________________
૧૦૬
સાંભળ્યું છે. આ અંગે તમે ક્યારે ય કાંઈ જાણવાની દરકાર લીધી છે.
આજના એક એક ધંધા સાથે સીધી કે આડકતરી રીતે ત્રસ-સ્થાવર જીવો ઉપરાંત મનુષ્યોની હિંસા પણ ક્યાં ક્યાં થાય છે, એ બધું આંખ ખોલીને જાણી લેવા જેવું છે અને એમાં સીધા કે આડકતરા ક્યાં તમે નિમિત્ત ન બની જાઓ, તે માટે તમારી જાતને ઉગારી લેવા જેવી છે.
૩ -
બંધન જાણો ! બંધન તોડો !
એક એક વેપારમાં, એક એક ફેક્ટરીમાં, એક એક કારખાનામાં કેટ-કેટલા જીવોનો કચ્ચરઘાણ નીકળે છે - એનો તમે ક્યારેય વિચાર કર્યો છે ખરો ? તમારી ગાડીઓનાં વ્હીલ ફરે, તેમાં કેટલા જીવોનો કચ્ચરઘાણ નીકળે છે ? નવાં-નવાં બૂટ-ચપ્પલ પહેરીને ઠસ્સાથી ચાલો, તેમાંય કેટલા જીવો ઘસાઈ, દબાઈ, પીસાઈને મરે છે ? તે જીવોની ત્યારે શું દશા થતી હશે ?
આ બધી હિંસા તો હિંસા છે જ. પણ તમે હજુ જેને હિંસા તરીકે નથી ઓળખી શક્યા એવી પણ ઘણી હિંસા છે. જ્ઞાની ભગવંતો કહે છે, જૂઠું બોલવું તે પણ હિંસા છે, ચોરી કરવી તે પણ હિંસા છે, અબ્રહ્મનું સેવન કરવું તે પણ હિંસા છે. જૂદું જૂદું સમજાય તે માટે જૂદું જૂદું બોલું છું. જૂઠું બોલવામાં કોઈક ને કોઈકને ઠેસ પહોંચાડો છો. ચોરી કરવામાં કોઈક ને કોઈકને નુકસાન પહોંચાડો છો અને અબ્રહ્મ સેવનમાં તો ત્રસ જીવો અને પંચેન્દ્રિય મનુષ્યોની નિશ્ચિત હિંસા છે જ.
658
‘સંબોધ પ્રકરણ’ અને ‘સંબોધ સિત્તરી’ ગ્રંથોમાં આગમમાંથી ઉદ્ધૃત કરેલી ગાથાઓ આપી આ વાત સમજાવી છે.
ત્યાં કહ્યું છે કે -
'तहिं पंचिंदिया जीवा, इत्थीजोणीनिवासिणो । आणं नवलक्खा, सव्वे पासइ केवली ।।८२ ।। ' *સ્ત્રીઓની યોનિમાં રહેવાવાળા, પંચેન્દ્રિય મનુષ્યોના નવ લાખ જીવો છે તે બધાને ત્યાં રહેલા કેવળી ભગવંત જુએ છે.'
Jain Education International
'इत्थीणं जोणीसु हवंति, बेइंदिया य जे जीवा । इक्को यदुन्नि तिनिवि, लक्खपुहुत्तं तु उक्कोसं ।।८३ ।। '
For Private & Personal Use Only
www.jainelibrary.org