________________
૧૦
–
૪ ઃ હિસાનો વ્યાપ શી રીતે ઘટાડશો? - 27
-
659
‘સ્ત્રીઓની યોનીઓમાં બેઈન્દ્રિયના જે જીવો હોય છે તે એક, બે, ત્રણથી લઈ લાખ પૃથક્વ (બે થી નવ લાખ) સુધી ઉત્કૃષ્ટ હોય છે.'
'पुरिसेण सहगयाए तेसिं जीवाण होइ उद्दवणं ।
वेणुअदिद्रुतेण तत्ताइसिलागनाएण ।।८४।।' ‘પુરુષ સાથેના સમાગમમાં તે જીવોનો નાશ થાય છે. તે નલીકામાં રહેલા રૂને જેમ લાલચોળ ગરમ થયેલ લોહ-શલાકા જેમ બાળી નાંખે છે તે દષ્ટાંતથી સમજવું.' 'इत्थीण जोणिमझे, गब्भगयाइं हवंति जे जीवा ।
उप्पजंति चयंति य, समुच्छिमाअसंखया भणिया ।।८५।।' ‘સ્ત્રીઓના યોનીમાં, ગર્ભમાં રહેલા જે જીવો હોય છે તેમાં અસંખ્ય સંમૂચ્છિમ જીવો ઉત્પન્ન થાય છે અને મરણ પામે છે.' 'मेहुणसनारूढो, नवलक्ख हणेइ सुहुमजीवाणं ।
तित्थयरेण भणियं, सद्दहियव्वं पयत्तेणं ।।८६।।' “મૈથુન સંજ્ઞા (ક્રિયા)માં પ્રવૃત્ત થયેલ વ્યક્તિ સૂક્ષ્મ નવ લાખ
જીવોને હણે છે એમ તીર્થંકરોએ કહ્યું છે, તેને પ્રયત્નપૂર્વક માનવું જોઈએ.' 'असंखया थीनरमेहुणाओ, मुच्छंति पंचिंदियमाणुसाओ ।
नीसेसअंगाण विभत्तिचंगे, भणइ जिणो पन्नवणाउवंगे ।।८७।।' ‘સ્ત્રી-પુરુષના મૈથુનથી અસંખ્ય પંચેન્દ્રિય મનુષ્ય જીવો મરે છે,
એમ જિનેશ્વર બધા અંગ આગમોમાં શ્રેષ્ઠ ગણાતા પ્રજ્ઞાપના ઉપાંગમાં કહે છે.' આ બધું કરીને તમે માનો છો કે મને સુખ-શાતા-શાંતિ મળી ! પણ તમારું આ ગણિત ખોટું છે. જ્ઞાની ભગવંતો કહે છે કે, આનાથી નથી મળ્યું સુખ, નથી મળી શાંતિ કે નથી મળી શાતા, પણ એના બદલામાં તમે દુઃખની ખરીદી કરી છે. દુર્ગતિને વધારવાનો પ્રયત્ન કર્યો છે. “સ્થાનાંગ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર' અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org