________________
૨૧૧
–
૮ : ધર્મ અને ધર્માનુષ્ઠાનમાં મોટો ફરક છે – 31
–
763
ભગવાન જિનેશ્વરદેવે બતાવેલ જે ધર્માનુષ્ઠાનો નથી કરતા તે તમે ચાલુ કરો, જે કરો છો તેને તમે ચાલુ રાખો. એને વિષાનુષ્ઠાન બનાવનાર આલોકનાં સુખોની કામના, એને ગરાનુષ્ઠાન બનાવનાર પરલોકનાં સુખોની કામના અને એને અનનુષ્ઠાન બનાવનાર ઉપેક્ષા-અનાદરનો ભાવ છોડવાનું કહું છું. આ ત્રણેય પ્રકારના હીનભાવ છોડવાથી વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન અને અનનુષ્ઠાન છૂટી જશે અને એ જ ધર્માનુષ્ઠાન સાથે મુક્તિનું લક્ષ્ય, વિધિનું પાલન, નિરતિચાર, આચરણ જોડવાથી તે જ અનુષ્ઠાન અમૃતઅનુષ્ઠાન બની જશે અને
જ્યાં સુધી એ પૂરેપૂરું વિશુદ્ધ નહિ બને ત્યાં સુધી પૂરેપૂરું વિશુદ્ધ બનાવવાના ભાવ અને પ્રયત્નપૂર્વક કરશો તો એ છેવટે તહેતુ અનુષ્ઠાન તો જરૂર બનશે.
તમે જ્યારે પણ ધર્માનુષ્ઠાન કરો ત્યારે તમારી વૃત્તિ-પ્રવૃત્તિને બરાબર તપાસી તે ધર્માનુષ્ઠાન વિષ-ગર-અનનુષ્ઠાન ન બને અને અમૃત કે છેવટે તદ્વૈત-અનુષ્ઠાન બને એનો સજાગતા-પૂર્વક પ્રયત્ન કરશો તો તમે “ત્રિક ત્યજવાં, દોય સેવવાં.” એ શાસ્ત્રાજ્ઞા પાળી કહેવાશે.
આ જ વાતને મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે “યોગવિંશિકા વૃત્તિમાં સ્પષ્ટ કરતાં કહ્યું કે –
‘પુ ત્રયં ચોમાસત્વાદિતમ્
द्वयं तु सद्योगत्वाद्धितमिति तत्त्वम् ।' વિષ-૧, ગર-૨, અનુષ્ઠાન-૩, તહેતુ-૪ અને અમૃત-૫
આ પાંચ અનુષ્ઠાનમાં પહેલાં ત્રણ અનુષ્ઠાનો, યોગનો ધર્મનો ભ્રમ કરાવનારાં હોવાથી અહિતકારી છે અને
છેલ્લાં બે સદ્યોગરૂ૫ - સાચા ધર્મરૂપ હોવાથી હિતકારી છે.” આ બધી વાતો પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે “યોગબિંદુ”માં અને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે અધ્યાત્મસાર, “યોગવિશિકા વૃત્તિ” તથા “લાત્રિશદ્ દ્વાત્રિશિકામાં વિસ્તારથી વર્ણવી છે. સભા: આટલું સ્પષ્ટ હોવા છતાં લોકો આવા ખોટા આશયથી ધર્માનુષ્ઠાન શા માટે
કરતા હશે ? સંસારની આસક્તિ અને મોહની પક્કડનું આ પરિણામ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org