________________
૧ : પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે -- 24
ધર્મ બને છે, માટે તેની સારસંભાળ કરવી પડે. પરંતુ તેમાં પરિગ્રહ બુદ્ધિમમત્વબુદ્ધિ આવે તો અમને ય દોષ લાગે જ.
૩૧
૮-૯ - દુઃખનો જન્મ અને સુખનું મૃત્યુ : હવે આઠમા-નવમા નંબરે કહે છે કે
‘દુ:હસ્ય પ્રમવઃ’ અને ‘સુસ્વસ્થ નિધનમ્’
‘પૈસો વગેરે પરિગ્રહ દુઃખનું ઉદ્ભવસ્થાન છે અને સુખનું મૃત્યુ છે' - કોઈ પણ સમજદાર વ્યક્તિ સમજી શકે તેવી આ વાત છે. આ પૈસો વગેરે પરિગ્રહ દુઃખને જન્મ આપે છે અને સુખનું મોત નોંતરે છે. મતલબ કે પરિગ્રહ દુઃખોને પેદા કરે છે અને સુખોને ખતમ કરે છે.
583
નાસમજ વ્યક્તિ પૈસા વગેરે પરિગ્રહને દુઃખનો વિનાશ કરનાર અને સુખને પેદા કરનાર તરીકે જુવે છે; પણ એ જ વ્યક્તિમાં જો સમજ પેદા થાય તો એને પળે પળે દેખાય કે પૈસા વગેરે પરિગ્રહના કારણે કેવાં કેવાં દુઃખોનો ઉદ્ભવ થાય છે. કેવાં કેવાં અણધાર્યાં દુઃખો આવી પડે છે અને સુખો કેવી રીતે સ્વપ્ન બની જાય છે.
પૈસો આવ્યો કે, પેટ ભરીને ખાવાનું ગયું. નિરાંતે ઊંઘવાનું ગયું. સ્વસ્થ રીતે સ્વજનોને મળવાનું ગયું, મનની શાંતિ ગઈ, તનની સ્વસ્થતા ગઈ. કેટલાક રોગો તો શ્રીમંતો માટે જ જાણે કે ખાસ જુદા જ રાખવામાં આવ્યા છે. ડૉક્ટરો પણ શ્રીમંતને જોઈને પૂરા વેતરે, વકીલો પણ શ્રીમંતને ફેરવાય તેટલા ફેરવે, ચોરડાકુની નજર પણ એના ઉપર જ હોય. રાજકારણીઓ અને ટેક્સ ખાતાવાળાંઓ પણ એના ઉપર નજર નાંખીને જ બેઠા હોય, ભાઈ લોકોની નજર પણ એના ઉપર જ હોય. આ બધું શું છે ? સુખનો જન્મ કે દુઃખનો જન્મ..? દુઃખનો વિનાશ કે સુખનો વિનાશ. બરાબર વિચારજો !
એવા માણસો જોયા છે કે, પહેલાં એકલા હતા ત્યારે હળવાશથી જીવતા હતા. પછી બેપગામાંથી ચોપગા થયા, ચાર પગામાંથી છપગા થયા અને એ પછી નીતનવી જરૂરીયાત ઊભી થઈ. રોજેરોજ આવું અને આટલું તો જોઈએ જ. પછી દુઃખની શરૂઆત થઈ. આ પૈસાના વાંકે ગામનાં ગામ ખાલી થયાં, ઘરનાં ઘરછૂટાં થયાં, સ્વજન-સ્વજન ઝઘડ્યાં, પોતાનાને પારકાં કર્યાં, પારકાને પોતાનાં કર્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org