________________
૨૧૦
૩ - બંધન જાણો ! બંધન તોડો !
થવું જોઈએ તે રીતે થતું ન હોય એનું જો એને પૂરું દુઃખ હોય અને બરાબર કરવાનો પ્રયત્ન હોય તો તે તદ્ભુતુ અનુષ્ઠાન છે.
'यद्विधिमपेक्ष्य शुद्धं, भाववशादविधिमार्गसंत्यागात् । तद्धेतुकमाख्यातं, विवेकहल्लेखभक्तिमताम् ।।१।।'
‘જે અનુષ્ઠાન વિધિની અપેક્ષાથી શુદ્ધ હોય, જેમાં ભાવ શુદ્ધ હોય, અવિધિ માર્ગનો સારી રીતે ત્યાગ કરાતો હોય તેવું વિવેકી અને હૈયાની ભક્તિવાળા લોકોનું અનુષ્ઠાન તદ્ભુતુ છે.'
પહેલા નંબરે ધર્માનુષ્ઠાન, અમૃતાનુષ્ઠાન બનવું જોઈએ. છેવટે બીજા નંબરમાં તે ધર્માનુષ્ઠાન તદ્ભુતુ-અનુષ્ઠાન તો બનવું જ જોઈએ. પાંચ ધર્માનુષ્ઠાનમાંથી ત્રણ હેય છે અને બે ઉપાદેય છે. પહેલાં ત્રણ ધર્માનુષ્ઠાન ભવનું કારણ છે અને છેલ્લાં બે ધર્માનુષ્ઠાન મોક્ષનું કારણ છે. તદ્ભુતુ તે પાયો છે અને અમૃતઅનુષ્ઠાન એ શિખર છે.
762
માટે જ પૂ. મહામહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજાએ નિશ્ચય વ્યવહાર ગર્ભિત ‘શ્રી સીમંધરસ્વામીજીને વિનંતિરૂપ સ્તવન'ની બીજી ઢાળમાં કહ્યું કે - ‘ત્રિક ત્યજવા, દોય સેવવાં રે, યોગબિંદુ ઉપદેશ’ ‘પહેલાં ત્રણ ધર્માનુષ્ઠાનો છોડવાં અને છેલ્લાં બે ધર્માનુષ્ઠાનો સેવવાં. એમ ‘યોગબિંદુ ગ્રંથ’નો ઉપદેશ છે.' આ જ વાતને શ્રીપાલચરિત્રમાં પૂ. આ. શ્રી જ્ઞાનવિમલસૂરિજી મહારાજે ‘પૂર્વત્રિજં તુ દેવ, દ્વિમપ્રસ્થ સવા ધ્યેવમ્ ।' એવા શબ્દોથી ટેકો આપે છે. સભા : એટલે આપ એમ કહેવા માંગો છો કે આ લોક, પરલોકની અપેક્ષાથી કે ઉપેક્ષાથી ધર્માનુષ્ઠાન ન કરવું ?
તમે મારી વાત અધૂરી સમજ્યા ! ધર્માનુષ્ઠાન ન કરવું, એમ હું નથી કહેતો. કારણ કે, તદ્વેતુ કે અમૃતઅનુષ્ઠાન પણ ધર્માનુષ્ઠાન જ બનવાનું છે. એટલે ધર્માનુષ્ઠાન છોડવાનું નથી, પણ એ ધર્માનુષ્ઠાનને વિષ, ગરલ કે અનનુષ્ઠાન બનાવનાર આલોકનાં દુન્યવી સુખોની અપેક્ષા-ઈચ્છા, પરલોકનાં દુન્યવી સુખોની અપેક્ષા-ઈચ્છા અને ધર્મ પ્રત્યેનો ઉપેક્ષા-અનાદર-અબહુમાનભાવ છોડવાનું કહું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org