________________
૧૦૫ – ૪: હિંસાનો વ્યાપ શી રીતે ઘટાડશો? - 27 – 657 એ પછી એમાંથી કેટલીક “મા” તો અમારી પાસે આવીને હળવાશથી કહે કે, આ પાપ થઈ ગયું છે. આ પાપની જે આલોચના આવતી હોય તે આપી દો.” એ બોલતી વખતે પણ ન એનાં હૈયામાં વેદના દેખાય, ન પશ્ચાતાપ દેખાય, ન દુઃખ દેખાય કે ન એના દિલમાં ડંખ દેખાય. એને આલોચના પણ કઈ રીતે આપીએ ? એને વિચાર પણ ન આવે કે, “૮૪ લાખ યોનિઓમાં ભટકતોભટકતો એક આત્મા અનંતી પુણ્યરાશિ એકઠી થઈ ત્યારે આર્યદેશ-આર્યજાતિઆર્યકુળ-જૈનજાતિ ને જૈનકુળમાં અવતરવા મારી કુખમાં આવ્યો છે, એ જન્મીને જૈનશાસનને પામે તે પહેલાં જ મેં એને પૂરો કરી દીધો ? આટલું મોટું પાપ કર્યા પછી એનાં કેવાં ફળ ભોગવવા પડશે. એ પાપ મને કેવી કેવી દુર્ગતિઓમાં ધકેલી દેશે ? એ મરનાર જીવ સાથે કેવો વૈરનો બંધ-અનુબંધ પડશે ?'
જ્યારે કોઈપણ જીવની હિંસાનો વિચાર આવે ત્યારે ભગવાનનું વચન યાદ રાખજો – ‘વરં વક્ફ પ્રો’
ભગવાન કહે છે, જન્માંતરમાં એ પણ તમારો બદલો લેશે. તમારે તેના ભોગ બનવું પડશે. કદાચ તમારો એની સાથે યોગ નહિ થાય તો પણ તમારે તો તમારા કર્મનું ફળ ભોગવવું જ પડશે. આજના હિંસક ધંધા :
હીરાના વેપારીઓ કદાચ - એમ માનતા હોય કે, અમારા ધંધામાં તો ક્યાંય હિંસા નથી, પણ તમને ખબર નથી કે હીરા ધોવા માટે જે એસિડ વાપરો છો, તે ધોયા પછી ગટરમાં કે જ્યાં પણ એનો નિકાલ થાય ત્યાં તે કેટલા જીવોને બાળીને ખાખ કરે છે ?
એનાથી પણ વધારે અગત્યની વાત કરું તો. જે પણ હીરાઓની રફ તમારા હાથમાં આવે છે તે ક્યાંથી આવે છે, એની તમે ક્યારેય તપાસ કરી છે. સાઉથ આફ્રિકાના કોંગો, નાઈજેરીયા વગેરે દેશોની જે જે ખાણોમાંથી એ માલ નીકળે છે, એ ખાણમાં કામ કરનાર ખાણિયાઓ અને એની સાથે સંકળાયેલા વચ્ચેના નાના નાના માણસોની કારમી કતલ કરવામાં આવી છે. એમને આડા હાથે પતાવી નાંખવામાં આવ્યા છે. છેલ્લા ૧૮ વર્ષમાં આ રીતે મોતનો ભોગ બનનારાઓની સંખ્યા બે કરોડે પહોંચી છે. આ અંગે ઉહાપોહ પણ મચ્યાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org