________________
૨૯
-
૧ : પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે - 24
T
કષ્ટોનો પ્રારંભ થાય છે. તે જો સમજપૂર્વક વિચારાય તો આંખ સામે દેખાય
તેવું છે.
581
પરિગ્રહની ઈચ્છા થતાં જ પારાવાર કષ્ટોનો સામનો કરવો પડે છે. પરિગ્રહને મેળવવા પારાવાર કષ્ટો વેઠવાં પડે છે. પરિગ્રહને જાળવવા, એનું સંરક્ષણ કરવા પણ જાતજાતનાં શારીરિક, માનસિક, વ્યવહારિક કષ્ટો ઊઠાવવાં પડે છે. પરિગ્રહની તીવ્ર લાલસાના કારણે એ કષ્ટ, કષ્ટ ન લાગે તે જીવની મૂઢતાનું પરિણામ છે. બાકી તો પરિગ્રહને કારણે ઉભાં થતાં કષ્ટોથી જીવ પારાવાર કણસતો હોય છે. હાડકાં-પાંસળાં એક થાય એવી મહેનત-મજૂરી પરિગ્રહના કા૨ણે એ કરે છે અને શરીર તૂટી જાય, નીચોવાઈ જાય, એ હદની દોડ પણ એ માટે એ કરતો હોય છે.
દરેક પ્રકારની રેસનો ક્યાંક અંત આવતો હોય છે. જ્યારે આ પરિગ્રહની રેસનો તો ક્યાંય અંત જ આવતો નથી. આમ છતાં આવી અંત વગરની કષ્ટદાયક રેસની પાછળ જિંદગી વેડફી નાંખનારા પણ ક્યાં ઓછા હોય છે ?
તીવ્ર લોભના કારણે એ કષ્ટ, કષ્ટ ન લાગે એ બને. પણ એ કષ્ટ નથી, એમ તો કેમ જ કહેવાય. જે કોઈ મોહાધીન છે, તેને પરિગ્રહ, કષ્ટહર લાગે છે અને જે કોઈ મોહમુક્ત બને છે, તેને પરિગ્રહ કષ્ટકર લાગે છે.
માટે તો ગોભદ્ર બ્રાહ્મણ હંમેશાં પૈસાથી દૂર રહેવાનો જ પ્રયત્ન કરતો. પૈસા કેમ મેળવવા એની આવડત એનામાં સારામાં સારી હતી, એની સલાહ મુજબ ચાલનારા મોટે ભાગે શ્રીમંત થતા, પણ એ પોતે ક્યારેય શ્રીમંત થવાનો પ્રયત્ન ન કરતો, એને બધા જ શ્રીમંતો દયાપાત્ર લાગતા. એ રોજ શ્રીમંતોનાં દુઃખોનો વિચાર કરતો અને એમની દયા ખાતો.
શ્રીમંતાઈનાં દુઃખો અને શ્રીમંતોની દયનીય સ્થિતિનો એ જે વિચાર કરતો, એ તમારે પણ જાણવા જેવું છે અને અમલમાં મૂકવા જેવું છે.
સભા : આપ આ કોની વાત કરો છો ?
Jain Education International
હું જેની વાત કરું છું, તે ભગવાનશ્રી મહાવીરદેવની મહાકરુણાનું ભાજન બનનાર ચંડકૌશિકના પૂર્વભવની વાત છે. એના જીવનમાં બનેલી મહત્ત્વપૂર્ણ ઘટનાનો જ્યાંથી પ્રારંભ થાય છે, તે ભવ ગોભદ્ર બ્રાહ્મણનો છે. એ ભવમાં એ પૈસાથી સાવ સામાન્ય હતો, આમ છતાં એ સંસ્કારથી મહાસમૃદ્ધ હતો. એના
For Private & Personal Use Only
www.jainelibrary.org