ કરવાનું પણ નથી. જ્યારે તમે મૈત્રી વગેરે ભાવનાનું સ્વરૂપ સમજશો, ત્યારે તમને ખ્યાલ આવશે કે જગતના ખરાબમાં ખરાબ, પાપીમાં પાપી, નિધૃણમાં નિર્ગુણ વ્યક્તિ માટે પણ ખરાબ વિચાર કરવાનો નથી કે એનું ખરાબ ચિંતવવાનું નથી. એમ કરવાથી તો આપણને જ નુકસાન થવાનું છે, એને નહિ. તમે કોઈના માટે ખરાબ વિચારો એથી કોઈનું ખરાબ ન થાય. એનું ખરાબ તો એનો પાપોદય હોય તો જ થાય; જ્યારે તમે કોઈનું પણ ખરાબ ઈચ્છો કે વિચારો એથી તમારું તો ખરાબ નક્કી થવાનું. માટે સમજો કે બીજા કોઈને પણ જેટલું દુઃખ આપો, અપાવો કે તે દુઃખી થાય તેમાં ખુશ થાઓ તે બધી જ હિંસા છે, એનાથી “વેર વછૂટું ગપ્પો' આત્માના વૈરની પરંપરા સર્જાય છે. એક સ્થાને હિંસાની અનર્થકારિતાને બતાવવા ખૂબ સુંદર શ્લોકો લખેલા છે. તે વાંચી, વિચારીએ તો પણ ખૂબ સારી ભાવના પેદા થઈ શકે. Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 620 'दीयते मार्यमाणस्य, कोटिं जीवितमेव वा । धनकोटिं न गृह्णाति, सर्वो जीवितमिच्छति ।।' મરાતા માણસને કોઈ કરોડ રૂપિયા આપે અગર તો જીવન આપે, તો કોઈ કરોડ રૂપિયા ન લે પણ જીવન જ ઈચ્છે.' 'अमेध्यमध्ये कीटस्य, सुरेन्द्रस्य सुरालये । समाना जीविताकांक्षा, तुल्यं मृत्युभयं द्वयोः ।।' વિષ્ટામાં રહેલા કીડાની અને દેવલોકમાં રહેલા ઈન્દ્રની જીવવાની ઈચ્છા સમાન છે, બન્નેને મરણનો ભય પણ સમાન છે.' હિંસા અને હિંસકભાવો આત્માને કર્મનાં બંધનોથી બાંધે છે, વૈરની પરંપરામાં સપડાવે છે, ચિરકાળ સંસારમાં રઝળાવે છે અને દુર્ગતિનાં દારૂણ દુ:ખોમાં જીવને હોમી દે છે. માટે જ ભગવાન કહે છે કે “હિંસા એ બંધન છે. હિંસા એ કોઈથી કોઈના દ્વારા અપાતાં દુઃખોથી છૂટવાનો માર્ગ નથી. એ તો દુઃખમાં સપડાવનારું બંધન.” છેલ્લી ત્રણ વાત યાદ રાખો. હિંસા બંધન છે – ૧, હિંસાથી વૈરની પરંપરા સર્જાય છે – ૨, તેનાથી સુખ નહિ પણ દુઃખની પરંપરા સર્જાય છે – ૩. માટે જ પરિગ્રહની જેમ હિંસાથી પણ છૂટવું જ છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ 26 ૩ - બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની ક્ષમતા કે બન્નેથ?. - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ વદ-૩, સોમવાર, તા. ૨૯-૮-૦૨, સાચોરી ધર્મશાળા, પાલીતાણા • ધર્મથી મળેલું ય બંધન : નીતિથી મેળવેલું બંધન : • મહાપુરુષોની ભાવના : પ્રભુની આજ્ઞા ક્યારે મળે ? • સાવધાની રાખવી જરૂરી : • જ્ઞાતા-દેષ્ઠા ભાવના નામે પોસાતો દંભ : • પરિગ્રહ ખરાબ કે પરિગ્રહની મમતા ખરાબ ? • મમતા ડાકણ છે, ગમે ત્યારે વળગી જાય : • જે પરિગ્રહી હોય તે હિંસક હોય જ : • ધંધો બંધ કરવો એ પણ પ્રભાવના : ૦... એ વિષય, રાગ વિના થતું નથી : વિષય : પરિગ્રહ અને મમતાની મિત્રાચારી. પરિગ્રહ અને હિંસા એકબીજા સાથે ખૂબ સંકળાયેલા છે. એને જલદી જુદા કરી શકાતા નથી. માટે અહીં પ્રસંગોપાત્ત ફરી પરિગ્રહને એક નવા જ પરિપ્રેક્ષ્યમાં ચર્ચવામાં આવ્યો છે. એ ચર્ચાનું કારણ સભામાંથી પૂછાયેલો એક માર્મિક પ્રશ્ન છે. પ્રસ્વકારે પૂછ્યું કે - પરિગ્રહની મમતા ખરાબ કે પરિગ્રહ ખરાબ ? બેમાંથી બંઘન કોણ કહેવાય ? એનો જવાબ અનેકાંતની શૈલીમાં આપતાં પ્રવચનકારશ્રીએ જણાવ્યું કે પરિગ્રહ પણ ખરાબ, પરિગ્રહની મમતા ય ખરાબ. બંનેય ખરાબ અને બંનેય બંધન. એ બંને કઈ કઈ અપેક્ષાથી ખરાબ અને બંધનરૂપ બને છે ? તેની સમજાવટમાં નિશ્ચયનય અને વ્યવહારનયની જુગલબંધીની રજુઆત પણ અહીં કરાઈ છે. શ્રોતાની ભૂમિકા જોઈને દેશના કરવાની વાત પણ કહેવાઈ છે. પ્રાંતે ફરી હિંસાની મૂળ વાત પર આવીને પ્રવચને વિરામ કર્યો છે. પ્રવચનનું પ્રતિબિંબ * જે નાના પરિગ્રહમાં ડૂબી જાય છે, તે મોટા પરિગ્રહમાં અલિપ્ત રહી શકે, એ શક્ય લાગે છે ? * દૂધમાં સાકર હોય, ડબલ હોય કે ન જ હોય અથવા મીઠું હોય તો પણ એક સરખી પ્રસન્નતાથી વાપરી જાય તો કાંઈકે જ્ઞાતા-દૃષ્ટાભાવ આવ્યો છે એમ માની શકાય. * રૂપિયા ગમે તે પણ બંધન ને રૂપિયાવાળો ગમે તે પણ બંધન. Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'सयं तिवायए पाणे, अदुआ अण्णेहिं घायए । हणतं वाणुजाणाइ, वेरं वड्डइ अप्पणो ।।३।।' જે કોઈ સ્વયં જીવોને મારે છે અથવા અન્યની પાસે મરાવે છે કે મારનારને અનુમોદન આપે છે, તે (તે મરનાર જીવો સાથે) પોતાનું વૈર વધારે છે.' Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩ : બંઘન કોણ?પરિગ્રહની મમતા કે બન્નેથ? અનંત ઉપકારી ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ દ્વાદશાંગી પૈકીના બીજા સૂયગડાંગ નામના અંગ આગમના માધ્યમથી જંબુસ્વામીજીને આત્મ જાગૃતિનો સંદેશો સંભળાવ્યો છે. એ સંદેશો સંભળાવ્યા પછી સુધર્માસ્વામીજીએ કહ્યું, “બંધનને દરેક રીતે ઓળખો અને તેને તોડવાનો પુરુષાર્થ કરો. આ ઉપદેશ સાંભળીને જંબુસ્વામીજીએ જ્યારે સુધર્માસ્વામીજીને પૂછ્યું કે, “ભગવાન મહાવીરદેવે બંધન કોને કહ્યું છે? તેને શી રીતે તોડી શકાય? તેના જવાબમાં તેમણે ત્રણ પ્રકારનાં બંધનો બતાવ્યાં છે. ૧ - પરિગ્રહ, ૨ – હિંસા, અને ૩ - મમત્વ. હિંસાની સાથોસાથ અસત્ય, ચોરી અને મૈથુન - એ પણ બંધન છે જ, એમ 'प्राणातिपातस्य चोपलक्षणार्थत्वात् मृषावादादयोऽपि વન્યતવો દ્રષ્ટવ્ય તિ !' હિંસાના ઉપલક્ષણથી અસત્ય વગેરે પણ બંધના કારણો છે એમ જાણવું.' એ પદ દ્વારા ટીકાકાર મહર્ષિએ સ્પષ્ટ કર્યું છે. આત્માને નિરંતર કર્મનું બંધન વળગે છે. તેમાં આ પરિગ્રહ, હિંસા અને મમત્વ નિમિત્ત બને છે. પરિગ્રહ-હિંસા અને મમત્વની સાથોસાથ અસત્ય, ચોરી અને મૈથુન પણ આત્માને નિરંતર બાંધવાનું કામ કરે છે. આપણી પાસે વિશિષ્ટ જ્ઞાન નથી. તેને કારણે આપણે નથી આત્માને જોઈ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨ - બંધન જાણો ! બંધન તોડો ! – 624 શકતા, નથી બંધનને જોઈ શકતા કે નથી બંધાવાની રીતને જોઈ શકતા. આપણી આવી કમનસીબીની વચ્ચે મોટી સદ્નસીબી છે કે, જે આત્માને જોઈ શકે છે, બંધનને જોઈ શકે છે, બંધનનાં કારણોને જોઈ શકે છે, જે એ બંધનથી મુક્ત થવાનો માર્ગ જોઈ શકે છે અને એ માર્ગે ચાલીને મુક્ત થતા આત્માઓને જોઈ શકે છે, તેવા તારક તીર્થંકર પરમાત્મા આપણને મળ્યા છે. તેમનો સદ્ધપદેશ સંભળાવનારા સદ્ગુરુ ભગવંતો મળ્યા છે, અને તેમનો સદુઉપદેશ જેમાં સંગ્રહાયેલો છે, તેવાં ધર્મશાસ્ત્રો પણ આજે આપણને મળ્યાં છે. જન્માંતરમાં ઉપાર્જેલા પુણ્યોદયે આપણને બધું જ આપ્યું છે. હવે જરૂર એટલી જ છે કે ભગવાન પ્રત્યે ધર્મગુરુ પ્રત્યે અને શાસ્ત્ર પ્રત્યે આપણી શ્રદ્ધા સ્થિર થવી જોઈએ. દેવ-ગુરુ-ધર્મ અને ધર્મશાસ્ત્રો પ્રત્યે આપણી અંતરંગ શ્રદ્ધા સ્થિર થાય તો કામ થાય. ભગવાને કહ્યું છે કે, પરિગ્રહ બંધન છે. તે ગમે તેટલો સુંવાળો લાગતો હોય તો પણ નક્કી કરવું જોઈએ કે તે બંધન છે. એ જરૂરી લાગ્યો કેમ? કારણ કે ઈન્દ્રિયોનાં સુખોને સુખ માન્યું, મનનાં કાષાયિક સુખોને સુખ માન્યાં અને એ માટે જે કાંઈ સામગ્રીની જરૂર પડી, તે મેળવવાનો પ્રયત્ન કર્યો, ભેગું કર્યું અને ભોગવ્યું. ધર્મથી મળેલું ય બંધન ઃ નીતિથી મેળવેલું ય બંધન : સભા: જીવન વ્યવહાર માટે નીતિપૂર્વક ભેગું કરીએ તો પણ બંધન ? હા, જે બંધન છે, તેને બંધન તો કહેવું જ પડશે અને માનવું પણ પડશે અને તેને બંધન માન્યા પછી એનાથી છુટવાનો પુરુષાર્થ પણ કરવો જ પડશે. માટે જ તો ભગવાને આ બધો ઉપદેશ આપ્યો છે. તમે તો અહીં “નીતિપૂર્વક ભેગું કરવાની વાત કરો છો. ભગવાન તો ધર્મના ફળરૂપે આવી મળેલાને ય અનર્થકારી જણાવે છે. માટે જ કહ્યું છે કે – 'धर्मादपि भवद्भोगः प्रायोऽनर्थाय देहिनाम् ।' ધર્મથી મળેલી ભોગસામગ્રી પણ જીવોને પ્રાયઃ અનર્થ માટે થાય છે.' મુક્તિનો સાધક એવો સાધુ, જેણે સ્વજનનાં બંધનો તોડી નાંખ્યાં છે, ધન Page #92 -------------------------------------------------------------------------- ________________ ૭૩ - ૩ઃ બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બન્નેય ?- 26 – 625 સંપત્તિનાં બંધનો તોડી નાંખ્યાં છે અને નવે પ્રકારના પરિગ્રહનાં બંધનને જેણે તોડી નાંખ્યાં છે, તે સંયમની સાધના માટે, જીવરક્ષા બરાબર થાય તે માટે, વિહિત કરેલાં ઉપકરણ રાખે તો તે બંધન નથી, પણ એના ઉપર જો મમત્વ ન હોય તો જ તે બંધન નહિ, બાકી જો એનાં ઉપર પણ મમત્વ હોય તો તે પણ બંધન. આગમ વગેરે શાસ્ત્રોમાં બતાવેલી મર્યાદા મુજબ સંયમ પાળનારા, નિર્દોષ જીવન જીવનારાં, લજ્જા અને સંયમની રક્ષા માટે શાસ્ત્રની આજ્ઞા મુજબ ૪૨ દોષરહિત આહાર-પાણી-વસ્ત્ર-પાત્ર વગેરે ઉપકરણો વાપરનારાં સાધુને સંયમ સાધના માટે વિહિત કરેલાં ઉપકરણો રાખવામાં બંધન નથી. જો તેમાં મમતા થાય તો જ તે બંધન છે. માટે જ તો “શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું કે – 'जं पि वत्थं व पायं वा, कंबलं पायपुंछणं । तं पि संजम-लजट्ठा, धारंति परिहरंति य ।। न सो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा । મુછી પરિષદો યુરો, રૂ ૩ મસિUT I' ‘સાધુ સંયમની સાધના માટે અને લજ્જા-મર્યાદા જાળવવા માટે જે પણ વસ્ત્ર-પાત્ર-કાંબળ કે પાદપ્રોંછન-રજોહરણ રાખે છે કે પહેરે છે, તેને જગતનું રક્ષણ કરનારા ભગવાન મહાવીરે પરિગ્રહ નથી કહ્યો. પણ ભગવાન મહાવીરે તો મૂચ્છને પરિગ્રહ કહ્યો છે. એમ ગણધર મહર્ષિઓએ કહ્યું છે.' કેટલાક મહાત્માઓ કે જેમણે “ત્રણ-બે કે એક જ વસ્ત્ર વાપરીશ' - એવો અભિગ્રહ ધારણ કર્યો હોય, તેમને માટે કહ્યું કે, શીતકાળ પૂરો થાય ત્યારે પોતે જે એક, બે કે ત્રણ વસ્ત્ર રાખ્યાં હોય તેની જરૂર ન હોય તો તે રાખેલાં વસ્ત્રને વિધિપૂર્વક પરઠવી દેવાં પણ આવતા શીતકાળમાં જોઈશે. કામ લાગશે એમ વિચારીને રાખી મૂકવાનું નહિ. આમ છતાં જો એ સાચવી રાખે તો તેમને માટે તે પણ બંધન બની જાય, એમ કહ્યું છે, આ રીતે સંયમ અને લજ્જા માટે જે એક, બે કે ત્રણ વસ્ત્રો રાખ્યાં, તેના ઉપર પણ જો મમત્વ થાય તો તેમને પણ પરિગ્રહનું પાપ લાગે. હવે તમે મને કહો કે, માત્ર મુક્તિની સાધના માટે જ જે ઉપકરણ રાખવામાં Page #93 -------------------------------------------------------------------------- ________________ – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 626 છે. તેમાં મમત્વ થઈ જાય તો પરિગ્રહ બંધન તો પછી જેને તમે લઈને બેઠા છો, સાચવો છો, પંપાળો છો તે બધો પરિગ્રહ ખરો કે નહિ ? પરિગ્રહ તો બંધન છે જ. એમાં ન સમજાય એવું શું છે ? પરંતુ જેનું મિથ્યાત્વનું કોચલું મજબૂત હોય એને આ વાત ક્યારે ય નહિ સમજાય અને એને ક્યારેય આ વાત ગળે નહિ ઉતરે. જરૂર પડે તો એ એમ પણ કહે છે કે, “જે શ્રીમંત હોય, અબજોપતિ કે કરોડોપતિ હોય, ફેક્ટરી કે કારખાનાવાળા હોય, ગાડીઓવાળા કે બંગલાવાળા હોય તે બધા પરિગ્રહવાળા કહેવાય, અમે બધા પરિગ્રહવાળા શી રીતે કહેવાઈએ ? સભા : સાહેબ ! એમની વાત શું બરાબર નથી લાગતી ? શ્રાવક જીવન પરિગ્રહ વિના ચાલવાનું નથી, તો એને પરિગ્રહ શી રીતે કહેવાય ? એને બંધન કેમ કહેવાય ? અહીં જ તમારો ભ્રમ છે. તમે એવી વ્યાખ્યામાં સપડાયા છો કે “જેની જરૂર પડે તેને ખરાબ ન કહેવાય.” અવસરે જરૂર તો ધૂળની પણ પડે તો શું ધૂળને સારી કહેશો ? જેમ સંડાસમાં ગયા વગર કોઈને ચાલતું નથી. પાંચ કરોડનો બંગલો બનાવ્યો હોય, તો પણ રસોડાની બાજુમાં જ સંડાસ જોઈએ. બને કે પાંચ કરોડના બંગલામાં પાંચ લાખનું સંડાસ બનાવ્યું હોય -- સોનાના નળ બેસાડ્યા હોય, પણ તેમાં રહેવાય કેટલી વાર ? એમાં રહેવાય કે સુવાય ખરું ? ૨૦૦ રૂપિયાનું ઝૂંપડું હોય તેમાં રહેવાય, પણ પાંચ લાખનાં શૌચાલયમાં ન રહેવાય. આટલું તો તમે પણ સમજશો ને ? દસ રૂપિયાની ટોપી માથે મૂકાય પણ ૫000/- રૂપિયાનાં કે ડાયમંડ જડેલાં પણ જૂત્તાં માથે ન મૂકાય. કોઈ વસ્તુની જરૂર પડે એ અલગ વાત છે અને એને ઉપાદેય માનવું એ અલગ વાત છે. બોલો, જરૂરિયાત પણ કેમ પડી ? મોહવૃત્તિ બેઠી છે, વિષયોની આસક્તિ બેઠી છે, રાગાદિ ભાવોની તીવ્રતા બેઠી છે, કામભોગની વૃત્તિ બેઠી છે માટે જ ને ? જો આ બધું ન હોય તો ઘરમાં રહેવાનું પ્રયોજન શું છે ? આ બધી વૃત્તિ એ જ બંધન છે અને એ બંધનનાં કારણે જ અવનવાં બીજાં બંધનોની જરૂર પડે છે. મહાપુરુષોની ભાવના : પ્રભુની આજ્ઞા ક્યારે મળે ? તમારી વાત જવા દો. અમને સાધુને આ અમારી મુહપત્તિ જો ગમી જાય તો અમારા માટે એ પણ બંધન બની જાય. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૫ –૩: બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બન્નેય?- 26 – 627 સભા: મુહપત્તિ ગમી જાય તો ને ? હા, ગમી જાય તો.... ની જ આ વાત છે અને અમને નથી જ ગમી જતી એવો દાવો કરવાની મારી - અમારી હિંમત નથી. સંપાતિમ વગેરે સૂક્ષ્મ જીવોની રક્ષા માટે તેમજ રજ પ્રમાર્જન કરવા માટે મુહપત્તિ રાખવાનું અને વાપરવાનું વિધાન છે. એ કાર્ય માટે રાખીએ, પ્રયોગ કરીએ તો તે ઉપકરણ બને, એનાથી કર્મ ખપે અને એવો ભાવ ન હોય તો તે અધિકરણ બને, એનાથી કર્મ બંધાય. પછી એ મેલી ન થઈ જાય માટે કમરમાં ખોસી રાખવાનું જ થાય છે. આ જ મમત્વ. એક વાત ધ્યાનમાં રાખજો કે ધર્મ મારા કે તમારાથી નથી ચાલતો, નથી દાવો હું કરી શકું તેમ કે નથી દાવો તમે કરી શકો તેમ. એ જેનાથી ચાલે છે તે પુણ્ય પુરુષો સદા કાળ માટે વંદનીય, સ્તવનીય છે. હું તેમને પૂરા ભાવથી વંદન કરીને મારી જાતને ધન્ય બનાવવા યત્ન કરું છું અને તમારે પણ એ જ કરવાનું છે. તમારી એક નાનકડી પેન કોઈ લઈ જાય તોય તમારું મગજ ગરમ-ગરમ થઈ જાય છે. મને પૂછુયા વિના કેમ લઈ ગયાં. ઓઘો એ સંયમનું અંગ છે, જયણાનું સાધન છે. આમ છતાં એના પ્રત્યેની મમતા એનાથી કોઈને પૂંજવા-પ્રમાર્જવા ન દે. ઓઘાને નીચે અડવા જ ન દે. સંયમના ઉપકરણને જ સંયમનો ઘાત કરનારું બનાવી દેવાય. સભાઃ એટલે પરિણામ ને પરિણતિ કોઈનામાં નથી એમ કહેવું છે ? . હું એવું કહી પણ ન શકું અને એવું વિચારી પણ ન શકું. હું જે વાત કરું છું - એ મારી અને તમારી કરું છું. પ્રભુનું શાસન છે. આજે ચાલે છે, તે આવી પરિણતિવાળા કે એવી પરિણતિ પામવા પ્રતિપળ પ્રયત્ન કરનારા પુણ્ય પુરુષોથી જ ચાલે છે. સમર્થ શાસ્ત્રકાર શિરોમણિ પૂજ્ય આચાર્યશ્રી હરિભદ્રસૂરિ મહારાજા, કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજા, મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા જેવા મહાપુરુષોનું જીવન સાંભળીએ તો ખ્યાલ આવે કે એમાંના છેલ્લા બે મહાપુરુષો તો બાલ્યાવસ્થામાં નીકળેલા, આ દરેક મહાપુરુષોએ પોતાના જીવનકાળમાં કેવી ઉત્તમ આરાધના- સાધના કરી હતી. જિંદગીભર શ્રુતની ઉપાસના અને રક્ષા કરી હતી. જાતને હોડમાં મૂકીને પણ Page #95 -------------------------------------------------------------------------- ________________ 628 – ૩ – બંધન જાણો ! બંધન તોડો ! - તેમણે જૈનશાસનનું અને એનાં એક એક અંગોનું રખોપું કર્યું હતું. આમ છતાં એ દરેક મહાપુરુષોએ પ્રભુ પાસે કેવા કેવા એકરાર કર્યા છે, તે જાણો તો ખબર પડે કે આજે આપણે કેવી ખોટી મોટાઈમાં મરી રહ્યા છીએ. પૂજ્યપાદ આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે કહ્યું કે “ભગવંત, આજના કાળમાં જો અમને તારું આગમ ન મળ્યું હોત તો દુષમકાળના દોષથી દુષિત બનેલા, અનાથ એવા અમારું શું થાત !' “ભગવંત ! છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનકની પરિણતિ જોતાં મને એમ લાગે છે કે હું તેનાથી ઘણો દૂર છું. મારા હૃદયમાં સંવિગ્નતાનો પક્ષ જરૂર છે, પણ હજુ તેવી સંવિગ્નતા મારામાં પ્રગટી નથી.” કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજના ગુરુદેવ પૂજ્ય આચાર્યશ્રી દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજે ભગવાનને ઉદ્દેશીને કર્યું કે “ભગવદ્ ! તારા શાસનમાં અમે પથરા જેવા પાક્યા છીએ ! આટઆટલાં આક્રમણો તારા શાસન સામે આવે છે, આમ છતાં લાચાર એવા અમે કાંઈ કરી શકતા નથી.” મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે “અધ્યાત્મસાર' નામના ગ્રંથમાં આંતરિક પરિણતિનું નિરીક્ષણ કરી પ્રભુ સાથે એનો એકરાર કરતાં કહ્યું છે કે – 'अवलम्ब्येच्छायोगं, पूर्णाचारासहिष्णवश्च वयम् । भक्त्या परममुनीनां तदीयपदवीमनुसरामः ।।' ‘ભગવંતના શાસનના શ્રમણ-જીવનના સંપૂર્ણ આચારોનું પાલન કરવા માટે અમે અસમર્થ છીએ. આમ છતાં એ પરમ મુનિ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને ઈચ્છાયોગના આલંબન દ્વારા અમે પ્રભુના માર્ગનું અનુસરણ કરીએ છીએ.' 'सिद्धान्तस्तदङ्गानां, शास्त्राणां च सुपरिचयः शक्तया । परमालम्बनभूतो, दर्शनपक्षोऽयमस्माकम् ।।' આગળ વધીને તેઓશ્રી કહે છે કે, પૂર્ણાચારનું પાલન કરવા જ્યારે અમે અસમર્થ છીએ ત્યારે “સિદ્ધાંત અને એના અંગભૂત શાસ્ત્રોનો શક્તિ અનુસાર સાચો બોધ કરવો. આ રીતે દર્શન પક્ષ (એટલે કે સમ્યગ્દર્શનનો Page #96 -------------------------------------------------------------------------- ________________ ૭૭ – ૩ : બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બય?- 26 – 629 પક્ષપાત એ જ અમારા માટે (ભવસાગર તરવાનું) પરમ આલંબન છે.' આ બધા પૂર્વ પુરુષોના આ ઉદ્ગારો એ કોઈ હતાશા કે નિરાશાની પેદાશ ન હતી. પણ પરમ વિવેકના સહારે પ્રગટેલ આંતરનિરીક્ષણ પછીના ઉદ્ગારો હતા. જેમાં નર્યો વાસ્તવિકતાનો સ્વીકાર હતો અને આગળ વધવાનો ઉન્મેષ હતો. આંતરનિરીક્ષણ દ્વારા અંતસ્તળના ઊંડાણમાં રહેલી સૂક્ષ્મતમ નબળાઈઓ કે દોષોનો બોધ હતો અને એને દૂર કરવાની અંતરંગ તાલાવેલીની તીવ્રતા હતી. અંતરંગ ગુણવૈભવની વાસ્તવિક પીછાણ હતી અને એને પામવાનો અમાપ તલસાટ હતો. માટે જ તેઓએ કહ્યું છે કે - 'विधिकथनं विधिरागो, विधिमार्गस्थापनं विधिच्छूनाम् । अविधिनिषेधश्चेति, प्रवचनभक्तिः प्रसिद्धा नः ।।' ‘વિધિનું કથન કરવું, વિધિ પ્રત્યે રાગ ધરવો, વિધિની ઈચ્છાવાળા સન્મુખ વિધિમાર્ગની સ્થાપના કરવી, અવિધિનો નિષેધ કરવો. આ અમારી પ્રકર્ષે કરીને સિદ્ધ થયેલી પ્રવચન-શાસન પ્રત્યેની ભક્તિ છે.' અને એ પછી કહ્યું કે અમારા જીવનમાં - 'द्वयमिह शुभानुबन्धं शक्यारम्भः शुद्धपक्षश्च ।' ‘શક્ય હોય તેનો અમલ અને અશક્ય એવા શુદ્ધ માર્ગનો પક્ષપાત - આ બે બાબતો શુભનો અનુબંધ પરંપરા સર્જે તેવી છે.” એ જ અમારા માટે તરણોપાય છે.' આવા મહાપુરુષ જો કહેતાં હોય તો હું ને તમે દાવો શાના આધારે અને શી રીતે કરી શકીએ ? અનુકૂળતાનું અર્થીપણું ડગલે ને પગલે નડે છે. પ્રતિકૂળતાથી સતત ભાગતા ફરીએ છીએ. ઉપકરણોનો પણ અધિકરણ તરીકે ઉપયોગ થાય તેવી જીવનશૈલી છે, તો અમને ક્યાંય મમતા નથી એવું શી રીતે બોલી શકીએ ? Page #97 -------------------------------------------------------------------------- ________________ 630 - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – સાવધાની રાખવી જરૂરી : શ્રમણ જીવન સ્વીકાર્યા પછી, શક્ય પ્રયત્ન આરાધના-સાધનામાં આગળ વધવાનો પ્રયત્ન કર્યા પછી પણ જો આવી પરિસ્થિતિ હોય તો કીચડમાં બેઠેલા એવા તમારી શું સ્થિતિ હોય ? એ બધાથી બચવા તમારે કેટલા સાવધ રહેવું પડે ? કાજળની કોટડીમાંથી બહાર નીકળેલાને પણ જો આ મમતા રાક્ષસીથી બચવા પળે પળે સાવધાની રાખવી પડતી હોય તો કાજળની કોટડીમાં બેઠેલા એવા તમારે માટે નિર્લેપ રહેવું કેટલું શક્ય છે ? કાજળની કોટડીમાં રહેવાનું અને લેપાવું નહિ, એ શું બચ્ચાનાં ખેલ છે ? જેને પણ અધ્યાત્મની વિશુદ્ધિ પામવી હોય તેણે યતનાનું પાલન કરવું અનિવાર્ય છે. જેટલી યતનામાં ખામી તેટલી અધ્યાત્મમાં ખામી. અમારે ય બંધન તોડવાનાં છે અને તમારે ય બંધન તોડવાના છે. જ્યાં સુધી પરિગ્રહ, હિંસા અને મમતા વગેરેનાં બંધન નહિ તોડો ત્યાં સુધી અહીં નહિ પહોંચાય, આત્મસ્વરૂપ નહિ પ્રગટે. પરમતારક ગુરુદેવે આચારાંગ સૂત્રનાં ધૂતાધ્યયન ઉપર જ્યારે પ્રવચનો કર્યા ત્યારે તેમાં આવતી સ્વજનધૂનનની વાતના અવસરે આ બધી વાત સુંદર રીતે સમજાવી છે. દરેક પ્રકારનો પરિગ્રહ એ બંધન જ છે, માટે જ આ વાત દરરોજ ઘુમેડીઘુમેડીને કહુ છું. થોડો હોય તોય બંધન અને ઘણો હોય તોય બંધન. કેટલો છે તેના કરતાં, તેના પ્રત્યે હૈયામાં મમતા કેટલી છે એના ઉપર બધો આધાર રાખે છે. સભા : પોતાની પાસે ભલે પરિગ્રહ ઘણો હોય પણ હૈયું મોટા પરિગ્રહવાળું ન હોય તો ? આ વાત અહીં નહિ કરતા, નર્યો દંભ પોષાય છે. જે નાના પરિગ્રહમાં ડૂબી જાય છે, તે મોટા પરિગ્રહમાં અલિપ્ત રહી શકે, એ શક્ય લાગે છે? એવા હોય તો લઈ આવો ! રોજ ગુણ ગાઈશું. અહીં કોઈ એવા વિરલ છે? સૌ પોતાની જાત ઉપર વિચારો ! આનંદ અને કામદેવ જેવા પ્રતિભાધારી, સંવાસાનુમતિ તો કોક જ હોય. સંવાસાનુમતિ એટલે માત્ર ઘરમાં બેઠાં હોય, પણ એને ઘરની કોઈ પણ બાબત સાથે માત્ર રહેવા સિવાય કોઈપણ પ્રકારનો સંબંધ ન હોય. એ છતાં માત્ર Page #98 -------------------------------------------------------------------------- ________________ ૭૯ - ૩ઃ બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બોય?- 26 - 631, પાંચમું ગુણસ્થાનક અને એ ઘરમાં રહ્યા એટલું પણ બંધન તો ખરું જ, તેમ પરમાત્મા કહે છે અને તમે બધું જ કરવા છતાં અને પૂરેપૂરા ખરડાયેલા હોવા છતાં કહો કે હૈયામાં પરિગ્રહ નથી; તો એ આત્મવંચના નહિ તો બીજું શું છે? આનંદ શ્રાવકની આંતર-બાહ્ય ભૂમિકા કેવી હતી અને એમનું સાધના જીવન કેવું હતું એ તમને સમજાવું. એમના સાધના જીવનના ઉત્તરાર્ધ કાળમાં બનેલી આ ઘટના છે. એકવાર એમના આંગણે શાસનશિરતાજ શ્રી ગૌતમસ્વામીજી પધાર્યા. પચ્ચાસ હજાર શિષ્યોના ગુરુ અને ભગવાન શ્રી મહાવીરદેવના પટ્ટશિષ્ય જ્યારે પોતાને આંગણે આવે ત્યારે આનંદ જેવા મહાશ્રાવકને કેટલો આનંદ હોય ? તમે વિચારો કે એ સમયે આનંદ શ્રાવકે એમનું કેવું સામૈયું કર્યું હશે ? એ એમને લેવા કેટલે દૂર સુધી ગયા હશે ? પણ ના, એવું કાંઈ નથી બન્યું. નથી તો તેમણે સામૈયું કર્યું કે નથી તો તેઓ તેમને સામે લેવા ગયા. કદાચ માની લઈએ કે એમની પાસે કોઈ પણ જાતનો ધન-સંપત્તિનો પરિગ્રહ હતો નહીં. માટે એમણે સામૈયું કર્યું નહોતું અને કુટુંબ ઉપર પણ એમણે કોઈ અધિકાર રાખ્યો ન હતો, જેથી તેમની પાસે પણ કાંઈ કરાવ્યું ન હતું. આમ છતાં તેઓ સામે તો જઈ શકતા હતા, પણ તેઓ સામે પણ ગયા ન હતા. ગૌતમ મહારાજા છેક પોતાના ઘર આંગણે આવ્યા ત્યાં સુધી પણ લેવા નહોતા ગયા. મકાનના દરવાજે આવ્યા, ત્યારે સંદેશો મોકલ્યો કે, સેવકને દર્શન આપવા અંદર પધારો. તેમની વિનંતિ સ્વીકારીને ગૌતમસ્વામીજી છેક એમના કમરા સુધી ગયા તો પણ તેઓ બહાર ન આવ્યા અને ગૌતમસ્વામીજી જ્યારે એમના કમરામાં ગયા ત્યારે તેઓ ઉભા પણ ન થયા અને કહ્યું કે “ભગવંત ! આપ હજુ થોડા વધુ નજીક આવો તો આપનાં પવિત્ર ચરણોનો સ્પર્શ કરીને હું પાવન થાઉં. મારી જાતને ધન્ય બનાવું.' આમ કેમ બન્યું, તે તમે જાણો છો ? તેમણે બીજી બધી તો મમતા તોડી હતી પણ છેલ્લે પોતાના શરીરની મમતા તોડવા માટે, શરીરનાં બંધન તોડવા ઘોર તપ કર્યો હતો, જેના પરિણામે ઊઠવા, બેસવાની કે પડખું બદલવાની પણ તેમની તાકાત બચી ન હતી. આવી ઘોર સાધના કરવા છતાં એમને પાંચમું જ ગુણસ્થાનક, છઠું નહિ અને તમે ઘણાં ધન-ધાન્ય વગેરેના પરિગ્રહવાળા છતાં Page #99 -------------------------------------------------------------------------- ________________ 632 – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – – 632 નિર્લેપ-નિર્મમ ખરું ને? લાવો એકાદ-બે, મારે દર્શન કરવાં છે. જ્ઞાતા-દષ્ટ ભાવના નામે પોસાતો દંભ : આજે તો દંભ પોસાય છે. “જ્ઞાતા-દષ્ટાભાવે જીવું છું, હું તો મારામાં જ છું, ઠીક છે. શરીર છે, પણ હું તો મારામાં છું.” આવી બધી વાતો કરે પણ તેને ચા તો ગરમાગરમ જોઈએ. ઉઘવા માટે પથારી જ જોઈએ. બેસવા સોફા જોઈએ, રહેવા એ.સી. રૂમ જોઈએ, ફરવા એ.સી. કાર જોઈએ અને પાછો કહે કે હું તો જ્ઞાતા-દૃષ્ટાભાવે જીવું છું. આવા દંભીઓનું કલ્યાણ શી રીતે થાય ? સભા : જ્ઞાતા - દૃષ્ટાભાવ એટલે શું? હાથમાં રહેલ અંગારાથી હાથ બળતો હોય ત્યારે જે એવું અનુભવે કે “જે બળે છે, તે હું નથી અને હું છું તે બળતો નથી.' મનની આવી સ્થિતિ હોવી તેને જ્ઞાતા-દષ્ટાભાવ કહેવાય. અજૈનોમાં જનકવિદેહીની વાત આવે છે. તે મતના સંન્યાસીઓને તેમના કુલપતિએ કહ્યું કે તમારે જ્ઞાતા-દષ્ટાભાવ જોવો હોય તો જનકવિદેહીને ત્યાં જઈ આવો. આ વાત સાંભળીને તે સંન્યાસીઓ જનક વિદેહીનો જ્ઞાતાદૃષ્ટાભાવ જોવા તેમને ત્યાં મધરાતે ગયા - રાજમહેલમાં પેઠાં ને છેક અંતઃપુરમાં પહોંચ્યા. ત્યાં જનકવિદેહીને જોયા. તો તેમની બાજુમાં રાજરાણી સૂતી હતી અને તેના અંગ ઉપર રાજાનો હાથ હતો. આ દશ્ય જોઈને તે સંન્યાસીઓએ લજ્જાથી પોતાની આંખ ઉપર હાથ મૂકી દીધા. તેમને થયું કે આપણે આ શું જોઈએ છીએ? શું જ્ઞાતા-દૃષ્ટા ભાવવાળો આવો હોય? ગુરુદેવે આપણને ક્યાં મોકલ્યા ? આટલો હજુ વિચાર કર્યો તેટલામાં જ રાજવીનો બીજો હાથ પલંગ ઉપરથી નીચે સરક્યો અને સીધો જ પલંગની નીચે શિયાળામાં ગરમી માટે રાખેલી સગડીમાં પડ્યો, આમ છતાં રાજવીએ તેને ઉપાડ્યો નહિ. એમને એમ સગડીમાં પડ્યો રહ્યો. આ જોઈને સંન્યાસીઓને થયું કે, ગુરુદેવે યોગ્ય જગ્યાએ જ આપણને મોકલ્યા. આજે ખરેખરો જ્ઞાતાદૃષ્ટાભાવ જોવા મળ્યો. આ પછી વિચારતાં એમને ખ્યાલ આવ્યો કે જે હાથ રાણીના અંગ ઉપર છે, તે રાજવીએ પોતે નહિ મૂક્યો હોય પણ રાણીએ પોતે જ ઉપાડીને મૂક્યો હશે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૧ - ૩ : બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બન્નેય ?- 26 – 633 દૂધમાં સાકર હોય, ડબલ હોય કે ન જ હોય અથવા મીઠું હોય તો પણ એક સરખી પ્રસન્નતાથી વાપરી જાય તો કાંઈકે જ્ઞાતા-દૃષ્ટાભાવ આવ્યો છે એમ માની શકાય. શ્રમણ ભગવાનશ્રી મહાવીર ત્રીસ વર્ષની ભરયુવાવસ્થામાં જ્યારે રાજપાટનો, ભોગવિલાસનો, સુખ-સમૃદ્ધિનો, સ્વજન-પરિવારનો ત્યાગ કરીને નીકળ્યા. ઉત્તમ શ્રમણ ધર્મનો સ્વીકાર કરીને પ્રભુએ જ્યારે વિહાર કર્યો ત્યારની પરિસ્થિતિનો વિચાર કરો ! જે પ્રભુએ જીવનનાં ૩૦, ૩૦ વર્ષ રાજમહેલમાં વિતાવ્યાં હતાં, જેઓ સુકોમળ શરીરના સ્વામી હતા; આજ સુધીના જીવનકાળમાં જેમના શરીર ઉપર એક મચ્છર કે માખીને પણ સેવકોએ બેસવા દીધાં નથી; આજ સુધી જેમણે તડકો-છાંયડો પણ જોયો નથી અને આજ સુધી જેમણે જમીન ઉપર પગ મૂક્યો નથી, એવા પણ પરમાત્મા મહાવીરદેવ દીક્ષાના પહેલા જ દિવસે જ્યારે વિહાર કરીને જંગલમાં ગયા, ત્યારે તે જંગલનાં ઝેરી ભમરાનાં ઝૂંડનાં ઝૂંડ તેમના ઉપર તૂટી પડ્યાં, છતાં પ્રભુએ એને ન તો ઉડાડવાનો પ્રયત્ન કર્યો કે ન તો એનાથી બચવા પોતાનું મોઢું ઢાંકવાનો પ્રયત્ન કર્યો, ન બે હાથથી શરીરને ઢાંકવાનો પ્રયત્ન પણ કર્યો કે ન તો કોઈ રીતે બચવાનો પ્રયત્ન કર્યો. પ્રભુએ તો પોતાના બન્નેય હાથ જેમ હતા તેમ જ રાખ્યા છે અને જે સહજ ગતિથી આવ્યા હતા તે જ સહજ ગતિથી આગળ વધતા રહ્યા. આ ક્રમ એક દિવસ-રાત્રિનો નહિ, ચાર-ચાર મહિનાઓ સુધી ચાલ્યો છે. પ્રભુના સ્વભાવે જ સુરભિ શરીર પર દીક્ષા સમયે દેવો અને સ્વજનોએ ગોશીર્ષ ચંદનનું વિલેપન કર્યું હતું. એ ચાર મહિના સુધી અકબંધ રહ્યું હતું. તેથી ભમરાઓ, યુવતીઓ અને યુવાનો તરફથી પ્રભુને સતત ઉપસર્ગો થયા હતા. આ હતો પ્રભુનો સહજ જ્ઞાતા-દૃષ્ટાભાવ. આપણે તો એક નવકારનો કાઉસ્સગ્ન કરવો હોય ને એક મચ્છર ગુણ-ગુણ કરવા માંડે તો હાથથી ઉડાડી દઈએ ! ક્યાં છે આપણામાં તે સત્ત્વ? આ સત્ત્વ ન હોવાનું કારણ શરીરનું પારાવાર મમત્વ. આ મમત્વ પણ એક બંધન જ છે, એટલે જ કહું છું કે ત્રણેય બંધનને બરાબર સમજી લો. પરિગ્રહ બંધન, હિંસા બંધન અને મમત્વ તે પણ બંધન. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ૩ - બંધન જાણો ! બંધન તોડો ! પરિગ્રહ ખરાબ કે પરિગ્રહની મમતા ખરાબ ? સભા : પરિગ્રહની મમતા ખરાબ કે પરિગ્રહ ખરાબ ? બેમાંથી બંધન કોણ કહેવાય ? 634 જૈનશાસન એમ કહે છે કે, પરિગ્રહ અને પરિગ્રહની મમતા બેય ખરાબ અને બેય બંધન. સભા : એવું કેવી રીતે બને ? નિશ્ચયનયની અપેક્ષાએ પરિગ્રહની મમતા બંધન માટે પરિગ્રહની મમતા પણ ખરાબ અને વ્યવહારનયની અપેક્ષાએ પરિગ્રહ બંધન માટે પરિગ્રહ પણ ખરાબ. સ્યાદ્વાદ - અનેકાંતની અપેક્ષાએ બેય બંધન છે. માટે બેય ખરાબ છે. જૈનશાસન સ્યાદ્વાદને માને છે માટે જૈનશાસન બેયને બંધન કહે છે. બેયને ખરાબ કહે છે. સભા : આપ કોઈકવાર પરિગ્રહને બંધન કહો છો, તો કોઈકવાર પરિગ્રહની મમતાને બંધન કહો છો, બેયને બંધન કેમ નથી કહેતા ? જો તમે બરાબર ધ્યાન દઈને સાંભળશો તો ખ્યાલ આવશે કે અવસરોચિત રીતે હું ત્રણેયને બંધન કહું છું. સભા : અવસરોચિત રીતે એટલે ? શ્રોતાઓની પ્રજ્ઞા જ્યારે ઘડાયેલી ન દેખાય ત્યારે જો હું એમ કહું કે પરિગ્રહ અને પરિગ્રહની મમતા બંધન તો એમાંથી એવો અર્થ તારવે કે પરિગ્રહ અને પરિગ્રહની મમતા એમ બેય હોય તો બંધન, બાકી એકલો પરિગ્રહ કે એકલી પરિગ્રહની મમતા હોય તો બંધન નહિ. એટલે એવા શ્રોતાઓને સૌ પ્રથમ વ્યવહારનયની મુખ્યતાએ પરિગ્રહ પોતે જ બંધન છે, એમ સમજાવવાનો પ્રયત્ન કરું. એ વાત જ્યારે સમજાઈ જાય અને તેની પ્રજ્ઞા-બુદ્ધિ જરા પરિકર્મિત-સૂક્ષ્મ બને એટલે કહું કે પરિગ્રહની મમતા ખરાબ છે, બંધન છે. એ વાત બરાબર સમજાઈ જાય પછી એને સમતોલ કરવા સમજાવું કે, પરિગ્રહની મમતા વગર પરિગ્રહ મેળવવાનું, રાખવાનું, સાચવવાનું કે વધા૨વાનું મન થતું નથી. માટે જ્યાં જ્યાં પરિગ્રહ હોય ત્યાં ત્યાં પરિગ્રહની મમતા રહેવાની. માટે પરિગ્રહ પણ બંધન અને પરિગ્રહની મમતા પણ બંધન. Page #102 -------------------------------------------------------------------------- ________________ — ૩ : બંધન કોણ ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બન્નેય ?- 26 — 635 આ પછી વધારે સ્પષ્ટ કરતાં કહ્યું કે, જેની પાસે પરિગ્રહ ન હોય છતાં પરિગ્રહની મમતા હોય તો તે પરિગ્રહ વગરની પરિગ્રહની મમતા પણ બંધન અને જેની પાસે સંયમ સાધનાનાં સાધનો હોય અને તેમાં તેને મમતા ન હોય તો તે સાધનો પરિગ્રહ જ નથી. તેથી તેને માટે સંયમનાં સાધનો બંધન નથી. ૮૩ પણ સંયમનાં સાધનો પ્રત્યે પણ મમતા થાય તો તે મમતા પણ બંધન. આમ જુદી જુદી પરિસ્થિતિમાં શ્રોતાવર્ગની સમજવાની ક્ષમતા વગેરેને લક્ષ્યમાં રાખીને આ બધી વાત કરવી પડે છે. જેમ કોઈ પૂછે કે સાપ મારે કે સાપનું ઝેર મારે? ઝેરી ખોરાક મારે કે ખોરાકમાંનું ઝેર મારે? એનો જવાબ જે જે રીતે અપાય તે તે રીતે આ બધો જવાબ પણ અપાય છે અને એ રીતે સમજાવવું એ જ યોગ્ય છે. એટલા જ માટે મહામહોપાધ્યાયશ્રીજી ભગવંતે ‘માર્ગપરિશુદ્ધિ’ નામના ગ્રંથમાં કહ્યું કે 'वस्तुविनिश्चयपटुना स्याद्वादेनैव देशना देया ।' ‘પદાર્થોનો નિર્ણય કરવામાં કુશળ ધર્મોપદેશકોએ સ્યાદ્વાદશૈલિથી જ દેશના આપવી.’ એના જ અનુસંધાનમાં વિચારીએ તો શ્રી ‘સન્મતિતર્ક’માં કહ્યું કે ‘પુરુષનામં તુ પડુલ્લ’ ‘શ્રોતાની ભૂમિકાને લક્ષ્યમાં રાખીને દેશના આપવી.' સામાન્ય રીતે પહેલાં વ્યવહારનયપ્રધાન દેશના આપવી. તેનાથી શ્રોતા ઘડાઈ જાય તે પછી તેને નિશ્ચયનયપ્રધાન દેશના આપવી. એ જ રીતે જેઓ એકાંત નિશ્ચયવાદી હોય તેને વ્યવહારના ભારવાળી દેશના આપવી અને જેઓ એકાંત વ્યવહારવાદી હોય તેમને નિશ્ચયના ભારવાળી દેશના આપવી. એ જ રીતે કેટલાક શ્રોતાઓને વાળવા માટે પ્રારંભમાં એને ગમતા નયની દેશના આપી આકર્ષિત કરી, પછી એને ન સ્વીકારેલા નયની દેશના આપવી અને એ રીતે બેલેન્સ કરી આપવું. જે લોકો મમતા ન હોય તો ગમે તે અને ગમે તેટલું પરિગ્રહ રાખવામાં વાંધો નહિ તેમ માને તેને પરિગ્રહ પોતે જ બંધન છે એમ સમજાવવું પડે. અને જે લોકો સંયમનાં ઉપકરણોને પણ પરિગ્રહમાં ખપાવી, તેનો પણ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ૩ - બંધન જાણો ! બંધન તોડો ! નિષેધ કરે તેને ‘મમતા બંધન છે, સંયમનાં સાધનો નહિ.' એમ સમજાવવું પડે અને જો કોઈ સંયમનાં ઉપકરણોમાં મમતા કરીએ તો વાંધો નહિ, એવા ભ્રમમાં હોય તેમને આ મમતા એ જ બંધન છે, એમ સમજાવવું પડે. ટુંકમાં જેમાં જેમાં કર્મબંધની શક્યતા છે તે સામગ્રી, તે ભાવો, તે લાગણીઓ બધું જ બંધન છે અને સતત એનાથી છૂટવાનો પ્રયત્ન કરવાનો છે અને કર્મબંધને તોડનારી સાધના માટે જે અનિવાર્યપણે આવશ્યક છે અને જ્ઞાનીઓએ જેને આવશ્યક તરીકે સ્વીકાર્યું છે, તે બંધન નથી. પણ તેમાં જો મમતા થાય તો તે બંધન છે. માટે ભૂમિકાનુસાર તે સાધનોનો ત્યાગ ન કરવો, પણ તેની મમતા ક્યાંય ન થાય તેની સાવધાની રાખવી. આ બધી વાતો સમજવાની, સમજાવવાની છે. સભા : સાહેબ ! આજે ઘણું બધું સ્પષ્ટ થઈ ગયું. જો ઉપયોગપૂર્વક સાંભળશો તો ઘણું બધું સ્પષ્ટ થઈ જશે. 636 એટલે હવે નક્કી કરો કે પહેલાં પરિગ્રહ છોડવો છે અને એ છોડ્યા પછી એના પ્રત્યે હૈયામાં રહેલી મમતા પણ છોડવી છે. સભા : મમતા છૂટ્યા પહેલાં પરિગ્રહ છૂટે? મમતા નબળી પડે એટલે પરિગ્રહ છોડવાનું શક્ય બને અને પરિગ્રહ છોડ્યા પછી મમતાને મારવી સહેલી બને. કોઈકવાર એવું પણ બની શકે કે પહેલાં મમતા મરી જાય અને એ પછી પરિગ્રહ સહજતાથી છૂટી જાય. પણ આવું ક્વચિત્ બને. મુખ્યપણે તો પહેલાં પરિગ્રહ છૂટે અને તે પછી મમતા છૂટે. કલિકાલસર્વજ્ઞ પ્રભુએ ‘યોગશાસ્ત્ર’માં લખ્યું છે - 'बाह्यात् परिग्रहात्प्रायः, प्रकुप्यन्त्यान्तरा अपि । ' ‘બાહ્ય પરિગ્રહથી મોટે ભાગે આંતર-પરિગ્રહો પણ કોપાયમાન થાય છે.’ સભા : આંતર પરિગ્રહ એટલે શું ? મુખ્યત્વે મમતા, મૂર્છા અને વિગતથી જોઈએ તો ચૌદ પ્રકારના રાગાદિભાવો. સભા : એ ચૌદ પ્રકાર કયા ? Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૫ – ૩: બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બન્નેય?- 26 – 637 એ જ યોગશાસ્ત્રમાં એનું પણ વર્ણન કરાયું છે. ત્યાં જણાવ્યું છે કે - 'रागद्वेषौ कषायाः शुग्-हासौ रत्यरती भयम् । जुगुप्सा वेदमिथ्यात्वे, आन्तराः स्युश्चतुर्दश ।।' ‘૧ - રાગ, ૨ દ્વેષ, ૩ થી ૬ - ક્રોધાદિ ચાર કષાયો, ૭ - શોક, ૮ - હાસ્ય, ૯ - રતિ, ૧૦ - અરતિ, ૧૧ - ભય, ૧૨ - જુગુપ્સા, ૧૩ - વેદ અને ૧૪ - મિથ્યાત્વ : એમ આંતરિક પરિગ્રહ ચૌદ પ્રકારનો છે.' મમતા ડાકણ છે, ગમે ત્યારે વળગી જાય? આ અહીં પડેલા ગુરુપૂજનના પૈસા ઉપર પણ જો નજર ઠરી જાય, તો મમતા વળગી જાય. શ્રીમંત ભક્તને જોઈને મોઢામાં - પાણી આવે કે મનમાં ગલગલીયાં થાય તો પણ મમતા વળગી પડે. આત્મા જરાક અસાવધ બને તો મમતાને વળગતાં વાર ન લાગે. રૂપિયા ગમે તે પણ બંધન ને રૂપિયાવાળો ગમે તે પણ બંધન. છેલ્લા પાંચ દિવસથી પરિગ્રહની વાત ચાલે છે, પણ “પરિગ્રહના સ્વરૂપને જાણવું, એના પ્રકારોને જાણવા અને તેનાથી કઈ રીતે છૂટવું તેનું મંથન કેટલા કરે છે ?” અને “કઈ રીતે આ બધી ચીજો પરિગ્રહમાં ન ગણાય. અમારું જીવન જેમ ચાલે છે, તેમ જ ચાલ્યા કરે, એમાં કાંઈ જ ફેરફાર ન કરવો પડે, છતાં અમે અપરિગ્રહી ગણાઈએ એવું સિદ્ધ કરવાની મહેનત કેટલા કરે છે ?' દરેકના પ્રશ્નો એક જ દિશામાં જાય છે કે અમે જે કરીએ છીએ તે ચાલુ રહે અને ધર્માત્મા તરીકે ઓળખાઈએ. ભગવાનની આજ્ઞા સમજવાની કોશિશ થતી નથી, પણ પોતે જે કરે છે, તે ભગવાનની આજ્ઞા મુજબ છે, તેવું પૂરવાર કરવા માટે પ્રયત્નો થાય છે અને એ માટેનાં પ્રશ્નો કરાય છે. આગમની વાતો હૈયું વલોવી નાંખે તેવી છે. ઘણીવાર અમે અહીં આવતાં પહેલાં એ ભાવોથી ભાવિત થઈને આવીએ છીએ. તમારા આત્માને પણ એ ભાવોમાં ભાવિત કરવાનો અમારો પ્રયત્ન હોય છે, પણ તમે એનાથી ભાવિત થતા નથી. એ કેટલાક ભાઈઓ તો એવા એવા પ્રશ્નો કરે છે કે જેનાથી ઘણાની પ્રગટેલી ઉત્તમ ભાવધારા પણ તૂટી જાય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૬ 638 - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – ભગવાનની વાણીને તમે તમારા નક્કી કરેલા ચોકઠામાં ગોઠવવાની મહેનત ન કરો! પણ તમારી જાતને ભગવાનની વાણીના ચોકઠામાં ગોઠવવાની મહેનત કરો! ભગવાનની વાણીને તમારા નક્કી કરેલા ચોકઠામાં બંધબેસતી કરવા તમે તેમાં તોડફોડ કરવાનું કે એને મરડવાનું પાપ ન કરો. પણ તમારી જાતને તે માટે બંધબેસતી કરવા, બદલવાનું કામ કરો ! વિષયની ગંભીરતા નંદવાય તેવા પ્રશ્નો પણ ન કરો ! એ જ તમારા હિતમાં છે; આમ છતાં તમે તમારું હિત ન સમજો અને પ્રભુની વાણીની આશાતના થાય એવી અગંભીરતા કેળવો તો તમને અટકાવવા, એ અમારી ફરજ છે. સંવેગ અને નિર્વેદની વાતો ચાલતી હોય ત્યારે જો કોઈ શ્રોતા એવા પ્રશ્નો કરે કે એવો કોઈ વ્યવહાર કરે કે જેનાથી સંવેગ અને નિર્વેદના ભાવો નબળા પડે કે નાશ પામે તો તેવા શ્રોતાને ઉભો કરી દેવો. તેને ચલાવવો નહિ. એવી ધર્મોપદેશકની જવાબદારી છે. જે ધર્મોપદેશક આ જવાબદારીની ઉપેક્ષા કરે તે ધર્મોપદેશકને પણ પ્રાયશ્ચિત્ત આવે. એટલા જ માટે પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજે યોગવિંશિકાની વૃત્તિમાં જણાવ્યું છે કે – 'यस्तु श्रोता विधिशास्त्रश्रवणकालेऽपि न संवेगभागी तस्य धर्मश्रावणेऽपि महादोष एव ।' ‘જે શ્રોતા વિધિ-શાસ્ત્રને સાંભળવાના સમયે પણ સંવેગભાવને ન પામે તેને ધર્મ સંભળાવવામાં પણ મોટો દોષ લાગે જ છે.' આ વાતને લક્ષ્યમાં રાખીને તમને કહું છું કે – સમજવા માટે લાખ પ્રશ્નો કરો, પણ ડહોળવા માટે એક પણ નહીં. નંદિસૂત્ર આગમની ટીકામાં વ્યાખ્યાન-વાચનાને ડહોળનારા શ્રોતાઓ કેવા કેવા હોય છે, તેની વિગતવાર વાત જણાવી છે. તેમાં એક “પાડા' જેવા શ્રોતા હોવાનું પણ જણાવ્યું છે. પાડો ગામની બહારના તળાવમાં આવીને ઘૂમી ઘૂમીને એના પાણીને ડહોળું - ન પીવા યોગ્ય કરી દે છે, જેથી બીજા તરસ્યા પશુ પણ પાણી ન પી શકે. કેટલાક શ્રોતાઓ પણ એવા હોય છે. સ્વયં તો તત્ત્વ પામતા નથી ને અન્યને Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૭ – ૩ : બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બન્નેય ?- 26 – 639 તત્ત્વ પામવામાં અંતરાય ઊભો કર્યા વગર પણ રહેતા નથી. તમારો નંબર એમાં ન લગાવો, એટલું જ અમારે કહેવું છે. ફરી આપણે આપણી મૂળ વાત ઉપર આવીએ, પરિગ્રહ જેમ અનેક દૃષ્ટિકોણથી ખરાબ છે તેમ તેના કારણે હિંસા થાય છે. માટે પણ તે ખરાબ છે. પરિગ્રહનો મૂળભૂત સ્વભાવ જ એવો છે કે તે હિંસા અને અન્ય પાપોને પેદા કરે છે. પછી ભલે તે હિંસા મનની હોય, વચનની હોય કે કાયાની હોય. એ પરસ્પરની હોય, ઘર-પેઢીની હોય કે, ગામ-નગરની હોય, એ રાજ્યની હોય કે દેશના સીમાડાઓની હોય. જે પરિગ્રહી હોય તે હિંસક હોય જ? એ સૂક્ષ્મ જીવોની હોય કે દેખાતા બાદર જીવોની હોય, એ સ્થાવર જીવોની હોય કે હાલતા-ચાલતા ત્રસ જીવોની હોય ! આ બધી જ હિંસાના મૂળમાં પરિગ્રહ છે. આ હિંસાને કોઈ સ્વયં કરે, કોઈ અન્યની પાસે કરાવે કે કોઈ હિંસા કરનાર અન્યને અનુમોદન આપે તે મરનાર તે તે જીવો સાથે પોતાનો વૈરભાવ વધારે છે, વૈરની પરંપરાનું સર્જન કરે છે. જેમાંથી એ પોતે પારાવાર દુઃખોનો, દુર્ગતિઓનો અને ભવભ્રમણનો ભોગ બને છે. માટે જ ત્રીજી ગાથામાં અને એની અવતરણિકા કરતાં ટીકાકાર મહર્ષિએ લખ્યું કે - 'परिग्रहवतश्चावश्यंभाव्यारम्भस्तस्मिंश्च प्राणातिपात इति दर्शयितुमाह - सयं तिवायए पाणे, अदुवा अण्णेहिं घायए । સતં વાના, વેર વ૬૬ મMurt રૂા' “પરિગ્રહવાળાને આરંભ અવશ્ય હોય છે અને આરંભમાં પ્રાણાતિપાત જીવોની હિંસા અવશ્ય હોય છે, એટલે હવે પ્રાણાતિપાતનું સ્વરૂપ બતાવતાં કહે છે કે – જે જીવોને સ્વયં મારે છે અથવા અન્યની પાસે કરાવે છે કે મારતાં જે અનુમોદન આપે છે તે (તે મરનાર જીવોની સાથે) પોતાનું વેર વધારે છે.' Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૮ 640 – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – હવે આ વાતને તમે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરો ! પરિગ્રહની ભૂખ જાગે એટલે હિંસાચાર આવવાનો જ. કયો એવો ધંધો છે. કે, જેમાં પૈસા મળતા હોય ને હિંસા ન હોય ? હિંસાચાર વધારે છે માટે ધંધો ન કર્યો હોય એવા કેટલા જોવા મળે ? આવડત ન હોય, સંયોગો ન હોય, અનુકૂળતા ન હોય અને હિંસક ધંધો ન કર્યો એ જુદી વાત પણ આવડત હોય, સંયોગો હોય, અનુકૂળતા પણ હોય, છતાં આ ધંધામાં હિંસા ઘણી છે, માટે હિંસાથી બચવા ધંધો ન કર્યો એવું બન્યું છે ? જે કંપનીમાં વધુને વધુ પૈસો મળે તે કંપનીના શેર લીધા, પણ તે વખતે તે કંપની શું કરે છે, એમાં કેવાં હિંસક કાર્યો થાય છે, એનો વિચાર કર્યો ? એવાં પણ દર્શનો છે, મતો અને ધર્મો છે કે જે જાતે હિંસા કરે તો જ પાપ લાગે એવું માને પણ, બીજાની પાસે હિંસા કરાવવામાં પાપ ન માને. તેવા મતવાળા બીજાની પાસે જીવો મરાવે અથવા બીજાએ મારેલાં જીવોને પોતે ખાય કે એ રીતે બીજાએ મારેલા જીવોમાંથી બનતી વસ્તુઓ પોતે વાપરે છતાં પોતે હિંસા કરતા નથી માટે પોતાને પાપ લાગતું નથી – એવી ભ્રમણામાં રાચે છે. તેમ અમારા અહીં આવનારા ઘણા ભાગ્યશાળીઓ (!) પણ એમ માનતા હોય કે કંપની જે હિંસાનાં કાર્યો કરે તેનું પાપ શેર લેનારાને ન જ લાગે. આ તેઓની મોટી ભ્રમણા છે. જેને જૈન દર્શનની અહિંસાનું જ્ઞાન નથી, એવા “મનુ એ પણ “મૃતિગ્રંથ'માં જીવઘાતની અનુમોદના કરનારને પણ ઘાતક' તરીકે ઓળખાવ્યા છે. શેર લેનાર વ્યક્તિને અનુમોદના બેઠી જ છે; માટે કંપની દ્વારા થતી તમામ જીવહિંસાનું પાપ એને પણ જરૂર લાગે જ છે. સભા : વ્યાજે ક્યાંય રોક્યાં હોય તો ? ક્યાં રોકો છો, તેના ઉપર આધાર છે. તેની તપાસ કરવી જરૂરી છે. તમે કોઈપણ ધંધો કરતા હો તેમાં તમને સારા એવા રૂપિયા પણ મળતા હોય પણ તમને ખબર પડે કે પંચેન્દ્રિય જીવોને મારીને, ત્રસ જીવોને મારીને, આ રૂપિયા આવે છે, તો તેને છોડવાનું મન થાય ? સભા તો કયો ધંધો કરવો જોઈએ ? તમારે કયો ધંધો કરવો” – એ બતાવવું એ મારો ધંધો નથી. પહેલાં હૈયાને Page #108 -------------------------------------------------------------------------- ________________ — ૩ : બંધન કોણ ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બન્નેય ?– 26 — 641 ઘડો, હૈયું ઘડાઈ જશે પછી મારે નહિ કહેવું પડે. તમને આપોઆપ સમજાશે કે અમારાથી કેવા કેવા ધંધા ન જ કરાય અને જે પણ ધંધા કરવા જ પડે એમાં પણ કેટલી કેટલી કાળજી રાખવી જોઈએ. re જેમ મા જ્યારે પહેલીવાર મા બને ત્યારે તેને કોઈ શીખવાડે છે કે બાળકને કેમ નવડાવવું - ધોવડાવવું ? એને પગનો ચૂલો કરતાં ય આવડે ? ક્યાંય ભણવા ગઈ હતી ? એ મા બની એટલે બધું આવડી ગયું ? કેમ ? હૈયું માનું બન્યું. એમ ષજીવનિકાયની મા બનો તો બધુ આવડી જશે. મા જ્યારે બાળકને જન્મ આપે ત્યારે જો ખુદ એનામાં માનો જન્મ થાય તો તેને જેમ બધું જ આવડી જાય, તેમ ‘આત્મવત્ સર્વભૂતેષુ'ની સાચી ભાવના જન્મે તો બધું જ આવડી જાય. પછી અમારે એ સમજાવવું નહિ પડે કે - ‘મોટી મોટી ફેક્ટરી-કારખાનાં કરવાં, એના શે૨ લેવા - કમાવા - તેના ઉપર લહેર કરવી, એ બધી હિંસા છે, તે બંધન છે.’ ધંધો બંધ કરવો એ પણ પ્રભાવના : પરમતારક ગુરુદેવના પાવન પરિચયમાં આવીને આ વાતો જેને જેને સમજાણી એવા ઘણા લોકોએ ધીકતા ધંધા બંધ કર્યા, નવો પરિગ્રહ મેળવવાનો બંધ કર્યો, ભેગો થયેલો પરિગ્રહ ઘટાડવાનો પ્રયત્ન કર્યો અને સંતોષથી કેટલાકોએ જીવવાનો પ્રયત્ન કર્યો છે. ગુરુદેવને કેટલાકોએ પૂછ્યું કે, ‘ધંધો બંધ કરીશ તો પ્રભાવનાનાં કાર્યો નહિ કરી શકું, તો મારે શું કરવું ?' ત્યારે પ૨મતા૨ક ગુરુદેવે કહ્યું કે, ‘પ્રભાવનાનાં કાર્યો કરવા ધંધો કરવાની જરૂર નથી. ધંધો બંધ ન થતો હોય કે પરિગ્રહ વધી ગયો હોય તો તેના ઉપર નિયંત્રણ કરવા, બચવા, પ્રભાવના વગેરે કાર્યો કરવાનાં છે અને બીજી અગત્યની એ વાત છે કે આવી રીતે ચાલુ ધંધા ધર્મભાવનાથી બંધ કરી દેવા એ પણ એક પ્રકારની પ્રભાવના જ છે.’ હિંસાના મુદ્દાની વિચારણા કરીએ ત્યારે માત્ર પંચેન્દ્રિય જીવની હિંસાથી જ બચવાની વાત છે, એવા ભ્રમમાં ન રહેવું. બેઈન્દ્રિયથી લઈને ચઉરિન્દ્રિય સુધીના તમામ ત્રસ જીવોની હિંસાથી પણ બચવાની આ વાત છે અને આગળ વધીને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના સ્થાવર એવા એકેન્દ્રિય Page #109 -------------------------------------------------------------------------- ________________ 642 ૯૦ – ૩ – બંધન જાણો ! બંધન તોડો ! જીવોની હિંસાથી પણ બચવાનું અનિવાર્ય જણાવ્યું છે. ભગવાન તીર્થકરોની આ જ મહાકરુણા હતી કે એમણે છએ છે જીવનિકાયની હિંસાથી બચવાનો ઉપદેશ આપ્યો છે. જૈનશાસનમાં કોઈપણ જીવને મારવાનું વિધાન તો નથી જ પણ કોઈ પણ જીવની ઉપેક્ષા કરવાનું પણ વિધાન નથી. તમામ જીવોના હિતની – સુખની - રક્ષાની વાતો કરીને પ્રભુએ પૂરા વિશ્વ ઉપર અનંત ઉપકારવર્ષા કરી છે. એ વાત સમજાવવા જ ભગવાન શ્રી મહાવીરદેવે કહ્યું છે કે - “વેરં વક્ફ ગMoછે ' ‘જેટલી હિંસા એટલું વૈર વધે, એટલો વેરનો અનુબંધ પડે. એટલે કે તે મરનારા જીવો સાથે એટલી વૈરની પરંપરા ચાલે.' જેમ જાતે હિંસા કરો તો પણ વૈરનો અનુબંધ પડે તેમ કોઈની પાસે હિંસા કરાવો તો પણ વૈરનો અનુબંધ પડે અને કોઈ હિંસા કરતું હોય તેને અનુમોદન કરો - ટેકો આપો તો પણ વૈરનો અનુબંધ પડે. કોઈ પણ જીવને સીધેસીધો મારવો એટલું જ નહિ પણ જે જે પ્રવૃત્તિથી કોઈ પણ જીવને કોઈ પણ પ્રકારનું દુઃખ થાય તે બધું જ હિંસામાં આવે. કલાકો સુધી ટબમાં પડ્યાં રહેવું તે પણ હિંસા છે, વનસ્પતિ ઉપર આરામથી ટહેલતાટહેલતા ચાલવું તે પણ હિંસા છે. ડૉક્ટર કહે કે, લોન પર ચાલશો તો આંખનું તેજ મળશે પણ જ્ઞાની ભગવંત કહે છે કે, આંખ જ નહિ મળે એવી ગતિમાં જવું પડશે. જ્યાં નહિ મળે વિચારવાનું મન, નહિ મળે સાંભળવા માટે કાન કે નહીં મળે જોવા માટે આંખ, નહિ મળે સુંઘવા માટે નાક કે નહિ મળે ખાવા કે બોલવા માટે જીભ, એટલું જ નહિ પણ જે ચામડી મળશે તે પણ સ્વતંત્ર નહિ મળે. અનંતાની વચ્ચે એક મળશે અને તે પણ મોટે ભાગે દુઃખ ભોગવવા માટે જ. જગતમાં કોઈ જીવને દુઃખ આપીને કોઈ સુખી થઈ શકે, એ ત્રણ કાળમાં શક્ય નથી. સભા પણ સાહેબ ! સંસારમાં રસ વગર બેઠા હોઈએ અને ન છૂટકે જે કાંઈ કરવું પડે એમાં જે હિંસા થાય, એ તો થવાની જ ને શું એનાં પણ આવાં ફળ હોય ? Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૧ – ૩ : બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બન્નેય?- 26 – 643 મને કહો છો કે અમે સંસારમાં રસ વગર બેઠા છીએ. શું ખરેખર રસ વગર બેઠા છો ? પત્ની ઉપર મોહ નથી ? દીકરા ઉપર મોહ નથી ? દીકરી ઉપર મોહ નથી ? ઘરના રાચ-રચીલા ઉપર મોહ નથી ? ફેક્ટરી-કારખાનાં ઉપર મોહ નથી ? શરીર ઉપર મોહ નથી ? ઈન્દ્રિયોનાં વિષયોની ભૂખ નથી ? મનમાં કષાયો કામ કરતા નથી ? મને બતાવો, તમે કયા કારણથી બેઠા છો ? હદયથી હજી વિચારો ? મારે માત્ર હોઠની વાતો નથી કરવી, માત્ર મગજની કસરતો નથી કરાવવી, મારે તો તમને હૈયાથી વિચાર કરતા કરવા છે. જે વિચારો તે ગંભીર બનીને વિચારો. શાનાં કારણે નિરંતર હિંસાચાર ? નિરંતર અસત્ય ? હાથની અજમાયતો આ બધુ શા માટે ? બહેનો કાંઈ ન કરે તો ય કપડાં ધોવા નાંખ્યા હોય ને ખિસ્સામાંથી કાંઈ મળે તો રાખી લે દૂધ-શાકનાં પૈસા હોય તેમાંથી પણ ગાળીયો મારે... આ બધો સંસારનો રસ નહિ તો શું છે ? કોઈનાથી પણ છૂપાવીને લેવું પડે. પછી તે પતિને પત્નીથી, પત્નીને પતિથી, ભાઈને ભાઈથી કે દીકરા-દીકરીને માવતરથી તે બધું જ ચોરી છે, આ હિંસાચાર, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ એ બધાં અવ્રત છે, અવિરતિ છે અને આ અવિરતિ એ પણ મોટામાં મોટું બંધન છે. સમકિતીને પણ આ અવિરતિનું બંધન સંસારમાં જકડી રાખે છે. રાગથી કોઈની સામે જોવું, ઉંચી નજર કરવી, રાગથી નાનાં બાળકને સ્પર્શ કરવો કે ઉપાડવો તે પણ બંધન જ છે. રાગથી કોઈને સ્પર્શ કરો, રાગથી ખાઓ, રાગથી સુંઘો, રાગથી જુવો કે સાંભળો એ બધું જ બંધન. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૨ – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! - 644 ... એ વિષય, રાગ વિના થતું નથી : સભા નાનું બાળક તો ભગવાન હોય છે ને? મહેરબાની કરો ! કાંઈ બોલાવતા નહિ, એ લોકવાયકા છે. આજનું છોકરું ચાર પતાસા છોડીને પણ સોની નોટ લઈ લે છે, છોડતું નથી. અને માનો કે છોકરું સારું પણ હોય, પવિત્ર પણ હોય પણ તમે જે એને બોલાવો, રમાડો વગેરે કરો છો તેમાં તમારો કયો ભાવ છે ? બંધનનો આધાર તમારા ભાવ ઉપર છે. એ ભગવાન જેવો છે એવું લાગે છે માટે ભાવ આવે છે કે એનાં રૂપ વગેરેને કારણે કે એના પ્રત્યેની મમતાના કારણે ભાવ આવે છે ? દેરાસરમાં તો ભગવાન જ હોય છે ને ? એમને જોઈને તમને ક્યારેય ઉમળકો આવ્યો ? ત્યાં પ્રભુને લેતાં ક્યારેય ઉલ્લાસ કે અહોભાવ જાગ્યો ? બાળકને જોઈને તો મમતા જાગી, મોહ પેદા થયો, લાગણી જાગી અને તેને સ્પર્શ કરવાનું મન થયું તે બંધન છે, એમ જ્ઞાની ભગવંત કહે છે. ___ 'बंधने विषयासङ्गि, मोक्षे निर्विषयं स्मृतम् ।' વિષયમાં ચોંટેલું મન બંધનમાં કારણ બને છે અને વિષયથી છુટેલું મત મોક્ષમાં કારણ બને છે.' એમ કહ્યું કે આ માટે જ. સવારથી સાંજ સુધી ચોવીસ કલાકમાં કેટલાં બંધન ? હિંસાનું બંધન, જૂઠનું બંધન, ચોરીનું બંધન, કામવાસનાનું બંધન, પરિગ્રહનું બંધન, કેટલા કેટલા પ્રકારનાં બંધન સર્જી દીધાં છે ? જ્ઞાની ભગવંતોએ કહ્યું છે – ___ 'संजोगमूला जीवेण पत्ता दुःखपरंपरा' વસ્તુ કે વ્યક્તિના સંયોગમાંથી જ આ બધી દુખની પરંપરા સર્જાય છે. કારણ કે સંયોગ એ દુઃખનું મૂળ છે. આ વાત હું નથી કહેતો, પણ ત્રણ જગતના નાથ કહે છે, સર્વજ્ઞ-સર્વદર્શી, વીતરાગ પ્રભુ કહે છે. એમણે આવું શા માટે કહ્યું? ત્રણ લોકના નાથ, જ્ઞાતાદૃષ્ટાભાવે સંસારમાં રહી શકે તેમ હતા, તેમ છતાં તેઓએ શા માટે સંસાર ત્યાગ્યો ? શા માટે ત્યાગ માર્ગે ચાલ્યા ? શા માટે સંસાર છોડ્યો ? શા માટે સંયમ લીધું ? આ બધું ઊંડાણથી વિચારો ! Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૩ - ૩ઃ બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બન્નેય?- 26 – 645 કેટલાંક માર્ગ વિના પહાડ ઉપર ચડી જાય, પણ બળહીન તો તે રીતે ન જઈ શકે અને જો ચડવા જાય તો હાડકાં ખોખરાં થઈ જાય. એના માટે કેડી પગથિયાનો માર્ગ હોય છે. સભા : ભગવાન તો બળવાન હતા, તો ભગવાને આ માર્ગ કેમ અપનાવ્યો ? મારા-તમારા જેવાને માર્ગદર્શન આપવા અને દાખલો બેસાડવા. સભા તો ભરત ચક્રવર્તી, શ્રેણિક મહારાજા જેવાએ દીક્ષા કેમ ન લીધી ? ભરત ચક્રવર્તી, મરુદેવા માતા અને શ્રેણિક મહારાજા જેવા થોડાં, તેની હરિફાઈ ન કરાય, એમનાં દૃષ્ટાંત ન લેવાય. એટલે તો કહ્યું કે - “શ્રેણિક સરખા રે, અવિરતિ થોડલા, જેહ નિકાચિત કર્મ.” એવા ય માણસો હોય કે ૨૦મે માળથી પડે ને ઘસરકો ય ન લાગે. ઉભા થઈને ચાલવા માંડે, એનો દાખલો ન લેવાય, એ પડે તો હું કેમ ન પડું ? પડો...! સભા એટલે આપ એમ કહેવા માંગો છો કે જેણે જેણે મોક્ષે જવું હોય, તે બધાએ દીક્ષા લેવી જ પડે ? હા, બરાબર એમ જ કહેવું છે. શું તમે આજે આ નવું જાણ્યું ? આ તો સનાતન સિદ્ધ થયેલી વાત છે. આમાં કાંઈ નવું નથી. સભા પણ દીક્ષા લેવી એ બહુ અઘરી વાત છે. દીક્ષા લેવી અને પાળવી એ સહેલી છે, એવું તમને કોણે કહ્યું? એ અઘરી જ છે. પણ એના વિના કલ્યાણ થવું સહેલું નથી. મને આજે ખબર પડી કે મોહ સામેના સંગ્રામમાં લડવા માટેના લશ્કરમાં માયકાંગલાઓ દાખલ થઈ ગયા છે. આવા માયકાંગલાઓ સૈન્યમાં દાખલ થયા પછી કહે કે, “બંદૂક તો કેમ ઉપડે ? વજન તો કેમ ઉપડે ? જ્યાં ગોળીઓ ઉડે ત્યાં કેમ જવાય ? આ બધાં કષ્ટ કેમ વેઠાય ?' આવા માયકાંગલા લોકોથી યુદ્ધ શી રીતે જીતાય ? આવા લોકો તો સાવ જ નકામા, શું કામના ? એનાથી કાંઈ યુદ્ધ ન જીતાય ? સભા પણ દીક્ષા લેવામાં હવે અમને ઉંમર નડે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ 646 ૯૪ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – શું કામ ખોટા બહાનાં કાઢો છો ? જ્યારે ઉંમર નહોતી થઈ ત્યારે શું નડતું હતું, એ બોલો ને? ખરેખર વિચારશો તો તમને ખ્યાલ આવશે કે તમને બીજું કોઈ નહિ પણ આ બંધનો જ નડે છે. જેઓ ખરેખર ઉમરના કારણો જ અટકી પડ્યા છે. એવા ઉમરવાળાને મારે પૂછવું છે કે દીક્ષાની વાત બાજુમાં રાખીએ. બોલો, તમારે ધંધા-ધાપાથી-ઘરના વ્યવહારોથી નિવૃત્તિ લેવી છે ? આજે નક્કી કરી લો, જે દીક્ષા લઈ શકે તેમ ન હોય, આમ છતાં જેમની પાસે આજીવિકાનું સાધન હોય, તે બાકીના બંધનથી છૂટી જાય. અહીં શાસનનાં અને તીર્થોનાં કામ ઘણાં છે, પણ આ ઘરડા જપીને બેસે તેવા નથી. દીકરા મૂકીને ગયા અને કહીને ગયા કે, “આરાધના કરજો, અમારી ચિંતા કરતા નહિ.” પણ દીકરાઓ આવીને કહે છે કે, “આ બાપા દર બીજા કે ત્રીજે દિવસે ફોન કરીને ખબર-અંતર લઈ લે છે અને કહે છે કે મને પૂછુયા વિના કાંઈ કરતો નહિ.” આ દશા હોય તો આ વાત ક્યાં કરવી ? જેને ખરેખર તરવું જ છે એને માટે બધા જ રસ્તા છે. સબળા માટે વહાણ ને નબળા માટે તરાપો. સર્વવિરતિ એ વહાણ છે તો દેશવિરતિ એ તરાપો છે. હવે તમે જ નક્કી કરો કે તમારે શાનો સહારો લેવો છે. જ્યાં સુધી આ ન બને ત્યાં સુધી છેવટે એટલું નક્કી કરો કે, આજ પછી ઘરમાં-વ્યાપારમાં કે વ્યવહારમાં સામેથી ક્યાંય માથું મારવું નથી. દીકરો વગેરે સામેથી બોલાવે કે કાંઈક પૂછે તો જુદી વાત, બાકી તમારે સામેથી કહેવું નહિ. દીકરો સંસારની વાત કરે તો જુદી વાત પણ તમારે સામેથી સંસારની વાત પૂછવી નહિ. હિંસા આદિ પાપસ્થાનો અંગે સૂત્રકાર પરમર્ષિ વધુ શું ફરમાવે છે તે હવે પછી અવસરે... Page #114 -------------------------------------------------------------------------- ________________ ૪ - હિંસાનો વ્યાપ થી હીતે ઘટાsો? 27 - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ વદ-૪, મંગળવાર, તા. ૨૭-૦૮-૦૨, સાચોરી ધર્મશાળા, પાલીતાણા • બીજા જીવના જીવત્વનો ક્યારેય વિચાર ♦ તમારાં ઘરોમાં કતલખાનાં ચાલે છે : કર્યો છે ? : ♦ એ પાપનાં ફળ કેવાં ? • આજના હિંસક ધંધા : • વિજળીને નિર્જીવ કહેનારા સ્વચ્છંદી છે : • જૈનના ઘરમાં જીવવચાર સહેજે શીખવા મળે : આ ટેન્શનની વાત નથી પણ જાગૃતિની વાત છે ઃ વિષય : ઘેર ઘેર ઘર કરી ગયેલી હિંસા. પરિગ્રહથી દુ:ખનું બંધન ઉભું થાય છે તો હિંસાથી વૈરનું બંધન ઉભું થાય છે. ક્ષણિક સુખાસિકા ખાતર અન્ય કોમળ જીવોનો ખુડદો બોલાવી દેતાં વિચાર આવતો નથી કે આવતી કાલે હું એ સ્થાને હોઈશ અને એ કે બીજા જીવો મારી પણ આ જ દશા કરશે. રોજ રોજ કેટકેટલા જીવોની કેવી કેવી રીતે હિંસા થઈ રહી છે ? એનાં કેવાં દારુણ પરિણામ આવે છે ? સર્પ, ગાય-બળદ, અળસીયાં, વાંદા ને દેડકાથી લઈ ઉત્તમ ખાનદાન તરીકે ઓળખાતા ઘરોમાં છેક પંચેન્દ્રિય મનુષ્યની (ભ્રૂણહત્યા) બેરહમીથી કેવી ને કેટલી હિંસા થઈ રહી છે ? એ અને એવી અનેક વાતોનો પર્દાફાશ કરીને એ હિંસાના પાપથી કઈ રીતે બચી શકાય એના વ્યવહારુ ઉપાયો પણ આ પ્રવચનમાં બતાવવામાં આવ્યા છે. પ્રવચનનું પ્રતિબિંબ * મમતામાં અંધ બનેલા જીવો આગળ-પાછળનો વિચાર કરી શકતા નથી. * કાં તો તમે બાપના હોંશિયાર - ડાહ્યા દીકરા બનો, નહિ તો છેવટે બાપના કહ્યાગરા દીકરા બનો ! બેમાંથી એક પણ ન બની શકો તો બાપ તમારું કલ્યાણ શી રીતે કરી શકે ? * કાં તો તમે સ્વયં ભણી-ગણીને શાસ્ત્રના પારગામી બનો ! અને જ્યાં સુધી એ ક્ષમતા ન આવે ત્યાં સુધી જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ રાખી એમના કહ્યા મુજબ જીવન જીવવાનો નિર્ધાર કરો ! * જેઓ સ્વચ્છંદ જીવન જીવે છે, જે કોઈના નિયંત્રણમાં નથી, જેઓ સાચી રીતે વિચારીએ તો જૈનશાસનમાં જ નથી. Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'सयं तिवायए पाणे, अदुआ अण्णेहिं घायए । हणंतं वाणुजाणाइ, वेरं वड्डइ अप्पणो ।।३।।' જે કોઈ સ્વયં જીવોને મારે છે અથવા અન્યની પાસે મરાવે છે કે મારનારને અનુમોદન આપે છે, તે (તે જીવોની સાથે) પોતાનું વેર વધારે છે.” Page #116 -------------------------------------------------------------------------- ________________ ૪: હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો ? અનંત ઉપકારી, ચરમ તીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર શ્રીસુધર્માસ્વામીજી મહારાજા શ્રી સૂયગડાંગજી નામના મહાન આગમગ્રંથરત્નના આધારે આત્મજાગૃતિનો સંદેશો સંભળાવ્યા બાદ આત્માને વળગેલાં અને વળગનારાં બંધનને ઓળખાવી તેને તોડવાનો ઉપદેશ આપી રહ્યા છે. ભગવાન મહાવીરે બંધન કોને કહ્યું છે? તેને કેવી રીતે તોડી શકાય ? એવું જ્યારે શ્રી જંબુસ્વામીજીએ પૂછ્યું ત્યારે તેના જવાબમાં સુધર્માસ્વામીજી મહારાજે પહેલા નંબરે પરિગ્રહને બંધન તરીકે ઓળખાવ્યું, બીજા નંબરે હિંસાદિ પાપોને બંધન તરીકે ઓળખાવ્યાં અને ત્રીજા નંબરે મમતાને બંધન તરીકે ઓળખાવ્યું છે. ભલે, આ ત્રણ આપણને બંધન તરીકે દેખાય કે ન દેખાય, ધ્યાનમાં આવે કે ન આવે, પ્રજ્ઞામાં બેસે કે ન બેસે, પણ ત્રણ સર્વજ્ઞ-સર્વદર્શી એવા લોકના નાથે કહેલી આ વાત છે, નરી વાસ્તવિકતા છે. જેટલા અંશે જીવનમાં પરિગ્રહને સ્થાન તેટલા અંશે આત્મા બંધાતો જાય છે. જેટલા અંશે જીવનમાં હિંસા-ચોરીજૂઠ-અબ્રહ્મને સ્થાન તેટલા અંશે આત્મા બંધાતો જાય છે. જેટલા અંશે દેશ, કુળ, જાતિ, સ્વજન, પરિવાર પ્રત્યે મમત્વ, તેટલા અંશે આત્મા બંધાતો જાય છે. પરિગ્રહથી દુઃખનું બંધન ઉભું થાય છે. એનાથી જુદા પ્રકારનું બંધન હિંસાથી ઉભું થાય છે. હિંસાથી વૈરનું બંધન ઉભું થાય છે અને એનાથી જુદા પ્રકારનું બંધન કુળ-પરિવાર આદિની મમતાથી ઉભું થાય છે. મમતા કરવાથી કોઈ કોઈને બચાવી શકતું નથી. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 650 બીજા જીવના જીવત્વનો ક્યારેય વિચાર કર્યો છે ?? પરિગ્રહથી કેવાં કેવાં દુઃખનાં બંધનો બંધાય છે, તે વાત તો વિગતવાર વિચારી આવ્યા છીએ. થોડુંક વિચારીએ તો સહેલાઈથી સમજાય એવી વાત છે. આપણને કોઈએ કડવું વેણ કીધું, ગાળ દીધી, તકલીફ આપી, પ્રતિકૂળ વર્તન કર્યું કે પ્રાણ લેવાનો પ્રયત્ન કર્યો ને આપણને ખબર પડી તો આપણા મનમાં તે વ્યક્તિ પ્રત્યે ગાંઠ ઉભી થાય છે. એના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય છે, તે જ રીતે જો આપણે બીજા જીવોનો જીવ લેવાનો પ્રયત્ન કરીએ તો તેમને પણ આપણા માટે ગાંઠ ઉભી થાય કે નહિ ? કદાચ આપણે કહીએ કે, મેં કોઈને દુઃખ આપવાનો પ્રયત્ન નથી કર્યો. મારી કોઈને દુઃખી કરવાની ભાવના ન હતી, મારો કોઈને દુઃખી કરવાનો ઈરાદો ન હતો. પણ મેં તો માત્ર મારું સુખ મેળવવાનો પ્રયત્ન કર્યો છે, સુખી થવાનો પ્રયત્ન કર્યો છે. મારી અનુકૂળતાને જાળવવાનો જ પ્રયત્ન કર્યો છે; પણ વાસ્તવિકતા એ છે કે તમારા માટે એ સુખનું કારણ હતું અને એને માટે એ દુઃખનું કારણ હતું, પ્રતિકૂળતાનું કારણ હતું, મોતનું કારણ હતું. એ વસ્તુનો કોઈ દિવસ વિચાર કર્યો છે ? કોઈ તમારા પગ ઉપર આવીને બેસી જાય અને તમે કહો કે આ શું કરો છો ? ત્યારે એ કહે કે મારો તમને દુઃખ આપવાનો ઈરાદો નથી, તમારો પગ તોડવાનો કોઈ ભાવ નથી, મને તો માત્ર નીચે બેસવું નથી ફાવતું, માટે હું મારા સુખ માટે, અનુકૂળતા માટે અહીં બેઠો છું; તો તમે શું કહેશો ? તમે જ્યારે કુણી-કુણી માટી ઉપર ચાલો; કાચા પાણીમાં છબછબીયાં કરો કે લીલી વનસ્પતિ ઉપર ચાલો ત્યારે તે જીવોને કઈ વેદના થતી હશે? એની ક્યારેય કલ્પના કરી છે ખરી? જરા એની કલ્પના તો કરી જુઓ ! અચાનક કોઈ હાથી આવી જાય ને એને થાય કે અહીં કુણા-કુણા માણસો બેઠા છે અને આળોટવા માંડે તો તમારી કઈ દશા થાય? એ વખતે હાથી કહે કે મને કોઈને દુઃખી કરવાની ઈચ્છા નથી, મને કોઈને મારવાની ઈચ્છા નથી. મને તો માત્ર મારા સુખ ખાતર થોડું આળોટવાની ઈચ્છા થઈ માટે હું આળોટ્યો છું. તો એ તમને કેવું લાગે? એવી જ રીતે આપણે આપણા સુખ માટે, આપણી અનુકૂળતા માટે બીજા જીવોનો કચ્ચરઘાણ કાઢીએ ત્યારે તે જીવોની હાલત શું થતી હશે ? એક તમારા નજીવા સુખ માટે તમે રોજ જેટલા જીવોને મારો છો, કાપો છો, Page #118 -------------------------------------------------------------------------- ________________ ૯૯ – ૪: હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો ? - 27 - 651 બાંધો છો, છોલો છો, વધો છો, બાળો છો, તપાવો છો, ઉકાળો છો, ખાઓ છો, પીવો છો કે જે કચ્ચરઘાણ કાઢો છો, તેનાથી તે તમામ જીવો સાથે તમારું વૈર બંધાય છે, તેનાથી બંધન ઉભું થાય છે. જે માણસ દુનિયામાં ઘણા બધા જીવો સાથે વૈર બાંધે તેની સ્થિતિ કઈ થાય ? શાસ્ત્રોમાં એકેન્દ્રિય જીવોને તમારાથી કેવી વેદના થાય છે તે જણાવવા દૃષ્ટાંત આપેલું છે. ત્યાં કહ્યું છે - 'जरजजरा य थेरी, तरुणेण जम्मपाणिमुट्ठिहया । जारिसी वेयणा देहे, एगिदिसंघट्टणा य तहा ।।' વૃદ્ધાવસ્થાથી અત્યંત અશક્ત થયેલી વૃદ્ધાને કોઈ નવયુવાન જમણા હાથની મુઠ્ઠીઓથી ઠોકે તો તેને જેવી વેદના થાય તેવી વેદના એકેન્દ્રિય જીવોને સ્પર્શ કરવાથી થાય છે.” જેમ કોઈ માણસ પોતાના પુણ્ય અને સત્તાના જોરે બધાને દબાવતો હોય ત્યારે તેને જોઈને લોકો કહેતા હોય છે કે – અવસર આવવા દો. લાચારીવશ એનાથી દબાયેલા-ચંપાયેલા લોકો અવસરની રાહ જોઈને બેઠા હોય છે અને જ્યારે એવો અવસર આવે છે, ત્યારે દાંત કચકચાવીને વૈરનો બદલો લેવા તૈયાર થઈ જાય છે અને ચારે બાજુથી બધા જ વૈરનો બદલો લેવા તૈયાર હોય ત્યારે તેની કઈ પરિસ્થિતિ થાય ? તમે વિચારો કે રોજ તમે કેટલા જીવોનો સંહાર કરો છો, કેટલા જીવોનો કચ્ચરઘાણ કાઢો છો ? એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય - તમને સમજાય તેવી ભાષામાં કહું તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, અળશીયાં, કોડા-કોડી, કીડી-મંકોડી-વાંદા, કંસારી-માખી-મચ્છર-પતંગિયાંવીંછી, સાપ-નોળિયા, ગાય-ભેંસ, માછલાં, પંખી, માણસ-નોકર-ચાકર વગેરે કેટલા જીવોને કેટકેટલી રીતે દુઃખી કરો છો, ત્રાસ આપો છો, દમન કરો છો અને કેટલા જીવોનો કેટલો કચ્ચરઘાણ કાઢો છો ? તમે માત્ર તમારા ક્ષણિક સુખ માટે, હળવા આનંદ માટે, ઈન્દ્રિયોનાં તર્પણ માટે, વિષયોની ભૂખ સંતોષવા માટે કે તમારા ક્રોધાદિ હિનભાવોને સંતોષવા માટે કેવા કેવા જીવોને કઈ કઈ રીતે અને કેટલા પ્રમાણમાં દુઃખ આપો છો, દુઃખી કરો છો અને એમાં જ્યારે તમને લાગે કે, આ જીવો મારા સુખમાં અવરોધ કરે છે, નડતરરૂપ છે કે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 652 કષ્ટદાયક છે કે મારા દુઃખમાં નિમિત્ત બને છે ત્યારે તે જીવોનો કઈ રીતે નાશ કરો છો, એને રિબાવો છો, ખતમ કરો છો, એનો કચ્ચરઘાણ કાઢો છો ? યાદ કરો અને તે વખતે તે જીવોની કઈ દશા થતી હશે ? તેનો વિચાર કરો ! સારામાં સારું ફર્નિચર બનાવ્યું હોય અને એમાં ઊધઈ થઈ જાય ત્યારે તે ઉધઈને મૂળમાંથી કાઢવા તમે જે પ્રયત્ન કરો છો, તેમાં તે જીવોની શું દશા થાય છે કે થતી હશે – એનો ક્યારેય વિચાર કર્યો છે ? ગટરમાં વાંદા થયા, તેને દૂર કરવા માટે તમે જે દવા છાંટો છો, ઍ વાપરો છો, તે જીવો કઈ રીતે કરે છે, એ સમયનો એમનો તરફડાટ કેવો હોય છે, એનો ક્યારેય વિચાર કર્યો છે ? આવું બધું કરીને તમે તે જીવોનો તો કચ્ચરઘાણ કાઢો જ છો, પણ સાથોસાથ તમારા ભવિષ્યનો, પણ કચ્ચરઘાણ કાઢો છો, તમારા ભાવી સુખનો પણ કચ્ચરઘાણ કાઢો છો અને તમારા મોતની અને દુઃખની પરંપરાનું તમે નિશ્ચિત સર્જન કરો છો. આગમાદિ શાસ્ત્રોમાં કહ્યું કે - 'हंतूण परप्पाणे, अप्पाणं जे कुणंति सप्पाणं । अप्पाणं दिवसाणं, कएण नासेइ अप्पाणं ।।' જે લોકો બીજા જીવોને હણીને પોતાને જીવાડે છે તે જીવો થોડા જ દિવસોમાં પોતાનો નાશ નોંતરે છે.' પૂજ્યપાદ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે પણ આગમના આધારે આ વાત જણાવી છે - હોય વિપાકે દશગણું રે, એકવાર કીધું કર્મ; શત સહસ્ત્ર કોડી ગમે રે, તીવ્ર ભાવના મર્મ રે.” એક વાર પાપ કરો એટલે તેની ઓછામાં ઓછી દસ ગણી શિક્ષા ભોગવવી પડે અને એમાં જેટલો રસ ભળે, તીવ્રતા ભળે એટલું હજારગણું - લાખગણું, કરોડગણું ફળ ભોગવવું પડે. આની મૂળ ગાથા આ મુજબ છે – 'वहमारणअभक्खाणदाणं, परधणविलोवणाईणं । सवजहन्नो ऊदओ, दसगुणिओ इक्कसिकयाणं ।।१।। Page #120 -------------------------------------------------------------------------- ________________ 653 ૧૦૧ – ૪ : હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો? - 27 – 653 तिब्बयरेण पओसे, सयगुणिओ सयसहस्सकोडिगुणो । कोडाकोडिगुणो वा, हुज विवागो बहुतरो वा ।।२।।' આ બધા શ્લોકો ગોખવા જેવા છે. એનો અર્થ જાણીને મમળાવવા જેવો છે. એનો મર્મ જાણીને હિંસાદિ પાપોથી અટકવાનું છે. એ પાપનાં ફળ કેવાં? આ બધું તમે યાદ નથી રાખતા માટે જ તમે હોંશે હોંશે ફરવા જાવ છો, તરવા જાવ છો, બોટીંગ કરવા કે રાઈડીંગ કરવા જાઓ છો, મોર્નિંગ વોક કરવા જાવ છો, ગ્રીનરી વાવો છો, તેના ઉપર ચાલો છો, અને જુદા જુદા આકાર Shape આપવા તેને ખરર, ખરર કાપો છો. અથાણાં બનાવવાના અવસરે એક સરખા પીસ કાપો અને જો એ બરાબર કપાય તો તેમાં આનંદ અનુભવો છો. કેટલાક લગ્ન વગેરેના પ્રસંગોમાં કેટલાંક ફળોને જુદા જુદા આકારોમાં કાપીને સજાવવામાં આવે, જુદાં જુદાં નામો રચાય અને એની પાછી અનુમોદના કરાય. આનાથી કેવાં ચિકણાં કર્મો બંધાય છે, જાણો છો ? શાસ્ત્રોમાં બંધક મુનિની જે વાત આવે છે, તે તો તમે સાંભળી જ હશે. તેઓ પરમ સંયમી હતા, તપસ્વી હતા, ત્યાગી હતા, ભવથી વિરક્ત હતા અને પોતાના શરીર પ્રત્યે પણ સર્વથા નિર્મમ હતા. એમને ક્યાંય કોઈ જાતનું બંધન ન હતું. સંયમ સાધનામાં લીન બનેલા તેઓ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં જઈ રહ્યા હતા. તે દરમ્યાન એક ઘટના ઘટી. પૂર્વાવસ્થાનાં એમનાં બહેન એક રાજવીને પરણાવેલાં હતાં. તેમના મહેલ નીચેથી જ તેમનું જવાનું થયું. એમાં એ બહેનની નજર ભાઈ મુનિ ઉપર પડી. એમને થયું કે, “ક્યાં એ મારો પૂર્વાવસ્થાનો ભાઈ અને ક્યાં આજે એમની આ મુનિપણાની દશા ? શરીર તો સાવ જ સૂકાઈ ગયું છે, હાડ-માંસ એક થઈ ગયાં છે,' મોહને કારણે આ જોઈને બેનની આંખમાં આંસુ આવી ગયાં. આ દશ્ય રાજવીના જોવામાં આવ્યું. બહેને ભાઈ મુનિને ઓળખ્યા પણ રાજાએ પોતાના સાળા તરીકે મુનિને ન ઓળખ્યા. એટલે રાજાના મનમાં થયું, નક્કી આને અને રાણીને કોઈક જૂનો નબળો સંબંધ હોવો જોઈએ. મોહાંધ જીવોની આ જ દશા હોય છે. મમતામાં Page #121 -------------------------------------------------------------------------- ________________ ૩ - બંધન જાણો ! બંધન તોડો ! અંધ બનેલા જીવો આગળ-પાછળનો વિચાર કરી શકતા નથી. રાજાએ મારાઓને બોલાવી આદેશ કર્યો. ‘આ સાધુ જ્યાં પણ જાય ત્યાં એને પકડી એની જીવતે જીવ આખી જ ચામડી ઉત૨ડી લાવો ! એ ચામડી ક્યાંયથી તૂટવી ન જોઈએ. પૂરેપૂરી અખંડ જોઈએ.’ ૧૦૨ મહાત્મા તો ઈર્યાસમિતિનું પાલન કરતાં કરતાં જંગલની વાટે સંચર્યા અને સુયોગ્ય ભૂમિ મળતાં ધ્યાન સાધનામાં સ્થિર થયા. ત્યાં જ પેલા મારાઓ તેમનું પગલે પગલું દબાવતા આવી પહોંચ્યા અને કહ્યું કે ‘અમારા રાજવીનો હુકમ છે કે ‘અમારે જીવતે-જીવ તમારી ચામડીને અખંડ રીતે ઉતરડી લેવાની છે.’ 654 મહાત્મા તો ઉચ્ચતમ પરિણતિને વરેલા હતા. નિર્મમભાવમાં સતત રમતા હતા. આત્મા અને દેહ વચ્ચેના ભેદજ્ઞાનને એમણે પોતાની ઉચ્ચતમ ધ્યાનદશા દ્વારા સિદ્ધ કર્યું હતું. એટલે આ વાત સાંભળતાં એમના મનમાં કોઈપણ નકારાત્મક કે પ્રતિકારાત્મક ભાવ ન પ્રગટ્યો. તેમણે અત્યંત સહજતાથી કહ્યું કે ‘ભાઈ ! મારા શરીરનું માંસ લગભગ બળી ગયેલું છે. ચામડી સીધી જ હાડકાં સાથે ચોંટી ગઈ છે. એટલે એને અખંડ ઉત૨ડવામાં તમને બહુ જ તકલીફ પડશે અને એમાં ક્યાંય ભૂલ થશે તો તમારો રાજવી તમને શિક્ષા પણ કરશે. તો બોલો, હું કઈ રીતે ઉભો રહું તો તમને ચામડી ઉતારવામાં કોઈ કષ્ટ ન પડે.’ મારાઓ માટે આ વાત અને વાતની આ રીત સાવ જ નવી હતી. આવું વ્યક્તિત્વ એમણે ક્યારેય જોયું ન હતું અને આવું કોઈ વ્યક્તિત્વ હોઈ શકે તેવું તેમણે ક્યારેય કહ્યું પણ ન હતું. આમ છતાં આ કાર્ય એમને માટે અનિવાર્ય હતું. મહાત્માએ તો પોતાનો દેહ વોસિરાવી દીધો, પાદપોપગમન અનશન સ્વીકારી લીધું. ધ્યાન પૂર્ણ કાયોત્સર્ગની ધારામાં આગળ વધ્યા. મારાઓએ પોતાનું કાર્ય પાર પાડ્યું અને મહાત્મા ત્યારે જ ઘાતિકર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા અને બાકીનાં અઘાતિ કર્મોનો ક્ષય કરી મોક્ષે પણ સંચરી ગયા. અહીં આપણે વિચારવાનું એ છે કે - આવી ઉચ્ચતમ સ્થિતિને વરેલા એ મહાત્માને આ પરિસ્થિતિમાં મૂકાવાનો વારો કેમ આવ્યો ? એ માટે એમના ભૂતકાળ સામે નજ૨ માંડવી આવશ્યક છે. આ પૂર્વેના કોઈક ભવમાં તેઓ એક રાજવી હતા. એકવાર જ્યારે તેઓ રાજસિંહાસન ઉપર બેઠા હતા ત્યારે ભેટણામાં ઉત્તમ ફળ આવ્યું. એ જોઈને એમને એ ફળની આખી જ છાલ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ – ૪: હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો? - 27 – 655 ઉતારવાનું મન થયું. એમણે છરી મંગાવી અને પોતે જાતે જ ધીમે ધીમે તે ફળની છાલ ઉતારવાની ચાલુ કરી. જ્યારે એ ફળની સંપૂર્ણ છાલ ઉતરી ગઈ ત્યારે તેઓ અત્યંત ખુશ થયા અને ત્યાં બેઠેલા બધાને બતાવીને કહ્યું, “જોયું ? કેવી સરસ રીતે અખંડ છાલ ઉતારી છે.” પોતાની કળાની અનુમોદના કરી. તેમાં જે કર્મ બંધાયું, તે આ સમયે ઉદયમાં આવ્યું. કેવી રીતે બાંધેલાં કર્મો, કેવી રીતે ઉદયમાં આવે છે, એનો તમે બરાબર વિચાર કરો ! મહાત્માની ભવિતવ્યતા ઉત્તમ હતી. કર્મ બાંધ્યાં બાદ એમણે એને નિકાચિત પણ કર્યું હતું. છતાં એનો અશુભ અનુબંધ બંધાયો ન હતો. તેથી કર્મના ઉદયકાળમાં પણ એક બાજુ ભયંકર મરણાંત કષ્ટ છતાં બીજી તરફ મોક્ષદાયક સમાધિ એ જાળવી શક્યા. મહાત્માની કર્મે જે દશા કરી આજ સુધીમાં તમારી અને મારી પણ આ દશા અનંતીવાર થઈ છે. મહાત્માની તો ભવિતવ્યતા સારી હતી કે અશુભ અનુબંધ ન બંધાયો તો સમાધિ જળવાઈ. તમારી ને મારી ભવિતવ્યતા તેવી સારી જ હોય તે આપણે કોઈ જાણી શકતા નથી. જો તે સારી ન હોય ને અશુભ અનુબંધ બંધાઈ જાય તો આપણી હાલત શું થાય ? માટે જ જ્ઞાની કહે છે કે – ___ कडाणं कम्माणं नत्थि मोक्खो ।' ‘કરેલા કમોંના વિપાક ભોગવ્યા વિના છૂટકો નથી.” એ જ રીતે સક્ઝાયમાં પણ કહ્યું છે કે – હસતાં તે બાંધ્યાં કર્મ, રોતાં ન છૂટે પ્રાણિયાજી.” સર્પોની હાલતનો તમે ક્યારેય વિચાર કર્યો છે? સાપની ચામડીમાંથી બનતી વસ્તુનો શોખ પૂરો કરવા જીવતા સાપને પકડી એમના માથામાં ખીલો મારીને ઝાડ સાથે જડી દેવાય છે. જેથી બાકીનું એનું શરીર લટકતું અને તરફડતું રહે છે. એ પછી અસહાય બનેલા એ સાપના માથાથી છેક પૂંછડી સુધીનો ઉભો ચીરો મૂકી આખી જ ચામડી ઉતરડી લેવામાં આવે છે. એ સમયનો સામનો ટળવળાટ જોનારને પણ કમકમાટી ઉપજાવે તેવો હોય છે. ચામડી નીકળતાં ખુલ્લા થઈ ગયેલા શરીરમાંથી લોહી વહેતું હોય છે, એ લોહીની ગંધથી જંગલી કીડીઓ ખેંચાઈ આવે છે, જે એના શરીરને આરપાર ચારણી જેવું વીંધી નાંખે છે. તેના પર હિંસક પક્ષીઓ ચાંચથી હુમલો કરી, ફોલી ફોલીને ખાય છે. આ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! 656 સ્થિતિમાં એની દશા શું થાય ? સાપના ભવોમાં હું અને તમે અનંતીવાર આ દશાનો ભોગ બની ચૂક્યા છીએ. આજે ગાય-બળદોની કુણી-કુણી ચામડી કાઢવા માટે જીવતે જીવ એના ઉપર ઉકળતું પાણી નાંખવામાં આવે અને ચારે બાજુથી એને ધોકાનાં માર મારીને ચામડી ઉતારવામાં આવે. એ સમયની આ જીવોની વેદનાનો વિચાર કરો ! આ બધા એ જીવે પૂર્વમાં કરેલ પાપનાં ફળ છે. આપણે પણ આજે જો હિંસાચારનાં પાપો કરશું તો આપણે પણ આવાં જ ફળો ભોગવવા પડશે. આજે તમારા વહાલસોયા દીકરા ને દીકરીઓને જે સ્કૂલ ને કૉલેજોમાં મોકલો છો, ત્યાં જ્ઞાન અને વિજ્ઞાનના નામે જીવતાં એવાં અળસીયાં-દેડકાઓને અને વાંદાઓને કાપવામાં આવે - તેના એક એક અવયવો બહાર કાઢવામાં આવે, તેને નિર્દય રીતે મોતને ઘાટ ઉતારવામાં આવે અને તેના ઉપર તેમને માર્ક મળે – સારાં રીઝલ્ટ આવે તેની તે પોતે, તેના સહવર્તીઓ અને તમે કટુંબીઓ અનુમોદના કરો. તે બધાં પાપો તમને અને તમારાં સંતાનોને કઈ ગતિમાં લઈ જશે ? તે તમારા ધ્યાન બહાર ન હોવું જોઈએ. જે ઉત્તમ ખાનદાન કુળમાં જન્મેલી માતાને, તેનાથી એક કીડી મરી જાય તો એને ચેન ન પડે. કોઈ બારી કે બારણું બંધ કરતાં ગરોળીની પૂંછડી કપાઈ જાય તો આઠ દિવસ સુધી ખાવું ન ભાવે, તેવાં ખાનદાન-ઉત્તમ કુળોમાં જન્મેલાં ધણી ને ધણિયાણી ભેગાં થઈને પોતાનું જ સંતાન, જન્મીને ધરતીનો ઉજાસ જુવે તે પૂર્વે જ પેટમાંને પેટમાં જ રિબાવી રિબાવીને નિર્ભય રીતે એની કતલ કરીને મરાવી નંખાવે ? આમ કરવા છતાં તેમને કાંઈ સંવેદના પણ ન થાય એ કઈ જાતની માનવતા ? નથી લાગતું કે માનવીના રૂપમાં દાનવો જીવી રહ્યા છે. પંચેન્દ્રિય મનુષ્યની હત્યાનાં આવાં નિર્ગુણ કૃત્યો કરનારને જો એનો સચ્ચાઈભર્યો પશ્ચાત્તાપ પણ ન થતો હોય તો તેમને જૈન તરીકે ઓળખાવવાનો કે જૈન તરીકેના કોઈપણ અધિકારો ભોગવવાનો હક્ક રહે છે ખરો ? આવાં પાપકૃત્યોથી આજે કોણ બચ્યું હશે ? જૈનકુળોમાં પણ આજે આ પાપાચારો ઘૂસી ગયા. એકાદ દીકરો વધારે હોય તો સમાજમાં ખરાબ લાગે તે માટે ખુદ મા પોતે જ શિકારી બનીને – કસાઈ બનીને પોતાના જ સંતાનના ટુકડે ટુકડા કરાવે ? એક એક અંગ છૂટાં પડાવે ? જીવતે-જીવ મારી નંખાવે ? અને Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ – ૪: હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો? - 27 – 657 એ પછી એમાંથી કેટલીક “મા” તો અમારી પાસે આવીને હળવાશથી કહે કે, આ પાપ થઈ ગયું છે. આ પાપની જે આલોચના આવતી હોય તે આપી દો.” એ બોલતી વખતે પણ ન એનાં હૈયામાં વેદના દેખાય, ન પશ્ચાતાપ દેખાય, ન દુઃખ દેખાય કે ન એના દિલમાં ડંખ દેખાય. એને આલોચના પણ કઈ રીતે આપીએ ? એને વિચાર પણ ન આવે કે, “૮૪ લાખ યોનિઓમાં ભટકતોભટકતો એક આત્મા અનંતી પુણ્યરાશિ એકઠી થઈ ત્યારે આર્યદેશ-આર્યજાતિઆર્યકુળ-જૈનજાતિ ને જૈનકુળમાં અવતરવા મારી કુખમાં આવ્યો છે, એ જન્મીને જૈનશાસનને પામે તે પહેલાં જ મેં એને પૂરો કરી દીધો ? આટલું મોટું પાપ કર્યા પછી એનાં કેવાં ફળ ભોગવવા પડશે. એ પાપ મને કેવી કેવી દુર્ગતિઓમાં ધકેલી દેશે ? એ મરનાર જીવ સાથે કેવો વૈરનો બંધ-અનુબંધ પડશે ?' જ્યારે કોઈપણ જીવની હિંસાનો વિચાર આવે ત્યારે ભગવાનનું વચન યાદ રાખજો – ‘વરં વક્ફ પ્રો’ ભગવાન કહે છે, જન્માંતરમાં એ પણ તમારો બદલો લેશે. તમારે તેના ભોગ બનવું પડશે. કદાચ તમારો એની સાથે યોગ નહિ થાય તો પણ તમારે તો તમારા કર્મનું ફળ ભોગવવું જ પડશે. આજના હિંસક ધંધા : હીરાના વેપારીઓ કદાચ - એમ માનતા હોય કે, અમારા ધંધામાં તો ક્યાંય હિંસા નથી, પણ તમને ખબર નથી કે હીરા ધોવા માટે જે એસિડ વાપરો છો, તે ધોયા પછી ગટરમાં કે જ્યાં પણ એનો નિકાલ થાય ત્યાં તે કેટલા જીવોને બાળીને ખાખ કરે છે ? એનાથી પણ વધારે અગત્યની વાત કરું તો. જે પણ હીરાઓની રફ તમારા હાથમાં આવે છે તે ક્યાંથી આવે છે, એની તમે ક્યારેય તપાસ કરી છે. સાઉથ આફ્રિકાના કોંગો, નાઈજેરીયા વગેરે દેશોની જે જે ખાણોમાંથી એ માલ નીકળે છે, એ ખાણમાં કામ કરનાર ખાણિયાઓ અને એની સાથે સંકળાયેલા વચ્ચેના નાના નાના માણસોની કારમી કતલ કરવામાં આવી છે. એમને આડા હાથે પતાવી નાંખવામાં આવ્યા છે. છેલ્લા ૧૮ વર્ષમાં આ રીતે મોતનો ભોગ બનનારાઓની સંખ્યા બે કરોડે પહોંચી છે. આ અંગે ઉહાપોહ પણ મચ્યાનું Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સાંભળ્યું છે. આ અંગે તમે ક્યારે ય કાંઈ જાણવાની દરકાર લીધી છે. આજના એક એક ધંધા સાથે સીધી કે આડકતરી રીતે ત્રસ-સ્થાવર જીવો ઉપરાંત મનુષ્યોની હિંસા પણ ક્યાં ક્યાં થાય છે, એ બધું આંખ ખોલીને જાણી લેવા જેવું છે અને એમાં સીધા કે આડકતરા ક્યાં તમે નિમિત્ત ન બની જાઓ, તે માટે તમારી જાતને ઉગારી લેવા જેવી છે. ૩ - બંધન જાણો ! બંધન તોડો ! એક એક વેપારમાં, એક એક ફેક્ટરીમાં, એક એક કારખાનામાં કેટ-કેટલા જીવોનો કચ્ચરઘાણ નીકળે છે - એનો તમે ક્યારેય વિચાર કર્યો છે ખરો ? તમારી ગાડીઓનાં વ્હીલ ફરે, તેમાં કેટલા જીવોનો કચ્ચરઘાણ નીકળે છે ? નવાં-નવાં બૂટ-ચપ્પલ પહેરીને ઠસ્સાથી ચાલો, તેમાંય કેટલા જીવો ઘસાઈ, દબાઈ, પીસાઈને મરે છે ? તે જીવોની ત્યારે શું દશા થતી હશે ? આ બધી હિંસા તો હિંસા છે જ. પણ તમે હજુ જેને હિંસા તરીકે નથી ઓળખી શક્યા એવી પણ ઘણી હિંસા છે. જ્ઞાની ભગવંતો કહે છે, જૂઠું બોલવું તે પણ હિંસા છે, ચોરી કરવી તે પણ હિંસા છે, અબ્રહ્મનું સેવન કરવું તે પણ હિંસા છે. જૂદું જૂદું સમજાય તે માટે જૂદું જૂદું બોલું છું. જૂઠું બોલવામાં કોઈક ને કોઈકને ઠેસ પહોંચાડો છો. ચોરી કરવામાં કોઈક ને કોઈકને નુકસાન પહોંચાડો છો અને અબ્રહ્મ સેવનમાં તો ત્રસ જીવો અને પંચેન્દ્રિય મનુષ્યોની નિશ્ચિત હિંસા છે જ. 658 ‘સંબોધ પ્રકરણ’ અને ‘સંબોધ સિત્તરી’ ગ્રંથોમાં આગમમાંથી ઉદ્ધૃત કરેલી ગાથાઓ આપી આ વાત સમજાવી છે. ત્યાં કહ્યું છે કે - 'तहिं पंचिंदिया जीवा, इत्थीजोणीनिवासिणो । आणं नवलक्खा, सव्वे पासइ केवली ।।८२ ।। ' *સ્ત્રીઓની યોનિમાં રહેવાવાળા, પંચેન્દ્રિય મનુષ્યોના નવ લાખ જીવો છે તે બધાને ત્યાં રહેલા કેવળી ભગવંત જુએ છે.' 'इत्थीणं जोणीसु हवंति, बेइंदिया य जे जीवा । इक्को यदुन्नि तिनिवि, लक्खपुहुत्तं तु उक्कोसं ।।८३ ।। ' Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦ – ૪ ઃ હિસાનો વ્યાપ શી રીતે ઘટાડશો? - 27 - 659 ‘સ્ત્રીઓની યોનીઓમાં બેઈન્દ્રિયના જે જીવો હોય છે તે એક, બે, ત્રણથી લઈ લાખ પૃથક્વ (બે થી નવ લાખ) સુધી ઉત્કૃષ્ટ હોય છે.' 'पुरिसेण सहगयाए तेसिं जीवाण होइ उद्दवणं । वेणुअदिद्रुतेण तत्ताइसिलागनाएण ।।८४।।' ‘પુરુષ સાથેના સમાગમમાં તે જીવોનો નાશ થાય છે. તે નલીકામાં રહેલા રૂને જેમ લાલચોળ ગરમ થયેલ લોહ-શલાકા જેમ બાળી નાંખે છે તે દષ્ટાંતથી સમજવું.' 'इत्थीण जोणिमझे, गब्भगयाइं हवंति जे जीवा । उप्पजंति चयंति य, समुच्छिमाअसंखया भणिया ।।८५।।' ‘સ્ત્રીઓના યોનીમાં, ગર્ભમાં રહેલા જે જીવો હોય છે તેમાં અસંખ્ય સંમૂચ્છિમ જીવો ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે.' 'मेहुणसनारूढो, नवलक्ख हणेइ सुहुमजीवाणं । तित्थयरेण भणियं, सद्दहियव्वं पयत्तेणं ।।८६।।' “મૈથુન સંજ્ઞા (ક્રિયા)માં પ્રવૃત્ત થયેલ વ્યક્તિ સૂક્ષ્મ નવ લાખ જીવોને હણે છે એમ તીર્થંકરોએ કહ્યું છે, તેને પ્રયત્નપૂર્વક માનવું જોઈએ.' 'असंखया थीनरमेहुणाओ, मुच्छंति पंचिंदियमाणुसाओ । नीसेसअंगाण विभत्तिचंगे, भणइ जिणो पन्नवणाउवंगे ।।८७।।' ‘સ્ત્રી-પુરુષના મૈથુનથી અસંખ્ય પંચેન્દ્રિય મનુષ્ય જીવો મરે છે, એમ જિનેશ્વર બધા અંગ આગમોમાં શ્રેષ્ઠ ગણાતા પ્રજ્ઞાપના ઉપાંગમાં કહે છે.' આ બધું કરીને તમે માનો છો કે મને સુખ-શાતા-શાંતિ મળી ! પણ તમારું આ ગણિત ખોટું છે. જ્ઞાની ભગવંતો કહે છે કે, આનાથી નથી મળ્યું સુખ, નથી મળી શાંતિ કે નથી મળી શાતા, પણ એના બદલામાં તમે દુઃખની ખરીદી કરી છે. દુર્ગતિને વધારવાનો પ્રયત્ન કર્યો છે. “સ્થાનાંગ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર' અને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ૩ બંધન જાણો ! બંધન તોડો ! - ‘આવશ્યક સૂત્ર’માં ‘અસંયમ’ અને ‘અતપ’ ને ‘દુ:ખશય્યા’રૂપે પ્રભુએ કહેલ છે. હિંસાદિ અસંયમથી ક્યારેય સુખશાતા મળતી નથી, પણ દુ:ખશાતા જ મળે છે. વિજળીને નિર્જીવ કહેનારા સ્વચ્છંદી છે : 660 સભા : સામાયિકમાં સેલવાળી ઘડીયાળો રાખીએ તો હિંસા લાગે ? અહીં બેસનારા વિવેકીને કહેવાની જરૂ૨ નથી. એ અધિકરણ જ છે. એનાથી ચોક્કસ પાપ લાગે જ. પણ જેને હજી પંચેન્દ્રિય જીવોની હિંસામાં સંવેદના ન થતી હોય, પંચેન્દ્રિય મનુષ્યની હત્યામાં પાપ છે, એવું લાગતું ન હોય, ત્રસકાયની હત્યામાં પાપની સંવેદના ન હોય, જેનામાં સંવેદના સ્પષ્ટ દેખાય છે, એવી વનસ્પતિને કાપવા કરવામાં જેને હિંસા દેખાતી ન હોય તેને જેની સંવેદના સ્પષ્ટ દેખાતી નથી, એવા એકેન્દ્રિય જીવના વ્યવહારમાં હિંસા શી રીતે સમજાશે ? એવા લોકોને તો એકેન્દ્રિય જીવોની હિંસા ગળે ઉતારવી એટલે ધર્મોપદેશક માટે નવ નેજે પાણી ઉતારવા જેવું છે. વનસ્પતિમાં જીવ છે, એ સમજાવવું હજી પણ સહેલું છે, પણ પૃથ્વી-પાણીઅગ્નિ-વાયુ એ પોતે જીવ છે, તે સમજાવવું કપરામાં કપરું છે. તમને જો સર્વજ્ઞ વીતરાગ પરમાત્માની સર્વજ્ઞતા અને વીતરાગતા પ્રત્યે શ્રદ્ધા હોય તો પણ તમારે માનવું જોઈએ કે, આમાં જીવ છે, આની હિંસા ન કરવી જોઈએ. કાં તો તમે બાપના હોંશિયાર - ડાહ્યા દીકરા નો, નહિ તો છેવટે બાપના કહ્યાગરા દીકરા બનો ! બેમાંથી એક પણ ન બની શકો તો બાપ તમારું કલ્યાણ શી રીતે કરી શકે ? કાં તો તમે સ્વયં ભણી-ગણીને શાસ્ત્રના પારગામી બનો ! અને જ્યાં સુધી એ ક્ષમતા ન આવે ત્યાં સુધી જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ રાખી એમના કહ્યા મુજબ જીવન જીવવાનો નિર્ધાર કરો ! સભા : વીજળી ચિત્ત નથી ઊર્જા છે, એમ પ્રરૂપણા થાય છે. આવું કહેનારા સ્વચ્છંદી છે, ધર્મશાસ્ત્રોથી નિરપેક્ષ બનેલા છે. આગમોનાં સંશોધનો કરવાનો દાવો કરવા છતાં એ આગમોના આધારે એ પોતાની વૃત્તિનું શોધન પણ નથી કરી શક્યા. આગમમાં કહેલ મૂર્તિને માનવી નહિ. સ્થાપના નિક્ષેપાને સ્વીકારવો નહિ. Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ – ૪ : હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો ? - 27 – 661 આગમની પંચાંગીને માનવી નહિ, પૂરાં ૪૫ આગમને પણ માનવાં નહિ, જે બત્રીસ માન્યાં, એમાં પણ આવતી બધી વાતો માનવી નહિ. નવો પંથ ચલાવવો, પોતાના પૂર્વજોની વાતો, આચારો, મર્યાદાઓને પણ ન માનવી. એવા લોકોની વાતો ઉપર ધ્યાન આપીને સમય બગાડવાનો અર્થ નથી. જેઓ સ્વચ્છંદ જીવન જીવે છે, જે કોઈના નિયંત્રણમાં નથી, જેઓ સાચી રીતે વિચારીએ તો જૈનશાસનમાં જ નથી. જેઓ માર્ગસ્થ પુરુષો દ્વારા બહિષ્કૃત થયેલા છે, જેઓ પૂરેપૂરા મનસ્વીપણે ચાલનારા છે, ગુજરાતમાં આવીને કોઈના તરફથી પોતાની સ્વચ્છંદ પ્રવૃત્તિઓ સામે કોઈનો વિરોધ ન આવે, પોતાની મનસ્વી પ્રવૃત્તિઓ સામે કોઈની રોક-ટોક ન આવે તે માટે આગોતરી ચર્ચા છેડીને સમાજને - સંઘને ઉંધા રવાડે ચડાવવાનો ધંધો તેમણે આદર્યો છે. આ બધાનો એમને જૈન ધર્મોના આગમો અને શાસ્ત્રો દ્વારા યથોચિત જવાબ પણ બરાબર અપાશે. પણ જેને શાસ્ત્રો, આગમો પ્રત્યે આદર જ ન હોય એને એનાથી કોઈ લાભ થવાનો નથી. એટલે અત્યારે આ ચાલુ વિષયમાં મારે તે વાતમાં નથી ઉતરવું. હમણાં મારે તમારી સાથે વાત કરવી છે, તમારા જીવન વ્યવહાર સાથે સંકળાયેલી નાની-મોટી વાતો અંગે વિમર્શ કરવો છે. તમે પહેલાં હિંસાના મોટા-મોટા સ્વરૂપને સમજો. જેથી તે પછી ધીમે ધીમે હિંસાના સૂક્ષ્મ સ્વરૂપને સમજાવવાનો પ્રયત્ન કરી શકું અને એનાથી બચવાના પ્રભુએ બતાવેલ ઉત્તમ આચારો, વ્યવહારો તમને બતાવી શકું. એકવાર તમે શોધી કાઢો કે, તમારા જીવનમાં કેટલો હિંસાચાર છે ? તમારે હાથે કઈ કઈ પ્રવૃત્તિ દ્વારા કયા, કયા જીવોની કેવી, કેવી રીતે હિંસા થાય છે અને તમારા દ્વારા તમારી કઈ કઈ પ્રવૃત્તિથી ખુદ તમારા ભાવપ્રાણોની પણ કેટલી અને કઈ રીતે હિંસા થાય છે ? એ જ રીતે તમારા જીવનમાં તમે અસત્ય, ચોરી, મૈથુનમાં ક્યારે, કેટલી પ્રવૃત્તિ કરો છો, એનાથી જેમ અન્ય જીવોની હિંસા થાય છે, તેમ તમારા પોતાના ભાવપ્રાણોની પણ હિંસા થાય છે. કોઈ પણ સ્વરૂપે કરાતી અન્ય જીવોની હિંસા જો ખરાબ છે તો તેના કરતાં તો કોઈપણ રીતે તમારા ખુદના ભાવપ્રાણોની જે હિંસા થાય છે તે વધારે ખરાબ છે. જ્ઞાની ભગવંતો તો કરુણા કરી તમને ઉગારવા અલગ અલગ શબ્દો અને શૈલીમાં ઉપદેશ આપે છે. તમને મરવાનો ડર લાગે છે, શું બીજા જીવોને લાગતો Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! —— — 662 નથી ? એક સ્થળે જણાવ્યું છે કે – 'इक्कमरणाओ बीहसि, अणंतमरणे भवंमि पाविहिसि । जम्हा अणेगकोडिजीवा, विणिवाइया तुमए ।।१।। थेव दुहस्स बीहसि, अणंतदुक्खे भवंमि पाविहिसि । जम्हा अणेगकोडिजीवा, दुक्खे संताविया तुमए ।।२।।' “તું એક મરણથી ડરે છે, આવા અનંત મરણો આ સંસારમાં તું પામવાનો છે. કારણ કે, તેં કરોડો જીવો માર્યા છે. તું થોડા દુઃખથી ડરે છે, આવા અનંત દુ:ખો તું સંસારમાં પામવાનો છે. કારણ કે, કરોડો જીવોને તે દુઃખ આપીને સંતાપ્યા છે.' આ અન્ય જીવોની કે તમારા ખુદના ભાવપ્રાણોની હિંસાના મૂળમાં પોલિક અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂતાનો દ્વેષ જ કામ કરે છે. માટે જ પરમતારક ગુરુદેવ કહેતા હતા કે, “અનુકૂળતાનો રાગ છોડો ને પ્રતિકૂળતાનો દ્વેષ છોડો; એ સર્વ પાપોનું મૂળ છે.” કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ હિંસા કરે ત્યારે તેણે હિંસા કેમ કરી ? એના મૂળમાં તમે ઊંડા ઉતરશો તો તમને જવાબ મળશે કે અનુકૂળતાના રાગના કારણે કે પ્રતિકૂળતાના ટ્રેષના કારણે, કોઈક વાર એને અનુકૂળતા મેળવવી હશે માટે તેણે હિંસા કરી હશે તો કોઈક વાર એને પ્રતિકૂળતાથી બચવું હશે, માટે તેણે હિંસા કરી હશે. એ જ રીતે અસત્ય કેમ બોલ્યા ? અનુકૂળતા મેળવવા અને પ્રતિકૂળતાથી છૂટવા. ચોરી કેમ કરી ? અનુકૂળતા મેળવવા અને પ્રતિકૂળતાથી છૂટવા. અબ્રહ્મનું સેવન કેમ કર્યું ? અનુકૂળતા મેળવવા અને પ્રતિકૂળતાથી છૂટવા. માટે જ “ઉત્તરાધ્યયન'માં કહેવામાં આવ્યું – રાગ અને દ્વેષ સર્વ કર્મબંધનું કારણ છે. દુનિયાના તમામ દુઃખોનું કારણ છે. કોઈ પણ જીવ હિંસા શા માટે કરે છે ? જૂઠ શા માટે બોલે છે ? ચોરી શા માટે કરે છે ? અબ્રહ્મ શા માટે સેવે છે ? પરિગ્રહ ભેગો શા માટે કરે છે ? Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ - ૪ ઃ હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો? - 27 - 663 ક્રોધાદિ પાપો શા માટે કરે છે ? મુખ્યત્વે આ બે જ કારણ છે. અનુકૂળતાનો રાગ અને પ્રતિકૂળતાનો દ્વેષ. કેટલા દિવસ થયા; કેટલા દિવસથી આ વાત ચાલે છે ? ઘણાંના મનમાં થતું હશે કે, હવે વિષય ક્યારે આગળ વધશે ? પણ મને થાય છે કે, હું આગળ તો વધું પણ જો આ પાયો પાક્કો નહિ થાય તો આગળ વધવાનો કોઈ મતલબ નહિ રહે. તમારાં ઘરોમાં કતલખાનાં ચાલે છે : ઘણાં એમ માને છે કે, “અમે તો હિંસા કરતા જ નથી. કતલખાને કપાય તે જ હિંસા.” મારે તમને સમજાવવું છે કે, તમે તો જૈન છો, તમને સગર, ભગવંતોનો ભેટો પણ થયેલો છે, પણ જે જન્મે જૈન ન હતો, જેને સદ્ગુરુનો ભેટો થયો ન હતો, એવો પહેલા ગુણસ્થાનકે રહેલો તામલી તાપસ કે જેણે સંસારનો ત્યાગ કરીને ૧૦,૦૦૦ વર્ષ સુધી છઠ્ઠને પારણે છઠ્ઠનો તપ કર્યો. આમ છતાં એના તપ કરતાં સમકિતીની એક નવકારશીની કિંમત વધારે થાય. વળી તેનાં પારણા કાંઈ તમારા જેવાં ન હતાં ! રાબડી-સુંઠ પીપરામૂળની ગોળી, મગનું પાણી, કેરનું પાણી, મગ, કેર, શીરો ને ભજિયાં, એવું કશું જ ન હતું. પારણે માત્ર મુઠ્ઠી ભરીને ચોખા અને તે પણ ૨૧ વખત પાણીથી ધોઈ સાવ નિરસ કરેલા. આમ છતાં એના તપ કરતાં સમ્યગ્દષ્ટિની નવકારશીની કિંમત વધુ આંકી છે. એનું કારણ શું ? એ પણ સમજવા જેવું છે. સમ્યગ્દષ્ટિ મોક્ષનો અર્થી હોય છે, જ્યારે તામલી તાપસ પુણ્યનો અર્થી હતો. આમ લક્ષ્યભેદના કારણે બેયના ફળમાં આટલો મોટો ભેદ પડી જાય છે. પુણ્યનું અર્થીપણું એ પણ છેવટે તો સંસારના જ ભાગરૂપ છે. માટે એની ઝાઝી કિંમત નહિ. આવો તે તામલી તાપસ જ્યારે તાપસ નહોતો બન્યો અને ગૃહવાસમાં હતો ત્યારે તે એવું માનતો હતો કે, મારા ઘરમાં પાંચ-પાંચ કતલખાનાં છે. ગયા જન્મમાં પુણ્ય કરીને આવ્યો છું, તેથી આ ભવમાં આ બધું જ અનુકૂળ મળ્યું છે. પરંતુ આ ભવમાં પુણ્ય કરતો નથી તો આગળ મારું થશે શું ? અત્યારે મારા ઘરમાં પાંચ-પાંચ કતલખાનાં ચાલી રહ્યાં છે. એનાથી જે મને પાપ બંધાય છે, એનાથી હું શી રીતે છૂટીશ ? – આ એની મુંઝવણ હતી. તે કાંઈ કસાઈ નહોતો, કસાઈવાડો ચલાવતો નહોતો, ઉચો સદ્ગુહસ્થ હતો. Page #131 -------------------------------------------------------------------------- ________________ 664 ૧૧૨ – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – છતાં તે જે આમ વિચારતો હતો, એની પાછળ એની જે સમજ હતી, તે મારે તમારા ધ્યાનમાં લાવવી છે. ચૂલાને એ કતલખાનું માનતો હતો. ઘંટીને એ કતલખાનું માનતો હતો. ખાંડણીને એ કતલખાનું માનતો હતો. સાવરણીને એ કતલખાનું માનતો હતો અને પાણીયારાને એ કતલખાનું માનતો હતો. તમે શું માનો છો? એ સમ્યગ્દષ્ટિ નહોતો, છતાં આમ માનતો હતો. જ્યારે તમે તો તમારી જાતને સમ્યગ્દષ્ટિ તરીકે ઓળખાવો છો, તો આ બાબતમાં તમે શું માનો છો ? સમ્યગ્દર્શનને નહિ પામેલા અને જૈનશાસનની છાયાને પણ નહિ પામેલા એવા તામલીની જો આવી વિચારધારા હોય તો જૈનશાસનની છાયામાં જન્મેલા અને સમ્યગ્દષ્ટિ તરીકે જાતને ઓળખાવનારા તમારી વિચારધારા કેવી હોવી જોઈએ ? તમે સંસારમાંથી ન નીકળી શકો, તેનો વાંધો નથી, પણ સંસારમાંથી અમારે નીકળવું જોઈએ કે અમારે સંસારમાંથી નીકળી જવું છે - એવો ભાવ પણ જે તમારા હૈયામાં નથી, એનો વાંધો છે. જેને આ સંસાર કતલખાનું નથી લાગતું તે કદી સાચા અર્થમાં સંસાર છોડી શકતો નથી. તામલી તાપસે આ બધો વિચાર કર્યો તો સંસાર છોડી શક્યો. જેના હૈયે આવી વિચારધારા નહિ હોય, તે દેરાસર બંધાવશે, ઉપાશ્રય બંધાવશે, વ્રત-જપ કરશે, પણ સંસાર છોડવાનો વિચાર નહીં કરે. કારણ કે આ સંસાર એ કતલખાનું છે, એમ એ માનતો નથી. પેલા તામલી તાપસે વિચાર કર્યો કે, મારા ઘરનો ચૂલો એ કતલખાનું છે, ઘરની ઘંટી એ કતલખાનું છે. ખાંડણી, સાવરણી અને પાણિયારું પણ કતલખાનાં છે. આ બધું ક્યારે છૂટશે ? પુણ્યશાળી એવા તમને ક્યારેય આવો વિચાર આવ્યો છે ખરો ? ફટ દઈને “ચા ગરમ કર', એમ કહી દો છો. ત્યારે વિચાર આવ્યો કે, એકવાર તો ચા કરવાનું પાપ કર્યું, ફરી ચૂલો પેટાવશે. તેમાં અગ્નિકાયના, વાયુકાયના જીવોની અને અન્ય ત્રસ-જીવોની, આગળ વધીને Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ – ૪ : હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો? - 27 - 665 છએ કાયના જીવોની કેટલી હિંસા થશે ? તેનું પાપ કોને માથે ? શકાય જીવોના સંહારનો ક્યારેય વિચાર આવ્યો ? તમારા હૈયામાં ક્યાંય જયણાનો પરિણામ છે ખરો ? સાચું બોલજો ! તમારા ઘરમાં કાજો લેવાય છે કે કચરો કઢાય છે ? મેં એવાં ઘરો જોયાં છે કે, ઘરમાં ક્યાંય પણ પોતું મારવાનું હોય તો પહેલાં ચારે બાજુ જોઈ લે. ક્યાંય કોઈ જીવ તો નથી ને ? અને હોય તો તે ક્યાંથી આવ્યો ? તેનું દર શોધે, ને હળવાશથી પૂંજીને તે જીવને તેના દર તરફ લઈ જાય. પછી સુંવાળી-મુલાયમ સાવરણીથી એકદમ હળવા હાથે કાજો લે અને હળવાશથી પોતું લગાવે. આજે તમારા ઘરમાં શું ચાલે છે ? કોઈ પણ જીવની વિરાધના ન થાય એની કાળજીથી કાજો લેવાય છે ? એ માટે વપરાતી સાવરણી પણ સુંવાળી હોય છે ? એ જ્યાં જ્યાં સાવરણી વપરાય છે તે કેવી વપરાય છે ? ઘણી જગ્યાએ તો સાવરણીની જગ્યાએ વેક્યુમ ક્લીનર આવ્યાં. જીવદયાનો, જયણાનો, અહિંસા ધર્મના પાલનનો કોઈ ભાવ જ ન રહ્યો હોય એવી મોટા ભાગના લોકોની અને ઘરોની અવદશા થઈ હોય એવું આજે જોવા મળે છે. અમે સાધુ-સાધ્વીજી તો સાવરણીને અડી પણ ન શકીએ. અમે, જો એનો ઉપયોગ કરીએ તો અમને મોટું પ્રાયશ્ચિત્ત બતાવેલું છે. જીવદયા, જયણાના ભાવવાળા લોકો ઘરની બહાર જવું હોય તોય જૂત્તાં પહેરવાં કે નહિ એમ વિચારતા, જ્યારે આજે તો ઘરમાં ય જૂત્તાં પહેરીને ફરે. જ્યાં આવો જ વ્યવહાર હોય ત્યાં દયાનો પરિણામ ક્યાં રહ્યો ? નહિ તો વગર કારણે ઘરમાં જૂત્તાં હોય ? ફક્ત શોભા માટે, બીજાને સારું લગાડવા જૂત્તાં પહેરાતાં હોત ? ઘરમાં પણ જૂત્તાં ને મંદિરે જાય ત્યાં પણ જૂતાં ? સભાઃ જયણા માટે સાવરણીનો ઉપયોગ કરીએ તો પણ કતલખાનું? જેના હૈયામાં જયણાનો પરિણામ હોય તે શ્રાવક-શ્રાવિકા સાવરણી કેવી વાપરે ? સુંવાળી-મુલાયમ કે છેલ્લામાં છેલ્લા સળીયા દેખાય ત્યાં સુધી ઘસાઈ ગયેલી વાપરે ? અને દયાના પરિણામવાળો જ્યારે સાવરણી ફેરવે ત્યારે તેના હાથમાં કેટલી હળવાશ અને કુમાશ હોય ? તમે બેઠા હો અને કોઈ પાછળથી આવીને તમને ધક્કો મારે તો તમારી શું હાલત થાય ? તો જ્યારે ધબાધબ સાવરણી ફેરવાય ત્યારે તેની ઝપટમાં આવતા તે એ જીવોનું શું થતું હશે, એનો Page #133 -------------------------------------------------------------------------- ________________ બંધન જાણો ! બંધન તોડો ! ક્યારેય વિચાર કર્યો છે ખરો ? આજે મોટા ભાગના લોકોના હૈયામાંથી દયાકરુણાના ભાવો ખલાસ થઈ ગયા છે, એનું આ પરિણામ છે. ૧૧૪ સભા : હવે તો અમારા ઘરોમાં વેક્યુમ ક્લીનર આવી ગયાં છે અને ધીમે ધીમે દેરાસરોમાં પણ આવવા લાગ્યાં છે. 666 જો તમે સાચા શ્રાવક હોત, હૈયાના દયાળુ હોત તો તમારા ઘરમાં આવાં હિંસક સાધનો ન આવ્યાં હોત. ધર્મસ્થાનોમાં પણ જો આવાં હિંસક સાધનો આવવા લાગ્યાં હોય તો માનવું પડે કે જેને જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ નથી, હૈયામાં જયણાનો પરિણામ નથી, તેવા લોકોના હાથમાં ધર્મક્ષેત્રોનો વહીવટ આવ્યો તેનું આ પરિણામ છે. તમે તમારાં ઘરોને તો અભડાવ્યાં પણ ધર્મસ્થાનોને ય અભડાવ્યાં. વેક્યુમ ક્લીનર એટલે શું ? જીવતો જાગતો અજગર. એનુ મોઢું ખૂલે ને જીવતા જીવો વાતાવરણમાં વેક્યુમ સર્જાવાથી ખેંચાઈને પાઈપની અંદર જતા રહે. એ જીવો જ્યારે ખેંચાઈને આવતા હશે, ત્યારે એમની દશા કઈ થતી હશે ? એમને ભયસંજ્ઞા કેવી પીડતી હશે ? તે જીવો કેવા ઘસડાતા ને ટીચાતા હશે ? તેમનું કઈ રીતે મૃત્યુ થતું હશે ? એનો કોઈ દિવસ વિચાર આવે છે ? તમને કોઈ ઉપાડીને આફ્રિકાનાં જંગલમાં મૂકી આવે અને ત્યાં ૪૦-૫૦ ફૂટનો મોટો અજગર ઊંડો શ્વાસ લેવા માંડે, વાતાવરણમાં વેક્યુમ પેદા થાય અને તમે તેમાં ખેંચાવા માંડો તે સમયે તમારી માનસિક સ્થિતિ શું થાય ? તો વેક્યુમ ક્લીનરથી ઘસડાતા-ખેંચાતા તે કુણા-કુણા જીવોની કેવી અવદશા થતી હશે ? એ જ્યારે ઘસડાય ત્યારે એને થતી ભયની લાગણી, ઘસડાવાથી થતી શરીરની વેદના, એ દરમ્યાન એના હાથ-પગ ભાંગે-તૂટે તો કેટલાક તો મરણતોલ વેદના ભોગવીને મરી પણ જાય, આવી પ્રવૃત્તિ હૈયાવાળો દયાળુ માણસ શી રીતે કરી શકે ? જૈનના ઘરમાં જીવવિચાર સહેજે શીખવા મળે : સભા ઃ ઘરમાં કામવાળી કામ કરતી હોય તો શું કરવું ? શક્તિ હોય તો પહેલાં જાતે કામ કરો અને એ ન જ બને તેમ હોય તો નોકરને રાખતાં અને કામમાં જોડતાં પહેલાં જયણા પાળતાં શીખવાડો. પણ ખરી વાત એ છે કે તમને જયણા પાળતાં આવડે તો તમે એને શીખવાડો ને ? Page #134 -------------------------------------------------------------------------- ________________ ૪ : હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો ? - 27 જૈનના ઘરમાં તો નાનાં બાળકોને જન્મથી જ જીવ-વિચારનું જ્ઞાન મળતું. મા જ દીકરાને કહે, બેટા - આ જીવ છે. આપણા જેવો જ જીવ છે. આપણને પાંચ ઈન્દ્રિયો છે. આ જીવોને બે જ ઈન્દ્રિયો છે, આને ત્રણ ઈન્દ્રિયો છે, આને ચાર ઈન્દ્રિયો છે. આજે આપણને આંખ-કાન ન હોય તો શું થાય ? એમ આ જીવોમાં કોઈને આંખ નથી, કોઈને કાન નથી - કોઈને નાક નથી. કોઈને જીભ નથી. કોઈ જોઈ શકતા નથી, કોઈ સાંભળી શકતા નથી, કોઈ સૂંઘી શકતા નથી, તો કોઈ બોલી શકતા નથી. આ બધા જીવો પરવશ છે. આપણે તેને જાળવીને જીવવાનું. આપણને જેમ સુખ-દુઃખની સંવેદના છે, તેમ તેને પણ સુખ-દુઃખની સંવેદના છે. આમ કહીને એક એક જીવની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે માતા બાળકને શરૂઆતથી જ શીખવાડે. ૧૧૫ આના કારણે જૈન ઘરનું બાળક આખા જીવવિચારને નાનપણથી જ જીવનમાં જીવતો હોય. જીવવિચારનું જ્ઞાન માત્ર જીવના ૫૬૩ ભેદો ગણવા-ગણાવવા માટે નથી. એ જીવનમાં જીવવા માટે છે. વિચાર એ આપણા ભૂતકાળના પરિભ્રમણનો ચાર્ટ છે અને જો હજી જાગ્યા નહિ અને આ બધા જીવોનો ભોગ લેવાનું ચાલુ રાખ્યું તો તે આપણા ભવિષ્યના પરિભ્રમણનો પણ આ ચાર્ટ છે. અમુક જગ્યાએ ગયા તો ૪૯ દિવસનું આયુષ્ય, અમુક જગ્યાએ ગયા તો માત્ર ત્રણ અહોરાત્રિનું આયુષ્ય અને અમુક જગ્યાએ ગયા તો એક શ્વાસોચ્છ્વાસમાં સાડા સત્તર વખત જન્મ-મરણ કરવાના. એકવાર દુર્ગતિમાં ગયા તો કેવી રિબામણભરી જિંદગી જીવવા મળવાની છે ? આ બધી સમજ મેળવવા જીવવિચાર ભણવાના છે, પણ હજી આપણી દૃષ્ટિ કેળવાઈ નથી. 667 ભોગની તીવ્ર આસક્તિ-પરિગ્રહની તીવ્ર વૃત્તિ-સ્વજનાદિનું તીવ્ર મમત્વ, આ બધાના કારણે આસ્તિકતાનો ભાવ પણ ખલાસ થઈ ગયો છે. અનુકંપાનો ભાવ પણ મરી પરવાર્યો છે. નહિ તો જે જે પ્રવૃત્તિઓમાં પારાવાર જીવહિંસા થતી હોય તેવી પ્રવૃત્તિઓ વગર કારણે આટલી હળવાશથી થાય એ શક્ય બને ? જરા અમથું અહીંથી અહીં જવું હોય એમાં પણ સ્કૂટર ને મોટ૨ જોઈએ ? આમ તો સવારે મોર્નિંગ-વોક કરવા જાય ત્યારે ચાર, પાંચ કિ.મી. રમતાં રમતાં ચાલી જાય અને દેરાસ૨-ઉપાશ્રયે જવું હોય તો સ્કૂટર ને મોટ૨ જોઈએ. તમારા જીવનના નાના-મોટા આ બધા વ્યવહારો ઉપર ઊંડાણથી વિચારશો તો Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ૩ બંધન જાણો ! બંધન તોડો ! - તમને ખ્યાલ આવે કે તમે કેટલી જાતની હિંસાઓથી ઘેરાઈ ગયા છો ! એ હિંસાનાં પાપોથી પળે પળે બંઘાઈ રહ્યા છો, પળે પળે બંધન વધી રહ્યું છે, તે તમને ઘસડીને દુર્ગતિમાં લઈ જશે. 668 આ ટેન્શનની વાત નથી પણ જાગૃતિની વાત છે : સભા : સાહેબ, જરા હળવું કરો તો સારું ! આ બધું સાંભળીને ટેન્શન વધી જાય છે. આ ટેન્શન કરવાની વાત છે કે જાગ્રત કરવાની વાતો છે ? તમને શરદી થઈ. ડૉક્ટરની દવા લીધી પણ અઠવાડીયા સુધી મટી નહિ. ફરી ડૉક્ટર પાસે ગયા. તપાસ કરતાં ગળામાં ક્યાંક ગાંઠ દેખાણી ને ડૉક્ટરે કહ્યું કે, ‘જરા ટાટામાં બતાવી આવો.' તો શું એણે તમને સાવધ કર્યા કે તમારું ટેન્શન વધાર્યું ? દાડામાં ૫૦/૧૦૦ બીડી, સિગારેટ પીતા હોય અને એના પરિણામે કેવાં કેન્સર થાય છે, એના ચાર્ટ કે ફોટોગ્રાફ્સ તમને કોઈ બતાવે તો એ તમને ટેન્શન કરાવે છે કે ચેતવે છે ? ત્યાં તો તમને થાય છે કે, ડૉક્ટરે કે મિત્રે સમયસર ચેતવ્યો. ઉપકાર કર્યો. તેમ મારે તમને કહેવું છે, આ બધું કહીને તમને ટેન્શન નથી કરાવતો, પણ સમયસર ચેતવણી આપું છું. અત્યારે હું અહીં પાટ ઉપર બેઠો છું અને કોઈ મોટો વીંછી પાછળથી મારા શરીર ઉપર ચડવા જતો હોય. મને ખબર ન હોય. તેથી હું તમારી સાથે આનંદથી વાતો કરતો હોઉં અને એકાએક તમારી નજર આ ઘટના ઉપર પડે અને તમે જોરથી રાડ પાડો - મારો હાથ ખેંચો કે મને ઝટકો મારીને બાજુ ઉપર ખસેડી દો. ત્યારે હું તમને કહું કે, ‘આ તમે શું કર્યું ? મારા મનમાં ધ્રાસકો પડ્યો. હું મારી ધડકન ચૂકી ગયો’ કે ‘તમે મને બચાવી લીધો.' એમ કહું ? આ સમયે તમે જે કાંઈ કર્યું તે સેવા કરી કહેવાય કે ટેન્શન કરાવ્યું - એમ કહેવાય. ભડભડ બળતા મકાનમાં તમે નિરાંતે સૂતા હો, આગ ધીમે ધીમે આગ વધી રહી હોય. તમે એ.સી. વાળા કમરામાં ગાઢ નિદ્રામાં હો અને આગ છેક તમારા કમરા સુધી આવી જાય ત્યારે તમને કોઈ ઢંઢોળીને ઉઠાડે, તમે કહો - નિરાંતે ઉંઘવા ઘો અને ઓલાને ઉંઘ ઊડે તેમ ન લાગે તો ચાર થપ્પડ પણ મારે ? તો આવી પરિસ્થિતિમાં તમને ઉઠાડવા જેણે તમને થપ્પડ પણ મારી એણે તમારા ઉપર ઉપકાર કર્યો કે અપકાર ? તેમને ઉઠાડીને કહ્યું, ‘આગ છેક ઘ૨માં આવી ગઈ.’ આ ટેન્શન કરાવ્યું કે ઉપકાર કર્યો ? ત્યાં તમે શું માનો ? એમ અહીં પણ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ – ૪: હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો ? - 27 – 669 વિચારો કે અમે તમને જગાડવા અને ભડભડ બળતા આ સંસારથી બચાવવા માટે આ બધી વાતો કરીએ છીએ. આમ તો તમે કહો છો કે, દરિયામાં રહેવું ને મગર સાથે વૈર કેમ પોસાય ? અને પાછું કાર્ય તો એ જ કરો છો. આ ભવસાગરમાં રહ્યા છો અને હિંસાચાર કરીને એક-એક જીવ સાથે વૈર બાંધી રહ્યા છો. નિર્ણય કરી લો કે કોઈપણ જીવને દુઃખ આપ્યા વગર મારે જીવવું છે અને એ શક્ય ન બને ત્યાં સુધી ઓછામાં ઓછા આરંભથી જીવવું છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ સમતા અને મમતા (રાગ : નાયકી કનડો અથવા ટોડી) ચેતન મમતા છાંડ પરીરી, દૂર પરરી ચેતન પર રમણીશું પ્રેમ ન કીજે, આદરી સમતા આપ વરીરી. ૨૦ ૧ મમતા મોહ ચંડાલ કી બેટી, સમતા સંયમ-નૃપ-કુમરી રી, મમતા મુખ દુર્ગધ અસત્યે, સમતા સત્ય-સુગંધી ભરીરી. ૨૦ ૨ મમતા મેં લરતે દિન જાવે, સમતા નહિ કોઈ સાથ લગીરી, મમતા હેતુ બહુત હૈ દુશ્મન, સમતા કે કોઈ નહિ અરિરી. ૨૦ ૩ મમતા કી દુર્મતિ હૈ આલી, ડાકિની જગત અનર્થ કરીરી, સમતા કી શુભમતિ હે આલી, પર ઉપગાર ગુણે સમરીરી. ૨૦ ૪ મમતાપૂત ભએ કુલપંપન, સોક બિયોગ મહા-મચ્છરીરી, સમતા સુત હોવેગો કેવલ, રહેંગો દિવ્ય નિશાન ધુરી. ચે. ૫ સમતા મગન રહેંગો ચેતન ! જો એ ધારે શીખ ધરીરી, સુજસ વિલાસ લહેશો તો તું, ચિદાનંદઘન પદવી વરીરી. ૨૦ ૬ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૫ - મમતાનાં બંધન જો ન તૂટ્યાં તો.... 28 - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ વદ-૬, ગુરુવાર, તા. ૨૯-૦૮-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • બંધન રૂ૫ ઘણાં, કાર્ય એક જ : • સ્થાન બદલાય પણ મમતા કાયમ : • હાથે કરીને મમતાનાં જાળાં બાંધ્યાં છે : • આ વચનોથી મમતા તૂટશે : • એવા સાધુઓ પણ મમતામાં મરે છે : વિષયઃ સ્વજનોના સંબંધો મમતાનું મૂળ. પરિગ્રહ અને હિંસા એ બંધન છે એમ હજુ સમજવું સહેલું છે પણ મમતા એ બંધન છે એ સમજવું વધુ અઘરું છે, સમજાવવું તો એથી ય વધુ અઘરું છે. સ્વજનોની મમતાના કારણે જીવો એકબીજામાં આસક્ત થાય છે અને એથી વધુ સૂક્ષ્મ, વધુ દઢ, વધુ રઝળાવનાર એક નવું બંધન આત્માને બાંધી નાંખે છે; જેને છોડવું-તોડવું ખૂબ જ પુરુષાર્થ માગી લે છે. આ પ્રવચનમાં સ્વજનો કેવી કેવી મમતાનાં જાળાં બાંધે છે ? તેનું તાદશ વર્ણન કરાયું છે. પતિ-પત્નીના પ્રેમાલાપો, પિતા-પુત્ર કે માતા-પુત્રીના વાત્સલ્ય નીતરતા વ્યવહારો, ભાઈ-બહેનનાં ય દુનિયાની દૃષ્ટિએ નિઃસ્વાર્થ છતાંય લોકોત્તર દૃષ્ટિએ સ્વાર્થભર્યા સંબંધો, મનુષ્ય જીવનની જુદી જુદી અવસ્થા વિશેષમાં સર્જાતા અવનવાં મમતારૂપો, આ બધામાં જ આ જીવરામ જો લેવાઈ ગયા તો એના કઈ રીતે રામ રમાઈ જાય તે જાણવા અને જાતને જગાડવા આ પ્રવચન ઉપકારક છે. પ્રવચનાનું પ્રતિબિંબ * સ્વજનો જ્યારે બંધન તોડવા તૈયાર હોય ત્યારે પણ બંધનથી બંધાયેલો આત્મા તેમના બંધનથી છૂટવા તૈયાર થતો નથી. * હું અને મારું. આ બે વસ્તુ ઉપર આખો સંસાર ચાલી રહ્યો છે. * કરોળીયો પોતે જ જાળું સર્જે ને પોતે જ એમાં ફસાય છે. જે દશા કરોળીયાની છે, તે જ દશા મમતાને વશ પડેલા જીવોની છે. & મમતાને તોડ્યા વગર સમતા નહિ આવે અને સમતા આવ્યા વિના સાધના જીવનનો વિકાસ નહિ થાય. Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'जस्सिं कुले समुप्पण्णे, जेहिं वा संवसे णरे । ममाइलुप्पई बाले, अण्णे अण्णेहिं मुच्छिए ।।४।।' માણસો જે કુળમાં ઉત્પન્ન થાય છે અથવા જેમની સાથે વસે છે; તેમના પ્રત્યેની મમતાથી બંધાય છે, તે અજ્ઞાની જીવો એકબીજામાં આસક્ત થાય છે.' Page #140 -------------------------------------------------------------------------- ________________ પઃ મમતાનાં બંઘન જો ન તૂટ્યાં તો... અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજા સૂયગડાંગ સૂત્રના માધ્યમથી આત્મજાગૃતિનો સંદેશો સંભળાવીને બંધનને ઓળખવાનું અને તેને તોડવાનું ફરમાવી ગયા છે અને એ બંધનને અહીં ત્રણ પ્રકારે બતાવ્યાં છે. ૧ – પરિગ્રહ એ બંધન છે, ૨ - હિંસા એ બંધન છે અને ૩ - સ્વજન પરિવારનું જે મમત્વ તે પણ બંધન છે. આ બંધનને જ્યાં સુધી બંધન તરીકે ઓળખવામાં ન આવે ત્યાં સુધી તેને તોડવાનો પ્રયત્ન થતો નથી. અરિહંત પરમાત્માએ બતાવેલા આ બંધનને સમજનારા અને તેને જોનારા આત્માઓ બહુ અલ્પ હોય છે. જેની દષ્ટિનો ઉઘાડ થયો હોય, વિવેક પ્રગટ્યો હોય, તે જ આ બંધનને જોઈ શકે છે અને તોડી શકે છે. કેટલાક જીવોની માનસિક સ્થિતિ એવી હોય છે કે, એમને માટે પરિગ્રહનો તો કેટલાકને માટે હિંસા-ચોરી-જૂઠ-અબ્રહ્મનો ત્યાગ કરવો અઘરો હોય છે. કેટલાકને આ પણ છૂટી જાય, પણ સ્વજનનું મમત્વ તોડવું અઘરું પડે છે. જ્ઞાની ભગવંત કહે છે કે, બંધન કોઈપણ સ્વરૂપે હોય તો પણ આખરે બંધન જ છે. તેનામાં આત્માને બાંધવાની તાકાત છે અને ઘસડીને દુર્ગતિમાં લઈ જવાનું એનામાં સામર્થ્ય છે. જેટલા પણ બંધનમાં બંધાયા-ફસાયા-ઘસડાયા તે બધા આજે પણ દુર્ગતિમાં ભટકે છે. આપણો પણ તેમાં નંબર છે. કારણ કે આપણે હિંસા. જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહના બંધનથી એવા બંધાયા છીએ કે આપણને આપણે કોણ છીએ? આપણું સ્વરૂપ શું છે? આપણે ક્યાંથી આવ્યા છીએ અને Page #141 -------------------------------------------------------------------------- ________________ ૩ - બંધન જાણો ! બંધન તોડો ! ક્યાં જવાના છીએ ? આ બધા ભ્રમણનું કારણ શું છે ? એનો વિચાર કરવાની પણ ક્ષમતા બચી નથી. આમ છતાં એ બંધન બંધનરૂપે કેટલાને સમજાય તે સવાલ છે ? ૧૨૨ બંધન : રૂપ ઘણાં, કાર્ય એક જ : કોઈને માવતરનું બંધન છે તો કોઈને ભાઈ-બેનનું બંધન છે. કોઈને દીકરાદીકરીનું બંધન છે તો કોઈને પતિ-પત્નીનું બંધન છે. કોઈકને કોઈક પ્રકારનું બંધન તો છે જ. બધા આ બંધનની વચ્ચે પીસાઈ રહ્યાં છે. આ બંધનોને ઓળખવાં અઘરાં છે. સદ્ગુરુનો યોગ મળ્યા પછી પણ, સદ્ગુરુના મુખે સાંભળ્યા ને સમજ્યા પછી પણ કેમ છોડવાનું મન નથી થતું ? ખબર નથી પડતી, જાણે બંધન એટલું બધું કોઠે પડી ગયું છે કે બંધન-બંધન છે એમ સમજાતું જ નથી. 674 સ્વજનો જ્યારે બંધન તોડવા તૈયાર હોય ત્યારે પણ બંધનથી બંધાયેલો આત્મા તેમના બંધનથી છૂટવા તૈયાર થતો નથી. છેલ્લો સમય આવ્યો હોય ને દીકરો કહે કે, ‘તમે અમારી ચિંતા છોડી દો - ૫રમાત્માનું ધ્યાન ધરો. તેમાં મન પરોવો, તમે તમારામાં ઠરો' ત્યારે પણ તે દીકરા-દીકરીને જ યાદ કરે અને એ સામેથી કહે કે ‘તમે તો કહી દીધું કે મને ભૂલી જાઓ ! પણ એમ તમને શી રીતે ભૂલી જાઉં ?' એ જ રીતે જ્યારે કોઈક દીકરા-દીકરીની અંતિમ ક્ષણો આવી હોય ત્યારે એનાં માવતર કહે, ‘દીકરા, અમારી ચિંતા ન કર, તું તારું સાધી લે,' તો કહે ‘તમારી વાત બરાબર, પણ મારા ગયા પછી તમારું કોણ ?' અને એમ કરતાં કરતાં પ્રભુનું નામ પણ યાદ કર્યા વગર જ સીધાવી ગયા. તો ઘણાં મા-બાપ સંતાનના આત્મહિતની ખેવનાથી એને કહે કે ‘દીકરા, તું કલ્યાણ માર્ગે જા’; તેમ છતાં બંધન તોડવા તૈયાર ન થાય. ઘણા દીકરા સંસાર છોડીને અહીં આવેલા માવતરોને કહે છે કે, ‘અમારી ચિંતા છોડો’, એ કહે કે મારે તમને ધર્મમાં સ્થિર કરવા છે.’ આવાં બધાં બહાનાં હેઠળ તેમની તેમના પ્રત્યેની ચિંતાના બંધનમાં પડી જાય. આની પાછળ તેમની લાગણી ને મમતા કામ કરતા હોય છે. તેમાંથી કેટલું આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન થાય છે, કેટલો કર્મબંધ વધે છે અને કેટલી ભવપરંપરા વધે છે, જરા વિચારજો ! Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ – ૫ : મમતાનાં બંધન જો ન તૂટ્યાં તો... - 28 – 675 આના ઉપરથી તમને એટલું તો સમજાવું જ જોઈએ કે, આ બધાનું મૂળ છે મમતા. હું અને મારું. આ બે વસ્તુ ઉપર આખો સંસાર ચાલી રહ્યો છે. જ્યાં સુધી મમત્વ નહિ છૂટે, ત્યાં સુધી જીવનમાંથી હિંસાચાર નહિ છૂટે. પરિગ્રહ પણ નહિ છૂટે. જેણે હિંસાનું બંધન તોડવું છે, તેણે પરિગ્રહનું બંધન તોડવું પડશે અને જેણે પરિગ્રહનું બંધન તોડવું છે, તેણે મમત્વનું બંધન તોડવું પડશે. એને માટે પહેલાં મમત્વને ઓળખવું પડશે. આપણું મમત્વ ક્યાં ક્યાં છે ? સજીવ ઉપર અને નિર્જીવ ઉપર. સજીવમાં મા-બાપ, પત્ની-પુત્ર, સ્વજનપરિવાર, સગાં-વહાલાં, મિત્ર-સહાયકો, નોકર-ચાકર, પશુ-પંખી ઉપર પણ મમત્વ હોય. નિર્જીવ વસ્તુમાં તમારું ઘર-પેઢી, દર-દાગીના, કપડાં-લત્તાં, મકાનફર્નિચર, હીરા-પન્ના-માણેક-મોતી, ઘર વપરાશની દરેક વસ્તુ આવી જાય. કાં તો સજીવ પ્રત્યે મમત્વ છે, કાં તો નિર્જીવ પ્રત્યે મમત્વ છે. આ બધું જ બંધન છે. જે તમને અહીં બાંધી રાખે છે. સભા મમતા વગર પરિવારનું ભરણ-પોષણ કરીએ તો પણ બંધન ? આજે મમતા વગર ભરણ-પોષણ કરનારા કોણ છે, એ મારે જાણવું છે. તમે ! ને મમતા વગર, ભરણ-પોષણ કરો છો ? મમતા વગર આ બધું થાય છે – આ વાત શું માની શકાય તેવી છે ? મમતા વગર સગા ભાઈને પણ ન જાળવે, એવો આજનો વર્ગ છે. પત્ની ઉપર મમત્વ છે, એટલે તેના ભાઈને જાળવવા તૈયાર થાય, પણ પોતાના સગા ભાઈને જાળવવા તૈયાર ન થાય. ઘણા કહે છે, “દીકરો પરણાવ્યો ત્યારથી ગુમાવ્યો. હવે અમે માવતર મટ્યાં. ઓલીનાં માવતર એ એનાં માવતર, એ પશુને જાળવે પણ અમને, મા-બાપને ન જાળવે.” જે પોતાના સગા મા-બાપને સ્વાર્થ વિના જાળવવા તૈયાર નથી, પોતાના સગા ભાઈને સ્વાર્થ વિના જાળવવા તૈયાર નથી, તે પરિવારને નિર્મમ ભાવે માત્ર ભરણ-પોષણ માટે જાળવે ? તમે કહો અને અમે માની લઈએ ? થોડું અમારું ય ઠેકાણે છે. સ્થાન બદલાય પણ મમતા કાયમ : કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૩ બંધન જાણો ! બંધન તોડો ! ‘યોગશાસ્ત્ર’ના આંત૨શ્લોકોમાં કહ્યું છે કે, આ મમત્વ એક જગ્યાએ સ્થિર નથી રહેતું, પોતાની જરૂરિયાત, સ્વાર્થ મુજબ એ ફરતું જ જાય છે. ૧૨૪ 'स्याच्छैशवे मातृमुखस्तारुण्ये तरुणीमुखः । વૃદ્ધભાવે સુતમુલો, મૂર્તો, નાન્તર્મુહો ચિત્ ।।।।' ‘બાલ્યાવસ્થામાં માતૃમુખ બન્યો, યુવાવસ્થામાં તરુણીમુખ બન્યો, વૃદ્ધાવસ્થામાં પુત્રમુખ બન્યો, પણ એ મૂર્ખ ક્યારેય અંતર્મુખ ન બન્યો.' બાળપણમાં એનું મમત્વ માતા ઉપર. યૌવનમાં એનું મમત્વ તરુણી-પત્ની ઉ૫૨. ઘરડો થાય એટલે એનું મમત્વ પુત્ર ઉપર. પણ જન્મીને મરતાં સુધી એ ક્યારેય નિર્મમ બનીને અંતર્મુખ ન બને. નાનો હતો ત્યારે કાંઈ પણ કહીએ તો કહે કે, ‘મમ્મી-પપ્પાને પૂછીને વાત.’ થોડો મોટો થયો, યુવાન થયો ને કાંઈ પણ કહીએ તો કહે કે, ‘ઘરે પૂછીને વાત એટલે કે પત્ની સાથે વિમર્શ કરીને કહીશ' અને ઘરડો થયો એટલે કાંઈ પણ કહીએ તો કહે કે, ‘ભાઈને પૂછીને વાત એટલે કે દીકરાને પૂછીને પછી કહીશ.' 676 પહેલાં તો અમને થતું કે આ ભાઈ બહુ વિનીત લાગે છે. એક એક વસ્તુ મોટા ભાઈને કે વડીલને પૂછીને કરતા હશે. પણ પાછળથી સમજાયું કે, ભાઈ એટલે કોણ ? મમત્વનાં સ્થાન બદલાય છે, પણ મમત્વ તો ત્યાં જ રહે છે. એના પર્યાય બદલાય છે, પણ મમત્વ તો અકબંધ ઉભું છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે, મમત્વને કારણે જ માણસ પીડાય છે. જેના ઉપ૨ મમત્વ હોય તેના માટે ‘આ કરું - આવું કરું - આ રીતે કરું.' એમ વિચારી આખી જિંદગી વૈતરું કરે, ન ક૨વાનાં કામ કરે, કાળાં-ધોળાં કરે, અનેક પાપનાં ધંધા કરે, જીવનને પણ હોડમાં મૂકે. અવનવાં સાહસો કરીને અનેક પાપો બાંધે અને જ્યારે તે પાપની શિક્ષા ભોગવવાનો વારો આવે ત્યારે એકલો જ ભોગવે. ત્યારે કોઈ ભેગું પણ ન આવે. કોઈ બચાવવા પણ ન આવે. Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ – ૫ : મમતાનાં બંધન જો ન તૂટયાં તો.... - 28 - 677 તમે ક્યાં મમતા કરો છો ? ધન ઉપર ? ધન તો જમીનમાં જ રહી જવાનું છે, સાથે નહિ આવે. પશુ ઉપર મમત્વ કર્યું ? તે પણ વાડામાં જ રહી જશે; ભેગું નહિ આવે. પત્ની ઉપર ગમે તેટલી મમતા કરશો પણ તે ક્યાં સુધી આવશે ? ઘરનાં દરવાજા સુધી આવશે, પણ સાથે નહિ આવે! સ્વજનો ઉપર મમત્વ કરશો તે પણ ક્યાં સુધી આવશે ? બહુ બહુ તો સ્મશાન સુધી આવશે, પણ ભેગાં કોઈ નહિ આવે. આ શરીર ઉપર પણ મમત્વ કરશો તો પણ તે ચિતામાં બળે ત્યાં સુધી રહેશે, પણ ભેગું તો નહિ જ આવે. જે ધર્મ કર્યો હશે તે જ સાથે આવશે અને જે અધર્મ કર્યો હશે તે જ સાથે આવશે, પણ આ મમત્વનાં પાત્રો તો સાથે નહિ જ આવે. વહાલાં તે વહાલાં શું કરો, વહાલાં વોળાવી વળશે, વહાલાં તે વન કેરાં લાકડાં, તે તો સાથે જ બળશે. સગી રે નારી એની કામિની, ઉભી ટગમગ જુવે, તેનું પણ કાંઈ ચાલે નહિ, ઉભી ધ્રુસકે રુવે.” અને પછી – સાવ સોનાનાં સાંકળાં, પહેરણ નવ-નવા વાઘા, ધોળું રે વસ્ત્ર તેના કર્મનું, તે તો શોધવા લાગ્યા.” એકદમ નક્કર સો ટચના સોનાનાં સાંકળાં, ચાંદીનાં નહિ અને પહેરવા માટે નવા નવા વાઘા. પણ છેલ્લે શું રહ્યું ? “ધોળું રે વસ્ત્ર એના કર્મનું' - એના ભાગ્યમાં છેલ્લે તો ધોળું વસ્ત્ર જ રહ્યું પણ તે ઘરમાં હતું જ નહિ, ઘરમાં બધાં કિંમતી જ કપડાં હતાં. હવે એ તેના માટે નહિ. ગમે તેવા સૂટ-બૂટ એ ય કામ નહિ આવે. એટલે છેલ્લે એના માટે ધોળું વસ્ત્ર શોધવા નીકળવું પડ્યું. અમારું ધોળું વસ્ત્ર વૈરાગ્યનું પ્રતીક બન્યું ને તમારું ધોળું વસ્ત્ર શોકનું પ્રતીક બની ગયું. ચરૂ કડાઈમાં અતિ ઘણાં બીજાનું નવિ લેખું; ખોખરી હાંડી તેના કર્મની તે તો આગળ દેખું.” Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ બંધન જાણો ! બંધન તોડો ! જેના ઘરમાં ચરૂ, કડાઈયાં જેવાં મોટાં વાસણોનો ઢગલો હતો, નાનાં વાસણોનો તો કોઈ હિસાબ જ નહોતો એવો પણ માણસ મર્યો ત્યારે એમાંનું કોઈ એને કામ ન લાગ્યું. એને બાળવાનો અગ્નિ લેવાય માટીની ફુટેલી ખોખરી હાંડલી જ કામ લાગી. ૩ આમ છતાં આ બધા ઉપર મમતા કરવાનો મતલબ કેટલો ? આ બધા ઉપર મમતાનો કોઈ મતલબ નથી. 678 હાથે કરીને મમતાનાં જાળાં બાંધ્યાં છે : ૫૨મતા૨ક ગુરુદેવે આ જ મમતાની ખરાબી અને ભયાનકતાને સમજાવવા વિશદ્ વર્ણન કર્યું છે. પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિ-સ્મૃતિગ્રંથમાળાનાં ૧૦૮ પુસ્તકો પૈકીનું એ પુસ્તક છે. એનું નામ છે - ‘મમતા.’ કરોળીયાનું જાળું જોઈ લો. કરોળીયો પોતે જ જાળું સર્જે ને પોતે જ એમાં ફસાય છે. જે દશા કરોળીયાની છે, તે જ દશા મમતાને વશ પડેલા જીવોની છે. આવ્યા ત્યારે એકલા હતા. તે પછી બે પગમાંથી ચાર પગ થયા. એમાંથી ‘છ પગા’ને-‘આઠ પગા’ થયા. આવ્યા ત્યારે અંગ ઉપર કપડું ય ન હતું ને પછી એક એક વ્યક્તિઓનું અને જડ વસ્તુઓનું બંધન ઉભું કર્યું. આ રીતે તમે જે પણ સંબંધો બાંધ્યા કે જે પણ વસ્તુઓનો સંગ્રહ કર્યો, એમાંથી કોઈ તમને તમારા રોગ, આપત્તિ કે મરણની વેદનામાંથી બચાવી નહિ શકે. એટલા જ માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે - 'जीवो वाहिविलुत्तो, सफरो इव निज्जले तडप्फडइ । सयले वि जणे पिच्छ, को सक्को वेयणाविगमे ? ।। ' ‘રોગગ્રસ્ત જીવ નિર્જલ સ્થાનમાં માછલું તરફડે તેમ તરફડે છે, એને બધા જ લોકો જુએ છે, પરંતુ વેદનાને દૂર કરવા કોણ સમર્થ છે ?” જેને તમે તમારા માનો છો, જેની પાછળ તમે તમારી જિંદગી પૂરેપૂરી ખર્ચી નાંખો છો, તે પણ જ્યારે તમને રોગ આવશે, મરણ આવશે અને તમે માછલીની જેમ તરફડતા હશો, ત્યારે તેનાથી તમને બચાવી નહિ શકે. તમે જ કહોને કે ત્યારે તમારો રોગ કોણ દૂર કરશે ? આપત્તિમાંથી તમને કોણ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ – ૫ : મમતાનાં બંધન જે ન તૂટ્યાં તો.... - 28 – 679 બચાવશે ? મૃત્યુના મુખમાંથી કોણ બચાવશે ? બરાબર ચિંતન કરો ! જ્યાં સુધી ચિંતન નહિ કરો ત્યાં સુધી આ મમત્વનાં જાળાં નહિ તૂટે. આજે તો સામે ચાલીને મમતાનાં જાળાં મજબૂત કરાય છે. પેલો કહે, “હું તારા વગર નહિ જીવી શકું અને પેલી કહે, “હું તારા વગર નહિ જીવી શકું અને બંને એકબીજાનાં ગયા પછી શાંતિથી જીવતા અમે જોયાં છે. તો શું કરવા આવા ખોટા વાર્તાલાપો કરીને મમત્વ વધારો છો? નર્યા વાહિયાત વાર્તાલાપ ! સભા એ જાય પછી શોક તો કરે છે. વાસ્તવમાં એ શોક નથી કરતા. શોકનો દેખાવ કરે છે. એક વર્ષ પહેલાં હું મુંબઈ-ચંદનબાળામાં હતો. ત્યારના અનુભવની વાત કરું. ત્યાં નીચે હૉલ છે. હમણાં હમણાં મરણ પછી પ્રાર્થનાસભાઓ કરવાનો રિવાજ ચાલુ થયો છે. એ સભામાં આવનારા ધોળાં-ઈસ્ત્રી ટાઈટ કપડાં પહેરીને આવે. કપડાં પણ બગલા જેવાં સફેદ જોઈ લો. બનીઠનીને, હસતાં-ખીલતાં ખભે પર્સ લટકાવીને, આંખે ગોગલ્સ ચડાવીને આવે અને તમે શોક કહો અને હું માની લઉં? એ શોક તો ગયો. ભગવાને તો, જો કે શોકને પણ વખોડ્યો છે. પણ હૈયાં એટલાં ધીઠ્ઠાં ને સ્વાર્થી બન્યાં છે કે, મરનારનો મલાજો પણ જાળવવા તૈયાર નથી. ઘણાં તો આગળ વધીને એમ પણ બોલે કે, “સારું થયું; એય છૂટ્યાં ને અમે પણ છૂટ્યાં.” તમારા સંબંધો નર્યા સ્વાર્થના છે અને એમાં લાગણીનો દેખાવ કરવો, એ નર્યો દંભ છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે મમત્વને ઓળખાવવા અને એનાથી બચવા માટે “અધ્યાત્મસારમાં સ્પેશિયલ “મમત્વત્યાગ' નામનો અધિકાર બનાવ્યો છે. તેમાં મમતા કેવી દારુણ છે, તે બતાવવામાં આવ્યું છે. આ વચનોથી મમતા તૂટશે : આ માટે મમતા ત્યાગાધિકાર આખો કંઠસ્થ કરીને તેનો સ્વાધ્યાય કરવા જેવો છે. આમ છતાં તમારાથી તે શક્ય ન બને તો તેના કેટલાક શ્લોકો તમારે અર્થ સાથે કંઠસ્થ કરી એનો સ્વાધ્યાય કરવા જેવો છે. સભા સાહેબ ! જે શ્લોકો આપને અગત્યના લાગે તે આપ જ જણાવોને? મને જે અગત્યના લાગે તેના કરતાં તમને જે અગત્યના લાગે તેને તમે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! –--- 680 કંઠસ્થ કરશો તો તમને વધારે લાભ થશે. સભા: આમ છતાં આપ જણાવો તો વધુ સારું. તો સાંભળો ! તે પૈકીના કેટલાક શ્લોકો અત્યારે જ જણાવી દઉં. 'विषयैः किं परित्यक्तै- र्जागर्ति ममता यदि । त्यागात्कञ्चकमात्रस्य, भुजगो न हि निर्विषः ।।२।।' ‘જો મમતા જીવતી-જાગતી છે તો વિષયોનો ત્યાગ કરવાનો મતલબ શું ? કાંચળીનો ત્યાગ કરવા માત્રથી સર્પ લિર્વિષ બનતો નથી.' જેની વચ્ચે કોઈ જ સંબંધ નથી, છતાં સંબંધનો જે ભ્રમ થાય છે, તેનું કારણ જણાવતાં લખ્યું છે કે – “: પરમ પતિ, ગાયને ચા પત્ત દિ. ममतोद्रेकतः सर्वं, सम्बन्धं कल्पयत्यथ ।।५।।' “જીવ એકલો મરે છે અને એકલો જ જન્મે છે. આમ છતાં મમતાના ઉછાળાના કારણે પરસ્પરના બધા સંબંધોની કલ્પના કરે છે.' સંસારવૃદ્ધિનું ખરેખરું કારણ શું છે. તે દર્શાવતાં કહ્યું છે કે – 'व्याप्नोति महती भूमि, वटबीजाद्यथा वटः । तथैकममताबीजा-त्प्रपञ्चस्यापि कल्पना ।।६।।' “વડના બીજથી વડલો જેમ ઘણી બધી જમીન ઉપર પોતાનો વિસ્તાર પાથરે છે, તેમ એક મમતા બીજના કારણે સંસારનો વિસ્તાર વધે છે.” મમતા રોગનાં ચિહ્નો, લક્ષણો બતાવીને એને નાથવાનું ઔષધ જ્ઞાન છે. તે દર્શાવવા કહ્યું છે કે – 'माता पिता मे भ्राता मे, भगिनी वल्लभा च मे । पुत्राः सुता मे मित्राणि, ज्ञातयः संस्तुताश्च मे ।।७।। Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ ૫ : મમતાનાં બંધન જે ન તુટ્યાં તો... - 28 681 इत्येवं ममताव्याधि, वर्धमानं प्रतिक्षणम् । जनः शक्नोति नोच्छेत्तुं, विना ज्ञानमहौषधम् ।।८।। “મારા બાપ, મારી મા, મારો ભાઈ, મારી બહેન, મારી પત્ની, મારા પુત્રો, મારા મિત્રો, મારાં જ્ઞાતિજનો, મારાં સ્વજનો - આ રીતે મમતાનો-મારાપણાનો રોગ પ્રતિક્ષણ વધી રહ્યો છે. જ્ઞાનરૂપી ઔષધ વિના તેને ખતમ કરવા માણસ સમર્થ બની શકતો નથી.' કોઈ પણ વ્યક્તિ આરંભ વગેરે પાપોમાં શા માટે પ્રવર્તે છે ? તે જણાવતાં કહ્યું કે - 'ममत्वेनैव निःशङ्क-मारम्भादौ प्रवर्त्तते । कालाकालसमुत्थायी, धनलोभेन धावति ।।९।।' “મમત્વતા કારણ જ લોક આરંભ વગેરે પાપ પ્રવૃત્તિઓમાં નિઃશંકપણે પ્રવર્તે છે. ધનના લોભને વશ થઈને કાળ કે અકાળ, અવસર કે અવસર જોયા વિના જ લોક જાગે છે અને ભાગે છે, દોડે છે.' મમતાને વશ પડીને જેને માટે જે કાંઈ કરાય તે ક્યારેય ક્યાંય કામ આવવાનાં નથી. એ વાત સમજાવતાં કહ્યું છે કે – 'स्वयं येषां च पोषाय, खिद्यते ममतावशः । દામુત્ર ર તે ન શ્ય-સ્ત્રાવ શરVII ૨ પા૨ ' મમતાને પરવશ પડેલો જીવ જેવા પોષણ માટે, જેના લાલન-પાલન માટે સ્વયં ખેદ પામે છે - દુઃખી થાય છે, તે આજીવનમાં કે જન્માંતરમાં નથી તો શરણભૂત થતા કે નથી તો તેઓ તેનું રક્ષણ કરી શકતા.' મમતાને વશ થઈને ઘણા માટે ઘણું કરનાર જ્યારે દુર્ગતિઓનાં દુઃખોમાં સપડાય છે, ત્યારે ત્યાંનાં દુઃખો તો માત્ર એકલા એણે જ ભોગવવાં પડે છે. એ વાતને દર્શાવતાં લખ્યું કે – Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ૩ બંધન જાણો ! બંધન તોડો ! 'ममत्त्वेन बहून् लोकान् पुष्णात्येकोऽर्जितैर्धनैः । સોઢા નરવું:હાનાં, તીવ્રાગામેજ વ તુ ।।।।' ‘મમતાને વશ પડેલો જીવ એકલે હાથે પોતે કમાયેલા ધન વડે અનેકને પાળે - પોષે છે, પણ (તેના કારણે ઉભાં થયેલાં) નરકનાં કારમા દુ:ખોને તો તે પોતે એકલો જ ભોગવે છે. (પોતે જેનું પોષણ કર્યું તે તેમાં ભાગ પડાવવા આવતા નથી.)' 'कुन्दान्यस्थीनि दशनान्, मुखं श्लेष्मगृहं विधुम् । માંસપ્રથી જુવો ધુમ્મો, દેશ્નો વેત્તિ મમત્વવાન્ ।।૨૪।' ‘મમતાને વશ પડેલો જીવ હાડકાંના દાંતને મચકુંદના ફૂલની નજરે જુવે છે, કફથી ભરેલા મોંઢાને ચંદ્રની નજરે જુવે છે. માંસતી ગ્રંથી સ્વરૂપ સ્તનયુગ્મતે સુવર્ણના કુંભની નજરે જુવે છે !' સાચી દૃષ્ટિ અને સાચો દૃષ્ટા કોને કહેવાય, તે જણાવતાં ‘મિત્રા: પ્રત્યે માત્માનો, વિભિન્ના: પુદ્રા અપિ 1 શૂન્યઃ સંસર્ગ ત્યેવ, ય:પશ્યતિ સ પશ્યતિ ।।૨।। ‘દરેક આત્માઓ જુદા છે, દરેક પુદ્ગલો પણ જુદાં છે. (તાત્ત્વિક રીતે) કોઈની વચ્ચે કશો જ સંબંધ નથી. આ રીતે જે જુવે છે, તે જ સાચી રીતે જુવે છે (એમ સમજવું.)' મમતાને જીતવા માટે ભેદજ્ઞાન કેટલું ઉપકારક બને છે, તે દર્શાવતા લખ્યું કે - ‘ગદ્દન્તા-મમતે સ્વન્દ્વ-સ્વીયત્વ-ભ્રમદ્ભુતુજે ! મેવજ્ઞાનાપાયેતે, સુજ્ઞાનાવિવાહિીઃ ।।૨૨।।' ‘અહંતા’ અને ‘મમતા'તા ભાવો જ (શરીરમાં) સ્વપણાનાપોતાપણાના અને સર્વમાં મારાપણાનો ભ્રમ કરાવનાર છે. જો એકવાર શરીર અને આત્મા વચ્ચે, અન્ય સર્વ અને 682 કહ્યું કે - Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ – ૫ : મમતાનાં બંધન જો ન તૂટયાં તો.... - 28 – 683 પોતાની વચ્ચેનું ભેદજ્ઞાન થઈ જાય તો જેમ દોરડાનું જ્ઞાન થવાથી સર્પની ભીતિ ચાલી જાય છે તેમ આ અહંતા - મમતાનો ભ્રમ ભાગી જ જાય.' જો તમે મમતાને જીતી લીધી તો જ તમારો જન્મ અને સાધના સાર્થક છે, જો તમે મમતાને ન મારી તો તમારો જન્મ અને સાધના નિરર્થક છે. એવું સ્પષ્ટ શબ્દોમાં જણાવતાં કહ્યું કે – 'धृतो योगो न ममता, हता न समताऽऽदृता । न च जिज्ञासितं तत्त्वं, गतं जन्मनिरर्थकम् ।।२६।।' ‘ત્રિકરણ યોગ ધારણ કર્યો પણ જો મમતાને મારી નહિ, સમતાને સાધી નહિ અને તત્વને જાણવાનો પ્રયત્ન કર્યો નહિ તો જન્મ નિરર્થક ગયો છે – એમ સમજો !' આમ કહ્યા પછી મમતાને જીતવા શું કરવું ? - એનો માર્ગ બતાવતાં તેઓશ્રીએ કહ્યું છે કે – ‘નિસાસા ૪ વિવેવીશ, મમત-નાશqો ! अतस्ताभ्यां निगृह्निया-देनामध्यात्मवैरिणीम् ।।२७।।' ‘તત્વને (આત્માદિ વસ્તુના સ્વરૂપને) જાણવાની ઈચ્છારૂપ જિજ્ઞાસા અને સ્વ-પરનો વિવેક - આ બે મમતાનો નાશ કરી શકે છે. તેથી જિજ્ઞાસા અને વિવેકના સહારે અધ્યાત્મની વૈરી એવી મમતાનો નિગ્રહ-વિજય કરવો જોઈએ.' આમ કહીને મમતા એ અધ્યાત્મની વૈરી છે. તેને ખતમ કરવા જિજ્ઞાસા અને વિવેક નામનાં હથિયારોનો સહારો જ ઉપકારક બની શકશે. એમ સ્પષ્ટ કર્યું છે. આ મમતાને તોડ્યા વગર સમતા નહિ આવે અને સમતા આવ્યા વિના સાધના જીવનનો વિકાસ નહિ થાય. એવા સાધુઓ પણ મમતામાં મરે છે : મમતા કેટલી ખરાબ છે તે જણાવતાં અમારા માટે પણ જે કહ્યું કે, આ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૩ બંધન જાણો ! બંધન તોડો ! સાધુનો વેશ ધર્યો અને મમતા ડાકણને ન કાઢી તો આ વેશની કોઈ કિંમત નથી; એ સાંભળ્યું ને ? એનો અર્થ એ થયો કે, અહીં આવ્યા પછી પણ છોડેલું ઘર યાદ આવે, છોડેલાં સ્વજનો યાદ આવે, એ આવે ને મનમાં આનંદ થાય; આ બધુ મમત્વ છે. માટે કહ્યું કે – ૧૩૨ ‘ત્યાગાત્ ધ્રુમાત્રસ્ય, મુદ્દો ન ત્તિ નિર્વિવઃ ।' ‘સર્પ કાંચળી મૂકી દે, એટલા માત્રથી નિર્વિષ બની નથી જતો.' કાંચળી છોડવાથી જ જેમ સર્પ નિર્વિષ નથી બનતો તેમ માત્ર વેશ પરિવર્તનથી મમતાનું ઝેર નથી જતું. સગાં-વહાલાના મમત્વમાંથી બચ્યા ત્યાં ભક્તોનાં મમત્વ આવીને ઉભાં રહે. તમે આવો ને અમને કહો કે, ‘સાહેબ! આપ તો અમને ભૂલી જ ગયા’ અને અમે જો તમારી વાતમાં આવી જઈએ તો મર્યા સમજો. વીતરાગનો સાધુ ક્યારેય ગૃહસ્થને એમ ન કહે કે, ‘મેં તમને બહુ યાદ કર્યા હતા. તમે આજે આવ્યા એટલે ધરપત થઈ. કેટલા દિવસથી તમારા સમાચાર જ નથી.' 684 અમારે તમને યાદ રાખવા જ નથી અને જો યાદ રાખીએ તો માર્યા જઈએ. અમે ભગવાનને યાદ કરીએ. તેમનાં કહેલાં તત્ત્વોને યાદ કરીએ કે, તમને યાદ કરીએ ? સભા : યાદ કરીને વાસક્ષેપનાં પડીકાં મોકલાવાય છે. તમે તો વાસક્ષેપનાં પડીકાં મોકલવાનું કહો છો, પણ આજે તો ફોન ઉપર માંગલિક સંભળાવવાનું પણ ચાલુ થઈ ગયું છે. એક જગ્યાએ. એક વ્યક્તિની ઓફિસનું ઉદ્ઘાટન હતું. પહેલેથી નક્કી કરી રાખેલા મુહૂર્તનાં સમયે મોબાઈલ ઉપર ફોન આવ્યો ને મહારાજે તેના ઉ૫૨ માંગલિક ફરમાવ્યું. આ બધી અનર્થોની પરંપરા શરૂ થઈ ગઈ છે. સાધ્વાચાર જોખમાયો છે, વીતરાગનો માર્ગ જોખમાયો છે ને નર્યો શિથિલાચાર ફૂલ્યોફાલ્યો છે અને એને સારા માનનારા લોકો પણ ધીમે ધીમે વધી રહ્યા છે. એને ટેકો આપનારા લોકો પણ મળી રહે અને પાછા એ લોકો કહે કે, ‘મહારાજ સાહેબને અમારા ઉપર કેટલી બધી લાગણી છે ? આપણે જઈએ એટલે આપણી Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ – ૫ : મમતાનાં બંધન જો ન તૂટયાં તો... - 28 – 685 ઉતરવાની-ખાવાની-પીવાની બધી જ વ્યવસ્થા એ કરી આપે. શ્રી દશવૈકાલિક આગમ'ની બીજી ચૂલિકા જે શ્રી સ્થૂલભદ્રસ્વામીજીનાં બહેન સાધ્વીજી શ્રીયક્ષાને ખુદ શ્રી સીમંધર પ્રભુએ આપેલી, તેમાં ગૃહસ્થની વૈયાવચ્ચ કરવાનો સ્પષ્ટપણે નિષેધ કરવામાં આવ્યો છે. પ્રભુ જણાવે છે કે – 'गिहिणो वेआवडिअं न कुजा, अभिवायण-वंदण-पूअणं वा ।' ‘ગૃહસ્થભાવને ધરતા આત્માઓનું વૈયાવચ્ચ સાધુ-સાધ્વીએ ત કરવું જોઈએ. તેમનું (ગૃહસ્થને) અભિવાદન (વાણીથી પ્રણામ), વંદન અથવા પૂજત (વસ્ત્ર વગેરે સામગ્રી આપવી) ન કરવું.' પરંતુ પ્રભુનાં આ વચનોને અવગણતા કેટલાક સાધુઓ ગૃહસ્થની વૈયાવચ્ચ તો કરે પણ સાથે એમ પણ કહે કે હમણાં બે મહિના પિરીયડ બહુ ખરાબ છે. કોઈ રિસ્ક લેતા નહિ – સાચવીને - કાળજીપૂર્વક બે મહિના પસાર કરી લેજો. પછીનો પિરીયડ બહુ સારો છે અને જરૂર પડે ધંધામાં માર્ગદર્શન પણ આપે. આજે તમે નક્કી કરશો કે અમે તો આ મમતાના કાદવમાંથી ન નીકળી શક્યા, પણ જેણે મમતાનો ત્યાગ કરીને આ વેશ ધારણ કર્યો છે, તેને તો આ કિચડમાં નાંખવાનું કામ નહિ જ કરીએ. જો તમે આટલું પણ કરી શકો તો તમારા દ્વારા સાધુ સંસ્થાને થતા નુકસાનના પાપથી તમે બચી શકો, આ વિષયમાં શાસ્ત્રકાર ભગવંતે ઘણી વાતો કરી છે, એ અંગે વિશેષ હવે પછી.. Page #153 -------------------------------------------------------------------------- ________________ સમતા શતકમાં મમતા-સ્વરૂપ મમતા થિર-સુખ-શાકિની, નિર્મમતા સુખ મૂલ; મમતા શિવ-પ્રતિકૂલ હૈ, નિર્મમતા અનુકૂળ. મમતા વિષ-મૂચ્છિત ભયે, અંતરંગ ગુણ-વૃંદ, જાગે ભાવ-નિરાગતા, લગત અમૃત કે વૃંદ. ૯ પરિણિત-વિષય-વિરાગતા, ભવતરુ-મૂલ-કુઠાર, તા આગે ક્યું કરિ રહે ?, મમતા વેલિ પ્રચાર. ૧૦ હાહા મોહ કી વાસના, બુધકું ભી પ્રતિકૂલ, યા કેવલ શ્રુત અંધતા, અહંકાર કો મૂલ. ૧૧ ટાલે દાહ તૃષા હરે, ગાલે મમતા પંક, લહરી ભાવ-વૈરાગ કી, તાકું ભજો નિઃશંક ૧૪ ८ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૬–દેખતા'ને પણ આંધળા બનાવે છેમમતા 29] - વિ. સં. ૨૦૫૮, શ્રાવણ વદ-૧૦, સોમવાર, તા. ૨-૯-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • આજના ધર્મીઓથી મોહરાજા મજામાં: • જગતને આંધળું બનાવનાર મહામંત્ર : • પછી જુવો ચમત્કાર : • મમતાની પાછળ પરિગ્રહ અને હિંસા : • કરે કોઈ ને શિક્ષા કોકને : • મમતાવશ જીવોની દશા કેવી : • નિર્ધામણા - ભય : પહેલો પ્રસંગ : • નિર્ધામણા - મમતા : બીજો પ્રસંગ : • નિર્ધામણા - લોભવૃત્તિ ઃ ત્રીજો પ્રસંગ : • નિર્ધામણા - મોહ-અજ્ઞાન: ચોથો પ્રસંગ : • મમતા તોડી આપે એવા કલ્યાણમિત્ર રાખો : • કોઈ કોઈનું નથી બધા સ્વાર્થના જ સગાં છે : • સ્વાર્થી દુનિયાનો એક નમૂનો : • ધર્મઅનુષ્ઠાન પણ મમતાથી થાય એમ બને : વિષય : સ્થાન બદલાય છે, મમતા કાયમ રહે છે. આંધળો તો આંધળો જ છે પણ દેખતો આંધળો ક્યારે બને ? એ મમતના જાળમાં ફસાય ત્યારે. કરોળીયો પોતે જાળ બનાવે છે અને એમાં પોતે જ ફસાઈ મરે છે. મમતાવશ જીવોનું પણ એવું જ બને છે. “મારું-મારું'ની સંજ્ઞાને આધીન બનીને સંસારના સંબંધોને ખૂબ લાંબા-પહોળા કરી દે છે અને પછી એમાં જ ગુંગળાઈને ભાવપ્રાણ ખોઈ નાંખે છે. આ અંધાપાનો ચિતાર આપીને એનાથી ઉગરવાનો સિદ્ધ મંત્ર પણ આ પ્રવચનમાં આપવામાં આવ્યો છે. અહીં ભારપૂર્વક જણાવ્યું છે કે જેની પણ તમે મમતા કરો છો, એ તમને રક્ષણ કે શરણ આપવા સમર્થ નથી જ' એમ વિચારી મમત્વથી અટકી જવું જોઈએ. અંતે : છેક મરવાના અવસરે પણ આસક્ત જીવોને તેમજ બાહ્ય ક્રિયામાત્રથી જ ધર્મી ગણાતા જીવોને આ મમતા કેવી સતાવતી હોય છે? - તેના દાખલા પણ પૂરા પાડ્યા છે. પ્રવચનનું પ્રતિબિંબ * હજી લાખ રૂપિયા આપી દેવા સહેલા છે, પણ એ “મારા નથી' એમ માનવું બહુ અઘરું છે. * જેટલું તમે તમારા હાથે કરીને જશો, તેટલું તમારા ભેગું આવશે !' * મમતા વસ્તુ જ એવી છે કે તે કોઈના ય ઉપર રાખવા જેવી નથી. * સૌ પોતપોતાનાં સ્વાર્થના સગા છે. અપવાદને બાદ કરતાં કોઈ, કોઈને માટે મરી ફીટતું નથી. ત્ર Page #155 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્રોત 'जस्सिं कुले समुप्पण्णे, जेहिं वा संवसे णरे । ममाइलप्पई बाले, अण्णे अण्णेहिं मुच्छिए ||४ ॥' ‘માણસો જે કુળમાં ઉત્પન્ન થાય છે અથવા જેમની સાથે વસે છે; તેમના પ્રત્યેની મમતાથી બંધાય છે, તે અજ્ઞાની જીવો એકબીજામાં આસક્ત થાય છે.' ‘પુનર્વન્વમેવાશ્રિત્યાહ્ન – ‘સ્મિ‘મિાવિ, ‘યસ્મિન્' રાષ્ટ્રવટાવો ઝુલ્ફે ખાતો, 'यैर्वा' सह पांसुक्रीडितैर्वयस्यैर्भार्यादिभिर्वा सह संवसेन्नरः, तेषु मातृ-पितृમળિની-માર્થાવવાવિજી, મમામિતિ, મમત્ત્તવાન્ સિદ્યન્ ‘શુષ્યતે’ વિત્તુતે, मत्त्वजनितेन कर्मणा नारक- तिर्यङ्मानुप्याऽमरलक्षणे संसारे भ्रम्यमाणो बाध्यतेपीड्यते । कोऽसौ ? 'बाल: ' अज्ञः सदसद्विवेकरहितत्वाद्, अन्येष्वन्येषु च ‘મુચ્છિતો’ વૃદ્ધોઽથ્થુપપત્રો, મમત્ત્વવહુ નૃત્યર્થ:, પૂર્વ તાવન્ માતા- पित्रोस्तदनु भार्यायां पुनः पुत्रादौ स्नेहवानिति ॥ ४ ॥ ॥ ‘જે ‘રાષ્ટ્રકુટ’ વગેરે કુળમાં જન્મ્યો, જેની સાથે ઘુલીક્રીડા કરી, જે મિત્રો, પત્ની વગેરે સાથે વસ્યો, તે માતા-પિતા-બહેન-પત્ની-મિત્ર વગેરેમાં - ‘આ મારાં છે' - એવા પ્રકારના મમત્વવાળો સ્નેહ કરતાં કરતાં મમત્વથી બંધાતાં કર્મોથી (બંધાઈને) નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ સંસારમાં ભટકતો દુઃખી થાય છે - પીડાય છે. (વયથી મોટો હોવા છતાં પણ) સારા-ખોટાના વિવેક વગરનો હોવાથી બાળ-અજ્ઞાની એવો તે ઘણી ઘણી મમતાના કારણે જૂદીજુદી વ્યક્તિઓમાં આસક્ત બને છે. - પહેલાં – બાલ્યકાળમાં માતા-પિતામાં, તે પછી - યુવાનીમાં પત્ની પ્રત્યે અને તે પછી પાછળની વયમાં પુત્ર વગેરેમાં સ્નેહ કરે છે. ૪' Page #156 -------------------------------------------------------------------------- ________________ ૬ : ‘દેખતા”ને પણ ‘આંધળા’ બનાવે છે મમતા અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ દ્વાદશાંગી પૈકીના બીજા સૂયગડાંગજી નામના મહાન આગમ ગ્રંથ દ્વારા જંબુસ્વામીજીને ઉદ્દેશીને આત્મ-જાગૃતિનો સંદેશો સંભળાવ્યો છે. ‘યુન્ફિગ્ન’ પદ દ્વારા તું જાગ - આત્માને ઓળખ, આત્માના સ્વરૂપને પીછાણ એ ઉપદેશ આપ્યા પછી ‘તારું જે મૂળભૂત સ્વરૂપ છે તે દેખાતું નથી; તેનું કા૨ણ જો કોઈ હોય તો તે બંધન છે. તે બંધનને ઓળખ, ઓળખીને તેને તોડી નાંખ !' - એવો જ્યારે ઉપદેશ આપ્યો ત્યારે નતમસ્તકે - બે હાથ જોડી વિનયપૂર્વક જંબૂસ્વામીએ પૂછ્યું - ‘ભગવાન મહાવીરે બંધન કોને કહ્યું છે ? તેને શું જાણીને તોડી શકાય ? તેને તોડવાનો માર્ગ કર્યો ?' તેના ઉત્તરમાં સુધર્માસ્વામીએ જંબુસ્વામીને ઉદ્દેશીને કહ્યું, ‘ભગવાન મહાવીરે ત્રણ પ્રકારનાં બંધન બતાવ્યાં છે. તેનાથી આત્મા નિરંતર બંધાય છે અને ચાર ગતિમાં રખડી રહ્યો છે.’ આ રીતે ચારગતિ અને ચોર્યાસી લાખ યોનિઓમાં ભટકવું એ કાંઈ આત્માનું સ્વરૂપ નથી. ચાર ગતિમાં રખડવું, અનેક જન્મ-મરણો વચ્ચે અટવાયા કરવું અને ભયંકર દુઃખોનો ભોગ બનવું, તે આત્માનો સ્વભાવ નથી. આમ છતાં તે આ બધાં દુ:ખોનો ભોગ બન્યો તેનું કારણ બંધન છે. આ બંધન કર્મનું છે ! નથી એ તમને દેખાતું કે નથી એ અમને દેખાતું, છતાં તે નિરંતર આત્માને બાંધે છે, એ એક હકીકત છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ૩ – બંધન જાણો ! બંધન તોડો ! – - 690 કર્મનાં એ બંધનને ઊભું કરવાનું કામ પરિગ્રહ, હિંસા અને મમતા કરે છે. માટે એ ત્રણને પણ ભગવાનશ્રી મહાવીરદેવે બંધન તરીકે ઓળખાવ્યાં છે. કર્મનાં બંધન ભલે આપણને ન દેખાય. પણ પરિગ્રહ, હિંસા અને મમતાનાં બંધન તો આપણને પણ દેખાય જ છે. એટલે આપણને એ સ્પષ્ટ થવું જોઈએ કે પરિગ્રહ, હિંસા અને મમત્વ - આ ત્રણ બંધનો છે. એટલે જ એને તોડવા માટે એ ત્રણેયના સ્વરૂપને અને એનાં પરિણામોને જાણવાં જરૂરી છે. પરિગ્રહના મૂળમાં જોઈએ તો મમતા છે. આ મમતાથી જ આખો સંસાર સર્જાયો છે. તેના માટે અનેક હિંસાદિ પાપો થાય છે, જેના પરિણામે વેરનું બંધન ઉભું થાય છે અને એમાંથી દુઃખની પરંપરા પણ સર્જાય છે. સૌથી પહેલાં જો મમતાથી છૂટી શકાય તો તે પછી પરિગ્રહ અને હિંસાથી છૂટવું સહેલું છે. જીવનમાં મમતા બરાબર ઘર કરીને બેઠી છે. આજના ધર્મીઓથી મોહરાજા મજામાં : માટે જ મોહ કહે છે કે દુનિયાને ભલે જેટલી ધર્મ-ક્રિયાઓ કરવી હોય તેટલી કરે, જો એની મમતા જીવતી છે, તો મારે માટે ચિંતાનું કોઈ કારણ નથી. એ ભલે લાખો-કરોડોનું દાન કરે, જિંદગીભરનું શીલ પાળે, માસક્ષમણ, સિદ્ધિતપ, શ્રેણીતપ કરે, તીર્થયાત્રા કરે અને યાત્રા સંઘનાં આયોજન કરે, સામાયિક, પ્રતિક્રમણ કે પૌષધ કરે બાર વ્રતધારી શ્રાવક બને કે પંચ મહાવ્રતધારી સાધુ બને, પણ જો એની મમતા જીવતી જાગતી હોય, તો મને કોઈ ચિંતા નથી. હું નચિંત છું. આ ઉપરથી સમજો કે મમતા કેટલી ખતરનાક છે. આજે ચારેય બાજુ અનેક પ્રકારનાં ધર્માનુષ્ઠાનો, ધર્મપ્રવૃત્તિઓ થઈ રહી છે, અનેક લોકો હોંશે હોંશે તેમાં જોડાઈ રહ્યાં છે, તે જોઈને મોહની છાવણીમાં ચારેય બાજુ હલચલ મચવી શરૂ થઈ ગઈ. પણ મોહરાજાના પેટનું તો પાણીયે હાલતું નથી, એના અનુયાયીએ એને પૂછ્યું કે “આ બધા આટલી બધી ધર્મક્રિયાઓ કરે છે તો હવે એ તમારા સકંજામાંથી છૂટી જશે. આ બધું જોઈને તમને કાંઈ થતું નથી ?' મોહે ઠંડે કલેજે જવાબ આપ્યો - “જ્યાં સુધી એ મારો આપેલો જાપ જપે છે, ત્યાં સુધી હું નિશ્ચિત છું. કોઈ પણ વ્યક્તિ જ્યારે ધર્માનુષ્ઠાન કરે ત્યારે હું જોઈ લઉં છું કે એ મારો આપેલો જાપ તો કરે છે ને ? અને જ્યારે મારો આપેલ જાપ એને કરતો જોઉં છું, ત્યારે હું સાવ નિશ્ચિત થઈ જાઉં છું.” Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ – ૬ : “દેખતાને પણ “આંધળા બનાવે છે મમતા - 29 – 691 “અનાદિકાળથી મેં આ લોકોને બે મંત્ર આપ્યા છે અને તે મંત્રોને નિરંતર જપ્યા જ કરે છે. એટલે જ તો એ ગમે તેટલી ધર્મક્રિયાઓ - ધર્માનુષ્ઠાનો કરે તો પણ મને જરાય ચિંતા નથી.” માત્ર ઉપયોગ મૂકી લઉં છું કે મારો જાપ કરે છે કે નહિ ? પછી તે ભલે તીર્થયાત્રાએ જાય, ધન-દોલત લૂંટાવી દે. જીવનભરનું શીલ પાળે, તીર્થકરના સમવસરણમાં જાય કે આગળ વધીને દીક્ષા પણ લે એ પણ જો મારો જાપ કરતો હોય તો તે મારો જ રહેવાનો છે. એટલે કોઈને પણ ધર્મક્રિયા કરતો જોઈને મારે જરાય મુંઝાવા જેવું નથી.' આ મોહનો જવાબ છે. આપણે તારક ગિરિરાજની છાયામાં આવ્યા. ગુરુમહારાજની નિશ્રામાં આવ્યા, છતાં મોહ મરતો નથી. માટે તમારી સામે જોયું અને તે કહે છે, “મારો જાપ ચાલુ છે ?” તમે હા પાડી, એટલે એ નિશ્ચિત થઈ ગયો. તમે કોઈ જા૫ કરો છો ? જે જાપ કરતા હોય તે બોલો ? હું જોઉં છું કે તમે નિરંતર કોઈક જાપ કરતા જ હો છો, અને તમારો એ જાપ ચોવીસ કલાક ચાલુ હોય છે, દિવસે પણ ચાલુ હોય અને રાત્રે પણ ચાલુ હોય છે, જાગતા પણ ચાલુ હોય છે અને ઉંઘમાં પણ ચાલુ હોય છે. વ્યાખ્યાન સાંભળતી વખતે પણ ચાલુ હોય છે અને ખાતા-પીતી વખતે પણ ચાલુ હોય છે. ભલે તમારા હાથમાં કોઈ પણ પ્રકારની માળા ન હોય, આમ છતાં તમારો એ જાપ નિરંતર ચાલુ જ છે. કયો છે, જાણો છો ? સભાઃ અમે જાપ કરતા હોઈએ તો અમને તો ખબર પડે ને ? અમને તો આમાંની કાંઈ જ ખબર નથી કયો જાપ છે એ ? જ્યાં સુધી તમે ઉપયોગ ન મૂકો ત્યાં સુધી તમને ખ્યાલ ન આવે. ઉપયોગ મૂકો તો જ ખ્યાલ આવે એવો આ જાપ છે. સભા : કયો જાપ છે એ ? જગતને આંધળું બનાવનાર મહામંત્ર : કહું છું. એક મંત્ર છે ‘ગર્દી અને બીજો મંત્ર છે - “મમ' “હું અને મારું.' આ જાપ ચાલુ જ છે. શરીર એ “હું” અને શરીરના સુખમાં સહાયક થાય તે સ્વજન-પરિવાર, ધન Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ 692 – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! સંપત્તિ વગેરે “મારું. મોહનો આ મંત્ર છે. જે જગતને અંધ બનાવે છે. મોહનો આ મંત્ર જેટલો વધારે જપાય તેટલો અંધાપો ઘેરો બને છે. એ અંધાપાને કારણે આત્મભાન થતું નથી. જ્ઞાનાદિ સંપત્તિ તરફ નજર જતી નથી. હું આત્મા નહિ પણ “હું” શરીર. જ્ઞાનાદિ “મારું” નહિ પણ સ્વજન-સંપત્તિ વગેરે “મારું.” જ્યાં સુધી મોહ-મંત્રનો જાપ ચાલુ હોય ત્યાં સુધી આ ભ્રમ જીવતો જ રહેવાનો અને જ્યાં સુધી આ ભ્રમ જીવતો જ રહેવાનો ત્યાં સુધી હિંસાદિનાં બંધનો અને એનાથી સર્જાતાં કર્મનાં બંધનો વધુ ને વધુ દૃઢ થતાં જ જવાનાં. એનો એક પળ પણ ઉકલવાનો નથી અને આ સંસારને આંચ પણ આવવાની નથી. એ બંધનથી આત્મા બંધાય છે, નિરંતર બંધાય છે. તેથી જ સ્વરૂપની ઝાંખી થતી નથી. મને-તમને આત્માનો બોધ થતો ન હોય, સ્વરૂપની ઝાંખી થતી ન હોય તો તેની પાછળ આ “માં” અને “મ' નો સતત ચાલતો રહેતો જાપ જવાબદાર છે. માટે જ પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતે “જ્ઞાનસારમાં કહ્યું કે - “મદં મતિ મત્રોડ મોદશ નહિ હું અને મારું મોહનો આ મંત્ર જગતને આંધળું કરનાર છે.' સાક્ષાત્ તીર્થંકર ભગવંત હાજર હોય, સમવસરણ મંડાયું હોય, આપણે તેમાં બેઠા હોઈએ અને પાંત્રીસ અતિશયથી યુક્ત એવી પ્રભુની વાણી સાંભળવા મળે, પણ આ મોહનો જાપ ચાલુ હોય તો આપણને આત્મજ્ઞાન કે આત્મભાન થાય નહિ. આત્મા સમજાય નહિ, આત્મા ઓળખાય નહિ, આત્માની પ્રતીતિ થાય નહિ. જ્યાં સુધી આપણે “ગદં’ અને ‘મા’ નો જાપ બંધ ન કરીએ ત્યાં સુધી તારક તીર્થકરો પણ આપણને આત્માની પીછાણ કે અનુભૂતિ કરાવી શકે નહિ. માટે જ પહેલાં હું અને “મારું” આ જાપ બંધ કરવાની જરૂર છે.. ભલે તમે અહીં તારક તીર્થાધિરાજની પવિત્ર છાયામાં બેઠા છો. આમ છતાં જો તમારો “હું” અને “મારું” આ જાપ ચાલુ હશે તો તમને વળગેલાં વળગણો નહિ છૂટે. તેને કારણે જેમ વર્ષોની આરાધના નિષ્ફળ ગઈ તેમ આ વર્ષની આરાધના પણ એળે જશે. એવું ન બને તે માટે તમારે સાવધ થવાની અને આ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૬ : ‘દેખતા’ને પણ ‘આંધળા’ બનાવે છે મમતા - 29 જાપને બંધ કરવાની, છેવટે એની માત્રા ઘટાડવાની પણ જરૂ૨ છે. પર્યુષણમાં અઠ્ઠાઈનો તપ કર્યો હશે, દર વર્ષે ચોસઠ પ્રહરી પૌષધ કર્યા હશે, તો કોઈએ લાખો ને કરોડો રૂપિયા સાતક્ષેત્રમાં વાપર્યા હશે ! જેની એવી તાકાત નહિ હોય તેઓએ પણ પોતાની શક્તિ મુજબ દાન-ધર્મ કર્યો હશે. જિનમંદિરો બંધાવ્યાં હશે; ઉજમણાં-સંઘ-ઉપધાન-પૂજા-પ્રતિષ્ઠા વગેરે ઘણાં ઘણાં ધર્મકાર્યો કર્યા હશે; તે છતાં આત્મભાન કે આત્મજ્ઞાન કેમ ન થયું ? - એ વિચાર્યું ? એનું એક જ કારણ કે મોહનો આ જાપ બંધ કરવાનો કે ઘટાડવાનો ક્યારેય પ્રયત્ન જ ન કર્યો. એને ચાલુ જ રાખ્યો અને અવસર આવ્યો તો એની માત્રા પણ તમે વધારી દીધી. - આવા લોકોને જોઈને મોહ કહે છે, હું નિશ્ચિંત છું. જ્યાં સુધી આ જાપ બંધ નહિ થાય ત્યાં સુધી એને ક્યારેય આત્મબોધ કે આત્મદર્શન નહિ થાય અને જ્યાં સુધી આ ધર્મક્રિયાઓ કરનારને આત્મબોધ કે આત્મદર્શન નહિ થાય ત્યાં સુધી મારે ચિંતા કરવાનું કોઈ કામ નથી. ૧૪૧ ― - જ્યાં સુધી મોહનો જાપ ચાલુ છે ત્યાં સુધી આ ત્રુપ્તિજ્જ્ઞ પદ એમને અડવાનું નથી અને જ્યાં સુધી વ્રુન્ફિગ્ન પદ ન અડે, ત્યાં સુધી એ જીવ મોહની પક્કડમાંથી ક્યારેય ન છૂટે. 693 વૃપ્તિન પદ જેને અડે તેને જ મોહને ઓળખવાનું મન થાય અને જે મોહને ઓળખવાનો પ્રયત્ન કરે તે જ મોહથી બચવાનો પ્રયત્ન કરે અને જે મોહથી બચવાનો પ્રયત્ન કરે તે જ મોહથી બચી શકે. આખી ચર્ચાનો સાર એ છે કે મોહની વિડંબણાથી છૂટવું હોય, આત્મદર્શન કરવું હોય, આત્મસ્વરૂપ પ્રગટાવવું હોય તો મોહના ‘દં’ અને ‘મમ’ : આ બે મંત્રનો જાપ બંધ કરો ! સભા : મહારાજ સાહેબ અનાદિકાળની આ ટેવ છે.’એકસરખો અજપા-જપ ચાલુ છે અને તમે કહો કે, આને બંધ કરી ધો. તો એ એકદમ કઈ રીતે શક્ય બને ? આ જાપ ચાલુ રહે છતાં અંધાપાને ટાળી શકાય અને મોહને મહાત કરી શકાય એવો કોઈ રસ્તો હોય તો બતાવો ! ‘આ જાપ છોડવો નથી, છતાં બંધન તોડવું છે.’ એવા લોકો ઉપર પણ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કરુણા કરીને વચલો રસ્તો કાઢી આપ્યો છે. પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, તમારો આ જાપ ચાલુ રહે, છતાં Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ૩ - બંધન જાણો ! બંધન તોડો ! તમે મોહના અંધાપામાંથી છૂટી શકો એવો હું તમને ઉપાય બતાવું, પણ તમારે એ ઉપાય કરવો છે ? સભા ઃ બતાવો ! 694 એમ સીધે સીધું બતાવાય એવો આ સસ્તો માલ નથી. પહેલાં તૈયારી બતાવો. ફરી પૂછું છું - ‘આ જાપ તમારે કરવો છે ?’ ‘અદં’ અને ‘મમ’ કર્યા જ કરવાનું છતાં મોહના અંધાપાથી છૂટવાનો માર્ગ જે જ્ઞાનીએ બતાવેલો છે, તે મારે તમને બતાવવો છે. ઘણા લોકો કોઈને કોઈ જાપ કરતા હોય છે, પણ જ્યારે ઠેકાણું નથી પડતું, ત્યારે તેઓ કોઈને કોઈ અનુભવી પાસે જાય છે અને કહે કે, અમુક મંત્ર ગણું છું. છતાં કામ કેમ થતું નથી ? ત્યારે અનુભવી વ્યક્તિ એનો મંત્ર સાંભળ્યા પછી એમાં ખૂટતી કડી ઉમેરી આપે છે અને એ માટે ૩, હ્રૌં કે શ્રીં, છીં વગેરે શરૂઆતમાં જોડવાના બીજમંત્રો કે ૪: ૪: સ્વાહા, સ્વાહા કે ત્ ર્ જેવા પાછળ જોડવાના બીજમંત્રો એ મંત્રની સાથે જ્યાં જરૂ૨ હોય ત્યાં આગળ કે પાછળ જોડી આપે છે. તેમ પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંત પણ એ જ કહે છે કે, હું તમને તમારા જ મંત્રમાં એક બીજમંત્ર ઉમેરી આપું. તમારો જાપ ઉભો રહે. છતાં મારા આપેલા આ બીજમંત્રને તમારા મોહે આપેલા મંત્ર સાથે જોડવાથી મોહની નિદ્રામાંથી બહાર અવાય અને તમને આત્મદર્શન અવશ્ય થાય. દરેક જગ્યાએ એ બીજમંત્ર ઉમેરવાનો છે. સભા : આ રસ્તો ગમે એવો છે, કયો છે એ બીજમંત્ર ? એ જ તો મારે તમને બતાવવો છે. એ ચોક્કસ સારો અને હિતકારી પણ છે. છતાં તમને કેટલો ગમશે એ સવાલ છે. સભા : આટલો સારો ઉપાય નહિ ગમે, એવું આપ કેમ માનો છો ? આજ સુધીના તમારા માટે થયેલા અનુભવોને કારણે. સભા ઃ આપ નિરાશ ન થાઓ ! જો હું નિરાશ થયો હોત તો હું આ પ્રયત્ન જ ન કરતો હોત. આમ છતાં તમને એ માટે સજ્જ કરવા આ વાત કરી રહ્યો છું. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ૬ : ‘દેખતા’ને પણ ‘આંધળા’ બનાવે છે મમતા - 29 પછી જુઓ ચમત્કાર : સભા : તો આપ કહો કે એ બીજમંત્ર કયો છે ? જેમ તમારી આટલી બધી સાંભળવાની ઉત્કંઠા છે, તેમ મારી પણ તમને કહેવાની એટલી જ ઉત્કંઠા છે. તો હવે તમે સાંભળી લો કે એ બીજમંત્ર માત્ર એક જ અક્ષરનો છે અને એ છે ‘ન.’ તમે તમારો મોહે આપેલો ‘અરૂં’ અને ‘મમ’ નો મંત્રજાપ ચાલુ રાખો ! અને બરાબર એની આગળ આ ‘ન’ બીજમંત્ર જોડી દો. હવે બોલો ‘ન ગદં’ અને ‘ન મમ' આખો મંત્ર થયો ‘નાડã’ ‘ન મમ'. 695 શરીર એ ‘હું નથી’ અને આ જે કાંઈ દેખાય છે તે ‘મારું નથી.’ ચાલુ કરો આ જાપ અને પછી જુવો કે કેવો ચમત્કાર સર્જાય છે ? માટે જ તો પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું કે - 'अयमेव हि नञ्पूर्वः प्रतिमन्त्रोऽपि मोहजित् । ' “આ જ ‘અહં” અને ‘મમ’ મંત્ર ‘ન' પૂર્વક મોહને જીતનારો પ્રતિમંત્ર બને છે." હવે તમે અતૢ ને બદલે નાડદું અને ‘મમ’ ના બદલે ન મમ એટલું ચાલુ કરો. પછી જુવો કે મોહ કેટલો સહેલાઈથી જીતી શકાય છે ? ઞઢું અને મન મંત્રમાં લાંબો કોઈ ફરક નથી, માત્ર એની આગળ ‘ન’ ઉમેરો અને ચમત્કાર અનુભવો. અહં અને મમનું વિષચક્ર સીધું ‘અમૃતચક્ર' બની જશે. જે જાપથી અંધાપો વધતો હતો, તે જ જાપને ‘ન’ પૂર્વક ગણો એટલે પ્રકાશઅજવાસ-ઉજાસની પ્રાપ્તિ થશે. લોકોત્તર દૃષ્ટિ સાંપડશે. સભા : સાહેબ ! આ તો એકદમ સરસ અને સહેલું છે. સરસ જરૂર છે. પણ તમે માનો એવું સહેલું તો નથી જ. હા, માત્ર હોઠથી, બોલવું હોય તો સહેલું છે, પણ જો હૈયાથી બોલવું હોય તો કેટલું અઘરું છે, એ તો બોલશો એટલે ખબર પડશે. સારું જરૂર છે, પણ સહેલું છે કે નહિ તે અનુભવ કરીને તમારે મને કહેવાનું છે. પહેલાં જ ઘરે જાવ ને પત્ની મળે તો કહેજો કે, ‘તું મારી નથી.’ ગળામાં ચેન Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ 696 -૩ – બંધન જાણો ! બંધન તોડો ! – હોય ને કોઈ પૂછે કે, “કોની છે ?” તો કહેજો કે, “મારી નથી.' સહેલું છે એમ બોલનારને જવાબદારીનું ભાન તો હોવું જોઈએ ને. હજી લાખ રૂપિયા આપી દેવા સહેલા છે, પણ એ “મારા નથી' એમ માનવું બહુ અઘરું છે. જે લોકો ચાર મહિના માટે પરિવાર મૂકીને અહીં આવ્યા છે. તે લોકો અહીં રહીને પણ “મારી દીકરી - મારો દીકરો – મારી પત્ની – મારો પરિવાર’ એમ કર્યા જ કરે છે. લાખોનાં દાન કરવા સહેલા છે, પણ ધન મારું નથી એમ માનવું એ અતિકપરું છે. પત્ની, પરિવારથી વર્ષો સુધી દૂર રહેવું સહેલું છે, પણ પત્ની-પરિવાર મારા નથી – એમ માનવું એ અતિકપરું છે. ઘર-પેઢીથી દૂર રહેવું હજુ સહેલું છે, પણ ઘર-પેઢી મારાં નથી, એમ માનવું એ અતિકપરું છે. જ્ઞાની ભગવંતો કહે છે કે, તમે ગમે તેટલા રૂપિયાનું દાન કરો, છતાં મારુંમારું ન છૂટે કે છોડવાનો પ્રયત્ન ન કરો તો મમતાનું બંધન ન છૂટે. આખા દિવસમાં તમે કેટલા રૂપિયા વાપર્યા, તે મહત્ત્વનું નથી, પણ તમારી રૂપિયાની મમતા કેટલી છૂટી, અગર તો એ મમતાથી છૂટવાની તમે કેટલી મહેનત કરી, તે મહત્ત્વનું છે. રૂપિયાની મમતા ઘટે તો તમે આપેલા દાનની કિંમત છે અથવા તે ઘટે તે માટે વાપરો તો પણ તેની કિંમત છે, પણ રૂપિયાની મમતા વધારવા કે રૂપિયો વધુ મેળવવા વાપરો તો તેની કોઈ કિંમત નથી. મમતાની પાછળ પરિગ્રહ અને હિંસા: મમતાને કારણે જ તમે નવે નવ પ્રકારનો પરિગ્રહ ભેગો કર્યો છે. જમીન ભેગી કરી, સોનું ભેગું કર્યું, રૂપું-ચાંદી ભેગી કરી, પરિવાર ભેગો કર્યો. આ બધું શેના માટે ભેગું કર્યું? એક મમતાના વળગણને કારણે જ ને? સ્વજન-પરિવારની મમતા પોષવા અને પરિગ્રહને ભેગો કરવા - તેને સાચવી રાખવા, કેટકેટલી હિંસા કરી ? ચોવીસ કલાક હિંસા કર્યે રાખી. પછી તે પૃથ્વીના જીવોની હોય કે પાણીના જીવોની હોય, અગ્નિના જીવોની હોય કે વાયુના જીવોની હોય, વનસ્પતિના જીવોની હોય કે ત્રસકાયના જીવોની હોય, બેઈન્દ્રિય-તેઈન્દ્રિય કે ચઉરિન્દ્રિયના જીવોની હોય કે છેક પંચેન્દ્રિય જીવોની પણ હોય. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ – ૬ દેખતાને પણ “આંધળા બનાવે છે મમતા - 29 – 697 જેટલા મમત્વને વશ - પરિગ્રહના ગુલામ, તે બધા હિંસા વગેરે પાપો કરવાના જ. તે પાપને પરવશ પડેલા જીવો જગતના અનંતાનંત આત્માઓ સાથે પોતાનું વૈરને વધારવાના જ અને જો આ પરિસ્થિતિ આમને આમ જ ચાલુ રહી તો જ્ઞાની ભગવંતો કહે છે, જ્યાં સુધી આવી પરિસ્થિતિ ચાલુ રહેશે ત્યાં સુધી તે જીવો બંધનથી કોઈ રીતે નહિ છૂટવાના. શું તમારે ધર્મકરણી કરીને પણ આ જ પરિસ્થિતિમાં સબડ્યા કરવું છે? ક્ષેત્રની અપેક્ષાએ વિચારીએ તો ગરવા ગિરિરાજની પરમ પવિત્ર છાયા તમને સાંપડી છે, કાળથી પર્વાધિરાજની છાયા પણ હવે તરત જ તમને મળવાની છે. આ પરમપવિત્ર ક્ષેત્રમાં અને પરમપવિત્ર પર્વના દિવસોમાં બંધન તોડવાની કાંઈ તૈયારી કરવી છે ? આ તારક ઉપદેશ આપનારા ખુદ પરમાત્મા મહાવીરદેવનું જીવન તમને ગુરુમુખે સાંભળવા મળશે. ભગવાને સત્યાવીશ ભવ પહેલાં કેવી રીતે અને કેવું આત્મદર્શન કર્યું? આત્માને કેવી રીતે ઓળખ્યો?, આત્માને વળગેલાં કર્મનાં બંધનને કેવી રીતે ઓળખ્યાં ? એ બંધનને તોડવા માટે એમણે કેવો પ્રયત્ન કર્યો ? પાછાં નવાં બંધનો કેવી રીતે વધ્યાં ? અને છેલ્લા ભવમાં તે બંધનોને તોડવા માટે એક-એક ઉપસર્ગો અને પરીષહોને એમણે કેવી રીતે સહ્યા ? રત્નત્રયીની સાધના કેવી કરી ? અને એ દ્વારા અનંતકાળથી આત્માને વળગેલાં એ અનંતાનંત કર્મોનાં બંધનો એમણે કેવી રીતે તોડ્યાં ? અનાદિકાળથી અવરાયેલું પોતાનું અનંત ઐશ્વર્યયુક્ત આત્મસૌંદર્ય એમણે કેવી રીતે પ્રગટ કર્યું ? જગતને એના પ્રગટીકરણનો માર્ગ કેવી રીતે આપ્યો ? તે બધું આપણે સાંભળવાનું છે, સમજવાનું છે, એમાંથી પ્રેરણા અને માર્ગદર્શન મેળવવાનું છે અને શક્તિ-સંયોગ મુજબ એને અનુસરવાનું છે. માત્ર થોડી ક્રિયાઓ કરીને - કે થોડો ઘણો તપ-ત્યાગ કરીને સંતુષ્ટ બની જઈશું તો કામ નહિ થાય. આ ભવમાં બધાં બંધનોને તોડવાનું કામ શરૂ કરવું જરૂરી છે. આ અવસર જો ચૂકી ગયા તો તળાવે આવીને તરસ્યા જવા જેવું થશે. ફરી આ જીવન નહિ મળે ! ફરી આવી સામગ્રીઓ નહિ મળે. એકવાર ચૂકી ગયા, તો ક્યાં ચોર્યાશીનાં ચક્રાવામાં જતા રહીશું, એની પણ ખબર નહિ પડે ! ચૌદપૂર્વીઓ પણ શરીરાદિની મમતાવશ બંધન ઉભું કરી દે, તો છેક નિગોદમાં ચાલ્યા જાય Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ - - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 698 છે. ત્યારપછી ચારે ગતિમાં ભ્રમણ ઊભું થાય છે. માટે મળેલા અવસરને ચૂકવો ન જોઈએ. સૌએ પોતપોતાની શક્તિનું માપ કાઢવું જોઈએ. જેનામાં પણ શક્તિ હોય તેમણે તે મમતાને જડ-મૂળથી ઉખેડવા સજ્જ બનવું જોઈએ. એ માટે તેમણે નિર્ણય કરી લેવો જોઈએ કે, વહેલામાં વહેલી તકે સંસાર ત્યાગ કરવો છે. એ ન થાય ત્યાં સુધી હિંસાદિ પાપસ્થાનોને અને પરિગ્રહનાં બંધનોને નાથીને મમત્વને તોડવાનો પ્રયત્ન કરવો છે. કરે કોઈ ને શિક્ષા કોકને : તમે પૂરી ગંભીરતાથી વિચારો કે તમે કોની ઉપર મમતા કરો છો ? કોના માટે આ બધાં પાપ કરો છો ? રાત-દિવસ એક કરીને - અનેક કાળા-ધોળાં કરીને, આ બધું ભેગું કર્યું તે ભોગવશે બીજા અને તેની શિક્ષા તો તમારે એકને જ ભોગવવી પડશે. માટે જ પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજા “અધ્યાત્મસારમાં કહે છે કે - 'ममत्वेन बहून् लोकान्, पुष्णात्येकोऽर्जितैर्धनैः । षोढा नरकदुःखानां, तीव्राणामेक एव तु ।।११।।' પોતે કમાયેલા ધનથી મમત્વને વશ થયેલો એકલો માણસ ઘણા લોકોનું પાલન-પોષણ કરે છે. પરંતુ તીવ્ર એવાં નરકનાં દુઃખો તો એ એકલો જ સહન કરે છે.' પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતનાં આ વચનો ઉપર તમે થોડો વિમર્શ કરો ! એ માટે થોડી ક્ષણો સુધી તમે તમારી આંખ બંધ કરો અને તમારા જીવનની એકએક પળને આંખ સામે લાવો ! જેને તમે તમારાં સ્વજનો માન્યા, જેની સાથે તમે તમારા લાગણીના સંબંધો બાંધ્યા, તેમનું પાલન-પોષણ કરવા, તેમને રાજી રાખવા – સંતુષ્ટ કરવા, હિંસાથી માંડીને જૂઠ-ચોરી-દગો-પ્રપંચ-વિશ્વાસઘાત વગેરે કેટકેટલાં પાપો કર્યા. એક તેમને ખુશ રાખવા, કેટલી મજૂરી કરી; કેટલાંની ગુલામી કરી ? આમ છતાં આ બધું કર્યા પછીનું અંતિમ પરિણામ શું? શું તે તમારી સાથે આવશે? તમારું દુઃખ દૂર કરશે ? દુઃખમાં ભાગ પડાવશે ? તમને બચાવશે ? એનો જવાબ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ તમારી પાસે માંગે છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ – ૭ : “દેખતા'ને પણ “આંધળા' બનાવે છે મમતા - 29 – 699 એ જ રીતે જેણે પોતાના જીવનમાં એક માત્ર પૈસાનું – પરિગ્રહનું જ મહત્ત્વ માન્યું છે, તેવા લોકોએ પૈસાની મમતા ખાતર શું શું કર્યું છે, તે પણ વિચારો ! એક પૈસા ખાતર, જે માવતરે જન્મ આપ્યો, નાનામાંથી મોટા કર્યા, તેમની સામે પણ મોરચો માંડ્યો. એમની સામે પણ ત્રણ ત્રણ કોર્ટો સુધી લડ્યા. અનેક પ્રસંગે તેમને અપમાનિત કર્યા અને હડધૂત પણ કર્યા. જે ભાઈ વગર ચાલતુ ન હતું, જેની સાથે આખું જ બાળપણ વીત્યું પણ જ્યાં પૈસાનો પ્રશ્ન આવ્યો, ત્યાં તું કોણ” અને “હું કોણ ?' એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ. એમાંથી આગળ વધી એકબીજાનું મોઢું જોવાની પણ તૈયારી નથી રહી. જેને જેને તમે તમારા સ્વજનો માન્યાં છે, જેમને તમે મજૂરી કરીને પોષો છો, એનું લાલન-પાલન કરો છો અને એની પાસે તમે આશા રાખો છે કે, “આ બધા અમારાં છે, પાછળની જિંદગીમાં આ બધાં અમારું લાલન-પાલન કરશે, અમારું જતન કરશે. પરંતુ પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંત કહે છે કે -- 'इहामुत्र च न ते स्युस्त्राणाय शरणाय च' “આ જીવનમાં કે પરલોકમાં તે તમારું રક્ષણ પણ નહિ કરી શકે કે તમને શરણ પણ પૂરું નહિ પાડી શકે. જ્યારે અશુભ કર્મો ઉદયમાં આવશે ત્યારે નહિ તેઓ તમને બચાવી શકે કે નહિ તમે એમને બચાવી શકો. આજે આ બ્રહ્મજ્ઞાન નહિં થવાના કારણે એવા ઘણા અમને ય આવીને કહે છે કે, “સાહેબ ! ઘરડાં થઈશું એટલે દીકરા જાળવશે. આ તો અમારા ઘડપણની લાકડી છે. અમને સાચવશે,' આ જ સંવાદ આજથી ૩૦-૪૦ વર્ષ પહેલાં તમારાં માવતર તમને આંખ સામે રાખીને કરતા હતા. એથી અમને ઘણીવાર તમને પૂછવાનું મન થાય કે, “તમે તમારાં માવતરને કેટલાં જાળવ્યાં ? જો તમે તમારા માવતરને ન જાળવ્યાં, તો તમે તમારાં સંતાન પાસેથી તમને એ ઘડપણમાં જાળવે એવી આશા શી રીતે રાખી શકો ?' આમ છતાં કદાચ તમારો દીકરો લાયક હોય અને એ તમારી સેવા કરવાની ભાવનાવાળો પણ હોય, પણ એના સંયોગ એને સાથ આપશે જ અને એ તમારી સેવા કરી શકશે જ એવું પણ નિશ્ચિતરૂપે કહી શકાય તેવું નથી. અને માનો કે એ તમારી સેવા કરી પણ શકે છતાં એની સેવા તમને માફક Page #167 -------------------------------------------------------------------------- ________________ 700 ૧૪૮ - - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – આવે કે એનાથી તમને શાતા મળશે જ એ પણ નક્કી ન કહી શકાય. તમારી ભક્તિ કરનારો, તમારા પ્રત્યે સદ્ભાવને ધારણ કરનારો, તમારી એક એક આજ્ઞાનું પાલન કરનારો દીકરો પણ શું તમને રોગમાંથી બચાવી શકશે ? આવનાર મૃત્યુના મુખમાંથી બચાવી શકશે ? તમારા સ્વાર્થ માટે કે તમારી પત્ની-પરિવાર કે પુત્ર-પુત્રી માટે તમે જ કરેલાં પાપોનાં ફળ ભોગવવા માટે તમારે દુર્ગતિમાં જવાનો વારો આવશે તો તે તમને તેમાંથી બચાવી શકશે? આ બધી જ બાબતોને બહુ જ ગંભીરતાથી વિચારજો ! મમતાવશ જીવોની દશા કેવી: મમતાનાં આ બંધન માત્ર યુવાનોને કે પ્રૌઢોને જ હોય છે, એવું પણ નથી. છેક જવાને આરે બેઠેલા વૃદ્ધોને પણ આ મમતા એટલી જ સતાવતી હોય છે. કેટલીક વખત અમે માનીએ કે, હવે તો ૬૦-૭૦ વર્ષ થયા, એટલે મમતા ઉતરી ગઈ હશે ! પણ એ જ્યારે દીકરાનાં દીકરાને લઈને આવે ને તેની સાથે જે નાટકો કરે એ જોઈને પણ સાધુને શરમ આવે. એવા સમયે વહાલનાં નાટકો કરતાં કરતાં એ કહે કે, “વ્યાજ તો વહાલું હોય જ ને ?” એ બોલતી વખતે ય એના મોઢામાંથી પાણી છૂટતું હોય, ત્યારે કોઈ પણ વિવેકી વિચારકને થાય કે, આ જીવો આ રીતે મમતાનાં બંધનોને પંપાળી-પંપાળીને ક્યાં જશે ? આ મમતાને કારણે એમનું ચિત્ત નથી દેરાસરમાં ચોંટતું, નથી આરાધનામાં લાગતું. નથી તો એને આત્માનો વિચાર આવતો કે નથી તો એને પરમાત્માનો વિચાર આવતો, નથી તો એને પરલોકનો વિચાર આવતો કે નથી તો એને પરલોકમોક્ષનો વિચાર આવતો. મમતાનાં કારણે જો આ જ પરિસ્થિતિ બની રહી તો પરલોકમાં દશા શું થશે ? નિર્ધામણા - ભય : પહેલો પ્રસંગ : એકવાર એક સ્થળે એક મહાત્માને કોઈ શ્રાવકને ઘરે નિર્ધામણા કરાવવા જવાનું થયું. એમને જોતાં જ જે ભાઈ માંદગીમાં બિમાર હતા તે બોલી ઉઠ્યા કે - “મહારાજને કેમ લાવ્યા ? શું હવે મારે મારી જવાનું છે? ના માટે નથી મરવું. મહારાજને પાછા લઈ જાઓ. મારે તો હજુ જીવવું છે.” જાણે કે એ મહાત્મા યમના દૂત થઈને એમને લેવા ગયા હોય, એવી નજરે એ એમને જોતા હતા. મમતાવશ જીવોની કેવી દશા હોય છે ? – એનો આ એક નમૂનો છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ૬ : ‘દેખતા’ને પણ ‘આંધળા’ બનાવે છે મમતા – 29 સભા : નિર્યામણા એટલે શું ? તમે સામાન્ય કક્ષાનું પણ જૈન તત્ત્વજ્ઞાન પણ ભણ્યા નથી તેથી આવા પ્રશ્નો ઉઠે છે. નિર્યામણા જૈન ધર્મનો પારિભાષિક શબ્દ છે. એનો અર્થ થાય છે, અંત સમયની, મૃત્યુસમયની આરાધના કરાવવી. નિર્યામણા - મમતા : બીજો પ્રસંગ : આવો જ એક પ્રસંગ મારે અનુભવવાનો આવ્યો. એક ભાઈની છેલ્લી અવસ્થા સમજી મને નિર્યામણા કરાવવા લઈ ગયા. સ્વજનોને પણ ફોન કરીને બોલાવાયા હતા અને એક પછી એક આવી રહ્યા હતા. મેં પહોંચીને હિતશિક્ષા વગેરે આપીને નિર્યામણા કરાવવા નવકાર મંત્રનો પ્રારંભ કર્યો. નવકાર મંત્રનાં એક-બે પદ બોલ્યો, એટલામાં એ ભાઈ બોલ્યા, ‘દીકરીની દીકરી આવી ?' દીકરો કહે, ‘બાપાજી એ પછી, અત્યારે મહારાજ સાહેબ આવ્યા છે, માંગલિક સંભળાવે છે. એ તમે ધ્યાન દઈને બરાબર સાંભળો', તો એ પરિસ્થિતિમાં ય ડોળા કાઢીને બોલ્યા કે ‘એમને બોલવું હોય તો ભલેને બોલે, મેં ક્યાં ના પાડી છે. પણ બેબીનું શું થયું ? એ ક્યારે આવે છે ? મારે એનું મોઢું જોઈને પછી જ જવું છે’. અને પછી મારી તરફ આંખ ફેરવીને કહ્યું- ‘મહારાજ ! તમ- તમારે ચાલુ રાખો !' છેલ્લા સમયે પણ જેની આવી મમતા હોય, એનું ભવિષ્ય કેવું ? એ સ્થિતિમાં એનો જીવ નીકળે તો એની ગતિ કઈ થાય ? 701 નિર્યામણા - લોભવૃત્તિ : ત્રીજો પ્રસંગ : એક એવો જ બીજો પ્રસંગ બન્યો હતો. પરમતારક ગુરુદેવ નિર્યામણા કરાવવા ગયા. એક માંદગીગ્રસ્ત પિતાનો દીકરો બોલાવવા આવ્યો. દીકરાએ કહ્યું, ‘સાહેબ ! મારા પિતાજીએ પૈસો કમાવવા પાછળ આખી જિંદગી બરબાદ કરી છે. કાળી મજૂરી કરી છે. કાળા-ધોળા કરવામાં પાછું વાળીને જોયું નથી. છેલ્લા એક વર્ષથી હું એમને કહું છું કે, અમારે તમારો એક રૂપિયો જોઈતો નથી. તમારા હાથે જ આ બધું વાપરીને જાઓ, તો થોડું પાપ પણ હળવું થશે, પણ અમારી એક વાત સમજવા તૈયાર નથી, આપ આવીને સમજાવો અને આપનાથી સમજીને કાંઈક સુકૃત કરે તો એમનું ભવિષ્ય ઉજળું થાય.’ ‘અમે ઈચ્છીએ છીએ કે, એ એમની પૂરેપૂરી મૂડી વાપરી લે. ડૉક્ટરે પણ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૩ બંધન જાણો ! બંધન તોડો ! કહી દીધું છે કે, હવે ચોવીશ કલાકથી વધારે નથી. એટલે કૃપા કરીને આપ એમને બરાબર સમજાવજો !' ૧૫૦ ગુરુદેવ ત્યાં પધાર્યા. શાંતિથી એને સમજાવવાની શરૂઆત કરી અને એણે પણ બધી વાતમાં ‘હા’ એ ‘હા’ કરવા માંડી. એટલે એના દીકરાને સંતોષ થયો અને એ પછી એમનો દીકરો જ્ઞાનપૂજન, ગુરુપૂજન ક૨વા માટે મોટા થાળમાં રૂપિયાની થપ્પીઓ લઈને આવ્યો અને પિતાજી જે કાંઈ સુકૃત કરવાનું જાહે૨ કરે તે નોંધવા નોટ-પેન પણ લઈ આવ્યો. પણ જ્યાં એને રૂપિયાની થપ્પીઓ લઈને આવતો જોયો કે તરત જ ઈશારાથી ના, કહીને એને પાછી લઈ જવાનું કહેવા લાગ્યા. આ જોઈને એ દીકરાની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા અને કહ્યું કે ‘પિતાજી હવે તમારો છેલ્લો સમય છે. તમે તમારા હાથે જ વાપરી લો, અમે અમારું ફોડી લઈશું. આમાંથી એક પૈસો અમે અમારા કામમાં વાપરવાના નથી. તમારા ગયા પછી બધો જ ધર્માદો કરવાના છીએ. જેટલું તમે તમારા હાથે કરીને જશો, તેટલું તમારા ભેગું આવશે !' આમ કહીને દીકરાએ ખૂબ કાકલુદી કરી, પણ બાપ ન પલળ્યો તે ન જ પલળ્યો. એની મક્કમતા અડગ હતી. છેલ્લે આખી થાળીમાંથી એણે માત્ર રૂપિયો લીધો ને જ્ઞાનપૂજન કર્યું. દીકરાને કહ્યું, ‘આ થાળ લઈ જા.’ દીકરો ધ્રુસકે-ધ્રુસકે ૨ડી પડ્યો. એને થયું, મારા બાપની ગતિ કઈ થશે ? ગુરુદેવે તેને કહ્યું, ‘તેં તારું કર્તવ્ય પૂરું કર્યું. હવે તો જીવની જેવી ભવિતવ્યતા હશે તેવું પરિણામ આવશે' અને સાંજે જ સમાચાર મળ્યા કે ‘એ ભાઈ ગયા.’ 702 સ્વજન, સંપત્તિની મમતા કેવી હોય છે, એના આ નમૂના છે. તમે એવું નહિ માનતા કે આવી મમતા તમારામાં તો નથી જ, મમતાની લાગણીઓ અંદર ધરબાઈને બેઠી હોય છે. એવી કેટલીક લાગણીઓનો તો અવસર આવે ત્યારે જ ખ્યાલ આવે છે. જેમ કેટલીક વાર રાખમાં અગ્નિ ઢંકાયેલો હોય છે. તે નરી આંખે જોતાં ઓળખાય નહિં, પરંતુ જ્યારે એમાં ઈન્ધન પડે કે સીધો ભડકો થાય. એ રીતે મમતાના સંસ્કાર અંદર ઘર કરી બેઠા હોય, એ ન પણ દેખાતા હોય. પરંતુ કોઈક નિમિત્ત મળતાં બહાર આવે છે. નિર્યામણા – મોહ-અજ્ઞાન : ચોથો પ્રસંગ : એવો જ હજુ એક પ્રસંગ પણ કહ્યું. એક જુવાન. અઢાર વર્ષની ઉંમરનો - Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ – ૬ : “દેખતા'ને પણ “આંધળા' બનાવે છે મમતા - 29 - 703 ગંભીર રોગમાં પટકાયો. પરમતારક ગુરુદેવને નિર્ધામણા માટે વિનંતિ કરાઈ અને તેઓશ્રી તે માટે પધાર્યા. પૂજ્યશ્રીને અત્યંત ભાવપૂર્વક વંદન કરીને તે યુવાને કહ્યું, “ભગવંત ! આપનાં પુસ્તકો મેં વાંચ્યાં છે, સર્વવિરતિનો મહિમા સમજાયો છે. જીવનની સાર્થકતા એના સિવાય નથી. મને એટલું જ દુઃખ છે કે, સર્વવિરતિ લઈ ન શક્યો. આપ મારી સ્થિતિ જુઓ છો. અત્યારે સર્વવિરતિ લઈ શકું, એવી કોઈ મારી સ્થિતિ નથી, પણ આપ મને એક અભિગ્રહ આપો કે જો આમાંથી ઉભો થાઉં તો સર્વવિરતિ લેવી.” એની શુભ ભાવના જોઈ ગુરુદેવે અભિગ્રહ આપવાનો ચાલુ કર્યો ત્યાં જ એના બાપે ગુરુદેવને હાથ જોડીને વિનંતિ કરી કે “નહિ, મહારાજ સાહેબ ! એ નહિ, બીજું બધું બરાબર, પણ આ દીક્ષા-બીક્ષાનો અભિગ્રહ નહિ આપતા.” ગુરુદેવશ્રીએ એને સમજાવતાં કહ્યું કે હવે એની જીવવાની કોઈ આશા નથી. આ તો સાજો-નરવો થાય તો વાત છે અને બાર કલાકથી વધારે નથી, એમ ડૉક્ટરે કહ્યાનું તમે જ મને કહી ગયા છો. અત્યારે એને સર્વવિરતિના મનોરથ થયા છે, તો એ માટેનો અભિગ્રહ આપવામાં વાંધો શું ?' પણ એના બાપે તો એક જ જીદ પકડી કે, “ના, એ તો નહિ જ બને !” ગુરુદેવે પૂછ્યું કે “શું તમે એની છેલ્લે છેલ્લી ભાવના પણ પૂરી નહિ થવા દો ?” એની બીજી જે ભાવના હોય તે પૂરી કરું, પણ આ તો નહિ જ.” આ પરિસ્થિતિમાં મૃત્યુશધ્યામાં પડેલો દીકરો ગુરુદેવને કરગરતો રહ્યો, પણ એના બાપે એને નિયમ ન લેવા દીધો તે ન જ લેવા દીધો. છેવટે ગુરુદેવે છોકરાને કહ્યું, “તારા બાપા તને આ નિયમ મને નહિ આપવા દે, પરંતુ તું તારા મનથી લઈ લે. તારું જરૂર કલ્યાણ થશે” અને દીકરાએ પૂજ્ય ગુરુદેવની હાજરીમાં જ મનોમન નિયમ લીધો અને આંખના ઈશારે ખ્યાલ આપ્યો. ગુરુદેવે એના માથા ઉપર કરુણાભીનો હાથ મૂક્યો અને છેલ્લી નિર્ધામણા કરાવી તેઓશ્રી એની રૂમમાંથી નીકળ્યા અને હજી એ મકાનનાં પગથિયાં ઉતરે તે પહેલાં જ સમાચાર મળ્યા કે તેણે પોતાનો દેહ છોડી દીધો. મમતામાં અંધ બનેલાં મા-બાપ સંતાનોનું કેવું કારમું અહિત કહે છે ? તેનો આ ઉઘાડો નમૂનો છે. કોઈને માટે અભિપ્રાય આપવા આ બધું સાંભળવાનું નથી. તમારી જાતનું નિરીક્ષણ કરો કે, તેમને પોતાને કયાં-કયાં બંધન કઈ રીતે નડે છે ? Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ – – ૩ – બંધન જાણો ! બંધન તોડો– 704 બંધન જેને તોડવાં છે, તેવાં માવતરો પણ જોયાં છે કે આવે અને ગરુમહારાજને કહી જાય - “સાહેબ, એકનો એક દીકરો છે. અમારી એના ઉપર મમતા ખૂબ છે, પણ આપને દીકરો યોગ્ય લાગે તો દીક્ષા આપી દેજો, અમને પૂછતા નહિ.” આજે પણ એવાં મા-બાપ છે. મમતા તોડી આપે એવા કલ્યાણમિત્ર રાખો : બંધન જેને બંધન લાગતું હોય અને ખટકતું હોય તેવી વ્યક્તિ તે બંધનને તોડવા કેવો પુરુષાર્થ કરે છે ! તે પણ સમજવા જેવું છે. એક શ્રીમંત હતો. ધનની મમતા એને બહુ સતાવતી. એટલે એ જમાનાનો એ મોટો શ્રીમંત હોવા છતાં સારા કામમાં એ એક રૂપિયો પણ વાપરતો નહિ. આ પરિસ્થિતિમાં એકવાર એ પરમતારક ગુરુદેવના સંપર્કમાં આવ્યો, તેઓશ્રીનાં પ્રવચનો સાંભળીને એની ચેતના જાગૃત થઈ. આત્મમંથન કરતાં તેને પોતાની લોભવૃત્તિ ઉપર નફરત પેદા થઈ અને એનાથી છૂટવા માટે એ પરમતારક ગુરુદેવશ્રી પાસે આવ્યા અને એણે રોતી આંખે ગુરુદેવને કહ્યું કે મારી પાસે એટલા બધા રૂપિયા છે કે, એને ક્યાં રાખવા એ સવાલ છે. પણ સ્વભાવ એવો છે કે, એક રૂપિયો છૂટતો નથી. હું મરીને ક્યાં જઈશ ? કાંઈક આમાંથી છૂટવાનો રસ્તો બતાવો.” મહાપુરુષો કેવા હોય છે, એ મારે તમને બતાવવું છે. “આટલા અહીં આપી દે... આટલાં અહીં આપી દે...” એમ ન કહ્યું, પણ પૂછયું કે, તમારો કોઈ ધર્માત્મા કલ્યાણ મિત્ર છે ?” હાજી છે !' ‘તમે એમને બધી વાત કરી શકો ?' હાજી, કરી શકું.” તો તમે એક કામ કરો. તમારી બાર મહિનાની પરિસ્થિતિનો તેમને ખ્યાલ આપી દો કે, બાર મહિને આટલા વપરાય ત્યાં સુધી મને વાંધો નથી. જ્યાં લખાવવા જેવા લાગે ત્યાં લખાવી દેવા. મને બિલકુલ પૂછવું નહિ. તમે જ્યાં લખાવ્યા હશે ત્યાં રૂપિયા હું મોકલી દઈશ.” આ સાંભળી તરત તેણે એનો અમલ કર્યો અને પોતાના કલ્યાણમિત્રને પોતાની પરિસ્થિતિ જણાવી Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ – ૬: દેખતા'ને પણ “આંધળા બનાવે છે મમતા - 29 – 705 જવાબદારી પણ એમને સોંપી દીધી. એણે પોતાના કલ્યાણમિત્રને ત્યાં સુધી કહ્યું કે, “મારા તરફથી પારણાં કે અત્તરવાયણાં હોય તો મને નહિ બોલાવતા. હું એ પણ નહિ જોઈ શકું; પણ કરજો એવું કે મારો રૂપિયા લેખે લાગે. સભા એટલા હળુકર્મી તો ખરા ને ? ચોક્કસ, એટલે જ તો ગુરુદેવે તેમને માર્ગ બતાવ્યો અને તેમણે તે માર્ગ અપનાવ્યો, પુરુષાર્થ કર્યો અને બે વર્ષ પછી પરિણામ એ આવ્યું કે, “જો આ રીતે મારા રૂપિયા વપરાય જ છે તો હું મારા હાથે જ કેમ ન વાપરું?' એવા વિચારે એ પોતે જ રૂપિયા વાપરતા થઈ ગયા. સભા : પૈસા ઉપર મમતા ન રાખવી. એ વાત તો બરાબર છે, પણ સ્વજન-પરિવાર ઉપર મમતા ન રાખવી, એ બેસતું નથી. જે અમારા માટે મરી ફીટવા તૈયાર હોય, એના ઉપર પણ મમતા નહિ રાખવાની ? કોઈ કોઈનું નથી : બધા સ્વાર્થના જ સગાં છે ? | પહેલી વાત તો એ છે કે મમતા વસ્તુ જ એવી છે કે તે કોઈના ય ઉપર રાખવા જેવી નથી. બીજી વાત એ છે કે જે તમારા માટે મરી ફીટવાની તૈયારી રાખતા હોય, એ મરીને પણ તમને તો નહિ જ બચાવી શકે. તમારું બચવું કે ન બચવું તો તમારા પુણ્ય-પાપ ઉપર આધારિત છે. તમારા ઉપર કોઈની મમતા ઉપર આધારિત નથી અને ત્રીજી વાત એ છે કે જે કોઈ એમ કહેતું હોય કે હું તમારા માટે મરી ફીટવા તૈયાર છું, એમાં પણ કોઈ માલ નથી. સૌ પોતપોતાનાં સ્વાર્થનાં સગા છે. અપવાદને બાદ કરતાં કોઈ, કોઈને માટે મરી ફીટતું નથી. સભા : શું અમારે ઘરમાં જે પરસ્પર એકબીજા માટે જાન આપી દેવાની વાત થાય છે, તે સાવ ખોટી ? વ્યક્તિગત તો હું કોઈના માટે કાંઈ નહીં કહું. કારણ કે મારી પાસે કોઈના મનને સો ટકા જાણી શકે એવું કોઈ જ્ઞાન નથી. પરંતુ મોટા ભાગે કહું તો નરદમ જૂઠાણું છે. આવું બોલનારા એકબીજાના મર્યા પછી મજેથી જીવતાં તમે અને મેં અનેકને જોયાં છે. આમ છતાં આવા જુઠ્ઠા સંવાદો કરી, એકબીજાને મોહની લપેટમાં લેવાના અને મમતાનાં જાળાં ગૂંથવાના ખોટા પ્રયાસો શું કામ કરો છો ? Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ૩ બંધન જાણો ! બંધન તોડો ! - હવે આ બધી ઘેલછા છોડો અને વિવેકપૂર્વક વિચારો, એમાં જ તમારું હિત છે. આ સંદર્ભમાં પણ હું તમને એક સંન્યાસીની વાત કરું. 706 એક સંન્યાસી હતા, એ એમની રીતે સૌને સંસારનું સ્વરૂપ, સંબંધોની અસારતા અને વૈરાગ્યની વાતો સમજાવતા હતા. ‘કોઈ-કોઈનું નથી, સૌ સ્વાર્થના સગા છે. કોઈને પણ પોતાના માનવા અને એની ખાતર આ માનવભવ વેડફી નાંખવો તે જરાય યોગ્ય નથી. સૌ કોઈએ પુત્ર, પત્ની, પરિવારસ્વજનની મમતા છોડી આત્મસાધનામાં લાગી જવું જોઈએ તો જ આ માનવ જીવન સાર્થક બનશે, નહિ તો નિર્થક જશે.’ - આ સાંભળીને તે સભામાં બેઠેલો એક યુવાન ઉભો થયો. એણે જરા આક્રોશથી કહ્યું કે ‘સંન્યાસીજી ! આપ, આપની વાત આપની પાસે રાખો. એ બીજા માટે હશે, પણ મારી પત્ની તો મારા ઉપર એટલી બધી પ્રેમાળ છે કે, તે મારા વગર જીવી જ ન શકે. મારું મડદું પડે તો એનું ય મડદું પડે. અમારાં ખોળીયાં બે છે, પણ જીવ તો અમારા બેયનો એક જ છે. શું મારે સંસાર ત્યાગીને એની હત્યાનું પાપ વહોરવું ?’ સંન્યાસીજીએ હળવાશથી એને સમજાવતાં કહ્યું કે ‘ભાઈ, આ તારો ભ્રમ છે.’ મોટા ભાગના લોકોનો સંસાર આવા ભ્રમથી જ ચાલે છે. જો એ ભ્રમ તૂટે તો સંસાર છોડવો અને તોડવો બેય આસાન બની જાય. યુવાને કહ્યું કે ‘વગર અનુભવની વાતો માનવી એ મૂર્ખાઈ છે.’ ‘હું તને અનુભવ કરાવું તો પછી માને ?’ ‘અનુભવ કરાવો તો જરૂ૨ માનું !' યુવાનનો આ ઉત્તર સાંભળી સંન્યાસીજીએ કહ્યું કે - ‘પંદર જ દિવસમાં તને એક વિશેષ પ્રયોગ દ્વારા ખાતરી કરાવી આપું ત્યારપછી તો માનશે ને ?' એણે હા પાડી અને એ માટે એક યોજના નક્કી કરી અને એ યોજનાના ભાગરૂપે સંન્યાસીજીએ એને પ્રાણાયામ શીખવાડી દીધો અને શું શું કરવાનું, એ બધું તેને સમજાવી દીધું. એકવાર ઘરમાં સામાન્ય વાતાવરણમાં જ એ યુવાન પોતાની પત્ની સાથે વાતચીત કરતો હતો. એમાં એકાએક એ પછડાઈ પડ્યો. એના મોઢામાં ફીણ આવવા લાગ્યું. નાડીના ધબકારા ઘટવા લાગ્યા અને ધીમે ધીમે હૃદયના Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ – ૬: દેખતા'ને પણ “આંધળા બનાવે છે મમતા - 29 – 707 ધબકારા પણ બંધ થયા. આ જોઈને એની યુવાન પત્ની એકદમ ગભરાઈ ગઈ. એણે એને બોલાવવાનો, ઢંઢોળવાનો બહુ જ પ્રયત્ન કર્યો, પણ પરિણામ કાંઈ ન આવ્યું. એને થયું કે આ તો ગયો, હવે શું કરવું ? તરત જ એણે ભાવિનું આયોજન વિચારી લીધું અને એ તરત સ્વસ્થ થઈ – દરવાજે ગઈ – બહાર જોઈ લીધું, કોઈ નથી. તરત જ એણે ઘરનો દરવાજો અંદરથી બંધ કર્યો અને ઘરમાં જે કાંઈ સગેવગે કરવાનું હતું તે કરી લીધું. એ પછી એને થયું કે હમણાં બધા સગા-વહાલાં ભેગાં થઈ જશે અને ન જાણે ક્યાં સુધી આ રોવા-કકળવાનું ચાલશે. નહિ તો હું ખાવાની રહીશ કે નહિ તો પીવાની રહીશ. આમે ય એ બધાં સાથે રીત-રિવાજ મુજબ રડવું પણ પડશે. વગર તાકાતે આ બધું રડાશે ય શી રીતે ? એમ વિચારીને એણે આ બધું ચાલે ત્યાં સુધી ટકી શકાય તે માટે અત્તરવાયણું કરવાનું પણ નક્કી કરી લીધું અને એ સીધી જ પહોંચી ગઈ રસોડામાં ઝડપથી ચોખ્ખા ગોળ-ઘીનો શીરો બનાવીને પેટ ભરી લીધું અને ટાઢુબોળ પાણી પીને ગળું પણ ભીનું કરી લીધું. પછી એણે ઘરનો દરવાજો ખોલીને મોટી પોક માંડી. ને જેવાં બધાં ભેગાં થયાં કે તરત જ પોતાના ધણી ઉપર પડતું મૂક્યું અને મોટે મોટેથી રોવાનું ચાલુ કર્યું ? “મને આમ અધવચ્ચે મૂકીને ક્યાં ચાલ્યા ગયા ? હું તમારા વગર ઘડીભર નહિ જીવી શકું. આપણે જીવન-મરણના કોલ આપ્યા હતા. એ તે તમે કેમ તોડી નાંખ્યા ?” આ જોઈ સ્વજનો એને છૂટી કરવાનો, ઉઠાડવાનો પ્રયત્ન કરે છે, તો આ કહે છે કે હવે તો મારે સતી જ થવું છે. એમના માથાને ખોળામાં લઈને ચિતા ઉપર ચડવું છે. જલ્દી કરો, નહિ તો મારે ને એમને ખૂબ છેટું થઈ જશે. એમને મારા વગર નહિ ફાવે અને હું પણ એમના વગર હવે નહિ જીવી શકું.” સ્વજનોએ બહુ જ સમજાવીને એને શાંત કરી, છૂટી પાડી તો દીવાલના ટેકે માથું ઢાળીને રોવા લાગી અને એની સાથેના ભૂતકાળનાં પ્રેમનાં ગાણાં ગાવા લાગી. આ તરફ સ્વજનોએ હવે યુવાનને લઈ જવાની તૈયારી કરવા માંડી. એ માટેની ઠાઠડી પણ તૈયાર થઈ ગઈ. યુવાનને ત્યાંથી ઉઠાવી ઠાઠડી ઉપર ગોઠવવા બધાએ ઉપાડ્યો પણ એના પગની આંટી એ જ્યાં પડ્યો હતો, એની બાજુના થાંભલામાં પડી ગઈ હતી. પગની આંટી એટલી મજબૂત હતી કે છૂટી થઈ નહિ. શરીર એકદમ લાકડાં જેવું થઈ ગયું હતું. જે થાંભલામાં પગની Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ – – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – – 708 આંટી પડી ગઈ હતી, લાકડાંનો તે થાંભલો સુંદર ઝીણામાં ઝીણી કારીગરીવાળો હતો. એમાં કોઈએ કહ્યું, “ભાઈ, સુથારને બોલાવો અને આ થાંભલો કાપો.” સુથાર આવી ગયો અને થાંભલાને કાપવા જ્યારે એણે કરવત હાથમાં લીધું કે તરત જ એ યુવાનની પત્ની રોતાં રોતાં બોલી કે થાંભલો બનાવનારો ગયો ! હવે થાંભલો કાપશો તો પછી થાંભલો કરાવશે કોણ ? પગ તો આમેય બાળવાના જ છે, તો પગ જ કાપો ને ?' આ સાંભળતાં મરેલ તરીકે જાહેર થયેલા આ યુવાનને થયું કે હવે જો વધારે રાહ જોવા જઈશ તો પગ કપાઈ જશે. એટલે એણે ધીમે ધીમે શ્વાસની પ્રક્રિયા ચાલુ કરી હૃદયના ધબકારા ચાલુ કર્યા. કળ વળી ને ધીમેથી આળસ મરડીને ઉભો થયો. જાણે કશું જાણતો જ નથી એ રીતે એણે પૂછ્યું કે “બધા કેમ ભેગા થયા છો ?” બધાએ કહ્યું, “તું તો મરી ગયો હતો ! પણ તું ભાગ્યશાળી કે આવી સતી સ્ત્રી તને પત્ની તરીકે મળી, એના પ્રભાવે તારા પ્રાણ પાછા આવ્યા અને બધા ધીમે ધીમે વિખરાઈને ઘરે ગયા. એ પછી તો ઓલીએ પણ નાટક કરવાનું ચાલુ કર્યું. “હું તો તમારી પાછળ સતી થવાની હતી...” ત્યારે આ યુવાને કહ્યું કે “આ બધું નાટક રહેવા દે. મેં તારું બધું જ નાટક મારી સગી આંખે જોયું છે. તારે મારી પાછળ સતી જ થવું હતું તો મારા મર્યા પછી શીરો બનાવીને શું કામ ખાધો ? પણ કાંઈ વાંધો નહિ. દુનિયાનો આ સ્વભાવ જ છે. હવે જે કાંઈ સગેવગે કર્યું, એ પણ સંભાળજે અને ઘર અને થાંભલાને પણ સંભાળજે. હું તે આ ચાલ્યો. ઉપકાર એ સંન્યાસીજીનો છે કે જેણે મારી આંખ ઉઘાડી અને મને આ સંસાર જેવો છે તેવો ઓળખાવ્યો.” એ યુવાનને સ્ત્રીરૂપે બંધન ઓળખાયું તો એ ચાલી નીકળ્યો. તમને ક્યારે ઓળખાશે ? સ્વાર્થી દુનિયાનો એક નમૂનો : સ્વજન-પરિવાર પણ બંધન છે એવું સમજાય તે પુણ્યાત્મા કઈ રીતે પોતાનાં એ બંધનને તોડી સંસાર છોડી ત્યાગ-વૈરાગ્યના પંથ સંચરી જાય છે તે દર્શાવતો આવો જ એક બીજો પણ પ્રસંગ આવે છે. વાત નીકળી છે તો કહી દઉં - આવા જ બીજા એક સંન્યાસી હતા. એમનો પણ આવો જ વાર્તાલાપ હતો અને આવો જ ઉપદેશ હતો. જેને સાંભળવા છતાં એક યુવાનને આ વાત ગળે Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ – ૬ : દેખતાને પણ “આંધળા બનાવે છે મમતા - 29 - 709 ઉતરતી નહોતી. એણે સંન્યાસીજીને કહ્યું કે “આપની આ બધી વાત બરાબર હશે. પણ મારા પરિવાર માટે લાગુ પડતી નથી. મારા આખા પરિવારને મારા ઉપર એટલો બધો પ્રેમ છે કે તેઓ એક એક જણ મારા માટે પોતાના પ્રાણ પાથરવા – પ્રાણોની ન્યોછાવરી કરવા તૈયાર છે. સંન્યાસીએ કહ્યું, “આ તારો ભ્રમ છે” પણ એ વાસ્તવિકતાને ભ્રમ શી રીતે માનું ? મારો અનુભવ સાચો કે આપના અનુભવની વાત સાચી ?' એમ જ્યારે યુવાને કહ્યું ત્યારે એ સંન્યાસીજીએ કહ્યું કે – “હું તને પ્રતીતિ કરાવે તો તો તું મારી વાત માને ને ?” યુવાને કબૂલ કર્યું. સંન્યાસીજીએ એ માટેની આખી જ યોજના યુવાનને સમજાવી અને તે યુવાન પણ એ સમજીને ઘરે ગયો. ઘરે પહોંચીને ઉંબરામાં પગ મૂકતાં જ એ પછડાઈ પડ્યો અને એના મોંઢામાંથી તીખી ચીસ નીકળી ગઈ. એકાએક બધા ભેગા થઈ ગયા, “શું થયું ?' પેટમાં દુઃખે છે, જીવ નીકળી જાય છે.” બે હાથ પેટમાં દબાવીને એ રાડારાડ કરે છે. શરીર આખું એનું બેવડ વળી ગયું છે અને “બચાવો, બચાવો, મરી જાઉં છું. હમણાં જ મારો જીવ નીકળી જશે ! હવે મારાથી સહન નહીં થાય. કાંઈક કરો અને મને બચાવો,’ એમ એ રાડારાડ અને ચીસાચીસ કરે છે. બે દુઃખાવા એવા છે કે, જેને કોઈ પારખી ન શકે. એક - પેટનો દુઃખાવો ને બીજો માથાનો દુઃખાવો. આ તો ઉછળે છે ને પટકાય છે, ઉછળી ઉછળીને પટકાય છે. એનો પરિવાર ચિંતાતુર થઈ વૈદ્યો-હકીમો બધાને બોલાવે છે. બધા નાડી જુવે છે ને કહે છે - નાડી તો સ્વસ્થ છે. એનો ક્યાંય પગ પડી ગયો હશે. એટલે ભૂવાઓને-માંત્રિકો, તાંત્રિકો પણ બોલાવે છે. એ આવ્યા. પણ એનાથીએ કાંઈ ન વળ્યું, એટલે એ પણ નિરાશ થઈને ચાલ્યા ગયા. આની ઉપરાઉપરી ચીસો ચાલુ જ છે. આમ બે-ત્રણ દિવસ નીકળી ગયા. બધા સ્વજનો ભેગા થઈ ગયા અને આવેલા એ બધા જે કોઈ ઉપાયો બતાવે, તે બધા જ એ કરે છે. પણ પરિણામ કાંઈ આવતું નથી. ત્રીજા દિવસે નિરાશ થઈને કેટલાક સ્વજનો ઘરની બહાર ઓટલા ઉપર બેઠા હતા, એવામાં ત્યાંથી પેલા સંન્યાસીજી Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ - - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 710 નીકળ્યા. એમને જોઈને સ્વજનો એમના પગમાં પડી ગયા અને બધી વાત કરીને દીકરાને બચાવી લેવા વિનંતિ કરતાં કહ્યું કે - “બાવાજી ! વૈદ્યો-હકીમોચિકિત્સકો-માંત્રિકો-તાંત્રિકો બધા જ આવી ગયા પણ એ બધાએ હાથ ખંખેરી નાંખ્યા છે. હવે ડૂબતો તરણું પકડે. તો આપ જ એને બચાવી શકશો.” સંન્યાસીજીએ કહ્યું, ‘અચ્છા ! ચલો, મૈં દેખતા હું.” એમ કહીને સંન્યાસીજી અંદર આવ્યા. બન્નેની આંખો મળી ગઈ. સંન્યાસીજી ધ્યાનમાં બેઠા. દસ-પંદર મિનિટ બરાબર ધ્યાન કર્યું. પછી કહ્યું, “ભયંકર દુઃખાવો છે. છોકરો બચે એ શક્ય લાગતું નથી.” બધા પગ પકડે છે, આજીજી કરે છે અને કહે છે, “કુછ કિજીએ બાવાજી.” સંન્યાસીજીએ કહ્યું કે “રાસ્તા હૈ, લેકિન બહોત કઠિન હૈ.' આ લોકોએ કહ્યું કે, “બાવાજી તમે જે કહેશો તે કરવા તૈયાર છીએ, પણ કાંઈક કરો.” સંન્યાસીજીએ કહ્યું કે, “ઠીક હૈ, દૂધ લે આઈએ.” એ લોકો દૂધનો લોટો ભરીને લઈ આવ્યા. બાવાજીએ મંત્રોચ્ચાર ચાલુ કર્યા. એમાં બે-ત્રણ વખત કુંકો મારી. એ પછી એ લોટાને યુવાનના આખા શરીર ઉપર ત્રણ વખત ફેરવ્યો ને ઉતાર ઉતાર્યો. પછી સંન્યાસીજીએ કહ્યું, “સાંભળો ભાઈ ! વાત એવી છે કે, આનો રોગ આમાં ઉતાર્યો છે. આ કોઈને પીવો પડશે અને જે પીશે તે મરી જશે અને છોકરો જીવી જશે.” સંન્યાસીજીએ એ યુવાનના પિતા સામે જોયું અને કહ્યું કે, “આપ પી લીજીએ.” આ સાંભળી છોકરાના બાપાએ કહ્યું કે, “આ ઘરની જવાબદારી મારા ઉપર છે. હું ચાલ્યો જઈશ તો આ લોકોનું થશે શું ?' છોકરાની મા સામે અને બહેન સામે જોઈને સંન્યાસીજીએ એમને પણ કહ્યું, તો તે લોકોએ પોતાની આંખો જ નીચી ઢાળી દીધી. તે પછી સંન્યાસીજીએ એ યુવાનની પત્નીને કહ્યું, “આપ પી લીજીએ. આપકા સૌભાગ્ય અખંડ રહ જાએગા.” ત્યારે એની પત્ની બોલી કે – “આ પીને હું મરી જાઉં, પછી એ જીવે કે મરે, એથી મને શું ફાયદો ?” આ પછી છેલ્લે સંન્યાસીજીએ જેમના જવાના દિવસો ગણાઈ રહ્યા હતા, એવા યુવાનના દાદીમાને કહ્યું, “માજી ! આપ પી લીજીએ. આપકો તો જાના હી હૈ,” Page #178 -------------------------------------------------------------------------- ________________ ૬ : ‘દેખતા'ને પણ ‘આંધળા’ બનાવે છે મમતા - 29 એમણે કહ્યું, ‘હજી મારે નવી દુનિયા જોવાની બાકી છે.’ બધાએ ના પાડી દીધી. ત્યારે યુવાને પોતે બધાને આજીજી ભર્યા સ્વરે કહ્યું કે, ‘કોઈક તો મને બચાવી લો !' ત્યારે કોઈએ યુવાન સામે જોયું પણ નહિ કે એને કોઈ જવાબ આપ્યો પણ નહીં. ૧૫૯ - આ પછી સંન્યાસીજીએ એ બધા સામે જોઈને કહ્યું કે, ‘અચ્છા તો મૈં પી લૂં ?’ આ સાંભળી બધા એકી અવાજે બોલી ઉઠ્યાં - ‘હા - હા બાબાજી ! આપ પી લીજીએ.’ બાવાજી મરે એમાં એમનું શું જવાનું હતું ? છે ને સ્વાર્થી દુનિયા ! www 711 સભા : સાહેબ બધે એવું જ હોય છે. આ સમજ્યા પછી પણ તમને જાગવાનું મન નથી થતું ને ? સભા : સાહેબ ! એ પછી બાવાજીએ શું કર્યું ? આ સાંભળી બાવાજીએ દૂધનો ગ્લાસ ગટગટાવી દીધો ને ઉભા થઈ બહાર નીકળી ગયા. આ જોઈને પેલો યુવાન પણ તરત જ ઉભો થઈને તેમની પાછળ ચાલવા માંડ્યો. આ જોઈને બધાએ કહ્યું કે, ‘અરે, તું ક્યાં જાય છે ?' ‘જેણે મારા ખાતર મોતને પીધું, તેની પાછળ...' યુવાનનો આ જવાબ હતો. સભા : સાહેબ ! અમને પણ કોઈક આવો ચમત્કાર બતાવો તો અમે પણ જાગી જઈએ. તમારા જીવનમાં તો આવી અનેક ઘટનાઓ બની ગઈ. પણ એને જોવા તમે આંખ ખુલ્લી રાખો તો કામ થાય. હંમેશ માટે મમતા ત્યાગની વાત તો જવા દો, પણ આવનાર પર્યુષણના આઠ દિવસ પૂરતી મમતા છોડી શકો તોય મમતા ત્યાગની શુભ શરૂઆત થાય. એકવાર નક્કી કરી લો કે, આ આઠ દિવસ માટે કોઈને મળવાનું નહિ. પૌષધ વ્રતની જ આરાધના કરવી છે. પત્નીને પણ કહી દેવાનું કે ‘તમે પણ આ આઠ દિવસ પૌષધ વ્રતની જ આરાધના કરજો.' આ આઠ દિવસ આપણે એકબીજાને મળવું નથી. આવતીકાલથી જેની શક્તિ હશે તે ચોસઠપ્રહરી પૌષધ કરવાના ને ? એમાં ન્હાવા નહીં મળે તો ચાલશે, પરસેવો થશે તો પણ ચાલશે, સંથારે ઉંઘ નહિ આવે તો પણ ચાલશે. ગમે તેવી અગવડ પડશે તો પણ અમારે ચોસઠ પ્રહરી Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 712 પૌષધ તો કરવા જ છે. એવી પણ તમારી ભાવના ખરી ને ? જે પૌષધવ્રતમાં નહિ જોડાઈ શકે તે યથાશક્ય અને દાન, શીલ, તપ-ધર્મની આરાધનામાં જોડાઈ જવાના ને ? એમાં ક્યાંય ધનની, શરીરની મમતા તો આડે નહિ આવે ને ! એટલા પૂરતી ય મમતાને નાથવાની તૈયાર કરવી છે ને ? સભા: પૌષધ અને તપ તો શક્તિ હોય તે મુજબ થાય. બાકી પર્યુષણના દિવસમાં દાન તો દરેક પોતપોતાની રીતે કરે જ છે ને ? આ બધું પણ બોલવા જેવું નથી. જે કરે છે તે ખરેખર અનુમોદનીય છે, પણ એની પાછળ નહિ કરનારાએ પોતાની જાતને છુપાવવી એ યોગ્ય નથી. ધર્મ-અનુષ્ઠાન પણ મમતાથી થાય એમ બને : કેટલાકને તો હજુ પૌષધ અને તપ માફક આવે, પણ રૂપિયા ખર્ચવા જરાય માફક નથી આવતા. દરેકની મમતા અને મમતાનાં રૂપ નવાં નવાં હોય છે. આના અનુસંધાનમાં ય એક પ્રસંગ જાણવા જેવો છે. એક ગામમાં એક સુપ્રસિદ્ધ આચાર્ય ભગવંતનું ચોમાસું બરાબર જામ્યું હતું. ગામમાં જેને ઠીકઠીક કહી શકાય એવા સુખી લોકો રહેતા હતા. આજુબાજુનાં નાના ગામમાં રહેનારા લોકો સામાન્ય અને મધ્યમ હતા. એમનાં ગામમાં આર્થિક અનુકૂળતાના અભાવે નાના-મોટા સંઘનાં કામ અટકેલાં હતાં. એટલે એ બધાને આ ચોમાસામાં આશા બંધાઈ કે મોટા ગુરુદેવ પધાર્યા છે, તો આ વખતે આપણું કામ થઈ જશે અને એમ સમજી એમણે પોતપોતાના સંઘને લગતા કામની અરજીઓ એ ગામના સંઘ ઉપર મોકલવા માંડી અને જણાવ્યું કે આ માટે અમે આપને ત્યાં પર્યુષણ દરમ્યાન આવશે. આ બધી અરજીઓ જોઈ એ ગામના શ્રીમંતો મનોમન મુંઝાયા હતા. એમની આર્થિક સદ્ધરતા જોતાં આવેલી અરજીઓ પાર પાડવી એ એમને માટે મોટી વાત ન હતી, પણ એ માટે ઘસાવાની એમની માનસિક ઉદારતા ન હતી, એટલે એ બધા ભેગા થયા. અંદરોઅંદર વિચારણા કરતાં એમને એક ઉપાય જડી આવ્યો અને ભારે થયેલા ચહેરા હળવા થઈ ગયા. એક વાત ધ્યાનમાં રાખજો કે મમતા જેમ ધર્મ કરતાં રોકે છે, તેમ ક્રિયારૂપ ધર્મ કરવાની પ્રેરણા પણ એ આપે છે. એ કાળમાં નિયમ હતો કે, સામાયિક કે પૌષધ લીધું હોય, તે દરમ્યાન ટીપ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૬ : ‘દેખતા’ને પણ ‘આંધળા' બનાવે છે મમતા - 29 લખાવાતી ન હતી. તેથી આ બધાએ નક્કી કર્યું કે આ વર્ષે આપણે બધાએ ચૌસઠપ્રહરી પૌષધ કરવા. કારણ કે ટીપો આવશે તો સૌએ પોતપોતાની રીતે લખાવવા તો પડશે જ અને જો નહિ લખાવીએ તો આપણું ખરાબ લાગશે. એના કરતાં જો પૌષધ કરીએ તો પૈસા લખાવવા ન પડે અને ત્યાગીમાં નંબર લાગશે એ મફતમાં. આમ વિચારીને તેઓ ગુરુભગવંત પાસે ગયા અને કહ્યું, ‘સાહેબ ! આપનાં વ્યાખ્યાનો સાંભળીને આ વખતે અમને સૌને ચોસઠ પ્રહરી પૌષધ કરવાની ભાવના થઈ છે.’ અમે સાધુઓ તો બધાને સીધી નજરે જોનારા. એટલે આચાર્ય મહારાજને બીજો કોઈ વિચાર પણ ન આવ્યો. ઉપરથી આનંદ થયો કે કેવા પુણ્યાત્મા છે ! બીજે દિવસે સવારે બધાએ પૌષધ ઉચ્ચર્યા. એક એકના ચહેરા ઉપર આનંદ હતો. એ સ્પષ્ટ કરવાની જરૂર નથી કે એ આનંદ પૌષધનો ન હતો, પણ ‘રૂપિયા બચી ગયા' એનો હતો. એ આનંદ ધર્મના ઘરનો નહિ પણ મોહના ઘરનો હતો. ૧૯૧ વ્યાખ્યાનના સમયે આજુબાજુના ગામમાંથી ટીપવાળા આવ્યા. આવનાર અગ્રણીઓએ ઊભા થઈને આચાર્ય ભગવંતની રજા લઈ પોતપોતાના સંધોની જરૂરિયાત મુજબની રજૂઆત કરી પરંતુ અહીંના આગેવાનો બધા જ પૌષધમાં હોઈ ટીપ આગળ ન વધી. છેવટે ટીપ કરવા આવનારાય મુંઝાયા. આ વખતે મોટા ભાગના પૌષધધારી શ્રીમંતો અંદર મલકાતા હતા પરંતુ એમનામાંથી જ એક ભવભીરુ નીકળ્યો. એને થયું કે ‘આપણે મહારાજ સાહેબને છેતર્યા.’ આખી રાત એને ઊંઘ ન આવી. બીજા દિવસે વહેલી સવારે એ મહારાજ સાહેબ પાસે ગયો અને પૂછ્યું કે, ‘મહારાજ સાહેબ ! આપનો અમારા માટે શું અભિપ્રાય છે ?’ આચાર્યશ્રીએ કહ્યું, ‘બહુ સારો. ક્યારેય સામાયિક-પૌષધ નહિ કરનાર, તમને સૌને એક સાથે ચોસઠપ્રહરી પૌષધ કરવાનો ભાવ જાગ્યો અને એ તમે શરૂ પણ કર્યા. એથી અનુમોદના કરવાનું મન થાય છે.’ --- 713 આ સાંભળીને આંસુ સાથે પેલા શ્રાવકે પૂછ્યું કે, ‘મહારાજ સાહેબ ! આપ એમ માનો છો કે, આપની વાણીની અમારા ઉપર બહુ અસર થઈ છે ?' ‘મારી નહિ ! ભગવાનની.' બહુ જ સહજતાથી આચાર્યશ્રીએ ઉત્તર આપ્યો. એ સાંભળી ભીની આંખે એ શ્રાવકે કહ્યું કે, ‘મહારાજ સાહેબ, એમ નહિ, આપને ખબર છે - અમે બધાએ પૌષધ કેમ કર્યા છે ?' Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! - 714 ના, કેમ ! એમાં બીજું કાંઈ કારણ છે ?” હા, સાહેબ ! કારણ એવું છે કે, આજુબાજુના સંઘોમાંથી અરજીઓ ખૂબ આવી છે, એમાં રૂપિયા લખાવવા ન પડે એટલે અમે બધાએ આ પૌષધ કર્યા છે.' મહારાજ સાહેબે એ પુણ્યશાળીને કહ્યું કે, “સારું કર્યું કે તમે મને જાણકારી આપી દીધી. હવે એનો રસ્તો થઈ જશે.” એ દિવસે વ્યાખ્યાનમાં ગુરુદેવે કહ્યું, “મહાનુભાવો ! સામાયિક કે પૌષધમાં ઉત્સર્ગમાર્ગે તો પૈસા કે ટીપ લખાવાય નહિ, ચડાવા-ઉછામણી પણ બોલાય. નહિ પણ અત્યારના સંયોગો જોતાં અપવાદ માર્ગ પૌષધમાં જેને ટીપ લખાવી હોય તે લખાવી શકશે.' આ સાંભળતાં જ પૌષધ કરનારાઓને ધ્રાસકો પડ્યો. એમને થયું કે, “પૌષધ ગળે વળગ્યા ને પૈસા લખાવવાના તો ઉભા જ રહ્યા.” બીજા જ દિવસે ટપોટપ બધા પૌષધ પાળવા લાગ્યા. મહારાજ સાહેબે કહ્યું, “કેમ ભાઈ ! તમે તો ચોસઠપ્રહરી કરવાના હતા ને ?' જવાબ આવ્યો “મહારાજ સાહેબ! આ બધા નવા નવા છે એટલે અઘરા પડે છે.” મહારાજ સાહેબને એમને કાંઈ કહેવા જેવું ન લાગ્યું, એટલે ન બોલ્યા. મમતા જીવો પાસે કેવાં કેવાં નાટકો કરાવે છે ? એના આ બધા નમૂના છે. આ બધી બાબતો ઉપર પૂરી ગંભીરતાથી વિચારજો ! તમારી જાતને અને જીવનને સતત જોવાનો પ્રયત્ન કરજો અને એમાં તમને જ્યાં જ્યાં મમતાનાં બંધનો દેખાય તેને ઢીલા પાડવાનો પ્રયત્ન કરજો. એ માટે પ્રભુના એ વચનને સતત યાદ રાખજો કે - “મમાડ઼ પૂરું વી’િ મમતાને વશ પડેલો અજ્ઞાની જીવ અન્ય, અન્ય જીવો ઉપર આસક્ત થઈ ચાર ગતિરૂપ સંસારમાં રઝળ્યા કરે છે. જો તમારે સંસારમાં નથી રઝળવું તો આ મમતાની રમતો ને અને એના દારૂણ પરિણામોને સતત નજર સામે લાવી એનાથી બચવાનો પ્રયત્ન કરજો ! આ વિષયની આગળની વાતો હવે પર્યુષણ પછી જ થઈ શકશે. (નોંધ : શ્રા. વ. ૧૧ થી પર્યુષણ શરૂ થતા હોઈ આઠ દિવસ અષ્ટાબ્લિકા અને કલ્પસૂત્રનાં પ્રવચનો થયાં. ભા. સુદ-૫ થી ભા. સુ. ૮ સુધી પ્રવચનો બંધ રહ્યાં. ભા. સુ. ૯ મે રવિવાર હોઈ “સૂયગડાંગપરનું પ્રવચન બંધ હતું, ત્યારબાદ ભા. સુ. ૧૦થી આ વિષયનાં પ્રવચનો ચાલુ થયાં હતાં.) Page #182 -------------------------------------------------------------------------- ________________ ૭ – પૈસાવાળો સુખી છે-એ વાત ભૂલી જાઓ! 30 - વિ. સં. ૨૦૫૮, ભાદરવા સુદ-૧૦, સોમવાર, તા. ૧૯-૯-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • શત્રુઓ ન વધારો ! એથી દુઃખ જ વધે છે : રૂપિયો છે તો દુઃખ છે. : આજના શ્રીમંતોની હાલત : ♦ ધનથી ધર્મ થતો નથી ધન છોડવાથી જ ધર્મ થાય : • લક્ષ્મણ જેવાનો બચાવ ન થયો તો તમારો શી રીતે થશે : ♦ દેવો પણ મમતાના ગુલામ ઃ • મમતાને તોડવાના ઉપાયો : • ભૌતિક સ્વાર્થ હોય ત્યાં પરોપકાર ન હોય : · બચવું હોય તો બધું છોડો ! • ધન મળે ધર્મથી જ, પણ મેળવવું એ ધર્મ નહિં • તમે ધર્મ ન કરી શકો એ ચાલશે પણ... · હૈયું સમજે તો આચારમાં આવતાં વાર નહિં : ♦ પાપ કરનાર કરતાં પાપના વિચાર કરનાર વધુ પાપ બાંધે એમ પણ બને : ‘ઘરડાને ઝાઝેરી’ કહેવાય તેનો એક નમૂનો ઃ ♦ આ હિતની વાત છે, ટેન્શનની નહિં : વિષય : ઘન અને સ્વજનનો આધાર નકામો. બંધનના કારણરૂપ પરિગ્રહ, હિંસા અને મમત્વ અંગેની વિગતથી વાતો કર્યા બાદ એનો ઉપસંહાર કરતાં શાસ્ત્રકાર પરમર્ષિ પાંચમા શ્લોકમાં ધન અને સ્વજનનો આધાર કેવો તકલાદી છે તે જણાવે છે. જ્યારે રોગાદિ આપત્તિઓ આવી પડે છે ત્યારે ધન પણ નકામું બની જાય છે અને સ્વજનો પણ નકામાં બની જાય છે. અઢળક ધન-સંપત્તિ અને મોટું વિશાળ કુટુંબ હોવા છતાં મોટા મોટા ચક્રવર્તીઓ, વાસુદેવો અને રાજવીઓને પણ દુ:ખથી, જરાથી, મોતથી અને દુર્ગતિથી કોઈ બચાવી શક્યું નથી; એ જ બતાવી આપે છે કે ધનસ્વજનાદિનો ટેકો વિશ્વસનીય નથી જ. આ જ આર્ષવાક્યને પ્રવચનકારશ્રીજીએ જૂદા જૂદા શાસ્ત્રવાક્યો અને શાસ્ત્રીય-વ્યવહારિક દૃષ્ટાંતો દ્વારા અહીં રજુ કરેલ છે. જેના વાંચનથી સહૃદય આત્મા વૈરાગી બન્યા વિના રહી શકતા નથી. પ્રવચનનું પ્રતિબિંબ * શ્રીમંતોના દીકરાઓમાં મા-બાપની પડખે બેસીને નવકાર સંભળાવતા હોય અને મા-બાપને છેલ્લી આરાધના સુંદર રીતે કરાવતા હોય એવા દીકરાઓ કેટલા ? * જો પૈસામાં સુખ હોત તો ભગવાને શા માટે છોડ્યું ? * જ્યાં પરિગ્રહ-હિંસા ને મમત્વ હોય, ત્યાં બધે જ બેહાલી હોય. Page #183 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત साम्प्रतं यदुक्तं प्राक 'किं वा जानन् बन्धनं त्रोटयतीति', अस्य निर्वचनमाह - 'वित्तं सोयरिया चेव, सव्वमेयं न ताणइ । संखाए जीवियं चेवं, कम्मणा उ तिउट्टइ ।।५।।' હવે શું જાણીને સમજી'ને બંધનો તોડી શકાય તે જણાવે છે - ધન-સ્વજન વગેરે કોઈ જ રક્ષણ કરી શકતું નથી અને જીવન અલ્પ છે - આવું જાણીને કર્મથી છૂટી શકાય છે – અગર તો સંયમક્રિયા દ્વારા બંધનથી છૂટી શકાય છે.” 'वित्तं' द्रव्यं, तञ्च सचित्तमचित्तं वा, तथा सोदर्या' भातृ-भगिन्यादयः, सर्वमपिच 'एतद्'वित्तादिकं संसारान्तर्गतस्यासुमतोऽतिकटुकाःशारीरमानसीवेदनास्स-मनुभवतो न 'त्राणाय' रक्षणाय भवतीत्येतत् ‘संख्याय' ज्ञात्वा तथा 'जीवितं च' प्राणिनां स्वल्पमपि संख्याय ज्ञपरिज्ञया, प्रत्याख्यानपरिज्ञया तु सचित्ताऽचित्तपरिग्रहप्राण्युपघातस्वजनस्नेहादीनि बन्धनस्थानानि प्रत्याख्याय 'कर्मणः सकाशात् त्रुट्यति' अपगच्छत्यसौ, 'तु'रवधारणे त्रुट्येदेवेति, यदिवा 'कर्मणा' क्रियया संयामानुष्ठानरूपया बन्धनात्त्रुट्यति, कर्मणः पृथग्भवतीत्यर्थः ।।५।। સજીવ કે નિર્જીવ એવું ધન, ભાઈ-બહેન વગેરે સ્વજન, આ બધું જ એટલે કે ધન-સ્વજન વગેરે કાંઈ પણ સંસારમાં રહેલા જીવોને શારીરિક કે માનસિક વેદનાથી બચાવી શકતા નથી અને જીવોનું જીવતર પણ ટુંકું છે. આટલું જ્ઞપરિજ્ઞા એટલે કે જ્ઞાન દ્વારા જાણીને અને પ્રત્યાખ્યાન પરિક્ષા એટલે કે બંધનનાં સ્થાનભૂત એવા સજીવ-અજીવ પરિગ્રહ, જીવોની હિંસા અને સ્વજનના સ્નેહનું પચ્ચ-ફખાણ-ત્યાગ કરીને જીવ કર્મથી છૂટે છે. અગર તો સંયમાનુષ્ઠાનરૂપ ક્રિયા કરીને જીવ પોતાને કર્મના બંધનોથી મુક્ત કરે છે.' Page #184 -------------------------------------------------------------------------- ________________ ૭ : પૈસાવાળો સુખી છે - એ વાત ભૂલી જાઓ ! અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રીમહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજાએ તા૨ક તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શ્રીમુખે ત્રિપદી પામીને વિશ્વોદ્ધારક-જ્ઞાનસાગર એવી દ્વાદશાંગીની રચના કરી. તે પૈકીનું બીજું અંગ આગમ, સૂયગડાંગજી જેનું નામ, તેના માધ્યમથી મહાપુરુષોએ આપણને ‘બુřિજ્ઞ’ પદ દ્વારા આત્મ-જાગૃતિનો સંદેશ સંભળાવ્યો છે. તે આત્મજાગૃતિ આવ્યા બાદ પહેલું કામ શું કરવાનું કહ્યું ? તારું સ્વરૂપ જો અનંત જ્ઞાનમય છે, અનંત દર્શનમય છે, અનંત ચારિત્રમય છે, અનંત વીર્યમય છે, અવ્યાબાધ સુખથી ભરેલું છે, તો તારી આ બેહાલી શા માટે ? આ બેહાલીનું કારણ ‘બંધન છે, તેને ઓળખી લે, તેને ઓળખીને વહેલી તકે તોડી નાંખ !' - આ ઉપદેશ શ્રી સુધર્માસ્વામીજીએ આપ્યો. આ ઉપદેશ સાંભળતાની સાથે જંબુસ્વામીજીને પ્રશ્ન થયો. વિનમ્રભાવે તેમણે પ્રશ્ન કર્યો. ‘જે પરમાત્માના પાવન મુખેથી આપે આ મહાન અધ્યાત્મ વિદ્યા પ્રાપ્ત કરી છે, તે પરમાત્માએ બંધન કોને કહ્યું છે ? તેને તોડવાનો ઉપાય કયો ?' તેના જવાબમાં આત્માની બેહાલી કરનાર, આત્માના સ્વરૂપનું આવરણ કરનાર, આત્માને ચાર ગતિમાં ૨ખડાવનાર અને રઝળાવનાર તે બંધનો કયાં છે ? અને તે બંધનને પેદા કરનારા બીજાં કયાં બંધનો છે - તેની વાત ગણધર ભગવંતે કરી. શત્રુઓ ન વધારો ! એથી દુઃખ જ વધે છે : આત્મા અરૂપી છે અને તેને બાંધનારાં કર્મો રૂપી બંધનો છે. એ કર્મ Page #185 -------------------------------------------------------------------------- ________________ 718 ૧૬૯ – ૩ – બંધન જાણો ! બંધન તોડો ! - બંધનોનાં કારણ તરીકે પહેલા નંબરે પરિગ્રહ છે, બીજા નંબરે હિંસા છે અને ત્રીજા નંબરે મમતા છે. જ્યાં સુધી પરિગ્રહ બંધન છે, તેમ નહિ લાગે ત્યાં સુધી હિંસા અને મમતા વગેરે બંધન છે, એવું નહિ લાગે. આરંભ તે પણ બંધન છે, જેને હિંસા કહેવાય છે. તેના મૂળમાં જોવા જાવ તો પરિગ્રહ જ છે. પરિગ્રહ માટે જ મોટા ભાગે હિંસા થતી હોય છે. ભગવાન કહે છે – પરિગ્રહના બંધનમાં ફસાયેલા હિંસા કર્યા વિના રહેતા નથી. કાં તો એ સ્વયં હિંસા કરે અથવા બીજા પાસે કરાવે, જો તે સ્વયં હિંસા ન કરે કે બીજા પાસે ન કરાવે, તો પણ બીજા જે કોઈ હિંસા કરતા હોય તેની અનુમોદના કરે, આ બધા જ હિંસાના પ્રકારો છે. આ રીતે જે સ્વયં હિંસા કરે છે, અન્યની પાસે હિંસા કરાવે છે કે હિંસા કરનાર અન્યનું અનુમોદન કરે છે, તે વ્યક્તિ તે મરનાર-દુઃખી થનાર બધા જીવો સાથે વૈરનું બંધન ઉભું કરે છે. હવે તમે વિચારો કે તમે તમારા જીવનમાં રોજ કેટલા જીવોને દુઃખી કરો છો ? કેટલા જીવોની હિંસા કરો છો ? એ બધા સાથે તમારે વૈર બંધાય છે. પછી ભલે એ જીવો દેવગતિના હોય કે મનુષ્યગતિના, નરકગતિના હોય કે તિર્યંચગતિના, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય હોય કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિના હોય. આમાંના જેટલા જેટલા જીવોને દુઃખ આપશો તેટલા જીવો સાથે તમારો વૈરનો બંધ-અનુબંધ પડે છે. વૈરનો બંધ-અનુબંધ પડે કે એ જીવો તમારા શત્રુ બને છે અને એના પરિણામે તમારે વધુમાં વધુ દુઃખી થવાનો વારો આવવાનો છે. દુનિયામાં પણ કહેવાય છે કે, જેને વધુ શત્રુઓ છે, તે વધુ દુઃખી થવાનો. જેટલું વૈર વધારે તેટલા શત્રુ વધારે. જેટલા શત્રુ વધારે તેટલું દુઃખ વધારે. આ કોઈની કલ્પના નથી, પણ નરી વાસ્તવિકતા છે. આ કહેવા પૂરતો ઉપદેશ નથી, પણ જીવનનું અંતિમ સત્ય છે. દુઃખથી બચવું છે ? તો વેરથી બચો ! વેરથી બચવું છે ? તો શત્રુથી બચો ! શત્રુથી બચવું છે ? તો હિંસાથી બચો! હિંસાથી બચવું છે ? તો પરિગ્રહથી બચો! જો પરિગ્રહથી પણ બચવું જ છે ? તો મમતાથી બચો! Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ – ૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ! - 30 – 719 જ્યાં મમતા પેદા થાય છે, ત્યાં પરિગ્રહની ભૂખ ઉભી થાય છે. જ્યાં પરિગ્રહની ભૂખ ઉભી થાય છે, ત્યાં હિંસા ઉભી થાય છે, જ્યાં હિંસા ઉભી થાય છે, ત્યાં શત્રુઓ ઊભા થાય છે. જ્યાં શત્રુઓ ઉભા થાય છે ત્યાં વેર ઉભું થાય છે, જ્યાં વૈર ઉભું થાય છે, ત્યાં દુઃખની પરંપરા ઉભી થાય છે. બધા દુઃખોનું મૂળ મમતામાં પડ્યું છે, માટે જ મમતાથી બચો ! જેના પ્રત્યે રાગ જાગ્યો, તેના પ્રત્યે મમતા ઉભી થાય. જ્ઞાની ભગવંતોએ કહ્યું, જેટલા રાગના ગુલામ તે બધા અંતે વૈરનાં ગુલામ. પહેલા વસ્તુ ગમે છે, મારાપણું લાગે છે, પછી મેળવવાનું મન થાય છે. તે પણ કેમ થાય છે ? સુખનો ભ્રમ છે, એ સુખનું સાધન લાગે છે. એ હશે તો સુખ-શાંતિ મળશે, અવસરે કામ લાગશે. એ હશે તો દુઃખથી બચાવશે. એમાંથી કહેવત આવી – સંઘર્યો સાપ પણ અવસરે કામ લાગે. જે કોઈ આવા ઉદ્ગારો નીકળે છે, તે મમતાનું પરિણામ છે. આ અને આવું બધું મમતાની પરવશતા બોલાવે છે. એટલે જ ભગવાન આપણને સમજ આપે છે કે, તમે માનતા હો કે આ ભેગો કરેલો પરિગ્રહ અવસરે કામ લાગશે, તો એ તમારો ભ્રમ છે. એ ક્યારે ય કામ નહિ લાગે. પાંચમી ગાથામાં ભગવાને કહેલી આ જ વાત જણાવી છે. વિā - દરેક પ્રકારનું ધન, સોરિયા - ભાઈ-બહેન, સલ્વમેવ - આ બધું જ ન તાપા - રક્ષણ કરી શકતું નથી અને નીવિષે - જીવન ક્ષણભંગુર છે. વેવ એમ જ સંવાર - જાણીને મુOT તિરદૃ - કર્મને તોડી શકાય છે. આ ગાથાનો આ ધ્વનિ સતત તમારા કાનમાં ગુંજતો રહેવો જોઈએ. દરેક પ્રકારનું ધન કે ભાઈ-બહેન કશું જ તમારું રક્ષણ નહિ કરી શકે. “સલ્વમેવ તારૂ' આ પદોને મંત્રની જેમ જપવા અને આત્મસ્થ કરવા જરૂરી છે. રૂપિયો છે તો દુઃખ છે : હવે એક એક વાતને સ્પષ્ટતાથી વિચારીએ. પહેલી વાત એ છે કે વિત્ત ન તારૂ તમારું આ ધન, તમારું રક્ષણ નહીં કરી શકે. Page #187 -------------------------------------------------------------------------- ________________ 720 ૧૬૮ – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! –તમે ભેગું કરેલું ધન એ રૂપિયાના સ્વરૂપમાં હોય કે સોનૈયાના સ્વરૂપમાં હોય, જમીન રૂપે હોય કે મકાનના રૂપમાં હોય, મોતીના રૂપમાં હોય કે હીરામાણેક-પન્નાના રૂપમાં હોય, ભગવાન કહે છે - આ બધો પરિગ્રહ તમને દુઃખથી ક્યારેય નહિ બચાવી શકે. સભા: જેટલાની પાસે પરિગ્રહ હોય તે બધાનો મરો જ થવાનો ? હા, એમાં પૂછવાનું શું ? જેટલા આંધળા હોય તે જો દેખતાની આંગળી ન પકડે કે દેખતાનું કહ્યું ન માને તો તે બધા ટીચાય જ, એમાં પૂછવાનું શું ? આંધળાની વાત તો જવા દો પણ જે દેખતા હોય તે પણ જો આંધળાનું અનુકરણ કરે તે પણ ટીચાય. જે દેખતા હોય અને જો તે જોઈને ચાલે તો તે બચે. બાકી ન બચે. તે જ રીતે જે પરિગ્રહી હોય અને પરિગ્રહથી છૂટવાની જેની ભાવના પણ ન હોય તે બધાનો તો મરો થવાનો જ. કારણ કે આ ધનપરિગ્રહનો સ્વભાવ જ એવો છે કે એ આર્ત-રૌદ્રને પેદા કરે છે અને એના પરિણામે દુઃખ અને દુર્ગતિઓની પરંપરા સર્જાય જ. સભા : આપની આ બધી વાત સાચી પણ પરિગ્રહ વગર આ સંસાર શી રીતે ચાલે ? અહીં આપણે સંસાર શી રીતે છૂટે એની ચિંતા કરીએ છીએ ત્યારે આ ભાઈને સંસાર શી રીતે ચાલે એની ચિંતા થાય છે. આપણે સંસાર ચલાવવો જ નથી. જેણે દુઃખી થવું હોય તે સંસાર ચલાવવાની મહેનત કરે અને જેણે સુખી થવું હોય તે સંસારથી છૂટવાનો પ્રયત્ન કરે. સભા પૈસો હોય તો શરીરનો ઈલાજ કરી શકીએ. તમે માનો છો કે રૂપિયો હતો એટલે એટેક આવ્યો ત્યારે કામ લાગ્યો. હું તો કહું છું કે, રૂપિયો હતો એટલે જ એટેક આવ્યો. તેના જ ટેન્શનમાં, તેના જ ઉશ્કેરાટમાં, તેના જ તનાવમાં, તેની જ હતાશાઓ અને વ્યથાઓમાંથી આ એટેક આવ્યો - એ કેમ ન વિચાર્યું ? સભાઃ એવા દાખલા જોયા છે કે રૂપિયો હતો એટલે બચી ગયા ? અહીં જ તમારી મોટી ભૂલ થાય છે. રૂપિયા હતા માટે નહિ પણ પુછ્યું હતું માટે બચી ગયા. પાપોદયને પરવશ પડેલા શ્રીમંતો કેટલા રિબાઈ રિબાઈને મર્યા છે, એની તમને ખબર નથી લાગતી. મહાપૂર આવે ત્યારે મોટા મોટા વૃક્ષો તણાઈ જાય Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ – ૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ ! - 30 - 721 ત્યારે નાના છોડવા કે ઘાસને કાંઈ ન થાય. પુણ્યોદયવાળા ગરીબો ચપટી ધૂળથી સારા થઈ ગયા અને પાપોદયવાળા શ્રીમંતો રિબાઈ રિબાઈને મર્યા. કેટલાય ગામડાના ગરીબોના સંતાનો પડે, ઢીંચણ છોલાય ને રસ્તાની ધૂળ લગાડીને સારા થઈ જાય છે. જ્યારે શ્રીમંતોના દીકરાઓ કેટલીએ એન્ટીબાયોટીક ખાઈને નવા કેટલાય રોગના ભોગ બને છે. શ્રીમંતને જોઈને ડૉક્ટરો પણ વિચારે છે કે તગડો પેશન્ટ હાથમાં આવ્યો છે. વેતરાય એટલો વેતરી લો અને એ પછી ડૉક્ટર, કેમિસ્ટ, પેથોલોજીસ્ટ, રેડિયોલોજીસ્ટ એવા તો કેટલાના અંકોડાઓ સક્રિય બનીને એને ફોલી ખાવા તૈયાર હોય છે. જુના જમાનામાં જેમ ગાંધી-વૈદ્યનું સહિયારું હતું, તેમ આ જમાનામાં ડૉક્ટર-કેમિસ્ટ વગેરે બધાનું સહિયારું હોય છે. નાના માણસોની ટ્રીટમેન્ટ ગામડામાં જ સાદી દવાથી કે હવાથી મટી જાય, જ્યારે શ્રીમંતને તો મોટા મોટા શહેરોની અને છેવટે અમેરિકા સુધીની મુસાફરી થાય. એનું ખીસુ અને પેટ બેય પૂરતા પ્રમાણમાં ચીરાય, પૂરો રિબાય અને એ પછી છેવટે ડૉક્ટર કહી દે કે હવે બધું ભગવાનના હાથમાં. નાનો માણસ કુટુંબની સેવા પામે અને શ્રીમંત ડૉક્ટર, નર્સના હાથે મરે. આ બધી પરિસ્થિતિ શું તમે નથી જાણતા ? જે વિચારક હોય તે ઊંડે સુધી જઈને મૂળશુદ્ધિ કરે છે અને વિચારક ન હોય તે ઉપરછલ્લાં પરિણામો જોઈને નાના-મોટા નિર્ણયો કરે છે. હવે તમે જ વિચારો કે રોગ, શોક, વિયોગ, આપત્તિ કે ઉપાધિ આવી ક્યાંથી ? બોલો કર્મને કારણે ! કર્મ શેમાંથી ઉભાં થયાં? આ હિંસા, પરિગ્રહ અને મમત્ત્વને જ કારણે કે બીજા કોઈ કારણે ? સભા અણસમજમાં કર્મ બાંધી દીધું હોય તો ય આવું બને ? અણસમજમાં ઝેર ખાઈ લીધું તો મારે કે ન મારે ? તેમ અહીંયા અણસમજમાં પણ બાંધ્યું તો તેનો વિપાક તો ભોગવવો જ પડે. સભા: જીવન જીવવા તો જોઈએ ને ! જીવન જીવવા જોઈએ કેટલું ? આજે તમે જે કાંઈ ભેગું કર્યું છે કે કરો છો તે જીવન જીવવા કે મોજ-મજા કરવા ? જે સંતોષથી જીવવા માગે એને જીવન Page #189 -------------------------------------------------------------------------- ________________ 722 ૧૭૦ – ૩ – બંધન જાણો ! બંધન તોડો ! - નિર્વાહ માટે કેટલું જોઈએ ? ભગવાનનો એ જ તો મોટો ઉપકાર છે કે પરિગ્રહ, હિંસા અને મમતા વગર જીવી શકાય તેવું શ્રમણ જીવન બતાવ્યું. આવું શ્રમણ જીવન જે સ્વીકારે તેને પરિગ્રહ, હિંસા કે મમતા કરવાની જરૂર જ ન પડે. આમ છતાં જેનામાં એટલું સત્ત્વ ન હોય તે પણ સંતોષ કેળવે, ભગવાનની આજ્ઞા મુજબનું શ્રાવક જીવન જીવે તો એ પણ બહુ ઓછા પરિગ્રહમાં મસ્તીથી જીવી શકે. પુણિયો શ્રાવક એનો જીવતો-જાગતો નમૂનો છે. સભા : સાહેબ ! આપની આ બધી જ વાત બરાબર છે. પણ સંસારમાં તો પૈસા વગર બધું જ નકામું છે. છેલ્લે દીકરા પણ તો જ સેવા કરે અને તો જ નવકાર સંભળાવવા પણ આવે, જો પાસે પૈસો હોય...! તમે એવું નહિ માનતા કે પૈસા હોય તો જ છેલ્લે નવકાર મળે કે પૈસા હોય તો છેલ્લે નવકાર મળે જ. મોટા શ્રીમંતોને તો છેલ્લે નવકાર મળવો પણ મુશ્કેલ થઈ ગયો છે. મા-બાપ બિમાર પડે કે હોસ્પિટલમાં દાખલ કરીને એમને ડૉક્ટર, નર્સોના હવાલે કરી દે અને એ બધા બાપની મૂડીને ઠેકાણે પાડવામાં, સગેવગે કરવામાં જ લાગી જાય. બાપ બેભાન હોય તો ઈજેક્શનો અપાવીને ય બોલતો કરવાની કોશિશ કરે; એ નવકાર સાંભળે એ માટે નહિં પણ કાગળો ઉપર એની સહી લેવાય એ માટે. શ્રીમંતોના દીકરાઓમાં મા-બાપની પડખે બેસીને નવકાર સંભળાવતા હોય અને મા-બાપને છેલ્લી આરાધના સુંદર રીતે કરાવતા હોય એવા દીકરાઓ કેટલા? હજુ એ પુણ્ય ગરીબોનું છે. મધ્યમવર્ગના લોકોનું છે. શ્રીમંતોનું તો એ પુણ્ય પણ પરવાર્ય છે. આજના શ્રીમંતોની હાલત : મોટા શ્રીમંતોની હાલત કેવી હોય છે ? એનો એક નમૂનો બતાવું. એક અબજોપતિ ભાઈ વંદન કરવા આવ્યા તે વખતે એક બીજા ભાઈ મારી બાજુમાં બેઠા હતા – એમને જોઈને પેલા અબજોપતિ શ્રીમંતે કહ્યું કે, “મહારાજ સાહેબ! આ ભાઈ બહુ પુણ્યશાળી છે. દુનિયા ભલે અમને અબજોપતિ કહે, પણ પુણ્યશાળી તો આ ભાઈ છે. હું એકવાર એમના ઘરે જમવા ગયો હતો. ત્યારે મેં જે કાંઈ જોયું, અનુભવ્યું તે જોઈને મને એમની ઈર્ષા આવી.” સહેજે મને પૂછવાનું મન થયું કે “એવું તમે શું જોયું,” તો એમણે કહ્યું કે, “મહારાજ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ – ૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ ! - 30 – 723 સાહેબ ! એમને એમની પત્ની, દીકરાની વહુ કે દીકરીના હાથનું ખાવા મળે. જ્યારે અમારા નસીબમાં તો રોજ રસોઈયાના હાથનું જ ખાવાનું. પરિવારના હાથે બનાવેલી રસોઈ ખાધી હોય એવો જીવનમાં એક દિવસ નથી. મને આટલાં વર્ષ થયાં, કોઈ દિવસ પત્ની-પુત્રી કે પુત્રવધૂના હાથની રસોઈ ખાધી નથી. ટાઈમ થાય ને ટાપ-દીપ કરીને, ટપો-ટપ એ બધાં ફરવા ઉપડી જાય.' આ ઉદ્ગારો કોઈ સાધુના નથી, પણ એક પ્રતિષ્ઠિત શ્રીમંતના છે. ઘણાં લોકો તો સાધુઓને નાસમજ માને છે. “બિચારા મહારાજ, નાની ઉંમરમાં નીકળી ગયા. સંસાર જોયો નહિ, જાણ્યો નહિ, માણ્યો નહિ, એમને સંસારની શું ખબર હોય ? એમણે તો પુસ્તકમાં લખેલું વાંચવાનું. ચાર દિવાલમાં રહેવાનું, પૈસાનું સુખ શું છે ? એની એમને શું ખબર પડે ?' અમારા માટે તો કદાચ તમે આવું માનો પણ ખરા. પરંતુ “પરિગ્રહ બંધન છે.” “પરિગ્રહી દુ:ખથી ક્યારેય નહિ છૂટી શકે' - આ વચનો તમે જેને નાસમજ અને બિનઅનુભવી માનો છો એવા કોઈ સાધુનાં નથી. આ વચનો તો પરમાત્મા મહાવીરનાં છે કે જેઓ રાજકુળમાં જન્મ્યા હતા, સમૃદ્ધિમાં ઉછર્યા હતા, મર્યલોકમાં ય દેવી કામ-ભોગમાં જીવ્યા હતા, આમ છતાં એ બધાનો કાંચળીની જેમ ત્યાગ કરી કઠોર સાધના કરી વીતરાગતા-સર્વજ્ઞતા પ્રાપ્ત કરી હતી, એવા ત્રિકાળજ્ઞાની પરમાત્માનાં આ વચનો છે. તેમના માટે તમારે શું કહેવું છે?, શું માનવું છે? જો પૈસામાં સુખ હોત તો ભગવાને શા માટે છોડ્યું? નવ્વાણું કરોડ નગદ સોનૈયાના માલિક જંબૂકુમારે નવ્વાણું કરોડ સોનૈયા શા માટે છોડ્યા ? ધન્નાજી જ્યાં પગ મૂકતા ત્યાં નિધાન પ્રગટતાં, એમણે એ બધું શા માટે ત્યાગું? જેમને આઠ આઠ પત્નીઓ સ્નાન કરાવતી. એ એમને એમ છોડી નહિ હોય. મગધના માલિક મહારાજા શ્રેણિકની દીકરી પણ એના ઘરે હતી. મહારાજા શતાનીકની પુત્રી પણ એના ઘરે હતી. શાલિભદ્રની બહેન પણ એના ઘરે હતી. એ આઠેય પત્નીઓ એમને સ્નાન કરાવતી હતી તે દરમ્યાન એકવાર ધન્નાજીના ખભા ઉપર ઊનાં ઊનાં આંસુનાં બુંદ પડ્યાં. આંસુનો સ્પર્શ થતાં જ ધન્નાજીએ આશ્ચર્યપૂર્વક પાછળ જોયું તો શાલિભદ્રની બહેન સુભદ્રા રડી રહી હતી. પોતાના ઘરમાં કોઈને પણ આંસુ એ ધન્નાજી માટે આશ્ચર્ય હતું. એટલે જ તરત એમણે પૂછ્યું કે “એકાએક આમ આંસુ કેમ ? શું Page #191 -------------------------------------------------------------------------- ________________ 724 ૧૭૨ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – દુઃખ પડ્યું ?' જવાબમાં શાલિભદ્રજીની બહેને કહ્યું કે - “સ્વામીનાથ ! આ ઘરમાં આવીને દુઃખ તો ક્યારેય જોયું જ નથી.” તમારા ઘરમાં સંવાદ કેવો હોય ? “આ ઘરમાં આવીને... સુખ તો ક્યારેય જોયું જ નથી ? શા ભોગ લાગ્યા કે તમારે પનારે પડી” - હવે તમને સમજાય છે ને કે – “એમનાં સુખ કેવાં હતાં ? સંપત્તિ કેવી હતી ? ભોગ કેવા હતા ? છતાં એ બધું છોડીને એ ચાલી નીકળ્યા ? જેની તમે ઋદ્ધિ માંગો છો તે શાલિભદ્રની સુખ-સામગ્રી અને સુખ કેવું હતું ? આમ છતાં એ બધું જ એમણે એક જ ઝાટકે છોડી દીધું ? તમે જેની બુદ્ધિ માંગો છો, તે અભયકુમાર પણ પોતાના રાજઋદ્ધિ-સિદ્ધિ-સત્તા-અધિકાર વગેરે બધું જ છોડીને નીકળ્યા કે નહિ ? આ બધા આટલું બધું હતું તો પણ એને છોડી છોડીને શા માટે નીકળી ગયા ? આ બધાની બુદ્ધિ, પ્રજ્ઞા-સંપન્નતા માટે તમે શું માનો છો ? સભા તો પછી એ બધા એ બધું ભોગવ્યા પછી શું કામ નીકળ્યા ? પહેલા કેમ ન નીકળી ગયા ? જ્યાં સુધી એમને સમજવાના સંયોગ ન મળ્યા અને ન સમજ્યા ત્યાં સુધી ભોગવ્યા. અગર તો સત્ત્વ ન પ્રગટ્યું કે સંયોગોએ સાથ ન આપ્યો ત્યાં સુધી ભોગવ્યા. સમજ્યા પછી છોડવાની પેરવીમાં હતા, ક્યારેય વધારે ફસાવાનો પ્રયત્ન કર્યો નથી. સભાઃ અમને પણ સમજણ આવશે એટલે છોડશું. તમને સમજવાના સંયોગ ન મળ્યા હોત તો વાત જુદી હતી. સમજવાના સંયોગ મળ્યા પછી પણ તમારે ન સમજવું હોય તો કોઈ શું કરશે ? અમને એમ કે તમને સમજાવીએ ને સંસારમાં ડૂબતા બચાવી લઈએ, પણ તમારે ન જ બચવું હોય તો તમે જાણો. સિગ્નલનું કામ છે લાલબત્તી બતાવવાનું. બતાવ્યા પછી પણ જે એને ન ગણકારે અને ગાડી દોડાવવા જાય એનું બાવડું એ ન પકડે. પણ સિગ્નલને અવગણે અને દોડે એની દશા શું થાય ? પકડાય તો ક્યાં જાય ? આ વાતો તમે હળવાશથી નહિ લેતા. પારદર્શી પરમર્ષિનું વચન આ છે કે “ધન રક્ષણ કરવા સમર્થ નથી.” તમે માનતા હો કે પૈસાના જોરે બચી જઈશું, પણ જ્યાં સુધી પુણ્યનો સહારો છે, ત્યાં સુધી તમને રક્ષણ મળશે, પણ જે દિવસે પુણ્ય પરવારશે, તે દિવસે છતે પૈસે, છતે પરિવારે તમારે રિબાઈ-રિબાઈને મરવાનો વારો Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ ―――――――――――― ૭ : પૈસાવાળો સુખી છે = એ વાત ભૂલી જાઓ ! - 30 આવશે, ત્યારે આ પૈસો કે પરિવાર કામ નહિ લાગે. એ તમને રક્ષણ નહિ આપે.’ મોટા ભાગે પૈસાવાળાને જ વધારે રિબાવવાનો વારો આવે છે. પૈસાવાળાને જ વધારે રોગો થાય છે. ચિકિત્સા ગ્રંથોમાં પણ અમુક રોગો શ્રીમંતોના રોગો તરીકે નોંધાયેલા છે. એ શ્રીમંતો માટે સ્પેશીયલ રાખી મૂકેલા છે. એ રોગો મોટે ભાગે શ્રીમંતોને જ થશે, ગરીબોને નહિ થાય. 725 ધનથી ધર્મ થતો નથી ધન છોડવાથી જ ધર્મ થાય : સભા : એ બધું તો બરાબર પણ ધર્મનાં કામ કરવા માટે પણ ધનની તો જરૂર પડે જ છે ને ? અહીં જ તમારી ભૂલ થાય છે. ધર્મનાં કાર્યો ધનથી નથી થતા, પણ ધનની મમતા છૂટે ત્યારે થાય છે. ધર્મકાર્ય કરવા માટે ધન ભેગું નથી કરવાનું, પણ જે લોભવશ ભેગું કર્યું કે પુણ્યના યોગે જે ભેગું થઈ ગયું છે, તેનાથી છૂટવા માટે ધર્મકાર્યો કરવાનાં છે. જેની પાસે ધન નથી, તેણે ધનવ્યય દ્વારા થતા કોઈ એવા પ્રકારના ધર્મકાર્ય નથી ક૨વાનાં. એને માટે તો શીલ, તપ, ત્યાગ, વિરતિ વગેરે કાર્યો કરવાનાં ભગવાને કહ્યા છે. શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ વગેરે ધર્મગ્રંથોમાં જેમની પાસે ધન-સંપત્તિ નથી એવા શ્રાવકો માટે દેરાસરમાં જઈ પુષ્પોની માળા ગૂંથવી, આંગી બનાવવી, જાતે કાજો લેવો, સારસંભાળ રાખવી વગેરે પૂજા પ્રકારો બતાવ્યા છે, જેમાં ધનની જરૂર પડતી નથી. એક વાત બરાબર સમજી લો કે જે પણ અનુષ્ઠાનો ક૨વાનાં છે, તે માત્ર અનુષ્ઠાન કરવા માટે નથી કરવાનાં. એ અનુષ્કાનો કોઈને કોઈ બંધનથી છૂટવા માટે જ કરવાનાં છે ! ધનથી છૂટવા દાન, ભોગથી છૂટવા શીલ, આહારાદિથી છૂટવા તપ. આમ કોઈને કોઈ વસ્તુથી છૂટવાનું છે. જેની પાસે એ બંધન હોય જ નહીં તેને તેનાથી છૂટવા માટે જરૂરી તે તે પ્રકારનાં અનુષ્ઠાનો કરવાનાં જ નથી. હવે ફરી તમે મૂળ વાત ઉપર આવો ! આ ગાથામાં એમ કહ્યું છે કે - ધનસ્વજન તમારું રક્ષણ નહિ કરી શકે. આ ભગવાનની વાણી છે. સુધર્માસ્વામીજી મહારાજા કહી રહ્યા છે. પૈસો તમારું રક્ષણ કરી શકશે નહિ. એમ કહ્યા પછી આ ધન, સ્વજન પરિવાર તે Page #193 -------------------------------------------------------------------------- ________________ 726 ૧૭૪ – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – તમારું રક્ષણ નહિ કરી શકે. આ વાત જે દિવસે તમને સમજાશે તે દિવસે તમે આને છોડી શકશો. આ બંધન તોડી શકશો. બીજે નંબરે ભગવાન કહે છે, સોરિયાર તારૂ સહોદર તમારું રક્ષણ નહિ કરી શકે. “સરિયા' એટલે ભાઈ-બહેન આદિ સહોદર. એ પણ તમારું રક્ષણ નહિ કરી શકે. જો સગા ભાઈ-બહેન તમારું રક્ષણ ન કરી શકે તો બાકીનાં ક્યાં સ્વજનો તમારું રક્ષણ કરી શકવાનાં છે ? જરા ગંભીર બનો, ઊંડા ઉતરો ને ભગવાનનાં વચનો વિચારો. ભગવાન કહે છે, આ પૈસો કે સ્વજન-પરિવાર તમને નહિ બચાવી શકે. એટલા માટે જ “વૈરાગ્યશતક'માં કહ્યું છે કે, 'जीवो वाहि-विलुत्तो, सफरो इव निजले तडफ्फडइ । સયર્સ્ટ વિ નો પિજી, વો સો વેપIT-વિશે સારવા’ રોગગ્રસ્ત જીવ નિર્જન સ્થાનમાં માછલું તરફડે તેમ તરફડે છે. એને બધા જ લોકો જુએ છે, પરંતુ વેદનાને દૂર કરવા કોણ સમર્થ છે?” જીવ જ્યારે રોગગ્રસ્ત બને છે અને જ્યારે એની પીડા વધે છે, ત્યારે પાણીમાંથી કાઢીને ગરમ રેતી ઉપર મૂકેલ માછલાની જેમ એ તરફડે છે. ત્યારે સ્વજનાદિ બધા લોકો એને જોયા કરે છે. છતાં પણ કાંઈ કરી શકતા નથી. આંખમાંથી ગમે તેટલી આંસુની ધારા વહેતી હોય, સ્વજનો એ વેદના સમજે પણ એને દૂર કરવા સમર્થ થતા નથી. સગી રે નારી એની કામિની, ઊભી ટગમગ જુએ, એનું પણ કાંઈ ચાલે નહિં, બેસી ધ્રુસકે રૂએ.” સંભળાતા હોય તો આ શબ્દો ઘણું કહી જાય છે. એકવાર હોસ્પિટલો જોઈ આવો ! એક એક દરદી કેવા કેવા રિબાય છે ? સ્વજનો રોજ આવે છે ને જાય છે. એમાંથી કેટલાક ભગવાનને પ્રાર્થના કરે છે, તો કેટલાંક ડૉક્ટરને પ્રાર્થના કરે છે, “ગમે તેમ કરીને બચાવો.' તો કેટલાક એને પોતાને કહે છે કે, “તમે જલ્દી સાજા થઈ જાવ. હવે તમારું દુઃખ જોવાતું Page #194 -------------------------------------------------------------------------- ________________ ૭ : પૈસાવાળો સુખી છે - એ વાત ભૂલી જાઓ ! -- 30 ૧૭૫ નથી.’ તો કોઈ ભગવાનને પ્રાર્થના કરે છે કે ‘કાં તો જલ્દી સારા કરો કાં તો એમને હવે છૂટા કરો. હવે અમારાથી એમનું આ દુ:ખ જોવાતું નથી.' જ્યારે ભગવાન કહે છે કે, ‘જો તમે કર્મનાં બંધનમાંથી નહિ છૂટો તો તમને આ બધા દુઃખોથી કોઈ નહિ બચાવી શકે.' લક્ષ્મણ જેવાનો બચાવ ન થયો તો તમારો શી રીતે થશે : મારે તમને લક્ષ્મણજી યાદ કરાવવા છે. બળદેવ રામચંદ્રજીના નાના ભાઈ, ગુણના ભંડાર, ભાભી મહાસતી સીતાજીની પુત્રવત્ સેવા કરનારા. એમની દરેક આપત્તિમાં પડખે ઉભા રહેનાર એવા પણ એ લક્ષ્મણજી નિયાણું કરીને આવ્યા હોઈ મહાઆરંભ ને મહાપરિગ્રહને જીવનભર છોડી ન શક્યા. જેને કા૨ણે મરીને નરકે ગયા; જ્યારે મહાસતી સીતાદેવી સર્વ-વિરતિ આરાધીને તેના પ્રભાવે બારમા અચ્યુત દેવલોકના ઈન્દ્ર બન્યાં. 727 જ્યારે રામચંદ્રજીને કેવળજ્ઞાન થયું, ત્યારે સીતેન્દ્રએ રામચંદ્રજીને એ પ્રશ્ન પૂછ્યો કે, ‘ભગવંત ! અત્યારે લક્ષ્મણજી ક્યાં છે ?’ - સીતેન્દ્રને એમનાં પ્રત્યે અત્યંત વાત્સલ્ય હતું. કેવલી ભગવંતશ્રી રામચંદ્રજીએ કહ્યું, ‘અત્યારે એ ચોથી નરકમાં છે.’ એ સાંભળીને સીતેન્દ્રને થયું કે ‘આ હું શું સાંભળું છું ? લક્ષ્મણજી અને નરકમાં ?' જીવનની પ્રત્યેક પળોમાં લક્ષ્મણજીએ એમની કરેલી સેવા, એમનું શીલસદાચાર અને એમનો ઉત્તમ ગુણ-વૈભવ એમની આંખ સામે હતો. એક પુત્ર માતાની જે બહુમાનથી સેવાભક્તિ કરે એના કરતાં કેઈ ગુણા બહુમાનથી એમણે મહાસતી સીતાદેવીની સેવા-ભક્તિ કરી હતી. આવા એક હિતસ્વી ઉત્તમ પુરુષનું નરકમાં હોવું અને એ સાંભળવું પણ સીતેન્દ્ર માટે અસહ્ય હતું. એટલે જ એમને થયું કે જેણે મારા એક એક સુખ-દુઃખની ચિંતા કરી તે લક્ષ્મણજી નરકમાં અને હું બારમા દેવલોકમાં ? મન સ્વીકારતું નથી. થાય છે કે, હમણાં જાઉં ને લક્ષ્મણજીને નરકમાંથી ઉગારીને લઈ આવું. સીતેન્દ્ર એ કાંઈ વ્યંતર નિકાયના સામાન્ય દેવ નથી. તેઓ કોઈ પહેલાબીજા દેવલોકના પણ સામાન્ય દેવ નથી. પણ બારમા દેવલોકના દેવ છે અને ત્યાંના પણ સામાન્ય દેવ નથી. બારમા દેવલોકના ઈન્દ્ર-દેવેન્દ્ર-અચ્યુતેન્દ્ર છે. તેમની શક્તિ કેટલી ? નરકાવાસમાં નારકીઓને પીડા આપવાનું કામ કરતા Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ ૩ બંધન જાણો ! બંધન તોડો ! - પરમાધામી દેવો તો તેમની સામે મચ્છર જેવા ગણાય. આથી તેઓ લક્ષ્મણજી ચોથી નરકના, જે નરકાવાસમાં હતા ત્યાં ગયા. સીતેન્દ્ર જ્યારે નરકમાં ગયા ત્યારે તેમણે શું જોયું અને શું કર્યું ? એ જણાવતા કલિકાલસર્વજ્ઞ પૂજ્ય આચાર્યશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કે - 'एवमाकर्ण्य सीतेन्द्रो, रामचन्द्रं प्रणम्य च । यो प्राक्स्नेहवशतो, दुःखभाग्यत्र लक्षणः ।। सिंहादिरूपैर्विकृतै- स्तत्र शम्बूकरावणौ । लक्ष्मणेन समं युद्धो, युध्यमानौ ददर्श सः ।। नैवं वो युद्धमानानां दुःखं भावीति वादिनः । પરમાધાર્મિા: બુદ્ધા, અગ્નિમ્હેવુ તાન્ યુઃ ।।' 'રામચંદ્રજીના પાવન મુખેથી લક્ષ્મણ - રાવણ અને પોતાના ભાવિ ભવોનું વર્ણન સાંભળી કેવલી શ્રી રામચંદ્રજીને પ્રણામ કરીને પૂર્વના સ્નેહને કારણે લક્ષ્મણજી જ્યાં દુ:ખ ભોગવી રહ્યા હતા, તે નરકમાં ગયા.’ ન૨કમાં લક્ષ્મણજી વગેરેની પરિસ્થિતિ જણાવતાં લખ્યું છે કે - ‘જ્યારે લક્ષ્મણજીને ઉગારવા સીતેન્દ્ર નરકમાં ગયા ત્યારે સિંહ વગેરેના રૂપો બનાવીને રાવણ અને શંબૂક લક્ષ્મણજી સાથે લડી રહ્યા છે. એવું તેમણે જોયું. આ રીતે લડનારા તમને દુઃખ નહિ થાય, એમ બોલતા ક્રોધી એવા પરમાધામીઓએ તે ત્રણેયને અગ્નિકુંડમાં નાખ્યા. એ રીતે એક પછી એક તળવાની, દળવાની, બાળવાની, ચી૨વાની એવી અનેક વેદનાઓ આપવાની ચાલુ કરી. જે સહન ન થવાથી તે ત્રણેય ચીસાચીસ કરે છે. આ જોઈને સીતેન્દ્ર તે પરમાધામીઓને કહે છે કે ‘ધિ રે ન વિત્થ યવમી, આાસન્ પુરુષપુ વાઃ । અપાવાતા સુરા ! દૂર, મુશ્રુતતામહાત્મનઃ ।।' 728 ‘શું તમે જાણતા નથી, આ ઉત્તમ પુરુષો હતા ? હે અસુરો ! દૂર ચાલ્યા જાઓ ! તમે આ મહાપુરુષોને મૂકી દો !' Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ – ૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ ! - 30 – 729 આ પછી સીતેન્દ્રએ રાવણ અને શબૂકને કહ્યું કે “તમે બન્ને પૂર્વેમાં જે કર્મો કર્યા એનાથી આ નરકમાં આવ્યા છો. હજુ તમે પૂર્વનું વૈર કેમ છોડતા નથી ?” એમ કહીને તેમને અટકાવીને લક્ષ્મણજીને બોધ પમાડવા કેવળીશ્રી રામચંદ્રજીએ કહેલી આગામી ભવોની બધી જ વાતો કરી અને કહ્યું કે “રાવણ તીર્થકર થશે. હું તેમનો ગણધર થઈ મોક્ષે જઈશ અને એ પછી તમે પણ ચક્રવર્તી-તીર્થકર બનશો અને મોક્ષમાં જશો.” આ સાંભળીને રાવણ અને લક્ષ્મણજીએ કહ્યું કે - “સાધ્વાર્થી કૃપાનિયે ! भवच्छुभोपदेशेन, जाता नो दुःखविस्मृति ।। प्राग्जन्मोपार्जितैस्तैस्तैः क्रूरैः कर्मभिरर्पितः । दी? नौ नरकावास-स्तद् दुःखं कोऽपनेष्यति ।। इत्युक्तच्या करुणापूर्णः, सीतेन्द्रः प्रत्यवोचत । નેણામ સુરટ્યો ત્રિ-નાપ વો નરવાહિતા !' કૃપાનિધિ ! તમે આવ્યા અને અમને આ બધું જણાવ્યું, તે ઘણું જ સારું કર્યું. તમારા આ શુભ ઉપદેશને સાંભળવાથી અમારું આ દુઃખ હવે ભૂલાઈ ગયું છે. પરંતુ પૂર્વ જન્મમાં કરેલા તે ફુર કર્મોથી મળેલો આ લાંબા સમયનો અમારો સરકાવાસ અને તેનું દુઃખ કોણ દૂર કરશે ?” આ સાંભળી કરુણાભીના હૈયે સીતેન્દ્રએ કહ્યું કે – “આ તરકથી છોડાવીને તમને ત્રણેયને હું દેવલોકમાં લઈ જઈશ.' સીતેન્દ્ર આટલું કરી શક્યા. પણ કર્મસત્તા સામે સીતેન્દ્રની પણ તાકાત કેટલી ? લક્ષ્મણ-રાવણ વગેરેનાં દુઃખ જોઈને સીતેન્દ્ર દ્રવી ગયા અને એ ત્રણેયને નરકથી છોડાવી દેવલોકમાં જવા માટે ઉપાડ્યા. પણ જેવા તેમને ઉપાડ્યા કે તરત જ તે ત્રણેયનું શરીર પારાની જેમ વેરાઈ ગયું. વેરાયાં બાદ તેમનાં અંગો પાછા ભેગાં થયાં એટલે સીતેન્દ્ર એને ફરી હાથમાં લીધું. ફરી વેરાઈ ગયું, વેદનાનો પાર નથી. ફરી લીધું – ફરી હાથમાંથી વેરાઈ ગયું. વેદના ઉત્તરોત્તર વધતી ગઈ. Page #197 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૮ – ૩ – બંધન જાણો ! બંધન તોડો ! – 730 તતઃ રીતેન્દ્રભૂપુસ્ત, વિધવમેવ ના दुःखमुध्रियमाणानां, तन्मुञ्चास्मान् दिवं व्रज ।।' ‘ત્યારપછી તેઓએ સીતેન્દ્રને કહ્યું કે આ રીતે દુઃખથી ઉગારતાં અમારું દુઃખ વધી રહ્યું છે. તેથી અમને મૂકો અને તમે દેવલોકમાં જાઓ !' શું કહ્યું, તે ખ્યાલ આવ્યો ને ? લક્ષ્મણજી વગેરેએ કહ્યું કે, “સીતેન્દ્ર, રહેવા દો ! અમારા કરેલાં અમારે ભોગવવાં જ પડશે, એટલું સારું થયું કે તમે આવ્યા ને અમને જગાડ્યા. ઉજ્જવળ ભાવિનું ધ્યાન આપ્યું. ભાવિ તીર્થકર થવાનું આશ્વાસન મળ્યું. હવે સમભાવે સહન કરી લઈશું.” નરકનાં દુઃખો એ સામાન્ય દુઃખો નથી, કલ્પના બહારનાં એ દુઃખો છે. નરકનાં દુઃખોમાંથી બચવું અશક્ય છે. રોમ એટલા ત્યાં રોગ છે. ગરમી-ઠંડી-ભૂખ-તરસ પણ કેવાં ? બેસવાનું કે આરામનું નામ નહિ. ઉંઘનું પણ કોઈ સુખ નહિ. જેને સુખ કહેવાય એવું ત્યાં કાંઈ જ નથી અને જેને દુઃખ કહેવાય એવું ત્યાં કાંઈ બાકી નથી. સીતેન્દ્ર જેવા બારમા દેવલોકના ઈન્દ્રનું પણ ત્યાં કાંઈ ચાલ્યું નહિ. એટલે નિરાશ વદને એમને એ જ પરિસ્થિતિમાં મૂકીને પાછા વળવું પડ્યું. દેવો પણ મમતાના ગુલામ : સભા દૈવી શક્તિ કેમ કામ ન લાગે? ન લાગે, કર્મસત્તા આગળ દેવો પણ પાંગળા છે. સંસારમાં જે સૌથી બળવાન હોય તે પણ કર્મસત્તાના તો ગુલામ જ છે. કેટલાક લોકો તો પોતાને માટે એમ માને કે ગમે તેવા પાપ કરું - આડાઅવળાં કરું, પણ અધિષ્ઠાયક દેવનાં ગોખલા પાસે જઈને ૨૫-૫૦ વખત માળા ફેરવી લઈશું. એટલે ઠેકાણું પડી જશે. પણ જો એ દેવોનું ય ઠેકાણું પડતું ન હોય તો તે તમારું શું ઠેકાણું પાડશે ? એ ય એમની પોતાની પળોજણોમાં પડ્યા હોય છે. એક સાધુ મહાત્માને કાજો લેતાં આત્માની વિશુદ્ધિ થવાથી અવધિજ્ઞાન થયું. Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ ૭ : પૈસાવાળો સુખી છે - એ વાત ભૂલી જાઓ ! - 30 દેવલોકના દેવરાજ અત્યારે શું કરે છે તે જોવા તેમણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો, તો તેમને દેવલોકના દેવરાજ દેખાયા. પણ ત્યારે દેવલોકના દેવરાજની હાલત બહુ દુ:ખદ હતી. દેવરાજ દેવેન્દ્ર ગમે તેટલાં દેવોનો માલિક હોય કે, ગમે તેટલાં સામ્રાજ્યનો માલિક હોય, પણ એમને ય એમના પ્રોબ્લેમ નડતા જ હોય છે. મહાત્માએ જોયું કે તે સમયે એ પોતાની ઈન્દ્રાણીને મનાવતા હતા. આટલા મોટા ઈન્દ્રને પણ પોતાની ઈન્દ્રાણીનું મોઢું જોવું પડે, સાચવવું પડે અને એ રીસાય તો એને મનાવવા કાલાવાલા પણ કરવા પડે. કેવો છે આ સંસાર ! કેવી છે આ સંસારની વિડંબણા ! જેટલા સંસારી મમતાને પરવશ હોય તે ગમે તેવા મહાન ગણાતા હોય તો પણ તેમની આ જ હાલત હોય છે. જેના પ્રત્યે મમતા હોય, તેનો ચહેરો પડે એટલે આનો પણ ચહેરો પડે. દેવોની અને દેવલોકના દેવેન્દ્રોની પણ આ જ હાલત હોય છે. જ્યાં પરિગ્રહ-હિંસા ને મમત્વ હોય, ત્યાં બધે જ બેહાલી હોય. આની પહેલાના પ્રવચનમાં મેં તમને કહ્યું હતું કે, ‘નાગદં’ અને ‘ન મમ’ શરીર એ ‘હું’ નથી અને બીજું બધું ‘મારું નથી.’ આ મંત્ર જપવાનો ચાલુ કરો ! તો એ તમે ચાલુ કર્યો ? 731 આપણું કોઈ નથી. અમે તમને મૂકીને જતા રહેવાના અને તમે અમને મૂકીને જતા રહેવાના. શરીર પણ તમને મૂકીને જતું રહેવાનું અને તમે શરીરને મૂકીને જતા રહેવાના. તો પછી મમતા ક્યાં અને કોના ઉપર કરવાની ? તમારું અહીં કોણ છે ? સભા : ધર્મનો સહારો મળે ને ? ધર્મનો સહારો તો જરૂર મળે પણ ધર્મ કરે તેને મળે કે ન કરે તેને મળે ? ધર્મ કહે છે કે પરિગ્રહ ન રાખો ! હિંસા ન કરો ! મમતા ન કરો ! - એ તમને મંજુર હોય તો ધર્મનો સહારો મળે. જે ધર્મનું કહ્યું માને જ નહિ, તેને ધર્મનો સહારો શી રીતે મળે ? નીતિ પણ કહે છે કે - ‘ધર્મો રક્ષતિ રક્ષિતઃ ।' ‘રક્ષાયેલો ધર્મ રક્ષા કરે છે.' Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ૩ - બંધન જાણો ! બંધન તોડો ! એનો મતલબે સમજ્યા ? જે વ્યક્તિ ધર્મની રક્ષા કરે છે; એટલે જે પોતાનાં જીવનમાં બધી જ વસ્તુને ગૌણ કરીને એકમાત્ર ધર્મની જ આરાધનાને અમલી બનાવે છે, ધર્મને જ જે વળગી રહે છે, તેની રક્ષા-સુરક્ષા તેનો ધર્મ કરે છે. 732 એક વાત બરાબર ધ્યાનમાં રાખો કે - હિંસા ન કરવી એ ધર્મ, પરિગ્રહ ન રાખવો તે ધર્મ, મમતા ન કરવી એ ધર્મ છે. એ તમે કરો તો આજે તમને ધર્મનો સહારો મળશે. આજે કેટલાકોએ કોરી ધાકોર દેખીતી ધર્મક્રિયાને ધર્મ માની લીધો છે. કેવળ ક્રિયા એ ધર્મ નથી. પણ જે ધર્મ પ્રગટાવવો છે, તેનું તે સાધન છે. જે ધર્મક્રિયાથી ધર્મ જ ન પ્રગટે તો તે ધર્મક્રિયા શું કામની ? ધર્મ શું છે ? અહિંસા, અપરિગ્રહતા અને નિર્મમભાવ. જે ક્રિયાઓ કરીને અહિંસા, અપરિગ્રહ અને નિર્મમભાવ પ્રગટે તેવી ધર્મક્રિયા થાય તો કામ લાગે. દીવો પ્રગટાવવો હોય તો કોડીયું જોઈએ, વાટ જોઈએ અને તેલ પણ જોઈએ. આ ત્રણેયને ભેગા કરીને દિવાસળી ચાંપો તો દીવો પ્રગટે. પણ કોઈ લાખો કોડીયાં ભેગાં કરે, ઘણી વાટો અને મણોબંધ તેલ માત્ર ભેગું કરે, પણ ચિનગારી ન પેટાવે તો તેને પ્રકાશ ન મળે ! પ્રકાશ પામવા તો આ બધું ભેગું કર્યા પછી ચિનગારી પેટાવવી પડે. જો ચિનગારી પ્રગટાવો તો પ્રકાશ-પ્રકાશ થઈ જાય. તેમ ધર્મક્રિયાઓ કોડીયું-વાટ ને તેલ જેવી છે અને અપરિગ્રહતા, અહિંસા ને નિર્મમત્વ રૂપ ધર્મ અવશ્ય પ્રગટે અને એ પ્રગટાવો એટલે તરત જ પ્રકાશ થાય અને આત્મસ્વરૂપનું દર્શન અને તેની પ્રાપ્તિ અવશ્ય થાય. મમતાને તોડવાના ઉપાયો : સભા : સાહેબ ! ફરી એટલું જ સમજાવો કે આ મમતા તોડવા અમારે કઈ સમજ કેળવવી જોઈએ ? મમતાને તોડવા માટે ત્રણ જાતની સમજ કેળવવી જરૂરી છે. આ ધન મારું રક્ષણ કરી શકે તેમ નથી, - આ પહેલી સમજ. સ્વજન-પરિવાર મારું રક્ષણ કરી શકે તેમ નથી, - આ બીજી સમજ અને જીવતર સાવ ટૂંકું છે, ક્ષણભંગુર છે, લાંબું ટકે તેમ નથી, - આ ત્રીજી સમજ. આ ત્રણ સમજ જેનામાં આવે તે મમતાના Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ – ૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ! - 30 - 733 બંધનને તોડી શકે અને જે મમતાના બંધનો તોડી શકે તે કર્મના બંધનોને ઘણી સહેલાઈથી તોડી શકે. જૂના કાળમાં બુદ્ધિ માટેની પણ પેઢી રહેતી. મૂલ્ય ચૂકવો એટલે બુદ્ધિ મળે. એક એક સલાહ માટે લાખ લાખ સોનૈયા ચૂકવવા પડતા અને એનો ફાયદો સમજતા પુણ્યાત્માઓ એટલું ઊંચું મૂલ્ય ચૂકવીને ય એ સલાહ મેળવતા અને સુખી થતા. તેમ ભગવાને આપણને ત્રણ બુદ્ધિ આપી છે. તે એક પણ મૂલ્ય વગર, લેવી છે ? પહેલી બુદ્ધિ - ધન મારું રક્ષણ કરી શકે તેમ નથી. બીજી બુદ્ધિ - સ્વજન-પરિવાર મારું રક્ષણ કરી શકે તેમ નથી અને ત્રીજી બુદ્ધિ - જીવન ક્ષણભંગુર છે. આ ત્રણ વસ્તુ ઉપર જેટલી ઘેરી અનુપ્રેક્ષા કરશો, તેટલા સાચા પુરુષાર્થનો જન્મ થશે. સભાઃ વધુ ઘેરી અનુપ્રેક્ષા કેવી રીતે થાય ? આ એક એક મુદ્દા ઉપર જુદા જુદા અનેક દૃષ્ટિકોણથી જેટલી વધુ વાર વિચારણા કરશો તેટલી વધુ ઘેરી અનુપ્રેક્ષા બનશે. એક વાત તમે બરાબર ધ્યાનમાં લો કે, મૃત્યુ તમને લેવા નીકળી ગયું છે. દુનિયામાં કોઈ એવો વકીલ નથી કે જે તમને મૃત્યુ સામે સ્ટે લાવી આપે. ગમે તેટલી ફી ચૂકવો તો પણ નહિ. દુનિયાનો કોઈ એવો ઈજનેર નથી કે, જે એવો કિલ્લો બનાવી આપે છે, જેમાં રહેવાથી મૃત્યુથી બચી જવાય. દુનિયાના કોઈ એવા ચિકિત્સક નથી કે, જેની દવા લેવાથી મૃત્યુથી બચી જવાય. દુનિયામાં કોઈક તો એવું બતાવો કે જે મૃત્યુથી બચાવી શકે ? મૃત્યુથી કોઈ બચાવી શકે તેમ નથી. પૂજ્યપાદ મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી ગણિવરે આ મુદ્દાને કેવો સુંદર શૈલીમાં રજુ કર્યો છે. શાંતસુધારસ' ગ્રંથમાં અશરણ ભાવનાનું વર્ણન કરતાં તેઓશ્રીએ ગાયું છે 'तुरगरथेभनरावृत्तिकलितं, दधतं बलमस्खलितम् । हरति यमो नरपतिमपि दीनं, मैनिक इव लघुमीनम् ।।२।।' Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ - ૩ - બંધન જાણો ! બંધન તોડો! – 734 “ઘોડા, રથ, હાથી અને માનવોથી હારમાળાઓથી શોભતા વિશાળ સૈન્યથી પરિવરેલા રાજવીને આ યમ નાનકડા માછલાને જે રીતે માછીમાર લઈ જાય તે રીતે દીન બનાવીને લઈ જાય છે.' બોલો, આ એક નરી વાસ્તવિકતા છે કે નહીં ? ચક્રવર્તીનું વિશાળ સૈન્ય પણ શું ચક્રવર્તીને મૃત્યુના જડબામાંથી ઉગારી શકે એમ છે ? આગળ વધીને તેઓશ્રી કહે છે કે 'प्रविशति वज्रमये यदि सदने, तृणमथ घटयति वदने । तदपि न मुञ्चति हत समवर्ती, निर्दयपौरुषनर्ती ।।३।।' કોઈ વજમાંથી નિર્મિત ઘરમાં પ્રવેશ કરે કે દીનતાપૂર્વક મોઢામાં ઘાસનું તણખલું મૂકે તો પણ નજીકમાં રહેલ નિર્દય એવો યમ સકંજામાં આવેશ જીવને છોડતો નથી.' અહીં યમ માટે પૌરુષનર્તી વિશેષણ વાપર્યું છે. તેનો અર્થ પણ એવો જ માર્મિક છે. પુરુષોને નચાવનાર – પુરુષોના સત્ત્વને હણનાર.” 'वपुषि चिरं निरुणद्धि समीरं, पतति जलधिपरतीरम् । शिरसि गिरेरधिरोहति तरसा, तदपि स जिर्यति जरसा ।।५।।' 'કોઈ ગમે તેટલા લાંબા કુંભક પ્રાણાયામ કરે, સમંદરની પેલે પાર જાય કે કોઈ ઝટ પર્વતના શિખર ઉપર ચડે તો પણ તે ઘડપણથી ખખડી જાય છે, બચી શકતો નથી. ઘણા લોકો જુવાની ટકાવવા કેટ-કેટલું કરતા હોય છે; કોઈ દવાઓ કરે તો કોઈ કાયાકલ્પ કરે, કોઈ પ્રાણાયામ કરે તો કોઈ યોગાસનો કરે, કોઈ વનવાસ સ્વીકારે તો કોઈ ગિરિવાર સ્વીકારે, બધું જ નિરર્થક છે. એ ઘડપણ અને મૃત્યુની ઝપટમાંથી ક્યારેય બચી શકતા નથી. એટલે જ એઓશ્રીએ કહ્યું કે – 'विद्यामन्त्रमहौषधिसेवां, सृजतु वशीकृतदेवाम् ।। रसतु रसायनमुपचयकरणं, तदपि न मुञ्चति मरणम् ।।४।।' વિદ્યાની સાધના કરો, મંત્રનો જાપ કરો, મૂલ્યવાન ઔષધિઓનું આસેવન કરો, વશ કરેલા દેવોને કામે Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ – ૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ! - 30 – 735. લગાડો કે, શરીરને હષ્ટ-પુષ્ટ કરનાર રસાયણોનું સેવન કરો, પરંતુ આ મૃત્યુ તમને નહિ જ છોડે.' આ એક એક મુદ્દા ઉપર જેટલો વધારે વિમર્શ કરશો, તેટલી તમારી અનુપ્રેક્ષા ઘેરી બનશે. જો કરતાં આવડે તો મૃત્યુની સ્મૃતિ પણ પાપ કરતાં અટકાવે છે અને મૃત્યુની વિસ્મૃતિ પણ પાપ કરવાનો ઉત્સાહ વધારે છે. આખા દિવસમાં તમે જેટલાં પણ પાપો કરો છો, તેની શિક્ષા તમારે પોતે જ ભોગવવી પડશે. પછી તે પાપ કોઈને પણ માટે કરતા હો. ભૌતિક સ્વાર્થ હોય ત્યાં પરોપકાર ન હોય ? સભા પરાર્થરસિકતાથી કરીએ તો ? પાપમાં પરાર્થરસિકતા ક્યાં આવી ? પાપને અને પરાર્થરસિકતાને ક્યાંય મેળ જ નથી. સ્વજન-પરિવાર માટે તમે જે કાંઈ કરો છો તે તમારા ભૌતિક સ્વાર્થ માટે જ કરો છો. જેની આગળ પાછળ ક્યાંય પણ ભૌતિક સ્વાર્થ રહ્યો હોય, તેવી કોઈપણ પ્રવૃત્તિને પરાર્થકરણ ન કહેવાય. જ્યાં સુધી આત્માનું લક્ષ્ય નહિ બંધાય ત્યાં સુધી આ બધુ નહિ સમજાય. તમે એક દૃશ્ય આંખ સામે લાવીને વિચારો કે - દરિયામાં પડ્યા છીએ, વહાણ તૂટ્યું છે. દરિયામાં આમથી તેમ ફંગોળાઈએ છીએ અને એકાદ ફૂટ દૂર પાટીયું છે. જો તે હાથમાં આવી જાય તો જ બચવાની શક્યતા છે, બાકી બચવાનો કોઈ ઉપાય નથી. આવા સમયે જે પણ તાકાત હોય તેનો ઉપયોગ શાના માટે થાય ? કોઈ પણ ભોગે પાટીયું પકડીને તરવા માટે જ થાય ને ? તે જ રીતે જેને લાગે કે હું ભવસાગરમાં ડૂબી રહ્યો છું અને હવે એક માત્ર ધર્મ જ તરણોપાય છે, તેનો પ્રયત્ન શાના માટે હોય ? ધર્મ કરવા માટે જ હોય ને ? સભા માટે તો દેવ-ગુરુની સેવા કરીએ છીએ. સેવા એટલે શું ? તે પહેલાં બોલો. કેશરનાં બે-ચાર તિલક કરી આવો તે સેવા છે ? દેવ-ગુરુની સેવા કેવી રીતે થાય ? ઈચ્છા મુજબ કે આજ્ઞા મુજબ ! Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ - -- ૩ - બંધન જાણો ! બંધન તોડો! – – 736 સભા આજ્ઞા માનીએ જ છીએ. આજ્ઞા શું કહે છે ? પરિગ્રહ-પૈસો છોડો-૧, હિંસા છોડો-૨, ને મમતા છોડો-૩. વીતરાગના શાસનમાં દેવ-ગુરુને કાંઈ જોઈતું જ નથી. આ ત્રિપદી ભગવાને આપણા સુખ માટે, હિત માટે આપી છે. સ્વીકારવી છે ? ભગવાનને આપણે પૂછીએ કે, “ભગવાન, શું છોડું ?' ભગવાને કહ્યું, “પરિગ્રહ છોડો !' હજી અધૂરું લાગ્યું એટલે ફરી પ્રશ્ન પૂછ્યો. ‘ભગવંત, શું છોડું ?” ભગવાને કહ્યું, ‘હિંસા છોડો !' હજી કાંઈક અધૂરું લાગ્યું, એટલે ફરી પ્રશ્ન કર્યો. “ભગવંત ! શું છોડું..?” ભગવાને કહ્યું, “મમત્વ છોડો !' ગણધર ભગવંતોએ ત્રિપદી સ્વીકારીને તેમાંથી દ્વાદશાંગીની રચના કરી. જેને કારણે શાસનની સ્થાપના થઈ અને આ ત્રિપદીમાંથી આપણે આપણા આત્મહિતનું સર્જન કરવાનું છે. બચવું હોય તો બધું છોડો ! આપણા સૌના આત્મહિત માટે એક જુદી જ અપેક્ષાએ ભગવાનની આ ત્રણ આજ્ઞા છે. યાદ રહી ગઈ ? પહેલી આજ્ઞા.. “પરિગ્રહ છોડો !” મુંબઈવાળાને કહેવું પડશે કે, “પહેલાં મુંબઈ છોડો !' સભા ક્યાં જઈએ ? જ્યારે મકાનમાં આગ લાગી હોય ત્યારે “ક્યાં જવું?' - એ કહેવું ન પડે ! એકાએક મુંબઈમાં બોમ્બાર્ટમેન્ટ થવા માંડે. ત્યારે કેવા ભાગે ? ગાડી મળે તો ગાડી, ટેક્ષી મળે તો ટેક્ષી. જે મળ્યું તે લઈને ભાગે. છેવટે પગે ચાલતાં પણ ભાગે ત્યારે વિચારવા ન બેસે. કોઈ કહે, “ક્યાં જવું છે ?' “જ્યાં જઈએ ત્યાં પણ પહેલાં મુંબઈ છોડો, પછી ક્યાં જવું છે, તેનો રસ્તો થશે.” એમ કહે ને ! ઈ. સ. ૧૯૪૭માં દેશના ભાગલા પડ્યા ત્યારે લોકો પોતાનો જાન લઈને ભાગ્યા હતા. ઘર-બાર, દુકાન-હાટ, પેઢી કે ફેક્ટરી, સ્વજન-પરિવાર, પુત્ર કે પત્ની, બધાને છોડીને માત્ર પોતાને બચાવવા દોડી પડ્યા હતા. મનમાં હતું કે “જાત સલામત તો..” આ બધું તમે જાણો છો ને ? ભગવાન કહે છે - પહેલા નંબરે પરિગ્રહ છોડો ! બીજા નંબરે આરંભ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ – ૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ! - 30 - 737 સમારંભની જે પ્રવૃત્તિ કરો છો, તે છોડો ! અને ત્રીજે નંબરે તેની મમતા છોડો ! પરિગ્રહ છોડશો એટલે તેમાંથી હિંસા છોડવાનો માર્ગ મળશે. હિંસા છોડશો એટલે તેમાંથી મમત્વ છોડવાનો માર્ગ મળશે અને મમત્વ છોડશો એટલે સીધી રીતે દીક્ષાના માર્ગ ઉપર આવી જશો. સભા : પછી દીક્ષા લેવી પડશે. દીક્ષા લેવી પડશે, એમ ન બોલો. દીક્ષા લેવી જ જોઈએ, આનંદથી લેવાશે અને એમાં જીવનની સાચી સાર્થકતા અનુભવાશે, એમ માનો ! તમે તો દીક્ષા લેવી પડશે, એમ કહીને એવું અભિવ્યક્ત કરો છો કે જાણે દીક્ષા એ મોટો બોજો હોય. ખરેખર, સાચા અર્થમાં દીક્ષા લેવાય તો આ ત્રણેય પાપ એક ઝાટકે છૂટી જાય. જેણે માત્ર વેષ પરિવર્તન કર્યું છે કે કરવું છે, તેની વાત નથી કરતો. ત્રણેય પાપથી છૂટીને કે છૂટવા માટે દીક્ષા લેનારની એ પછીની જિંદગીની મજા જ કાંઈ અદકેરી. જેને પરિગ્રહ જોઈતો જ નથી અને નથી, તેને મુંઝવણ શું ? વીતરાગના સાધુને કોઈ કહે, મકાન ખાલી કરો તો તે તરત જ “ધર્મલાભ' આપીને ચાલી નીકળે અને તમને ખાલી કરવાનું કોઈ કહે તો ? કોઈ સ્વજન મરી ગયું તો તમે લમણે હાથ દઈને બેસો. વીતરાગના સાધુને એમાનું કશું જ ન હોય. કેમ ? પર્યાયનો, કાળની અવસ્થાનો સ્વીકાર કરી લે એટલે એને કોઈ શોક ન હોય. એટલા માટે જ સાધુઓના મૃત્યુ માટે “કાળધર્મ શબ્દ વપરાય છે. “ફલાણા મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા” એમ બોલાય છે. તેનો અર્થ સમજ્યા ? કાળધર્મ એટલે કાળનો ધર્મ. કાળનો પર્યાય. કાળનો ધર્મ એટલે કે સ્વભાવ છે કે દરેક વસ્તુને જૂની બનાવે. વર્તમાનને ભૂતકાળ બનાવી દે. એક પર્યાયનો નાશ કરીને બીજો પર્યાય ઉભો કરી દે. આ તત્ત્વજ્ઞાનને સમજનાર વીતરાગના સાધુને ક્યારેય કોઈ પરિસ્થિતિમાં શોક ન હોય, દુઃખ પણ ન હોય. જોનારને કદાચ એમ પણ લાગે કે “આમને કાંઈ થતું નથી ?' તો એમને એ વાતનો ખ્યાલ રાખવો જરૂરી છે કે, સાધુના હૈયા કઠોર કે નઠોર નથી. સાધુ સદાય કરુણાભીના જ હોય. એમના હૈયામાં કઠોરતા કે નઠોરતાનો વાસ ક્યારેય ન હોય, પરંતુ તેમણે કાળના ધર્મને, Page #205 -------------------------------------------------------------------------- ________________ બંધન જાણો ! બંધન તોડો ! પદાર્થોના પર્યાયને, વિશ્વની વાસ્તવિકતાને સ્વીકારી લીધી છે. આથી તેઓ દરેક પરિસ્થિતિઓને સાચા અર્થમાં મૂલવી શકે છે. વાસ્તવિકતાને વાસ્તવિક રીતે જોઈ શકે છે. એને એ જ સ્વરૂપે સ્વીકારી શકે છે. માટે જ તેઓ પોતાના મનને સ્વાભાવિક સમાધિમાં રાખી શકે છે. સાધુને ધોળા વાળ આવે તો ધ્રાસકો ન પડે પણ તમને એક ધોળો વાળ આવે તો ધ્રાસકો પડ્યા વગર ન રહે. કારણ કે સાધુ દેહના પર્યાયને જાણે છે અને સહજતાથી સ્વીકારે છે. જ્યારે તમે તો મૃત્યુની ઘંટડી વાગે ત્યાં સુધી પણ વૃદ્ધાવસ્થા સ્વીકારવા તૈયાર નથી હોતા ! ૧૮૭ ૩ શરીરની મમતા, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ જેવી વાસ્તવિકતાનો સ્વીકાર કરતા પણ તમને અટકાવે છે. જેના જીવનમાં મમતાને સ્થાન નથી, એવા સાધુને માટે વૃદ્ધાવસ્થા, મૃત્યુ વગેરે બધું જ સહજપણે સ્વીકાર્ય હોય છે. 738 ધન મળે ધર્મથી જ, પણ મેળવવું એ ધર્મ નહિં : સભા : સાહેબજી, જરા મારો પ્રશ્ન આડા પાટે જાય છે, પણ આટલું સ્પષ્ટ કરો તો સારું. મારો પ્રશ્ન એ છે કે ધર્મથી ધન મળે કે નહિ ? અને જો મળે તો તે મેળવવા માટે ધર્મ કરાય કે નહિ ? ધન મળે છે ધર્મથી જ. પણ જેનાથી જે મળે તે બધું મેળવવા જેવું જ અને તે મેળવવા જ તે કારણને સેવવું - એવો નિયમ ન બાંધી શકાય. ઝેર પણ મળે છે તો પૈસાથી જ પણ પૈસાથી મળનારું ઝે૨ પણ મેળવવા જેવું તો ન જ કહેવાય ને ? અને એવું ઝેર મેળવવા પૈસો મેળવવો એવું પણ ન જ મનાય ને ? ધર્મની સ્થાપના મોક્ષ મેળવવા માટે જ છે. મોક્ષ એટલે સંસારના પ્રત્યેક પદાર્થથી સંપૂર્ણપણે છૂટવું. ધનથી છૂટવું, કામ-ભોગથી છૂટવું અને ખાવાપીવાથી છૂટવું. એટલે નક્કી થયું કે - ધન-ભોગથી છૂટવા માટે ધર્મ કરવાનો છે, ધન-ભોગ મેળવવા માટે નહિ. કા૨ણ કે ધન-ભોગ મેળવવા જેવા જ નથી. હા, મોક્ષ મેળવવા માટે અર્થાત્ ધન-ભોગથી હમેશા માટે છૂટી જવા માટે ધર્મ કરો એટલે એનાથી મોક્ષ મળવાનો. એ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી વચ્ચે એના આડફલ રૂપે ધન-ભોગ મળે તે મોક્ષ મેળવવામાં ન નડે તેવા મળે. તે વખતે એવો વિવેકપણ જાગતો રહે કે આ ધન-ભોગને વળગવાનું નથી, તેનાથી છૂટવાનું છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૭ : પૈસાવાળો સુખી છે - એ વાત ભૂલી જાઓ ! – 30 દરિયો પા૨ ક૨વા જાઓ ત્યારે જેમ જેમ આગળ વધો તેમ તેમ પાણી વધતું જાય. ઊંડાણ વધતું જાય. પણ તેને પાર કરવાનું હોય છે. તેમાં પડવાનું નથી હોતું. આમ છતાં જે એમાં પડ્યા તે ગયા. કિનારે હતા ત્યારે પાણીની બહુ તકલીફ ન હતી, પણ વહાણમાં બેસીને જેમ જેમ આગળ વધ્યા તેમ તેમ ઊંડાણ ને વ્યાપ બન્ને વધતા ગયા. પણ વહાણમાં બેસનારા એને પાર કરવાની ભાવનાવાળા જ હોય. એટલે જ્યાં સુધી કિનારો ન દેખાય ત્યાં સુધી ભાર રહે. દરિયામાં મુસાફરી કરવા છતાં એ દરિયો પાર કરવાની જ ભાવનાવાળા હોય અને પાણીથી એ સાવધ હોય. તેમ અહીં પણ ધર્મ કરો એટલે ધન વધવાનું, પણ ધન જોઈને એનાથી સાવધ રહેવાનું છે. તેને વળગવા ગયા એ ગયા. મમ્મણને ધન મળ્યું, વળગ્યો તો એ સાતમી નરકે ગયો. સુભૂમ ને બ્રહ્મદત્તને પણ ધન, ભોગ અને સત્તા મળ્યાં. એ એને વળગ્યા તો મરીને સાતમીએ ગયા. જેને મળ્યું, જેમણે ધર્મ પાસે માગીને મેળવ્યું, તે મોટે ભાગે ધન, ભોગ મળતાં ધર્મને ભૂલી ગયા અને સંસારમાં ૨ખડી ગયા. જેને ધર્મ પાસેથી વગર માંગ્યે ધન-ભોગ મળ્યાં, તે તક મળતાં જ તેને છોડી ગયા અને ધર્મના શરણે રહી ભવસાગર તરી ગયા. ૧૮૭ જે કોઈ ધર્મ પાસે અર્થ-કામ માંગીને મેળવે તે મોટે ભાગે ડૂબી જાય અને જે કોઈને ધર્મ પાસેથી માંગ્યા વગર અર્થ-કામ મળે તે મોટે ભાગે તરી જાય. આ પરિસ્થિતિમાં તમારે શું કરવું તે તમારે નક્કી કરવાનું છે ! 739 આપણી આ વાત છેલ્લાં ઘણા દિવસોથી ચાલે છે. તમે જે તર્ક માંગો છો તો તેના જવાબ હું તર્કથી આપું છું. શાસ્ત્રવચન માંગો છો તો શાસ્ત્રવચન આપું છું, પણ તમે ફક્ત મનનો વ્યાયામ કરો છો, હૈયાની કેળવણી નથી કરતા. એટલે જેવું આવવું જોઈએ તેવું પરિણામ નથી આવતું. આ બધી વાતો માત્ર મનનો વ્યાયામ કરવા માટે નથી પણ હૈયાની કેળવણી અને આત્માના ઘડતર માટેની આ બધી વાતો છે. જ્યારે એ થશે, ત્યારે જ જેવું આવવું જોઈએ તેવું પરિણામ આવશે. પરિગ્રહ, હિંસા અને મમત્વ આ ત્રણેય બંધન છે. તેને જાણો અને તોડો ! એ ત્રણેય અનર્થને કરનારાં છે. આત્માને દુઃખી કરનારાં છે, આ જ વાતને વધારે સમજાવવા માટે બીજી ત્રણ વાતો કરી છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ 740 ૧૮૮ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – જેમ પરિગ્રહ માટે કહ્યું કે, “પરિગ્રહના કારણે દુઃખથી છૂટાશે નહિ – માટે પરિગ્રહને છોડો !” હિંસા માટે કહ્યું કે, “જે જીવોની હિંસા કરશો તે તે જીવો સાથે તમારું વૈર વધશે – માટે હિંસા છોડો !” તેમ મમતા માટે પણ કહ્યું કે – “પૈસો રક્ષણ આપી શકશે નહિ-૧, સ્વજનપરિવાર રક્ષણ આપી શકશે નહિ-૨ અને આયુષ્ય ક્ષણભંગુર છે. કોઈપણ ક્ષણે તૂટી પડશે-૩ - માટે મમતાને પણ છોડો !' ભગવાને કહ્યું છે કે જેને આ પરિગ્રહ, હિંસા અને મમતાની અનર્થકારિતાની વાતો ગળે ઉતરશે તે જ કર્મનાં બંધનો તોડી શકશે, બીજા નહિ. અહીં સાધુપણામાં આવી ગયા તો પણ નહિ. અહીં આવ્યા પછી જે સાધુસાધ્વીને આ વાત ગળે નહિ ઉતરે, તો તે પણ ભવસાગર તરી નહિ શકે. તેમનો ત્યાગ અને સાધના બધું જ મોટે ભાગે એળે જશે. તમે ધર્મ ન કરી શકો એ ચાલશે પણ... આ વાતો અમે જ્યારે કરીએ ત્યારે નવા કોરી પાટી જેવા જીવો, જેમની હૃદયની સંવેદના જીવતી ને ધબકતી હોય છે, તે હાલી જાય છે. પરંતુ ઘણા જૂના જામેલા લોકો કહે છે - શાસ્ત્રોમાં તો આ જ વાતો હોય અને મહારાજ સાહેબને આ જ બધુ બોલવાનું હોય પણ વ્યવહારમાં તો જે થતું હોય તે જ થાય.” “આ વાતો ચોથા આરાની છે. આ કાળમાં લાગુ ન પડે. જેમ કરતા હોય તેમ કરતા રહો. આમ માનવું-મનાવવું-બોલવું-પ્રચારવું - એ ઉસૂત્ર છે, નર્યું મિથ્યાત્વ છે, ઉન્માર્ગ છે. છતાં જો આવી વાતો ચરવળા અને ચાંદલાવાળા બોલતા હોય, આગળ વધીને અમારામાંથી પણ જો કોઈ આવું બોલતું હોય તો હવે ફરિયાદ ક્યાં જઈને કરવાની ? કહેવું જોઈએ કે, અમારો વૈરાગ્ય ઢીલો છે. અમે નમાલા છીએ. જોઈએ તેવો અંતરંગ પુરુષાર્થ નથી. બાળચેષ્ટા કરીએ છીએ. તમે જાગ્યા - બોધ પામ્યા તો જરૂર આગળ વધો. વીતરાગના શાસનમાં જેટલા જાગે અને ભાગે, દોડે તેટલા આગળ વધી શકે. બને કે વહેલા જાગેલા દોડે નહિ ને પાછળ રહી જાય અને મોડા જાગેલા દોડે તો આગળ વધી જાય. એટલે તમે શક્તિ મુજબ પુરુષાર્થ Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ - ૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ ! - 30 કરશો તો જરૂર આગળ વધશો. આવું વિચારવા, બોલવાના બદલે આ તો આગમોની વાતો છે... એ જમાનો ગયો... જરા નજર તો કરો ? આજે કોણ એવું જીવે છે ?' આવી વાતો કરવી એ પોતાનાં પાપાશ્રવોને ઢાંકવાની વાતો છે. સામાનો વૈરાગ્ય કે સંવેગાદિ ભાવો પડી જાય એવી વાણી કે વ્યવહાર ક્યારેય ન હોવાં જોઈએ. 741 સભા : બાળજીવોને અનુલક્ષીને કહેવાય ને ? બાળજીવોને અનુલક્ષીને પણ નબળી વાતો ક્યારેય ન કરાય. બાળજીવો આગળ એટલું જ કહેવું કે જે એને સમજાય તેવું હોય, પણ ન હોય તેવું ખોટું કે નબળું તો ક્યારેય ન કહેવાય. જ્ઞાનીઓએ તો ત્યાં સુધી કહ્યું કે, ‘બાળજીવો સામે જે બોલો તેવું જ તેમની સામે જીવજો.’ જેથી એમને બુદ્ધિભેદ ન થાય અને એની શ્રદ્ધા, સંવેગ તૂટી ન જાય. પણ એવું ન કહ્યું કે તમારે જેવું જીવવું હોય તેમાં તમને ક્યાંય વાંધો ન આવે, એવું બાળજીવો આગળ બોલજો ! બાળજીવો અલ્પજ્ઞ હોય તેથી ઉત્સર્ગ-અપવાદના ભેદ ન સમજે. એટલે એમની સામે જે જે ઉત્સર્ગ બતાવો, તેનું તમે બરાબર પાલન કરજો. સંયોગવિશેષમાં અપવાદ સેવવો પડે તો પણ બાળજીવો સામે ન સેવતા. આવી કાળજી રાખવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. અમને ભગવાને કહ્યું છે, ‘બોલો એવું જીવો !’ ‘જેવું જીવતા હો કે જીવવું હોય, તેવું બોલજો !' – એવું ભગવાને નથી કહ્યું. ધર્મોપદેશકે તો ભગવાને જે કહ્યું તે જ બોલવાનું છે. તે મુજબ જીવવાનું છે. બાળજીવોની હાજરીમાં અમારે પણ મુખ્યતયા ઉત્સર્ગ જ જીવવાનો છે. તેની હાજરીમાં અપવાદ ન સેવાય. સભા : કેટલાક ઉપદેશકો અને લોકો અમને બધાને બાળ-બાળ કેમ કહે છે ? આ પ્રશ્ન તમને જે બાળ કહેતા હોય એમને પૂછો તો ખબર પડે. પહેલો મુદ્દો એ ધ્યાનમાં રાખવા જેવો છે કે જ્ઞાની ભગવંતોએ જે બાળમધ્યમ અને બુધ, એવા ત્રણ પ્રકારો બતાવ્યા છે, તે ધર્મના અર્થી જીવોના પ્રકારો બતાવ્યા છે. અહીં પહેલો મુદ્દો એ વિચારવા જેવો છે કે શું ખરેખર તમે ધર્મના અર્થી છો ? જો તમે ધર્મના અર્થી જ ન હો તો તમારી કક્ષાનો વિચાર કરવાનો કોઈ અર્થ જ રહેતો નથી. પહેલાં તો તમને ધર્મના અર્થી બનાવવા જરૂરી Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! 742 છે. તે પછી તમને ધર્મ સમજાવવા, કરાવવા માટે તમારી કઈ કક્ષા છે, એ નક્કી કરવું જરૂરી બને છે. આજની મોટા ભાગની સમસ્યાઓ તમારી બાળ, મધ્યમ કે બુધ વગેરે કક્ષામાંથી ઉભી થયેલી નથી, પણ તમારા ધર્મના અનર્થીપણામાંથી ઉભી થયેલી જણાય છે. શ્રોતાઓના જે બાળ-મધ્યમ અને બુધ, એમ ત્રણ પ્રકાર બતાવ્યા છે, તે અર્થીના પ્રકારો છે, અનર્થીના નહિ. આજે જેઓ અહીં પણ દેખાય છે, તેમાંના તો કેટલાક અનર્થી પણ છે. “જોઈએ - જઈએ, મહારાજ સાહેબ શું બોલે છે ? પાલીતાણામાં ચોમાસું ચાલુ છે. અહીં હરવા-ફરવાની બીજી કોઈ જગ્યા નથી. ક્યાં જવું ? તો ચાલો વ્યાખ્યાનમાં.' કોઈ ટાઈમ પાસ કરવા આવે છે. કોઈને પત્ની લઈ આવી છે, કોઈને પતિ લઈ આવ્યો છે. કોઈને મિત્ર લઈને આવે છે. સ્નાત્રપૂજામાં પણ આવે છે ને કે – “આતમ ભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ; નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધર્મી ધર્મસખાઈ.” - આવું અહીં પણ હોય છે. સભામાંથી એક ભાઈ : ભણેલા-ગણેલા આવા પ્રશ્નો કેમ કરે છે ? સભામાંથી બીજા ભાઈ ઃ ગૌતમસ્વામી પૂછતા હતા, એટલે અમે પણ પૂછીએ છીએ. ગૌતમસ્વામી તત્ત્વજિજ્ઞાસાથી પૂછતા હતા. તમારી જેમ ટહુકા નહોતા કરતા. તમે સૌ એટલું નક્કી કરો કે અમારે આ બધું માત્ર બૌદ્ધિક રીતે જ સમજવું નથી, પણ હૈયાના સ્તરે સમજવું છે. જો આમ કરશો તો જ તેમાંથી અનુપ્રેક્ષાનો જન્મ થશે. તમારા હૃદયમાં અનુપ્રેક્ષા જન્મે એટલા માટે તો એકની એક વાત અનેક રીતે કરું છું. હૈયું સમજે તો આચારમાં આવતાં વાર નહિ? સભા: હયું સમજે છે, પણ આચારમાં આવતું નથી. હૈયું સમજે તો આચારમાં આવતાં વાર નહિ લાગે. પણ અત્યારે જે સમજ્યા Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ – ૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ! - 30 - 743 છો, એ હૈયાથી નહિ માત્ર બુદ્ધિથી જ, એટલે જરૂરી પરિણામ આવતું નથી. જો હૃદયથી સમજ્યા હોત તો આચારમાં આવ્યું જ હોત. અને શક્તિ-સંયોગના અભાવે અમલમાં ન આવ્યું હોત તો તેનું દુ:ખ હોત કારણ કે, આચારનાં મૂળમાં સમ્યગ્દર્શન હોય છે અને તે પછી વિરતિ આવે છે. પહેલાં સમ્યગ્દર્શન આવે અને તે પછી વિરતિ આવે. હૈયાના પરિવર્તન વિના સમ્યગ્દર્શન ક્યારેય આવતું નથી. જ્ઞાનીઓને માત્ર બાહ્ય આડંબરમાં રસ નથી, એમને તમારી-અમારી આંતરિક પરિણતિ બદલવી છે. હમણાં હમણાં કેટલીક વાતો એવી રીતે થઈ રહી છે કે, જેમાં પરિણતિનું લક્ષ્ય ચૂકાઈ રહ્યું છે ... માત્ર ક્રિયા કર્યા કરો એમ બોલાઈ રહ્યું છે, પરંતુ એ ક્રિયા શેના માટે કરવાની ? તેની કોઈ વાત જ કરાતી નથી, જે બરાબર નથી. સોનાનાં જેકેટ લઈને કોઈ જતો હોય ને ખબર પડે કે પાછળ પોલીસ પડી છે અને જો જેકેટ સાથે પકડાયો તો ખરાબમાં ખરાબ પરિણામ આવશે એમ ખબર હોય તો ? કિંમતીમાં કિંમતી પણ જેકેટો રસ્તા વચ્ચે ફેંકી દેનારા પણ સાંભળ્યા છે ને ? આ હૈયાથી સમજ્યો કહેવાય. સોનાનો બિસ્કીટનાં જેકેટ સાથે પકડાવાનું પરિણામ શું આવશે ? - એ સમજ્યો એટલે તરત આચરણમાં આવ્યું. એ જ રીતે “અપાય વિચય” ને “વિપાક વિચય'નું જ્ઞાન હૈયાથી થયું ? હજી આપણને તે જ્ઞાન હૈયાથી થયું નથી. જે દિવસે આ જ્ઞાન હૈયાથી થશે તે દિવસે આચારમાં આવતાં વાર નહિ લાગે. “અપાય વિચય” અને “વિપાક વિચય' સમજ્યા ને ? પહેલાં પણ સમજાવ્યું હતું. રાગ-દ્વેષ આત્માનું કેવું અહિત નોંતરે છે, એ કેવા અપાયને કરનારા છે - તેનું ચિંતન તે અપાય વિચય છે. કર્મના યોગે જીવને જે દુઃખો ભોગવવા પડે છે - તેનું ચિંતન તે વિપાક વિચય છે. આ બંને ધર્મધ્યાનના પાયા છે. એવું ચિંતન કરવાથી ધર્મધ્યાન આવે છે. તમે એ પણ વિચાર કરો કે એક જ દેશનામાં જંબૂસ્વામીએ ભર્યા ભર્યા સંસારનો ત્યાગ કેમ કર્યો ? તે દેશનાના શબ્દો આજે પણ ગ્રંથસ્થ છે, તે તમે સમજી શકો અને સમજાવી પણ શકો, છતાં સંસાર કેમ છોડી શકતા નથી ? Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 744 એમને એ ધર્મદેશના સમજાઈ હતી, તે હૈયાથી અને આપણને સમજાઈ છે માત્ર મગજથી, હૈયાથી નહિ. આગમો અને ચરિત્ર ગ્રંથોમાં પૂર્વકાળનાં વર્ણનો આવે છે. તેમાં આવે છે કે - નગરમાં આચાર્ય ભગવંત પધાર્યા, ધર્મદેશના થઈ, ધર્મદેશનાના અંતે કેટલાકે સર્વવિરતિ લીધી. કેટલાક દેશવિરતિ લીધી, કેટલાકે સમ્યક્ત ઉચ્ચર્યું. એક જ ધર્મદેશના સાંભળીને આવું બનતું. આવું બનવાનું એક જ કારણ હતું કે તેઓ જે પણ સાંભળતા હતા તે હૈયાથી સાંભળતા હતા. સભા: આજે અમને નથી સમજાતું તેનું કારણ શું ? મિથ્યાત્વનું કોચલું અકબંધ છે. રાગ-દ્વેષ, અનંતાનુબંધીના છે અને તે પણ તીવ્ર છે. માટે જ રાગ-દ્વેષ ભૂંડા છે, તેવી પ્રતીતિ થતી નથી. રાગ વિકૃતિરૂપ ન લાગતાં સ્વાભાવિક લાગે છે. એ જ રીતે દ્વેષ વિકૃતિરૂપ ન લાગતાં તે પણ સ્વાભાવિક લાગે છે. અને એ રાગ-દ્વેષ સ્વાભાવિક અને લાભપ્રદ લાગે છે માટે જ કર્તવ્યરૂપ લાગે છે. સારામાં સારા ધર્માત્મા ગણાતા પણ બોલે કે “સાહેબ, રાગ વિના તો જીવાય જ કેમ ? ઘરમાં બેઠા છીએ તો, લાગણી તો હોય જ ને ? સ્મશાનમાં થોડા બેઠા છીએ ? આ કાંઈ મુસાફરખાનું થોડું જ છે ? છેવટે ઘર છે. રાગ તો હોય જ ને ?' એવો ભાર આપીને એ બોલતો હોય છે, ક્યાંય એને એ રાગની વેદના ન હોય. એ કર્તવ્ય જ લાગતું હોય એમ સ્પષ્ટ દેખાય. એ જ રીતે દ્વેષને પંપાળતાં વચનો પણ સહજ રીતે બોલાતાં હોય છે. “સાહેબ ! આપણે ડંખ ન મારીએ પણ ફૂંફાડો તો મારવો જ પડે. સાવ નરમ થઈ જઈએ તો લોકો આપણને ફોલી ખાય. સાહેબ ! થોડીક ગરમી તો રાખવી જ પડે.” - એમ એ બોલે. આવા શબ્દોચ્ચાર જ એવું બતાવે છે કે એનામાં મિથ્યાત્વ અકબંધ બેઠું છે, રાગ-દ્વેષની ગ્રંથી હજુ દેખાઈ પણ નથી તો ભેદાવાનો તો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. સભા? બધું અત્યારે આ ભવમાં જ કરી લેવાનું? આગળના ભાવોમાં કરીએ તો ન ચાલે ? આ જ વસ્તુને જણાવતાં પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું કે – પામી બોધ ન પાળે મૂરખ, માંગે બોધ વિચાલે, લહીએ તેહ કહો કૂણ મૂલે, બોલ્યું ઉપદેશમાલે.” Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ – ૭: પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ! - 30 – 745 આ ભવમાં જૈન ધર્મ આચરવાની બધી સામગ્રી મળવા છતાં નહિ આચરતો મૂર્ખ માણસ આગામી ભવોમાં જૈન ધર્મ મેળવી-આચરવાની માગણી કરે છે. તે કઈ મૂડી ઉપર પરભવમાં જૈન ધર્મની સામગ્રી મેળવશે ? એમ ઉપદેશમાળા નામના ધર્મગ્રંથમાં કહ્યું છે.” માટે જ કહું છું કે ભવિષ્યના ભાવોમાં જો તમારે સાધનાનું બળ જોઈતું હોય તો તે માટેની શરૂઆત તો આ ભવમાં જ કરવી પડશે. આમ છતાં આજે તમે જે કરી શકતા નથી, એનું મુખ્ય કારણ હૈયામાં ઘર કરીને બેઠેલી મમતા છે. હવે તમે જ વિચાર કરો કે, પરિગ્રહ અને સ્વજનની મમતાને કારણે તમે ધર્મથી કેટલા દૂર રહ્યા અને કેટલાં પાપ કર્યા ? તેમાંથી આજે કેટલાં ટેન્શનો વધ્યાં ? દીકરો જરા બોલ્યો નહિ તો ટેન્શન. દીકરાની વહુએ બરાબર ભાણું જાળવ્યું નહિ એટલે ટેન્શન ! પત્નીએ જરા મોઢું ફેરવી લીધું એટલે ટેન્શન ! ઓફિસે ગયા, નોકરે બરાબર સલામ ભરી નહિ એટલે પાછું ટેન્શન ! માલ વેચાયો નહિ એનું ટેન્શન ! ઉઘરાણી પતી નહિ એનું ટેન્શન ! સરકારી લફરું આવ્યું એનું ટેન્શન ! આવાં તો કેટકેટલાં ટેન્શન ? અને પછી એમાંથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન. પરિગ્રહ, હિંસા અને મમતા - આ ત્રણેયને કારણે જીવ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં રિબાય છે. આર્તધ્યાનને પરવશ પડે એટલે તિર્યંચ ગતિને યોગ્ય કર્મો બંધાવાનાં શરૂ થાય અને રૌદ્રધ્યાનને પરવશ પડે એટલે નરકગતિને યોગ્ય કર્મો બંધાવાનાં શરૂ થાય. જેને લઈને મરીને એ જીવ છેવટે તિર્યંચગતિ કે નરકગતિમાં ભટકવા ચાલ્યો જાય. માટે જ ભગવાન કહે છે, Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ 746 - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – તુવલ્લા - મુક્ય' આ જીવો દુઃખથી મુક્ત નહિ થાય, માટે જ આજે આપણે આપણા આત્મા પાસે જવાબ લેવો છે. હવે તમે તમારા હૃદય ઉપર હાથ મૂકીને આત્માને પૂછો કે પૈસો કેવો લાગે છે ? સભા : ભંડો. મારે તમારા હોઠનો નહિ પણ હૈયાનો જવાબ જોઈએ છે. શું તમને એમ લાગે છે કે, “આ પૈસો તમને બચાવી શકશે નહિ, રક્ષણ આપી શકશે નહિ.” મને તો એમ લાગે છે કે, તમે પૈસાની ગરમી ઉપર જીવો છો. ભગવાન કહે છે, આ સમજ જેનામાં નહિ હોય, એવા સાધુ અને સાધ્વીના જીવનમાં પણ આ પૈસો એક નહિ તો બીજા સ્વરૂપે આવી જશે. ઘણા માને છે કે, “જાતે પરિગ્રહ રાખીએ તો જ પાપ. બીજા પાસે રખાવીએ તો વાંધો નહિ.” જાતે હિંસા કરીએ તો જ પાપ. બીજા પાસે હિંસા કરાવીએ તો પાપ નહિ. “બીજાએ હિંસા કરી હોય અને તેને ભોગવીએ તો તેમાં પાપ નહિ.' એક વાત બરાબર ધ્યાનમાં રાખજો કે આ માન્યતા જૈનોની નહિ પણ બૌદ્ધોની માન્યતા છે, આમ છતાં પોતાને જૈન તરીકે ઓળખાવનારમાં આજે ઘણા એવી માન્યતા ધરાવનારા હોય છે. પાપ કરનાર કરતાં પાપના વિચાર કરનાર વધુ પાપ બાંધે એમ પણ બને : સભા: ‘કરણ-કરાવણ અને અનુમોદન કરનાર, ત્રણેય સરખાં જ ફળ મેળવે એવું નથી ? આ તો સાપેક્ષ વચન છે. એમાં એકાંત નથી. ઘણીવાર તો પાપ ન કરે છતાં વધારે કર્મ બાંધે. તંદુલિયો મત્સ્ય, એ એક હજાર યોજનની લંબાઈવાળા માછલાની આંખની પાંપણમાં પેદા થાય છે. એની કાયા માત્ર એક અંગુલ જેટલી જ હોય છે. એક હજાર યોજનાનું માછલું, ખાઈ-પીને આરામ કરતાં મોટું ફાડીને બેઠું હોય અને સમુદ્રી પ્રવાહ સાથે ઢગલાબંધ માછલાં એના મોઢામાં જાય અને બહાર આવે. આ જોઈને તંદુલિયા મલ્યને થાય છે, “આ બેવકૂફ છે. વગર મહેનતે આટલાં બધાં માછલાં આવે છે. છતાં એ મોટું બંધ કરીને આ બધાને કેમ હજમ કરી જતો નથી ? એની જગ્યાએ હું હોઉં તો એકેયને જતા Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ – ૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ ! - 30 – 747 ન કરું. મારું ચાલે તો બધાને પૂરા કરી દઉં. એકને ન જવા દઉં. આ વિચારમાં ને વિચારમાં પોતાનું કેવળ એક અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂરું કરી એ સીધો જ સાતમી નરકમાં પહોંચી જાય છે. આવા વિચારો તમે નથી જ કરતા કે તમને આવા કોઈ વિચારો નથી જ આવતા, એવા ભ્રમમાં રહેતા નહિ. જ્યારે જ્યારે વૉર થાય ત્યારે મારું ચાલે તો આમ કરી દઉં ને તેમ કરી દઉં,” એવા કેટલા કેટલા વિચારો આવે છે ? બજારમાંથી નીકળે તોય એને થાય કે “આ લઉં કે આ લઉં. શું કરું, મારી પાસે પૈસો નથી. નહિ તો આમાંનું કાંઈ ન છોડું.' આવા વિચારો પણ આવે છે ને ? ઘણાને તો આ વિચારોની અસર એમના શરીર ઉપર દેખાવા લાગે. હાથ ખિસ્સામાં જાય ને બહાર આવે. એનું ચાલે તો આખી દુનિયા ખરીદી લેવાની એની ઇચ્છા હોય. એટલે ફરી મૂળ વાત ઉપર આવો. એક વાત બરાબર ધ્યાનમાં રાખો કે , આ પૈસો તમારું રક્ષણ કરી શકશે નહિ. સ્વજન-પરિવાર તમને બચાવી શકશે નહિ અને જીવન ક્ષણભંગુર છે, માટે એ લાંબો સમય નહિ જ ટકે. માટે કરવા જેવું તત્કાળ કરી લો કારણ કે હવે ઝાજો સમય રહ્યો નથી.ધીમે ધીમે કરવા ગયા તો ક્યારે ઉકલી જશો, ખબર નહિ પડે. જે કરવું હોય તે તરત કરી લો. જ્ઞાની ભગવંત કહે છે, જે પણ સારાં કાર્યો કરવાનાં તમને મનોરથ થયા હોય તેને કાલ ઉપર નહિ છોડતાં. દુ:ખની વાત એ છે કે પૈસા અને પરિવારની પાછળ પડેલાને સારાં કામ કરવાનો કે સંસાર ત્યાગ કરવાનો વિચાર જ આવતો નથી એ તો ધન-સંપત્તિના વિચારમાં જ જિંદગી પૂરી કરે છે. માટે જ એવા જીવોની મનોદશાનું વર્ણન કરતાં જ્ઞાની ભગવંતોએ કહ્યું કે - 'अजं कल्लं परं परारि, पुरिसा चिंतंति अत्थसंपत्ति । अंजलीगयं व तोयं, गलतमाउं न पिच्छंति ।।१।।' । આજે, કાલે, પરમ દિવસે પૈસો મળશે, એવું પુરુષો વિચાર્યા કરે છે; પણ ખોબામાં રહેલ પાણીની જેમ ગળી જતા-ખાલી થતા આયુષ્યને જોઈ શકતા નથી.' Page #215 -------------------------------------------------------------------------- ________________ 748 ૧૯૬ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – પૈસાનો ભૂખ્યો બજારમાં ગયો ને થપ્પડ ખાઈને પાછો આવ્યો હતો વિચારે કે, હવે કાલે મળશે. પાછો બજારમાં ગયો અને થપ્પડ ખાઈને આવ્યો, ત્યારે ફરી પણ વિચારે કે પરમ દિવસે મળશે, ત્યારે પણ ગયો તો પાછો થપ્પડ ખાઈને આવ્યો પણ એની આંખ ન ઉઘડી. ઘણા કહે છે કે, “આજે લાઈફ ખરાબ રીતે પસાર થઈ રહી છે, કારણ કે અત્યારે મારો પિરીયડ સારો નથી. હમણાં બૅડ લક ચાલે છે. પણ પાંચ વર્ષ પછી ગોલ્ડન પિરીયડ આવવાનો છે અને એ બોલતી વખતે તેની આંખ મીંચાઈ જાય, મોઢામાંથી પાણી છૂટે, પણ હજી તો પાંચ વર્ષ પૂરા થાય એ પહેલાં જ એ માત્ર ત્રણ જ વર્ષમાં ઉકલી ગયો. એવા ય કેટલા દાખલા છે ? “ઘરડાને ઝાઝેરી” કહેવાય તેનો એક નમૂનો : સભા : આશા અમર છે. આશા અમર છે પણ તમે અમર નથી એનું શું ? વૃદ્ધોની મમતા કેવી હોય છે? - તેનો એક નાનકડો પ્રસંગ કહું. એક વૃદ્ધ ભાઈએ ચાલુ વાર્તાલાપ દરમ્યાન મને કહ્યું કે, “સાહેબ ! મને લાગે છે કે મારા કરતાં મારો પૌત્ર બહુ પુણ્યશાળી છે.” મેં સહેજે પૂછ્યું કે “કઈ રીતે ?' આ પ્રશ્ન કર્યો ત્યારે મને એમ હતું કે એમનો પૌત્ર ધર્મની રુચિવાળો હશે. માટે આમ કહેતા હશે ! અથવા સારો સંસ્કારી હશે ! પણ એમનો જવાબ સાંભળીને હું તો ઠંડો જ થઈ ગયો. તેમણે કહ્યું કે “સાહેબ ! મારે તો હવે જવાના દા'ડા આવ્યા. અમારા જમાનામાં તો સાયન્સનો લાંબો કોઈ આવિષ્કાર થયો ન હતો અને આજના જેવાં સુખનાં એવાં કોઈ વિશેષ સાધનોનો વિકાસ પણ થયો ન હતો. જ્યારે અત્યારે જે રીતે સાયન્સ ડેવલોપ થયું છે અને થઈ રહ્યું છે, તે જોતાં તો કલ્પના પણ નથી આવતી કે હવેના ભવિષ્યમાં કેવાં કેવાં સુખનાં સાધનોનું સર્જન થશે અને કેવાં કેવાં સુખો માણી શકાશે; સાહેબ ! આ બધી આશાઓ પૂરી થાય એ પહેલાં મારે તો જવું જ પડશે જ્યારે મારો આ પાંચ વર્ષનો પૌત્ર : એને તો એ બધું જ માણવા મળશે; અને મહારાજ સાહેબ ! અમારા વખતમાં તો વ્યવહારનાં બંધનો પણ એટલાં બધાં હતાં કે જે કાંઈ માણી શકાય તેવું હતું તે પણ માણી શકાયું નહીં. હવે તો સમાજ પણ એટલો ઉદાર વિચારવાળો થયો છે Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ – ૭ : પૈસાવાળો સુખી છે – એ વાત ભૂલી જાઓ! - 30 - 749 કે આજના છોકરાઓને કે જુવાનીયાઓને કોઈ બંધન નથી. એટલે મારો પૌત્ર કેટલું બધું સુખ ભોગવી શકશે, સંસાર માણી શકશે ? એટલે મને રોજ થાય કે મારો પૌત્ર બહુ ભાગ્યશાળી છે.' આ સાંભળીને મને થયું કે ઘરડે ઘડપણ, જેના આવા વિચારો છે, એણે પોતાની આખી જિંદગીમાં નાનપણમાં અને જુવાનીમાં કેવા કેવા વિચારો કર્યા હશે ? અને આજે પણ જે રીતના વિચારો કરે છે એ કરતો કરતો મરશે તો એની ગતિ શું થશે? આ વાર્તાલાપે સાચે જ મને બેચેન બનાવ્યો હતો. શંકરાચાર્યે પણ ગાયું છે – 'अङ्गं गलितं पलितं मुण्डं, दशनविहीनं जातं तुण्डम् । वृद्धो याति गृहीत्वा दण्डं, तदपि न मुञ्चति आशापिण्डम् ।।' અંગ ગળી ગયું, માથાના વાળ ધોળા થઈ ગયા, મોટું દાંત વગરનું બોખું થઈ ગયું, લાકડીના ટેકે ચાલવા માંડ્યો છતાં એ ડોસો આશાઓને છોડતો નથી.' જુવાનીમાં જે શરીરનો બાંધો એકદમ દ્રઢ હતો, સ્નાયુઓ સુદ્રઢ હતા, ચામડી ચીકણી અને તસતસતી હતી, શરીર એકદમ લચકલું હતું. તે એકદમ ગળી ગયું, ઢીલું પડી ગયું, લથડી ગયું. લબડી પડ્યું, શરીરની બધી જ ચામડી લબડી પડી, બધા જ સ્નાયુઓ ઢીલા પડી ગયા. માથા અને મોઢાના એક એક વાળ જે એકવાર કાળા ભમ્મર હતા, તે બધા જ રૂની પૂણી જેવા ધોળા થઈ ગયા. જે દાંત મચકુંદનાં ફૂલ જેવા ધોળા અને દાડમની કળી જેવા ચમકતા હતા તે પીળા પડી ગયા, ગંદા થઈ ગયા અને બધા જ ઘંટના લોલકની જેમ હાલવા લાગ્યા અને છેવટે બધા જ પડી ગયા. મોટું બોખું થઈ ગયું. જે દાંતથી એકવાર કાચી સોપારી કડ-કડ ખાઈ જતો હતો, તે દાંતથી ભાત પણ ખવાતા નથી. જે હોજરી ગુંદરપાકના અનેક ચોસલા પચાવી જતી તે હોજરી હવે મગનું પાણી પણ પચાવવા તૈયાર નથી. જે પગથી એ પહાડો ચડી જતો હતો, તે પગ ઉપર હવે ઉભા રહેવું પણ અશક્ય કે દુ:શક્ય બન્યું. જેને કારણે એને લાકડીને ટેકે ટેકે ચાલવાનો વારો આવ્યો અને એમાં પણ પારાવાર મુશ્કેલીઓ અનુભવાવા લાગી. જે આંગળીના ઈશારે દુનિયાને ધ્રુજાવતો, નચાવતો તેને આજની આ વૃદ્ધાવસ્થા ધ્રુજાવી રહી છે, નચાવી રહી છે. માટે તો કોઈએ ગાયું કે – Page #217 -------------------------------------------------------------------------- ________________ 750 ૧૯૮ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – “ઘડપણ કોણે મોકલ્યું ? ઊંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ.” આવું ભયાનક વૃદ્ધત્વ કાયાને ઘેરી વળવા છતાં મનની દશા જરા પણ ન બદલાઈ અને આશામાં ને આશામાં જ રાચવાનું ચાલુ રહ્યું. આશા છૂટતી નથી. જીવવાની જોવાની અને માણવાની આશાઓમાં ક્યાંય ઘસારો ન પડ્યો. જ્યારે જીવનની છેલ્લી ઘડીઓ ગણાતી હોય ત્યારે પણ ડૉક્ટરને કહે, “કાંઈક કરોને.' ડૉક્ટર કહે, “શક્ય નથી.” તો પણ કહે કે “ડોક્ટર ! તમે કહો એટલા રૂપિયા અપાવું, પણ કાંઈક કરો.' ડૉક્ટર કહે, ‘હવે તો ઉપરવાળાનાં હાથમાં છે, તો એવા સમયે લાચાર થઈને બે હાથ જોડીને ડૉક્ટરને કહે કે “મારે તો તમે જ મારા ઉપરવાળા અને તમે જ મારા ભગવાન - હજી તો મારે દીકરાનાં લગ્ન લેવાનાં બાકી છે. દીકરાના દીકરાનું મોઢું જોવાનું બાકી છે. તમે મને બચાવો !” આમ જીવવાના તરફડીયા મારતાં મારતાં જ મરે ! મરતાં સુધી દરેકને કાંઈક ને કાંઈક તો બાકી રહેવાનું જ. આ હિતની વાત છે, ટેન્શનની નહિં? સભા : આવું બધું કહીને આપ અમારું ટેન્શન વધારી દો છો. ટેન્શનમાં જ તો જીવો છો. આ તો ટેન્શન ફ્રી થવાનો માર્ગ બતાવું છું. મણમણનો ભાર માથે લઈને તમે બેઠા છો. એ તમારો ભાર ઉતારવાની હું મહેનત કરું છું. તમારી એક મમતા તૂટે તો તમે તરત જ ટેન્શન ફ્રી થઈ જાઓ. પણ તમે તો તમારી આ મમતાને જાળવીને તમારા ટેન્શનને વધારી રહ્યા છો ! ચક્રવર્તીને કોઈ પૂછે કે, તમે છ ખંડનાં સામ્રાજ્ય ઉપર બેઠા હતા, તે વખતે જે ટેન્શન હતું અને દીક્ષા લીધા પછી જે ટેન્શન છે; એ બેમાં વધારે ઓછું ટેન્શન ક્યાં? તો ચક્રવર્તીનો અનુભૂતિ પૂર્ણ એક જ જવાબ હોય કે ચક્રવર્તી હતો ત્યારે ટેન્શનનો પાર ન હતો અને અહીં આવ્યા પછી ટેન્શનનું નામ નથી. તમે આ ચોમાસું પતાવીને ઘરે જશો તો કેટકેટલા મળવા આવશે ને કેટકેટલા નવા પ્રશ્નો ઉભા કરશે ? ધંધાનાં ટેન્શન, બીલોનાં ટેન્શન, સમાજનાં વ્યવહારોનાં ટેન્શન, પત્ની-પરિવાર, પુત્રી-જમાઈને સાચવવાનાં ટેન્શન. કેટલાં ટેન્શન થશે ? તેમાંનું એક પણ ટેન્શન હમણાં છે ? ઘણાં તો અહીં છે તોય પેટ ચોળીને શૂળ ઉભું કરે છે. સામેથી ફોન કરી-કરીને Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ ૭ : પૈસાવાળો સુખી છે - એ વાત ભૂલી જાઓ ! – 30 ― ટેન્શન ઉભું કરે છે. ‘ધ્યાન રાખજો - સમજીને કામ લેજો - બરાબર કાળજી રાખજો’ એમ કહીને આવે અને એમાં કાંઈ ખરાબ સમાચાર મળે તો, ‘હૈં, શું થઈ ગયું ? મેં તમને કહ્યું હતું ને' – એમ અહીં બેઠા બેઠા પણ ત્યાંની ચિંતા કરે. 751 સિદ્ધગિરિમાં ચાતુર્માસ ક૨વા માટેનું આ ફોર્મ પાસ કરતાં પહેલાં શરત કરવા જેવી હતી. ફોર્મમાં જ એક કલમ ઉમેરવા જેવી હતી કે, ‘હવે આ ચાર મહિના ઘર સાથેનો કોઈપણ પ્રકારનો સંપર્ક રખાશે નહિ.' સભા : એવું કરે તો કોઈ આવે જ નહિ. કાંઈ વાંધો નથી. ટોળાં ભેગાં કરીને કામે ય શું છે ? આપણે કોન્ટિટી નથી જોઈતી - ક્વોલિટી જોઈએ છે. એક પણ આરાધક સારો તૈયાર થશે તો બીજા સો જણને આલંબન આપશે. આત્મહિત કરવું હોય તો તે માટે કુટુંબ ભાવના તોડીને સંઘભાવના ઉભી કરવી જરૂરી છે. જો મમતા ઢીલી પડે તો કુટુંબ ભાવના તૂટે અને સંઘભાવના ઉભી થાય. તે પછી જ સાચા અર્થમાં ‘વસુધૈવ કુંટુંબકમ્' બોલી શકશો અને માણી શકશો. Page #219 -------------------------------------------------------------------------- ________________ સમતા શતકમાં મમતા-સ્વરૂપ (પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવ૨) મમતા થિર-સુખ-શાકિની, નિર્મમતા સુખ મૂલ; મમતા શિવ-પ્રતિકૂલ હૈ, નિર્મમતા અનુકૂળ. ૮ મમતા વિષ-મૂચ્છિત ભયે, અંતરંગ ગુણ-વૃંદ, જાગે ભાવ-નિરાગતા, લગત અમૃત કે છંદ. ૯ * પરિણિત-વિષય-વિરાગતા, ભવતરું-મૂલ-કુઠાર, તા આગે ક્યું કર રહે ?, મમતા વેલિ પ્રચાર. ૧૦ હાહા મોહ કી વાસના, બુધકું ભી પ્રતિકૂલ, યા કેવલ શ્રુત અંધતા, અહંકાર કો મૂલ. ૧૧ ટાલે દાહ તૃષા હરે, ગાલે મમતા પંક, લહરી ભાવ-વૈરાગકી, તાકું ભજો નિઃશંક. ૧૪ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૮ - ઘર્મ અને ધર્માનુષ્ઠાનમાં મોટો ges છે 31 - વિ.સં. ૨૦૫૮, ભાદરવા સુદ-૧૧, મંગળવાર, તા. ૧૭-૯-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • બંધન તોડે તે કર્મોથી છૂટે : • બંધન તોડે તે જ મહાવીર : • ધર્મ અને ધર્માનુષ્ઠાનનો ફરક : • રાજસ્થાનનો એક પ્રસંગ : • ગુજરાતનો એક પ્રસંગ : વિષયઃ ધર્માનુષ્ઠાનમાં ઝેર કઈ રીતે ભળે ? ધર્મ શુદ્ધ આત્મામાં રહે છે. કર્મનાં બંધનો છૂટે તો આત્મા શુદ્ધ થાય. એ બંધનો તોડવા માટે જ ધર્માનુષ્ઠાનની યોજના છે. પરિગ્રહ, હિંસા અને મમતારૂપ બાહ્ય-અત્યંતર બંધનો ધર્માનુષ્ઠાનથી તૂટે છે આ સર્વસામાન્ય નિયમ છે. છતાં કેટલાક આત્માઓ મોહ, રાગ, દ્વેષ આદિ ભાવોને આધીન થઈ કર્મના બંધનોને તોડનાર ધર્માનુષ્ઠાન કરીને જ બંધનોને ઉભા કરતાં દેખાય છે. એવા આત્માઓના માનસિક અભિપ્રાયને આધારે ધર્માનુષ્ઠાનના પણ પાંચ પ્રકાર પડતા હોય છે. શાસ્ત્રકાર પરમર્ષિ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા તેમજ પૂ. મહો. શ્રી યશોવિજયજી મહારાજાના ટંકશાળી વચનોના આધારે આ પ્રવચનમાં ત્રણ અનુષ્ઠાનો છોડવા જેવાં અને છેલ્લા બે અનુષ્ઠાનો જ સેવવા જેવાં દર્શાવવામાં આવ્યા છે. પ્રવચનાનું પ્રતિબિંબ * બંધન તોડવાની સાધના એ મહાવીરોની સાધના છે, નમાલા, નિઃસત્ત્વ લોકોનું એ કામ નથી. લાચાર માણસો એમાં ક્યારેય સફળ બની શકતા નથી. * પરિગ્રહ બંધન છે, મારે એનાથી છૂટવું છે, આ ભાવ ન હોય તો એ માત્ર ધર્માનુષ્ઠાન છે, પણ ધર્મ નથી. » જે ધનની મૂચ્છ ઉતારી શકે કે છેવટે મૂચ્છ ઉતારવાનો સંકલ્પ કરી શકે તે જ તે ધર્માનુષ્ઠાનને ધર્મ બનાવી શકે. * ધર્માનુષ્ઠાન કરવા કમાવાનું નથી, પણ જેની પાસે પૈસો હોય તેણે જ, જેણે પોતાની જાતને પૈસાથી ખરડી હોય તેણે જ, જેના જીવનમાં પરિગ્રહનો બોજ વધ્યો હોય તેણે જ તેનાથી છૂટવા પૈસા ખર્ચીને આ બધાં ધર્માનુષ્ઠાન કરવાનાં છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'एए गंथे विउक्कम्म, एगे समणमाहणा । માતા વિસ્મિતા, સત્તા વાહિં માવિ સાદા' (પ્રભુએ આ પૂર્વે કહેલી) આ વાતોને છોડીને, પરમાર્થતા અજાણ એવા કેટલાક (બૌદ્ધાદિ) શ્રમણો અને (બૃહસ્પતિ મતાનુયાયી-નાસ્તિક) બ્રાહ્મણો વિવિધ પ્રકારના ગાઢ મતાગ્રહમાં બંધાય છે અને (આથી) એ માનવો (કામભોગાદિ) ઈચ્છાઓ કરી-કરીને (કર્મ વગેરેનાં) બંધનથી બંધાય છે.' Page #222 -------------------------------------------------------------------------- ________________ ૮ઃ ઘર્મ અને ઘર્માનુષ્ઠાનમાં મોટો ફરક છે અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીજી મહારાજાએ દ્વાદશાંગી પૈકીના બીજા અંગ આગમ શ્રી સૂયગડાંગજી સૂત્રના માધ્યમથી આપણી ચેતનાને જાગ્રત કરવા આપણા આત્માને ઢંઢોળ્યો છે અને આપણને આત્મસ્વરૂપનો બોધ કરાવીને આત્માને લાગેલાં બંધનોને જાણવાનો અને તોડવાનો ઉપદેશ આપ્યો છે. શ્રી સુધર્માસ્વામીજીએ જ્યારે આ ઉપદેશ શ્રી જંબુસ્વામીજીને આપ્યો ત્યારે તેમણે અતિ વિનમ્રભાવે પૂછયું કે, “ભગવંત ! ભગવાન મહાવીરે બંધન કોને કહ્યું છે અને શું જાણીને તે બંધનોને તોડી શકાય છે ?' તેના જવાબમાં શ્રી સુધર્માસ્વામીજીએ ત્રણ બંધનો બતાવ્યાં. જેમાં પહેલું બંધન પરિગ્રહ છે, બીજું બંધન હિંસા છે અને ત્રીજું બંધન મમતા છે. બંધન તોડે તે કર્મોથી છૂટે : પરિગ્રહમાં સચિત્ત કે અચિત્ત એટલે સજીવ કે નિર્જીવ પદાર્થના સંગ્રહને બંધન તરીકે ઓળખાવ્યો છે. નિર્જીવ પરિગ્રહમાં જર-જમીન એટલે કે ધન-સંપત્તિ, દર-દાગીના વગેરે અને જમીન વગેરે, મકાન ને ફર્નિચર વગેરે આવે. જ્યારે સજીવ પરિગ્રહમાં પશુ-પક્ષી, દાસ-દાસી વગેરેમાંથી જેનો સંગ્રહ કરો તે બધું એમાં આવે. સામાન્યપણે આપણે ત્યાં નવ પ્રકારના બાહ્ય-પરિગ્રહની વાત જણાવેલ છે. દશવૈકાલિક નિર્યુક્તિ'માં ૧ - ધાન્ય, ૨ – રત્નો, ૩ - સ્થાવર, ૪ - દ્વિપદ, Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ - 756 - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – ૫ - ચતુષ્પદ અને ૬ - કુષ્ઠ, એમ મૂળ ૬ ભેદ બતાવી તેના પેટાભેદ ૬૪ બતાવ્યા છે. તે બધાનો સમાવેશ નવ ભેદોમાં થઈ જ જાય છે. હિંસાની વાત કરતાં જ્ઞાની ભગવંતોએ ત્યાં સુધી કહ્યું છે કે, અસત્ય બોલવું, આચરવું તે પણ એક પ્રકારની હિંસા છે, ચોરી તે પણ એક પ્રકારની હિંસા છે અને અબ્રહ્મનું સેવન તે પણ એક પ્રકારની હિંસા જ છે. જેણે હિંસાથી બચવું છે, તેનાથી અસત્ય-ચોરી કે અબ્રહ્મના સેવનથી બચવું જ જોઈએ. પરિગ્રહ સ્વયં રાખવો તે પણ બંધન છે. બીજા પાસે રખાવવો તે પણ બંધન છે અને કોઈ રાખતું હોય તો તેને અનુમોદન આપવું, તેને સારા માનવ તે પણ બંધન છે. હિંસા સ્વયં કરવી તે પણ બંધન છે, બીજા પાસે કરાવવી તે પણ બંધન છે અને કોઈ કરતું હોય તેને અનુમતિ આપવી, સારાં માનવાં તે પણ બંધન છે. તેમ અસત્ય સ્વયં બોલવું તે પણ બંધન છે, બીજા પાસે બોલાવવું તે પણ બંધન છે અને કોઈ બોલતું હોય તો તેને અનુમતિ આપવી, સારાં માનવાં તે પણ બંધન છે. તેમ ચોરી સ્વયં કરવી તે પણ બંધન છે, બીજા પાસે કરાવવી તે પણ બંધન છે અને કોઈ કરતું હોય તેને સારાં માનવાં તે પણ બંધન છે. તેમ અબ્રહ્મનું સેવન સ્વયં કરવું તે પણ બંધન છે, બીજાની પાસે કરાવવું તે પણ બંધન છે અને કોઈ કરતું હોય તેને સારા માનવાં તે પણ બંધન છે. ત્રીજા નંબરમાં મમતા બંધન છે તે સ્નેહી-સ્વજનોની હોય તે પણ બંધન છે અને ભાઈ કે ભગિની, પુત્ર કે પુત્રીની હોય તો પણ બંધન છે. ટૂંકમાં, ભાઈ હોય કે ભાભી હોય, માતા હોય કે પિતા હોય, પુત્ર હોય કે પુત્રી હોય, પુત્રવધૂ હોય કે જમાઈ હોય, જેટલાં સ્વજનો હોય તે બધાં જ બંધનનાં સ્થાનો છે. એ જ રીતે જેટલી જડ વસ્તુઓ ઉપર મમતા જાગે છે, તે પણ બંધનનાં સ્થાનો છે. જેટલાં બંધનનાં સ્થાનો તે સ્વયં પણ બંધન કહેવાય અને તેની મમતા પણ બંધન કહેવાય. સભા : કર્મ એ બંધન ખરું કે નહિ ? કર્મ તો બંધન છે જ, કેમ કે તે આત્માને બાંધે છે, પણ તે પેદા ક્યાંથી થાય Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ ૮ : ધર્મ અને ધર્માનુષ્ઠાનમાં મોટો ફરક છે - 31 છે ? પરિગ્રહ, હિંસા અને મમતા આ ત્રણ બંધનનાં સ્થાનો છે. તેમાંથી કર્મ પેદા થાય છે. ભગવાન કહે છે કે, જે આ બંધનને બંધન તરીકે ઓળખે, બંધનનાં સ્થાનોનો ત્યાગ કરે તે જ કર્મથી બચી શકે. પરિગ્રહને રાખે તે બંધનથી ન છૂટી શકે, હિંસાને આચરે અને તેનાં કારણભૂત અસત્ય, ચોરી અને અબ્રહ્મનું સેવન કરે તે બંધનથી ન બચી શકે અને જે કોઈની પણ ઉપર મમતા રાખે તે પણ બંધનથી ન બચી શકે. બંધન તોડે તે જ મહાવીર : જ - ભગવાન કહે છે, પરિગ્રહ, હિંસા અને મમતા આ ત્રણેય બંધનનાં સ્થાનો છે. જે આ બંધનનાં સ્થાનોને જાણે તે જ આ બંધનને તોડી શકે અને જે આ બંધનને તોડી શકે, તે જ કર્મોથી છૂટી શકે. 757 – શબ્દો બહુ સહેલા છે, પણ એનો અર્થ ગંભીર છે. તેનાં મર્મને સમજવો અને તે સમજાયા પછી તે મુજબ જીવન જીવવું બહુ અઘરું છે. જેનામાં સત્ત્વ હોય, જે સત્ત્વશાળી હોય, જે મહાવીર કક્ષાના હોય, તે જ બંધનને તોડી શકે અને તે જ બંધન વગરનું જીવન જીવી શકે. ‘આચારાંગ’ની ભાષામાં કહું તો, ‘મહાવીરા પરમતિ’ ‘જે મહાવીર કક્ષાના સાધકો હોય, તે જ આ બંધનને ઓળખીને તેને તોડવાનું પરાક્રમ કરી શકે, તોડી શકે.' આ બંધનોને ઓળખે - તેની અનર્થકારિતાને સમજે અને અનર્થકારિતા સમજ્યા પછી તેને તે જ તોડી શકે કે જે મહાવી૨ કક્ષાના હોય. નિસત્ત્વ લોકોનું એ કામ નથી. બંધન તોડવાની સાધના એ મહાવીરોની સાધના છે, નમાલા, નિઃસત્ત્વ લોકોનું એ કામ નથી. લાચાર માણસો એમાં ક્યારેય સફળ બની શકતા નથી. જ્યારે પણ કોઈ આ બંધનોને તોડવાનો વિચાર કરે ત્યારે તેનાં સ્વજનો આંસુ પાડ્યા વગર રહેતાં નથી. સ્વજનોનાં આંસુ જોઈ જે પલડી જાય અને સંયમના માર્ગે જતાં જે અટકી જાય, તેવા લોકો નમાલા છે, મહાવીર નથી. મહાવીર તો તે છે કે જે બંધનને બંધન તરીકે ઓળખ્યા પછી વિચાર કરવા ઉભો ન રહે, છોડીને Page #225 -------------------------------------------------------------------------- ________________ 758 ૨૦૬ – ૩ – બંધન જાણો ! બંધન તોડો ! - ચાલી નીકળે. એ વિચારે કે “અગર જો છોડીને નહિ જાઉં તો આયુષ્ય તો ક્ષણભંગુર છે, કોઈપણ ક્ષણે જવું પડશે. જ્યારે હું મરી જઈશ ત્યારે પુત્રપરિવાર-પત્નીનાં આંસુ કોણ લૂછશે ? આજે નહિ તો કાલે, જવાનું તો છે જ તો સમયસર, સમજીને કેમ ન જતો રહું !' જ્યારે બંધન બંધન લાગે છે, ત્યારે મહાવીર કક્ષાના સાધકોને છોડતાં વાર નથી લાગતી. ભૂકંપ થયો હોય કે આગ લાગી હોય તો ઘરમાં બધા જ હોવા છતાં પહેલાં જાતને બચાવવાનો પ્રયત્ન કરે છે ને ? બીજાને કાઢી શકાય તેમ હોય તો તે માટેનો પ્રયત્ન પણ એ જરૂર કરે, પણ બીજા ન નીકળે તો હું પણ ન નીકળું, સાથે જ મરશું, એવું મોટે ભાગે કોઈ વિચારતું નથી. એવા ય કેટલાક રાગાંધો કે દ્વેષાંધો હોય છે ખરા કે પોતે મરતાં મરતાં ય બીજાને મારી જાય. ક્લેશના કારણે મા પોતે આપઘાત કરી મરે ને સાથે ત્રણ-ચાર બાળકોને ય લઈ મરે. કોઈ કેરોસીન છાંટી સળગી મરે ત્યારે પોતાના પતિને કે બચાવવા આવનારને વળગીને એને ય સળગાવી મારે. તો કોઈ એકબીજાને ભેટીને પાણીમાં પડતું મૂકી જીવન પૂરું કરે. પણ મોટે ભાગે તો જેને બંધન-બંધન લાગે એટલે તે પહેલાં પોતાની જાતને બંધન મુક્ત કરવાનો પ્રયત્ન કરે, બીજાને નીકળવું હોય અને તે નીકળી શકે તેમ હોય તો તે માટેનો પ્રયત્ન જરૂર કરે; પણ બીજાને ન નીકળવું હોય તો બીજાની ખાતર પોતે બંધાઈ રહેવાનું મહાવીર કક્ષાના સાધકો ક્યારેય ન વિચારે. જગતને તારનારા જગત્પતિ પણ જ્યારે બંધન તોડીને નીકળ્યા ત્યારે સાથે જેટલા આવે તેમ હતા, તેમને તો લઈને જ નીકળ્યા. પણ જે સાથે આવે તેમ ન હતા, તેમના માટે રોકાઈ ન રહ્યા. જ્યારે ભગવાન મહાવીરસ્વામી તો એકલા જ નીકળ્યા પણ કોઈના માટે રોકાઈ ન રહ્યા. ભગવાન આદીશ્વર ચાર હજાર સાથે, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મલ્લિનાથ ત્રણસો ત્રણસો સાથે, શ્રી વાસુપૂજ્ય સ્વામી છસ્સો સાથે અને અન્ય સર્વ તીર્થકર ભગવંત હજાર, હજાર સાથે દીક્ષિત થયા. માટે જ કહ્યું કે —– “વીર એકાકી ચાર હજારે દીક્ષા પૂર જિનપતિ, પાસ ને મલ્લિ ત્રયશત સાથે બીજા સહસૅ વતી, ષટ શત સાથે સંયમ ધરતા વાસુપૂજ્ય જગધણી' Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ – ૮ : ધર્મ અને ધર્માનુષ્ઠાનમાં મોટો ફરક છે - 31 – 759 - આ રીતે જે સાથે નીકળી શકે તેમ હતા, તેમને લઈને નીકળ્યા. પણ જે નીકળી શકે તેમ ન હતા, તેમના માટે રોકાયા નહિ. ધર્મ અને ધર્માનુષ્ઠાનનો ફરક? ગઈ કાલે પણ આ વાત કરી હતી. આટલા દિવસના પ્રવચનો બાદ પણ કેટલાક પુણ્યાત્માઓને હજુ ધન બંધન નથી લાગતું. આજે પણ ચીઠ્ઠી આવી છે. જેમાં મને કહે છે, “તમે ધનને બંધન કહો છો, પણ ધનથી જ તો ધર્મ થાય છે. આ સંઘવી પરિવારે મોટું ઘર્મ-અનુષ્ઠાન કર્યું, તે ધનને કારણે જ કર્યું ને ? તેને બંધન કેમ કહેવાય ?' મારે કહેવું છે. તેમણે ધનને બંધન માન્યું અને એ બંધનને ઓછું કરવાનો પ્રયત્ન કર્યો તો આ અનુષ્ઠાન કર્યું. જો ધનને બંધન માન્યું ન હોત, છોડ્યું ન હોત તો આ અનુષ્ઠાન ન થયું હોત. જો તેમણે ધનને બંધન ન માન્યું હોય અને એ બંધન લાગે તો સારું, એવી ભાવના પણ ન હોય તો તેમનું આ ધર્મઅનુષ્ઠાન એ માત્ર ધર્મ-અનુષ્ઠાન જ બની રહેશે. ધર્મ નહિ બને. ધર્મ અને ધર્મ-અનુષ્ઠાનમાં બહુ મોટો ફરક છે. કીર્તિ, કામના, ખ્યાતિ, પ્રતિષ્ઠા, નામના, માન, સામાજિક મોભો, વાહવાહ માટે, જો આવાં અનુષ્ઠાનો કરાતાં હોય, લોકો કહે ગજબ કર્યો. કાંઈક કરી જાયું. સમાજ પણ કહે કે, ફલાણા ભાઈએ આવું ચોમાસું કરાવ્યું હતું. આ કે આવી ભાવનાથી આવાં અનુષ્ઠાનો કરાય તો એ ધર્માનુષ્ઠાન ચોક્કસ થયું, પણ ધર્મ ન થયો. પરિગ્રહ બંધન છે, મારે એનાથી છૂટવું છે, આ ભાવ ન હોય તો એ માત્ર ધર્માનુષ્ઠાન છે, પણ ધર્મ નથી. પરમાત્મા, પરમાત્માના શાસનના સદ્ગુરુ ભગવંતો અને પરમાત્માનાં શાસ્ત્રો એમ કહે છે કે, ધર્માનુષ્ઠાનની પણ કિંમત ત્યારે છે જો તેમાંથી ધર્મ પેદા થતો હોય તો. જે ધર્માનુષ્ઠાનમાંથી ધર્મ પેદા થતો ન હોય તે ધર્માનુષ્ઠાનની કોઈ કિંમત નથી અને જે ધર્માનુષ્ઠાનથી અધર્મ પેદા થતો હોય તે દેખીતાં ધર્માનુષ્ઠાનને ઘાતક તરીકે ઓળખાવ્યાં છે. માટે જ વીતરાગ પરમાત્માના શાસનમાં જે ધર્માનુષ્ઠાનમાંથી ધર્મ પેદા થતો નથી, તેવાં ધર્માનુષ્ઠાનોને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યાં છે. ૧- વિષાનુષ્ઠાન, ૨ – ગરાનુષ્ઠાન અને ૩ – અનનુષ્ઠાન. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! - -- 760 આ લોકમાં એટલે કે વર્તમાન જીવનમાંનાં દુન્યવી સુખોની પ્રાપ્તિ માટે તેમજ માન-મોભો-યશ-કીર્તિ-કામના-ખાતિ-પ્રતિષ્ઠા-વાહવાહ-નામના મળે, એવા આશયથી-વૃત્તિથી જે ધર્માનુષ્ઠાન કરવામાં આવે તે વિષાનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાન આ લોકમાં અનર્થને કરનારું છે. માટે ત્યાજ્ય છે. કહ્યું છે કે - ચામાનર્થત્ છમ્ | પરલોકમાં મોટું સ્થાન મળે. રાજ-ઋદ્ધિ-સિદ્ધિ-દેવ-દેવેન્દ્ર-ચક્રવર્તીની ઋદ્ધિ મળે, એવા આશયથી-વૃત્તિથી જે ધર્માનુષ્ઠાન કરવામાં આવે તે ગરાનુષ્ઠાન કહેવાય છે, જે કાલાંતરે વિષદાયી-અનર્થકારી ફળ આપે છે. કહ્યું છે કે – વસ્ત્રાન્તરવિષપલ્લું સત્ અને લોકહેરીથી, ગતાનુગતિકપણે, ‘લોકો કરે છે, માટે આપણે પણ કરો' – એમ સમજ્યા વિના ગાડરીયા પ્રવાહની જેમ શૂન્યમનસ્કપણે જે ધર્માનુષ્ઠાન કરાય તે અનનુષ્ઠાન છે. અજ્ઞાનથી, અવિવેકથી, અભિમાનથી, ઈર્ષ્યાદિ ભાવોથી, કામાવેગથી કે હઠથી, વિકસેન્દ્રિયની જેમ અમનસ્કપણે, કરાતું અનુષ્ઠાન આમાં આવે છે. વધેશ્યામ્ - પંડિતોએ છોડી દેવું. એમ એને માટે કહ્યું છે. આ આખો સંસાર, સંસારની સામગ્રી, સ્વજન-પરિવાર બંધન છે. મારે એનાથી છૂટવું છે. મારે મારા આત્માને નિર્મળ બનાવવો છે. માટે મારા આત્માના સ્વરૂપને પ્રગટાવવું છે, એવા ભાવથી ભગવાન શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા પ્રત્યેના પૂરા આદર-બહુમાનપૂર્વક અને ધર્મશાસ્ત્રોમાં બતાવેલી વિધિપૂર્વક જે ધર્માનુષ્ઠાન કરાય તે અમૃતઅનુષ્ઠાન છે. અમૃતઅનુષ્ઠાન કઈ રીતે બને ? તે જણાવતાં “શ્રીપાલ ચરિત્ર'માં પૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મહારાજે લખ્યું છે કે – 'करणं प्रीत्या दानं, जिज्ञासा ज्ञानिनां परिचयश्च । शुद्धागमशुश्रूषा, धर्माविघ्नत्वकाङ्क्षा च ।।१।। गुरुभक्तिर्वात्सल्यं, तीर्थस्यावितथभाषणे सन्धा । लिङ्गान्यमूनि शुद्धक्रियाक्रियायां निगदितानि ।।२।।' ‘૧ - પ્રીતિપૂર્વક દાન, ૨ - તત્ત્વની જિજ્ઞાસા, ૩ - જ્ઞાનીઓનો પરિચય, ૪ - શુદ્ધ આગમ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ – ૮ : ધર્મ અને ધર્માનુષ્ઠાનમાં મોટો ફરક છે – 31 -- 761 સાંભળવાની તાલાવેલી, ૫ - નિર્વિધ્યપણે ધર્મ કરવાની ઈચ્છા, ૬ - ગુરુની ભક્તિ. ૭ - શ્રીસંઘ (તીર્થ)નું વાત્સલ્ય, ૮ - સત્ય ભાષણનું જોડાણ – આ બધા શુદ્ધક્રિયાનાં લિંગો છે. જે અમૃતઅનુષ્ઠાનને લાવી આપે છે.' તેઓશ્રીમદ્ એ જ ચરિત્રમાં અમૃતક્રિયાનાં લક્ષણો બતાવતાં લખે છે કે – 'तद्गतचित्तानन्दो, ह्यनुभवजन्यः प्रमोदपुलकश्च । भवभयह" भावो, भवेदहेतुः कृपापूरः ।।१।। एतदमृतक्रियायाः, फलमविलम्बन कार्यसिद्धिर्हि । पीयूषलवे पीते, गदोपशान्तिनॄणां भवति ।।२।।' ‘તે ક્રિયામાં ચિત્તની એકાગ્રતા, અનુભવથી ઉત્પન્ન આનંદ, પ્રમોદભાવના કારણે થયેલ રોમાંચ, ભવ (સંસાર)ના નિર્વેદનો પરિણામ, કારણ વિના પ્રગટેલ કરુણાનો ઝરો; આટલાં અમૃતક્રિયાનાં લક્ષણો છે. એનું ફળ ઝટ કાર્યની સિદ્ધિ છે. અમૃતનો અંશ પીતાં જ લોકોના રોગોની શાંતિ થાય છે તેમ.' પૂ. મહોપાધ્યાયશ્રી વિનયવિજયજી મહારાજા અમૃતઅનુષ્ઠાનનું લક્ષણ બતાવતાં લખે છે કે – તર્ગત ચિત્ત ને સમયવિધાન, ભાવની વૃદ્ધિ ભવ-ભય અતિઘણો, વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃતક્રિયા તણો.” ૧ - ચિત્તની એકાગ્રતા (ધ્યાન), ૨ - શાસ્ત્રીય વિધિનું અચૂક પાલન, ૩ - વર્ધમાન પરિણામધારા, ૪ - સંસાર (પાપ)નો અત્યંત ડર, ૫ - વિસ્મયઆશ્ચર્ય-અભુતનો અનુભવ,ડ - રોમાંચ ખડા થવા અને ૭ - અત્યંત આનંદખુશીનો ભાવ; જે અનુષ્ઠાન કરતાં થાય તે અનુષ્ઠાન અમૃતઅનુષ્ઠાન બને છે. બંધનથી છૂટીને આત્માના વિશુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાનું જ લક્ષ્ય હોય, સર્વજ્ઞ ભગવંતે બતાવેલ ધર્માનુષ્ઠાન પ્રત્યે પૂરું આદર-બહુમાન હોય, આમ છતાં તે તે ધર્માનુષ્ઠાન કેવી રીતે કરવું જોઈએ, તેવી રીતે થતું ન હોય અને જે રીતે Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ૩ - બંધન જાણો ! બંધન તોડો ! થવું જોઈએ તે રીતે થતું ન હોય એનું જો એને પૂરું દુઃખ હોય અને બરાબર કરવાનો પ્રયત્ન હોય તો તે તદ્ભુતુ અનુષ્ઠાન છે. 'यद्विधिमपेक्ष्य शुद्धं, भाववशादविधिमार्गसंत्यागात् । तद्धेतुकमाख्यातं, विवेकहल्लेखभक्तिमताम् ।।१।।' ‘જે અનુષ્ઠાન વિધિની અપેક્ષાથી શુદ્ધ હોય, જેમાં ભાવ શુદ્ધ હોય, અવિધિ માર્ગનો સારી રીતે ત્યાગ કરાતો હોય તેવું વિવેકી અને હૈયાની ભક્તિવાળા લોકોનું અનુષ્ઠાન તદ્ભુતુ છે.' પહેલા નંબરે ધર્માનુષ્ઠાન, અમૃતાનુષ્ઠાન બનવું જોઈએ. છેવટે બીજા નંબરમાં તે ધર્માનુષ્ઠાન તદ્ભુતુ-અનુષ્ઠાન તો બનવું જ જોઈએ. પાંચ ધર્માનુષ્ઠાનમાંથી ત્રણ હેય છે અને બે ઉપાદેય છે. પહેલાં ત્રણ ધર્માનુષ્ઠાન ભવનું કારણ છે અને છેલ્લાં બે ધર્માનુષ્ઠાન મોક્ષનું કારણ છે. તદ્ભુતુ તે પાયો છે અને અમૃતઅનુષ્ઠાન એ શિખર છે. 762 માટે જ પૂ. મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ નિશ્ચય વ્યવહાર ગર્ભિત ‘શ્રી સીમંધરસ્વામીજીને વિનંતિરૂપ સ્તવન'ની બીજી ઢાળમાં કહ્યું કે - ‘ત્રિક ત્યજવા, દોય સેવવાં રે, યોગબિંદુ ઉપદેશ’ ‘પહેલાં ત્રણ ધર્માનુષ્ઠાનો છોડવાં અને છેલ્લાં બે ધર્માનુષ્ઠાનો સેવવાં. એમ ‘યોગબિંદુ ગ્રંથ’નો ઉપદેશ છે.' આ જ વાતને શ્રીપાલચરિત્રમાં પૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મહારાજે ‘પૂર્વત્રિજં તુ દેવ, દ્વિમપ્રસ્થ સવા ધ્યેવમ્ ।' એવા શબ્દોથી ટેકો આપે છે. સભા : એટલે આપ એમ કહેવા માંગો છો કે આ લોક, પરલોકની અપેક્ષાથી કે ઉપેક્ષાથી ધર્માનુષ્ઠાન ન કરવું ? તમે મારી વાત અધૂરી સમજ્યા ! ધર્માનુષ્ઠાન ન કરવું, એમ હું નથી કહેતો. કારણ કે, તદ્વેતુ કે અમૃતઅનુષ્ઠાન પણ ધર્માનુષ્ઠાન જ બનવાનું છે. એટલે ધર્માનુષ્ઠાન છોડવાનું નથી, પણ એ ધર્માનુષ્ઠાનને વિષ, ગરલ કે અનનુષ્ઠાન બનાવનાર આલોકનાં દુન્યવી સુખોની અપેક્ષા-ઈચ્છા, પરલોકનાં દુન્યવી સુખોની અપેક્ષા-ઈચ્છા અને ધર્મ પ્રત્યેનો ઉપેક્ષા-અનાદર-અબહુમાનભાવ છોડવાનું કહું છું. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ – ૮ : ધર્મ અને ધર્માનુષ્ઠાનમાં મોટો ફરક છે – 31 – 763 ભગવાન જિનેશ્વરદેવે બતાવેલ જે ધર્માનુષ્ઠાનો નથી કરતા તે તમે ચાલુ કરો, જે કરો છો તેને તમે ચાલુ રાખો. એને વિષાનુષ્ઠાન બનાવનાર આલોકનાં સુખોની કામના, એને ગરાનુષ્ઠાન બનાવનાર પરલોકનાં સુખોની કામના અને એને અનનુષ્ઠાન બનાવનાર ઉપેક્ષા-અનાદરનો ભાવ છોડવાનું કહું છું. આ ત્રણેય પ્રકારના હીનભાવ છોડવાથી વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન અને અનનુષ્ઠાન છૂટી જશે અને એ જ ધર્માનુષ્ઠાન સાથે મુક્તિનું લક્ષ્ય, વિધિનું પાલન, નિરતિચાર, આચરણ જોડવાથી તે જ અનુષ્ઠાન અમૃતઅનુષ્ઠાન બની જશે અને જ્યાં સુધી એ પૂરેપૂરું વિશુદ્ધ નહિ બને ત્યાં સુધી પૂરેપૂરું વિશુદ્ધ બનાવવાના ભાવ અને પ્રયત્નપૂર્વક કરશો તો એ છેવટે તહેતુ અનુષ્ઠાન તો જરૂર બનશે. તમે જ્યારે પણ ધર્માનુષ્ઠાન કરો ત્યારે તમારી વૃત્તિ-પ્રવૃત્તિને બરાબર તપાસી તે ધર્માનુષ્ઠાન વિષ-ગર-અનનુષ્ઠાન ન બને અને અમૃત કે છેવટે તદ્વૈત-અનુષ્ઠાન બને એનો સજાગતા-પૂર્વક પ્રયત્ન કરશો તો તમે “ત્રિક ત્યજવાં, દોય સેવવાં.” એ શાસ્ત્રાજ્ઞા પાળી કહેવાશે. આ જ વાતને મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે “યોગવિંશિકા વૃત્તિમાં સ્પષ્ટ કરતાં કહ્યું કે – ‘પુ ત્રયં ચોમાસત્વાદિતમ્ द्वयं तु सद्योगत्वाद्धितमिति तत्त्वम् ।' વિષ-૧, ગર-૨, અનુષ્ઠાન-૩, તહેતુ-૪ અને અમૃત-૫ આ પાંચ અનુષ્ઠાનમાં પહેલાં ત્રણ અનુષ્ઠાનો, યોગનો ધર્મનો ભ્રમ કરાવનારાં હોવાથી અહિતકારી છે અને છેલ્લાં બે સદ્યોગરૂ૫ - સાચા ધર્મરૂપ હોવાથી હિતકારી છે.” આ બધી વાતો પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે “યોગબિંદુ”માં અને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મસાર, “યોગવિશિકા વૃત્તિ” તથા “લાત્રિશદ્ દ્વાત્રિશિકામાં વિસ્તારથી વર્ણવી છે. સભા: આટલું સ્પષ્ટ હોવા છતાં લોકો આવા ખોટા આશયથી ધર્માનુષ્ઠાન શા માટે કરતા હશે ? સંસારની આસક્તિ અને મોહની પક્કડનું આ પરિણામ છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 764 રાજસ્થાનનો એક પ્રસંગ : લોકો કેવા કેવા આશયથી ધર્માનુષ્ઠાનને સેવતા હોય છે તે અંગેનો બહુ વર્ષો પૂર્વે રાજસ્થાનના એક ગામમાં બનેલો એક પ્રસંગ કહું. રાજસ્થાનના એક ગામમાં એક મોટા શ્રીમંત હતા. પૈસાને કારણે સમાજમાં નામ સારું હતું, પણ સમાજનાં કે ધર્મનાં કોઈ મોટાં કામ કર્યા ન હતાં. પરિવારમાં એમને સાત દીકરીઓનો વિસ્તાર હતો. ગમે તે કારણે તેમની એકેય દીકરીનું ઠેકાણું પડતું ન હતું. સાતે દીકરીઓને શી રીતે વળાવવી એની એમને ઘણી મુંઝવણ હતી. એમાં એકાએક એમને એક રસ્તો સૂઝી આવ્યો. એટલે એમણે નક્કી કર્યું કે, કોઈ મોટા મહારાજનું ચોમાસું કરાવવું. સંઘને ભેગો કર્યો. પગે પડીને વિનંતી કરી. કોઈ નામાંકિત મોટા આચાર્ય મહારાજ સાહેબનું મારે ચોમાસું કરાવવું છે. ચાર મહિનાના રસોડાનો લાભ મને આપો. સંઘને લાગ્યું, જો મોટા આચાર્ય મહારાજ સાહેબનું ચોમાસું થતું હોય અને ખર્ચાની બધી જવાબદારી આ ભાઈ લઈ લેવા તૈયાર થાય તો ના શા માટે પાડવી, સંઘને માથે કોઈ બોજો આવતો નથી અને મોટા આચાર્ય મહારાજ પધારશે તો સંઘને દરેક રીતે લાભ જ થશે. આમ વિચારી, સંઘે એ શ્રીમંતને રજા આપી. એક મોટા આચાર્ય મહારાજ સાહેબને અત્યંત આગ્રહપૂર્વકની વિનંતિ કરીને ચોમાસાની “જય” બોલાવી. ચારેય બાજુ આમંત્રણ આપી બધાને બોલાવ્યા. ધામધૂમથી આચાર્ય મહારાજનો પ્રવેશ કરાવ્યો. બહારગામથી આવનાર દરેકને પોતાને ત્યાં ઉતરવાની, જમવાની વ્યવસ્થાનું આયોજન કર્યું. બહારગામથી આવનાર દરેકને સ્ટેશનથી પોતાને ત્યાં લાવવા, લઈ જવા માટે સ્ટેશન ઉપર બે ગાડી મૂકી દીધી. બધાને લેવા જાય, મૂકવા જાય, બહુ સારી રીતે રાખે અને આવનારની કક્ષા મુજબ એમની સરસ, સરભરા કરે, ભક્તિ કરે. સાતેય દીકરીઓને આવનારની તમામ સરભરામાં કામે લગાડી દીધી. ઠઠારો એવો કર્યો કે, ઘર બધી રીતે પૂરું છે, એમ આવનાર દરેકને લાગ્યું. ચોમાસું પૂરું થતાં સુધીમાં તો સાતેય દીકરીઓનું ઠેકાણું પડી ગયું. તેને લાગ્યું, મહારાજ સાહેબનું ચોમાસું મને ફળ્યું અને એ પત્યા પછી તો પેલા ભાઈ તો હતા એના એ રહ્યા. જે હેતુથી ચોમાસું કરાવ્યું, તે હેતુ પૂરો થતા જ એ પાછા પોતાની રીતે જ જીવવા લાગ્યા. એમને ધર્મ સાથે ઝાઝી લેવા-દેવા પહેલાં ય ન હતી અને પછીએ ન રહી. આવા અનુષ્ઠાનને શું કહેવાય ? તે તમે વિચારજો ! Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ૮ : ધર્મ અને ધર્માનુષ્ઠાનમાં મોટો ફરક છે – 31 www.ne ગુજરાતનો એક પ્રસંગ : એવો જ એક ગુજરાતનો પ્રસંગ કહું. મધ્ય ગુજરાતનું એક નાનું ગામ હતું. લોકોની ઝાઝી વસ્તી ન હતી. આમ છતાં ગામમાં શિખરબંધી દેરાસર કરવું એવો એમણે નિર્ણય કર્યો. પણ ગામની એવી કોઈ આર્થિક સ્થિતિ ન હતી, એટલે બીજા ગામમાં ટીપ કરવા ગયા. એમણે એક મોટા આચાર્ય મહારાજને કહ્યું, ‘સાહેબ ! તમે કાંઈક પ્રેરણા કરો તો આ શેઠીયાઓ સ૨ખો આંકડો મંડાવે ને અમારું શિખરબંધી દેરાસર થઈ જાય.’ 765 એ જમાનામાં દેવદ્રવ્યમાંથી નવું દેરાસર થતું ન હતું. દેવદ્રવ્ય મોટે ભાગે જિર્ણોદ્ધારમાં વપરાતું. મહારાજ સાહેબે પૂછ્યું, ‘ગામમાં ઘર કેટલાં છે ?’ કહ્યું કે, ‘૧૫-૨૦ ઘર છે.’ એટલે આચાર્ય મહારાજે કહ્યું કે, ‘તમારી શક્તિ ન હોય તો શિખરબંધી દેરાસર બાંધવાની જરૂર નથી. તમે તમારી શક્તિ મુજબ નાનું સરખું સામણબદ્ધ દેરાસર બનાવો. તમારી અત્યારે વિશેષ શક્તિ નથી તો આટલું મોટું દેરાસર બનાવ્યા પછી એને જાળવશે પણ કોણ ?' આમ છતાં તે ગામના શ્રાવકોએ પોતાનો આગ્રહ ન છોડ્યો અને આચાર્ય મહારાજ ઉપર દબાણ કરવાનું ચાલુ રાખ્યું કે ‘આપનો ઘણો બધો પ્રભાવ છે. આપ આપના ભક્તોને કહીને પણ અમને અમારા ગામમાં શિખરબંધી દેરાસર કરાવી આપો ! અમારે તો શિખરબંધી જ બનાવવું છે.’ મહારાજ સાહેબે કહ્યું કે, ‘તમારે તો દેરાસરથી કામ છે ને ! શિખરબંધીનો આટલો આગ્રહ કેમ ?' જ્યારે એમણે જોયું કે હવે પેટ છૂટી વાત કર્યા વગર કામ નહિ થાય ત્યારે એમણે કહ્યું કે ‘મહારાજ સાહેબ ! અમારે ત્યાં ઘોળનો એવો નિયમ છે કે, જે ગામમાં શિખરબંધી દેરાસર હોય તે જ ગામમાં દીકરી આપવી. અમારા છોકરાઓ મોટા થયા છે, દીકરીઓ મળતી નથી. શિખરબંધી દેરાસર બની જાય તો છોકરાઓનું ઠેકાણું પડી જાય.' આ કયું અનુષ્ઠાન ? વિષાનુષ્ઠાન. દીકરા પરણાવવા શિખરબંધી દેરાસર બનાવવું છે અને ભગવાનને પધરાવવા છે. બાકી ભગવાન કે દેરાસર સાથે કાંઈ લેવા-દેવા નથી. દીકરા પરણ્યા પછી Page #233 -------------------------------------------------------------------------- ________________ 766 ૨૧૪ ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – પૂછો કે, પૂજા કરે છે? “જે કામ માટે ભગવાનનો, ગુરુનો, ધર્મનો ઉપયોગ કર્યો, તે ભગવાનની, ગુરુની કે ધર્મની કામ પતી ગયા પછી કોઈ જરૂર નહિ' - આ વિષાનુષ્ઠાનને ઓળખવાની પારાશીશી છે. સભા: આવો નિયમ કરાય ? નિયમ ખોટો નથી. દીકરી જ્યાં જાય ત્યાં એનો ધર્મ ટકે એવી ભાવના હોય તો તે માટે આવો નિયમ કરનારા ખોટા નથી. એમની ભાવના પણ ખોટી નથી, પણ દીકરાઓને પરણાવવા, ઠેકાણે પાડવા માટે જ જેમને દેરાસર બંધાવવું છે, એ સિવાય ભગવાન કે મંદિર સાથે જેને લેવા-દેવા નથી, તેની ભાવના બરાબર નથી, એમ કહું છું. હવે તમે મૂળ વાત ઉપર આવો. ગઈ કાલે તમારામાંથી એકે પ્રશ્ન કર્યો હતો કે પાલીતાણાનું આ ભવ્ય ચોમાસું કરાવનાર ભાઈઓ પાસે રૂપિયા હતા તો જ તેઓ આવું ધર્માનુષ્ઠાન કરાવી શક્યા ને ? તેનો જવાબ મેં ગઈ કાલે પણ આપ્યો હતો. પરંતુ ઘણાને હજુ ભ્રમ છે કે, “રૂપિયા હતા એટલે ચોમાસું થયું, પણ મારે સ્પષ્ટપણે કહેવું છે કે રૂપિયા હતા માટે ચોમાસું થયું, એમ માનવું એ ભૂલ છે. રૂપિયા તો ઘણા પાસે છે. છતાં ધર્માનુષ્ઠાન કેટલાં કરે-કરાવે છે ? જે રૂપિયા ખર્ચી શકે, છોડી શકે તે જ ધર્માનુષ્ઠાન કરી શકે અને જે ધનની મૂચ્છ ઉતારી શકે કે છેવટે મૂચ્છ ઉતારવાનો સંકલ્પ કરી શકે તે જ તે ધર્માનુષ્ઠાનને ધર્મ બનાવી શકે. સભા રૂપિયા હતા તો બચ્ય ને ? ફરી એ જ વાત ! મર્મ સમજ્યા નથી તેનું આ પરિણામ છે. ઘણાના અંતરમાં આ વાતના સંસ્કારો એવા ગાઢ પડેલા છે કે જેને લઈને તેના જ પડઘા અલગ અલગ રીતે બહાર આવી રહ્યા છે. કોઈ કહે - “હું કાદવમાં પડ્યો તો ન્હાવા મળ્યું ને. આવું માનવું એ મૂર્ખતા છે. ન્હાવા માટે કાંઈ કાદવમાં પડાય નહિ. કાદવમાં પડ્યા અને ખરડાયા એણે ચોખ્ખા થવા જાવાનું છે. એમ ધર્માનુષ્ઠાન કરવા કમાવાનું નથી, પણ જેની પાસે પૈસો હોય તેણે જ, જેણે પોતાની જાતને પૈસાથી ખરડી હોય તેણે જ, જેના જીવનમાં પરિગ્રહનો બોજ વધ્યો હોય તેણે જ તેનાથી છૂટવા પૈસા ખર્ચીને આ બધાં ધર્માનુષ્ઠાન કરવાનાં છે. આ જ મુદ્દો બીજી રીતે સમજાવું. આ સભામાં સૌથી મોટા કોણ ? અમે જ Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ – ૮ : ધર્મ અને ધર્માનુષ્ઠાનમાં મોટો ફરક છે – 31 – 767 ગણાઈએ ને ? તમે એથી જ અમને નમો, ઉપર પાટ ઉપર બેસાડો છો ને ? છતાં અહીં વ્યાખ્યાનમાં કોઈ ટીપ આવે તો અમને સાધુઓને કોઈ દિવસ પૂછ્યું કે - “બોલો, સાહેબ ! તમારો કેટલો આંકડો માંડું !” એવું તમે નથી પૂછતા. કારણ કે તમે પણ જાણો જ છો કે જેની પાસે દ્રવ્ય હોય તેણે જ લખાવવાનું છે, બાકીનાએ નહિ. પેટ સાફ કોણે કરવાનું ? જેને ભરાવો થયો હોય તેણે જ, ભરાવો કોને થાય ? ખાધું હોય તેને જ !” જેણે ખાધું નથી, ભરાવો થયો નથી, તેને જુલાબની જરૂર પડે ? જૈનશાસન જેને મળ્યું ન હોય, મિથ્યામતોમાં જે અટવાયા હોય, જેને મિથ્યાત્વનો કારમો ઉદય હોય, તેવા લોકો આવી વાતોમાં અટવાય, તેને આ વાતો ન સમજાય તો તે આશ્ચર્યકારક નથી, પણ જેને વીતરાગનું શાસન મળ્યું. હોય, સદગુરુ ભગવંતોનો ભેટો થયો હોય, બધી જ રીતે જેને સારામાં સારો સુયોગ મળ્યો હોય, તેને પરિગ્રહ, હિંસા અને મમતા - બંધન ન લાગે તો તે બહુ મોટી આશ્ચર્યકારક બાબત છે. બાકી તો મિથ્યાષ્ટિઓમાં ય જેઓનું મિથ્યાત્વ કાંઈક માંદું પડ્યું હોય તેવાઓએ પણ પોતાના ધર્મગ્રંથોમાં ભારપૂર્વક લખ્યું છે કે – 'धर्मार्थं यस्य वित्तेहा, तस्यानिहा गरीयसी । प्रक्षालनाद्धि पङ्कस्य, दूरादस्पर्शनं वरम् ।।' ધર્મ કરવા માટે (ધર્મમાં ખર્ચવા માટે) ધન મેળવવાની ઈચ્છા કરવા કરતાં, એવું ન ઈચ્છવું એ જ શ્રેષ્ઠ છે. કાદવને ધોવા કરતાં કાદવથી ન ખરડાવું એ જ શ્રેષ્ઠ છે.' આપણું તો કેવું શ્રેષ્ઠ સદ્ભાગ્ય કે આપણને એવા મહાપુરુષ મળ્યા કે, જેણે એની દરેક સભામાં “પૈસો ભૂંડો - છોડવા જેવો,” આ વાત અનેક રીતે સંભળાવી છે. ક્યારેય એમણે બે વાત નથી કરી. “ગયા ભવમાં વાપર્યું હતું, એટલે અહીં મળ્યું છે. અહીં વાપરશો તો આગળ મળશે. માટે ઘણું વાપરો અને તે માટે જેટલું મેળવવું પડે તેટલું મેળવો – આવી વાતો એમણે ક્યારેય નથી કરી. એમણે દાન-શીલ-તપ ને ભાવધર્મને ક્રમશઃ ધન-ભોગ-ભોજન અને સંસારની આસક્તિ છોડવા માટે જ કરવાનું સમજાવ્યું છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ 768 ૨૧૬ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – એઓશ્રી કહેતા કે – “દાનધર્મ ધનની મમતાથી છૂટવા માટે કરવાનો છે, શીલધર્મ ભોગની ભૂખને ભાંગવા માટે કરવાનો છે, તપધર્મ ભોજનની આસક્તિ અને ઈન્દ્રિયોની ગુલામીને તોડવા માટે કરવાનો છે, ભાવધર્મ ભવ અને ભવની આસક્તિથી છૂટવા માટે કરવાનો છે.” આવી જ અનેક વાતો એમણે અનેકવાર કરી છે અને સંભળાવી છે. તમારામાંથી ઘણાએ ઘણી ઘણીવાર આ બધી વાતોને સવિસ્તર સાંભળી પણ છે. અમે પણ આ જ વાતોને આજ સુધી અનેકવાર તમને સંભળાવી છે, અને તમે સાંભળી પણ છે, છતાં પણ પ્રભુએ કહેલી આ વાતો ન સમજાય, તો તમારે એ સમજવું પડે કે અમારું મિથ્યાત્વ પ્રગાઢ છે, ભારે છે, ચીકણું છે અને એમ સમજ્યા પછી બેસી રહે કે હતાશ થયે નહિ ચાલે પણ એ મિથ્યાત્વને તોડવા સઘન પુરુષાર્થ કરવો પડશે. “પરિગ્રહ બંધન છે, પરિગ્રહધારી દુઃખથી છૂટી નહિ શકે. હિંસા બંધન છે, હિંસા કરનાર વૈરની પરંપરાથી છૂટી નહિ શકે. ધન-સ્વજનની મમતા બંધન છે, આયુષ્ય ક્ષણભંગુર છે. આ નહિ સમજનારા મમતાનાં બંધનથી છૂટી નહિ શકે.' ભગવાનની કહેલી આ બધી જ વાતો, એ નિતાંત સત્ય છે. આમ છતાં મિથ્યામતવાળાઓએ આ સત્ય વાતો જાણી નથી, સાંભળી નથી, કાને ધરી નથી, માની નથી, તેને કારણે તેમની કેવી કેવી અવદશાઓ થઈ છે. તેઓ કેવી કેવી મિથ્યા-માન્યતાઓમાં સપડાયા છે. જેને કારણે એમણે કેવા કેવા મિથ્યાપ્રલાપો કર્યા છે અને જગતને ઉન્માર્ગે ચડાવીને એમણે જગતની કેવી કેવી વિડંબણાઓ કરી છે – એ બધી વાતો શ્રી સૂયગડાંગ સૂત્ર આગમના માધ્યમે શ્રી સુધર્મા-સ્વામીજીએ શ્રી જંબુસ્વામીજીને જે કરી છે, તે વાતો મારે તમને કરવી છે. તે આવતીકાલથી ક્રમશઃ જોઈશું. Page #236 -------------------------------------------------------------------------- ________________ 32 ૯ - માથા દેખી મુનિવરી થળ : અર્થનો અનર્થકારિતા : - વિ. સં. ૨૦૫૮, ભાદરવા સુદ-૧૨, બુધવાર, તા. ૧૮-૯-૦૨, સાચોરી ભવન, પાલીતાણા • પુનરાવર્તન કરી લઈએ : • હૈયાને સ્પર્શે તે કામનું : •. તો પ્રભુનો માર્ગ ભૂલાય : • અજ્ઞાન જગતની અજ્ઞાન માન્યતા : વિષયઃ વહી ગયેલી વાતનું પુનરાવર્તન. શ્રી સૂયગડાંગ સૂત્રના માધ્યમથી પરમાત્મા અને ગણધર ભગવંતે આત્માને જગાડવાનો, તેને ઓળખવાનો, બંધનોને જાણવાનો અને તે બંધનોને તોડવાનો ઉપદેશ આપ્યો, જે આ પ્રવચનોના માધ્યમથી આપણે ક્રમશઃ જોયું. પરિગ્રહ, હિંસા અને મમતારૂપ બંધનત્રયીની વાતો પણ ઠીક ઠીક વિસ્તારથી જાણી. ત્યારબાદ એ બંધનના બંધનરૂપે આવતાં મિથ્યાત્વ અંગેની પ્રસ્તુતિ કરવાની હોઈ તપૂર્વે પુનરાવર્તનરૂપ આ પ્રવચન થયેલું છે. અન્ય કાર્યક્રમવશ અલ્પ સમય ચાલેલ આ પ્રવચનમાં પરિગ્રહ અને મમતાના બંધનથી બંધાયેલ શ્રમણોના હાથે કેવી ભૂલોની પરંપરા સર્જાય છે તે તરફ સૌમ્ય આંગળી ચિઘણું કરવામાં આવેલ છે. પ્રવચનનું પ્રતિબિંબ * ભગવાને કહેલી આ વાતો, મહાપુરુષોએ સંભળાવેલી આ વાતો અને પૂર્વ પુરુષોએ જીવનમાં ઝીલેલી આ વાતો, જો આપણા હૃદયને નહિ સ્પર્શે તો આપણું કલ્યાણ નહિ થાય. * પ્રભુના વચનથી વિરુદ્ધ જતી માન્યતા એ જ મિથ્યાત્વ. * અજ્ઞાનીના માર્ગે જે ચાલશે તે દુઃખી થશે અને દુર્ગતિમાં જશે. જ્ઞાનીના માર્ગે ચાલશે, તે સુખી થશે અને સદ્ગતિમાં જશે. Page #237 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્ત્રોત 'एए गंथे विउक्कम्म, एगे समणमाहणा । अयाणंता विउस्सिता, सत्ता कामेहिं माणवा ।।' (પ્રભુએ આ પૂર્વે કહેલી) આ વાતોને છોડીને, પરમાર્થતા અજાણ એવા કેટલાક (બોદ્ધાદિ) શ્રમણો અને (બૃહસ્પતિ મતાનુયાયી-નાસ્તિક) બ્રાહ્મણો વિવિધ પ્રકારના ગાઢ મતાગ્રહમાં બંધાય છે અને (આથી) એ માનવો (કામભોગાદિ) ઈચ્છાઓ કરી-કરીને (કર્મ વગેરેનાં) બંધનથી બંધાય છે.” Page #238 -------------------------------------------------------------------------- ________________ ૯: માયા દેખી મુનિવટ થળઃ અર્થનો અનર્થકારિતા ઃ અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંતશ્રી સુધર્માસ્વામીજી મહારાજા સૂયગડાંગજી સૂત્રના માધ્યમથી આત્માને અનાદિકાળથી લાગેલાં બંધનોને જાણવાનો અને તે જાણીને તોડવાનો ઉપદેશ આપી રહ્યા છે. પુનરાવર્તન કરી લઈએ : અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાધ સુખ અને અનંત વીર્ય વગેરે ગુણનો માલિક એવો પણ આત્મા જે રીતે અત્યારની સ્થિતિમાં મૂકાયો છે, ચાર ગતિ, ચોર્યાશી લાખ યોનિ અને ચૌદ રાજપ્રમાણ - આ વિશ્વમાં આમથી તેમ ભટકી રહ્યો છે, આ બધાનું મૂળ જો કોઈ હોય તો તે કર્મનું બંધન છે. તેનું પણ જો કોઈ મૂળ હોય તો તે પરિગ્રહ, હિંસા અને મમતા છે. આ ત્રણ બંધનથી કર્મનાં બંધનનું સર્જન થાય છે. જેના પરિણામે આત્મા નિરંતર સંસારમાં રઝળી રહ્યો છે. આ વિચારણા છેલ્લા ઘણા દિવસોથી આપણે કરી રહ્યા છીએ. આ પરિસ્થિતિમાં આજે પુનરાવર્તનનો તબક્કો રાખીએ. અત્યાર સુધીમાં જે વિચારી ગયા છીએ, તેનો સાર ટુંકાણમાં પણ વાગોળી લઈએ. કેમ કે સૂત્રકાર પરમર્ષિ આ જ ગ્રંથમાં હવે એક નવું જ બંધન બતાવવાના છે કે, જેમાં જગતનો મોટો ભાગ ફસાયેલો છે. એ બંધનની મારે વાત કરવી છે, પણ તે આવતીકાલથી કરીશું. આજ સુધી અહીં તમે જે સાંભળ્યું, તેનો સારાંશ પણ તમને યાદ છે કે નહિ, તમે અહીંથી ગયા બાદ એને વાગોળો છો કે નહિ, એનો ભાવાર્થ સમજવાનો Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ 772 – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! - પ્રયત્ન કરો છો કે નહિ, સમજ્યા બાદ યથાશક્તિ એ વાતોનો જીવનમાં અમલ કરવાનો પુરુષાર્થ કરો છો કે નહિ, એ વાત ચકાસવી જરૂરી છે. માટે તમને પૂછી લઉં ? બોલો ! પરિગ્રહ એ બંધન ? હિંસા એ બંધન ? હિંસામાં જ પરિણમતાં અસત્ય-ચોરી-અબ્રહ્મ એ બંધન ? સ્વજનાદિ જીવ કે જડ પ્રત્યેની મમતા એ બંધન ? આ બંધન છે, તેમ તમને લાગ્યું ? અહીં ભલે અમે તમને આ પ્રશ્નો પૂછીએ પણ એ પછી દરેકે પોતાના આત્માને આ પ્રશ્નો પૂછવાના છે. માત્ર પૂછવાના નથી, પણ આત્માને ઢંઢોળીને એના ઉત્તરો મેળવવાના છે. હૈયાને સ્પર્શે તે કામનું ? ભગવાને કહેલી આ વાતો, મહાપુરુષોએ સંભળાવેલી આ વાતો અને પૂર્વ પુરુષોએ જીવનમાં ઝીલેલી આ વાતો, જો આપણા હૃદયને નહિ સ્પર્શે તો આપણું કલ્યાણ નહિ થાય. માત્ર આ વાતોને સાંભળવાથી જ કલ્યાણ થતું નથી. જ્યાં સુધી સાંભળેલી આ વાતોને વાગોળીએ નહિ, એના ઉપર શ્રદ્ધા કરીએ નહિ અને એના આધારે જીવનને સુધારીએ નહિ ત્યાં સુધી આપણું કલ્યાણ થઈ શકશે નહિ, એ એક ચોક્કસ થયેલી વાત છે. - દુનિયા માને છે – પરિગ્રહ સુખનું કારણ છે અને ભગવાન કહે છે, પરિગ્રહ દુઃખનું કારણ છે, તો બેમાં સાચું કોણ ? પૂરેપૂરો ક્લાયમેક્ષ છે, વિરોધ છે. તમે ફરી વિચારો અને મને કહો કે પરિગ્રહ સુખનું સાધન કે દુઃખનું સાધન ? પૈસાના પૂજારીઓ એમ માને છે કે એક પૈસો પાસે હોય તો દુનિયામાં શું ન મળે. એટલા જ માટે કહેવત આવી કે – સર્વે અUT: વાંચનશ્રયન્ત” બધા જ ગુણો પૈસાના શરણે વસેલા હોય છે.' પૈસાવાળો એટલે અક્કલવાળો. પૈસો આવ્યો એટલે જાણે દુનિયાની બધી Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ – ૯ : માયા દેખી મુનિવર ચળે : અર્થનો અનર્થકારિતા - 32 – 73 અક્કલ એનામાં આવી ગઈ. આ જ તો મિથ્યાત્વ છે. પ્રભુના વચનથી વિરુદ્ધ જતી માન્યતા એ જ મિથ્યાત્વ. .. તો પ્રભુનો માર્ગ ભૂલાય ? અમે પ્રભુનો માર્ગ ભૂલીએ અને અમને સાધુઓને પણ તમારા પૈસાની ભૂખ જાગે, એટલે અમારે પણ તમને કહેવું પડે કે “બહુ પુણ્યશાળી છો !”. કેટલાક તો સારી ભાષામાં કહે, “અમારે પૈસો શું કરવો છે ભાઈ ? અમે તો શાસનનાં કામ, જગતના કલ્યાણનાં કામો માટે આ વાત કરીએ છીએ. અમારે પૈસો જોઈતો નથી, પણ... તમારે રપ લાખ આમાં લખાવવા પડશે.” પછી એમાંય પૉલીસી આવી જાય. વેપારીઓ ગ્રાહકને જે રીતે ભૂમિકા કરીને જાળમાં આબાદ ફસાવે તે રીતભાત અહીં સાધુપણામાં પણ આવી જાય. એ પૈસાની ગુલામી કહો તો ગુલામી, ભીખ કહો તો ભીખ એ સાધુ પાસે પણ આવું બધું બોલાવે - “જ્યારથી આ દેરાસરનું કામ ચાલુ થયું છે, ત્યારથી મને એમ છે કે, આના મૂળનાયકનો લાભ તો તમને જ મળવો જોઈએ.' આ લાભ તમારે માટે સ્પેશીયલ રાખી મૂકેલો છે. જાજમનો ચઢાવો બોલાવવાનો હોય તો અલગ-અલગ દશ જણને બોલાવે ને બધાને કહે, તમારા જેવા પુણ્યશાળીના હાથે જો આ જાજમ પથરાશે તો બધું ફતેહ થઈ જશે. આ લાભ તો તમારે જ લેવો જોઈએ. આવું એક-બે નહિ, પણ દશ જણને જૂદું જુદું કહે અને દસે જણને ચઢાવામાં સામસામે ઉતારે, એમાંથી એ પોતાના ગળે બાંધેલો પ્રોજેક્ટ પૂરો કરવાની મહેનત કરે. અહીં : છેક સાધુપણામાં આવ્યા પછી પણ આ અવદશા કેમ આવી ? પરિગ્રહ દુઃખનું કારણ છે. હિંસાથી વૈર વધે છે અને મમતા અનર્થની પરંપરા સર્જે છે – એવી પ્રભુની વાત ન સમજાણી માટે. આ જ વાતને ઋષભદાસ કવિ કુમારપાળના રાસમાં બહુ માર્મિક શબ્દોમાં કહે છે – જીવ છ-કાયને રાખતો, ન કહે હિંસાની વાત રે - ૧ નવવિધ પરિગ્રહ પરિહરે, કારણ પણ પરિહાર રે - ૨ જેણે નિજમંદિર પરિહર્યા, ન કરે પરગૃહ સાર રે - ૩' Page #241 -------------------------------------------------------------------------- ________________ 774 - - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! - આમાં પહેલામાં - જીવહિંસાની વાત આવી. સાધુ જીવહિંસા ન કરે. છએ કાયના જીવોની રક્ષા કરે. બીજામાં - પરિગ્રહની વાત કહી. સાધુ નવ પ્રકારનો પરિગ્રહ અને તેના કારણોનો પણ ત્યાગ કરે. ત્રીજામાં - મમતાની વાત બતાવી. સાધુએ પોતાના ઘરવાસનો ત્યાગ કર્યો, હવે બીજાના ઘરની ચિંતા એ ન કરે. અજ્ઞાન જગતની અજ્ઞાન માન્યતા : ભગવાન કહે છે કે, પરિગ્રહ દુઃખનું કારણ છે. જ્યારે અજ્ઞાન જગત કહે છે કે, પરિગ્રહ સુખનું કારણ છે. ભગવાન કહે છે કે, હિંસા વૈરની પરંપરા વધારે છે. જ્યારે અજ્ઞાન જગત કહે છે, કે હિંસાથી વૈરનો અંત આવે છે. ભગવાન કહે છે કે, સ્વજનો તમારી રક્ષા નહિ કરી શકે માટે મમતા ન કરો ! જ્યારે અજ્ઞાન જગત કહે છે કે, અવસરે સ્વજનો જ કામ લાગશે. માટે એના ઉપર મમત્વ હોવું જ જોઈએ. હવે તમારે નક્કી એ કરવાનું છે કે કોની વાતને સાચી માનવી અને કઈ વાતને મહત્ત્વ આપવું ? અજ્ઞાની જગત મોહાધીન છે. તેથી તેમની વાતો ક્યારેય સારી નહિ હોવાની, એમાં અનેક ભ્રાંતિઓ રહેવાની. જ્યારે ભગવાન સર્વજ્ઞ વિતરાગ છે. નરી વાસ્તવિકતા તેઓ જોઈ શકે છે, તેમની વાતમાં ક્યારે ય કોઈ ભ્રાંતિ નહિ હોવાની. અજ્ઞાનીના માર્ગે જે ચાલશે તે દુઃખી થશે અને દુર્ગતિમાં જશે. જ્ઞાનીના માર્ગે ચાલશે, તે સુખી થશે અને સદ્ગતિમાં જશે. અજ્ઞાનીઓનો માર્ગ એ સંસારનો માર્ગ છે અને જ્ઞાનીઓનો માર્ગ એ મોક્ષનો માર્ગ છે. હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે કયો માર્ગ પસંદ કરવો છે? જે મોહાધીન જીવોને ભગવાનની આ બધી વાતો ગળે નથી ઉતરતી, તેઓ અનેક પ્રકારની મિથ્યા માન્યતાઓ અને મિથ્યા ભ્રમણાઓમાં ફસાયેલા હોય છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ – ૯ : માયા દેખી મુનિવર ચળે અર્થની અનર્થકારિતા - 32 – 775 એમાંથી કોઈને આત્માનું અસ્તિત્વ જ સમજાતું નથી, તો કોઈને આત્મા પંચભૂતમય છે, એવો ભ્રમ થયો છે પણ પંચભૂતથી અતિરિક્ત આત્મા છે એ જ સમજાતું નથી, તો કોઈને આત્મા કર્મોથી બંધાય છે અને પરલોકગામી , એ બેસતું નથી, તો કોઈને આત્મા કર્મોથી મુક્ત થઈ શકે તે તે બેસતું નથી. એ જ રીતે કોઈને આત્મા અનાદિઅનંત છે, એ કર્મોથી બંધાય છે અને છૂટે છે, એ બેસતું નથી. આવી અનેક જાતની વિષમતાથી ઘેરાયેલા નાસ્તિકો અને દાર્શનિકોની કેવી કેવી ભ્રમણાઓ છે. એ ભ્રમણામાં એ ભ્રમણાના વમળમાં ફસાઈને કોઈ સાધક સંસારમાં રખડી ન જાય તે માટે ભગવાનશ્રી મહાવીરે જે સાવચેતીનો સૂર સંભળાવ્યો છે, તે હવે આપણે શ્રી સુધર્માસ્વામીજીના પાવન મુખે સાંભળવાનો છે. તે હવે પછી ક્રમશઃ જોઈશું. Page #243 -------------------------------------------------------------------------- ________________ સમતા શતકમાં લોભ સ્વરૂપ (પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર) લોભ મહાતરુ શિર ચઢી, બઢી મ્યું તૃષ્ણા-વેલિ, ખેદ કુસુમ વિકસિત ભઈ, ફલે દુઃખઋતુ મેલી. ૩૪ આગર સબહી દોષ કો, ગુણ-ધન કો બડ ચોર, વ્યસન-વેલિ કો કંદ છે, લોભ-પાસ ચિહું ઓર. ૩૫ લોભ-મેઘ ઉન્નત ભયે, પાપ-પંક બહુ હોત, ધર્મ હંસ રતિ ન હું લહે, ચાહે ન જ્ઞાન-ઉદ્યોત. ૩૦ કોઈ સ્વયંભૂરમણ કો, જે નર પાવે પાર, સો ભી લોભ-સમુદ્ર કો, લહે ન મધ્ય-પ્રચાર. ૩૭ મન સંતોષ અગસ્તિ કું, તાકે શોષ-નિમિત્ત, નિત સેવા જિનિ સો કિયો, નિજ જલ અંજલિ મિત્ત ! ૩૮ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૦ – બંઘનનું થ બંઘન છે મિથ્યાત્વ 33 - વિ.સં. ૨૦૫૮, ભાદરવા સુદ-૧૩, ગુરુવાર, તા. ૧૯-૦૯-૦૨,સાચોરી ભવન, પાલીતાણા • હવે આવે છે ચોથું બંધન : • જેનામાં આટલી કાળજી હોય, તે મિથ્યાત્વથી બચે : • નુકસાન દેખાય તો પાપથી બચાય : • પરાધીન જીવન ન જોઈએ : • ડૂબનારનો અનુભવ નકામો: • તરતમતા જરૂર છતાંય છે તો પાપ જ : વિષય: મહાબંધન મિથ્યાત્વને સમજીએ. પરિગ્રહ, હિંસા અને મમતાને બંધનરૂપ તો લૌકિકો પણ સમજાવે છે પણ એ બંધનોના સર્જનનું મૂળ કારણ મિથ્યાત્વ એ પણ એક બંધન છે તે વાત જૈન દર્શન જ સમજાવે છે. આ પ્રવચનમાં મિથ્યાત્વ બંધનનું બાહ્ય-અત્યંતર રૂપ-સ્વરૂપ સમજાવી મિથ્યાત્વબંધનથી બંધાયેલ આત્માઓની કેવી અવદશા થાય છે તેનું ખૂબ જ હદયદ્રાવક ચિત્રણ કરાયું છે. દશ તેમજ પાંચ પ્રકારના મિથ્યાત્વને પણ જરા વિગતથી સમજાવેલ છે. મિથ્યાત્વી આત્મા કેવી માન્યતા ધરાવે છે, મિથ્યાત્વના દારૂણ પરિણામો કેવાં હોય છે વગેરે વાતો પણ સારી રીતે અત્રે રજુઆત પામેલ છે. પ્રવચનનું પ્રતિબિંબ * મમતા કેવળ તમને ગૃહસ્થોને જ મારે એવું નથી. એ તો ગૃહવાસનો ત્યાગ કરીને આવેલા અમે શ્રમણો સાવધ ન રહીએ તો અમને પણ મારે. ક પરિગ્રહ મારનાર છે, હિંસા મારનાર છે. મમતા મારનાર છે, એમ એનાં વાસ્તવિક સ્વરૂપનું ભાન થાય તો એનો ત્યાગ કરતાં વાર ન લાગે. * ભાવના સાચી હોય તો પરિણામમાં ડોકાયા વિના પ્રાયઃ ન રહે. * ડૂબનારનો અનુભવ નકામો. તરનારનો અનુભવ કામનો. * અંધારું દૂર કરવા અંધારું ન જોઈએ. અંધારું દૂર કરવા દીવો જોઈએ. Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રવચન-સ્રોત 'एए गंथे विउक्कम्म, एगे समणमाहणा । અવાળતા વિકસ્તિતા, સત્તા હ્રામહિઁ માળવા ।।।।' ‘(પ્રભુએ આ પૂર્વે કહેલી) આ વાતોને છોડીને, પરમાર્થતા અજાણ એવા કેટલાક (બૌદ્ધાદિ) શ્રમણો અને (બૃહસ્પતિ મતાનુયાયી-નાસ્તિક) બ્રાહ્મણો વિવિધ પ્રકારના ગાઢ મતાગ્રહમાં બંધાય છે અને (આથી) એ માનવો (કામભોગાદિ) ઈચ્છાઓ કરી-કરીને (કર્મ વગેરેનાં) બંધનથી બંધાય છે.’ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૦: સંઘનનું થ બંઘન છે મિથ્યાત્વ અનંત ઉપકારી, ચરમતીર્થપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા પંચમ ગણધર ભગવંત શ્રીસુધર્માસ્વામીજી મહારાજા સૂયગડાંગજી સૂત્ર નામના મહાન અંગઆગમમાં આત્મસ્વરૂપનો બોધ કરાવીને આત્માને વળગેલા બંધનોને ઓળખવાનો અને એ ઓળખાયા પછી તેને તોડવાનો ઉપદેશ આપી રહ્યા છે. આ ઉપદેશ સાંભળીને જંબુસ્વામીજીએ પૂછયું કે, “ભગવાન શ્રી મહાવીરે બંધન કોને કહ્યું છે ? તેને તોડવાનો માર્ગ કયો છે ? તેના જવાબમાં “પરિગ્રહ એ બંધન છે, જેમાંથી દુઃખની પરંપરા સર્જાય છે; હિંસા એ બંધન છે, જેમાંથી વૈરની પરંપરા સર્જાય છે; મમતા એ બંધન છે, જેનાથી પૂરો આ સંસાર ચાલે છે” : આ ત્રણેય વાત જણાવીને તેમાંથી છૂટવાનો ઉપદેશ આપ્યો છે. હવે આવે છે ચોથું બંધન : આ વાત કર્યા પછી આ ત્રણેય બંધનને મજબૂત રાખનારું એક ચોથું બંધન છે, જેનું નામ છે મિથ્યાત્વ, તેની અહીં વિસ્તૃત વાત કરવામાં આવી છે. આ મિથ્યાત્વ નામનું બંધન જીવોને કઈ રીતે વળગે છે ? તે બંધનને પેદા કરનારા મિથ્યામતો કેવા છે ? તેમની અજ્ઞાનતા કેવી છે ? તેમના અજ્ઞાનતાભર્યા સિદ્ધાંતો કેવા છે ? અને તે સિદ્ધાંતોને જણાવનારાં તેમનાં શાસ્ત્રો કેવાં છે, તેની વાત રજૂ કરવામાં આવી છે. અત્યાર સુધીની જે વાતો કરવામાં આવી તેને તમે બરાબર સમજ્યા હો, તમારી પ્રજ્ઞાને તેનાથી પરિકર્મિત કરી હોય તો જ તમને હવેની વાતો સહેલાઈથી સમજાશે. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ૩ બંધન જાણો ! બંધન તોડો ! - ન મિથ્યાત્વ એક એવી ચીજ છે કે જે બંધનને બંધન તરીકે ઓળખવા ન દે. પરિગ્રહ બંધન છે તે વાત ગળે ઉતરવા ન દે. આરંભ-હિંસા એ બંધન છે, તે વાત પણ ગળે ઉત૨વા ન દે, મમત્વ એ બંધન છે, આ વાત પણ ગળે ઉતરવા ન દે. મિથ્યાત્વનું આ જ તો કામ છે. ‘ઉપમિતિ’માં પૂ. શ્રી સિદ્ધર્ષિ ગણિરાજે મિથ્યાત્વનું ઝેર ચડે ત્યારે જીવની કેવી દશા થાય છે, તેનું તાદશ વર્ણન કર્યું છે. 780 ' xxप्रसर्पति मिथ्यात्वविषं, ततस्तद्वशगोऽयं जीवः शिथिलयति मौनीन्द्रदर्शनपक्षपातं विमुञ्चति पदार्थजिज्ञासां, अवधीरयति सद्धर्मनिरतं जनं, बहुमन्यते निर्विचारकलोकं, प्रमादयति प्राक्प्रवृत्तं सत्कर्त्तव्यलेशं, परित्यजति भद्रकभावं, रज्यते नितरां विषयेषु, पश्यति तत्त्वबुद्ध्या तत्साधनं धनकनकादिकं, गृह्णाति तथोपदिशन्तं गुरुं वञ्चकबुद्ध्या, नाकर्णयति तद्वचनं, भाषते धर्मावर्णवादान्, उद्घट्टयति धर्मगुरूणां मर्मस्थानानि, लगति प्रतीपं कूटवादेनxx' ‘xxમિથ્યાત્વનું ઝેર ચડેલો જીવ : જૈનદર્શન તરફનો ઝુકાવ છોડી દે છે, તત્ત્વને જાણવાની ઈચ્છા છોડી દે છે, સદ્ધર્મમાં નિરત લોકોની અવગણના કરે છે, મૂર્ખ લોકોને માન્યતા આપે છે, પૂર્વે જે કાંઈ સુકૃત થયું હોય તેમાં પ્રમાદી બને છે, સરળ સ્વભાવનો ત્યાગ કરે છે, હમેશા વિષયપ્રવૃત્તિમાં ગળાડૂબ રહે છે, ધન-સંપત્તિ-પરિગ્રહને વિષયેચ્છા પૂર્તિનાં સાધનરૂપે જુએ છે, ભવતારક ગુરુઓને ઠગબુદ્ધિ માને, એ ગુરુની આજ્ઞા-ઉપદેશ ન સ્વીકારે, ધર્મની નિંદા કરે, ધર્મગુરુઓની છતી-અછતી વાતો પ્રચારે, કૂટનીતિ-રાજકારણના દાવપેચ રમી દેવ-ગુરુ-ધર્મનો શત્રુ બને.xx’ આપણે હવે એ વિચારવું છે, આ ત્રણ બંધન જ આપણને વળગ્યાં છે કે પછી ચોથું મિથ્યાત્વનું ય બંધન વળગ્યું છે ? આ ત્રણ બંધન ગળે વળગ્યાં છે, એવું લાગે તો તેનામાં ચોથું નથી, પણ જેને આ બંધન બંધનરૂપ જ ન લાગે, તેનામાં મિથ્યાત્વ નામનું ચોથું બંધન જીવતું-જાગતું બેઠું છે. બોલો પુણ્યશાળી ! હવે તમારી પરીક્ષા આવે છે. તમને બધાને આટલા દિવસ ભણાવ્યા-ગણાવ્યા. Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ - ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33 – 781 પ્રભુએ તમારા કલ્યાણ માટે ઘડી આપેલો સીલેબસ શીખવાડ્યો. હવે પ્રશ્ન પૂછી લઉ ? “હિંસા બંધન ?' સભા : હા જી. સમકિતીમાં ઓળખાવવું હોય તો “હા” જ કહેવી પડે, એટલે “હા' પાડો છો ? કે બરાબર સમજાઈ ગયું છે માટે “હા” પાડો છો ? પરિગ્રહ બંધન ? પત્ની બંધન ? પત્ની પણ પરિગ્રહરૂપ છે એમ માનો છો ? પૈસો બંધન ? તમારો બંગલો બંધન ? તમારી ગાડી બંધન ? ઑફિસ, દુકાન, ફેક્ટરી-કારખાનાં, વેર હાઉસીસ : આ બધું બંધન ? શું માનો છો ? પરિગ્રહરૂપ બંધનથી દુઃખ જ આવે ? સુખ ન જ આવે ? સભાઃ જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાં સુધી પરિગ્રહની જરૂર પડે છે. તમને એની જરૂર પડે છે એનો મને વાંધો નથી તમને એ જરૂરી લાગે છે -- તેનો મોટો વાંધો છે. તમારા પ્રશ્ન ઉપરથી જ તમને એ ખ્યાલ આવવો જોઈએ કે તેમને મિથ્યાત્વનું બંધન પીડી રહ્યું છે. તમે ચોથા બંધનમાં બરાબર ફસાયા છો. જેને ચોથું બંધન હોય તેને બીજા ત્રણ બંધન-બંધન ન લાગે. જેને મિથ્યાત્વરૂપી બંધન બરાબર વળગેલું હોય તેને જ પરિગ્રહ વગેરે ત્રણે બંધન બંધનરૂપ નથી લાગતાં. જેનું મિથ્યાત્વરૂપી ચોથું બંધન છૂટી ગયું હોય તેને પરિગ્રહ વગેરે ત્રણે બંધન બરાબર બંધનરૂપ લાગે છે અને માટે જ એ પળ પળ એ ત્રણેય બંધનોથી છૂટવાનો પ્રયત્ન કરતો હોય છે. પરિગ્રહ સુખનું સાધન છે, એવું લાગે તે ચોથું બંધન. આરંભ-હિંસા સુખનું સાધન છે, એવું લાગે તે પણ ચોથું બંધન. મમતા સુખનું સાધન છે, એવું લાગે તો પણ ચોથું બંધન. સભા : પૈસાની મમતા એ બંધન કે પરિગ્રહ એ બંધને ? ગઈકાલે કહી ગયો. સાપ મારે કે સાપનું ઝેર મારે ? દૂર કોનાથી રહેવાનું ? ઝેરથી જ કે સાપથી પણ ? એક નક્કી વાત છે કે, સાપ ક્યારેય મારતો નથી. સાપનું ઝેર જ મારે છે. છતાં સાપથી દૂર રહેવાની મહેનત ખરી ? કેમ ? સાપમાં જ ઝેર સમાયેલું છે. તેમ પૈસામાં જ મમતા સમાયેલી છે. એટલે પૈસાની મમતાથી જેમ બચવાનું તેમ પરિગ્રહથી પણ બચવાનું. મમતા જો ન હોત તો બજારે ગયા જ ન હોત, તેને હાથમાં લીધો જ ન હોત, ખીસ્સામાં ઘાલ્યો જ ન હોત. વગર ઓળખાણ-પીછાણવાળીને ઘરે લાવ્યા, તિજોરીની ચાવી આપી, Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦. 782 - ૩ - બંધન જાણો ! બંધન તોડો! – ઘોડે ચડ્યા, એ મમતા વગર ? પોતાની સગી બહેન, ગઈકાલ સુધી જેના વગર ચેન નહોતું પડતું, તેને ય કહે, “હવે તું મારી નહિ, તું પારકી, હવે આ મારી.” એ બેન બે દિવસ માટે પણ ઘરે આવે તો કહી દે, તને આવવાની છૂટ છે, પણ તારે આમાં બે વચ્ચે કાંઈ ગરબડ કરવાની નહિ.' આવું કેમ બોલાયું ? મમતા જ કે બીજું કાંઈ? મમતા કેવળ તમને ગૃહસ્થોને જ મારે એવું નથી. એ તો ગૃહવાસનો ત્યાગ કરીને આવેલા અમે શ્રમણો સાવધ ન રહીએ તો અમને પણ મારે. અહીં સાધુપણામાં આવ્યા પછી પણ મમતા છોડવી સહેલી નથી. માટે જ પ્રભુ અમને સાધુ-સાધ્વીને પણ મમતારૂપી બંધન છોડવા-તોડવાનું કહે છે. સભા સીધું જ કહી દો ને કે પરિગ્રહ અને તેની મમતા બંને બંધન. મેં નહિ, ભગવાને જ આ કહ્યું છે. પરિગ્રહ અને પરિગ્રહની મમતા આ બંને બંધન. પરિગ્રહને બંધન કહ્યું એમાં મુખ્યતા વ્યવહારનયની છે; જ્યારે મમતાને બંધન કહ્યું એમાં મુખ્યતા નિશ્ચયનયની છે. સાધુ-સાધ્વી પરિગ્રહ છોડીને બેઠાં છે, એટલે એમના માટે મુખ્યતા મમત્વ-ત્યાગની છે. શ્રાવક-શ્રાવિકા અને ગૃહસ્થો પરિગ્રહ લઈને બેઠા છે એટલે એમના માટે મુખ્યતા પરિગ્રહ-ત્યાગની છે. એમણે પહેલાં પરિગ્રહ છોડવાનો પછી મમતા પણ છોડવાની. પહેલાં પરિગ્રહના ત્યાગરૂપ વ્યવહારની સાધના કરવાની છે અને તે પછી મમત્ત્વના ત્યાગરૂપ નિશ્ચયની સાધના કરવાની છે. જ્યારે પરિગ્રહના ત્યાગરૂપ વ્યવહારની સાધના કરાય, ત્યારે મમત્વ ત્યાગરૂપ નિશ્ચયને સાધવાનું લક્ષ્ય રાખવાનું છે અને જ્યારે મમત્ત્વના ત્યાગરૂપ નિશ્ચયની સાધના કરાય ત્યારે પરિગ્રહના ત્યાગરૂપ વ્યવહાર ન ચૂકાય, તેની સાવધાની રાખવાની છે. આ પૂર્વે આ બધી વાત વિગતવાર કરી ગયો છું. છતાં આવા પ્રશ્નો થાય છે. સભા: અમારે સાધુ બનવું નથી અને પરિગ્રહ છોડવો નથી. તો તમને ચોથું બંધન નક્કી જ વળગેલું છે. એમ કહી શકાય. જો એમાં તમારો નંબર રાખવો ન હોય તો તમારા વાક્યમાં સુધારો કરો. “સાધુ બનવું નથી' એમ બોલવાના બદલે “સાધુ બનાતું નથી' – એમ બોલો, તેમજ “પરિગ્રહ છોડવો નથી' એમ બોલવાના બદલે “પરિગ્રહ છૂટતો નથી,' એમ બોલવું પડે Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ – ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33 – 783 એવી તમારી આંતરિક ભૂમિકા તૈયાર કરો ! તો મારે તમને મિથ્યાત્વરૂપી ચોથું બંધન છે' તેવું કહેવાની ઉતાવળ નથી કરવી. જેનામાં આટલી કાળજી હોય, તે મિથ્યાત્વથી બચે. જેનામાં ચોથું બંધન ન હોય, તેને પળ-પળે અહીં - સાધુપણામાં આવવાનું મન થાય. અહીં આવવાનું જ મન હોય પણ આવી ન શકે તે પુણ્યાત્મા સંસારમાં પણ રહે તો કેવી રીતે રહે તે સમજાવું. તમે મદારીને જોયો હશે ! મદારી સાપના ખેલ કરે. એ મદારીને ખબર હોય છે કે મારે સાપ વગર ચાલે તેમ નથી. તેનાથી જ મારી આજીવિકા ચલાવવાની છે અને પાછો તે જીવ લે તેવો છે. તેથી તે તેને પકડતાં ખૂબ સાવચેતી રાખે. જો ખાલી મોટું પકડે તોય પોતે મરે અને પૂંછડું પકડે તો ય પોતે જ મરે. મોટું પકડે તો સાપ પૂંછડાથી એવો વીંટળાઈ વળે ને એવી ભીંસ લાવે કે હાથ ઢીલો પડે. હાથ ઢીલો પડે, પકડ છૂટે કે તરત એ ડંખ મારે અને જો પૂંછડું જ પકડે તો સીધો ડિંખ મારે. એટલે બહુ કાળજી રાખીને એકસાથે મોટું ને પૂંછડું બેય પકડે. પૂંછડું પગથી પકડી રાખે અને મોટું દબાવે. ચિપીયા તૈયાર રાખ્યા હોય. જેવું સાપનું મોટું પહોળું થાય કે તરત જ ઝેરની કોથળી કાઢી લે. ઝેર નીચોવ્યા પછી પણ તેને કરંડીયામાં જ રાખે. છૂટો ન મૂકે. ખાવા-પીવાનું પણ એટલું જ આપે છે, તે દોડી ન જાય ને વશમાં રહે. એને બરાબર કેળવે. જેમ નચાવવો હોય તેમ નચાવે, પણ જડીબુટ્ટી તો સાથે રાખે જ. જરા ડંખ માર્યો કે તરત જડીબુટ્ટી ઘસે. ગમે તેમ તોય આ જાત તો સાપની જ છે, તેમ તે જાણતો હોય છે. માટે આટલી સાવચેતી રાખે. એ સાપના ખેલ કરતાં આગળ-પાછળ જેટલી કાળજી રાખે છે, એટલી કાળજી તમે પૈસા કમાતાં-વાપરતાં રાખો છો? સભા : સાપ ઝેરીલો દેખાય છે. ત્યાં આંખ ખુલ્લી છે અને અહીં આંખ બંધ છે, એટલે જ પરિગ્રહ ઝેર જેવો લાગતો નથી. માટે મજેથી પરિગ્રહ ભેગો કરાય છે. પરિગ્રહ બંધન છે, એ દુઃખની પરંપરાનું સર્જન કરનાર છે, એવું જેને ન લાગે ઉપરથી સુખ આપનાર અને સુખની પરંપરાનું સર્જન કરનાર જેને લાગે, તેનામાં ચોથું મિથ્યાત્વ નામનું બંધન ઉભું જ છે. એ જ રીતે હિંસા, અસત્ય, ચોરી અને અબ્રહ્મ, એ જેને બંધન ન લાગે, એ Page #251 -------------------------------------------------------------------------- ________________ 784 ૨૩૨ – ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – વૈરની પરંપરાનું સર્જન કરનાર છે, એવું ન સમજાય ઉપરથી હિંસાદિથી જ સુખ મળે અને એનાથી જ સુખની પરંપરા સર્જાય છે એવું જેને લાગે, તે બધાને મિથ્યાત્વ નામનું ચોથું બંધન છે જ. એ જ રીતે ધન-કુટુંબ-પરિવાર, એની મમતા જેને બંધન ન લાગે, એ આત્માની વિભાવદશા છે એમ ન લાગે, એનાથી એકબીજાની આસક્તિનાં જાળાં જ ગૂંથાય છે એમ ન લાગે, એ જાળામાં કરોળીયાની જેમ પોતે સપડાઈ, ગુંગળાઈ પૂરા થઈ જશે એમ ન સમજાય, ઉપરથી મમતા એ જ જેને સુખનું કારણ લાગે, એ જ આત્માની સ્વાભાવિક અવસ્થા લાગે તે બધામાં મિથ્યાત્વનું ચોથું બંધન બેઠું જ છે. મિથ્યાત્વના બંધનથી બચે તે સંસારમાં મજાથી રહી જ ન શકે અને કદાચ કર્મયોગે તેને એ સંસારમાં રહેવું જ પડે તો પણ એમાંથી બહાર નીકળવાની જ એ મહેનત કર્યા કરે. નુકસાન દેખાય તો પાપથી બચાય : સભા : આ બંધનથી બચવું આપણા હાથની વાત છે ? બિલકુલ, આપણા જ હાથની વાત છે. એક વખત તેનું સ્વરૂપ સમજાઈ જાય પછી તેને હાથ લગાડવાનું પણ મન ન થાય. જેને સ્વરૂપનું ભાન થાય તે કેવી રીતે છોડે છે - તે દાખલાથી સમજાવું. આઠ કે સોળ ઉપવાસ કર્યા હોય અને એમાં છેલ્લા ત્રણ ઉપવાસ ખૂબ અઘરા થયા હોય, છેલ્લી રાત રાબડીનાં સ્વપ્નાઓમાં જ પસાર થઈ હોય. સવાર પડી ત્યારથી મિનીટો ગણતો હોય છે. પાટલે ગોઠવાઈને બેઠો હોય, રાબડી તૈયાર કરીને મૂકે છે. ડિશમાં પણ કાઢી લીધી હોય છે, જેથી પચ્ચક્ખાણ આવે કે તરત જ પીવા જેવી થોડી ઠંડી થઈ જાય. તે પછી પચ્ચકખાણ માટે છેલ્લી સેકન્ડો ગણાઈ રહી હોય, તેની તીવ્રતા કેટલી કે અહીં નવકાર ગણાય ને રાબડી અંદર જાય એટલી જ વાર હોય. જ્યાં પચ્ચખાણ આવ્યું, રાબડી મોઢે માંડે, હજી હોઠને અડે એ પહેલાં રસોડામાંથી બૂમ પડે કે “રાબડી પીતા નહિ, અંદર ગરોળી પડી છે.' આ સાંભળીને તે શું કરે? પીવે ? હમણાં તો પી લઉં પછી વાત, આવું કરે ? આટલી ભૂખ, આટલો તલસાટ અને આટલી મહેનત કરીને તૈયાર કરાવેલી છતાં ન જ પીવે ? કેમ ? ઝેરવાળી રાબડીના વાસ્તવિક, પ્રાણઘાતક, મારક સ્વરૂપનું ભાન થયું. તેમ અહીંયા પણ આ પરિગ્રહ મારનાર Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ - ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33 - 785 છે, હિંસા મારનાર છે. મમતા મારનાર છે, એમ એનાં વાસ્તવિક સ્વરૂપનું ભાન થાય તો એનો ત્યાગ કરતાં વાર ન લાગે. સભા ત્યાં નુકસાન પ્રત્યક્ષ દેખાય છે. અહીં પણ સમકિતીને નુકસાન પ્રત્યક્ષ દેખાય. સમ્યગ્દર્શનરૂપી નેત્ર જ્યાં સુધી ખુલ્યો નથી ત્યાં સુધી જ પરિગ્રહાદિ બંધનોનાં નુકસાન પ્રત્યક્ષ દેખાતાં નથી. જ્યારે સમ્યગ્દર્શન થાય ત્યારે આ બધું જ હાથમાં મૂકેલા અંગારાની ઉષ્ણતાની જેમ જ પ્રત્યક્ષ અનુભવાય. સભા મિથ્યાત્વ અને અજ્ઞાનમાં ફરક શું ? ઘણો ફરક છે. અજ્ઞાનતામાં માત્ર સાચી જાણકારીનો અભાવ છે અને મિથ્યાત્વમાં સાચી માન્યતાનો અભાવ છે. અજ્ઞાની સાચું જાણે નહિ. મિથ્યાત્વી સાચું જાણે તો પણ માને નહિ. અજ્ઞાની પોતે જાણે નહિ છતાં જ્ઞાનીની નિશ્રાઆજ્ઞામાં હોય તો માને ખરું. જ્યારે મિથ્યાત્વી સાચું જાણે નહિ તો ય માને નહિ અને કદાચ સાચું જાણે તોય માને નહિ. સભા : ભગવાન ઉપર પણ અવિશ્વાસ ? હા જી, ભગવાન ઉપર પણ અવિશ્વાસ. એ જ મિથ્યાત્વીની મોટામાં મોટી વિશેષતા છે. તમે તો મિથ્યાત્વી નથી ને ? તો બોલો ને છે વિશ્વાસ ભગવાન ઉપર ? ભગવાન કહે છે, પરિગ્રહ બંધન છે, દુઃખનું સાધન છે – “વં યુવી જ મુશ' પરિગ્રહને વળગનારો દુઃખથી મૂકાતો નથી. માનવા તૈયાર છો ? ભગવાન કહે છે, હિંસા બંધન છે – “વેરં વડુ ગપ્પો ' એનાથી વૈરની પરંપરા સર્જાય છે. માનવા તૈયાર છો ? ભગવાન કહે છે કે મમતા બંધન છે, મારનારી છે – ‘ત્રમદિં મુચ્છિા ' મમતાથી જીવ બીજા બીજા જીવોમાં આસક્ત થાય છે. એનાથી ભવભ્રમણ વધે છે. માનવા તૈયાર છો ? મિથ્યાત્વ બંધન છે, એ ચિરકાળ સુધી સંસારમાં રખડાવનાર છે. માનવા તૈયાર છો ? સભા છોડવાની પ્રવૃત્તિ ન હોય પણ વૃત્તિ હોય તો ? વૃત્તિ કોને કહેવાય ? અણગમતો માણસ પણ આવીને બાજુમાં બેસી જાય તો Page #253 -------------------------------------------------------------------------- ________________ ૩ બંધન જાણો ! બંધન તોડો ! ય મોઢું બગડે. કદાચ કોઈ બેસી ગયો હોય તો તેને ઉભો કરવાની પેરવીમાં હોય. બોલો, પરિગ્રહ આવે તો મોટું બગડે છે. કદાચ આવી ગયો તો કાઢવાની જ મહેનત કરો છો ? ભાવના સાચી હોય તો પરિણામમાં ડોકાયા વિના પ્રાયઃ ન રહે. પરાધીન જીવન ન જોઈએ : ૨૩૪ સંસારીને પૂછો ! ઘર કેવાં ચોખ્ખાં રાખે ? જે ઘરમાં કચરો જ ન નીકળતો હોય તેની ઘરવાળી કેવી કહેવાય ? એમાંય ઉનાળાના દિવસ હોય ને વાયરો વાતો હોય, કચરો ઘરમાં આવ્યા જ કરતો હોય તો એકવાર વાળે, બે વાર વાળે, ત્રણ વાર વાળે, કેટલી વાર વાળે ? જેટલીવાર કચરો આવે એટલી વાર ઘર વાળે જ ? તેમ જેટલી વાર ઘરમાં પૈસો ભરાય તેટલી વાર કાઢવાની જ મહેનત ? કદાચ એ ધંધો ન કરે, બજારમાં ન જાય, મહેનત પણ ન કરે, છતાં પુણ્યના ઉદયથી કોઈને કોઈ રીતે પૈસો આવી જાય તો પણ કાઢવાની જ મહેનત ? જીવન જીવવા માટે કોઈપણ પરાધીનતા ન જોઈએ. પૈસાની જરૂ૨ પડે એ પણ એક જાતની પરાધીનતા જ છે ને ? હિંસા, અસત્ય, ચોરી જેવાં પાપોનો આશ્રય લેવો પડે એ પણ એક જાતની પરાધીનતા જ છે ને ? અને સ્નેહી-સ્વજનોની મમતાના તાંતણે જીવવાનો વિચારભાવ એ પણ એક જાતની પરાધીનતા જ છે ? જીવવા માટે કોઈપણ જાતની પરાધીનતા ન જોઈએ. આત્માના, આત્મ-ગુણોના, જ્ઞાનાદિ ગુણોના સહારે જીવન જીવવું છે - આ સમ્યગ્દર્શનનો પરિણામ છે. આ બધી વાતો માત્ર બુદ્ધિથી નથી સાંભળવાની, પણ શ્રદ્ધાથી સમજવાની છે. 786 ‘યુદ્ધસ્ય વાર્તા રમ્યા’ ‘યુદ્ધની વાત ૨મણીય હોય' – પરંતુ યુદ્ધ ક્યારેય ૨મ્ય હોતું નથી. એમ દુનિયા માને છે તેમ મિથ્યાદૃષ્ટિ આત્મા પણ એમ માને છે કે ‘શાસ્ત્રની વાતો પણ યુદ્ધની વાતોની જેમ રમ્ય હોય છે, પરંતુ એનો પ્રેક્ટીકલ એપ્લીકેશન-અમલ ક્યારેય રમ્ય ન હોય.' યુદ્ધની વાતો સાંભળવી બહુ ગમે, પણ જ્યારે યુદ્ધમાં જાવ ત્યારે ખબર પડે, તેમ શાસ્ત્રની વાતો સાંભળવી બહુ ગમે, પણ પ્રેક્ટિકલ લાઈફમાં જીવો ત્યારે ખબર પડે. એ જીવવી કાંઈ શક્ય નથી,’ એમ એ માને જ્યારે સમકિતી તો માને કે - બધુ જ શક્ય છે. અશક્ય હોય તો પ્રભુ કહેત જ નહિ અને પ્રભુની આજ્ઞાને શિરસાવંદ્ય કરનારા મહાપુરુષો જીવત પણ નહિ. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33 ૨૩૫ - – 787 સભા દર્શનમોહનીયનો ક્ષયોપશમ થાય તો આ થાય ને? બરાબર, પણ એ ક્ષયોપશમ થાય ક્યારે ? જ્ઞાનીઓએ એનો માર્ગ બરાબર બતાવ્યો છે. પહેલાં “પરિગ્રહ એ પાપ છે – એમ માનવાની શરૂઆત કરો. આરંભ ને મમતા એ પાપ છે, એમ માનવાની શરૂઆત કરો. ન બેસે તો પણ હજાર વાર મનને કહો કે, “આ પાપ જ છે.” ભલે તમને ન બેસે તો ય આ જ વારંવાર વાગોળો. છતાં એમાં શંકા પડે ત્યારે વિચારે કે – 'तमेव सनं निसंकं जं जिणेहिं पवेइयं' “તે જ સાચું અને શંકા વગરનું છે; જે જિતેશ્વર ભગવંતોએ કહ્યું છે મારી આ કમનસીબી છે કે, પરિગ્રહ પાપ છે, પણ હજુ મને “એ પાપ છે' - એમ લાગતું નથી. હિંસા એ પાપ છે, પણ હજુ મને “એ પાપ છે” – એમ લાગતું નથી. મમતા એ પાપ છે, પણ હજુ મને “એ પાપ છે' - એમ લાગતું નથી. સભા મમતાને પાપ માનીએ તો સંસારમાં જીવવાની મજા શું આવે? પહેલા લખી રાખો કે સંસારમાત્ર રહેવા જેવો જ નથી. કર્મયોગે એમાં રહેવું પડે તોય એ સંસારમાં મજા કરવાની જ નથી. “સંસારમાં મજા આવે છે માટે સંસાર મજાનો છે એમ માનીને સંસારમાં રહેનારા બધા મરવાના. એની સામે કર્મયોગે સંસારમાં જેને રહેવું પડે તેથી એ સંસારને સજા માનીને જ એમાં રહેનારાં એ સંસારથી નક્કી કરવાનાં. આ વાતો કરવી મને ગમે છે. કારણ કે, આ વાતો ભગવાનની છે. આમાં મારા હિતની વાતો થાય છે, મારી જાતનું ઘડતર થાય છે. જીવવાનો ત્યાં સુધી આ જ વાતો કરવાની ભાવના છે. તમે ઝીલો તો પણ અમારું કલ્યાણ અને તમે કદાચ ન ઝીલો તો પણ અમારું કલ્યાણ નિશ્ચિત છે. મરવાના અને તરવાના : એમ બેય રસ્તા જ્ઞાનીએ બતાવી દીધા છે. એ પૈકી કયા રસ્તે જવું તે તમારા હાથમાં છે. તક મળી છે, તો સમજવાનો પ્રયત્ન કરો. આત્માને સમજાવવાનો પ્રયત્ન કરો. આત્માનું ઘડતર કરવાનો પ્રયત્ન કરો. અમે ને તમે જો આ પ્રયત્ન નહિ કરીએ તો મરી જઈશું. તમને પળે પળે એમ થવું જોઈએ કે “ડગલે ને પગલે મમતાના ભાર નીચે દબાયેલાં છીએ. પરિગ્રહના પણ ગંજાવર ખડકાયા છે ને હિંસાનો તો કોઈ પાર નથી. ઢગલાબંધ હિંસા કરીએ છીએ. જો જાગશું નહિ તો Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ -- - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! - 788 આ બધાના ભાર નીચે મરી જ જવાના છીએ.” સભા આ બધી વાતોનો સ્વીકાર કરવામાં મન આડે આવે છે, મન સ્વીકારતું નથી. મન ન સ્વીકારતું હોય તો મનને ઘડવાની મહેનત કરો. તેના ગુલામ બન્યા તો તે તમને ઉપાડીને દુર્ગતિમાં નાંખી આવશે. મન અને ઈન્દ્રિયો અસાવધ આત્માને દુર્ગતિમાં લઈ જાય છે. માટે જ કહ્યું છે કે – 'इंदियचवलतुरंगो, दुग्गइमग्गाणुधाविरे निछं । भाविअभवसरूवो, रुंभइ जिणवयणरस्सीहिं ।।२।।' ‘ઈન્દ્રિયરૂપી ચપળ ઘોડાઓ સતત દુર્ગતિના માર્ગ પર દોડે છે. એને સંસારના સ્વરૂપથી ભાવિત થયેલ આત્મા જિતવચનરૂપી લગામથી રોકે છે.” ઈન્દ્રિયરૂપી ચપળ ઘોડાઓ દુર્ગતિના માર્ગે દોડી રહ્યા છે, તેને જિનાગમરૂપી દોરડાંથી દમો, નહિ તો મર્યા સમજો. આ મન પણ એ જ જાતનું છે. વાંદરાની જાત છે. સ્થિરતાનું ક્યાંય નામ નહિ, મૂળમાં વાંદરાની જાત અને એ પછી એને પાયો દારૂ ને ઉપરથી વીંછીએ ડંખ માર્યો. તો કેટલો કૂદાકૂદ કરે ? તેમ મન માકડું છે. તેને પાયો મિથ્યાત્વનો દારૂ અને અવિરતિના ચટકા લાગ્યા, પછી કેવું કૂદાકૂદ કરે ? કલિકાલસર્વજ્ઞ પ્રભુ વીતરાગસ્તવમાં આપણી અવદશાનું બરાબર ધ્યાન આપી રહ્યા છે - 'क्षणं सक्तः क्षणं मुक्तः, क्षणं क्रुद्धः क्षणं क्षमी । મોહાથે રીડર્યવાë, રિત પાપમ્ !' ‘ઘડીમાં આસક્ત, ઘડીમાં વૈરાગી, ઘડીમાં ક્રોધથી ધમધમતો તો ઘડીમાં ક્ષમાનો સાગર : આ રીતે મોહાદિ દ્વારા ક્રીડાથી હું વાંદરા જેવી ચપળતાવાળો કરાયો.” જ્ઞાની કહે છે કે આ લાલ-પીળામાં ભાન ભૂલ્યા, તેની દુર્ગતિ નિશ્ચિત છે. માટે જ ત્રણે વાત ફરી ફરીને કહું છું. પરિગ્રહથી તમને સુખ મળશે. આ તમારો ભ્રમ છે, ભગવાન કહે છે – પરિગ્રહથી દુઃખ મળશે. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ - ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33 789 ડૂબનારનો અનુભવ નકામો: સભા અનુભવ જુદો પડે છે. અજ્ઞાનીઓના અને મોહાધીનોના અનુભવ જુદા જ પડે. એવા લોકોના અનુભવની આ શાસનમાં ફૂટી કોડીની કિંમત નથી. જેટલાં મિથ્યાદૃષ્ટિ તે બધા વિપરીત મતિવાળા છે, એમ કહીએ તો એમાં વાંધો નથી. એમાં તમે હો તો તમેય આવો ને હું હોઉં તો હું ય આવું. દારૂડીયાનો અનુભવ દુનિયાના ડાહ્યાઓ કરતાં હંમેશા જુદો જ હોય છે. એ દારૂ પીને ગટરમાં પડ્યો હોય ને મહેલાતમાં મહાલતો હોય એવું માને. વ્યવહારમાં પણ તમારા અનુભવની કેટલી કિંમત ગણાય છે, તે તમે સહુ સારી રીતે જાણો છો અને જાણવા છતાંય મારી આગળ અમારો અનુભવ - અમારો અનુભવ' એમ કહ્યા કરો છો ! દરિયાનો અનુભવ કોને ? ડૂબનારને કે તરનારને ? અંદર ગયો હોય ને ડૂબતો હોય તેને અનુભવ કયો થાય ? ડૂબવાનો જ ? ડૂબનારનો અનુભવ નકામો. તરનારનો અનુભવ કામનો. તારક તીર્થંકર પરમાત્માઓ, સિદ્ધ પરમાત્માઓ, આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ ભગવંતો : અને એમની આજ્ઞા મુજબ જીવનારા : આ બધા તરનારા, બાકી બધા ડૂબનારા. ડૂબનારનો અનુભવ ડૂબવાની ઈચ્છાવાળો લે. તરનારનો અનુભવ કરવાની ઈચ્છાવાળો છે. તમારે શું કરવું છે ? તરતમતા જરૂર છતાંય છે તો પાપ જ : સભા : બે પાસે પરિગ્રહ છે, એકને જરૂર નથી અને ઘણો છે. જ્યારે બીજા પાસે એની જરૂરિયાત પૂરતો જ છે તો પાપ કેમ ? પાપ એ તો પાપ જ છે. પણ એટલું ચોક્કસ કહીશ કે એક પાસે મર્યાદિત પાપ છે અને બીજા પાસે અમર્યાદિત પાપ છે. મર્યાદિત કે અમર્યાદિત પાપ પણ આખર તો પાપ જ છે ને ? એને આવી જરૂર કેમ પડી? ઈન્દ્રિયોને પરવશ પડ્યો, કષાયોનો ગુલામ બન્યો, સાધનોને પરાધીન બન્યો, એટલે જ જરૂર પડી ને ? એ પાપથી અટકવું હોય તો ઈન્દ્રિયોને જીતવાની મહેનત કરવી પડે. કષાયોને કબજે કરવાની મહેનત કરવી પડે. તે માટે સત્ત્વ કેળવવું પડે, મનને કેળવીને, જીતવું પડે. શરીરને કેળવીને જીતવું પડે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – - 790 જે ઈન્દ્રિયોને-કષાયોને-મનને શરીરને જીતે, તેણે પરિગ્રહના પાપનો પડછાયો પણ લેવો ન પડે. પણ જે નબળા છે, જે હજી ઈન્દ્રિયોની પરવશતા, કષાયોની ગુલામી અને પરિગ્રહની પરાધીનતા છોડી શક્યા નથી, પણ જેને થાય કે હવે મારે એને મર્યાદિત તો કરવી જ છે. તેને માટે પણ કહી શકાય કે તેને ચોથું મિથ્યાત્વનું બંધન નથી. જે આ પરિગ્રહની ગુલામીને ફગાવી દે, તેને નાથીને તેનો ત્યાગ કરે, તેનો પહેલો નંબર. જે હજી એની ગુલામી ફગાવી શકતો નથી, શક્ય પ્રયત્ન નાથવાની મહેનત કરે છે, વાસ્તવિક અર્થમાં જે પરિગ્રહને મર્યાદિત કરે છે, તેનો બીજો નંબર અને આ પરિગ્રહ છોડવા જેવો છે. મર્યાદિત કરવા જેવો છે, એવું જેને લાગે છે, તેનો ત્રીજો નંબર. સભાઃ પરિગ્રહ ગમે પણ ભેગો ન કરે તો ? તો પણ મમતાનો પરિણામ બેઠો જ છે. એટલે એથી થતું પાપ ઊભું જ છે. જે ભેગો કરે અને મમતા રાખે એને તો બન્ને ય નું પાપ લાગે. પાપાનુબંધી પુણ્યવાળાને પૈસો મળે, પણ છોડવાનું મન થાય જ નહિ. એને વળગવાનું જ મન થાય, અગર છોડવાનું મન થાય તો પણ અધિક મેળવવા માટે જ છોડવાનું મન થાય. સન્માર્ગે વાપરવાનું મન થાય નહિ, ઉન્માર્ગે વાપરે. આ વાપર્યા એ પણ પાપનો અનુબંધ કરાવે. માત્ર વાપર્યા તેનાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાઈ ગયું, એમ નહિ. એ “શા માટે વાપર્યા' તેનાથી પુણ્યાનુબંધી પુણ્ય નક્કી થાય છે. આ બધું સમજવું અને અંદર ઉતારવું ઘણું અઘરું છે, આ બધુ અંદર ઘોળવું પડશે. અનાદિકાળથી આત્મામાં કુસંસ્કારો ઘર કરી ગયા છે કે “આ પૈસો છે તો બધુ છે. પૈસો છે તો બધું સુખ છે એટલા માટે જ તમારે ત્યાં કહેવત આવી કે, “પહેલું સુખ તે જાતે નર્યા.” “કોઠીએ જાર ને સુલક્ષણી નાર.' એવું ઘણુ બધું ગોખ્યું છે. ઉપમિતિકારે ધન-લોભનો મહિમા માર્મિક શબ્દોમાં વર્ણવ્યો છે. એમનાં પ્રત્યેક વચનો ટંકશાળી છે અને એમાં તમારા અનાદિના સંસ્કારોના પડઘા પડેલા છે. ધનને જ સર્વસ્વ માનતા લોકો માને છે – Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ – ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33 791 'धनमत्र जगत्सारं, धनमेव सुखाकरः । धनमेव जनश्लाघ्यं, धनमेव गुणाधिकम् ।।१।।' ‘આ લોકમાં ધન જ પ્રધાન છે, ધન જ સુખની ખાણ છે, ધન જ લોકો વડે પ્રશંસનીય છે અને ધન જ શ્રેષ્ઠ ગુણવાળું છે.' 'धनमेव जगद्वन्द्यं, धनं तत्तत्त्वमुत्तमम् । धनं हि परमात्मेति, धने सर्वं प्रतिष्ठितम् ।।२।। ધી જ જગતને માટે વંદનીય છે, ધન જ જગતમાં શ્રેષ્ઠ તત્ત્વ છે, ધન તો પરમાત્મા છે, તેથી ધનમાં બધું જ રહેલું છે.' થને દતો સ્ત્રો, પુરુષ: પરમર્થતઃ | तृणं भस्माशुचिधूलियद्वा नास्त्येव किंचन ।।३।।' ધનહીન પુરુષ આ લોકમાં પરમાર્થથી તૃણ, રાખ, અશુચિ કે ધૂળની જેમ કશી કિંમત ધરાવતો નથી.' 'धनाद्रिन्दो धनादेवा, धनादेते महीभुजः । अन्येभ्यो ऽभ्यधिका भान्ति, नान्यत्किंचन कारणम् ।।४।।' ધનથી ઈન્દ્ર, ધનથી દેવો, ધનથી આ રાજાઓ બીજાઓથી વધુ શોભે છે. માટે બીજું કોઈ જ (સુખનું) કારણ નથી.’ ‘एको दाता परोऽर्थीति, स्वाम्येकः सेवकोऽपरः । पुरुषत्वे समानेऽपि, धनस्येदं विजृम्भितम् ।।५।।' ‘એક દાતા છે, બીજો અર્થી (યાચક) છે; એક માલિક છે, બીજો ગુલામ છે; બંનેમાં પુરુષપણું સમાન હોવાથી આ ફરક જે છે તે ધનની જ લીલા છે.' 'तदत्र परमार्थोऽयं, सर्वयत्नेन यद्धनम् । स्वीकर्तव्यं नरेणोचैरन्यथा, जन्म निष्फलम् ॥६॥' માટે આ બધી વાતનો સાર એક જ છે કે – માણસે ખૂબ ધનને દરેક પ્રકારે મેળવવું જોઈએ. નહિતર જન્મ નિરર્થક ચાલ્યો જશે.' Page #259 -------------------------------------------------------------------------- ________________ ૩ - બંધન જાણો ! બંધન તોડો ! પરિગ્રહ અને મમતાના અનાદિના સંસ્કારો ગોઠવાયેલા છે, તેની સામે આંતરિક લડત આપ્યા વગર એના ત્યાગ અંગેની ૫રમાત્માએ કહેલી વાતો ગળે નહિ ઉતરે. એકવાર મિથ્યાત્વ જાય અગર તો માંદું પડે ત્યારબાદ આ વાતો ગળે ઉતરતાં વાર નહિ લાગે. અને સમ્યગ્દર્શન આવ્યા પછી પરિગ્રહ છોડવો એકદમ સહેલો, હિંસા છોડવી એકદમ સહેલી, મમતા છોડવી એકદમ સહેલી. પછી પરિગ્રહ દુઃખનું કારણ, હિંસા વૈરનું કારણ છે અને મમતા સંસારનું કારણ છે, એ વાતો સમજાવવી એકદમ સહેલી છે. પણ જ્યાં સુધી મિથ્યાત્વ ગાઢ હશે ત્યાં સુધી આ વાતો ગળે નહિ ઉતરે. ૨૪૦ આ મિથ્યાત્વને પોસવાનું કામ તમે જાતે જ કર્યું છે. આજના તમારા પરસ્પરના વાર્તાલાપો-ભણતરો, સમાજ ને સામાજિક વ્યવસ્થાઓએ પણ મિથ્યાત્વને પોસવાનું જ કામ કર્યું છે. આજનાં નવાં નિકળેલાં જેટલાં દર્શનો - જેટલા મિથ્યામતો જેટલા મિથ્યામતિઓ, તેમણે પણ આ જ મિથ્યાત્વને પોસવાનું કામ કર્યું છે. નાસ્તિકની એક જ વાત-‘ભોગવી લો !' ભગવાને જે વાત કરી કે - ‘પરિગ્રહ એ બંધન છે અને દુઃખનું કારણ છે. હિંસા એ બંધન છે અને વૈરનું કારણ છે. મમતા એ બંધન છે અને તે સંસારનું કારણ છે.’ આ વાતને મિથ્યામતિ એવા શ્રમણો અને મિથ્યામતિ એવા બ્રાહ્મણો માનવા જ તૈયાર નથી. વિધવિધ મિથ્યામતોમાં રહેલા તે શ્રમણો પહેલા નંબરે આત્માને જ માનવા તૈયાર નથી, બીજા નંબરે બંધનને બંધન તરીકે સ્વીકારવા તૈયાર નથી. ત્રીજા નંબરે તેમાંથી દુઃખની પરંપરા સર્જાય છે, તે માનવા તૈયાર નથી. ત્યારબાદ ‘એ બંધનોને તોડવા જોઈએ’ અને ‘તે બંધનોને તોડવાના જે માર્ગો’ છે, તે માર્ગોને પણ માનવા તેઓ તૈયાર નથી. જેને વાસ્તવિકતાની સમજ નથી, એવા એ લોકો જે મતના છે, જે માન્યતાને માને છે અને જે વિચારો એમના મનમાં ગોઠવાયા છે, તેને કારણે બીજુ કાંઈ વિચારવા જ તૈયાર નથી. એ શ્રમણો બૌદ્ધધર્મી છે અને એ બ્રાહ્મણો બૃહસ્પતિના અનુયાયી ચાર્વાકો છે. ચાર્વાક એટલે નાસ્તિક. તેઓ એક જ માને છે કે - જે મળે છે તે મેળવી લો, મળ્યું છે તે ભોગવી લો, ભોગવ્યું છે તે માણી લો, લહેર કરી લો. કાલ કોણે જોઈ છે ‘આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા ?’ એવા સિદ્ધાંતને માનનારા 792 Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ – ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33 1 – 793 એ દિનરાત નિર્મર્યાદ કામભોગોમાં આસક્ત રહે છે. અર્થ-કામાદિને અનર્થકારી જાણીને જે મોક્ષભિલાષી ધર્મપ્રિયજનો ત્યાગ, વૈરાગ્ય માર્ગમાં પ્રવર્તતા હોય તેમને ઉદ્દેશીને પાછું બોલે કે, “આ લોકો બિચારા ભરમાઈ ગયા. ઢોંગી સાધુઓને રવાડે ચડી ગયા. અને આ સાધુઓને તો બીજો કોઈ ધંધો જ નથી, બધાને નરકનરક કહી ડરાવ્યા જ કરે છે. હાથનું છોડાવીને કોણીનું પકડવાનું બતાવે છે. કાંઈક સમજો ! પ્રત્યક્ષને માનો ! ન દેખાય તેને માનવાની ભૂલ ન કરો ! આત્મા છે જ ક્યાં ? બંધન છે જ ક્યાં ? મોક્ષબોક્ષ જેવું કાંઈ નથી. ખાઓપીઓ ને લહેર કરો. જે મળ્યું છે, તેને માણો અને નથી મળ્યું તો મેળવીને જિંદગી ખુશખુશાલ કરી લો. નહીંતર તમારો જન્મારો એળે જશે” એવું એવું એ નાસ્તિક ચાર્વાક શ્રમણો અને બ્રાહ્મણો બોલે. આજનું પશ્ચિમી ઢંગનું શિક્ષણ લેનારો મોટો ભાગ આવી જ માન્યતા ધરાવે છે - એમ હું કહું તો ખોટો નહિં પડું. સભા : ગયા ભવમાં ઘણાં પુણ્ય કર્યા હતાં, તેથી જ મળ્યું છે ને ? બિલકુલ બરાબર. સભા : પુણ્યથી જ મળ્યું છે તો ભોગવીએ નહિ ? કાંઈ વાંધો નથી. ભોગવી લો ! બધું ભોગવી લો ! પછી એનું પરિણામ શું? એ વિચાર્યું ? નરક અને નિગોદનાં દુઃખો જ કે બીજું કાંઈ ? અમારું ચાલે તો અમે એક પણ જીવને દુર્ગતિમાં જવા દઈએ. વિતરાગ શાસનનો સાધુ માનું હૈયું ધરાવે. એ ક્યારેય ન ઇચ્છે કે એનું સંતાન દુર્ગતિમાં જાય. તમે દુઃખી થાવ એ અમને ન ગમે. એવાનો હાથ ન પકડાય : સાપ ફેણ કાઢીને ડોલતો, ડોલતો આવતો હોય, ચળકતી એની રૂપેરી કાયા હોય, જોતાં જ ગમી જાય તેવો એનો દેદાર હોય, એને જોઈ બાળક તેને વળગવા જાય તો એ દેખી એની મા દૂરથી રાડ પાડે, દોડતી આવી હાથ ખેંચીને એને પાછો વાળે ? સભા અમારો ય હાથ ખેંચી વાળો ને ! અમે હાથ ખેંચવા ગયા ને બચકાં ભરાઈ ગયાં. હવે ખેંચવાની હામ રહી Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 794 નથી. હાથ પણ કોનો ખેંચાય ! કહું ? સાસુ-વહુના ઝઘડા અનાદિના છે. જરાક વાંકું પડે ને વહુ છણકો કરે, “બા ગડબડ ન કરો, બહુ ગડબડ કરશો તો હું કૂવો પૂરીશ.” “કૂવો પૂરીશ' એટલે સમજ્યારે ? સાસુ સમજાવે કે “બેટા, આવું ન કરાય.” પણ એ જેમ જેમ સમજાવે તેમ તેમ વહુ વધારે ઉછળે. રોજ આવું કાંઈક ને કાંઈક તો ચાલ્યા જ કરે. એક વહુને થયું, એકવાર તો સાસુને બતાવી જ દઉં. રોષમાં ને રોષમાં એણે-સાસુને કહ્યું – “હું તો આ ચાલી કૂવે પડવા.” “વહુ બેટા, આમ ન કરાય, રહેવા દો.” સાસુબા જેમ-જેમ બોલે તેમ વહુ મોટી રાડ પાડે. છેવટે સાસુએ એનું બાવડું પકડીને સમજાવ્યું. સાસુને એમ હતું કે, આમાં અમારી આબરુ જશે, દીકરાની ય આબરુ જશે અને તેનું અહિત થશે. જેવો સાસુએ હાથ પકડ્યો તેવી જ વહુએ કૂવા તરફ દોટ મૂકી. સાસુબા સમજાવવા પાછળ ને પાછળ ગયાં. ગામ બહાર આવ્યાં. કૂવો નજીક આવ્યો. ગામ બહાર કોઈ દેખાતું ન હતું કે જેથી કોઈને બોલાવીને વહુને અટકાવી શકાય. ડોશી જોર કરીને જરાક આગળ ગયા ને પડતી એને રોકવા વહુનું બાવડું મજબૂત પકડ્યું. સરવાળે ડોશી એ ડોશી અને વહુ તો જુવાનજોધ હતી. સાથે આવેશ ભળેલો હતો. ડોશીને ઘસડીને છેક કૂવા સુધી લઈ ગઈ. છેવટે સાસુને લાગ્યું કે, હવે જો હું પકડવા રહીશ તો હું પણ ભેગી પૂરી થઈ જઈશ. છેલ્લે કહ્યું, “વહુ બેટા ! તમારે અંદર પડવું જ છે, અંદર કૂદકો મારવો જ છે, તો ભલે મારો, પણ પહેલાં કવો કેટલો ઊંડો છે એ જોજો!” એટલી એ ડાહી હતી કે, ભવિતવ્યતાવશ એને થયું કે - “જિંદગીમાં ભલે સાસુનું એક વેણ ન માન્યું, પણ છેલ્લું વેણ તો માની લઉ” એટલે કૂવાની અંદર જોયું ને પાછી વળી. સાસુએ પૂછ્યું “વહુ બેટા, કેબ ! શું થયું ?' બા, કૂવો બહુ ઊંડો છે.” અમે પણ છેલ્લે શું કહીએ તમને ? કમસે કમ આ કૂવો કેટલો ઊંડો છે તે જોઈને પછી પડતું મૂકજો ! ઓલીએ તો છેલ્લી શીખામણ માની તો બચી ગઈ, તમને બચાવવા અમે રોજ શીખામણ આપીએ છીએ, તમે માનવા તૈયાર છો ? હજી તમે પાણી ઉપર છો, બચવાની શક્યતા છે. જ્ઞાનીનું માર્ગદર્શન ઝીલો તો આબાદ બચી શકો તેમ છો. જ્ઞાની કહે છે કે અંદર ડૂબકી ન મારો ! તમારે Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ – ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33 795 સાંભળવું છે ? કે પછી ડૂબકી મારવી જ છે ? જ્ઞાની કરૂણાબુદ્ધિથી કહે છતાં આપણે ન માનીએ તો પછી આપણું કલ્યાણ કોણ કરશે ? જગતમાં કેવા મિથ્યામતો ચાલે છે ? કેટલા પ્રકારના મિથ્યામતો છે ? એ સમજી શકાય એ માટે જ્ઞાની ભગવંતો દશ પ્રકારનાં મિથ્યાત્વ સમજાવે છે, તેમાંના કોઈપણ પ્રકારના મિથ્યાત્વને જીવ વશ પડ્યો તો તેને ભગવાનની વાત ગળે નહિ ઉતરે. સૌ પ્રથમ હું તમને દશ દશ પ્રકારનાં મિથ્યાત્વનાં નામ કહીશ. અને એ પછી જ્યારે હું તમને નામો ગણાવીશ ત્યારે તમને થશે કે, આવા ય મતો હોઈ શકે ? પણ જ્યારે એક એક મતનું વર્ણન કરીશ, ત્યારે તમને થશે કે આવા પણ મતો હોઈ શકે એટલું જ નહીં, છે જ. આવા મતોના પણ અનુયાઈઓ હોય છે. જગતમાં બુદ્ધિમાન ગણાતા, હોંશિયાર ગણાતા એવા લોકો પણ મતસ્થાપક મૂર્ખાઓની વાતોમાં ખેંચાઈ જાય છે. તેમને માનનારો પણ બહોળો વર્ગ હોય છે. ખરેખર, વિચારીએ તો મત ચલાવવા માટે કેવળ પુણ્ય જોઈએ. કોઈ કહે કે - ફલાણાની વાતમાં ધડ નહિ, મસ્તક નહિ અને આવી ધડ-મસ્તક વગરની વાતો. છતાં એનો મત ચાલે કઈ રીતે ? આવો પ્રશ્ન એ મતવાળાને કોઈ પૂછી બેસે તો એ કહે કે “એ જ તો અમારી વિશેષતા છે.” આ સૂયગડાંગ સૂત્રમાં મિથ્યામતોના બધા જ મિથ્યા પ્રલાપોની વાતો કરવામાં આવી છે. એટલું જ નહિ પણ સર્વજ્ઞ-સર્વદર્શી પરમાત્મા દ્વારા થયેલું એ મિથ્યામતોનું ખંડન પણ રજુ કરાયું છે. દશ પ્રકારનાં મિથ્યાત્વ: આપણે જોવા છે દશ પ્રકારનાં મિથ્યાત્વ. ૧ - જીવને અજીવ માને. પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ આ જીવ છે, છતાં તેને અજીવ માનનારા ઘણા છે. ૨ - અજીવને જીવ માને. જેનામાં કોઈ પણ રીતે જીવત્વ ઘટતું જ ન હોય તેને જીવ માને. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ૩ બંધન જાણો ! બંધન તોડો ! ધર્મને અધર્મ માને અને - ૩ ૪ - અધર્મને ધર્મ માને. ૫ - મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને અને – ૬ - ઉન્માર્ગને મોક્ષમાર્ગ માને. ૭ - ખરેખર જે સાધુ હોય તેને અસાધુ માને અને ૮ - અસાધુ હોય તેને સાધુ માને. ૯ - જે મુક્ત થઈ ગયા છે, તેને અમુક્ત માને અને જે મુક્ત થયા જ નથી, તેને મુક્ત માને. – ૧૦ આ દશે દશ પ્રકારના મિથ્યાત્વની માન્યતાવાળા જીવો જગતમાં હોય છે. આમાંના સાતમા અને આઠમા નંબરનું મિથ્યાત્વ જબરું છે. એ સાધુપણા સાથે સીધો સંબંધ ધરાવે છે. વીતરાગનો સાધુ જ્યારે સાધુપણાની જ વાત કરે, ત્યારે ઘણાંને લાગે કે જે સાધુ સંસારની એક પણ વાત ન કરે, સંસારનાં એક પણ કામ ન કરે અને માત્ર સાધુપણાની જ વાત કરે, તે સાધુ કામનો શું ? અને જે સાધુ પોતાના સાધુપણાને નેવે મૂકીને સંસારની વાત કરે, સંસારીઓના સંસા૨ની ચિંતા કરે તો લાગે કે આ ખરો સાધુ છે. આ જ સમયજ્ઞ છે. આ સાતમા અને આઠમા નંબરનું મિથ્યાત્વ છે. તમને પૂછી લઉં ? તમને કયો સાધુ ગમે ? ચોખ્ખું બોલજો, સાચું બોલજો, અંદર હોય તે જ બોલજો, ગોળ-ગોળ નહિ બોલતા. 796 તમે કોણ ? ખોખું એ તમે ? મકાન એ તમે ? કપડાં એ તમે ? દર-દાગીના એ તમે ? રૂપિયા એ તમે ? કે એ બધાથી જુદા તમે ? તમે કોણ ? અમે કોની ચિંતા કરીએ તો તમને ગમીએ ? તમારા આત્માની, આત્મિહતની કે પછી તમારાં ખોખાં, મકાન, કપડાં, દર-દાગિના અને રૂપિયાની ? સભા : સાધુ મહારાજ સાધર્મિકને મદદ કરવાની ચિઠ્ઠી લખીને આપે તો ? એ અમારાથી અપાય ? આ કામ અમારું નથી, આ કામ તમારું છે, પણ તમે જ્યારે એને ઉભો નથી રાખતા, ત્યારે એ રડતો-૨ડતો અમારી પાસે આવે છે. અમે કહીએ, અમારી પાસે તો કાંઈ નથી, આ માટે તમારે શ્રાવકો પાસે જવું જોઈએ અમારી આ વાત સાંભળી એ શ્રાવકો પાસે જાય. પણ તમે શ્રાવકો એની પાસે ચિઠ્ઠી માંગો. ચિઠ્ઠી વગર ઉભા પણ ન રાખો. એટલે પેલો પાછો રડતો Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ - ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - ૩૩ 1 – 797 અમારી પાસે આવે અને અમારામાંના કોઈક લાગણીવશ ચિઠ્ઠી લખી આપે એમ પણ બને છે. પણ આ અનર્થ ઊભો કેમ થયો ? તમે તમારું સાધર્મિકભક્તિનું મહાન કર્તવ્ય ચૂક્યા, તેમાંથી આ ગડબડ ઉભી થઈ. તમે અમને કહી ગયા હોવ કે, “સાહેબ, મારે સાતક્ષેત્રમાં આટલા રૂપિયા વાપરવા છે. ક્યાંય પણ વાપરવા જોગું લાગે તો કૃપા કરી મારું ધ્યાન દોરજો.” તો અમે બતાવીએ. કલિકાલસર્વજ્ઞ પૂ. આ. શ્રી. હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પરિચયે મહારાજા કુમારપાળ જૈનધર્મ પામ્યા. ત્યારબાદ એમણે પોતાની દ્રવ્ય-ભાવ સંપત્તિ અંગેની રજેરજની માહિતી આચાર્યદેવને આપીને કહ્યું હતું કે – “હવે મારા આત્મકલ્યાણ માટે મારે જે કાંઈ પણ કરવાનું હોય તેની આપશ્રીએ મને આજ્ઞા આપવાની છે. આપ કહો ને હું ન કરું તો હું ગુનેગાર. અને હવે આપ મને આજ્ઞા ન કરો અને હું કર્તવ્યથી રહી જાઉં તો એની જવાબદારી આપના શિરે.” એવું તમે કાંઈ અમને કહી ગયા હો તો અમે જરૂર એ જવાબદારી નિભાવીએ. પાછા મૂળ વાત ઉપર આવો. બોલો, તમને કેવા સાધુ ગમે? તમારા આત્માની ચિંતા કરે તેવા સાધુ ગમે કે તમારા સંસારની ચિંતા કરે તેવા સાધુ ગમે? સભા બંને જાતના ગુરુ રાખીએ તો ચાલે ? તમે તો બધે જ એક નંબર ને બે નંબરનું રાખ્યું છે. રૂપિયા પણ એક નંબરના અને બે નંબરના, ગુરુ પણ એક નંબરના અને બે નંબરના અને દેવ પણ એક નંબરના અને બે નંબરના. એક નંબરના મહાવીર વીતરાગ અને બે નંબરના મહાવીર રાગી, દ્વેષી આવું બધું ચાલે ? એક ભાઈ મળ્યા હતા, એ કહે મારે તો બે ગુરુ. ધર્મનું કામ હોય તો આ ગુરુ અને સંસારનું કામ હોય તો આ ગુરુ અને ઘણાં તો કહે કે, “સાહેબ, બે ગુરુ રાખવાનો કોઈ મતલબ ? એના કરતાં તમે જ બે રોલ ભજવો એ સારું નહિ ? અને ભોળા એવા ઘણા સાધુઓ એમની વાતમાં આવી ગયા અને તમારા સંસાર પોસવાનાં કામો કરતાં થઈ ગયા. તમારી અર્થકામની વાસનામાંથી જ બધી ગરબડો ચાલુ થઈ ગઈ. “વીતરાગનાં મંદિરો છોડીને કોઈ રાગી, દ્વેષી કામ, ક્રોધી દેવ-દેવીનાં મંદિરમાં જાય. એના કરતાં અહીં વીતરાગનાં મંદિરોમાં જ રાગી દેવ-દેવીઓને પધરાવી Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪ – ૩ – બંધન જાણો ! બંધન તોડો ! - - 798 દઈએ. જેથી જૈનો એ બીજે તો ન જાય.” આવા કુતર્કમાંથી જિનમંદિરોમાં ય શાસનબાહ્ય દેવ-દેવીઓના ગોખલાઓ ચાલુ થઈ ગયા. જિનાલયો મટ્યાં ને દેવાલયો થયાં, ગોખલાઓની હારમાળા જોઈ લો. ગળે ઉતરે છે ? તમને કયા દેવ જોઈએ ? સાચું બોલજો, અમને સારું લગાડવા નહિ બોલતા. સભા કર્મનો નાશ કરે તેવા. ગોળ ગોળ નહિ બોલો. સભા: વીતરાગ. વીતરાગ જ દેવી જોઈએ ? અરિહંત ને સિદ્ધ જ દેવ જોઈએ ? ગુરુ તરીકે કયા જોઈએ ? સંસાર સજાવવાનો માર્ગ બતાવે છે કે સંસાર છોડવાનો માર્ગ બતાવે તે ?, પરિગ્રહ છોડવાનો માર્ગ બતાવે તે ગુરુ ગમે કે પરિગ્રહ મેળવવાનો માર્ગ બતાવે તે ગુરુ ગમે ? હિંસક ધંધા છોડવાનો માર્ગ બતાવે તે ગુરુ ગમે કે હિંસક એવો પણ ધંધો કેમ વધારવો ને વિકસાવવો તેનો માર્ગ બતાવે તે ગુરુ ગમે ? સ્વજનોની મમતા કેમ છોડવી, તેનો માર્ગ બતાવે તે ગુરુ ગમે કે સ્વજનોની મમતા કેમ વધે તેનો માર્ગ બતાવે તે ગુરુ ગમે ? સભા અંધારું દૂર કરનારા ગુરુ જોઈએ. અંધારું દૂર કરવા અંધારું ન જોઈએ. અંધારું દૂર કરવા દીવો જોઈએ. સૂર્ય તરીકે અરિહંત અને સિદ્ધ ભગવંતો છે અને દીવા તરીકે આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ ભગવંતો છે. તીર્થકરો સૂર્ય સમાન છે, કેવળજ્ઞાનીઓ ચંદ્ર સમાન છે, આચાર્ય ભગવંતો વગેરે દીપક સમાન છે. એ દીપક પોતે દીપ્તિમાન રહી સેંકડો દિવાઓને પ્રગટાવે છે. વૈરાગ્ય અને ત્યાગના માર્ગે વીતરાગ બનવાનો માર્ગ બતાવનારા ગુરુઓ જ જ્યોતિષ્માન દીપક જેવા છે, બાકી રાગ, અનુરાગનો માર્ગ બતાવી નરકાદિ દુર્ગતિઓમાં ધકેલનારા ગુરુઓ તો કેવળ અંધકારરૂપ જ છે. એવા અંધારાથી અંધારું દૂર ન થાય. દીપકથી અંધારું દૂર થાય. પણ તમને તમારા અર્થ-કામાદિ અંધારું છે એમ લાગે છે ખરું ? સભા : કોઈ શ્રાવક કે ગૃહસ્થ મહાઆરંભ અને મહાપરિગ્રહ કરતો હોય તો તેનાથી બચાવવા ઓછા આરંભ ને પરિગ્રહનો માર્ગ કહેવાય ? ના, ન કહેવાય. અમારું કામ સર્વ આરંભ અને સર્વ પરિગ્રહ છોડાવવાનું છે. અમે એનો જ ઉપદેશ આપીએ છતાં એની આસક્તિ કે અશક્તિથી એ ન છોડી Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૪૭ – ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33 – 799 શકે ને પોતે જ અલ્પઆરંભ કે અલ્પપરિગ્રહ કરે અને તેની પ્રતિજ્ઞા માંગે તો અમે આપીએ, એ પોતે મોટા પાપમાંથી ઓછા પાપમાં આવે તેની પ્રતિજ્ઞા અમે આપીએ. પણ અલ્પઆરંભનો માર્ગ અમારાથી ન બતાવાય. જેટલું છોડે એમાં અમારી સંમતિ પણ જે અલ્પ પણ આરંભ એ કરે અને અલ્પ પણ પરિગ્રહ એ રાખે તેમાં અમારી જરા જેટલીય સંમતિ નહિ કારણ કે થોડો કે ઘણો આરંભ કે પરિગ્રહ એ પાપ જ છે. વીતરાગનો સાધુ નાના કે મોટા, થોડા કે ઘણા કોઈપણ પ્રકારના પાપનો માર્ગ ક્યારેય ન બતાવે. અમારા મહાવ્રતના આલાવામાં ‘અપ વા મથે વા ' આવે છે. અલ્પ મૂલ્યવાળો કે મહા મૂલ્યવાળો ય પરિગ્રહ ન તો અમે રાખી શકીએ, ન કોઈ પાસે રખાવી શકીએ, ન કોઈ રાખતું હોય તેને અનુમોદન આપી શકીએ. કોઈ આવીને કહે કે, “હું ૧૦૦૦ જીવોને કાપવા માંગું છું.” અમે એને કહીએ કે “ભાઈ, ૫૦૦ ને જ કાપજે.” એવું અમારાથી બોલાય ? તો શું બોલાય ? “બધાને બચાવ ” પરંતુ એ કહે કે “પ00 ને તો હું મારે મારવા જ પડશે' ત્યારે એને કહેવું પડે કે “વધુમાં વધુ જેટલાને બચાવી શકાય તેટલાને બચાવજે.” જીવ બચાવવાનું અમારાથી બોલાય, પણ કાપવાનું ન કહેવાય. તેમ બધો પરિગ્રહ ન છોડી શકે તેને માટે જ ક્યાંક બાંધવા માટે ભાગતા ભૂતની ચોટલી પકડવાના ન્યાયે “અલ્પ-પરિગ્રહી બન” એમ કહેવાય, પણ તે માટે કમાવવાનો માર્ગ અમારાથી ન જ બતાવાય. આજે સાધુઓ ત્યાં સુધી બોલતા થઈ ગયા કે, “શ્રાવક સાધુ બને તો ઉત્તમ, પણ સાધુ ન બની શકે તોય શ્રાવક વૈભવવાળો તો હોવો જ જોઈએ.” આવું બોલવું તે ઉસૂત્ર છે, ઉન્માર્ગ છે, મિથ્યા પ્રલાપ છે, મિથ્યા પ્રરૂપણા છે. માર્ગાનુસારીના ગુણોમાં પહેલો જ ગુણ “ન્યાયસંપન્ન વૈભવછે. તેનું વર્ણન કરતાં શાસ્ત્રકારોએ સ્પષ્ટતા કરી છે. એમાં “ન્યાય-નીતિ” પાળે એ જ ધર્મ, ધન-વૈભવ રાખે એ ધર્મ નહિ. દસ પ્રકારનાં મિથ્યાત્વ ટુંકાણથી સમજાવ્યા. ફરી યાદ કરી જઈએ. જીવને અજીવરૂપે માને, અને અજીવને જીવ રૂપે માને, ધર્મને અધર્મ રૂપે માને અને અધર્મને ધર્મરૂપે માને, મોક્ષમાર્ગને ઉન્માર્ગ તરીકે માને અને ઉન્માર્ગને મોક્ષમાર્ગ તરીકે માને. સાધુને અસાધુ તરીકે માને અને અસાધુને સાધુ તરીકે Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ - - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 800 માને. જે મુક્ત થઈ ગયા છે તેને અમુક્ત માને અને અમુક્તને મુક્ત માને. પાંચ પ્રકારના મિથ્યાત્વ : જેમ આ દશ પ્રકારનાં મિથ્યાત્વ છે, તેમ બીજી એક અપેક્ષાએ પાંચ પ્રકારનાં પણ મિથ્યાત્વ શાસ્ત્રોમાં બતાવેલાં છે. ૧ - આભિગ્રહિક મિથ્યાત્વ, ૨ - અનાભિગ્રહિક મિથ્યાત્વ, ૩ - આભિનિવેશિક મિથ્યાત્વ, ૪ - સાંશયિક મિથ્યાત્વ, ૫ - અનાભોગિક મિથ્યાત્વ. આ પાંચેય પ્રકારનાં મિથ્યાત્વનું સ્વરૂપ ટૂંકમાં પણ સમજી લેવા જેવું છે. ૧. આભિગ્રહિક મિથ્યાત્વ : રાગ-દ્વેષ અને અજ્ઞાનને વશ એવા લોકોએ બનાવેલાં કે વર્ણવેલાં તે તે ધર્મનાં ધર્મશાસ્ત્રો પ્રત્યેના મમત્ત્વને વશ થઈને જે લોકોએ પોતાની વિવેકદૃષ્ટિ ગુમાવી દીધી છે, તેવા લોકો પોતાના મતાગ્રહને વશ થઈને અન્ય સાચા એવા પણ મતનું, સિદ્ધાંતનું ખંડન કરવામાં રચ્યા-પચ્યા રહે છે, તેવા લોકોમાં આભિગ્રહિક નામનું મિથ્યાત્વ હોય છે. આવા લોકોને સર્વજ્ઞ-વીતરાગ પ્રરૂપિત ધર્મના શાસ્ત્રો કે તેવાં શાસ્ત્રોમાં વિધાનો બતાવો તો પણ તે સાંભળવાસમજવાનો રસ હોતો નથી અને પોતાના મતના દુરાગ્રહને વશ થઈને તે સતત સત્યમતનું ખંડન કરવા તત્પર બને છે. પોતે સ્વીકારેલ મિથ્યામત પ્રત્યેનો તીવ્ર રાગ અને તે સિવાયના મતો પ્રત્યેના તીવ્ર દ્વેષના કારણે તેઓ પોતાના શાસ્ત્રનું-મતનું નિરંતર પોષણ કરે છે અને સાચી વાતનું નિરંતર ખંડન કરે છે, તેમને આ પહેલું મિથ્યાત્વ હોય છે. જૈનધર્મને સર્વજ્ઞ-વીતરાગ પ્રરૂપિત ધર્મ તરીકે કે એની વિશેષતાના કારણે સારો ન માનતાં માત્ર હું જૈન કુળમાં જન્મ્યો માટે મારો મત સાચો અને બીજાનો મત ખોટો, એવું મમત્ત્વને વશ થઈને જે સારો માને તેને પણ આ પહેલું મિથ્યાત્વ લાગે. “મારું છે - માટે જ સાચું - એ મિથ્યાત્વ અને “સાચું છે માટે જ મારું છે' – એ સમ્યક્ત. બહુ સુંવાળું મિથ્યાત્વ છે, આ મિથ્યાત્વ ઓળખવું ઘણું અઘરું છે. આ મિથ્યાત્વવાળો જીવ પોત-પોતાના મતના આગ્રહવાળો હોય છે, મારો જ મત સાચો, મારો જ ધર્મ સાચો, મારી જ માન્યતા સાચી. મારા જ દેવ સાચા, Page #268 -------------------------------------------------------------------------- ________________ ર૪૯ – ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ 33 - 801 મારા જ ગુરુ સાચા, મારો જ ધર્મ સાચો. આ સિવાય એ બીજું માને જ નહિ. એ સાચું-ખોટું સમજવાનો પ્રયત્ન કરે નહિ. આવા જીવોની ઓળખ આપતાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે લખ્યું કે - “અભિગ્રહિક નિજ નિજ મતે અભિગ્રહ' પોતપોતાના મતમાં આગ્રહ ધરવાનો સ્વભાવ અભિગ્રહિક મિથ્યાત્વવાળાનો હોય છે. ૨. અનાભિગ્રહિક મિથ્યાત્વ : જે લોકોને એમ લાગે કે, બધા જ દેવ સરખા, બધા જ ગુરુ સરખા, બધા જ ધર્મ સરખા, બધા જ વાંદવા-પૂજવા યોગ્ય, કોઈને પણ ખોટા ન મનાય, બધા જ સાચા, બધા જ સારા અને બધા જ મારા. ટૂંકમાં સર્વધર્મ સમભાવ અને સર્વધર્મ સમભાવ – આવું જે માને તેનામાં અનાભિગ્રહિક નામનું મિથ્યાત્વ હોય છે. કારણ કે ક્યારેય પણ બધા જ સરખા, સારા અને સાચા હોઈ શકે નહીં. જેમ પીળું એટલું સોનું નહીં અને ધોળું એટલું દૂધ નહિ, તેમ બધા દેવ-ગુરુ-ધર્મ સરખા હોઈ શકે નહિ. આમ છતાં મિથ્યાત્વના કારણે જ્યારે વિવેકદૃષ્ટિ નાશ પામે છે, ત્યારે બધું જ સરખું લાગે છે. આ રીતે બધું જ સરખું જેને લાગે તે ક્યારેય અસારનો ત્યાગ કરી સાર પામી શકે નહિ અને આરાધના-સાધના માર્ગમાં આગળ વધી શકે નહિ. અનાભિગ્રહિક મિથ્યાદૃષ્ટિનો પરિચય આપતાં પૂજ્ય ઉપાધ્યાયજી ભગવંતે લખ્યું છે કે, “અનભિગ્રહિક સહુ સરિખાજી' અનાભિગ્રહિક બધાને સરખા જ માને. એનામાં વિવેક ગુણનો-સારાસારને સમજવાની શક્તિનો અભાવ હોવાથી એ ગોળ ખોળ બધાને સરખું માને. ધોળું એટલું દૂધ અને પીળું એટલું સોનું એવું માને. એટલે એ સુદેવ કે કુદેવ, સુગુરુ કે કુગુરુ, સુધર્મ કે ધર્મ : બધાને સરખા જ માને. ૩. આભિનિવેશિક મિથ્યાત્વ : સાચું-ખોટું સમજવા છતાં પણ પકડેલું ખોટું નથી જ છોડવું. તેવા આગ્રહવાળાને આ ત્રીજા પ્રકારનું મિથ્યાત્વ હોય. જેમ કે જમાલિ. આ મિથ્યાત્વ એકવાર સમ્યગ્દર્શન પામેલા હોય તેને જ હોઈ શકે છે. એક અપેક્ષાએ આ મિથ્યાત્વ ખૂબ ખતરનાક ગણાય છે. આમાં પોતાની સાથે બીજા Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 802 અનેક આત્માઓને દુર્ગતિમાં લઈ જવાની કારમી તાકાત રહેલી છે. પોતે ભૂલમાં રજૂ કરેલી વાતની ત્યાર બાદ પકડ થઈ જાય, સમજાવનાર મળે તો પણ મમત્વવશ એ પકડ ન છૂટે, એ આ મિથ્યાત્વનું લક્ષણ છે. ખોટી માન્યતા ધરનારને ખોટી માન્યતા જણાઈ જાય છતાં પણ ખોટી માન્યતાને છોડે નહિ, તે આભિનિવેશિક નામનું ત્રીજા પ્રકારનું મિથ્યાત્વ કહેવાય. “આટલો વખત પકડ્યા પછી હવે છોડવાથી મારું ખરાબ લાગશે” એવું વિચારીને સાચું ન સ્વીકારે તો તેમાં આ મિથ્યાત્વ કારણ છે. આમાં ખાસ માન કષાય કામ કરતો હોય છે. સાચી સમજ અને સરળતા આવે અને તેને સ્વીકાર કરવાની તૈયારી આવે તો જ આ મિથ્યાત્વ જાય. આ અંગે પૂજ્યપાદ ઉપાધ્યાયજી મહારાજ જણાવે છે કે, “અભિનિવેશી જાણતો કહે જૂઠું, કરે ન તત્ત્વપરીક્ષા જી.' ૪. સાંશયિક મિથ્યાત્વ : આ સાચું કે તે સાચું ? આ દેવ સાચા કે પેલા દેવ સાચા ? આ ગુરુ સાચા કે પેલા ગુરુ સાચા ? આ ધર્મ સાચો કે પેલો ધર્મ સાચો ? આવી શંકા જેના મનમાં રહ્યા કરે, તેનામાં આ સાંશયિક મિથ્યાત્વ હોય છે. આ મિથ્યાત્વની અસરવાળાને જૈનધર્મ સ્વીકાર્યા પછી પણ જૈનધર્મના આચાર-વિચારસિદ્ધાંતમાં શંકા રહ્યા જ કરે. ભગવાન કહી ગયા છે કે, કંદમૂળમાં અનંતા જીવો છે, તો તે સાચું હશે ? રાત્રિભોજનથી નરકમાં જવાય તો તે સાચું હશે ? વગેરે બાબતોમાં પણ શંકા થયા કરે, તેને આ ચોથા પ્રકારનું મિથ્યાત્વ હોય છે. વીતરાગ, સર્વજ્ઞ અને સર્વદર્શી એવા પણ પરમાત્માનાં વચનમાં “આ બરાબર હશે કે નહિ,' એવી શંકા થયા કરે. આ મિથ્યાત્વને કારણે વિવેક ન પ્રગટે અને વિવેક નહિ પ્રગટવાથી “શું સાચું અને શું ખોટું' એનો ખ્યાલ જ ન આવે. “સંશય તે જિન વચનની શંકા, - એમ કહીને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે આ સાંશયિક મિથ્યાત્વને ઓળખાવ્યું છે. ૫. અનાભોગિક મિથ્યાત્વ: અનાભોગિક એટલે સ્પષ્ટ સમજ વિનાનું મિથ્યાત્વ. એકેન્દ્રિયથી લઈ અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોને આ મિથ્યાત્વ હોય છે. Page #270 -------------------------------------------------------------------------- ________________ 803 ૨૫૧ – ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33 મિથ્યાત્વ સીધેસીધું દેખાય નહિ. એકેન્દ્રિય વગેરે જીવોમાં પણ આ અનાભોગિક મિથ્યાત્વ હોય છે. એટલે જ આ મિથ્યાત્વને ઓળખાવતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે, “અવ્યક્ત અનાભોગ જી'. આ પાંચે પાંચ મિથ્યાત્વનો ત્યાગ થાય ત્યારે જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. પાંચ પૈકીનું એક પણ મિથ્યાત્વ ઉદયમાં હોય ત્યાં સુધી સમ્યક્તની પ્રાપ્તિ થતી નથી અને સમ્યક્તની પ્રાપ્તિ વિના આત્મહિતની સાધના જે સ્વરૂપે થવી જોઈએ, તે સ્વરૂપે થતી નથી. આ પાંચ મિથ્યાત્વ પણ આત્માને અનાદિકાળથી સંસારમાં રખડાવવાની તાકાત ધરાવે છે. આમાંના એકે હાલે એમ નથી : મારું પકડ્યું છોડું નહિ,” આ દશા આભિગ્રહિક મિથ્યાત્વમાં આવે ને ? આજે મોટા ભાગની આ દશા છે. પકડ્યું છોડે નહિ. સમજાવવાના લાખ પ્રયત્નો કરીએ, શાસ્ત્રવચનો આપીએ, મહાપુરુષોનાં દૃષ્ટાંતો કહીએ અને છેલ્લે કાંઈ જવાબ ન હોય, એટલે કહે કે, તમારી બધી વાત સાચી પણ મારે ગળે ઉતરતી નથી અને પાછો ઠસ્સાથી કહે કે, “અમે તો ગમે તેવા ચમરબંધીની વાત પણ ગળે ન ઉતરે તો ન માનીએ.” સભા : કિણહી ચળાવ્યો નવિ ચળે રે'. એમ સક્ઝાયમાં આવે છે ને ? એ તો સમ્યગ્દષ્ટિ આત્માનો ભૂષણરૂપ ગુણ બતાવેલો છે જ્યારે તમે કહ્યું તે તો અવગુણ છે. સહસ્રાવધાની પૂ.આ. શ્રી મુનિસુંદરસૂરિ મહારાજે કહ્યું છે – ચોથા આરાના માનવીના ગુણો તો ઘણાંએ ગાયા. મારે તો પાંચમા આરાના જીવોનાં ગુણ ગાવા છે. ચોથા આરાનાં માનવીઓમાં સ્નેહ હતો જ નહિ, હમણાં પરણીને આવ્યા, મિંઢળ પણ હજી છૂટ્યાં નથી, એકબીજાને મળ્યાં પણ નથી. લાગણીભર્યો વાર્તાલાપ પણ કર્યો નથી ને આચાર્ય ભગવંત પધાર્યા. ગયા ધર્મદેશના સાંભળવા, ધર્મદેશના સાંભળી, વૈરાગ્ય થયો ને બધુ છોડીને ચાલી નીકળ્યાં. જ્યારે પાંચમા આરાના માનવીઓ પ્રેમપાત્રની લાત ખાય તો ય એમને સંસાર ઉપર વૈરાગ્ય ન થાય. એવાને જ્યારે લાત પડે ત્યારે એ ઉપરથી પેલીને કહે “તને તો વાગ્યું નથી ને ?' આ આજના પ્રેમાંધોની અવદશા છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! - 804 ચોથા આરાના માનવીઓ ચંચળચિત્તા હતા. હજી પરણીને આવ્યા. રસ્તામાં પહાડ જોયો, ઉપર મુનિ દેખાયા. કહ્યું, ‘રથ ઉભો રાખો, “કેમ ?” “ઉપર સાધુ ભગવંત છે. દર્શન કરીએ. મશ્કરી કરી, “કેમ દીક્ષાનો વિચાર છે ?” “ભાવના છે.” સાથીદારે કહ્યું – “ભાવના હોય તો ચિંતા નહિ કરતા હું ટેકો આપીશ.” રથમાંથી નીચે ઉતર્યા, ચાલ બદલાઈ. “કુમાર, શું વાત છે ?' હવે દીક્ષાના માર્ગે,’ ‘એ તો ગમ્મત હતી.” “ખાનદાન કુળોમાં ખોટી ગમ્મત ક્યારેય ન હોય.' પણ મારી બહેનનું થાય શું ?' “જો એ કુલીન હોય અને એની તાકાત હોય તો આવે મારે માર્ગે અને તાકાત ન હોય તો એને જીવવાની બધી જ વ્યવસ્થા છે. અને જો કુલીન ન હોય તો આજથી જ વોસિરે.' ચોથા આરાના માનવીઓ આવા ચંચળચિત્તા હતા. જંબૂકુમારે મા-બાપને : “આજે લગ્ન ને કાલે દીક્ષા', એવી વાત કરી. જ્યારે પાંચમા આરાના માનવીઓ અચળચિત્તા છે. ગમે તેટલાં હલાવો પણ હાલે જ નહિ એવા અચળચિત્તા છે અમને કહે તમે ૧૪-૧૪ આચાર્ય મહારાજ ભેગા થઈને એકને તો હલાવો ? એકે ય હાલે તેમ નથી. ભૂતકાળમાં તો આચાર્ય ભગવંત નગરમાં આવતા. ધર્મદેશના થતી અને ધર્મદેશનાને અંતે કેટલાકે સર્વવિરતિ, કેટલાક દેશવિરતિ, કેટલાકે સમ્યગ્દર્શન સ્વીકાર્યાનું વર્ણન શાસ્ત્રનાં પાને-પાને જોવા મળે, જ્યારે આજની પરિસ્થિતિ વિચારીએ તો ગમે તેટલી દેશના સાંભળીને, પણ હતા ત્યાંના ત્યાં. સર્વવિરતિ નહિ, પણ દેશવિરતિ ય ખરી ? આજ પછી હવે ધંધો નહિ ? બોલો નિયમ કરવાના ? થોડો નીચે ઉતરું ? હવે પરિગ્રહ તો વધારવાનો નહિ જ? બોલો, તેનો ય નિયમ કરવો છે? અહીં તમે આવ્યા હતા, તે દિવસનું જીવન અને અહીંથી જશો ત્યાર પછીનું જીવન. એ બન્ને વચ્ચે કેટલી તરતમતા જોવા મળશે ? “અહીં આવ્યા ત્યારે આવા-આવા મનોરથો હતા અને અહીંથી જઈએ છીએ, ત્યારે આવા-આવા મનોરથો છે. આવ્યા ત્યારે જીવનમાં આટલા દોષો હતા અને આટલા ગુણો ન હતા. અહીં આવ્યા પછી આટલા દોષો દૂર કર્યા અને આટલા ગુણો મેળવ્યા અથવા મેળવવાનો પુરુષાર્થ કર્યો. અહીંથી જશે ત્યારે આટલા દોષો તો અહીં જ વોસિરાવીને જશે અને આટલા ગુણો તો કાયમ માટે અપનાવીને જશું.' આ બધુ મને જાણવા મળવાનું ? Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33 805 આ ભાઈ તો બંધન-મુક્તિવાલા : હવે સંકલ્પ પાકો ? કે આજ પછી - - છૂટે મોઢે નહિ ખાઈએ, - સચિત્ત જળ નહિ પીવાના, - આજ પછી આટલાં સામાયિક નક્કી, - આટલા કલાકનો સ્વાધ્યાય નક્કી, - દિવસના આટલા કલાક આરાધના કરીશ. - ગુસ્સો નહિ કરું, -- અહંને વશ નહિ થાઉં, - માયાચાર નહિ કરું. - લોભને હું વશ કરીશ. મને તો એવું જોઈએ કે, તમે તમારી વાતો કરો એના કરતાં તમારા પરિવારના લોકો આવીને અમને કહે કે, “સાહેબ ! મોટો ઉપકાર થયો. ચોમાસુ ફળી ગયું. અમારા ભાઈ તો સાવ બદલાઈ ગયા. પહેલાં તો સગડીની ગરમી કરતાં ય વધારે ગરમી એમની હતી, પણ આ ચોમાસા બાદ, તો એ વૃંદાવન જેવા બની ગયા છે.” મારે તમારા માટે તમારા પરિવાર જનોના મોંઢે આવું સાંભળવું છે. ચારે બાજુ ધર્મની સુવાસ ફેલાવવી હોય, ઘરમાં પણ એ ધર્મની અસર ઉભી કરવી હોય, વ્યવહારમાં પણ અસર નિપજાવવી હોય તો તમારે અંતરંગ પરિસ્થિતિ બદલવી જ પડશે. અહીંથી જાઓ એ પહેલાં તમારા પરિણામ એટલા બધા બદલાઈ ગયા હોય કે બધે તમારી એક છાપ પડી જાય અને લોકો તમારા માટે મુક્ત કંઠે બોલતા થઈ જાય કે “આ ભાઈ તો બંધન-મુક્તિવાળા.” એ માટે આજથી જ નક્કી કરી લો કે મારે બંધન તોડવું છે. પરિગ્રહ, હિંસા અને મમત્વનાં બંધનો તોડવા ઉપરાંત મારે મિથ્યાત્વનું મહાબંધન પણ તોડવું જ છે. એ માટે મારે પ્રભુએ જણાવેલ મિથ્યામતોની વાતો જાણીને એનાથી બચવું છે. પ્રભુનો સમ્યગું મત જાણી એનો આદર કરવો છે. આ વિષયમાં જ્ઞાની ભગવંતો વધું શું જણાવે છે તે હવે પછી. (ત્રીજો ભાગ પૂર્ણ) Page #273 -------------------------------------------------------------------------- ________________ અનુ. દૃષ્ટાંતો ત્રણે ભાગમાં પ્રયોજાયેલ દૃષ્ટાંતોની અનુક્રમણિકા વિષય ૧. આર્યરક્ષિતસૂરિજી ૨.| મહાવીર પ્રભુ ૩. | ઋષભદેવ પ્રભુ ૪. નેમિનાથ પ્રભુ ૫. શંકર-ગંગા ૬. પક્ષી મા-બચ્ચું ૭. હીરસૂરિજી-અસ્વાધ્યાય ૮.| દેવચંદ્રસૂરિજી-પાહિણી ૯. ક્ષીરકદંબક પાઠક ૧૦. | ચિત્રકાર-પુત્ર ૧૧. કાલિકસૂરિજી મહારાજા શ્રેણિક ૧૨. ૧૩.| મહાસતી સુલસા ૧૪. ભરૂચનો શ્રાવક ૧૫. રામચંદ્રસૂરિજી ૧૬. પુણિયો શ્રાવક ૧૭. સુબાહુકુમાર ૧૮. માષતુષ મુનિ ૧૯. ગૌતમસ્વામીજી ૨૦. પાડો આત્મારામજી મહારાજ અનુયોગ વિભાગ જીવન દર્શન માતા-પિતા છતે દીક્ષા માતા-પિતા રોતે દીક્ષા ગણધર ત્રિપદી ઝીલે પદાર્થ સરલીકરણ ગુરુભક્તિનો એક પ્રકાર ગુરુભક્તિનો શ્રેષ્ઠ પ્રકાર વિશેષજ્ઞતા અહંકાર-વિદ્યાનાશ સામાચારી ફેરફાર વ્રત દ્દઢતા સમ્યક્ત્વ દઢતા વ્રત દઢતા અનુકૂળ ઉપસર્ગ સામાયિક-સંવેગ દષ્ટિપરિવર્તન-વૈરાગ્ય ૨૧. | રાજકુળ ધાવમાતા ૨૨.| અકબર-બિરબલ ૨૩. પુણિયો શ્રાવક ૨૪. ધન્નાજી ઘરના સંવાદો ૨૫. | કાલસોરિક-લોહખુર-ગોશાળો હું પણ આપ્ત છું ૨૭. | આર્યરક્ષિતસૂરિ-રુદ્રસોમા ૨૭. ૨૮.| સ્થૂલિભદ્રસૂરિ ૨૯. | સિદ્ધસેન દિવાકર ધૈર્ય-ગુર્વાશા પૃચ્છનાની રીત ડહોળામણ પ્રવચનમાતા અનુકરણ કોનું કરાય ? સાધર્મિકભક્તિ અયોગ્યતા ૩૦. હેમચંદ્રસૂરિ-સુવર્ણસિદ્ધિયાચના અયોગ્યતા ૩૧. સિંહગુફાવાસી મુનિ-કોશા અનુકૂળ ઉપસર્ગ પ્રવ.| પૃષ્ઠ | સળંગ પૃષ્ઠ ૧ ૨ ܕ ܡ ܡ ܡ ܡ ܡ ܡ ܗ ܗ ૨ ૨ ૪ ૪ ૪ ૪ ૪ ૪ ૫ 5 5 ૪૪ ૪૫ ૪૭ ૮૯ ૧૧૧ ૧૧૧ ૧૧૭ ૧૨૨ ૭ ૧૩૦ ૭ ૧૩૭ ८ ૧૫૪ ८ ૧૫૭ . ૧૫૮ ८ ૧૭૭ ૧૮૯ ૧૯૨ ૧૯૩ ૨૦૭ ૯ ૯ ૧૦ સમકિતી મા કેવી હોય ? | ૧૦ યતિસંસ્થા નાબૂદી અયોગ્યતા ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૧૧ ૭ 5 6 ૧૧ 11 ૧૪ ૧૪ 14 1) 62 ૩૭ 36 ૪૪ --- 14 ૨૩૦ ૨૩૬ ૨૭.. 89 111 111 117 122 130 137 154 157 158 167 189 192 193 206 ૨૧૪ 214 ૨૩૦ 230 ૨૩૦ 230 230 236 Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ અનુક્રમણિકા 807 અનુ. દષ્ટાંતો વિષય પૃષ્ઠ સળંગ પૃષ્ઠ, ૨૪૪ 244 ૨૪૬ 246| ૨૪૭ | 247 ૨૪૭ 247 & 6 4 છે તે છે કે 263 265) ૩૮.) ૯૭. 267) 270. ૪૦. | રુર | 272 281 282 282 289) 291 303/ રામચંદ્રસૂરિજીકાનપુરના સંન્યાસી જૈન સાધ્વાચાર રામચંદ્રસૂરિજી-હસ્તગિરિ તીર્થ | પ્રોજેક્ટ-તીર્થ કૈલાસસાગરસૂરિજી-હસ્તગિરિ | નિઃસ્પૃહતા ૩પ. રામચંદ્રસૂરિજી-જૈન પ્રવચન પ્રોજેક્ટ-છાપું આદિનાથ પ્રભુ કળા/ શિલ્પ કલ્પરૂપે પ્રવર્તન આર્દ્રકુમાર-તાપસો ચર્ચા-વાદ ઉદય-પેઢાલ-ગૌતમસ્વામી સંવાદ ૩૯. રામચંદ્રસૂરિજી-હડકરવેદ્યરાજ | સ્વાધ્યાય આનંદ રામચંદ્રસૂરિજી અમદાવાદના શ્રાવકો { ધર્મલાભ ૪૧. મહાવીર પ્રભુ-લોકાંતિક દેવ { બોધ ૪૨. મહાવીર પ્રભુ-ચંડકૌશિક સર્પ બોધ ૪૩. મુનિસુવ્રત પ્રભુ-ઘોડો બોધ ૪૪. બૂસ્વામી બોધ ૪૫. મહાવીરસ્વામી-રોહિણીયો ચોર બોધ ૪૬. પિતા-ત્રણ પુત્રો પરમાર્થ કાઢવો પિતા-પુત્રી સ્વાધ્યાય હિત આદ્રકુમાર સંન્યાસી-બાવલું સાવધાની રામચંદ્રસૂરિજી ચિંતન રામચંદ્રસૂરિજી ઉપદેશ શૈલી સુધર્માસ્વામી-જંબૂસ્વામી સંવાદ કૃષ્ણ-અર્જુન સંવાદ ૫૪. રામચંદ્રસૂરિજી-ભક્ત કસોટી પપ. રામચંદ્રસૂરિજી-વકીલ વૈરાગ્યનિકષ પક. ગૌતમસ્વામીજી પ્રમાદ પ૭. આતંકવાદી-અપહરણ અવાજ કોનો ? ૫૮. શક્તિશાલી માણસ-કમળપત્ર સમયની સૂક્ષ્મતા પ૯. | રામચંદ્રસૂરિજી. મિથ્યાત્વ પર પ્રહાર ૬૦. ભરત-બાહુબલી સમકિતીની મનોદશા રામચંદ્રજી-સીતાજી-લક્ષ્મણ રાગ ખટકે શાલિભદ્ર-નોકરો ઉદારતા ૯૩. પ્રજાપાલ રાજા દિાન ગુણ | ઉ૪. કવિવર માઘ-માઘપત્ની દાન વ્યસન 309) પુરુષાર્થ & R & A A A A & & & & 4 A & 4 6 દ દે છે તે છે કે તે 3271 331 335 338) 344 344 349/ 349/ 359) 369 ૭૧. 371 379| 384) 388 409) ૩૫ ૧૯] ૧૩૭ 410 ૧૧૪ ૩પ 409) Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ – ૩ – બંધન જાણો ! બંધન તોડો ! – 808 અનુ. દષ્ટાંતો વિષય પ્રવ.| પૃષ્ઠ સળંગ પૃષ્ઠ 423 435 437 63 12 S0 503 513 516 ઉ૫. પતિ-પત્ની સંવાદ પ્રમાદ-માયા ઉક.|ચિત્ર-સંભૂતિ નિમિત્તની અસર ૩૭. અનુસુંદર ચક્રવર્તી ચક્રવર્તી ય દયાપાત્ર ૬૮.| રામચંદ્રસૂરિજી-અજેન જેઠાભાઈ બંધન તોડ્યું ૯૯. વેપારી-ઘેબર-જમાઈ વૈરાગ્ય ૭૦. મિલમાલિક-શ્રાવક-ગુરુભગવંત ચોયણા શબ્દો ૭૧.| રામચંદ્રસૂરિજી ચોયણા શબ્દો ૭૨.| એક શ્રોતા-થેલીમાં ચંપલ પરિગ્રહ સંજ્ઞા ૭૩. | જૂનો ગ્રામીણ-ચલમ અંગારો અનર્થબુદ્ધિ ૭૪.| રામચંદ્રસૂરિજી-શ્રીમંત ભક્ત હિતશિક્ષા ૭૫. રામચંદ્રસૂરિજી-શ્રીમંત સંઘવી હિતશિક્ષા ૭૬. લક્ષ્મી બે રૂપ દેવી-ડાકણ અર્થ-અનર્થતા ૭૭.| રામચંદ્રસૂરિજી દીક્ષાયુગપ્રવર્તન ૭૮.| સાધુઓ અને પુસ્તકો પરિગ્રહ ૭૯. પેથડશા-પ્રથમિણી બંધન ત્યાગ-બ્રહ્મચર્ય ૮૦. આનંદાદિ દશા શ્રાવકો કબૂલાત ૮૧. સિકંદર નામાંકિત-નામચીન | દારૂડીયો-ગટર સુખ-ભ્રમ | બાળક-રેતીનું ઘર સુખ-ભ્રમ | સીમંધર પ્રભુ-ઈન્દ્ર ધનવૃષ્ટિ ૮૫. યમરાજ-કોળીયો મૃત્યુ ૮૭. | કંસારાના કબુતર ઉપદેશ અસર ૮૭.| રામચંદ્રસૂરિજી-શ્રીમંત દલાલ | અર્થ વિનય ૮૮. ગોભદ્ર બ્રાહ્મણ શ્રીમંતનાં દુઃખો ૮૯. આનંદ-કામદેવ પરિગ્રહ ત્યાગ ૯૦. | આદિનાથ પ્રભુ-૯૮ પુત્રો ત્યાગ ૯૧. ખાણીયો મજુર તૃષ્ણા ૯૨. મહાવીર પ્રભુ-નાવિક સમભાવ ૯૩. બંગલો-સંડાસ ગરજ ૯૪. હરિભદ્રસૂરિજી સંવિગ્નપક્ષી ૯૫. દેવચંદ્રસૂરિજી-પથ્થર ભાવના ૯૩. યશોવિજયજી ઈચ્છાયોગ ૯૭. | આનંદ-કામદેવ મમતા ત્યાગ ૯૮. જનક વિદેહી જ્ઞાતાદષ્ટાભાવ | ૯૯. મહાવીર પ્રભુ-ભમરાનો ઉપદ્રવ સમભાવ 528 535 536 536 549 553 557 569 575 588 591 605 614 616 616 616 ૨૭ ૮૦ 620 ર૭ ૮૧ 621] Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ - અનુક્રમણિકા 809 અનુ. દષ્ટાંતો વિષય ૧૦૪. ૨૬ ૮૯ 629, 633 ૨૭ ૯૮ 638 ર૭ ૧૦૧ 641 ૨૭ ૧૦૩ 643 ૨૭ ૧૦૪ 644 ૨૭ ૧૦૪ | 644 ૨૭ ૧૦૫ 645 ૨૭, ૧૦૫ 645 648/ ૨૭ ૧૧૧ 651 હિંસા ૧૧૦.! ૧૧૫ | 655 067 X 688 689 ૧૧૭. ૧૦૦. રામચંદ્રસૂરિજી-શ્રાવકો ધંધો બંધ કરવો ૧૦૧.! યુદ્ધ-માયકાંગલા પરાક્રમહીનતા ૧૦૨. હાથીનું આળોટવું હિંસા ૧૦૩. ખંધક મુનિ હિંસાનું ફળ સર્પો-વૃક્ષમાં ખીલે ઠોકવું હિંસા ૧૦૫. ગાય-બળદ-ગરમ પાણી હિંસા ૧૦. બાળકો-શિક્ષણ ૧૦૭. મા-બાપ ભૃણહત્યા ૧૦૮. હીરાનો ધંધો હિંસા ૧૦૯. | વિજળી સજીવ છે ચર્ચા-સ્વચ્છેદ તામલી તાપસ હિંસા-કતલખાના ૧૧૧. જેન ઘરો-જીવવિચાર શિક્ષણ ૧૧૨.] શોકસભા નફફટાઈ ૧૧૩. નિર્ધામણા ભય ૧૧૪.! નિર્ધામણા મમતા ૧૧૫. નિર્ધામણા લોભવૃત્તિ નિર્ધામણા મોહ-અજ્ઞાન ૧૧૭. કલ્યાણમિત્ર દાનાંતરાય નાશ સંન્યાસી-યુવાન અન્યત્વ ભાવના ૧૧૯. સંન્યાસી-યુવાન સ્વાર્થના સગાં ૧૨૦. | ચોસઠ પ્રહરી પૌષધ (ધર્માનુષ્ઠાન) લોભથી ધર્મક્રિયા ૧૨૧. પુણિયો શ્રાવક સંતોષ શ્રીમંત અવદશા મહાવીરદેવ-ધન્નાજી-શાલિભદ્રજી | સંપત્તિમાં સુખ નથી ૧૨૪. લક્ષ્મણજી-સીતાજી અશરણ ઘરડો-વિજ્ઞાન વાસના-અજ્ઞાન ૧૨૭. | રાજસ્થાનનો એક પ્રસંગ-ચાતુર્માસ વિષાનુષ્ઠાન ૧૨૭. ગુજરાતનો એક પ્રસંગ-જિનાલય | વિષાનુષ્ઠાન ૧૨૮. | સાધુઓ-વાર્તાલાપ પ્રોજેક્ટ-રમત ૧૨૯. મદારી-સાપ કાળજી ૧૩૦. | ઉપવાસનું પારણું-ગરોળી પરિણામ વિચાર ૧૩૧. સાસુ-વહુ-ઝઘડો શિખામણ-હિત ૧૩૨. હેમચંદ્રસૂરિજી-કુમારપાળ હિત-જવાબદારી ૧૩૩. જંબૂસ્વામીજી આદિ ચંચલચિત્તા (!) ૧૩૪. ચોમાસાના આરાધકો બંધનમુક્તિવાળા ૧૧૮. ૧પ૦ ૧૨૫. ૧પ૦ ૧૫૨ ૧૫૪ 696 700| 710| 711] 111 715 736) 752; 753 761; 771 772 ૨૪૨ 782 ૨૪૫ 785 ૨૫૨ 792 ૩૩૯ કી ૨૫૩ 1 793 ૧૨ Page #277 -------------------------------------------------------------------------- ________________ ત્રણે ભાગમાં પ્રયોજાયેલ શાસ્ત્રોનો અકારાદિક્રમ ૧. અખા-દુહા ૨. અધ્યાત્મસાર ૩. અધ્યાત્મની સઝાય ૪. અનુયોગદ્વાર ૫. અમૃતવેલી સજઝાય ૯. અંતરાયકર્મની પૂજા ૭. અંતરીક્ષ પાર્શ્વનાથ સ્તવન ૮. અર્થશાસ્ત્ર ૯. અષ્ટક પ્રકરણ ૧૦. આચાર દિનકર ૧૧. આચારાંગ ૧૨. આનંદઘન ચોવીસી ૧૩. આવશ્યક સૂત્ર ઈરિયાવહી ૧૪. ઓઘનિર્યુક્તિ ૧૫. ઓપપાતિક સૂત્ર ૧૬. ઈન્દ્રિયપરાજય શતક ૧૭. ઉત્તરાધ્યયન સૂત્ર ૧૮. ઉત્તરાધ્યયન ચિત્ર-સંભૂતીય અધ્યયન ૧૯. ઉપદેશ રહસ્ય ૨૦. ઉપદેશમાળા ૨૧. ઉપમિતિ ભવપ્રપંચા કથા ૨૨. ઉપાસક દશાંગ ૨૩. ઉમાસ્વાતિ પ્રઘોષ ૨૪. કર્મગ્રંથ ૨૫. કલ્પદીપિકા ૨૩. કલ્પકિરણાવલી ૨૭. કલ્પસૂત્ર ૨૮. કલ્પસૂત્ર સામાચારી ૨૯. કલ્પસૂત્ર સુબોધિકા ૩૦. કુમારપાળ રાસ ૩૧. કુમારપાલદેવ ચરિત ૩૨. ગચ્છાચાર પન્ના ૩૩. ગીતગોવિંદ ૩૪. ગીતા (અજૈન) ૩૫. ગુરુતત્ત્વ વિનિશ્ચય ૩૭. ગૌતમસ્વામીનો રાસ ૩૭. જન્મભૂમિ પંચાંગ ૩૮. જીવકલ્પ ભાષ્ય ૩૯. જંબુસ્વામીનો રાસ ૪૦. તસ્વનિર્ણય પ્રાસાદ ૪૧. તત્ત્વતરંગિણી - મૂળ ૪૨. તત્ત્વતરંગિણી – ટીકા ૪૩. તત્ત્વાર્થ સૂત્ર ૪૪. તત્વાર્થ આદ્યકારિકા ૪૫. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પર્વ-૧૬ ૪૬. ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર પર્વ-૭) ૪૭. દશવૈકાલિક ૪૮. દશવૈકાલિક ચૂલિકા-૨ ૪૯. દશવૈકાલિક નિર્યુક્તિ ૫૦. દસસાવય ચરિયું પ૧. દીપોત્સવ કલ્પ પર. દ્રવ્યસપ્તતિકા પ૩. દ્વાત્રિશત્ ધાત્રિશિકા ૫૪. ધર્મરત્ન પ્રકરણ પપ. ધર્મસંગ્રહ ૫૭. ધ્યાનશતક ૫૭. નવતત્ત્વ પ્રકરણ ૫૮. નવપદ પૂજા ૫૯. નિશ્ચયવ્યવહાર ગર્ભિત સીમંધર જિનસ્તવન ૧૦. નીતિશાસ્ત્ર ૬૧નંદીસૂત્ર Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ૬૨. પતન અને પુનરુત્થાન ૬૩. પંચવસ્તુક ગ્રંથ ૬૪. પંચસૂત્ર ૬૫. પાક્ષિક સૂત્ર ૬૭. પાર્શ્વનાથ થોય ૬૭. પરિશિષ્ટ પર્વ ૬૮. પીસ્તાલીસ આગમની પૂજા ૬૯. પ્રજ્ઞાપના સૂત્ર ૭૦. પ્રમાણમીમાંસા ૭૧. પ્રશમરતિ ૭૨. પ્રશ્નવ્યાકરણ ૭૩. પ્રવચન સારોદ્ધાર ૭૪. બ્રહ્મસિદ્ધાંત સમુચ્ચય ૭૫. બૃહત્કલ્પભાષ્ય ૭૬. ભક્તામર સ્તોત્ર ૭૭. ભગવતી સૂત્ર ૭૮. ભરત ચક્રીની સજ્ઝાય ૭૯. મમતા (સ્મૃતિ ગ્રંથમાળા) ૮૦. મહાભારત (અર્જુન) ૮૧. મહાવીરચરિયું ૮૨. માયાની સાય ૮૩. માર્ગ પરિશુદ્ધિ ૮૪. મૂર્ખની સજ્ઝાય ૮૫. યોગદૃષ્ટિ સમુચ્ચય ૮૬. યોગબિંદુ ૮૭. યોગવિંશિકાવૃત્તિ ૮૮. યોગશતક શાસ્ત્રોનો અકારાદિક્રમ ૮૯. યોગશાસ્ત્ર ૯૦. રત્નાકર પંચવિંશિકા (સં.) ૯૧. રત્નાકર પચ્ચીશી (ગુ.) ૯૨. લલિતવિસ્તરા ૯૩. વંદિત્તા સૂત્ર ૯૪. વિશેષાવશ્યક ભાષ્ય ૯૫. વીતરાગ સ્તોત્ર ૯૬. વૈરાગ્ય શતક ૯૭. વૈરાગ્યની સજ્ઝાય ૯૮. વ્યવહાર સૂત્ર ૯૯. વ્યવહાર ભાષ્ય ૧૦૦. શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન ૧૦૧. શાંત સુધારસ ૧૦૨. શાસ્ત્રવાર્તા સમુચ્ચય ૧૦૩. શ્રાવક જીવનની કરણીની સજ્ઝાય ૧૦૪. શ્રાદ્ધવિધિ મૂળ-ટીકા ૧૦૫. શ્રાવકધર્મવિધિ પ્રકરણ ૧૦૬. શ્રીપાળ રાજાનો રાસ ૧૦૭. શ્રીપાળ ચરિત્ર (જ્ઞાનવિમલ સૂરિ) ૧૦૮. ષોડશક પ્રકરણ ૧૦૯. સન્મતિતર્ક ૧૧૦. સમકિતની ૬૭ બોલની સજ્ઝાય ૧૧૧. સમરાદિત્ય કેવળી ચરિત્ર ૧૧૨. સંથારા પોરિસી ૧૧૩. સંબોધ પ્રકરણ ૧૧૪. સંબોધ સિત્તરી ૧૧૫. સવાસો ગાથાનું સ્તવન ૧૧૭. સાડી ત્રણસો ગાથાનું સ્તવન ૧૧૭. સુકૃત સાગર ૧૧૮. સુલસા ચરિત્ર ૧૧૯. સૂયગડાંગ-ચૂર્ણિ 811 ૧૨૦. સૂયગડાંગજી ટીકા ૧૨૧. સૂયગડાંગ-નિર્યુક્તિ ૧૨૨. સૂયગડાંગજી સૂત્રની સજ્ઝાય ૧૨૩. સ્થાનાંગ સૂત્ર ૧૨૪. સ્તુતિ ૧૨૫. સ્નાત્રપૂજા ૧૨૭. હૃદય પ્રદીપ છત્રીસી ૧૨૭. હિતોપદેશ ૧૨૮. હેમસંસ્કૃત પ્રવેશિકા ૧૨૯. જ્ઞાનસાર Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦/ &પ્રદાન જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧. ફોનઃ ૨૫૩૫ ૨૦૭૨ - ફેક્સઃ ૨૫૩૯ ૨૭૮૯ - E-mail : sanmargp@icenet.net પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ ગ્રંથમાળા જ નં. નામા કિંમત ૧. સ્મૃતિ ગ્રંથમાળા (૨૧-૨૨ પુસ્તકોના ચાર સેટ). (અપ્રાપ્ય) ૨. સમ્યગ્દર્શન ૩. આચારાંગ સૂત્રનાં (ધૂતાધ્યયન)-વ્યાખ્યાનો (ભાગ-૧ થી ૧૫) ૨000/૪. જૈનશાસનની મિલકત (અપ્રાપ્ય) ૫. આત્માની ત્રણ અવસ્થાઓ (અપ્રાપ્ય) ૭. સનાતન સત્યનો સાક્ષાત્કાર ૪૦૭. વંદિત્તા સૂત્રનું વિવરણ ૫૦/૮. રામાયણનો રસાસ્વાદ (અપ્રાપ્ય) ૯. આર્યસંસ્કૃતિનો આદર્શ (અપ્રાપ્ય) ૧૦. વિંશતિ-વિશિકા હ૦/૧૧. નિનશાસન પ્રતિ દHIRT ૩ત્તરયિત્વ રૂ૫/જ અન્ય પ્રકાશનો જ ૧. મૃત્યુની મંગળપળે - સમાધિની સાધના ૫૦/૨. અરિહંતના અતિશયો (અપ્રાપ્ય) ૩. અન્નમસ્કારાવલી ૨૦/૪. વિશ્વવિજ્ઞાન પ્રાચીન અને નવીન (અપ્રાપ્ય) ૫. દ્રવ્યસપ્તતિકા ૧૦૦/૬. પ્રેરક પરિવર્તન ૫૦/૭. ભાવપ્રતિક્રમણનું તાળું ખોલો ઉ૦/૮. વૈરાગ્યશતક-ઈન્દ્રિયપરાજયશતક ૭૦૯. નેમિદૂત કાવ્યમ (અપ્રાપ્ય) ૧૦. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૨૫/૧૧. શ્રાવકધર્મ ધર્મસંગ્રહ સારોદ્ધાર ભાગ-૧ ક0/૧૨. સૂત્રસંવેદના ભાગ-૧ ૫૦/૧૩. સૂત્રસંવેદના ભાગ-૨ ૧૪. શ્રમણ ઉપયોગી સૂત્ર-સાર્થ ૪૦/૧૫. શ્રમણ ધર્મ ધર્મસંગ્રહ સારોદ્ધાર ભાગ-૨ ૫૦/ Sol Page #280 -------------------------------------------------------------------------- ________________ - પ્રવચનપ્રભાવક ગ્રંથમાળા + (પ્રવચનકાર : પૂ. આ. શ્રી વિજય કીર્તિયશ સૂ. મ. સા.) નં. નામ કિંમત ૧. પ્રવચનનું પ્રતિબિંબ ૫૦/૨. નવપદ ઉપાસના ૬૦/૩. નવપદના ઉપાસકો (શ્રીપાળ-મયણા) (અપ્રાપ્ય) ૪. સાધના જીવનના ચડાવ ઉતાર (અપ્રાપ્ય) ૫. પ્રાર્થના સૂત્રના માધ્યમે પરમાત્માને પ્રાર્થના ૩૦/૬. જિનાજ્ઞા પરમ મંત્ર (અપ્રાપ્ય) ૭. જિનાજ્ઞા જીવનમંત્ર (અપ્રાપ્ય) ૮. માર્ગ : દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિનો (અપ્રાપ્ય) ૯. આત્મા જ સંસાર આત્મા જ મોક્ષ (અપ્રાપ્ય) ૧૦. આત્મા જ સંસાર આત્મા જ મોક્ષ (અપ્રાપ્ય) ૧૧. અહિંસાનો પરમાર્થ ૨૫/૧૨. ધર્મમાં ભાવવિશુદ્ધિની અનિવાર્યતા ૨૦/૧૩. તપસ્યા કરતાં કરતાં હો ડંકા જોર બજાયા હો.... ૧૪. સાધના અને સાધક ૧૫. આત્મધ્યાનના અવસરે (અપ્રાપ્ય) ૧૬. સમકિતનો સંગ મુક્તિનો રંગ ૧૭. જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન (પેપરબેક) ૧૮. ઝાણું : (મનને જાણો ! મનને જીતો !) પેપરબેક ૩૦/૧૯. આગમ જાણો ! (સૂયગડાંગ સૂત્રનાં વ્યાખ્યાનો ભા. ૧) ૬૦/૨૦. આતમ જાગો ! (સૂયગડાંગ સૂત્રનાં વ્યાખ્યાનો ભા. ૨). ૧૦/૨૧. બંધન જાણો ! બંધન તોડો ! (સૂયગડાંગ સૂત્રનાં વ્યાખ્યાનો ભા.૩) ૯૦/ પ્રવનપ્રભાવ દિન્તી ગ્રંથમાના १. जिनाज्ञा परममंत्र રૂ/२. प्रार्थनासूत्र के माध्यम से परमात्मा को प्रार्थना ૨૫/३. जैन संघ के अग्रणिओं को मार्गदर्शन ૫૦/४. आत्मध्यान के अवसर पर ૨૦/* English Books * 1. Jainism A Glimpse 20/2. Atma The Self 25/3. Dēvasia-rāia Pratikramana Sūtra 30/ Page #281 -------------------------------------------------------------------------- ________________ ५०-०० પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિ સ્મૃતિ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથમાળા જ १. जीवनसाफल्यदर्शनम् (श्री विजय रामचन्द्रसूरि) २. दर्शनशुद्धिप्रकरणम् (बृहद्वृत्ति सह) । १००-०० ३. धर्मोपदेश काव्यम् (सटीक) (श्री लक्ष्मीवल्लभगणि) ६०-०० ४. नवस्मरण-गौतमस्वामी रास ६३-०० ५. इन्द्रियपराजयशतक (सटीक) (श्री गुणविनयगणि) ६०-०० ६. दीपोत्सवकल्प (श्री हेमचन्द्रसूरि विरचित) ५०.०० ७. श्रीश्रीपालचरित्रम् (श्री ज्ञानविमलसूरिकृतम्) ६५-०० ८. श्रीश्रीपालचरित्रम् (श्री सत्यराजगणि विरचितं) १००-०० ९. योगविंशिका-प्रकरणम् (श्री हरिभद्रसूरि विरचित) २५-०० १०. हितोपदेशः सटीक (श्री प्रभानंदसूरि) प्रत ३००-०० • प्राकृत-संस्कृत शब्दकोश ४०-०० ११. उत्तराध्ययनसूत्र सटीक प्रत (पं. श्री. भाव वि. कृत) ३००-०० १२. षड्दर्शन समुच्चय (गुज. भावानुवाद) भाग-१ १३०-०० १३. षड्दर्शन समुच्चय (गुज. भावानुवाद) भाग-२ १५५-०० १४. हितोपदेशः (मूल-वृत्ति-कथा-तुला-टिप्पणीसमन्वितः) १७५-०० १५. हितोपदेशः (कथारहित-वृत्तिसमन्वितः) ७५.०० સત્યાર્થી પ્રકાશિત જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧ Ph. : 2535 2072, Fax : 2539 2789, E-mail : sanmargp@icenet.net સારા એરિયામાં માત્ર એક ક્વેઅર ફુટ જગ્યા મળે એટલી જ રકમમાં જીવનભર માટે જીવનને અધ્યાત્મના ઉજાસથી ભરતા અઢળક પુસ્તકો મેળવો! જજા પ્રકારત દ્વારા પ્રકાશિત થતાં પુસ્તકો જેન આચાર, વિચાર અને તત્ત્વજ્ઞાનને ખૂબ જ સરળ ભાષામાં, સુબોધ શૈલીમાં, આકર્ષક રૂપરંગમાં પ્રસ્તુત કરે છે.' દસ વર્ષના ગાળામાં દોઢસો જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. એક એક પુસ્તકે કેંકનાં જીવન પલટ્યાં છે. નવી દૃષ્ટિ આપી છે. મૂરઝાયેલી ધર્મચેતનાને ફરીથી જીવતી અને જાગતી કરવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. | પ્રતિવર્ષ લગભગ ૮૦૦ થી ૧૦૦૦ પાનાં જેટલું શાસ્ત્રાનુસારી માર્ગસ્થ સાહિત્ય २. प्राप्त थशे. ક . માત્ર લાભ જ લાભ આ યોજનામાં હોઈ આજે જ રૂ. ૫૦૦૦/- ભરી સજા પદાજીત - પુસ્તક યોજનાના આજીવન સભ્ય બનો. | सभ्य समतांनी साथे ४ तमारी पसंहसीन३. १000/-iyस्तो भेट अपारी.] પુસ્તકો માટે આજીવન સભ્ય ફી માત્ર રૂ. ૫૦૦૦/-| Page #282 -------------------------------------------------------------------------- ________________ RICHIDS 1 પ્રકાશન પાર્થિવારિક સમાચાર सन्मार्गेणैव गन्तव्यं, नान्मार्गेण कदाऽपि हि । सन्मार्गाज्ञायते सिद्धि-रुन्मार्गाद्भववर्द्धनम् ।। બુદ્ધિમા તે જ છે. સાચાખોટાની પરીક્ષા કરે સન્માર્ગ પ્રકાશન : જૈન આરાધના ભવન ટ્રસ્ટ, પાછીયાની પોળ, રીઝીટ રોડ, અમદાવાદ-380007, સેન : 2535 202 E-mail : sanragpoicernet.net ફેક્સ : 3539 389 00000 પાક્ષિક) સન્માર્ગ પ્રકાશન પારિવારિક સમાચાર પાક્ષિક પત્ર ગુજરાતી-હિંદી અલગ અલગ આવૃત્તિરૂપે દર પંદર દિવસે ગુજરાતી અને હિન્દી ભાષામાં જૈનત્વ જાગૃત કરતું પાક્ષિક 600000000000 દર પંદર દિવસે ઘરે આવી સૂતેલા આતમરામને ઢંઢોળી અનંત સુખના સવામી બનવાનો કિમીયો બતાવતું સમ્ભાર્થ પાક્ષિક જન-જનમાં જાણીતું અને માણીતું બની ચૂક્યું છે. વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સચોટ પ્રવચનાંશો તેમજ પ્રવચનપ્રભાવક પૂ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનોથી આ પાક્ષિકનાં પૃષ્ઠો અલંકૃત બનેલાં છે. તે ઉપરાંત જૈનશાસનનું તત્ત્વજ્ઞાન, સ્વાધ્યાયનો સથવારો, ચૂંટેલા શાસ્ત્ર શ્લોકો, જૈન આચાર-વિચાર, પૂજ્ય પુરુષોનો પરિચય અને મુંઝવતા પ્રશ્નોના શાસ્ત્રીય સમાધાનો આ પાક્ષિકની વિરલ વિશેષતા છે. સન્માર્ગના ડઝનબંધ વિશેષાંકો ચતુર્વિધ શ્રીસંઘ ખૂબ જ આત્મીયતાથી સંઘરી રાખે છે; કેમ કે તે અંકો તે તે વિષયના પ્રામાણિક સંદર્ભો બની રહે છે. વર્ષે ૩૦૦થી વધુ પાનાં A/4 સાઈઝના ઉજળા ભારે કાગળ પર બહુરંગીઑફસેટ પ્રિન્ટીંગમાં છપાતું જન્માર્થા બાહ્યાભ્યતર આકર્ષક રૂપરંગ ધરાવે છે. માત્ર ૧૦૦૦/- રૂપિયા એકજ વાર ભરી આજીવનપર્યંત ઘેર બેઠાં મેળવો. સભાર્થ પ્રકાશત જૈન આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૧ Ph. : 2535 2072, Fax : 2539 2789, E-mail : sanmargp @icenet.net માત્ર ૧૦૦૦/-રૂ.માં જિંદગીનો અધ્યાત્મ વીમો ઉતરાવો. Page #283 -------------------------------------------------------------------------- ________________ Page #284 -------------------------------------------------------------------------- ________________ (ધોબી આણી, છોબાળો ! રૂડાં, રૂપાળાં, મનગમતાં, તન-બદનને સુહાવતાં એવાં ય બંધન આખર તો બંધન જ છે. નરકની ગર્તામાં પડેલો નારકી બંધનને જાણે છે, કારાગારની કોઠડીમાં બીડાયેલ કેદી બંધનને જાણે છે, કમનસીબી છે આ માનવની કે-બંધનને જાણતો ય. નથી અને કદાચ જાણે તો ય તોડતો નથી. પરિણામે... દુઃખ, દુઃખ અને દુઃખ જ મળે છે. બંધન = દુઃખ, બંધન- મુક્તિ = સુખ. આ સાચું સમીકરણ છે. પરિગ્રહ હિંસા, મમતા અને મિથ્યામતોનાં બંધનોથી આપણી કેવી અવદશા થાય છે અને બંધન-મુક્તિ માટે કયો પુરુષાર્થ કરવો ? એનાં મીઠાંમધુરાં ફળ કેવાં મળે છે ? એ વાતો ખુબ જ રોચક શૈલીમાં આ ત્રીજા પુસ્તકનાં દસ પ્રવચનો દ્વારા રજુ કરાઈ છે; જેને વાંચતાં પ્રત્યેક આત્માર્થીને થાય કે હવે બંધના જાણો ! ખંધાન તોડો ! Got Tal Use Only પ્રવચનપ્રભાવક ગ્રંથમાળા Gill /// Sarninang (079) 25352072 an સમર્ભ . usis of gamelibrary.org