________________
580
– ૩ - બંધન જાણો ! બંધન તોડો! – આવે. નવકારવાળી ગણતાં બે પારા ભેગા પણ ફરી જાય. પણ રૂપિયાની થપ્પી ગણતાં બે નોટ ક્યારેય ભેગી ન જાય. એને નવકારવાળી ગણતાં કે કાઉસ્સગ્ન કરતાં થાક લાગે, પણ રૂપિયા ગણતાં, હીરાનું એસૉટિંગ કરતાં કે જેનાથી રૂપિયા મળે તેમ હોય તેવું કોઈપણ કામ કરતાં એને જરાય થાક ન લાગે. એ બધા માટે એ બરાબર ટટ્ટાર બેઠો હોય, ન એની કેડ દુઃખે કે ન એનું મન થાકે,
જ્યારે પખીનો બાર લોગસ્સનો – ચોમાસાનો વીસ લોગસ્સનો અને સંવત્સરીનો ચાલીસ લોગસ્સનો કાઉસ્સગ્ન કરવાનો આવે તો, એને મરવા જેવું લાગે, અને એને થાય કે અધધ આટલો મોટો કાઉસ્સગ્ન ?
આ બધી વાતો ઉપરથી તમને સમજાશે કે, પરિગ્રહ કઈ રીતે આર્ત કે રૌદ્રધ્યાનનું કારણ બને છે.
પરિગ્રહની આસક્તિના કારણે જે કોઈ આર્તધ્યાનના ભોગ બને તેમને માટે તિર્યંચ ગતિ અને જે કોઈ રૌદ્રધ્યાનનો ભોગ બને તેમને નરકગતિનો આશ્રવા થાય છે, જે એમને તિર્યંચગતિ અને નરકગતિમાં ઘસડીને લઈ જાય છે.
જેણે પણ તિર્યંચગતિ કે નરકગતિથી બચવું હોય, તે માટે જેણે પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કે એ આર્ત-રૌદ્રની ચિંતા-ભાવના-અનુપ્રેક્ષાથી બચવું હોય તેણે પ્રતિપળ પરિગ્રહથી, પરિગ્રહની મમતાથી છૂટવાની મહેનત કરવી જરૂરી છે.
ભવન’ શબ્દનો અર્થ જેમ “ઘર” - થાય છે તેમ એનો અર્થ “જન્મ” પણ થાય છે. એ મુજબ વિચારીએ તો પરિગ્રહ આર્ત અને રૌદ્રધ્યાનને જન્મ આપનાર છે. પરિગ્રહમાંથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જન્મે છે. ૭ – કષ્ટકારી શત્રુ :
આ પછી વૃત્તિકારશ્રી સાતમા નંબરે જણાવે છે કે વો રિપુ: “આ પરિગ્રહ એ કષ્ટકારી શત્રુ છે.”
મોહાંધ જીવો પરિગ્રહને મિત્ર માને છે. પણ હકીકતમાં પરિગ્રહ એ મિત્ર નથી, પણ કષ્ટદાયક શત્રુ છે. જેના હૃદયમાં વિવેક પ્રગટે તેને જ આ વાતની પ્રતીતિ થાય છે.
એકવાર જીવનમાં નાનકડો પણ પરિગ્રહ પ્રવેશ કરે ત્યાર પછી કેટકેટલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org