________________
૨૪૭ – ૧૦ : બંધનનું ય બંધન છે મિથ્યાત્વ - 33 – 799 શકે ને પોતે જ અલ્પઆરંભ કે અલ્પપરિગ્રહ કરે અને તેની પ્રતિજ્ઞા માંગે તો અમે આપીએ, એ પોતે મોટા પાપમાંથી ઓછા પાપમાં આવે તેની પ્રતિજ્ઞા અમે આપીએ. પણ અલ્પઆરંભનો માર્ગ અમારાથી ન બતાવાય. જેટલું છોડે એમાં અમારી સંમતિ પણ જે અલ્પ પણ આરંભ એ કરે અને અલ્પ પણ પરિગ્રહ એ રાખે તેમાં અમારી જરા જેટલીય સંમતિ નહિ કારણ કે થોડો કે ઘણો આરંભ કે પરિગ્રહ એ પાપ જ છે. વીતરાગનો સાધુ નાના કે મોટા, થોડા કે ઘણા કોઈપણ પ્રકારના પાપનો માર્ગ ક્યારેય ન બતાવે. અમારા મહાવ્રતના આલાવામાં ‘અપ વા મથે વા ' આવે છે. અલ્પ મૂલ્યવાળો કે મહા મૂલ્યવાળો ય પરિગ્રહ ન તો અમે રાખી શકીએ, ન કોઈ પાસે રખાવી શકીએ, ન કોઈ રાખતું હોય તેને અનુમોદન આપી શકીએ.
કોઈ આવીને કહે કે, “હું ૧૦૦૦ જીવોને કાપવા માંગું છું.” અમે એને કહીએ કે “ભાઈ, ૫૦૦ ને જ કાપજે.” એવું અમારાથી બોલાય ? તો શું બોલાય ? “બધાને બચાવ ” પરંતુ એ કહે કે “પ00 ને તો હું મારે મારવા જ પડશે' ત્યારે એને કહેવું પડે કે “વધુમાં વધુ જેટલાને બચાવી શકાય તેટલાને બચાવજે.” જીવ બચાવવાનું અમારાથી બોલાય, પણ કાપવાનું ન કહેવાય. તેમ બધો પરિગ્રહ ન છોડી શકે તેને માટે જ ક્યાંક બાંધવા માટે ભાગતા ભૂતની ચોટલી પકડવાના ન્યાયે “અલ્પ-પરિગ્રહી બન” એમ કહેવાય, પણ તે માટે કમાવવાનો માર્ગ અમારાથી ન જ બતાવાય.
આજે સાધુઓ ત્યાં સુધી બોલતા થઈ ગયા કે, “શ્રાવક સાધુ બને તો ઉત્તમ, પણ સાધુ ન બની શકે તોય શ્રાવક વૈભવવાળો તો હોવો જ જોઈએ.” આવું બોલવું તે ઉસૂત્ર છે, ઉન્માર્ગ છે, મિથ્યા પ્રલાપ છે, મિથ્યા પ્રરૂપણા છે. માર્ગાનુસારીના ગુણોમાં પહેલો જ ગુણ “ન્યાયસંપન્ન વૈભવછે. તેનું વર્ણન કરતાં શાસ્ત્રકારોએ સ્પષ્ટતા કરી છે. એમાં “ન્યાય-નીતિ” પાળે એ જ ધર્મ, ધન-વૈભવ રાખે એ ધર્મ નહિ.
દસ પ્રકારનાં મિથ્યાત્વ ટુંકાણથી સમજાવ્યા. ફરી યાદ કરી જઈએ. જીવને અજીવરૂપે માને, અને અજીવને જીવ રૂપે માને, ધર્મને અધર્મ રૂપે માને અને અધર્મને ધર્મરૂપે માને, મોક્ષમાર્ગને ઉન્માર્ગ તરીકે માને અને ઉન્માર્ગને મોક્ષમાર્ગ તરીકે માને. સાધુને અસાધુ તરીકે માને અને અસાધુને સાધુ તરીકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org