________________
૨૭
– ૧ઃ પરિગ્રહ નામનો ગ્રહ દશ-દશ રીતે ક્લેશ અને વિનાશને નોંતરે છે - 24 -
579
એકાગ્ર બને ત્યારે તેને આર્તધ્યાન કે રૌદ્રધ્યાન હોય અને ચિત્ત જ્યારે એકાગ્ર ન હોય ત્યારે પણ તેને આર્ત કે રૌદ્રની ચિંતા, ભાવના કે અનુપ્રેક્ષા હોય. પૈસા વગેરેની પાછળ પડેલાને જ્યારે હોય ત્યારે આર્ત કે રૌદ્ર જ હોય. ધર્મ કે શુક્લ ન હોય.
સાધુને તો ધર્મધ્યાન કે શુક્લધ્યાન કરવું હોય તો અઘરું પડે; જ્યારે આ પૈસા વગેરે પરિગ્રહવાળાને તો આર્ત કે રૌદ્રધ્યાન આવવું સાવ સહેલું છે.
ધર્મધ્યાન કે શુક્લધ્યાન વગર પ્રયત્ન આવતું નથી. ધર્મધ્યાન માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય ભાવના કરવી પડે છે. જ્યારે શુક્લધ્યાન માટે ક્ષમા, માદવ, આર્જવ અને સંતોષ ભાવના કેળવવી પડે છે. એ માટે કેટલું જ્ઞાન જોઈએ, કેટલી તૈયારીઓ જોઈએ, કેવા કેવા નિયમોનું પાલન કરવું પડે વગેરે વાતો ધ્યાનશતક વગેરે ધર્મગ્રંથોમાં વિસ્તારથી વર્ણવી છે. આ બધો પુરુષાર્થ કર્યા પછી ચોક્કસ ભૂમિકામાં જ આ ધર્મ કે શુક્લધ્યાન આવે. જ્યારે આર્તધ્યાન કે રૌદ્રધ્યાન માટે કોઈ ઝાઝા પુરુષાર્થની જરૂર ન પડે. જે કોઈ અર્થ અને કામની પાછળ, ભોગ અને પરિગ્રહની પાછળ પડે એ બધાને માટે આર્ત અને રૌદ્ર એ સામાન્ય વાત બની જાય છે.
માટે જ કહ્યું કે “ધ્યાની પવન” “પરિગ્રહ એ ધ્યાનનું ઘર છે.”
હાથમાં રૂપિયો આવે કે તરત આર્ત કે રૌદ્ર શરૂ રૂપિયો હાથમાં આવવાની વાત તો બાજુમાં રહી, રૂપિયાનો વિચાર શરૂ થાય અને આર્ત-રૌદ્ર ધ્યાન શરૂ થઈ જાય. કોળીયો ખાતા-ખાતાં પણ ક્યાં ખોવાઈ જાય, પત્તો જ ન લાગે. ઘરવાળાં કહે, ક્યાં પહોંચી ગયા, શું કરો છો ? ત્યારે ઝબકીને જાગે. ઘણા તો ચાલતા હોય ત્યારે પણ એમના હાથ ઊંચા-નીચા થવા લાગે. એ આર્તરૌદ્રધ્યાનમાં એટલા બધા એકાકાર થઈ જાય કે હાથ-પગ ઉપર અસર આવી જાય. ઘણા સટોડીયા ઉંઘમાં પણ લીયા-દીયા કર્યા કરે. ઘણા કાપડીયા ઉંઘમાં પથારીની ચાદરો ફાડી નાંખે. આ છે 'ધ્યાનસ્થ વિનમ્' !
બીજાને તો ઉંઘમાં સ્વપ્નાં આવે, આને તો જાગતાં જાગતાં ય સ્વપ્નાં આવવા માંડે. કાઉસ્સગ્નમાં જેટલી સ્થિરતા આવે તેના કરતાં ય પરિગ્રહની પાછળ દોડનારાને આ આર્ત અને રૌદ્રધ્યાનમાં વધારે સ્થિરતા આવે. એને નવકારવાળી ગણતાં ઝોકાં આવે પણ રૂપિયાની થપ્પી ગણતાં જરાય ઝોકું ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org