________________
૨૪૮
- - ૩ - બંધન જાણો ! બંધન તોડો ! – 800 માને. જે મુક્ત થઈ ગયા છે તેને અમુક્ત માને અને અમુક્તને મુક્ત માને. પાંચ પ્રકારના મિથ્યાત્વ :
જેમ આ દશ પ્રકારનાં મિથ્યાત્વ છે, તેમ બીજી એક અપેક્ષાએ પાંચ પ્રકારનાં પણ મિથ્યાત્વ શાસ્ત્રોમાં બતાવેલાં છે. ૧ - આભિગ્રહિક મિથ્યાત્વ, ૨ - અનાભિગ્રહિક મિથ્યાત્વ, ૩ - આભિનિવેશિક મિથ્યાત્વ, ૪ - સાંશયિક મિથ્યાત્વ, ૫ - અનાભોગિક મિથ્યાત્વ.
આ પાંચેય પ્રકારનાં મિથ્યાત્વનું સ્વરૂપ ટૂંકમાં પણ સમજી લેવા જેવું છે. ૧. આભિગ્રહિક મિથ્યાત્વ :
રાગ-દ્વેષ અને અજ્ઞાનને વશ એવા લોકોએ બનાવેલાં કે વર્ણવેલાં તે તે ધર્મનાં ધર્મશાસ્ત્રો પ્રત્યેના મમત્ત્વને વશ થઈને જે લોકોએ પોતાની વિવેકદૃષ્ટિ ગુમાવી દીધી છે, તેવા લોકો પોતાના મતાગ્રહને વશ થઈને અન્ય સાચા એવા પણ મતનું, સિદ્ધાંતનું ખંડન કરવામાં રચ્યા-પચ્યા રહે છે, તેવા લોકોમાં આભિગ્રહિક નામનું મિથ્યાત્વ હોય છે. આવા લોકોને સર્વજ્ઞ-વીતરાગ પ્રરૂપિત ધર્મના શાસ્ત્રો કે તેવાં શાસ્ત્રોમાં વિધાનો બતાવો તો પણ તે સાંભળવાસમજવાનો રસ હોતો નથી અને પોતાના મતના દુરાગ્રહને વશ થઈને તે સતત સત્યમતનું ખંડન કરવા તત્પર બને છે.
પોતે સ્વીકારેલ મિથ્યામત પ્રત્યેનો તીવ્ર રાગ અને તે સિવાયના મતો પ્રત્યેના તીવ્ર દ્વેષના કારણે તેઓ પોતાના શાસ્ત્રનું-મતનું નિરંતર પોષણ કરે છે અને સાચી વાતનું નિરંતર ખંડન કરે છે, તેમને આ પહેલું મિથ્યાત્વ હોય છે.
જૈનધર્મને સર્વજ્ઞ-વીતરાગ પ્રરૂપિત ધર્મ તરીકે કે એની વિશેષતાના કારણે સારો ન માનતાં માત્ર હું જૈન કુળમાં જન્મ્યો માટે મારો મત સાચો અને બીજાનો મત ખોટો, એવું મમત્ત્વને વશ થઈને જે સારો માને તેને પણ આ પહેલું મિથ્યાત્વ લાગે. “મારું છે - માટે જ સાચું - એ મિથ્યાત્વ અને “સાચું છે માટે જ મારું છે' – એ સમ્યક્ત. બહુ સુંવાળું મિથ્યાત્વ છે, આ મિથ્યાત્વ ઓળખવું ઘણું અઘરું છે.
આ મિથ્યાત્વવાળો જીવ પોત-પોતાના મતના આગ્રહવાળો હોય છે, મારો જ મત સાચો, મારો જ ધર્મ સાચો, મારી જ માન્યતા સાચી. મારા જ દેવ સાચા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org