________________
૭૨
- બંધન જાણો ! બંધન તોડો ! –
624
શકતા, નથી બંધનને જોઈ શકતા કે નથી બંધાવાની રીતને જોઈ શકતા. આપણી આવી કમનસીબીની વચ્ચે મોટી સદ્નસીબી છે કે, જે આત્માને જોઈ શકે છે, બંધનને જોઈ શકે છે, બંધનનાં કારણોને જોઈ શકે છે, જે એ બંધનથી મુક્ત થવાનો માર્ગ જોઈ શકે છે અને એ માર્ગે ચાલીને મુક્ત થતા આત્માઓને જોઈ શકે છે, તેવા તારક તીર્થંકર પરમાત્મા આપણને મળ્યા છે. તેમનો સદ્ધપદેશ સંભળાવનારા સદ્ગુરુ ભગવંતો મળ્યા છે, અને તેમનો સદુઉપદેશ જેમાં સંગ્રહાયેલો છે, તેવાં ધર્મશાસ્ત્રો પણ આજે આપણને મળ્યાં છે. જન્માંતરમાં ઉપાર્જેલા પુણ્યોદયે આપણને બધું જ આપ્યું છે. હવે જરૂર એટલી જ છે કે ભગવાન પ્રત્યે ધર્મગુરુ પ્રત્યે અને શાસ્ત્ર પ્રત્યે આપણી શ્રદ્ધા સ્થિર થવી જોઈએ.
દેવ-ગુરુ-ધર્મ અને ધર્મશાસ્ત્રો પ્રત્યે આપણી અંતરંગ શ્રદ્ધા સ્થિર થાય તો કામ થાય.
ભગવાને કહ્યું છે કે, પરિગ્રહ બંધન છે. તે ગમે તેટલો સુંવાળો લાગતો હોય તો પણ નક્કી કરવું જોઈએ કે તે બંધન છે. એ જરૂરી લાગ્યો કેમ? કારણ કે ઈન્દ્રિયોનાં સુખોને સુખ માન્યું, મનનાં કાષાયિક સુખોને સુખ માન્યાં અને એ માટે જે કાંઈ સામગ્રીની જરૂર પડી, તે મેળવવાનો પ્રયત્ન કર્યો, ભેગું કર્યું અને ભોગવ્યું. ધર્મથી મળેલું ય બંધન ઃ નીતિથી મેળવેલું ય બંધન : સભા: જીવન વ્યવહાર માટે નીતિપૂર્વક ભેગું કરીએ તો પણ બંધન ?
હા, જે બંધન છે, તેને બંધન તો કહેવું જ પડશે અને માનવું પણ પડશે અને તેને બંધન માન્યા પછી એનાથી છુટવાનો પુરુષાર્થ પણ કરવો જ પડશે. માટે જ તો ભગવાને આ બધો ઉપદેશ આપ્યો છે. તમે તો અહીં “નીતિપૂર્વક ભેગું કરવાની વાત કરો છો. ભગવાન તો ધર્મના ફળરૂપે આવી મળેલાને ય અનર્થકારી જણાવે છે. માટે જ કહ્યું છે કે –
'धर्मादपि भवद्भोगः प्रायोऽनर्थाय देहिनाम् ।' ધર્મથી મળેલી ભોગસામગ્રી પણ જીવોને પ્રાયઃ અનર્થ માટે થાય છે.' મુક્તિનો સાધક એવો સાધુ, જેણે સ્વજનનાં બંધનો તોડી નાંખ્યાં છે, ધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org