________________
૩૦
- ૩ - બંધન જાણો ! બંધન તોડો ! -
582
જીવનના ગુણવૈભવની અને ઉત્તમ ચિંતનની વિગતો જાણવી હોય તો પરમતારક ગુરુદેવશ્રીજીનું “પતન અને પુનરુત્થાન” નામનું પુસ્તક ખાસ તમારે વાંચવું જોઈએ. એ વાંચશો તો તમને એની માન્યતા અને ઉત્તમ વિચારધારા સમજાશે.
એટલા જ માટે જ્ઞાનીઓ અર્થની ભૂખ વગરના ગરીબની ક્યારેય દયા ખાતા નથી. જ્યારે અર્થની ભૂખવાળા શ્રીમંતની દયા ખાધા વગર રહેતા પણ નથી. જ્ઞાનીની દૃષ્ટિએ અર્થની ભૂખવાળા દયાપાત્ર છે.
જેમ તમે અહીંથી નીકળો ને ગટરમાં ભૂંડ અને કૂતરાંઓની વચ્ચે કોઈ પીધેલો પડ્યો હોય, તો તમને તેની દયા આવે અને એમાંય ભૂંડ કે કૂતરાં તેનું મોઢું ચાટતાં હોય તો ? એને તમે પૂછો કે “કેમ છે ? મજામાં છે ?' તેમ જ્ઞાની ભગવંતોની દૃષ્ટિએ કામ-ભોગના, પરિગ્રહના નશાવાળા જીવોની હાલત પણ દારૂ પીધેલા જેવી છે. જ્ઞાનીને મને તમારાં અર્થ-કામ ગટર જેવાં છે અને તમે એ ગટરમાં પડેલાં દારૂડીયા જેવા લાગો છો. તેથી જ્ઞાનીને તમારી દયા આવે છે. માટે જ તેઓ કહે છે કે, આ અર્થ-કામની ગટરને ઓળખો, ગટરને છોડો, - બંધનને ઓળખો – ને બંધન તોડો એમ વારંવાર કહે છે. સભા બંધન તોડો” એમ અમને કહે એ તો સમજ્યા પણ તમને શું કામ કહે ?
અમે સાવધ ન રહીએ તો અમને પણ ઘણાં બંધનો ઘણી રીતે વળગી શકે છે. જે સંયમનાં ઉપકરણો બંધનને છોડાવનારાં છે, તે પોતે પણ બંધન બની શકે છે.
બંધન છોડાવનારાં બંધન બની જાય. જ્ઞાન-દર્શન-ચારિત્રનું કોઈપણ ઉપકરણ એના પૌદ્ગલિક ગુણધર્મોને કારણે “સરસ' એમ થાય એટલે બંધન વળગે. જેનાથી બંધન તોડવાનું છે, એવો આ ઓઘો રૂપાળો - ઉજળો – ચોખ્ખો રહે અને એનાથી પૂંજવા-પ્રમાર્જવાના બદલે એને જો જાળવ્યા કરવાનું મન થયા કરે તો બંધન તોડનાર રજોહરણ - ઓઘો પણ બંધન બની જાય. પછી તેનાથી પૂજવા-પ્રમાર્જવાનું ન થાય. રહેવાની જ્યાં જગ્યા આપી હોય તે ગમી જાય તો તેય બંધન બની જાય. બારી ગમી જાય તો તે પણ બંધન બની જાય. આ બધામાં જે સાવધ થઈને રહે તો બચે. મહાનિશીથ સૂત્ર નામના મહાન છેદઆગમગ્રંથમાં અમારે સાધુઓને વસ્ત્ર, કામળી, રજોહરણ, દાંડો વગેરે અવિધિસર વાપરવાનું પ્રાયશ્ચિત્ત બતાવેલું છે. ધર્મનાં સાધનો પણ ઉપચારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org