________________
૭૩ - ૩ઃ બંધન કોણ? પરિગ્રહ, પરિગ્રહની મમતા કે બન્નેય ?- 26 – 625 સંપત્તિનાં બંધનો તોડી નાંખ્યાં છે અને નવે પ્રકારના પરિગ્રહનાં બંધનને જેણે તોડી નાંખ્યાં છે, તે સંયમની સાધના માટે, જીવરક્ષા બરાબર થાય તે માટે, વિહિત કરેલાં ઉપકરણ રાખે તો તે બંધન નથી, પણ એના ઉપર જો મમત્વ ન હોય તો જ તે બંધન નહિ, બાકી જો એનાં ઉપર પણ મમત્વ હોય તો તે પણ બંધન.
આગમ વગેરે શાસ્ત્રોમાં બતાવેલી મર્યાદા મુજબ સંયમ પાળનારા, નિર્દોષ જીવન જીવનારાં, લજ્જા અને સંયમની રક્ષા માટે શાસ્ત્રની આજ્ઞા મુજબ ૪૨ દોષરહિત આહાર-પાણી-વસ્ત્ર-પાત્ર વગેરે ઉપકરણો વાપરનારાં સાધુને સંયમ સાધના માટે વિહિત કરેલાં ઉપકરણો રાખવામાં બંધન નથી. જો તેમાં મમતા થાય તો જ તે બંધન છે. માટે જ તો “શ્રી દશવૈકાલિક સૂત્રમાં કહ્યું કે –
'जं पि वत्थं व पायं वा, कंबलं पायपुंछणं । तं पि संजम-लजट्ठा, धारंति परिहरंति य ।। न सो परिग्गहो वुत्तो, नायपुत्तेण ताइणा ।
મુછી પરિષદો યુરો, રૂ ૩ મસિUT I' ‘સાધુ સંયમની સાધના માટે અને લજ્જા-મર્યાદા જાળવવા માટે જે પણ વસ્ત્ર-પાત્ર-કાંબળ કે પાદપ્રોંછન-રજોહરણ રાખે છે કે પહેરે છે, તેને જગતનું રક્ષણ કરનારા ભગવાન મહાવીરે પરિગ્રહ નથી કહ્યો. પણ ભગવાન મહાવીરે તો
મૂચ્છને પરિગ્રહ કહ્યો છે. એમ ગણધર મહર્ષિઓએ કહ્યું છે.' કેટલાક મહાત્માઓ કે જેમણે “ત્રણ-બે કે એક જ વસ્ત્ર વાપરીશ' - એવો અભિગ્રહ ધારણ કર્યો હોય, તેમને માટે કહ્યું કે, શીતકાળ પૂરો થાય ત્યારે પોતે જે એક, બે કે ત્રણ વસ્ત્ર રાખ્યાં હોય તેની જરૂર ન હોય તો તે રાખેલાં વસ્ત્રને વિધિપૂર્વક પરઠવી દેવાં પણ આવતા શીતકાળમાં જોઈશે. કામ લાગશે એમ વિચારીને રાખી મૂકવાનું નહિ. આમ છતાં જો એ સાચવી રાખે તો તેમને માટે તે પણ બંધન બની જાય, એમ કહ્યું છે, આ રીતે સંયમ અને લજ્જા માટે જે એક, બે કે ત્રણ વસ્ત્રો રાખ્યાં, તેના ઉપર પણ જો મમત્વ થાય તો તેમને પણ પરિગ્રહનું પાપ લાગે.
હવે તમે મને કહો કે, માત્ર મુક્તિની સાધના માટે જ જે ઉપકરણ રાખવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org