________________
૨૭ – ૩ – બંધન જાણો ! બંધન તોડો ! -
578 પોતાના માટે એકવચનમાંથી બહુવચન વાપરતો થઈ જાય. પૈસો આવે એટલે આ બધું જ આવે. “નાણાં વિનાનો નાથિયો અને નાણે નાથાલાલ' કહેવત પણ આમાંથી જ પડી. એ પૈસાવાળો બેસે ત્યારે પણ દેખાય કે ઠસ્સો છે. અમારી પાસે આવે ત્યારે પણ એ પૈસાવાળો સીધો નીચે બેસી ન શકે, એ રાહ જુવે કે મહારાજ સાહેબ મને બેસવાનું કહે છે કે નહિ. પછી એ પોતાને ઊઠવાબેસવાની કોઈ તકલીફ ન હોય, છતાં પણ ખુરશી શોધે. ખુરશી હોય તો ખુરશીમાં જ બેસે. એ મનોમન એમ માને કે હું કાંઈક છું.
આ બધી વાતો કોઈને જોવા માટે નથી, જાતને જોવા માટે છે. કારણ કે પૈસો બધાને વળગ્યો છે. એક પગલું માંડ્યું અને જો સફળતા મળે તો અહ વધતો જ જાય. આવું કાંઈ તમારામાં તો નથી ને ? બરાબર વિચારજો. ક - ધ્યાનનું ઘર :
આગળ વધીને છઠ્ઠા નંબરે કહ્યું કે, “ધ્યાનસ્થ ભવન” પૈસો વગેરે પરિગ્રહ ધ્યાનનું ઘર છે. સભા : પૈસો અને ધ્યાનનું ઘર ? તો તો સારું જ કહેવાય ને ?
તમે બરાબર સમજ્યા નહિ. અહીં ધ્યાન એટલે “ધર્મધ્યાન અને શુક્લધ્યાન' - એમ નહિ. અહીં તો ધ્યાન એટલે “આર્તધ્યાન અને રૌદ્રધ્યાન' - એમ સમજવાનું છે.
જેટલા પૈસા વગેરે પરિગ્રહની પાછળ પડ્યા તે બધાને આર્તધ્યાન કે રૌદ્રધ્યાન આવતાં વાર ન લાગે. સભા પૈસાવાળાને શું આખો દિવસ ખરાબ ધ્યાન જ હોય. ધ્યાન એટલે શું ?
આ વાત જરા શાંતિથી સમજી લો ! ચિત્તની એકાગ્રતાને ધ્યાન કહેવાય છે. આવી એકાગ્રતા ન હોય ત્યારે એ ધ્યાનને લાવે એવા તે તે વિષયના વિચારને ચિંતનને “ચિંતા' કહેવાય છે. આ ચિંતા વારંવાર થાય, જેનાથી મન ભાવિત થાય, વાસિત થાય, તેને “ભાવના' કહેવાય છે. એમાંથી આગળ વધીને મન જ્યારે એકાગ્ર બની જાય ત્યારે તેને “ધ્યાન” કહેવાય છે અને “ધ્યાન' પછી જે એના ગાઢ વિચારો પ્રગટે તેને “અનુપ્રેક્ષા” કહેવાય છે. આટલું સમજાય તો તમને એ વાત સમજવી સહેલી પડશે કે પૈસાની પાછળ પડેલાનું ચિત્ત જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org